Category Archives: Reading

સરદારસિંહ રાણા


સરદારસિંહ રાણા ! (૧૦-૦૪-૧૮૭૦_૨૫-૦૫-૧૯૫૭)

આ નામમાં જ કંઈક એવું ચુંબકીય તત્ત્વ લાગ્યું કે જ્યારથી ડૉ.શરદ ઠાકર લિખિત સિંહપુરુષ વાંચી ત્યારથી એ નામ પર આદર અને ગર્વની લાગણી અનુભવાતી હતી. ત્યારબાદ પાક્કું યાદ નથી પણ લગભગ વિષ્ણુ પંડ્યા લિખિત #ઉત્તિષ્ઠ_ગુજરાત માં પણ આ નામ વાંચ્યું અને ત્યારબાદ અહીં ગાંધીધામમાં ક્ષત્રિયોનો એક કાર્યક્રમ હતો ત્યાં પણ આ નામ જાણ્યું… એ દરમ્યાન મિત્ર પૃથ્વીરાજ રાણા અને યોગરાજસિંહ ઝાલાની સાથે અનુક્રમે કોમેન્ટ અને વાતચીતમાં આમના વિશે સાંભળ્યું છે.

આ વિશે ગઈકાલે મેહૂલભાઈની fb પોસ્ટ તેમજ નકુલસિંહ ગોહિલની બ્લોગ પોસ્ટ વાંચી અને આજે સરદારસિંહ રાણાની પૂણ્યતિથી પર ફરીથી  સ્વામી સચ્ચિદાનંદની “શહીદોની ક્રાંતિગાથા”માં  સરદારસિંહ રાણાનું પ્રકરણ વાંચ્યું. એમાંથી અમુક અંશો –

  • રાણા લીંબડી તાલુકાના કંથારિયા ગામના વતની હતા. તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે ગાંધીજી પણ માથે પાઘડી બાંધીને તેમની સાથે ભણવા આવતા. પછી મુંબઈ ઉચ્ચ શિક્ષણ  માટે ગયા. મુંબઈથી પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા. અહીનું શિક્ષણ પૂરું કરીને લીંબડીના દરબારની સલાહ અને મદદથી બાર એટ-લો થવા માટે લંડન ગયા…… વકીલ થવાની જગ્યાએ તેઓ હીરાના વ્યાપારી થઇ ગયા.

 

  • રાણાને શ્યામજી કૃષ્ણવર્મા મળ્યા. શ્યામજી લંડનમાં બેઠા બેઠા આવનાર વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ધારામાં દોરતા રહ્યા.

 

  • રાણા પોલેન્ડ, તુર્કસ્તાન વગેરે દેશોમાં ગયા અને બોમ્બ બનાવવાની પદ્ધતિ શીખી લાવ્યા.

 

  • કર્નલ વાયલીને ઠાર મારનાર મદનલાલ ઢીંગરાને પિસ્તોલ પૂરી પાડનાર રાણા જ હતા.

 

  • 1907માં તેઓ જર્મની ગયા અને આંતરરાષ્ટ્રીય સમાજવાદી સભામાં ભાગ લીધો. રાણાની પ્રેરણાથી જ મેડમ  કામાએ પ્રથમવાર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. (નકુલસિંહની બ્લોગ પોસ્ટ રેફરન્સ મુજબ  – આ ત્રિરંગો આજે પણ રાજુભાઇ રાણા સાહેબે સાચવી રાખેલો છે.) તેમની પ્રવૃત્તિથી બ્રિટીશ સરકાર સાવધાન થઈ ગઈ હતી. તેમને પકડવા વોરન્ટ કાઢવામાં આવ્યું. …..અંગ્રેજ સરકારે વોરન્ટ તો કાઢ્યું પણ રાણા ફ્રેંચ નાગરિક હોવાથી પકડી ન શકાયા.

 

  • પણ વાતાવરણ બદલાયું….બ્રિટનના દબાણથી રાણાની ધરપકડ થઇ અને છેક મધ્ય અમેરિકામાં પનામા પાસેના માર્ટેનિક ટાપુ ઉપર દેશનિકાલ કરાયા. આંદામાન જેવો આ ટાપુ હતો.

 

  • રાણા નોકરી-રોજી માટે  ફાંફા મારવા લાગ્યા. છેવટે કશું ન મળ્યું તો ઢોરો ચરાવવાનો ધંધો કરવા માંડ્યો. હા, હીરાનો વ્યાપારી હવે ઢોરો ચરાવવા મંડ્યો. આને  તકદીર કહેવાતું હશે !

 

  • રાણાની રાત વીતી ગઈ. સવાર થયું. ફરી ફ્રાંસ આવ્યા અને હીરાનો ધંધો કરવા લાગ્યા.

 

  • બીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળ્યું.

 

  • જર્મનો  ધસમસતા ફ્રાંસમાં આગળ વધવા લાગ્યા. રાણા જર્મનોના હાથે પકડાયા, પણ ગદ્દારી કરીને તેમણે મદદ કરવાની ના પાડી. રાણા ફ્રેંચ નાગરિક હતા. પોતાના દેશને દગો ન કરાય. એમના વલણથી નાઝીઓ નારાજ થયા અને તેમને ગેસચેમ્બરવાળા કેમ્પમાં દાખલ કરી દીધા.

