દારૂ..શરાબ..મદિરા..મય..સુરા..ડ્રીંક


* બક્ષી સાહેબને દારૂ શબ્દ બહું છીછરો લાગતો પણ શાયદ ગુજરાતીમાં બીજો કોઇ શબ્દ નથી અને  એ સિવાયના ઉપરોક્ત શબ્દો હિન્દી, સંસ્કૃત , ઉર્દુ , ઇંગ્લીશ વગેરે ભાષાનાં છે ને?

* મેં લગભગ 1989માં દિવમાં પહેલીવાર (ખાસ યાદ નથી પણ) વ્હિસ્કી કે બિયરની “ઓપનીંગ સેરેમની” કરી હતી! અને છેલ્લે ???    …….. વોડકા પીધી.

* ફરીવાર બક્ષીબાબુને યાદ કરીએ તો તેઓનુ કહેવું હતું કે શરૂઆત બિયરથી કરવી વધુ હિતાવહ… {પછી તરક્કી કરતા જવાની 😉 }

* પીવા બાબતમાં અભ્યાસ હોવો જોઇએ અને એમાંયે “ગુજરાત” (યા ને ડ્રાય ઝોન)માં આ શોખ પાળવો હોય (પોષવા વાળા સમાજ સેવકો મળી રહેશે) તો શાસ્ત્રીય અભ્યાસ ખપે !

* બોતલ હાથમાં આવે એટલે એ જ સમયે સીલ તોડી નાંખવું = સીલ-પેક હોય અને પકડાઈ જાવ તો વેચવાનો કેસ થઈ શકે (ધી બોમ્બે પ્રોહીબીશન એકટ, કલમ 65-66 = 3 વર્ષની જેલ  અને એ ઉપરાંત અમુક રુપિયાનો દંડ પણથાય) પરંતુ  જો ખુલ્લી હોય તો માત્ર પીવાનો ! અને એ માટે કદાચ સેકશન 24 લાગે જેમાં મામુલી દંડથી જાન છુટે.

* શરાબ, સેક્સ આ બધામાંથી  મજા આવી જોઇએ પણ એનામાટે કંઇક કરી દેખાડવાની પહેલવાને મૂર્ખશિરોમણી નો ખિતાબ આપી દેવાનો. એટલે કદી હું આટલા પેગ પી જાવ વાળી વાતનાં ભ્રમમાં અ રહેવું.. મારો  એ બાબતમાં સીમ્પલ નિયમ છે કે એટલું પીવો જેનાથી તમને ખબર પડે પણ એટલું (બધું) ન પીવો કે બધાને ખબર પડે!

* આટલા વર્ષોમાં મેં કદીપણ ટેન્શન, થકાવટ, ખુશી એવા કોઇ બહાના હેઠળ નથી પીધું, કારણકે મેં જોયુ છે પછી લોકો પીવા માટે દુ:ખની રીતસર શોધ આદરે!

* પીનાર કોઇ મહા પાપી નથી એ જેટલું સાચુ છે એટલું જ એ પણ  છે કે ન પીનાર કંઇ નમાલો કે વેદિયો નથી હોતો.

* કોઇને છોડાવી ન શકો તો કંઇ નહી (અને પ્રયાસ પણ નહી કરવાનો) પરંતુ કોઇને જબરજસ્તીથી પીવડાવવાનું પણ નહીં.

* દારૂ-સીગરેટ-તમાકું આવી બધી વસ્તુઓથી પોતાની જાતને 30-35 વર્ષની ઉંમર સુધી બચાવી શકો તો પછી ચિંતાકી કોઇ ગાલ નહી!

* હું દારૂબંધી નિતિનો હિમાયતી છું, કેમ કે ભલે ગમે એટલું ઇઝીઅવેલેબલ હોય અને સરકરને ટેક્સનું નુકસાન થતું હોય પણ અમુક લોકો આસાનીથી આની લપેટમાં આવી જતા બચી જતા હોય તો ખોટનો ધંધો નથી.

~ અમૃત બિંદુ ~

(સ્વામી વિવેકાનંદ અને વિજય માલ્યાના નામે ફરતો એસ.એમ.એસ.)

શરાબ પીવાથી કોઇ પ્રોબ્લેમ સોલ્વ નથી થતા!

શરાબ પીવાથી ઘણા પ્રોબ્લેમમાં રાહત જરૂર મળે છે!

Advertisements

17 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય

17 responses to “દારૂ..શરાબ..મદિરા..મય..સુરા..ડ્રીંક

 1. ક્યા બાત… ક્યા બાત… ક્યા બાત….
  તમારા અને મારા વિચારો આ બાબતે એક્દમ મળતા આવે છે.

