Introduction_Contact


ખાલી તોપના ભડાકા

(અપ ડેટ-૧૩ જાન્યુઆરી  ૨૦૧૧ )

બ્લોગ જગતમાં જેમ જેમ બ્લોગની મુલાકાત લઉ છું તેમ તેમ ખબર પડતી જાય છે કે લગભગ દરેક લોકોએ પોતાનો પરિચય આપ્યો છે તો થયું કે મારે પણ કંઇક લખવું જોઇએ પણ પોતાનો પરિચય આપવો એ સૌથી મોટો કંટાળો કહેવાય. ગમે તેટલું લાંબુ લખીએ તો પણ અધુરાશ લાગે અને ગમે તેટલું ટુંકાવાનો પ્રયાસ કરીએ તો પણ દિર્ઘસુત્રી હોય એવો અહેસાસ થાય .

સરવાળે, અલગ અલગ બ્લોગની મુલાકાત લઈ એમાંથી થોડી “કોપિ” (આચાર સંહિતા) અને ઓરકુટ પર હતો ત્યારની અમુક મેટર, આ બધાનું મિક્સીંગ કરીને  ટ્રાય મારીયે, જો કે કાર્તિક મિસ્ત્રીને મારા (અપ)લખણની ખબર છે એટલે ઘણા સમય પહેલા જ કહ્યુ હતું કે જો જો ઓરકુટ જેવું ન લખતા!

કોપિ કરવી જ હોય તો શરૂઆત લલ્લુ પંજુની બદલે ગુજરાતી સાહિત્યના શિરોમણી એવા બક્ષીબાબુના જ ક્વોટથી કરૂ તો તેઓ પોતાની કૃતિ/સર્જકતા વિશે કહેતાને કે કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે.

એ સિવાય  સ્વપ્રશસ્તિમાં માટે ગયા ઑકટોબરમાં મિત્ર નેહલ મેહતાએ કરેલ સ્ક્રેપ ટાંકું તો એમણે કહેલું કે જય વસાવડા, ગાંધીજી, અમિતાભ બચ્ચન, લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર પટેલ અને રજની અગ્રાવત! ઑક્ટૉબરમાં મહાનુભાવો જન્મેછે.દશેરા અને જન્મદિવસ એક જ સાથે હોય એવી ખુશકિસ્મતી દરેકને ક્યાં મળે છે?

બંદા હૈ જીસકા યે ધંધા હૈહા, તો હું ઑક્ટોબર 09, 1968નાં રોજ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના ધુળકોટ નામના નાના ગામડામાં જન્મયો. અને છેલ્લા વીસેક વરસથી કર્મભૂમી ગાંધીધામ (કચ્છ)માં ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં 1994થી નાનો એવો બિઝનેસ કરૂં છું.

2001નાં ગુજરાતમાં આવેલ ધરતીકંપ વખત સુધી ઇલેક્ટ્રોનીક્સ લાઇનમાં હોવા છતાં ઇન્ટેરનેટ શું કહેવાય એ ખબર જ ન હતી પણ એ વખતે લોકો નેટની બહું વાતો કરતા અને નેટ જગતમાં , ઇમેઇલ – યાહું મેસેન્જરની વાતો ને નજદીક થી જાણવાનો પ્રયાસ કરતો રહ્યો છું, સાહિત્ય અંગેના લગાવને પારખી મિત્ર કમ એક્સ બૉસ પરેશ ભેદાએ ઓરકુટ જોઇન કરવાનું સુચન કર્યું , ત્યાંથી એટલું બધું મળ્યુ છે કે ઓરકુટ છોડ્યા પછી પણ મારી વાતોમાં એ અકસર ઝળકતું જ રહે છે અને મેં કદી એ છુપાવાનો પ્રયાસ પણ નથી કર્યો.

24 એપ્રિલ 2008નાં રોજ બ્લોગની  શરૂઆતમાં આગમન વિશે કહી ચુક્યો છું એટલે પૂનરાવર્તન નહી કરું, સંપર્ક વિશે કહું તો આ બ્લોગ ઉપરાંત જીમેઈલ-આઈડી તથા  યાહુ-મેઈલ-આઇડી પર પણ સંપર્ક થઈ શકે.