 

  • ……રાણા હવે   ગૂંગળાઈને મરવાની રાહ જોવા લાગ્યા. પણ ના, હજી તેમને  જીવવાનું હતું. નેતાજી સુભાષ જર્મની આવ્યા. તેમણે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રાણાને કેમ્પમાંથી છોડાવ્યા. ….. ફ્રેંચ સરકારે રાણાની કદર કરી, (ગદ્દારી ન કરવા બદલ) ફ્રેંચ સરકારે રાણાને ‘ફ્રેંચ લિજિયન ઓફ ઓનર’નું સન્માન આપ્યું.

 

  • રાણાએ ૧૯૪૭ની આઝાદી જોઈ, ‘સંતોષ થયો.’ પણ થોડા જ સમયમાં તેમને લકવો લાગી ગયો.

 

  • અંતે વેરાવળના દરિયાકિનારે તેમણે જીવનલીલા સંકેલી લીધી.

 

  • મને ખબર નથી કે આ મહાન સપૂતની પ્રતિમા તેમના વતન કંથારિયામાં, લીંબડીમાં કે અન્ય કોઈ જગ્યાએ મુકાઈ છે કે નહિ. ન મુકાઈ હોય તો આપણે લાજી મરવું જોઈએ, ને હજી પણ લોકો જાગે અને પ્રતિમા મૂકવાની ઈચ્છા થાય તો મારો સંપર્ક સાધો. આપણે બધા મળીને તેમનું ભવ્ય સ્મારક બનાવીએ.(તા=૦૪-૦૫-૨૦૧૦)

 

~ અમૃતબિંદુ ~

તારીખ, ઈતિહાસ , માહિતી વગેરે માટે આપણી બેદરકારી અને અરાજકતા હોય છે એવું કેટલીય વાર લખી/કહી ચુક્યો છું. ઉપરોક્ત માહિતી કે દોષમાં તથ્યોમાં વિસંગતતા કે ભૂલ હોય શકે કેમ કે આપણે લીમીટેડ સોર્સથી જ ચલાવવું પડતું હોય છે. (દા.ત. અમુક જગ્યાએ રાણા સાહેબની જન્મ તારીખ ૧૦ છે અને અમુક જગ્યાએ ૧૧ છે !)

સરદારસિંહ રાણાને સાદર શત શત નમન

1 ટીકા

Filed under ગુજરાત_ગુજરાતી, Nation, politics, Reading

ગુજરાતી ભાષા : લેખકો, પત્રકારો, વાચકો અને વિવેચકોની એક ?


આ પોસ્ટમાં વિચારો કે વાતની સળંગતા જોવા ન મળે અથવા પહેલા ફકરાને બીજાના બદલે કોઇપણ અન્ય ફકરા સાથે સંબંધ હોય એવું પણ લાગે પણ “ભાવના”ને સમજવી !

થોડા દિવસો પહેલા ક્રિશ્નકુમાર ગોહિલ એ fb પર એક પોસ્ટ મૂકી હતી – ‘સૌરાષ્ટ્રના અખબાર/સમાચારપત્રો માં સૌથી વધુ જોવાં મળતા શબ્દપ્રયોગો’ એના પરથી જેમ ‘…. ઉલ્ટા ચશ્માં’ વાળા ભીડેને હમારા જમાનાનો હુમલો/જુમલો આવે એમ મને ય ઓરકૂટ વખતે GMCC કોમ્યુનીટી પર આવો એક થ્રેડ હતો એ યાદ આવ્યો. ત્યારબાદ KGની એ પોસ્ટ WA msgમાં રૂપાંતર થઈને (નામ સાથે અને નામ વગર) ફરવા/ફેલાવા લાગી. ઓરકુટ-fbને વચ્ચે  રાખીએ તો હસમુખ ગાંધીએ ‘સમકાલીન’માં આ શબ્દો વિશે લખ્યું હતું અને  એમના જ સંદર્ભ સાથે ૨૨ જૂન ૨૦૧૬ના કાના બાંટવાનો  દિવ્યભાસ્કરની કળશ પૂર્તિમાં લેખ છે.

એ જ દિવસે એ જ પૂર્તિમાં પ્રણવ ગોળવેલકરનો લેખ છે જે પત્રકારો/સાહિત્યકારો/વાર્તાકારો પર છે. મેં પણ એ જ દિવસે fb પોસ્ટમાં લખેલું એમ આ બંને લેખમાં મુદ્દા-વિષય-ભાવ એક જેવો હોવા છતાં એક નથી પણ કદાચ વાતારણમાં જ કંઇક એવી વાસ હોવી જોઈએ કે અનાયાસ (આ જ નહિ પણ આ)  બાબતે WA અને fb ઈનબોક્સમાં વાતું નીકળી હતી. સ્વાભાવિક છે કે ત્યાં વાત થતી હોય એ આડીઅવળી (‘રેન્ડમલી’ કહેવાય?) વાતચીત થઇ હોય જેને ચર્ચા ના કહી શકાય પણ લોકો કહેતા હોય છે.

