Tag Archives: ગુજરાતી બ્લોગ

તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે બ્લોગ…


(ગુજરાતી) બ્લોગ જગતમાં ચોરી-ચપાટી,ચડ્ડી-બનીયનધારી ટોળકીને એવા બધાનો બહું ત્રાસ છે એ બહું જ જગ-જાહેર વાત છે અને એમા ફંદ (નોટ ફંડ) – ફાળો આપવો એ  (અ)નૈતિક ફરજનાં ભાગરૂપે મેં પણ ટાઈટેનીક જેવડું આખે આખું ટાઈટલ જ ‘બઠાવી’ લીધું ! (એનો સોર્સ કહીંને પોતાનો પગ કુવાડા પર શું કામ મારું?;))

પણ જેમ પ્રશાસન લારી ગલ્લાને હટાવી શાકમાર્કેટ  બનાવે અને એમાં પ્રવેશવા માટે કાછીયાઓનું નામુમકીન તો નહીં પણ મુશ્કેલ થઈ જાય કે મૉલ/શોપીંગ કોમ્પ્લેક્સ ઊભા થવાથી કરીયાણાના નાના વેપારીઓને ફડક બેસી જાય એમ મને પણ ચિંતા થવા માંડી કે ગુણવંત શાહ, કાન્તિ ભટ્ટના બ્લોગસ છે એ વિશે તો  હજુયે ચાલો લોકો બેખબર છે પણ ઉર્વિશ કોઠારી, સૌરભ શાહ, શિશિર રામાવત, જય વસાવડા, કિન્નર આચાર્ય વગેરે બ્લોગ્સથી તો સાલુ આપણી ગાજરની પિપુડી વગાડવા જેવી તો ઠીક ખાવા જેવી ય નહીં રહે. જેમ બિઝનેસમાં ઑર્ડર પાઈપ લાઈનમાં છે એમ કહેવાય એવી રીતે હજુ સલીલ દલાલ, ધૈવત ત્રિવેદી, સંજય છેલ, નરેશ શાહ, કાજલ ઓઝા વૈદ્ય જેવા  અમુક નામો તો પાઈપલાઈનમાં હશે જ. અને નજીકના ભવિષ્યમાં ગમે ત્યારે  ફ્લેશ થવાની વકી નકારી શકાય નહીં.

તો ? આપણે શું કરવું ? આ (ખોટા/ખોટના) ધંધા બંધ કી દેવા?

સવાલ પુછનાર હું હોવ તો જવાબ પણ આયમ બંદા પોતેજ આપે ને? = “ના.”

એકાક્ષરી જવાબથી સંતોષ (થયો કે) ન થયો હોય (તો ય) વિગતવાર, સવિસ્તાર જવાબ –

જેમ મોલ આવવાથી નાના વેપારીઓને કે પછી સ્ટાર હોટેલ્સના લીધે લારી ગલ્લા વાળાનું ય ગાડું તો ગબડે જ, એવી રીતે આ બધા રાઇટર્સ તો મોંઘી મોંઘી વાનગી, હાઈજેનીક ફૂડ પીરસસે પણ જેને હાલતા ચાલતા પાણીપુરી,  ફાફડા, વડાપાંઉ ખાવા હોય કે પછી બીજી રીતે કહીયે તો ગુટખા, સીગરેટ , (ન ગમ્યું? તો) વેફર્સ, કુરકુરે, દૂધ/દહીંના પાઉચ (વેચવા કે)લેવા છે એમને માટે તો રસ્તેકા માલ સસ્તેમેં જ પોષાય ને?

મતલબ કે આ લોકોની પોસ્ટસ સાહિત્ય લેવલે ઊંચી હશે (જ) પણ આવી ગાંડી-ઘેલી પોસ્ટસ વાળાઓએ પણ નિરાશ થવાની જરૂર નથી, દરેક ‘પ્રકાર’નો વાચક વર્ગ આપણી ભારતભૂમિ પર મળી રહેતો હોય છે. એટલે જલ્સા કર બાપુ જલ્સા કર….

