Category Archives: Kasak

દાસ્તાને દરવાજા


બે દિવસ પહેલા કસકને એની સ્કૂલમાંથી હિન્દી વિષયમાં ‘આંતકવાદ’ પર પેરેગ્રાફ રાઇટીંગ અને મોંઘવારી પર અખબારને પત્ર લખવાનું કહ્યું હતું, એ હજુ પુરું ન થયું ત્યાં આજે સંબંધી પાસે પેપર ચેકીંગ માટે આવેલ એક ‘માં’ વિશે નિબંધ જોવા મળ્યો, એ વાંચીને તો ‘બઠ્ઠા’ થઇ ગયા એમ કહી શકાય!

 આ બધાની મશ્કરી કરી, હવે મારી ય વાત કરી દવ તો યોગાનુયોગ ઓફિસમાં અમુક પેપર્સ શોધતા એક મારો (અડધો) લખેલ નિબંધ હાથ લાગ્યો! જે ‘દરવાજા’ની આત્મકથા જેવું છે.આ મેં ક્યારે લખ્યું, કેમ લખ્યું, એ કશું જ યાદ આવતુ નથી પણ હસ્તલિખિત છે એટલે એટલું તો પાક્કુ કે કમ સે કમ 5-7 વરસ પહેલાં લખ્યો હોવો જોઇએ. એની વે, હવે એ નિબંધ/લખાણ/પેરેગ્રાફ રાઇટીંગ જે કંઇ કહીએ તે (જેમ નો તેમ જ મૂકુ છું)

હા, હું દરવાજો છું, મારા વગર કોઇને ચાલતું નથી એટલે કદાચ જખ મરાવીને મને માનવાચક સંબોધન ‘દરવાજા’થી જ વાત કરે છે.

મારું સ્થાન દરેક જગ્યાએ હોય છે. મંદિર/મસ્જિદ/ગુરુદ્વારા વગેરે જેવા ધાર્મિક સ્થળોએ પણ હું હોવ અને દારૂ-જુગાર કે અન્ય ‘કોઇ અનૈતિક કામ’ ચાલે ત્યાં પણ હોવ. દરેક જગ્યાએ મારી જરૂર પડે જ છે. ધરતી તો ધરતી, સ્વર્ગ અને નરકમાં પણ મારી ઉપસ્થિતિ હોય એવું કથા-વાર્તાઓથી લાગે.

લોકો એવું કહે: “મારા ઘરનાં દરવાજા હંમેશા ખુલ્લા જ છે” તો અમુક લોકો એ જ વાત ઉલ્ટી કહેવી હોય તો મારો ઉલ્લેખ જ ટાળે અને કહે: “મારા ઉંબરામાં પણ પગ મૂકવો નહીં”

મંદિર, ઓફિસ, ઘર આ બધુ હોય તો એક (મકાન) પણ એ એક એક જગ્યાએ મારી સંખ્યા તો અનેક/કેટલીયે હોય.

અમુક અમુક સારા તેમજ ‘વધુ સારા કામો’ તો બંધ બારણે જ થતાં હોય છે.

હવે તો મને શણગારવામાં પણ લોકો પાછું વળીને જોતા નથી. સ્ત્રીના નાકની નથણીની જેમ મને હેન્ડલ હોય છે તે કેટ કેટલા પ્રકારનાં આવે છે! કાચ, પ્લાસ્ટીક, એલ્યુમિનિયમ, લાકડા, લોખંડ વગેરે ઉપરાંત તાંબા-ચાંદી જેવી ધાતુંથી પણ સજાવે છે

 

આવો અમારા અગ અલગ રૂપ યા ને બ્રાંચનો પરિચય કરાવું તો –

(મોટી) ઓફિસનો દરવાજો

સૌ પ્રથમ આવનાર પટાવાળો સવાર સવારમાં મારા દર્શન કરીને બબડે કે હવે અહિં આખો દિ’ કાઢવાનો છે અને સાંજે/રાત્રે જતી વખતે ખુશ થતો થતો મને લોક રૂપી ટીપ આપતો જાય. એ દરમ્યાન આખા દિવસમાં હું કેવા કેવા લોકોને જોવ છું?

લેણિયાત  આવે ત્યારે પ્રાર્થના કરે – ‘ફરીથી આ દરવાજા સામું જોવું ન પડે.’ અને જો પેમેન્ટ મળી જાય તો મારી નોંધ પણ ન લ્યે પરંતુ જો નિરાશ વદને જાય તો મને લાત મારતો જાય.

