રાષ્ટ્રવિરોધી વૃતિ_પ્રવૃત્તિઓ પરના વિવિધ લેખકોના લેખોના અંશો – 3


હવે એ લેખ કે જેના લીધે મનમાં ચાલતા વિચારોને કાન્ય્ક ઠરાવ મળ્યો કે ચાલો આવી કંઈક  શ્રુંખલામાં ચાલુ  કરીયેતો …..

આ લેખ છેલ્લે રાખવાનું કારણ એ કે લગભગ એવું કોઈ  ભાગ્યેજ હોય શકે કે જેઓએ સૌરભ શાહના fb પેજ પર શેર થયેલ એની ધ્યાન બહાર હોય, છતાંપણ જો કોઈ રહી ગયું હોય તો એમને કામ આવે એ હેતુ સર સૌરભ શાહની ‘ગુડ મૉર્નિંગ’ કૉલમમાંનો આ લેખ જે મુંબઈ સમાચારમાં ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2016)ના રોજ પ્રકાશિત થયો હતો એમાંથી અમુક અંશો =

~ હિન્દુઓએ યાદ રાખવાના પોતાના પરના જુલમ ~

આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે બહુ જલદી ભૂલી જઈએ છીએ. બીજો પ્રૉબ્લેમ એ છે કે જલદી રિએક્ટ નથી કરતાં. હૈદરાબાદના તથાકથિત દલિત અને કહેવાતા વિદ્યાર્થીની આત્મહત્યા હોય કે પછી દાદરીનો કિસ્સો. પેલા લોકો તમારા પર તૂટી પડે ત્યારે સામે તરત જ જવાબ નથી આપતા. ગઈ કાલે આરએસએસના કોઈ કાર્યકર્તાને રહેંસી નાખવામાં આવ્યો જેના માટે માર્ક્સવાદીઓ જવાબદાર છે એવું માનીને પોલીસે આઠ કમ્યુનિસ્ટોની ધરપકડ પણ કરી છે છતાં માર્ક્સવાદીઓએ તે જ સેંકડે બોલવાનું શરૂ કરી દીધું કે આ હત્યા કોઈ આપસી અણબનાવને લીધે થઈ છે અને આમાં સામ્યવાદીઓનો કોઈ હાથ નથી.

દાદરી કે હૈદરાબાદના બનાવો વખતે ભાજપવાળા આવી રીતે ગાઈબજાવીને કહેતા નહોતા અને જ્યારે કહેવાનું શરૂ કર્યું ત્યારે ઘણું ચીતરાઈ ચૂક્યું હતું. શંકાનો લાભ આપવા માટે કહી શકીએ કે સ્પષ્ટતાઓ થઈ હશે પણ મીડિયાએ એનું રિપોર્ટિંગ નહીં કર્યું હોય. આ શક્ય છે, કારણ કે અડવાણીની પાકિસ્તાનયાત્રા વખતે જિન્નાહ સેક્યુલર છે-વાળા મુદ્દે સુષ્મા સ્વરાજે તાત્કાલિક પ્રેસ કૉન્ફરન્જ બોલાવી હતી અને દરેક મીડિયાહાઉસને અડવાણીના પ્રવચનની ટેક્સ્ટ મોકલી આપી હતી છતાં અડવાણી કે ભાજપનું વર્ઝન તો ક્યાંય મીડિયામાં આવ્યું જ નહીં. આ વિશે પાછલા મહિનાઓમાં આ જગ્યાએથી વિગતે વાત થઈ ચૂકી છે.

જોકે, એ વખતે મીડિયામાં લગભગ બધા જ ઍન્ટી-ભાજપ, ઍન્ટી-હિન્દુત્વવાદી અને ઍન્ટી-મોદી હતા. અત્યારે એમાંના ઘણા બધા પાલો કૂંદીને આ તરફ આવી ગયા છે. આય એમ શ્યોર કે કાલે, ન કરે નારાયણ ને ભાજપ સત્તા પર નહીં હોય તો ત્યારે હમણાં મીડિયામાં જે લોકો ભાજપતરફી, હિન્દુત્વતરફી, મોદીતરફી છે એ જ લોકો ફરી પાછા પોતાની અસલિયત દેખાડશે.

