‘જમીનદાર’ (લેખક – સુંદરમ) – ૨


સાત ફેબ્રુઆરીના રોજ જમીનદાર નવલિકાનો ભાગ એક મૂક્યા બાદ  શેષ ભાગ મૂકવામાં ઘણો લાંબો અંતરાલ આવી ગયો એ બદલ સોરી. આજે બાકીના બધા (સ્કેન) પેજીસ એક સાથે જ મૂકી દવ છું. બધા વાકેફ જ હશે કે જે તે પેજ પર ક્લિક કરવાથી એ પેજ ઓપન થશે અને ત્યારબાદ ઝૂમ કરીને વાંચી શકાય છે.

~ અમૃતબિંદુ ~

…. ટૂંકી વાર્તા જ્યારે ‘ટ્રેજેડી’નું આલેખન કરે ત્યારે એ કોઇ પાત્રનું માથું ધડથી જુદું નથી કરી નાંખતી, પણ મોતથીયે અદકી વિષમ એવી જીવનની વાસ્તવિકતા આલેખે છે, જે વિષમતા સામાન્ય વાચકો સંવેદી શકતા નથી. તેથી જ, આજની વાર્તાઓ દુર્બોધ બનતી જાય છે, ‘એમાં કશું સમજાતું નથી’, ‘વાર્તા અરધેથી જ કપાઈ ગઈ’, એવી ફરિયાદો સાંભળવા મળે છે.

સાચી વાત તો એ છે કે ચોપડીનાં પાનાં ઉપર છપાયેલી વાર્તા પૂરી થયા પછી વાચકના ચિત્તમાં બાકીની અણલખી વાર્તા લખાવા માંડવી જોઇએ. અને એમ થાય તો જ વાર્તાનો પૂરેપૂરો રસાનુભ્વ થઈ શકે છે, એના વાચનનો પરિશ્રમ લેખે લાગે છે અને કલાકૃતિનો સંપૂર્ણ પરિતોષ શક્ય બને છે. સર્જકના જેવું જ સંવેદનતંત્ર ન ધરાવનાર વાચકો માટે ટૂંકી વાર્તાનો આસ્વાદ બેકાર છે. એવા વાચકોએ  નવલકથાઓ વાંચીને જ સંતોષ માનવો રહ્યો.

^  (અમીરી લોકશાહી)

પુસ્તક : – છીંડું ખોળતાંચુનીલાલ મડિયા

સંપાદક:- અમિતાભ મડિયા

[નવભારત સાહિત્ય મંદિર – (૨૦૦૧ )]

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under Art, સંવેદના, સમાજ, સાહિત્ય

4 responses to “‘જમીનદાર’ (લેખક – સુંદરમ) – ૨

 1. રજનીભાઈ,

  વાર્તા જરૂરથી ગમી. કોને ન ગમે આવી સુંદર રજૂઆત? પેજ નં ૪૭ પરનું વર્ણન ‘સદીઓથી વવાતી આવેલી આ જમીન પહેલી વાર વવાયા વગરની રહી. પહેલા છાંટા પડી ગયા પછી ઝીણું ઝીણું કુમળું ખહલું ઊગી આવ્યું અને એમાં ક્યાંક ક્યાંક ગઈ સાલ વાવેલા પાકના ખરી પડેલા દાણામાંથી રડ્યાખડ્યા છોડ ઊગ્યા. એ વંધ્ય રહેલી ધરતી માટે અફસોસી બતાવતો પવન એ કુમળા અંકુરો ઉપર પોતાના આશ્વાસક હાથ ફેરવી રહ્યો. અને એમ ચોમાસું વીતવા લાગ્યું.’ એ નવલિકાકાર અને કવિ ‘સુંદરમ્’નો આકર્ષક સુમેળ છે. ખહલું, કોદાળો, હાટડી, ખતપત્ર, અંગરખાની ચાળ જેવા લાક્ષણિક શબ્દો વાર્તા મુજબનો ગ્રામ્ય પરિવેશ રચી આપે છે. પાત્રોની ભાષા પણ તેમના મુજબ યોગ્ય છે. માનાજીની ભાષા કે મોહન શેઠની ભાષાનો ફર્ક તરત વર્તાઈ આવશે.