~ અમૃત બિંદુ ~

એડીટર શીલા ભટ્ટે લેખક તરીકેની મારી રજુઆતમાં કડક શિક્ષકને અદામાં ક્ષતિઓ ગણાવી એટલે જ એ સુધારી શક્યો. એમણે મને વિવેક પડતો મૂકીને ટપાર્યો ન હોત, તો મારું પરફોર્મન્સ કાચું રહી ગયું હોત. આજે એવી જ અદામાં કોઇ સ્વાર્થ વિના અન્ય વાચકોને કશુંક કહેવા જાઉં છું  તો એમાંથી શીખવાને બદલે રીડરબિરાદરો ભડકીને સામા થાય છે. અને કદાચ એટલે જ બહું બહું તો બ્લોગ સુધી પહોંચી શકે છે. લોગ સુધી નહિં એવું મારું એકદમ નીજી મંતવ્ય છે. અને એટલે જ આવું બને ત્યારે મને કોઇ શાનદાર શકયતા રોળાયાની પીડા થાય છે.

^ “e_વાચક”માં જય વસાવડાના વિમોચન વકત્વમાંથી…

8 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, media

ભલે હો ગુજરાતી પણ લખો અંગ્રેજીમાં ! !


કેમ બાકી પોસ્ટના ટાઈટલ પથી હું કોઇક (હિન્દી ગુજરાતી બન્ને અર્થમાં) મોટો  સાધુ ‘માયત્મા’ લાગ્યોને? કે જેઓ એવી સલાહ આપે જે ખુદ પાળે  પણ નહી અને પાળી શકે એમ પણ ન હોય. હા, તો આ બ્લોગ પોસ્ટ માટે વિષય અમર નામના નેટ ફ્રેન્ડ તરફથી મળ્યો.  તેમણે મને મેઈલ કર્યો કે

Mr. Sudarshan Upadhyay (in his column Talking Point about Gujarati Blog World) , urges Gujarati’s to start writing English Blog otherwise they will be unnoticed.. Besides also saying that some gujaratis are passionate about writing in gujarati writing

Specifically in his word

ગુજરાતીઓને ખાસ વિનંતી કે ઇન્ટરનેટ પર કંઇ પામવુ હોય કે વિશ્વમાં તમારી ઓળખ વધારવી હોય તો મહેરબાની કરીને ગુજરાતી વાપરવાની પ્રેકટીસ ના પાડતા, પરંતુ રોજીંદા પ્રયાસો દ્વારા અંગ્રેજીમાં લખતા થાવ.

નવરાત્રી કે દશેરા વિશે તમે ગુજરાતીમાં લખશો તો તેને કોઇ નહી વાંચે પણ અંગ્રેજીમાં લખશો તો વિશ્વભરમાંથી દસ વાંચકોતો જરુર મળશે.

દરેક ગુજરાતીએ બ્લોગ લખવાને એક હોબી બનાવાની જરુર છે.ઘણાને ગુજરાતી ભાષામાં વળગણ હોય છે પરંતુ વૈશ્વિક સ્ટેજ પર જાવું હોય તો બાંધછોડ અનિવાર્ય છે..

 

સુદર્શન ઉપાધ્યાયનાં આ (નોન સેન્સ કહી શકાય એવા ) ટૉકિંગ પોઇન્ટ પર અમર ની આ વાત પણ વ્યાજબી લાગી કે

How ridiculous is this???

What are your saying about the statements he made through his article???

અમરના આક્રોશ જેવી  અવઢવ મને કટારના નામકરણ અંગે થઈ હતી અને કટાર ગુજરાતી: નામ ઇંગ્લીશ નામે પોસ્ટ બનાવી હતી. એટલે વધુ તો શું લખું પણ હા પૂરવણીમાં અમુક વાતો છે કે –

 

* એમના લેખમાં એમને બ્લોગ અંગેની અને એમાંયે ગુજરાતી બ્લોગ અંગેની બહું ઓછી (સમજ કે ) જાણકારી હોય એવું ઊડીને આંખે વળગે છે.

* કેમ કે એમની દશેરા પર લખો તો કોઇ નહીં વાંચે એ હળાહળ ખોટી વાત છે એ ગુજરાતી બ્લોગ વાચનારા હર કોઇ જાણે છે.

* નિતશકુમાર બે ભાષામાં લખે છે એ કહ્યું છે પણ ન.મો. કેટલી ભાષામાં લખે છે એ નથી કહી શક્યા અને અડવાણી પણ બે ભાષામાં લખે છે એ કદાચ એમને ખ્યાલ નથી!

