અંકલ-આન્ટી અને ઉંમર


  • મારી જ.તા. (dob) 09-10-1968 છે પણ લગભગ દોઢ બે વરસથી કોઈક વાતચીત થાય ત્યારે એવો જ ઉલ્લેખ કરું : “પચાસ થ્યા !”  આનો મતલબ કોઈ એવો પણ કાઢી શકે કે તમને પોતાને ઉંમર નો અહેસાસ અથવા તો નેગેટીવીટી ભરેલી છે એનો પુરાવો કહી શકાય.

 

  • આજથી સત્તર-અઢાર વરસ પહેલા એટલે કે ૨૦૦૦-૨૦૦૧ની સાલ દરમ્યાન અમે ફ્લેટમાં રહેતા હતા, ત્યાં પચ્ચીસ વરસ કે તેથી મોટી વયની છોકરીઓ અમને અંકલ-આન્ટી કહેતી અને અમને ક્યારેય અજુગતું નહોતું લાગ્યું .

 

  • અત્યારે પણ અમારા ગ્રુપના અમુક લોકો અમારાથી પાંચ-દસ વરસ મોટા છે અને અમુક એવી જ રીતે નાના છે પણ અમે આપસમાં એકબીજાને અંકલ-આન્ટી કહીએ, એમાં હળવાશ અનુભવીએ છીએ અને કોઈને કોઈ જાતનો ડંખ નથી હોતો.

 

  • ઓરકુટયુગમાં એટલે કે ૮-૧૦ વરસ પહેલા કોઈ બક્ષી કોમ્યુનિટીથી સાથે હશે તો એમને ખ્યાલ હશે કે મેં સમયે પણ હું મજાક કરતો કે મને કોઈ અંકલ કહે, બેટા કહે, દાદા કહે, કોઈ જાતનો વાંધો નથી પણ કોઈ અને ખાસ કરીને સ્ત્રીઓ ‘ભાઈ’ કહે તો મજા ન આવે !!

 

  • એવી જ રીતે મને સામાન્ય રીતે કોઈ સ્ત્રીને બહેન કહેવું ફાવે જ નહિ. કોઈ આ વાતને કઈ રીતે લ્યે એ એના પર આધાર છે અને એના માટે (અને મારા માટે પણ) TMUCના બાઘાની જેમ પેલો તકિયાકલામ વાપરી શકાય = જૈસી જિસકી સોચ.

 

  • યુપી કે બિહારમાં પણ શાયદ પેલો વાક્ય પ્રયોગ છે – પહેલે ભૈયા ફિર સૈયા ! એ મને નથી ફાવતું. જરૂરી નથી કે બધા લોકો આવા હોય પણ એવી જ રીતે એ પણ જરૂરી નથી કે મારા જેવા જેઓ બહેન નથી કહેતા એની માન‘સિક’તા એવા જ પ્રકારની હોય જેવા પ્રકારની અમુક લોકો વિચારતા હોય.

 

  • બક્ષીએ એમના કોઈ લેખમાં કોઈને ટાંકીને સ્ત્રીની અમુક (કદાચ ત્રણ) ઉંમર/અવસ્થા વિશે કહ્યું હતું એમાં એવું પણ છે કે સ્ત્રીનું ૩૯મું ત્રણચાર વરસ સુધી ચાલે!! પણ જેમ ઉપર મારો બચાવ કે બહાનું ધર્યું એમ આ બધી વાતો બધી સ્ત્રીઓ પર લાગુ પાડી ન શકાય. હશે અમુક ‘માદા’ઓ એવી પણ હશે પણ મારા સદભાગ્યે મને એવી સ્ત્રીઓ પણ મળી છે કે જેઓ ઓરકુટ, ફેસબુક, કાર્યક્ષેત્ર, કૌટુંબિક કે મિત્રવર્તુળમાં મળેલી છે જેઓને આવી નાની ક્ષુલ્લક બાબતોથી ફરક પડતો નથી અને તેઓ પણ મુક્તમને આવી રમુજો પર ખડખડાટ હસી શકે છે અને કોઈ જાતની સંકુચિતતા એમને  અસર કરતી હોતી નથી.

 

~ અમૃતબિંદુ ~

[અંકલ ન હતા 😉 ] નાના હતા ત્યારે કોઈક સંસ્કૃત સુભાષિત ભણવામાં કે વાંચવામાં આવ્યું હતું એ યાદ નથી પણ એનો સારાંશ કદાચ કંઈક એવો હતો કે હે પ્રભુ! જેઓ મારી કવિતાની કદર ન કરી શકે, સમજી ન શકે એવા લોકોને મારે કવિતા સંભળાવવાનો સંજોગ ન થાય  !

^

આ જ વાત મારે કહેવી હોય તો હું કવિતાની સ્થાને હ્યુમર મુકવા માંગુ

4 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, social networking sites

4 responses to “અંકલ-આન્ટી અને ઉંમર

  1. એટલે જ હું ખાસ કરીને ‘બેન’ કહું છું, ‘બહેન’ નથી કહેતો 😉

  2. (તમારા અમૃતબિંદુના અનુસંધાને…)
    હે ચતુરાનન (બ્રહ્મા), તારે સેંકડો તકલીફો મારે માથે લખવી હોય તો ભલે લખી નાખ, પણ અરસિકની આગળ કવિતાપાઠ કરવાનું તો મારા ભાગ્યમાં લખજે જ નહીં, લખજે જ નહીં, લખજે જ નહીં…
    वितर तापशतानि यदृच्छया विलिख तानि सहे चतुरानन l
    अरसिकेषु कवित्वनिवेदनं शिरसि मा लिख मा लिख मा लिख ll

  3. સાત વર્ષ પહેલાં હું જે ઘરમાં ભાડે રહેતો હતો તે મકાન માલિકની દીકરી કે જેની ઉંમર બાવીસ-ત્રેવીસ હશે અને મારી એ વખતે સત્યાવીશ….પણ એ બહેન મને ભાઈ કહીને બોલાવવાને બદલે અંકલ કહીને બોલાવતી ત્યારે સાલું લાગી આવતું..ખીખીખી

Leave a comment