આ જ શબ્દને પકડું કે જે ન કહેવાય છતાં પણ કહેતા હોઈએમાં એક-બે શબ્દ યાદ આવે ‘વાચક’ અને ‘લેખ’.  બ્લોગમાં નવો નવો હતો  અને નિયમીતપણે આવતો  ત્યારે જે નવાઈ લાગતી એ આજે પણ એમની એમ જ સચવાઈને પડી છે કે બ્લોગ પોસ્ટને લોકો ‘લેખ’ કેમ કહી દેતા હશે? અજાણતા અને અજ્ઞાનતા કે બેદરકારીમાં કે પછી જાણી જોઇને? કે ‘લેખ’ કહો એટલે એ લખનારની ‘લેખક’માં ગણતરી થઇ જાય એવી ગણતરી હશે? અને ચાલો દલા તરવાડીની પરંપરા નિભાવવા એ ભલે ને ‘લેખક’ નું બિરુદ ‘પહેરી’ લ્યે, પણ એમને (ભૂલભુલથી) વાંચવા વાળાને (એમના) ‘વાચક’ની ટોપી કેમ પહેરાવતા હશે? આ વાત પર મને એમ મનમાં થયું કે કોઈને ‘બેટા’ કહેવાથી એના ‘બાપ’ થોડા બની ગયા કહેવાય?!

વાચકો જેટલા સહિષ્ણુ અને સમજદાર હોય એટલા લેખકો-પત્રકારો હોય છે? આપણને એક લેખકની શૈલી પસંદ હોય તો બીજાની વિચારધારા તો અન્યની વિષય પસંદ કરવાની રીત. અને આજે જે ગમ્યું હોય એનું  પછીનું કે પહેલાનું લખાણ ગમે અને ના ય ગમે પણ ગાંઠ બાંધીને રહેતા નથી, અને એ ગાંઠ નથી બાંધતા એને એ લોકો ‘વફાદાર’ છે કે નહિના ત્રાજવે તોળી લેતા હોય એવું પણ બને. સામાન્ય રીતે સમય જતા વાચક બદલાતો એટલે કે ‘અપગ્રેડ’ થતો હોય છે પણ લેખક પોતાની વિચારધારાને પકડી રાખે છે કે  છોડી શકતો નથી?  લેખક ઘણીવાર સમજવામાં થાપ ખાઈ શકે કે વાચક સમજી જાય છે કે તમે પહેલા પાક્કું કરી લીધું છે કે શું લખવું છે પછી એમાં (વિચાર નહિ) શબ્દો ગોઠવી દેવાનું કામ કર્યું છે – એને જ કદાચ બક્ષી ‘ફિટર’કહેતા કે નહીં?

અને વાચક? વાચક બબુચક હોય એવું લેખકો માને કે સમજી શકે પણ (મારા જેવો) એ વાચક WA-FB-ગૂગલ અને બે ચાર છાપાં વાંચીને વિવેચકની અદામાં આવી જતો હોય છે. ઉત્સાહ અને ઉતાવળમાં માહિતી અને જ્ઞાન કે સમજ  વચ્ચેનો ભેદ પામતા ભૂલી જાય છે. અને જો ન ભૂલે તો પણ એને ભૂલભુલૈયામાં ભમરડાંની જેમ ફેરવીને મૂકી દેવા વાળા ‘હોંશિયાર’ પણ પડ્યા છે.

આમ કરતા ખો નીકળી જાય ભાષાનો. ધીમે ધીમે પણ નહિ પરંતુ ક્યારે ફટાક દઈને વાચક એની ભાષામાં કોઈ સફળની નકલ કરતા પોતીકી શૈલી અને ભાષા ગુમાવી બેસે એ પણ એને ખ્યાલ નથી રહેતો. આપણે સાવ ખોટી રીતે સ્વીકારી અને સમજી જ લીધું છે કે શુદ્ધ અને સરળ ગુજરાતીમાં પાંચ વાક્યો લખવા પણ મુશ્કેલ છે. અને એવું પણ બને કે ‘સેલ્ફી’ ને જબરજસ્તીથી ‘સ્વયં-છબી -પ્રતિબિંબ-ગ્રહણ’ જેવું અટપટું અને ન સમજાય એવું નામ આપીને પૂછે  કે આને શું કહેવાય એ ખબર છે? fb –WA-બ્લોગ-લાઈક-પોસ્ટ-બેટરી-મોબાઈલ-ચાર્જર-ટેલીફોન-ટીવી-મેગેઝિન-કૉલમ  આવા અસંખ્ય શબ્દો છે જે વ્યવહારિક ભાષામાં વાપરીએ છીએ અને એને બદલવાની કોઈ જરૂર પણ નથી. પરંતુ થોડા સજાગ તો થઇ શકીએ ને? આપણી (કે કોઈપણ) ભાષા એટલી અઘરી કે અધુરી તો નથી જ કે એની હાંસી ઉડાવીને આપણી અણઆવડતને છુપાવીએ. પચાસ-સો વરસ પહેલાના લોકો જે ભાષા-શૈલી-શબ્દોનો ઉપયોગ કરતા એમાં બદલાવ તો આવે જ , અને આવવો પણ જોઈએ પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ગુજરાતીમાં પણ સરળ શબ્દો છે જ. હું પણ થોડા સમયથી જ સચેત થયો છું કે સમજ્યા વગર હિન્દી-અંગ્રેજી-ઉર્દુ  અને ઘણીવાર તો ખબર ય ન હોય કે કઈ ભાષાના શબ્દો છે એને વાપરતા પહેલા થોડી ક્ષણો (સેકન્ડો !) તો વિચારીએ કે આપણા મનમાં જે વિચાર આવ્યો એને અનુરૂપ સામાન્ય ગુજરાતી ભાષામાં કોઈ શબ્દ છે ખરા? એક અઠવાડિયા સુધી પ્રયોગ કરો અને પછી અનુભવ કે માનસિક સ્થિતિ વિશે લખજો કે વિચારજો.