* અગાઉ ની પોસ્ટમાં પણ ચોખવટ કરી ચૂક્યો હતો કે આનો મતલબ બિલ્કુલ એ નથી કે અંગ્રેજીનો વિરોધ છે પણ જેમ મારા જેવાને ગુજરાતી ભાષાનો માત્ર એટલા માટે જ આગ્રહ રાખે કે અંગ્રેજી નથી  આવડતું તો એ ખોટું છે એ મુજબ જ ગુજરાતી ટાઈપીંગ ન આવડવાના કે ઓછું આવડવાના લીધે જ ગુજરાતીમાં ટાઈપીંગ કરવા વાળાની ઠેકડી ઉડાડવાની આપણે ત્યાં પ્રથા છે અને એ આગૂ સે ચલી આતી હૈ.

* ગુજરાતી સાહિત્ય અને પત્રાકારત્વમાં ભમતા જે જે ભ્રમરોને નેટ માટે ટાઈમ કે આવડત નથી એ બધાને દ્રાક્ષ ખાટી લાગે છે, અને નવાઈની વાત એ છે કે આ બધા (કહેવાતા?)મોટા માથાઓ છે!

* કદાચ અતિશ્યોક્તિ લાગે પણ મને તો એમ લાગે છે કે નેટ પર આવવા ગુજરાતી વાચક વર્ગમાંનો ૯૦ ટકાથી યે વધુ વર્ગ અંગ્રેજીની સાથો સાથ ગુજરાતી વાંચન વાંચે છે.

~ અમૃત બિંદુ ~

હું ગંભીરપણે માનું છું કે ગુજરાતી કવિતા આજના જેટલી અગાઉ ક્યારેય નહિ વંચાઈ હોય. ‘મરીઝ’  કે ‘બેફામ’ આજે હોત તો ઇન્ટરનેટ ઉપર તેમના હજારો નહિ લાખો  ‘ફ્રેન્ડ’ અને ‘ફોલોઅર’ હોત! ઈન્ટરનેટનું  માધ્યમ સ્થાપિત અને નવોદિત બંને પ્રકારના સર્જનશીલો માટે આશીર્વાદ સમાન છે.

– સલીલભાઈ દલાલ (e_વાચક-૨૦૧૦ની વિમોચન પ્રસ્તાવનામાંથી)


16 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ

એકસો મી ટપાલ


અંતરથી આભાર આપ સૌ નો

સૌ પ્રથમ નામી-અનામી-બેનામી-ત્સુનામી જેવા મિત્રોનો આભાર કે જેઓ મારા જેવાનાં બ્લોગ વાંચીને ગુજરાતીઓમાં સહનશક્તિ છે એનો પુરાવો આપ્યા કરે છે અને હજુ પણ આપ્યા કરજો પાછા હો?!

એક વાર મેં  કાર્તિક મિસ્ત્રીની 500મી પોસ્ટ પર પુછેલું કે 1લી અને 500મી પોસ્ટ વચ્ચે તમે શું અનુભવ્યુ એ સફર કરાવો …. અને એમણે 600મી પોસ્ટ પર એનો જવાબ પણ આપેલો.

એવી જ રીતે મને કોઇ  પુછે કે ન પુછે તો પણ આપણો (એટલે કે મારો, 100મી પોસ્ટે જ) જવાબ આ રહ્યો –

.

.

એપ્રિલ 24, 2008 ના રોજ પ્રથમ પોસ્ટ લખી અને એમાં બ્લોગ બનાવવા પાછળના પરિબળો પણ જણાવ્યા હતાં!

જોત જોતામાંઆજે એ વાતને (ભૂલ ચૂક લેવી-દેવી સાથે)617 દિવસ  થઈ ગયા! બાકી બધુ તો કોઇપણ જાતના આયોજન  વગર થતું રહ્યું, પણ જો કે 96મી પોસ્ટથી આ 100મી પોસ્ટનું આયોજન તો જાણી જોઇને જ કર્યું એટલે કે આ તારીખ રાખી કે 2009નાં આખરી દિને 100મી પોસ્ટ હોય અને પછી 2010માં નવી ઘોડી નવો દાવ કરીશું.