એવી જ રીતે બૉસ સાથે મગજમારી થાય તો કર્મચારી પણ મને કચકચાવીને લાત મારતો જાય અથવા તો હેન્ડલને લોકો હાથ/નાક સમજી મચકોડી નાંખે.

સૌથી વધુ કામઢો પણ હું જ ગણાઉં કેમકે જેટલી ઓફિસ મોટી એટલી માણસોની આવન-જાવન વધુ અને હું બધાની નોંધ રાખું (પણ ચાડી ન ખાઉં)

ઘરનો દરવાજો

ગમે તે વ્યક્તિ હોય પણ પોતાના ઘરનો દરવાજો જોતાં જ ઉત્સાહ અને હાશકારો અનુભવે (પરિણિત લોકોનો રિસ્પોન્સ/અનુભવ ‘અલગ’ હોય શકે!)

ધાર્મિક સ્થાનોના દરવાજા

અહિં ભકતજનો મારા ખુલવાની રાહમાં હોય છે જ્યારે પુજારી અને ભગવાન બન્ને બંધ થવાની રાહમાં હોય છે!

મારા ખ્યાલથી આ અધૂરો છોડાયેલ છે અને મને પણ ‘પૂરો’ કરવાનું સુઝતું નથી કેમ કે (મારે તો) દિમાગનાં દરવાજા ક્યાં કદી ખુલ્યા જ છે?

~ અમૃતબિંદુ ~

(શરૂઆતમાં જે વાત કરી હતી તે) પેપરચેકીંગમાં આવેલ ‘માં’ વિશે ‘મહાન નિબંધ’

નિબંધની માં-બહેન કરનાર ‘માં’ વિશે મહાનિબંધ

નિબંધની માં-બહેન કરનાર ‘માં’ વિશે મહાનિબંધ

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સમાજ, Kasak

કસક અને નોબેલ પ્રાઈઝ


કસક – મમ્મી-પપ્પા, ટુ ડે આઈ હેવ ગોટ ક્લેપ્સ ફ્રોમ માય કલાસ & સોફિયા મેમ ઓલ્સો ગેવ મી “એક્સલેન્ટ” ! 🙂

અમે – અચ્છા? વેરી ગુડ. બટ ફોર વોટ ડીયર ?

કસક કી કહાની ઉસીકી જુબાની =

આજે સોફિયા મેમ દ્વારા કહેવામાં આવ્યું કે અગર તમે સાયન્ટીસ્ટ બનો અને કોઈ ગેઝેટ બનાવો તો શું બનાવો એ વિશે લખો.

બધા એ અલગ અલગ લખ્યું – કોઈએ અલગ પ્રકારનું લેપટોપ,  તો કોઈએ વિડીયો ગેમ, તો  કોઈએ મોબાઈલ, તો કોઈએ ફેન્ટાસ્ટિક કાર બનાવશે એવું લખ્યું.

બધાનું જોઈને જોઈને વખાણ કરતા હતા. પણ મારું નામ એમાં ન હતું કેમ કે મને તો ખબર છે કે હું કંઈ એવો હોશિયાર નથી એટલે હું તો શાંતિથી બેઠો હતો પણ છેલ્લે સોફિયા મેમ કહે કે તમને ખબર છે સૌથી વધુ સારું કોણે લખ્યું છે?

કસક અગ્રાવત !

મારા સહીત બધાને તાજ્જુબ થયું, અને મમ્મી યુ નો ? બધાએ કેવો અવાજ કાઢ્યા?

ઓ !

હેં !

વોટ ?! . . . આવું બધું.

પછી મેં’મ કહે કે યુ નો? વ્હાય આઈ ફાઉન્ડ કસક ઇઝ ધી બેસ્ટ? તમે બધાએ સારું લખ્યું,  વિચાર્યું છે પણ  પોતાના પૂરતું જ વિચાર્યું જ્યારે કસકે આખી દુનિયા બલ્કે બ્રહ્માંડને વિચારમાં લીધું.  અને એ પણ એપ્રીસયેબલ છે કે એણે કોમા, ફૂલ સ્ટોપ જેવી એક-બે નાની ભૂલો બાદ કરતા કોઈપણ ગ્રામેટીકલ  મિસ્ટેક પણ નથી કરી !