અમુક વખતે આપણે લોકોને ટપારીએ નહિ તો કાંય નહિ પણ ધ્યાન દોરવું એ આપણી ફરજ છે એ પણ (જાણી જોઇને) ભૂલી જતા હોઈએ છીએ. શરૂઆતમાં ઉપર કહ્યું એમ વાતચીતનો ‘ધોળકિયા’ અટકનો દાખલો લઈએ તો હિન્દીભાષી સ્વાભાવિકપણે અજાણતા  DHOL  નો ‘ધોળ’ ની બદલે ‘ઢોલ’ ઉચ્ચાર કરે. આપણે એમની મજાક કર્યા વગર એમનું ધ્યાન દોરવું જોઈએ કે ‘ઢોલકિયા’ નહીં પણ ‘ધોળકિયા’. પરંતુ એવું થતું હોય છે કે એમની  મજાક કરવામાં આપણે પણ ‘ઢોલકિયા’ કહેવા માંડીએ.

વધુ એક શબ્દ કે ચલણ યાદ આવે છે RIP ! એના બદલે ૐ શાંતિ ન વાપરી શકાય? શા માટે RIP જ? જડતાથી નહિ કહેતો કે ન જ વાપરવું . આદતવશ કે અમુક દેશ-પ્રદેશ-વાતાવરણમાં રહેતા હો અને RIP કહેતા/લખતા/વાપરતા હોય તો એમાં આપણા કે એમના આત્માને ખોટું ય નથી લાગતું પણ બક્ષી આવું કંઈક કહેતાને કે નિયમ તોડતા પહેલા નિયમ વિશે જાણકારી હોવી જોઈએ. આમ પણ RIP દેખાય એટલે જય વસાવડાના એક કાર્યક્રમમાં RIP વિશે ગીતાના સંદર્ભે સાંભળ્યું હતું એ યાદ આવે.

અમુક લોકો સતત ઈન્ટરનેટ વાપરીને એવા વહેમ અને પ્રેમમાં પડી જાય કે ગૂગલ, વીકીપીડીયા એટલે જાણે મહાભારત અને  એ કહે એ પ્રમાણિત કે અંતિમ સત્ય અને ત્યાં નથી એ બીજે ક્યાંય નથી ! આ માનસિકતામાંથી બહાર આવી શકીએ તો સારું કહેવાય.

~ અમૃતબિંદુ ~

 

એક મિત્ર એ કહ્યું કે આજ (૨૩-૦૬-૨૦૧૬)ના દી.ભા.માં અન્નૂકપૂરને ફેન્સે (ડિસ્કાઉન્ટ નહિ) ડિસ્કાઉંટ અપાવ્યું વાંચીને થયું કે ઉંટ અપાવ્યું હશે !

– x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x- x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x- x-x-x-x-x-

“પ્રેક્ષકો અમારા પાસે જે કંઈ માંગે છે એ અમે આપીએ છીએ.”

“ હા, પ્રેક્ષક? આ પ્રેક્ષકનો જ બધો વાંક છે. બધું જ જોયા જાણ્યા છતાં પ્રેક્ષક કાંય બોલતો નથી પણ એનો અર્થ એમ નહિ કે એ જે કંઈ પણ જુવે છે એ બધું જ ગમે છે. પ્રેક્ષક લાચાર હોય છે. વિવશ હોય છે. મજબુર હોય છે.”

– ગુજરાતી નાટક  ‘માણસ હોવાનો મને ડંખ’ .

 

 

7 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, સાહિત્ય, media, Reading, social networking sites

‘સિંહપુરુષ:વીર સાવરકર’


આવતી કાલે એટલે કે ’૨૮ મે’ વીર સાવરકરજી(28-05-1883_26-02-1966)ની જન્મજયંતિ.

થોડા મહિનાઓ પહેલા ‘ધૂમખરીદી’ વાળા મિત્ર ધર્મેશ વ્યાસે એકાદ પુસ્તકનો રીવ્યૂ (અને એ પણ વિડીઓમાં) આપવાનું કહ્યું, આળસ અને આ અગાઉ ક્યારેય આવી રીતે (એકલા પણ) જાહેરમાં બોલવાનો મહાવરો ન હોવાથી ટાળતો હતો પરંતુ ધમભા એ સંનિષ્ઠ પ્રયાસો કરીને આખરે કામ કઢાવ્યું, આખરે મેં ‘વિડીયો_રીવ્યૂ’ આપી દીધો પણ એની સાઈઝ 300+mb હતી.. ધમભાને કહ્યું હતું કે કમ્પ્રેસ કરીને પછી મૂકજો…. મને કાલે યાદ આવ્યું કે  ‘પુસ્તક-એ-ખાસ’માં ધમભા મુકવાના છે એ જો  આવતીકાલે સાવરકરજીની જન્મજયંતિ પર  મુકીએ તો વધુ યોગ્ય ગણાય અને એમની સાથે વાત થઇ તો તેઓએ એક દિવસ એડવાન્સમાં જ મૂકી દીધો અને એટલે હું પણ આજે જ આ બ્લોગ પોસ્ટ લખવા બેસી ગયો!