આ સફર દરમ્યાન ઘણું શીખવા-જાણવા અને સમજવા મળ્યું, જો બ્લોગ જગતમાં ન આવ્યો હોત તો પાક્કુ જ છે કે અત્યારે જેટલા લોકોનાં બ્લોગ વાંચું છું એ ન જ  વાંચતો હોત. અને બ્લોગીંગ કરવાથી ઘણી વાતોનો અહેસાસ થયો , જેમ કે ઘણીવાર લેખકોના લેખ કરતા બ્લોગમાં નાની વાતો કે જે (કહેવાતા) બુધ્ધિશાળી લોકોને વાહિયાત લાગે એવી હોય, એમાં કંઇ સાહિત્યિક ઊંચાઈ ન પણ હોય છતાંપણ  “ટચી” હોય છે. અને  સામે પક્ષે  અમુક લેખકોની બ્લોગ પોસ્ટ કે કોમેન્ટમાં માત્ર આ માધ્યમનો (દુર) ઉપયોગ કરવાની ખંધાઈ પણ નજર આવે. સાથે સાથે એ વાતની કદર પણ થાય કે આ લેખકો/કવિઓ/પત્રકારો  માટે સાલું રેગ્યુલર લખવું કેટલું અઘરૂં છે!

આ 100 પોસ્ટ કોઇ મંઝીલ નથી પડાવ છે (ધમકી!),  પણ એ સાથે / આ 100મી પોસ્ટ સાથે  સાથે એક અજીબ સી (ઘેલછા ભરી) લાગણી પણ થાય છે કે કાલ સવારે હું 100 સાલ પૂરા કરીશ ત્યારે પણ  બ્લોગ દ્વારા મારૂં નામ ક્યારેક સર્ચ એન્જીન ઝબકાવશે !

સરવૈયું કાઢીયે તો એક વાત ઊડીને આંખમાં કણાની જેમ ખટકે એવી એ છે કે મને હજુયે સાચી જોડણી ન આવડી! એના માટે કોઇ બહાના બાજી નહી કરૂં એના માટે  આળસ… બેદરકારી અને પરફેકશનનો અભાવ વિગેરે જવાબદાર હોય શકે અને આશા છે કે નવી ઘોડી નવો દાવમાં એ કમી સુધરી જાય…

11 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

કોમેન્ટનો કલશોર/કલબલાટ


* થોડા સમય પહેલા ઓરકુટ પર ડિટરજન્ટની એડ જેવો વાયરો હતો કે તારી કોમ્યુ કરતાં મારી કોમ્યુમાં મેમ્બર (એઝ વેલ એઝ એક્ટીવ મેમ્બર) સંખ્યા વધુ.  હવે એ મોહ કદાચ કમ થયો છે.

* ત્યારબાદ મારો પણ  બ્લોગ છે અને મારા બ્લોગ વિઝીટર્સ આટલા…

* અને પછી વાત વિઝીટર્સ પુરતી મર્યાદિત  ન રહેતા એનો વ્યાપ કોમેન્ટ સુધી વિસ્તર્યો! અને લોકો સલાહ સુચન કરવા લાગ્યા કે બ્લોગ જોઇને કોમેન્ટ કરતા રહેજો.

* હવે એમાં એવો મોડ આવ્યો છે કે લોકો  જે તે પોસ્ટ કરતા એમાં કોણે અને કેવી’ક કોમેન્ટ કરી એ માટે બ્લોગની વિઝિટ  કરે ! ઉર્વિશ કોઠારી, સૌરભ શાહજયવંત પંડ્યા વગેરે ના બ્લોગ પર કોમેન્ટ નો મારો વધુ હોય છે અને રસપ્રદ પણ હોય છે. એક જ મુદ્દા પર ભિન્ન ભિન્ન જાણકાર લોકોના અભિપ્રાયો વાંચવાની મજા આવે.

* આનાથી ફયદો એ થયો કે ખાલી તમારો બ્લોગ ગમ્યો…. વાહ સરસ…. મારા બ્લોગની વિઝિટ કરજો… જેવી ફાલતુ કોમેન્ટની બદલે કંઇક હટકે વાંચવા મળે.


આના પછી શેનો વાયરો આવશે ?  !

2 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

(જુની) પેઢીની (પેટ ચોળવાની)પીડા


પત્રકાર જયવંત પંડ્યાના બ્લોગ પર એક 25-07-2009ના રોજ એક પોસ્ટ લખાઈ છે કે શાહરૂખને મિંયાદાદનો તમાચો. એ પોસ્ટમાં કૃણાલે મસ્ત કોમેન્ટ લખેલી છે જેના સંદર્ભમાં આ પોસ્ટ માટે   આઇડિયા આવ્યો.

એક ખાસ સ્પષ્ટતા કે આ પોસ્ટ, કે મારા વિચારો અને એ પોસ્ટમાં જયવંતભાઈના વિચારો  સાથે કંઇ લેવા-દેવા નથી.. રેફરન્સ માટે જ એમની પોસ્ટનું નામ લીધું છે જેથી કૉપિ-પેસ્ટનું “લેબલ”  ન લાગી જાય.