આટલું સાંભળ્યા બાદ અમે તેને પૂછ્યું કે લખ્યું’તુ  શું એ તો કહે ?

એણે જે ઇંગ્લિશમાં કીધું એ શબ્દશઃ તો આવડતું ય નથી પરંતુ ચાર કલાક પહેલાની વાત છે એટલે એનો સાર/સૂર કહી શકું, જે આમ છે –

પપ્પા,તમને ખબર છે ? તે દિવસે આપણે બ્લેકહોલ્સ વિશે ડિસ્કવરી પર  પ્રોગ્રામ જોતા હતા? અને બીજે દિવસે હું ઓફીસ આવીને સ્ટીફન હોકીન્સ વિશે સર્ફિંગ કરતો હતો?

એ બધું મારા દિમાગમાં હતું, અને લખી કાઢ્યું –

હું અગર સાયન્ટીસ્ટ થાવ તો એવું ગેઝેટ બનાવું કે જેનાથી ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી જ નહિ પણ સંપૂર્ણપણે નાબુદ  થાય. અને આવું ગેઝેટ બનાવી હું પહેલા તો સ્ટીફન હોકીન્સને બતાવું. અને એના સાથે મારો ફોટો પડાવી મારા મમ્મી-પપ્પાને બતાવું એટલે તેઓ ખુશ થાય અને મને એવું લાગે છે કે સ્ટીફન સાહેબને આ એટલું બધું પસંદ પડે કે તેઓ નોબેલ પ્રાઈઝ માટે મારી ભલામણ કરે. અને એ પ્રાઈઝ/ઓનરથી મારા પેરેન્ટસ, મારા બા તો ખુશ થાય જ પણ મારો દેશ પણ મારા પર પ્રાઈડ કરે.

~ અમૃતબિંદુ ~

સામાન્યત:  માં-બાપ જે સપના પૂરા ન કરી શક્યા હોય એ સંતાન પાસે જબરજસ્તીથી પૂરા કરવાની કોશિશ કરે  પણ મારા જેવો સળી બાજ બાપ દીકરાના સપના આ રીતે  (ક્રિસમસ કાર્નિવલ ઇન્વીટેશન કાર્ડને નોબેલ પ્રાઈઝ માટેનું કાર્ડ બનાવી) પૂરા કરે .

Nobel Prize to KASAK via KIDZEE

17 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના, Kasak

કાર્તિક મિસ્ત્રી કો કરારા જવાબ


એક સાંજે ટિપીકલ ભારતિય પરિવારની જેમ જ મારા શ્રીમતીજી જયશ્રી રસોઈ કરી રહ્યાં હતાં અને પાંચ-છ વર્ષનો કસક, હું અને મારા બા ભાવપૂર્વક ટીવી દર્શન  કરી રહ્યાં હતાં. ટીવીમાં સૂર અને અસૂર બંને જેને  સમભાવે  ચાહે છે એ સૂરાનું દ્રશ્ય આવ્યું અને જે ટૂંકો  સંવાદ થયો એ આમ હતો –

કસક – પપ્પા, આ કોલ્ડ્રીંક છે ને?

રજની – (ટૂંકાક્ષરી જવાબ)  – હા.

બાપુ ઓર્ડર આપે છે @આબુ

કસક – ના. પપ્પા એ તો શરાબ છે. . . (રજત શર્મા સ્ટાઈલથી ) શરાબ છે ને? 

રજની – હા.

કસક (ઓહ! અગેઇન રજત શર્મા ?) – શરાબ પિવાય ?

રજની – (ઇન્ટર્વ્યૂ લેતા હોય ત્યારે લોચા લાગે તો ય  સ્માર્ટ હોવાની સ્ટાઈલ જારી રાખતા પ્રભુ ચાવલાની જેમ) – ના. ન જ પીવાય બેટા.

કસક – બૂરી બાત છે ને?

રજની – (હવે ‘નિયત’ સમજાઈ જતા, આલહ-વિલહ થતાં, ફરી ટૂંકાક્ષરી જવાબ)  – હા. 

કસક (ઉજ્જવલ નિકમ બનીને) – તો,  તમે શું કામ પીવો છો ? 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં જેઠાલાલને બચાવવા દયા આવે છે એમ મારી ‘દયા’ ખાતા મારા બચાવ પક્ષે જયશ્રીની એન્ટ્રી – કસક,પપ્પા ક્યાં પિવે છે ? એ તો એ દિવસે લીમડાનો રસ હતો ! ! 