 2. હવે તો ચોક્કસ રજનીભાઈ અને કૃણાલભાઈની જોડે બેસી સીલબંધ બોટલ તોડીને પીવું પડશે. શરુઆત બીયરથી થશે. ચાલશે? 😉

 3. Vinod Patel

  कुछ दोस्त एक जगह बैठे आपस में बतिया रहे थे। एक शराबी लड़खड़ाते हुए वहां आया और बीच में बैठे लड़के की तरफ इशारा करके बोला – ”ऐ, सुन, तेरी मां इस शहर की सबसे सुन्दर औरत है।”
  लोगों ने सोचा कि अब झगड़ा होगा पर लड़के ने शराबी की बात को अनसुना कर दिया। शराबी लड़खड़ाता हुआ दूसरी तरफ चला गया।
  कुछ देर बाद वह शराबी फिर आया और लड़के से बोला – ”मैं तेरी मां से बहुत प्यार करता हूँ समझा!”
  लड़के ने उसकी बात पर कोई ध्यान नहीं दिया । शराबी चला गया।
  कुछ देर बाद वह शराबी फिर आया और बोला – ”सुन, तेरी मां भी मुझसे बहुत प्यार करती है।”
  आखिरकार लड़का अपनी जगह से उठा, और शराबी के पास आकर बोला – ”पापा, प्लीज, अब घर जाइये। आपने बहुत पी रखी है।””

  • Ken

   કુછ દોસ્ત એક જગહ બૈઠે આપસ મેં બતિયા રહે થે। એક શરાબી લડખડાતે હુએ વહાં આયા ઔર બીચ મેં બૈઠે લડકે કી તરફ ઇશારા કરકે બોલા – ”ઐ, સુન, તેરી માં ઇસ શહર કી સબસે સુન્દર ઔરત હૈ।”
   લોગોં ને સોચા કિ અબ ઝગડા હોગા પર લડકે ને શરાબી કી બાત કો અનસુના કર દિયા। શરાબી લડખડાતા હુઆ દૂસરી તરફ ચલા ગયા।
   કુછ દેર બાદ વહ શરાબી ફિર આયા ઔર લડકે સે બોલા – ”મૈં તેરી માં સે બહુત પ્યાર કરતા હૂઁ સમઝા!”
   લડકે ને ઉસકી બાત પર કોઈ ધ્યાન નહીં દિયા । શરાબી ચલા ગયા।
   કુછ દેર બાદ વહ શરાબી ફિર આયા ઔર બોલા – ”સુન, તેરી માં ભી મુઝસે બહુત પ્યાર કરતી હૈ।”
   આખિરકાર લડકા અપની જગહ સે ઉઠા, ઔર શરાબી કે પાસ આકર બોલા – ”પાપા, પ્લીજ, અબ ઘર જાઇયે। આપને બહુત પી રખી હૈ।””

   Vinodbhai………………………………
   ચાલો સાથે પ્રયત્ન કરીએ ગુજરાતીને રાષ્ટ્રલિપિ બનાવવાનો……

   GUJARAT PLUS…
   http://kenpatel.wordpress.com/

 4. ayur

  “એટલું પીવો જેનાથી તમને ખબર પડે પણ એટલું (બધું) ન પીવો કે બધાને ખબર પડે!”

  આ અને પછીનાં કેટલાંક વાક્યો ધ્યાન ખેંચનારાં છે. તમે આ બહાને સારી વાતો મૂકી દીધી. એક ઘાને અનેક કટકા કરતો તમારો બ્લોગ (મારા જેવા)વેદિયાઓનેય ગમે તેવો હોય છે.

  આજની તમારા લખાણમાંની ભાષાકીય ભૂલો માટે મારા જેવો પૂછે, કે આ ભૂલોનું કારણ બીયરથી લઈને વોડકામાંનું કોઈ હશે ?

  જ્યોતીન્દ્ર દવેએ મોડા જાગવા વીષે લેખ લખ્યો હતો. તેમાં વહેલો જાગનારો નરસૈયો પણ છંદમાં ભૂલ કરે છે તે માટે વહેલા જાગવાનું કારણ બતાવ્યું છે !!

  આજે તો તમારા લેખની શૈલી પણ ગમી ગઈ. આમ જ કટકા કરતા રહેશો… ધન્યવાદ અને આભાર.

 5. krishna

  ane ha ek vat gujarat dry zone chhe pan anhi sauthi vadhu daru(madira,alcohol,sharab) pivay chhe..

  baki tame lakhyu chhe mast..ane haa tame cocktail vishe na lakhyu e bhulai gayu k shu??