કૃણાલની કોમેન્ટના આ વાક્યો  સાથે સહમત – આજે જમાનો બદલાઇ ગયો છે અને કોઇ પણ વ્યક્તિ આજે પોતાની બાબતોમાં બીજો કોઇ દખલગીરી કરે એ સાંખી શકતો નથી. આજે જમાનો એવો છે કે છોકરાઓ પણ મા બાપની દખલગીરી નથી સહી શકતા.

આવું શું કામ? માત્ર છોકરાવો (સોરી સંતાનો!)ઉધ્ધત થઈ ગયા છે? 100% હા કે 100% ના માં જવાબ આપી જ ન શકાય. અરે યાર અત્યારની પેઢીના બાળકો-યુવાનોમાં જ્ઞાન છે અને તેઓ સભાન છે એટલે વિરોધ થઈ જ જવાનો .

દા. ત. આપણને આજની તારીખે ખબર ન પડે કે કેવા રંગ આપણને જામશે અને કેવામાં નંગ લાગીશુ, જ્યારે બાળકો અને યુવાનોને આ અંગે સારી સુઝ-બુઝ હોય છે.

આપણે પ્રાયમરીમાં ભણતા ત્યારના 2-3 ધોરણના ટોટલ કરો તો યે અત્યારના છોકરાના એક વખતના  માર્કસ જેટલા નહી થાય!   (હાઇસ્કૂલ અને કોલેજનો દાખલો સમજી ને સ્કીપ કર્યો  છે. )

વાત રહી આદરની તો આપણે બચ્ચા પાર્ટી હતા ત્યારે  વડિલો સામે ન બોલવામાં આદર કરતા, ભેં કરવાની ભાન પડતી ન હતી એ વાત વધુ વજુદ વાળી કહેવાય. બાકી આપણે (30-40-50) વરસના રાખીયે છીએ એના કરતા બાળકો યુવાનો વડિલોની આમાન્યા અને ખ્યાલ વધુ રાખે જ છે. એવા આપણી આસપાસ કંઇ કેટલાયે દાખલા જેવા મળશે.

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ

(Once Again) Copy_Paste


જુન 18, 2009ના રોજની મારી એક  Short_Sweet-II પોસ્ટ પર બે બુઝર્ગો નામે સુરેશ જાની અને  રાજેન્દ્ર ત્રિવેદી એ કોમેન્ટ કરીને મને “આંગળી” કરવાની કુચેષ્ટા કરી  છે.  એ બાબતે થોડા મુદ્દા.

1  – આજ દિવસ સુધી કોઇપણ વ્યક્તિની કોઇ પણ કૃતિની (ચાલાકી પૂર્વક) ઉઠાંતરી કરી નથી.

2 – આજ દિવસ સુધી મેં કદી પણ કોઇને  મારો બ્લોગ જોવાની કે એમાં કોમેન્ટ લખાવાની હિમાયત કરી નથી.

3 – આજ દિવસ સુધી મેં લોકોની ઉંમર અને પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને એલફેલ બોલ્યો નથી, કારણકે એવું ન કરવાના મને સંસ્કાર મળ્યા છે.

4 – ઉપરોક્ત  બન્ને મહાનુભાવને કહેવાનું કે  હું નિવૃત કે સરકારી કર્મચારી નથી. બિઝનેસ કરૂ છું સમયની મારામારી હોય એ સમજી શકતા હશો છતાંપણ  કહું છું કે જો દલીલ કે ચર્ચા કરવી હોય તો ખુલ્લમ ખુલ્લા કરીયે, ઇ-મેઈલ પર પણ નહી. એકવાર ચર્ચા શરૂ કરીએ પછી  ઉંમર વગેરેના કોઇ કારણો ન આવવા જોઇએ.

5 – તમારા લોકોની કોમેન્ટનો સુર  એવો નીકળે છે કે જાણે મેં  કોપિ  કરી હોય! પરંતુ “મોટાભાઈ”  બન્ને પોસ્ટની તારીખ ચકાસો.

6 – ધુમ્રપાન સ્વાસ્થયને હાનીકારક છે એવી ખૂણે ખાંચકે કે તળિયે દેખાય એ રીતે નહી પરંતુ મેં પોસ્ટની શરૂઆતમાં લખેલ છે કે  મિત્ર જયેશ ભેદાના (ફોર્વડેડ) ઇ-મે ઈલમાંથી સાભાર.