નવાઈ તો એ વાતની લાગે છે કે હિન્દુત્વ સાથે સંકળાયેલી, રાધર એના આધારે જ ચાલતી સંસ્થાઓ પોતે સાચી માહિતીનો પ્રચાર-પ્રસાર પોતાના જ સંગઠનમાં કરી શકતા નથી. ગોધરામાં ૫૯ હિન્દુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ. આ હત્યાકાંડ પછી મીડિયાએ ગુજરાતનાં રમખાણોને લઈને જે વ્યાપક હિંદુવિરોધી અપપ્રચાર ચલાવ્યો તેને કારણે ગુજરાત અને ભારતના ભલભલા લોકો મીડિયાના દોરવાયે દોરવાઈ જઈને માનતા થઈ ગયા કે આ રમખાણો પાછળ ગુજરાત સરકારનો જ દોરીસંચાર હતો. મીડિયામાં આવતી આવી બદમાશીભરી અને જુઠ્ઠાણાભરી વાતોમાં કેટલું અસત્ય ભર્યું છે એ વિશે તે ગાળામાં આ લખનારે ખૂબ લખ્યું, વિગતે લખ્યું અને સેક્યુલર દેશદ્રોહીએ મારા આ કામનો બદલો લેવા પોતાનાથી થાય એટલું મને નુકસાન કરવાના પ્રયત્નો પણ કર્યા. એ આખી જુદી વાત છે. મારો મુદ્દો એ છે કે ૨૦૦૨ની ૨૭મી ફેબ્રુઆરીની એ હિન્દુ હત્યાકાંડની ઘટનાના અઢી વર્ષ પછી, સપ્ટેમ્બર ૨૦૦૪માં અલગ કારણોસર હું નૈરોબી ગયો ત્યારે ત્યાંની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાએ રવિવારની એક સવારે મને એમના સભ્યો સમક્ષ બૌદ્ધિક (અર્થાત્ પ્રવચન) આપવા માટે નિમંત્રણ આપ્યું. ઉપસ્થિત દરેક સ્વયંસેવકનું સંઘઆયુષ્ય કમસેકમ ત્રણથી ચાર દાયકાનું હતું. અર્થાત્ ઓછામાં ઓછા ૩૦ થી ૪૦ વર્ષથી તેઓ સંઘ સાથે જોડાયેલા હતા. સ્વાભાવિક છે કે પ્રશ્ર્નોત્તરી દરમિયાન ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોની વાત નીકળે. મારા આશ્ર્ચર્ય વચ્ચે અઢી વર્ષ પછી પણ એ સૌ વડીલોના મનમાં એ જ ગેરમાહિતીઓનું ભૂસું ભરાયું હતું જે તે વખતના એનડીટીવી વગેરે જેવા પ્રમુખ મીડિયાહાઉસે એમનામાં ભર્યું હતું. આ ૩૦ મહિનાના ગાળા દરમિયાન સંઘે પોતે એમને મળેલી ગેરમાહિતી દૂર કરવા શું કંઈ જ નહીં કર્યું હોય? અનેક દાખલા-ઉદાહરણો આપીને મેં જ્યારે એમને સત્ય હકીકતો જણાવી (જે હું અહીં લખી ચૂક્યો હતો કે પ્રવચનોમાં જણાવી ચૂક્યો હતો) ત્યારે એ સૌને આશ્ર્ચર્ય થયું- પોતે મીડિયાના પ્રચારમાં કેવા છેતરાઈ ગયા એવી લાગણી એમણે મારી સમક્ષ પ્રગટ કરી.

અને એટલે જ હું દૃઢપણે માનતો થઈ ગયો છું કે આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે આપણા પર થતા જુલમોને, આપણી સાથે થયેલા અન્યાયોને બહુ જલદી ભૂલી જઈએ છીએ. આવું ન થવું જોઈએ. એ જુલમોનું, અન્યાયોનું ડૉક્યુમેન્ટેશન થવું જોઈએ. પુસ્તકોરૂપે, મ્યુઝિયમોરૂપે, સ્મારકોરૂપે.