આખા આ ફિલ્મી ચક્કરમાં ચુપચાપ બધું સાંભળતા જજ સાહિબા યા ને મારા માતુશ્રી કંઈક ચૂકાદો આપે એ પહેલા પડોશી આવી ગયા . હું બચી ગયો. હંમેશા આવીને ૪૦-૪૫ મીનીટસ બગાડતા પડોશીને એ દીવસે (જીસસ કહે છે એમ) પ્રેમ કરવાનું મન થયું. 😉

~ અમૃતબિંદુ ~

પોસ્ટના તળિયા સુધી આવી ગયા પણ ટાઈટલને લગતી કંઈક સનસનાટી ન મળી?

એમાં એવું છે કે થોડા સમય પહેલા કિન્નર આચાર્યએ ધૈવત ત્રિવેદીને મારો ‘સણસણતો’ જવાબ નામની પોસ્ટ લખી હતી એમાંથી અને કાર્તિક મિસ્ત્રીની આ બ્લોગ પોસ્ટ પરથી ટીખળ કરવાનું મન થયું. 😉

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Kasak

નાતાલ . . . નાદાન !


જન્માષ્ટમી પર કાન્હાની મટકી ફોડ હોય કે દશેરાના રાવણદહન હોય,  હિન્દુઓના જે પણ ધાર્મિક ઉત્સવો/પ્રસંગો તો કસકને દેખાડવા લઈ જ જઈએ  છીએ પણ એ ઉપરાંત ગુરુદ્વારા, જૈન દેરાસર, તાજીયા હોય કે રાજકીય જુલુસ, સાઉથ ઇન્ડિયનસ દ્વારા અયપ્પાના પ્રોગ્રામ્સ અને ખ્રિસ્તીઓની નાતાલ ઉજવણીઓ કે પછી વરસતા વરસાદમાં ભીંજાવા/પલળવા પણ લઈ જઈએ છીએ .

એવી જ રીતે દર  ક્રિસમસની જેમ આ વખતે પણ એને અલગ અલગ ચાર ચર્ચમાં લઈ ગયા, એમાંના  એક ચર્ચમાં એક વાતની નોંધ કરી જે નીચે આપેલ તસ્વીર જોતા જણાઈ આવશે.

 

તમસો મા જ્યોતિર્ગમય:

આ ફોટા વિશે વાત કરતા પહેલા એક વાત જે મને આ ફોટો જોતા વખતે જ યાદ આવી હતી કે બક્ષી સાહેબે મોરારીબાપુના વિશે (કંઇક આવું) લખ્યું છે કે મેટ્રીક ફેઇલ મોરારીબાપુ રામકથા દરમ્યાન (ભૂલ ભરેલી) ઉર્દુમાં શે’ર શાયરીઓ લલકારે છે! .. આપણે કદી જોયુ કે કોઇ મુલ્લા/પાદરીઓએ સંસ્કૃતનાં શ્લોક કે વેદની ઋચાઓનો ઉલ્લેખ કરે છે?

પણ આપણે જોઈ શકીયે છીએ કે ક્રિસ્ચ્યન્સના આ તહેવારમાં સંસ્કૃતમાં “તમસો મા જ્યોતિર્ગમય:” મૂક્યુ છે! મારા મોબાઈલનાં કંઇક સેટીંગ બદલી ગયેલ છે એટલે ફોટા સરખા આવતા નથી બાકી આ ફોટો તોતીંગ બોર્ડ/હોર્ડીંગનો છે. મેં આ દરમ્યાન ત્યાં હિન્દુઓ મોટી સંખ્યાની હાજરીની પણ નોંધ લીધી. આનાથી શું સાબિત થાય છે અથવા શીખ મળે છે?  => જે ઘણા લોકો દ્વારા ઘણી વખત કહેવાયુ છે એ કે આપણે માર્કેટીંગથી આકર્ષવામાં ઠોઠ છીએ. જો કે હવે સ્વામીનારાયણ જેવા સંપ્રદાય આ મ્હેણાને ભાંગે છે.

એની વે, ત્યાં ફોટા પાડ્યા હતા એમાંથી હજુ એક ફોટો મૂકીને પોસ્ટ પૂરી કરૂં.