11 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

વરસાદને વ્હાલ કરતો લેખ


આખું ગામ કૉપિ-પેસ્ટ કરતું હોય તો હું યે શા માટે બાકી રહી જાઉ? અલ્પેશ ભાલાળાનો આ લેખ જો કોઇને ભીંજવી ન શકે તો એ માણસ આખું આયખું કોરૂં ધાકોર માનવું.

http://amdawadi.blogspot.com/2009/06/blog-post_5174.html

અલ્પેશભાઈનો આ  લેખ વાંચતી વખતે મને યાદ આવ્યું કે અમારા લગ્ન બાદનું (1991નું) પહેલું ચોમાસું, ગાંધીધામમાં હું 1100 રૂપિયાની નોકરી કરતો,  મસ્ત વરસાદ આવતો જોયો  (વરસાદ તો  હંમેશા મસ્ત જ હોય છે ને?) અને  પેલા ગીતની માફક મારૂં મન મોર બનીને થનગાટ કરવા લાગ્યુ હશે કે હું  તુટેલું – ફુટેલું (કંપનીનું) લ્યુના લઈને ભાગ્યો  6 કી.મી. દુર આદિપુર, (જ્યાં અમે 300 રૂપિયાના ભાડાની એક ખોલી માં રહેતા! ) મારી વાઇફ (જયશ્રી) ને એ લ્યુના પર બેસાડી અને અમે આદિપુર ગાંધીધામની સહેલગાહ કરી, એવું લાગતું હતું જાણે હાથીની અંબાડી પર બેસીને રાજા-રાણી નગરચર્યા  જોવા નીકળ્યા છે.

રણ પણ હોય શકે લીલા છમ્મ ... હમ્મ્મ

રણ પણ હોય શકે લીલા છમ્મ ... હમ્મ્મ

હવે ના તો એ તુટેલું ફુટેલું  લ્યુના છે, ના તો એ નોકરી, હવે તો મન મોર બની ને થનગાટ કરવાને બદલે  કલગી ભીંજાયેલા કુકડા જેવું મન થયું ગયું છે.

3 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સાહિત્ય

Short & Sweet-I


નીચે આપેલ મેટર એક અલગ પેજમાં જ બનાવેલ, હવે એ પેજ ડીલીટ કરીને પોસ્ટ બનાવવાનું વિચાર્યું છે.

1- ઉપદેશાત્મક વાંચતા, સાંભળતા કે કહેતા પહેલા જરૂરી છે – ભૂલ !

( મૌલિક )

2- માણસ મોટાભાગે દુશ્મનો પાછળ જેટલો સમય બગાડતો હોય છે,

એટલો સમય મિત્રો પાછળ આપતો નથી !

(જય વસાવડા)

3- સાઘુ મહારાજ:- અમે વર્ષો સુધી ચૂપ રહીએ અને એને મૌનવ્રત કહીએ.
પુરુષ  શ્રોતા :- પણ સ્વામી અમે તો એને લગ્ન કહીએ છીએ.

(ડૉ. હંસલ ભચેચ અને SMS માંથી)

4 > – આપ મુવા વિના સ્વર્ગે ન જવાય (કહેવત ભંડાર)

>>- BUT I  Don’t Like સ્વર્ગ હો!

(તારીખ : 17-02-2009)

આજે પહેલીવાર (ભાસ્કર ગૃપનું) અહા! જિંદગી જોયુ અને એ પણ જુનું ! તો ખબર પડી કે સાલું આ તો ભૂલથી “મિસ્ટેક” કરી! એટલે કે એ મેગેઝિનમાં પ્રમોદ બત્રાનો  ટૂંકું ટચ નામનો વિભાગ છે! જ્યાં આ જ રીતે વીણેલાં મોતી પથરાયેલા છે. એની વે, આ ક્યાં કોપિ રાઇટ ભંગ જેવો કેસ ગણાય? એના કરતાં ત્યાંના અમુક મોતી અહિં સેરવી લઉં તો કેમ?

5- પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે કીડો હતું.

6- ખોટું કરવા માટેની કોઇ સાચી રીત નથી.

7- ઊંદરદોડમાં મુશ્કેલી એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છોં.