ત્યારબાદ સૌરભ ભાઈએ ફ્રેન્ચ પત્રકાર ફ્રાન્ઝ્વા ગોતિયે વિશે સરસ વિગત આપેલી છે જે અહીં મુખ્ય અંશો મુકવા છે એટલે એ નથી મૂકતો. અને ફરી આગળ વધીએ –

અમે આવું બધું લખીએ છીએ ત્યારે કેટલાક સેક્યુલરવાદી દેશદ્રોહીઓના પેટમાં તેલ રેડાય છે. એમને ખબર નથી કે આ આજનું નથી, છેક ૧૯૯૨ના ડિસેમ્બરમાં બાબરી તૂટી ત્યારથી અમે આવું બધું લખતા આવ્યા છીએ. જેઓ અમેરિકાના કોઈ પણ ઍરપોર્ટ પર જઈને ઊભા રહે તો ત્યાંના સત્તાવાળા પહેલાં તો એમને એક મહિના માટે જેલમાં જ નાખી દે અને પછી પૂછપરછ શરૂ કરે એવી દાઢીવાળા ચહેરા ધરાવતા લોકોને અમારા જેવાનાં લખાણો પેટમાં દુ:ખે એ સ્વાભાવિક છે. સંકુચિત દૃષ્ટિના આવા લોકો પોતાની નાદાન બુદ્ધિથી જાતભાતની ટીકાઓ કરતા રહે એ સ્વાભાવિક છે. કારણ કે ભારત શું છે, ભારતીયતા શું છે, હિન્દુ ધર્મ શું છે અને હિન્દુત્વ કોને કહેવાય એવી વાતો એમને સમજાવવા માટે સલમાનભાઈની કે આમિરભાઈની કે શાહરૂખભાઈની ફિલ્મો કામ નથી આવતી. તેઓ જે લોભ-લાલચનો ઉલ્લેખ કરે છે તે વિશે આજે કે કાલે નહીં, છેક ૨૦૦૩માં પ્રગટ થયેલા આ વિષય પરના લેખોના મારા પુસ્તકમાં મેં મોઢા પર ડામર લગાડવાની જાહેર પ્રતિજ્ઞા કરી હતી તે છપાઈ જ છે અને તે પ્રતિજ્ઞા પણ પુસ્તક પ્રગટ થયા પહેલાંના સાતેક વર્ષ અગાઉ છપાયેલા લેખમાં પહેલી વાર લખી હતી.

~ અમૃત બિંદુ ~

असहिष्णुता पर अवार्ड लौटने वालों से गुजारिश है की अगर उनके अवार्ड समाप्त हो गए हो तो JNU में हुए देशद्रोही कृत्य पर अपना आधार कार्ड ही लोटा दें।…..

^

fwd msg

2 ટિપ્પણીઓ

Filed under સમાજ, media, Nation, politics, social networking sites

2 responses to “રાષ્ટ્રવિરોધી વૃતિ_પ્રવૃત્તિઓ પરના વિવિધ લેખકોના લેખોના અંશો – 3

  1. readsetu

    saurabhbhainaa badha j lekh vanchu chu. tamane salam.

    2016-02-19 16:44 GMT+05:30 “એક ઘા -ને બે કટકા”
    :

    > rajniagravat posted: “હવે એ લેખ કે જેના લીધે મનમાં ચાલતા વિચારોને કાન્ય્ક
    > ઠરાવ મળ્યો કે ચાલો આવી કંઈક શ્રુંખલામાં ચાલુ કરીયેતો ….. આ લેખ છેલ્લે
    > રાખવાનું કારણ એ કે લગભગ એવું કોઈ ભાગ્યેજ હોય શકે કે જેઓએ સૌરભ શાહના fb પેજ
    > પર શેર થયેલ એની ધ્યાન બહાર હોય, છતાંપણ જો કોઈ રહી ગય”
    >

Leave a comment