વાંચે ગુજરાત અંગે મોદીની વાતો….


નરેન્દ્ર મોદીના આલોચકોને કદાચ આ પોસ્ટથી  મોદી ભક્તિ કરી રહ્યો છું એમ કહેવાનો મોકો મળશે પણ યુ-ટ્યુબ પરની આ છ એ છ ક્લિપ જોયા-સાંભળ્યા બાદ આ પોસ્ટ બનાવવાની લાલચ રોકી શકતો નથી.  જેમ પુસ્તક પરિચય માટે અમુક અવતરણો મૂકીએ એમ જેઓને આ ક્લિપ્સ વિશે ખબર નહી હોય એમના માટે જે તે ક્લિપમાંથી એકાદ બે અવતરણો પણ મૂકું છું ….

પહેલી ક્લિપની શરૂઆત જ હ્યુમરથી કરી છે – “પહેલી એપ્રિલે કોઇ  કાર્યક્ર્મ કરવો એટલે થોડું જોખમનું કામ છે પણ મને જોખમ સાથે ફાવે છે ! “

બીજી ક્લિપમાં વાંચન/પુસ્તક વિશે વાત કરતા કહ્યું છે – “વાંચનમાં એ તાકાત હોય છે કે એ તમને વિચારવા માટે મજબુર કરે કરે અને કરે જ.”

આ ત્રીજી ક્લિપમાં પોતાના ઇઝરાયલ પ્રવાસ અંગે વાત કરતા કહ્યું છે – “ઇઝરાયલમાં ફૂલ તોડતો માણસ જોવા નહી મળે… આપણે ત્યાં સમારંભોમાં બુકેની બદલે બુક કેમ નહીં? ….જેને જે વાંચવું હોય તે છુટ આપો, વાંચવામાં ભેદ ન રાખો…. ”

ચોથી ક્લિપમાં હમણાં જ યોજાઈ ગયેલ કચ્છમાં રણ શિબીરમાંથી પરત આવતા એમના ડ્રાયવરે ભુજમાં (જે હિના પારેખની પોસ્ટમાં છે એ જગ્યાએથી)  ડિસ્કાઉન્ટમાં પુસ્તકો લેવાની ઇચ્છા દર્શાવી એ વાત કરી અને સાથે કહ્યું છે – “ગમે તે પુસ્તકો વહેંચો.. તમે અગર મોદી વિરુધ્ધમાં તમારા લેખો લખતા હો તો એની પુસ્તિકા બનાવો તો યે છુટ છે, આજનો બાળક/યુવાન પોતે સાચું/ખોટું તારવી લેશે… “


પાંચમી ક્લિપમાં દેશનાં શહિદોને યાદ કરતા કહ્યું – “એક સમય હતો જ્યારે દેશ માટે મરવાનું હતું પણ આજે સમય છે દેશ માટે જીવવાનો…. દેશ માટે એક વરસમાં સો કલાક કાઢો… વિચારો કે અગર હું ભણી-લખીને મોટો થયો છું તો એના માટે કોઇક ગરીબે શિક્ષકે હાથ પકડીને એકડો શીખવાડ્યો હશે.”

છઠ્ઠી અને આખરી ક્લિપમાં કહ્યું – “ઘરમાં દરેકે દરેક વ્યક્તિ પુસ્તક વાંચે,  બપોરે શું જમ્યા એ ચર્ચા કરવાની સાથે આજે  કોણે શું વાંચ્યુ એ ચર્ચા કરીએ. “

[અપડેટ – 06-04-2010:19-30]

અમૃત બિંદુ ~

સ્વર્ણીમ ગુજરાતમાં મારો સૌથી પ્રિય કાર્યક્રમ “વાંચે ગુજરાત” …ગુજરાતીમાં ત્રણ શબ્દો છે એ કદાચ બીજી કોઇ ભાષામાં નથી એ છે ભણતર, ઘડતર અને ગણતર ! = નરેન્દ્ર મોદી.

વધુ માહિતિ માટે લોગ ઓન કરો – http://www.vanchegujarat.in/guj/Default.aspx

16 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

16 responses to “વાંચે ગુજરાત અંગે મોદીની વાતો….

 1. પિંગબેક: Tweets that mention વાંચે ગુજરાત અંગે મોદીની વાતો…. « એક ઘા -ને બે કટકા -- Topsy.com

 2. good bhai , today anyone said wrong about modi , but
  it is proof that he is right person in right place,
  and we are lucky that we found him.
  media are corrept and spread yellow journalisam.

 3. ગુજરાતી બચાવો આંદોલન કરતા,ગુજરાતી વાંચો આંદોલન ની ખાસ જરૂર હતી.કોઈ વાંચતું જ નથી.વાંચવાનું લોકો ભૂલી ગયા છે.મોદીને ખુબ ધન્યવાદ આટલી સુંદર વાતો કરવા બદલ ને આપણે પણ ધન્યવાદ આવી કલીપો મુકવા બદલ.જેણે પુષ્કળ વાંચ્યું છે એના બ્રેન માં ઓટોમેટીક શબ્દ ભંડોળ જમા થતું જવાનું,અને એજ સારું લખી શકશે.