Updated on 26-02-2009

8- આતંકવાદ કે આતંકવાદીને કોઇ ધર્મ હોતો નથી. તેવું કહેવાની ફેશન થઈ પડી છે. દરેક ધર્મનાં કટ્ટરપંથીઓ ત્રાસવાદના ઉપાસકો હોય છે અથવા બની જાય છે, પણ ધર્મ અને ધાર્મિક ઝનૂન ત્રાસવાદને પોષણ આપતું મજબૂત પરિબળ છે. =નગીનદાસ સંઘવી (‘તડ અને ફડ’, “દિવ્ય ભાસ્કર”, 25-02-2009)

9 –  દાદા છે પણ દાદી નથી!

ભાઈ છે પણ ભાભી નથી

નવરો છે પણ નવરી નથી!

રોજી છે પણ રોટી નથી!

બોલો આ શું છે?

.

.

.

>>>>>> દાદાભાઈ નવરોજી <<<<<<<<

( માણસો  કેવા હોય છે? કંઇ ન મળે તો બ્લોગ પર એસ.એમ.એસ. ઠપકારે ! બહુ ખોટું ને? )

Updated on 06-03-2009

10 –  ગાંધીજીના વિચારો એટલા બધા ફેલાયેલા છે કે અહમદ પટેલથી ઝીણાભાઈ દરજી સુધી (ગુજરાતી રાજકારણના ‘એ’થી ‘ઝેડ’ સુધી) ગમે તે માણસ ગાંધીજીના નામે ગમે તે હાકલ કરી શકે છે. ચંદ્રકાન્ત બક્ષી

સ્ત્રોત – http://bazmewafa.wordpress.com/2009/03/06/gandhiji_cbaxi/

2 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

બ્લોગલિસ્ટની બબાલ


 

શ્રી શાહબુદ્દિન રાઠોડ કહે છે ને કે એમને એમના ગામમાં એટલાં બધા પાત્રો મળી રહે છે કે પાત્રો શોધવા બીજે ક્યાંય જવું નથી પડતું. એવી જ રીતે જ્યારે બ્લોગ શરૂ કર્યો ત્યારે એમ થતું હતું કે આમાં શું લખશું? હા, શું ન લખવું અને શું શું ન કરવું એ અંગે તો પહેલેથી સ્પષ્ટ છું.  

પછી જેમ જેમ સફર આગળ વધતી ગઈ, બીજાના બ્લોગ જોતા જોતા એમાંથી પ્રેરણા મળતી ગઈ, ટૉપિક મળતા ગયા અને શીખતો રહું છું. કહેવાની જરૂર નથી કે ક્યારેય કોઈની કૉપી કરવાનો આજ દિન સુધી ઇલ્ઝામ આવેલ નથી અને આવશે પણ નહીં,

મારા બ્લોગ રોલમાં રહેલ દરેક વ્યક્તિના બ્લોગ પર નિયમિત વિઝિટ કર્યા સિવાય ડેશ બોર્ડ પર નજર નાંખુ અને કોઇ પોસ્ટનું ટાઇટલ એટ્રેક કરે તો ત્યાં ચક્કર મારું , આવી જ રીતે આજે ડેશ બૉર્ડ પર ચક્કર મારતા શ્રી જયવંત પંડ્યાના બ્લોગ પર જઈ ચડ્યો અને બે-ત્રણ પોસ્ટ વાંચી, ખાસ કરીને  બ્લોગ લિસ્ટ વાળી પોસ્ટથી આ પોસ્ટ માટે પ્રેરણા મળી.

આટલી ટૂંકી(!)પ્રસ્તાવના બાદ બ્લોગ લિસ્ટ અંગે મારૂ અવલોકન અને માન્યતા કહું તો – 

* બ્લોગ લિસ્ટમાં આપણું નામ હોવું એ કોઇ ઑસ્કારમાં નામાંક જેવું મહત્વ નથી, એનાથી કશો ફરક પડતો નથી, હા જેઓ લિસ્ટ બનાવે છે એમના જનરલ સ્ટોરના મેનુ પર એક આઇટમ વધી કહેવાય! 

* બ્લોગલીસ્ટ બનાવતા (બધા નહી પરંતુ) મોટા ભાગના આ લિસ્ટ બનાવવા માટે કોઇ જહેમત નથી ઊઠાવતા, આ પણ કૉપી-પેસ્ટ નો જ એક ઉત્તમ પ્રકારનો પ્રકાર છે . 