 

અહં બ્રહ્માસ્મિ

~ અમૃત બિંદુ ~

# હિંદુ ધર્મ એકમાર્ગી છે. એમાં પુન:પ્રવેશનો એકે રસ્તો નથી, જ્યારે બહાર જવાના હજાર રસ્તા છે.

# મુસલમાનો ભય પમાડી ધર્મપરિવર્તન કરાવતા ત્યારે પોતાના જાતભાઈનું રક્ષણ કરવા જેટલી ત્રેવડ હિંદુઓમાં નહોતી પણ જો એ મજબુર વ્યક્તિ પોતાના ધર્મમાં પાછો ફરવ માગે તો એને  ‘વટાલાયેલો’  ગણી જાકારો આપવામાં એમની બહાદુરી ખીલી ઊઠ્તી!

# આખા હિન્દુસ્થાનોમાં બધે હિંદુઓ ધાર્મિક સ્થાનો પર મસ્જિદો બાંધી દીધી છે.  – એ દ્વારા એમણે એમની તાકાત, ને આપણી બાયલાગીરી પુરવાર કરી છે!

” વિક્ષિપ્તા” – ભાનુપ્રસાદ ત્રિવેદી

 

16 ટિપ્પણીઓ

Filed under ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, Kasak

કસકના કારનામા


આમ તો કસકનાં કારનામાનો કારવા હંમેશા અવિરતપણે આગળ વધતો જ હોય છે પણ ઘણા દિવસ બાદ અને ઉપરા-ઉપર બે દિવસના પણ એકબીજાને જોડતી કહી શકાય એવી વાત આજે સવિસ્તાર-સતસવીર લખી જ નાંખુ…

 

Saloni_18_Dec2010

ઉપર જે આ પહેલી તસવીર છે એ ૧૮ ડિસેમ્બર ૨૦૧૦ની છે, અહીં ગાંધીધામમાં “ડાન્સ પે ચાન્સ માર લે “ પ્રોગ્રામ હતો, કસકને એની સ્કૂલ તરફથી પાસ મળ્યો હતો એટલે એ ભાઈ બપોરથી જ થનગની રહ્યા હોય એ સ્વાભાવિક છે, સાંજે ૭વાગ્યે “રાજવી રિસોર્ટ”માં પહોચાડી દીધો અને રાત્રે ૧૨-૩૦ પછી અમારો હિરો ઘોધે જઈ આવ્યો પણ ખાલી ડેલે હાથ દઈને પાછો નહોતો આવ્યો પણ સલોનીના “વીથ લવ ઑટૉગ્રાફ” સાથે આવ્યો હતો. આમ તો આ સલોની એવી કંઇ મોટી સ્ટાર નથી (જો કે હિન્દી શબ્દને સાચી ઠેરવે છે એ અલગ વાત છે) પણ કસકની ઉંમર પ્રમાણેતો અમે એવી અપેક્ષા રાખીયે કે આમ ને આમ “આગળ” વધાય!

અને અમારી એ અપેક્ષાને સાચી ઠેરવા માટે બીજા દિવસના સંજોગો પણ ગોઠવાય ગયા. જુવો એ માટે આ નીચેની તસ્વીર –

 

Shreya_19Dec2010

 

બાપ નંબરી, બેટા દસ નંબરી !

હા, તો ત્રણ વર્ષથી કચ્છ કાર્નીવલ યાને રણોત્સવની ઝાંખી કરવા અમે ભુજ જઈએ છીએ. આ વખતે પણ ગયા અને બપોરે “પ્રિન્સ” માં જમતી વખતે અમારા નેક્સ્ટ ટેબલમાં “શ્રેયા ઘોસાલ” પણ લંચ લેતી હતી. હું પત્નીની હાજરીમાં S.S.B.B.(સીધો-સાદો-ભલો-ભોળો) હોવ છું આઈ મીન રહેવું પડે ને? 😉

એટલે અમે તો એ બાજુ “નજર” નાંખ્યા ૧૬૦ વસૂલ કરવામાં મંડી પડ્યા હતા પરંતુ જમીને જવા જતા હતા ત્યાંજ કોઇક શ્રેયાને ઓળખી ગયું એટલે ત્યાં હતાં એ બધા શ્રેયા સાથે ફોટો-ઑટોગ્રાફ માટે પરેશાન કરવા માંડ્યા.