યુ ટ્યુબની લીંક  – https://www.youtube.com/watch?v=_CdgcVLKvKU

તેમજ ઘેર બેઠા એ પુસ્તક ‘સિંહપુરુષ’ મંગાવવા માટેની લીંક  –

http://www.dhoomkharidi.com/sinhpurush-veer-savarkar-ni-jindagi-par-aadharit-navalkatha

કોઈએ યુ ટ્યુબપર ન જવું હોય તો એ રીવ્યુની (ધમભા આપે પછી) WA ક્લિપ પણ મળી શકશે, જેના માટે મને +91 98252 25888 પર મેસેજ કરી શકો છો.

-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

હવે જે વાત વિડીયોમાં કહી એ અને એના ઉપરાંત પણ થોડી ઘણી બીજી વાતો જે ત્રુટક ત્રુટક લખાઈ છે અને  બધું  સરખી રીતે સંપાદન-સંકલન થાય એવું લાગતું નથી એટલે કદાચ ખાસ જામે નહિ એવું બની શકે –

ઘણા સમય પહેલા વીર સાવરકર  લિખિત ‘૧૮૫૭ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ’ વાંચી હતી, ત્યારબાદ એક  (એફ્બી) ફ્રેન્ડ એ વીર સાવરકરની (ગોપાળરાવ ભાગવત દ્વારા અનુવાદિત)  ‘મારી જન્મટીપ’ વિશે પોસ્ટ મૂકી અને એમાં એમનું કહેવું હતું: “આથી કરૂણ પુસ્તક મેં હજુ સુધી વાંચ્યું નથી !” એટલે એકાદ વરસ પહેલા એમણે  પોતે લખેલી આત્મકથા ‘મારી જનમટીપ’ વાંચી, જેનાથી રૂંવાડા ઊભા થઇ જાય એવી એવી એમના પર વિપત્તિ પડેલ એ વાંચ્યું…. અને વાંચન દરમ્યાન હ્રદય દ્રવી ઉઠ્યું, સાથે સાથે ગ્લાની અને અપરાધભાવ થઇ ગયો કે સ્વાતંત્ર્ય ખાતર આવા આવા સંઘર્ષ વિશે આટલા વરસો બાદ હું વાંચું છું? !

અને ત્યારબાદ તરત વાંચી આ બૂક = ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’.

‘મારી જનમટીપ’માં તો સાવરકરજી એ એમના જીવન દરમ્યાનની વાત કરી છે પરંતુ આ ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’ માં તો એમના અવસાન બાદ પણ કેવા કેવા રાજકારણ રમાય છે એના પર લખ્યું છે અને એ રાજકારણ પરથી તો ડૉ. શરદ ઠાકરને આ ‘સિંહપુરુષ’ લખવાની પ્રેરણા મળી એના કરતા લખવાની ફરજ પડી એમ કહી શકાય.

‘મારી જન્મટીપ’માં દાયકાઓ પહેલાની ભાષા અને ઉપરથી અનુવાદ હોવાથી ‘સિંહપુરુષ’ વાંચવા માટે મન દ્રઢ થયું. અને જ્યારે ‘સિંહપુરુષ’ની પ્રસ્તાવના વાંચી ત્યારે થયું કે કોઈપણ લેખકના કોઈપણ પુસ્તક વાંચ્યા પહેલા જ અભિપ્રાય બાંધી લેવો એ ન તો માત્ર મુર્ખામી છે બલ્કે એમનો દ્રોહ પણ ગણાય!

હવે જયારે ‘સિંહપુરુષ’ વંચાય ગઈ ત્યારે એવા તારણ પર પહોંચ્યો છું કે દરેક દરેક ભારતીય, આમ તો (ગુજરાતીમાં હોવાથી) ગુજરાતીઓએ આ ‘સિંહપુરુષ’નું વાંચન ફરજીયાત કરવું જોઈએ જેથી જેઓના મનમાં અન્ય લોકોએ સાવરકરજી અંગે ખોટી ધારણા બંધાવી છે એનો છેદ ઉડી જાય અને ખ્યાલ આવે કે આ માણસ કેટલો બહુમુખી પ્રતિભાશાળી હતો!

ફેસબુક હોય કે રૂબરૂમાં મને જ્યાં પણ આ પુસ્તક વિશે વાત કરવાની થઇ છે, હું એક વાત ખાસ કહું કે આ વાંચ્યા પછી કમ સે કમ થોડા દિવસો માટે તો માનસિક અસ્વસ્થતા આવી શકે એવી તૈયારી રાખજો. કેમ કે સાવરકરજીને તો ૧૯૪૭ પછી એટલે કે સ્વતંત્રતા બાદ પણ જાણે કાળાપાણીની સજા સમાપ્ત ન થઇ. અને તેઓને સતત  અવગણવામાં આવ્યા અને છેલ્લે છેલ્લે તો ગાંધીજીની હત્યા કેસમાં પણ ‘ફિટ’ કરી દેવાનો પૂરો કારસો રચવામાં આવ્યો, જેમાંથી તેઓ આ કેસ સાથે સંકળાયેલ નથી એ સાબિત તો થઇ ગયું પણ સ્વાભાવિકપણે ત્યારબાદ ઘણા જ વ્યથિત અને વિક્ષિપ્ત થઇ ગયા હશે ! મને લાગે છે કે તેઓએ ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં જંપલાવ્યું અને કમનસીબે પકડાય ગયા  ત્યારે કે કાળકોટડીમાં એમના પર જે દમન ગુજારવામાં આવ્યું ત્યારે કે પછી પોતાના ભાઈઓ એ જ જગ્યાએ એટલે કે આંદામાનમાં છે એ ખબર પડી અને મિલન-મુલાકાત ન થઇ ત્યાં સુધી કે પછી એમના લાડકવાયાને ભગવાને છીનવી લીધો ત્યારે જે દુઃખ, જે દર્દ થયું હશે એનાથી વધુ ત્યારે થયું હશે કે એમની નિયત પર એમની દેશભક્તિ પર આવો કુઠારાઘાત?