 6. આટલા વર્ષોમાં મેં કદીપણ ટેન્શન, થકાવટ, ખુશી એવા કોઇ બહાના હેઠળ નથી પીધું, કારણકે મેં જોયુ છે પછી લોકો પીવા માટે દુ:ખની રીતસર શોધ આદરે!

  nice one !!

  😀 majano lekh rajnibhai !

 7. બહુ પહેલા વાંચેલો એક જોક લખું છુ.

  ત્રણ ભાઈઓ હતા. એકબીજા માટે ખુબજ પ્રેમ. સમય એવો આવ્યો કે ઘંઘાર્થે ત્રણે છુટા પડી ગયા. એક ઈન્ડિયા, બીજો ઓસ્ટ્રેલિયા અને ત્રીજો અમેરિકા. પણ ત્રણેયે નક્કી કર્યુ કે આપણે જ્યા પણ હોઈશુ, દર રવિવારે ત્રણ બીયર એકબીજાની યાદ મા પીશું.

  અમેરિકા વાળો ભાઈ રોજ એક જ પબ મા છેલ્લા બે વરસથી ત્રણ બીયર પીતો હતો. બાર્ટેંન્ડર પણ ઘણોજ સારો મિત્ર બની ગયો. તેને ખબર હતી કે આ ત્રણ ભાઈઓ કેવી રીતે એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરે છે. જ્યારે આ ભાઈ ને જુવે એટ્લે તરત જ ત્રણ બીયર કાઢી ને હસતા મોઢે તૈયાર રે.

  પણ એક દિવસ, જ્યારે બાર્ટેંન્ડરે આ ભાઈ ને ત્રણ બીયર આપી ત્યારે તેણે એક બીયર ગંભીર મુખ-મુદ્રાથી પાછી આપી. બાર્ટેંન્ડર ને ખ્યાલ આવી ગયો એટ્લે તેણે આશ્વાસન આપ્યું “મને તમારા એક ભાઈ ના મરણ માટે ખુબજ અફ્સોસ છે”

  “એવું કશુ જ નથી થયુ” ભાઈ એ કિધુ.

  “તો?”

  ત્યારે ભાઈ તેને સમજાવે છે “એમા એવુ છે કે મે દારૂ પીવાનુ છોડી દીધુ છે”

 8. CHETAN BHATT

  Yaar lafda ho gaya….

  Jisne kabhi nahi pi ho woh kaise comment kar shakega is par? yaar yeh to bahut nainsafi hai mujse…..

 9. Anish Patel

  Great Punch…. “આટલા વર્ષોમાં મેં કદીપણ ટેન્શન, થકાવટ, ખુશી એવા કોઇ બહાના હેઠળ નથી પીધું, કારણકે મેં જોયુ છે પછી લોકો પીવા માટે દુ:ખની રીતસર શોધ આદરે!”
  and this one, “પીનાર કોઇ મહા પાપી નથી એ જેટલું સાચુ છે એટલું જ એ પણ છે કે ન પીનાર કંઇ નમાલો કે વેદિયો નથી હોતો.”

 10. chetan bhatt

  અનુસ‍ધાન આગળ ચલાવીએ…..
  ગઈ રાત્રે ભજન સમ્રાટ અનુપ જલોટા ની સ‍ગીત સન્ધ્યા મા માણેલો એક શેર અહી લખવાની લાલચ રોકી શકતો નથી…

  મન્દીર મસ્જિદ સબ બૈર બઢાતે….
  મેલ બઢાતી મધુ શાલા….
  (હરિવ‍શરાય બચ્ચન ની કવિતા મા થી)…

 11. Dhaivat Trivedi

  ya, I too like it. Some smart onliners. bravo, tantri..!!

 12. પિંગબેક: તારીખ=૧, વાત=૨ | એક ઘા -ને બે કટકા

 13. Envy

  હમણાં મારો કોકટેલ નો સમય થયો છે એટલે બાકીની કોમેન્ટ કાલે , લેખ સારો લાગ્યો છે કદાચ પીધા પછી વધારે પણ ગમે…………

 14. બક્ષી ચાહકોએ તો વાંચ્યું જ હશે, એમના એક લેખમાં એમણે લખેલું કે રાક્ષસો ‘અસુર’ કેમ કહેવાયા? કારણકે સમુદ્રમંથન વખતે એમણે સુરા યાને શરાબનો ત્યાગ કરેલો..દેવો એ સુરા સ્વીકારી લીધી હતી……

  એટલે આપણે ય છાંટોપાણી કરવામાં વાંધો નહિ હા હા હા…

 15. deepak

  beer karta to rum piva thi saruat sari lagi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s