 4. “Either you hate or you love this man (N.M.), but you cannot ignore him”….. these are the words most befitting to this legendary person. From independence till Narendra Modi emereged in political arena in 2002, we, the people of India, (strongly) believed that the politicians hardly do what they speak. There were good slogans and schemes before, but for implementation ??? Nothing less than disappointment. Now, people are convinced that the ability to dream, to visualise and than to implement anything which is for welfare of a particular segment of society or the society as a whole, is there with Chief Minister of Gujarat. We have few examples before us about which we could not even dreamt of it just 5-7 years ago e.g. 108, Cheeranjivi Yojana, Krushi Rath, Beti Bachao, Kanya Kelavani Abhiyaan, Celebrations of Republic Day and Independence Days at different districts, SCOPE, Gujarat Knowledge Society, changing scenario in Education avenues in Gujarat, well-planned urbanization and the latest are the Swarnim Gujarat celebrations, Vanche Gujarat, Samay Daan etc… are few of them. People always respect and honor those leaders who speaks what they can do and what they speak, they implement.

 5. Reader

  એક બાજુ મુખ્યમંત્રી મોટે ઉપાડે ‘વાંચો ગુજરાત’ની ઘોષણા કરે છે તો બીજી બાજુ તેમના જ નાક નીચે તેમના જ મતવિસ્તારમા પુસ્તકાલયમા કાગડા ઉડે છે. થોડી વિચિત્ર વાત છે, પણ આ પુસ્તકાલયની બાજુમા આવેલી corporationની દક્ષિણ zoneની office અને police stationને કરોડો ના ખર્ચે સજાવવામા આવ્યા જ્યારે આ સરસ્વતીધામ પર હજી સુધી કોઇની નજર પડી નથી.તેની બિસ્માર હાલત, ખંડેર જેવુ મકાન, સદીઓ જૂનુ રાચરચીલુ અને તેથી પણ વિશેષ, લગભગ પસ્તી સમાન બની ગયેલ પુસ્તકો. છેલ્લા બે વર્ષથી એક પણ નવુ પુસ્તક ખરીદવામા આવ્યું નથી. દીવા તળે જ અંધારું. પહેલા આપના જ મતવિસ્તારના લોકો કે જેમને વાંચવામા રસ છે તેમને પૂરતા પુસ્તક તો ઉપલબ્ધ કરાવો, પછી નહીં વાંચનારને વાંચતા કરવાની વાત આવે. મને મુખ્યમંત્રી માટે અત્યંતમાન છે. પણ વાસ્તવિક્તા રજૂ કરવી પણ જરૂરી છે.

 6. ‘વાંચો ગુજરાત’ની સારી શરુઆત કરી છે.
  ગુજરાતી પુસ્તકાલય નેટ પર બુક ફ્રી કરવી જોઈએ જેથી વિશ્વ માં વસતા ગુજરાતી લોકો પણ લાભ લઈ શકે.

 7. ramesh modha

  mara vhala bhai o ane baheno modi bhai ne kae nae kevanu ho apda hindu no bhadveer bhaido che

 8. વાંચે ગુજરાત …સૌના હિતનિ વાત.
  એક વિચારધારા ને ધોધ બનવા દો.
  રમેશ પટેલ(આકાશદીપ)

 9. readsetu

  કોઇપણ રાજકારણીની તરફેણ કરવું એટલે આલોચના વહોરવી. પણ મને એમાં કંઇ વાંધો નથી..

  નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં એ તાકાત છે કે એ અંદરખાને વિરોધીઓનેય વિચારવા મજબુર કરે જ કરે..

  ‘બુકને બદલે બુકે’ આજ પહેલાંની કઇ સરકારે પ્રજાના માનસના ઘડતરની આટલી ચિંતા અને એકશન પ્લાન કર્યા છે ????

  શબ્દોની તાકાતમાં એમને કેટલો ભરોસો છે અને એનું આપણને કેટલું ગૌરવ થાય !!

  કોઇપણ વિચારશીલ અને સમજદાર વ્યક્તિને પ્રભાવિત કરે એવું જબરદસ્ત એમનું કામ છે !!

  સલામ મોદીજી

  દીવા તળે અંધારું જોતા ‘રીડર’ને કહેવાનું કે સૂર્ય પણ આખી પૃથ્વી પર એકીસાથે અજવાળું નથી પાથરી શકતો !!

  અધધધ અજવાળા તરફ પૂંઠ ફેરવીને માત્ર અંધારા તરફ જોયા કરવું એ તો જોનારનું માનસ !!

  લતા હિરાણી

 10. Elvis Katara Rameshkumar

  ‘વાંચો ગુજરાત’ની સારી શરુઆત કરી છે.
  ગુજરાતી પુસ્તકાલય નેટ પર બુક ફ્રી કરવી જોઈએ જેથી વિશ્વ માં વસતા ગુજરાતી લોકો પણ લાભ લઈ શકે.

 11. nirlep

  excellent speech with excellent concept..hv forwarded a link to all ppl.

 12. ભાઈ, આટલી સરસ માહિતીવર્ધક ક્લિપ્સ મુક્યા પછી લાંબા વખતથી ભૂખ્યા કેમ રાખ્યા છે? કાંઈક આવું જ અવનવું વધારે જોવાની તમન્ના છે હવે. ન.મો સાહેબનું જ આવું કોઈ ‘વાંચિક પરાક્રમ’ બીજું આવે તો વાત જામશે.

 13. Absolutely extra ordinary mission for mobile slave people.

 14. MG

  આ કલીપમાં જે અવતરણો છે તે હૃદય નાં ઊંડાણમાં થી આવ્યા છે.

 15. પિંગબેક: List of different Gujarati blogs & Websites | મારો બગીચો.કોમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s