 

ઓરકુટ પર ૨૩  જૂન ૨૦૦૯ ના રોજ રી- એ ન્ટ્રી કરવી પડી…

Face Book id = facebook.com/rajni.agravat

 

Advertisements

36 responses to “Introduction_Contact

 1. તમને વધુ જાણીને આનંદ થયો…

  આમ તો ઘણા સમયે અહીં આવ્યો .. અને આવીને બધી જ પોસ્ટ એક સામટી વાંચી નાંખી કારણ કે વરસમાં એક જ વાર આવતા દશેરાની જેમ મને હમણાં હમણાં આવી નવરાશ મળવાનું નામ નો’તી લઈ રહી…

  દરેક પર અલગ કોમેન્ટ લખવાની ફુરસત મળે એટલે એ પણ કરીશ… અત્યારે તો અહીં થી જ રજા લઉં છું…

 2. સરસ.

  “ગમે તેટલું લાંબુ લખીએ તો પણ અધુરાશ લાગે અને ગમે તેટલું ટુંકાવાનો પ્રયાસ કરીએ તો પણ દિર્ઘસુત્રી હોય એવો અહેસાસ થાય.” વાક્ય ખાસ ગમ્યું.

  આપનો મોબાઈલ નંબર ઈમેઈલ કરશો. મારો મોબાઈલ નંબર મારા ઓર્કુટ પ્રોફાઈલ પર આપેલો જ છે.

 3. Suresh Jani

  કેમ છો? અહીં પહેલી જ વાર મળ્યા. ઓર્કુટ કરતાં અહીં વધારે મજા આવીને?
  ઈમેલ કરશો તો આનંદ થશે.

 4. ખૂબ ખૂબ અભિનંદન …..

  આપનો બ્લોગ જોયો સર્ફ કરી ને ખૂબ મજા પડી અન જાણવા પણ મળ્યુ.
  કોઈ પણ પ્રકાર ની મદદ (ખાસ કરી ને કંપ્યૂટર ને લગતી) ની જરૂર હોય તો બિંદાસ કૉંટૅક્ટ કર જો.

  મારૂ ઈમેલ અડ્રેસ: amit98250@gmail.com

 5. બાલકૃષ્ણ સોનેજી

  રજનીભાઇ,

  તમારા બ્લોગ પેજ ની મુલાકાત લેવાનો આજેજ ટાઇમ મળ્યો. અદ્ભૂત કામ લાગે છે!

  પોતેજ પોતાની કૃતી સમજાવવા બાબતનો બક્ષીબાબુ નો ક્વોટ એકદમ Unique!

  ક્યારેક ફોન પર મળીશું. આવજો.

 6. chandravadan

  Dear Rajni…1st time to your Blog…..Very nice to know you & your Blog. Welcome to Gujarati WebJagat ! You are invited to my Blog …you can view ALL POST on HOME of my Site But I realy want you to see the Section MARU JIVAN ZARMAR , so you can know me better. I wish all the BEST for your Work & may you be insipred to do the BEST for your Blog.
  After your 1st VISIT to my Blog , PLEASE do post a Comment that I can read…I will be very HAPPY for your visit & your Comment.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com

 7. રજનીભાઇ,

  આપનો બ્લોગ જોયો,ખૂબ મજા પડી.
  ખૂબ ખૂબ અભિનંદન …..

 8. TAROON PARMAR

  Hi,Rajni.
  Nice to see u and read u on blog,you are become “CHUPE RUSTAM”nice effort
  keep it up.

 9. aagaman

  રજનીભાઇ

  આપનો બ્લોગ વાંચી ને ઘણો આનંદ થયો

  ખૂબ જ મજા આવી

  http://www.aagaman.wordpress.com

  મયુર

 10. ભાઈ,
  તમારો બ્લોગ જોઈ–વાંચી આનંદ થયો.

 11. મગજમારી મુદ્રા રાક્ષસની
  April 24, 2009 · 1 Comment

  બીજાની ભૂલ ગોતવામાં મજા આવે. (પણ આ મજા આપણા પુરતી જ મર્યાદિત રહેવી જોઇએ, એટલે કે બીજા આપણા માંથી મજા લ્યે, તો પછી આપણને મજા ન આવે!)