આંદામાનમાં કાળાપાણીની તન-મન તોડી નાંખનાર સજા દરમ્યાન આત્મહત્યાના પણ વિચાર આવેલ પરંતુ તેઓ પર કુદરત અને આપણા તરફથી કહેર વરતાવવાનો હજી બાકી હશે કે આત્મહત્યાના વિચારને અમલમાં મૂકી શક્યા નહિ પણ ત્યાં ય શાંતિથી બેઠા ન રહ્યા કે ન તો રેંટીયો કાંતતા રહ્યાં. પણ     હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાની ધર્માંતર પ્રવૃત્તિ અટકાવી, સાહિત્ય તો રચ્યું પણ એને ઉતારવા માટે જેલમાં કોઈ સાધન ન મળતા તેઓ જેલની દીવાલો પર ખીલ્લીથી લખતા અને કંઠસ્થ કરતા રહ્યાં, સાથોસાથ અન્ય લોકોને અક્ષરજ્ઞાન આપતા આપતા લોકોને જેલમાં વાંચતા કર્યા, પુસ્તકાલય ઊભું કર્યું. તેઓ જેલમાં રહ્યાં પણ અન્ય લોકોને છોડાવવા એમનો ‘કેસ લડ્યા’, એ ધારત તો શરણાગતિ સ્વીકારીને આઝાદ થઇ શક્યા હોત, કરોડો જ નહી કદાચ અબજો રૂપિયા પણ કમાઈ શક્યા હોત, આમ પણ ‘સિંહપુરુષ’ અમથા થોડા કહેવાયા છે? એમની દુરંદેશી પણ ગજબની હતી, તેઓએ ભારતના ભાગલા અને કાશ્મીરની વિશે જે ભવિષ્ય ભાખ્યું એ કમનસીબે ગાંધી-નેહરુની ટૂંકી દ્રષ્ટી તેમજ નબળા મનને લીધે સાચું પડ્યું.

એમ તો હજી આજે પણ એવી ભ્રમણા ફેલાવવામાં આવે છે કે તેઓએ જેલમાંથી છૂટવા બ્રિટીશ સરકારને ઘૂંટણીયે પડેને અરજી કરી !! પણ એ હકીકતમાં કેટલું અને કેવું સત્ય છે એ જાણવા આ વાંચવું જોઈએ એવો મારો મત તેમ જ આગ્રહ છે.

તેઓ એવા વ્યક્તિ ન હતા કે  સોચ્યા-સમજ્યા વગરની મારી નાંખું ફાડી નાંખું વાળી વાતો કરે, તેઓ એવા પણ ન હતા કે મુસ્લિમોનો વિરોધ જ કરતા કે એમના પર દ્વેષ જ રાખતા, તેઓ ધાર્મિક પણ ન હતા તેઓ સાચા રેશનલીસ્ટ હતા, તેઓ જિન્હાની જેમ ગાંધીના તેજોદ્વેષી ન હતા, તેઓ ખાલી બીજાને જ ઉક્સવતા એવું ન હતું પણ તેઓના આખા પરિવાર જેમાં એમના પત્ની, બાળક, ભાભી બધા એ જીવનપર્યંત કષ્ટ અને ઉપેક્ષા સહન કર્યા છે,

મને ખબર નથી પણ લાગે છે કે બહું ઓછા અથવા તો આ  કદાચ એક માત્ર પરિવાર એવો હોય શકે કે જેના ત્રણ ત્રણ ભાઈઓ એક સાથે જેલમાં હોય, ઉપરાંત આંદામાનની કાળાપાણીની સાથે સાથે સજા કાપતા હોવાછતાં એકબીજાની હાજરી સુધ્ધાંની જાણ ન હોય!  તેઓ કવિતા રચતા, લેખ લખતા, પ્રવચન આપી શકે અને સમય આવ્યે કુશ્તી પણ લડી શકતા સાથે સાથે કાયદાનું જ્ઞાન સારી રીતે જાણી અને પચાવી શકનાર હતા, તો ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં કુદી પણ શકયા.

ખાસ ગેરસમજ તો એમના છૂટવાની વિશેની છે તથા ગાંધી વિરોધી તેમજ ગાંધી હત્યામાં સામેલગીરીની અને કટ્ટરહિંદુ વાદી તરીકેની છે જે દૂર કરવા પણ  લોકોએ આ પુસ્તક વાંચવું જરૂરી બની જાય છે.

‘મહામાનવ : સરદાર’ અને  ‘વીર સાવરકર’ જેવા પુસ્તકો વાંચ્યા બાદ અસમંજસમાં છું કે એ દેશ પર ગર્વ કરું જ્યાં કૃષ્ણ, વિવેકાનંદ, શંકરાચાર્ય, કબીર, ચાણક્ય જેવા આધ્યાત્મિક અને સરદાર, સાવરકર, ભગતસિંહ, મદનલાલ ઢીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, સુભાષબાબુ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, ચાફેકર બંધુઓ, તાત્યાટોપે, મેડમ કામા અને કેટલાય અનગિનત યોદ્ધાઓ  જન્મ્યા એના પર ગર્વ કરું?