(એક વાત કે મને એના એટીટ્યુડ પર માન થયું કે ગમે તેટલા લોકો એને જમવા પણ દેતા ન હતા અને ફોટો + ઑટોગ્રાફ માટે હેરાન કરતા હતા પણ એ છોકરી ‘સ્ટાર’ ની જેમ મોઢુ મચકોડ્યા વગર લોકોની લાગણીને માન આપતી રહી!)

અમારા ભાઈસા’બને ખબર પડે પછી એ ઝાલ્યો રયે? એ પણ ફરી એક “લવ” ઉઘરાવવા પહોંચી ગયો!

 

 

~ અમૃત બિંદુ ~

કસકના અન્ય (અને અનન્ય) કારનામાની તવારીખ માટે અહીં ક્લીક કરો

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સંગીત, Kasak

ચલતે ચલતે – III


કાલે એક ફ્રેન્ડ નો એસ.એમ.એસ. આવ્યો  –

જિંદગી તો અપને હી કદમો પે ચલતી હૈ “ફરાઝ” ,

ઔરો કે સહારે તો જનાઝે ઊઠા કરતે હૈ .

આ જ શે’ર ૨૩ માર્ચ અને એના સિવાય પણ ઘણીવાર મેસેજ/ફેસબુક.ઓરકુટ વગેરે સોશ્યલ નેટવર્કીંગ સાઇટસ પર પણ જોવા મળતો પરંતુ એ આવી રીતે –

जिंदगी तो अपने दम पर जी जाती है,

दुसरो के कंधो पे सिर्फ जनाज़े ही उठा करते है !!

કુણાલ ધામીને [કે જે મારા માટે હંમેશા ડિકશનરી/પુછપરછ કેન્દ્ર સમાન છે! 😉 ]  પુછ્યુ  તો એ શ્યોર ન હતો એટલે થયું કે ચાલો બ્લોગ પર મૂકીયે, કોઇક પાસે માહિતી હશે તો જાણવા મળશે. હા, તો કોઇ કહી શકશે કે

આ ફરાઝનો શે’ર છે ?!

કે

આ શે’ર ભગતસિંહના મુખે રમતો ?

કે

પછી એનીથીંગ એલ્સ?

-x-x-x-x-x-x-x-x-x-x-

આજે કસકની સ્કૂલમાં એન્યુઅલ એક્ઝીબીશન હતું એમાં મજા આવવી સ્વાભાવિક છે, બાળકોએ ઘણા બધા અલગ પ્રોજેક્ટ બનાવ્યા હતા, આમ તો સીલેક્શન મુશ્કેલ હોય પણ  કંઇ વધુ બોલ્યા વગર એમાંથી મેં ખેચેલી ત્રણ તસ્વીર મૂકુ છું, એ માણો –

ખમણ ઢોકળા - ગાંઠીયા (વણેલા અને ફાફડા) જલેબી

ઉપરની તસ્વીર જોઇને  મોઢામાં પાણી આવી ગયુ? અસલી લાગે છે ને? કહો કઈ વાનગી શેમાંથી બનાવેલી છે ?

ઘણા ગુજરાતીઓ ને ગુજરાતી તો ખાસ ન ભાવે/ફાવે.. પણ કોઇ બાત નહી બચ્ચા પાર્ટીએ આ બીજી ડિશ (સાઉથ ઇન્ડિયન)બનાવી એ જરા (ચાખી) જુવો .  સવાલ તો એ જ જે ઉપરની તસ્વીરમાં પુછ્યો…

ઇડલી - મેંદુવડા

ઊનાળીની મૌસમમાં ખાવા – ખાવાની વાતો જ ન કરાય ને? ચાલો ન્હાવાની વાતો નહી પણ કમ સે કમ ગરમી ન લાગે એવો ફોટો જોઇએ –

હિમાલય અને નદીઓ

કેમ? બરાબર છે? એ.સી. ની જરૂર નથીને? ચાલો ત્યારે તમે આરામથી ટાઢક કરો હું અહીં વિરામ કરું.

2 ટિપ્પણીઓ

Filed under Art, એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Kasak

કસકનું (અ) સામાન્ય જ્ઞાન


કસક 6th માં ભણે છે અને આજથી  કસકની ફાઇનલ એક્ઝામ શરૂ થઈ. પહેલું પેપર “જનરલ નોલેજ” નું છે એટલે કાલે રાત્રે એને હું ભણાવા બેઠો સાથે સાથે મનમાં એ પણ નોંધ હતી કે હું મોટો (!) છું, એના કરતા મારામાં નોલેજ વધુ છે, તેમજ આ બધાના ભાર સાથે કસકને “ભાર વગર”નું ભણતર ભણાવાની કમસે કમ મારા તરફથી  તો ટ્રાય કરવી!