  હમણાં હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંઘની પાછળ બધા લસણ ખાઈને લાગી પડ્યા છે, કોઇ કહે કે નબળા વડા પ્રધાન તો કોઇ ગુજરાતના વેવાઈનું બિરુદ આપે. ચૂંટણી દરમ્યાન આવા તો કંઇ કેટલા યે લેબલ લાગ્યા રાખે પણ શ્રી શાહબુદ્દિન રાઠોડ પેલો જૉક કહે છે ને કે બસ, છાપામાં પણ આવી ગયુ?! અને સિંહ ઢીલો પડી ગયો. એવું જ આજે જયહિન્દ માં આવેલ છે અને એમાં આ સિંહ (સિંઘ)ને અસામાજિક કહ્યાં છે! ચોંકી ગયાને? કે રાજકારણમાં અસામાજિક તત્વો હોવા એ તો સ્વાભાવિક(!) છે પણ મનમોહનસિંઘ? ન હોય!

  તો એમાં એવું છે કે મનમોહનસિંઘ અને એમના શ્રીમતી મતદાન કરવા ગયા હતા એનો ફોટો આપીને જે લખેલ છે (એની અહિં લિન્ક અથવા સ્ક્રીન શોટ આપવા માટે તપાસ કરી પરંતુ સફળતા ન મળી, એટલે વાંચો) કે અસામાજિક વ્યક્તિ જ્યારે સામાન્ય વ્યક્તિની જેમ વર્તે છે. ત્યારે સમાજ તેની અસામાન્ય નોંધ લ્યે છે ! ! ! !

  કદાચ કોઇ કહેશે કે આ તો મુદ્રા રાક્ષસનો છબરડો છે,

  પણ

  કહ્યું કે છબરડો નથી?!

  એક મુંઝવણ => જયહિન્દ માં અસામાજીક લખેલ છે જ્યારે સ્પેલચેકરમાં અસામાજિક છે! આમાં ખોટું કયુ?

  કોપિ કરવી જ હોય તો શરૂઆત લલ્લુ પંજુની બદલે ગુજરાતી સાહિત્યના શિરોમણી એવા બક્ષીબાબુના જ ક્વોટથી કરૂ તો તેઓ પોતાની કૃતિ/સર્જકતા વિશે કહેતાને કે કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે.

  સ્વપ્રશસ્તિમાં ગયા ઑકટોબરમાં મિત્ર નેહલ મેહતાએ કહેલું એ ટાંકું તો એમણે કહેલું કે જય વસાવડા, ગાંધીજી, અમિતાભ બચ્ચન, લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર પટેલ અને રજની અગ્રાવત! ઑક્ટૉબરમાં મહાનુભાવો જ જન્મેછે.દશેરા અને જન્મદિવસ એક જ સાથે હોય એવી ખુશકિસ્મતી દરેકને ક્યાં મળે છે?

  Do Googal and one can find many born in OCTOBER!!!

  Keep Up your work for the Gujarati – Bhasha and people and let Surfers surf!

  Love to see your comments too.
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 12. arvindadalja

  એ ભાઈ હું પણ ઓક્ટોબરમાં જ જન્મયો છું. અને જામનગર શહેરમાં જ છું અને નિવૃત સમય બ્લોગ ઉપર કોઈ ને કોઈ વિષય ઉપર લખતો રહું છું અને વાંચતો પણ રહું છું તેમાં આજે તમે હડફેટે આવી ગયા ! સરસ લખતા રહે જો બિન્દાસ પણે ! ક્યારેક પધારજો મારા બ્લોગ ઉપર !
  ચાલો આવજો. મળતા રહીશું !
  સ-સ્નેહ

  અરવિંદ

 13. rajniji.. ur blog s really very interesting.. ur language is very simple ….

 14. Mona Pravin

  Hello Rajnibhai,

  How are you? Nice to see you here.

  You have a wonderful blog.

  Take care. Have a nice week ahead.

  Regards.
  Mona.

 15. Dineshgiri N Goswami

  શ્રી રજની અગ્રાવત ,
  નમસ્તે ! આપના બ્લોગ ની મુલાકાત આનંદદાયી રહી, ગમતાનો ગુલાલ કરવાનું ઉત્તમ માધ્યમ છે બ્લોગ્સૃષ્ટિ….

 16. વાંચે ગુજરાત
  ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
  ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
  ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
  આપ સૌ પણ આ અભિયાન આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.
  આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

 17. Narendra Mistry

  RA, ghanu saras…..chalu rakho ane kyarek mara bloc ni mulakat lejo!! (badha amantran ape che to………meku)

 18. આપનો બ્લોગ ખુબ જ સરસ છે..

  આપે ઓળખાણ તો આપી,
  પરંતુ એમાં અધુરાસ્ શું છે એ ન ખ્યાલ આવ્યો..