કે પછી

(મારા સહીત) આપણા જેવા દંભી, કાયર અને કદરકૂટ્યા પ્રજાજનો તેમજ નેતાગીરી પર અફસોસ અને ગ્લાની અનુભવું?

વંદેમાતરમ …. જય હિન્દ…. ભારત માતાની  જય

~ અમૃત અશ્રુ બિંદુ ~

થોડા વરસો  પહેલા અશ્વિની ભટ્ટ દ્વારા freedom at midnightનો અનુવાદ પામેલ ‘અર્ધી રાતે આઝાદી’માં વાંચેલું

   “ઘણા ઓછા અનુયાયીઓને ખબર હશે કે વીર સાવરકર સજાતીય સંબંધમાં દિલચસ્પી રાખતા.”

^
આ વાંચ્યું હતું  ત્યારે વીર સાવરકર વિશે વાંચ્યું ન હતું  પણ સવાલ તો થયો કે અંગ્રેજો દ્વારા લખાયેલ (સાચા-ખોટા) ઈતિહાસ અને ફ્રીડમ ફાઈટરનાં ચરિત્રને આવનાર પ્રજા સમક્ષ મૂકવું એ ચરિતર પણ ઓળખવું જોઈએ.

4 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય, Nation, politics, Reading

રાષ્ટ્રવિરોધી વૃતિ_પ્રવૃત્તિઓ પરના વિવિધ લેખકોના લેખો – ૨


ગઈકાલે કાના બાંટવાનો લેખ મૂક્યો હતો, આજે ચેતન ભગતનો લેખ કે જે પણ દી.ભા.માં (૧૮ ફેબ્રુઆરીના) છપાયેલ, આ લેખમાં એમને DMH સૂત્રની વાત કરી એ મને તો ઘણી અપીલ કરી ગઈ… આ રહ્યો એ લેખ =