* બધા કહો કે તમે જે લિસ્ટ પર નજર ફેરવો તે (બીજાના) લગ્નના આલ્બમમાં આપણો ફોટો ગોતતા હો એથી વીસેશ કોઇ ભાવ હોય છે? 

* જો આપણા બ્લોગમાં દમ હશે તો લોકો સામેથી શોધતા આવશે. ઉર્વીશ કોઠારી, હિમાંશું કીકાણી અને આવા ઘણા બધા લોકો છે , તેઓ એ કોઈને કહેવું પડે છે કે મારોબ્લોગ જરા જો જો ને ?! 

* મને તો નેટ પર વધુ પડતુ ખાંખાંખોળા કરતા આવડતું નથી (એનો ગર્વ નહી, અફ્સોસ છે) પરંતુ કાર્તિક મિસ્ત્રીએ જયવંતભાઈના બ્લોગ પર લિન્ક આપી હતી એ અને હિમાંશુભાઈની ઝલક ગુર્જરીપર બનાવી એવી સારી યાદી પણ જરૂર હશે.

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

પોસ્ટનું પિષ્ટ-પીંજણ


આદિલ ના શેર સાંભળી,  આશ્ચર્યથી  કહ્યું;

ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો!

 

ઉપરોક્ત શેર યાદ કરીને કહું તો બ્લોગ જગતમાં નવો નવો હતો અને હજુ પણ છું જ છતાં એક  બે દાખલા જોતાં થયું કે સલાહ આપવામાં શું જાય છે ? માનવી ન માનવી એ તો સામે વાળાનો પ્રોબ્લેમ છે ને? આપણે ગીતાના શ્લોકની માફક ફળની આશા વગર આપણે આપણું કર્મ કરી નાંખવું.

 

1.       બ્લોગ એ આપણી અંગત ડાયરી છે પરંતુ જાહેરમાં વંચાય છે એ ધ્યાનમાં રાખીને એના કન્ટેન્ટ રાખવા. ભદ્ર-અભદ્ર જેવી વાત નથી કરતો પરંતુ દુનિયા ગોળ છે અને નેટ આવ્યા બાદ તો સાંકડી પણ થઈ ગઈ છે એટલે કોણ ક્યારે ભટકાય જાય એ નક્કી નહી એટલે ઉઠાંતરી ન કરતા હો તો પણ શક્ય હોય ત્યાં સુધી  ચોક્ક્સાઈ કરીને લખવું

 

2.      બક્ષી સાહેબ કહેતા કે ડાયરી લખવાની શિસ્ત એમને લેખક બનવામાં ઘણી મદદગાર થઈ પરંતુ બ્લોગમાં એ જ નિયમ લાગુ પાડવો જરૂરી નથી. કેમ કે એમ કરવા જતા યા તો કાર્તિક મિસ્ત્રીની જેમ જલ્દ બાજીમાં લોચા પડી જાય યા તો જીગ્નેશ અધ્યારું અને મારી (ઓરકુટની) જેમ ખેંચાય જવાય અને પછી ખબર પડે કે 

 

બધીએ  મજાઓ  હતી  રાતે રાતે,

-ને,  સંતાપ  એનો  સવારે સવારે,

 

3.      અહિં આપણે તેરી શર્ટ , મેરી શર્ટસે સફેદ.. જ્યાદા સફેદ ક્યું? ની નીતિથી કામ નથી કરવાનું નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી ડેશ બોર્ડમાં Top blogs,  Today’s Top Post કે Fastest Growing blogs વગેરે થી દુર રહેવા પ્રયત્ન કરવો

 

4.      વધુ પડતા બ્લોગની વિઝીટ પણ નહી કરવાનીનહિતર આ બધી કળણમાં ખૂંપ્યા બાદ એમાંથી નીકળવું આસાન નથી

 

5.      એવા લોકોના બ્લોગની મુલાકાત ન કરવી જેઓ આપણને કોમેન્ટ કરે ત્યારે એવો દુરાગ્રહ રાખે કે મેં સહન કર્યું.

 

હવે તમે પણ મારા બ્લોગની વિઝીટ લઈને મનેસહન કરો કોમેન્ટ કરો! 

 

6.       ચાલો ભઈઓ અને બુનોઆપણું કામ પુરુ થયું. ઉપરના નિયમો કે સલાહ એમ ને એમ નથી આપી, એની કિંમત ચૂકવી છે એટલે થયું કે આ મંદીના જમાનામાં કમ સે કમ લોકોની મહા મુલી મુડી ન વેડફાય.

13 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