  આખુંય શુંન્ય માંથી સર્જન કરી નાખ્યું તો પણ અધુરાસ ?

  “માનવ”

 19. You have written nice intro for you. Liked your style.
  ‘Saaj’ Mevada

 20. આપના ગુજરાતી બ્લોગપીડિયા-ગુજરાતી બ્લોગ એગ્રીગેટર
  બ્લોગને સામેલ કરાયો છે.આપ મુલાકાત લેશો.આભાર લીંક http://rupen007.feedcluster.com/

 21. alpesh solanki

  gujrati ma saru lakhel 6 ane vachan ma pan maja ave 6 orkut ma a/c kem khule te kahejo

 22. ઓહો ! ધૂળકોટ ….!
  રજનીભાઈ ,મારા ફોઈનું ગામ ધૂળકોટ છે અને મારુ મુળગામ માણામોરા..આમરણની દાબેલી નાનપણ ખૂબ ચાખી છે.
  સરસ બ્લોગ……..

 23. હુ આપના બ્લોગ નો મેહમાન થવા પોહછિ ગયો છુ
  આપનો બ્લોગ ખુબ સુદર છે. સમય ના અભાવે વધુ વાચી નથી શક્યો પરન્તુ વાચીશ જરુર .મે પણ મારા બ્લોગ ની શરુઆત જ કરી છે. મારો બ્લોગ જોવા વીનંતી …..આભાર

 24. અભિનંદન, હું ઘણો પ્રભાવિત થયો.

 25. i like to read your blog. it is help full for my lifestyle
  thank’s alot

  Mayur Darbar

  please read it is bettar then other knowledge

 26. Sauthi vadhare vakhanva layak to A shirshk che : “એક ઘા -ને બે કટકા “

 27. As your all blogs were awesome for reading, its interesting to read your recent blog regarding lokpal Bill. Actually what i feel is there is need to create awareness regarding the importance of lokpal bill amongst people at large. So They can understand the importance at root level.

 28. આમ તો હું બ્લોગ જગતમાં ઘણો મોડો ખાય્બ્કો , પણ છેલ્લે છેલ્લે મોડો તો મોડો પણ ઘોડો થઈને આવ્યો ! અને બીજું એ કે મારા બ્લોગની બધી પથારી ફેરવીને હું આ દુનિયામાં આંટો મારવા નીકળી પડું છું .

  એમાં મુખ્યત્વે તમારો બ્લોગ અને કાર્તિકભાઈ નો બ્લોગ મુખ્ય હોય છે , એટલે ક્યારેક જૂની પોસ્ટ ગમતા જો લાઇકનું બટન દેખાય તો , ક્યાંક મને ગાંડો ન સમજતા . આજે કમેન્ટ લખવાનું મુખ્ય કારણ એ કે હું તો કે દિવસનો અહી આંટાફેરા કરતો હતો , પણ ક્યારેય અહી આ જગ્યાએ લખવાનું તો યાદ જ ન આવ્યું ! કારણકે હું ભૂલી જવામાં ” ગજની “છું . અને તમે ” રજની ” છો { Mind it : ) }

  તો હવે યાદ આવ્યું તો , જલ્દીથી કહી દઉં કે ખુબ મજા આવી ગઈ , ખાસ કરીને મુક્ત વાતાવરણમાં શ્વાસ લેતી આપની મુક્ત ભાષાથી . . . ખરેખર મુક્ત .

 29. પિંગબેક: ‘20-20’ & ચોક્કે પે ચોક્કે પે ચોક્કા | એક ઘા -ને બે કટકા

 30. Raghuvir Rudakia

  Biju kai kam notu etale lakhvanu chalu kari didhu. Vandho naheen. Chalu rakho and kok divas yaad karta raho to maja aave. Baki to Jagubhai majama chhe. 09426767494

  • rajniagravat

   “Biju kai kam notu etale lakhvanu chalu kari didhu”

   ^
   હા હા . એકદમ હાચું રઘુ દાદા! તમને અહી જોઇને આનંદ થયો (એટલે અહી સુધી ધક્કો ખાવાની જરૂર નથી એમ :p )
   બાકી તો હા મજામાં અને અમે ખાસ તો મારા સાળા શશીભાઈને અમે મળીયે ત્યારે અચૂક યાદ કરીએ જ છીએ!
   થેન્ક્સ અગેઇન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s