પછી ?

પછી શું થયું એ સંવાદ રૂપે જ વાંચો ….

R –  જો બેટા GK  છે ને એ તમે  આમ બુકમાં ભણો એ તો ઠીક પણ સાથે સાથે મજાક-મસ્તીમાં, પઝલ રૂપે પણ ભણાય.

K – હા, પપ્પા, અમે એવી રીતે તો ઘણુ કરતા હોય છે, તમને કહું?

R – હા બોલ ને બેટા, મને પણ ખબર પડે અને કંઇ કહેવા જેવું હોય તો કહી શકું, અને તું બધાને કહી શકે કે મારા પપ્પા પણ મને આવી સીમ્પલ રીતે શીખવાડે છે ! (બચ્ચે કે પાસ ભી હોશિયારી )

K – અમે છે ને , કોઇ છોકરાને બોલાવીને પુછીયે કે

તું ઉસકી બહેન કે સાથ ક્યા કરતા થા?

તો એ છોકરો સમજે નહી એટલે કહે કિસકી ?

અમે બધા એક સાથે બોલી ઉઠીયે KISS કી ? ! 😉 😉

મને મજા તો આવી પણ થયું કે આ તો સાલું (મારી જેમ) ગાડી ખોટા પાટે ચડાવે છે  એટલે મેં ઠાવકા થઈને સમજાવ્યુ.

R – જો, એમ નહી … હું એમ કહું છું કે તમારી ટેક્સ્ટ બુકમાં આવતું હોય એના પરથી…

K – (વચ્ચેથી જ ) એક મિનિટ,  પપ્પા જુવો  આ બધા નામ છે ને જેમ કે

Neil Armstrong,  John Keats, William Wordsworth, William Shakespeare છે ને?

હું ખુશ થયો કે ચાલો સાવ , વડ એવા ટેટા તો નથી

K – હા, તો પપ્પા, અમે છે ને બધા એક બીજા આ વિષે વાત કરીયે …

હું એમ કહું કે મૈ  તો Neil Armstrong કો  બૉડીગાર્ડ રખુંગા !

R – (નવાઈ સાથે), એમ કેમ?

K – સીમ્પલ પપ્પા, એ “સ્ટ્રોંગ” છે ને? અને જુવો  કરન એમ કહે કે John Keats કો તો અપની આસપાસ નહી આને દેના કા ….

R – કેમ ?

K – એના નામમાં કિટાણુ છે ને?

R – ઑહ

પેલી અંજલી  છે ને ? એ એમ કહે કે William Wordsworth કહે એ બધુ માની લેવાય. કેમ? કહુ?

R – હા

K – કેમ કે એના નામમાં આવે છે ને એના Words બધા worth હોય !

અને  પેલો હરજોત છે ને એ તો સરદાર છે તો યે આપણી ગુજરાતી બરાબર સમજે , કેમ કે એણે William Shakespeare ની વાત કરી…

હું મુંઝાવા લાગ્યો કે આ સરદાર અશોક દવે સ્ટાઇલમાં કંઇક અર્થ-અનર્થ કરશે..પણ મારે તો શ્રોતા બનવા સિવાય કંઇ ઉપાય નહોતો…

K – પપ્પા, એ એમ કહે કે William Shakespeare મેરા  મામા લગતા હૈ!

R – (વધુ મુંઝાતા)એ વળી કેવી રીતે?

K – એ કહે તુમ ગુજરાતી લોગ મૈકે  કો પિયર બોલતે હો ના !

હવે મેં ચોપડી કરી દીધી બંધ કેમકે આના પાસે તો  ઘણુ બધુ (અ)સામાન્ય જ્ઞાન છે, એટલે મેં કીધુ ચાલો હવે આપણે બધાને વૉક કરવાનો ટાઇમ થઈ ગયો. (કસક ટેગ માંની  આગલી પોસ્ટ માટે અહી કલીક કરો )

~ અમૃત બિંદુ ~

છોટા બચ્ચા જાન કે હમકો ના સમજાના રે (ફિલ્મ ગીત )

5 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, રમૂજ, Kasak