  સાથે સાથે એમ પણ કહીશ કે વાર્તામાં નાવિન્ય ન લાગ્યું. નિરક્ષર ખેડૂતોના શોષણ અને શહેરીકરણને લગતી વાર્તા એ સમયના ઘણા લેખકો લખી ગયાં છે માટે વાર્તાનો અંત અપેક્ષિત હતો. ‘જમીનદાર’ શીર્ષક પણ બહુ સૂચક ન લાગ્યું. લેખકને જે અર્થ અભિપ્રેત છે અને આપણા મનમાં જમીનદાર શબ્દનો જે રૂઢીગત અર્થ છે, તે મેળ નથી ખાતા. આમ તો આપણને અધિકાર નથી પણ ‘પીલુડીયું’ જેવું કોઈ શીર્ષક વાર્તાને વધારે શોભ્યું હોત. તમે નોંધ્યું છે તેમ ‘સાચી વાત તો એ છે કે ચોપડીનાં પાનાં ઉપર છપાયેલી વાર્તા પૂરી થયા પછી વાચકના ચિત્તમાં બાકીની અણલખી વાર્તા લખાવા માંડવી જોઇએ. અને એમ થાય તો જ વાર્તાનો પૂરેપૂરો રસાનુભવ થઈ શકે છે, એના વાચનનો પરિશ્રમ લેખે લાગે છે અને કલાકૃતિનો સંપૂર્ણ પરિતોષ શક્ય બને છે.’ પણ આ વાર્તામાં તો લેખકે અંત સુધીનું બધું જ દર્શાવી આપ્યું છે. વાચક માટે કશુ કલ્પવાનું બાકી રહેતું નથી. વાર્તાના છેલ્લા ભાગમાં થોડુંક લખવાનું બાકી રાખીને તેને પૂર્ણ કરવાનું ભાવકપક્ષે છોડ્યું હોત તો ભાવકને કલ્પનાનો દોર છૂટો મૂકવાનો મોકો મળ્યો હોત.

  આવું આવું મૂકતા રહેજો.

  • rajniagravat

   ચિરાગ ઠક્કર,

   * વાર્તામાં નાવિન્ય ન લાગ્યું. નિરક્ષર ખેડૂતોના શોષણ અને શહેરીકરણને લગતી વાર્તા એ સમયના ઘણા લેખકો લખી ગયાં છે ….

   * આ વાર્તામાં તો લેખકે અંત સુધીનું બધું જ દર્શાવી આપ્યું છે. વાચક માટે કશુ કલ્પવાનું બાકી રહેતું નથી.

   ^ આ અને બાકી બધા પોઈન્ટસ સાથે સહમત પણ મને આ વાર્તા શા માટે ગમી એ વાત કરું તો હમણાં સાણંદ પાસે અને અન્ય જગ્યાએ પણ જે રીતે આપ્રકારના જમીનદાર પોતાની માં ગણાતી જમીન કે ગાયોને વેચવા તૈયાર થઈ જાય છે એના પાછળ ‘શેઠ’ લોકોની શઠ વૃતિ કરતા ખેડૂતોની લાલચ વધુ જવાબદાર છે, આ વાર્તામાં ભલે માનાજીની આવી વૃતિ નથી દર્શાવાઈ પણ અત્યારે જે લોકો ખેતર વેચે છે એમાં અને આ વાર્તામાં પણ મોહન શેઠ દ્વારા જમીન વેચવા માટે દબાણ કરાયું નથી. પણ ખેડૂત પોતાની જમીન વેચવા માટે લલચાય તો ‘શેઠ’ લોકો એનો (ગેર)લાભ ન લ્યે ?

   બાકી આ પહેલાની પોસ્ટમાં કહ્યું હતું એમ કોઈપણ કૃતિ અંગે કોઈપણ ‘ભાવ’ શાશ્વત નથી રહેતો, સમય સાથે આપણે મનોમન એની સમીક્ષા કરતા હોઈએ છીએ.

   આભાર માનીને આ જવાબનો ‘અંત’ નથી બગાડતો ! 😉

 2. Tushar Dave

  વાર્તા વાંચતા, જૂની ચોપડી ની સુગંધ આવી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s