બધું શું ચાલી રહ્યું છે? પહેલા ભાજપ વિરુદ્ધ દરેક હતા, પછી લડાઈ સહિષ્ણુતા વિરુદ્ધ અસહિષ્ણુતાની બની ગઈ અને હવે તે રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ રાષ્ટ્રવિરોધીઓ થઈ ગઈ છે.
જેએનયુમાં કેટલાક જવાનીયાઓએ નારેબાજી-દેખાવો કર્યા હતા. કોઈ નવી વાત નથી કારણ કે જેએનયુમાં આમેય ક્લાસરૂમમાં લેક્ચર કરતા કેમ્પસમાં દેખાવો વધારે થતા હોય છે. જો કે લેખ જેએનયુ વિશેનો કોઈ ચુકાદો નથી. લેખનો હેતુ જાણવાનો પ્રયાસ છે કે અચાનક કેમ ચોતરફ ભારતીવિરોધી કે દેશવિરોધીના લેબલો ચોંટાડવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે? એવોર્ડ વાપસીથી જેએનયુના દેખાવો સુધીના વિવાદોમાં કેટલાક લોકો હંમેશા ‘પાકિસ્તાન જતા રહો’ના મહેણા માર્યા કરે છે. આવું કેમ બની રહ્યું છે? મહેરબાની કરીને નોંધી લો કે લેખમાં કોઈની તરફેણ કરવામાં આવી નથી કારણ કે જ્યારે બન્ને પક્ષ મૂર્ખામીભર્યું વર્તન કરી રહ્યો હોય ત્યારે એકબાજુ રહીને જોયા કરવું વધારે બહેતર છે.
તો ખરેખર શું ચાલી રહ્યું છે? ભારતીય રાજકારણને આપણે એક સમીકરણ દ્વારા સમજાવી શકીએ એમ છીએ- D+M>H
સમીકરણ જરા વિચિત્ર લાગશે. સમીકરણમાં ‘ડી’ એટલે દલિત અથવા (એસસી-એસટી અને ઓબીસી સહિત) દરેક પછાત વર્ગના મતદારો. જ્યારે ‘એમ’ એટલે મુસ્લિમ વોટ. તમે એને લઘુમતિ (માઇનોરિટી) વોટ પણ કહી શકો છો. જ્યારે ‘એચ’ એટલે ઉચ્ચ વર્ગના હિંદુ વોટ. સમીકરણની સમજૂતી છે કે દલિત વોટ વત્તા મુસ્લિમ વોટની સંખ્યા હંમેશા ઉચ્ચવર્ગના હિંદુ વોટ કરતા વધારે રહેવાની છે. આશરે કહીએ તો ‘ડી’નું પ્રમાણ 40 ટકા છે, ‘એમ’ નું પ્રમાણ 20 ટકા છે અને ‘એચ’નું પ્રમાણ 40 ટકા જેટલું છે. સ્વાભાવિકપણે સમીકરણ સ્થિતિનો ચિતાર આપવા માટે છે. તેના દ્વારા ભારતીય રાજકારણના વર્તમાન પ્રવાહને સમજી શકાય છે.
ઉપરોક્ત સમીકરણનોનો અર્થ છે કે સામાન્ય સંજોગોમાં ભાજપ ક્યારેય સત્તા પર આવી શકે નહીં. આઝાદીના આશરે સિત્તેર વર્ષ પછી ભાજપ (અથવા જમણેરી પાર્ટીઓ) માત્ર સાત વર્ષ કરતા પણ ઓછા સમય માટે સત્તામાં રહી છે તે શું આશ્ચર્યની વાત નથી? ભાજપે જો સત્તામાં આવવું હોય તો ત્રણમાંથી એક સ્થિતિ જરૂરી છે- 1. એક કરતા વધારે પક્ષો ‘ડી’ અને ‘એમ’ મતોમાં ભાગલા પડાવે. 2. જે-તે ચૂંટણીમાં ‘ડી’ અને ‘એમ’ એકમેકથી અલગ પડી જાય. 3. ભાજપ કોઈ એવા કરિશ્માઈ નેતાને મેદાનમાં ઉતારે જે ‘એચ’ના વોટ મેળવવાની સાથે ‘ડી’ અને ‘એમ’ મતદારોનો કેટલોક હિસ્સો પણ આંચકી લે. 2014ની લોકસભાની ચૂંટણીમાં બધા પરિબળો એકસાથે ઉભરી આવ્યા જેના લીધે મોદીએ અભૂતપૂર્વ જીત મેળવી. જ્યારે બિહારમાં હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપવિરોધી પાર્ટીઓએ ‘ડી’ અને ‘એમ’ મતોમાં ભાગલા પડે નહીં તેની પૂરતી કાળજી રાખી હતી તેથી તેમનો વિજય થયો. 2015ની દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ માત્ર ‘ડી’ અને ‘એમ’ના મત નહીં પણ ‘એચ’ મતોનો પણ મોટો હિસ્સો પડાવી લીધો હતો.
સવાલ છે કે ‘ડી’ અને ‘એમ’ મતોને હંમેશા ‘એચ’ વિરોધી કેમ માનવામાં આવે છે? તેનું કારણ છે કે ‘ડી’ અને ‘એમ’ કાયમ ‘એચ’ના શોષણોનો ભોગ બન્યા હોવાનું અનુભવે છે. તેમના મતે ‘એચ’એ તેમને તકોથી વંચિત રાખ્યા છે. ‘ડી’+’એમ’નું પ્રમાણ અતિશય વિશાળ હોવાથી રાજકીય પક્ષો હંમેશા તેમને રીઝવવાના પ્રયાસો કરતા રહે છે. એટલું નહીં તેઓ ‘એચ’ તેમના શોષણની થિયરીને પણ સતત જીવતી રાખવાનો પ્રયાસ કરતા રહે છે. ‘ડી’ અને ‘એમ’ વર્ગનું ઉત્થાન ત્યારે થશે જ્યારે તેઓ જાતે શિક્ષણ પર ભાર મૂકશે અને પોતાને આધુનિક બનાવવાના પ્રયાસો કરશે. કૉંગ્રેસને હંમેશા ‘ડી’ અને ‘એમ’ એમ બન્નેના મત મળતા આવ્યા છે. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ, આરજેડી અને જેડીયુ પણ એવી રાજકીય પાર્ટીઓ છે જે તેમના વોટ માટે ઉત્સુક હોય છે. છેલ્લે આમ આદમી પાર્ટી પણ તેમના વોટનું મહત્ત્વ સારી રીતે જાણે છે તેથી તે મોદી પર હુમલ કરવાની એક પણ તક ચૂકતી નથી
દરમ્યાન ‘એચ’ મતદારો સ્થિતિને અલગ રીતે જુએ છે. વર્ગ પોતાને પીડિત અનુભવતો નથી. તેથી તેમના પક્ષે વેર વાળવા જેવી કોઈ વૃત્તિ નથી. હકીકતમાં ‘એચ’ શ્રેષ્ઠ ભારતનું સપનું પણ જોઈ શકે છે. તે એવા રાષ્ટ્રની અપેક્ષા રાખી શકે છે જે સંપન્ન હોય, સ્વતંત્ર હોય અને જગતમાં જેનું સન્માન હોય. ‘એચ’ને ‘ડી’ અને ‘એમ’ સતાવવા માગે છે એટલે જ્યારે પણ ‘એચ’ની અપેક્ષાઓ પડી ભાંગે છે ત્યારે તેઓ એનો આનંદ માણે છે અને અહીં દેશવિરોધીનો મુદ્દો જન્મે છે. તેઓ વિચારે છે કે અનામત-તૃષ્ટીકરણની નીતિ છતાં પણ ‘ડી’ અને ‘એમ’ કેમ આગળ આવીને અમારી અપેક્ષાઓમાં સહભાગી થતા નથી? જ્યારે ‘ડી’ અને ‘એમ’ વિચારે છે કે જ્યારે અમે પીડિત છીએ ત્યારે ‘એચ’ કેવી રીતે મોટું સપનું જોવાની હિંમત કરી શકે છે? ભારતનું પ્રથમ દાયિત્ય અમારા પ્રત્યે છે. ‘એચ’ પોતાની અપેક્ષાઓને અમારા પર થોપવાની હિંમત કેવી રીતે કરી શકે?
મૂળભૂત સંઘર્ષ આપણા રોજબરોજના રાજકારણ, સમાચારો અને ચર્ચાઓને દોરવતો રહે છે. દુ:ખની વાત છે કે તેના કારણે અસલી દેશવિરોધીઓને આપણી વચ્ચે ઘૂસવાની અને ભાગલા પડાવવાની તક મળી જાય છે. જો કે ડી+એમ વોટ મેળવવા માગતી રાજકીય પાર્ટીઓ ‘એમ’ વોટ તૂટવાના ભયે તેની પૂરતી ટીકા નથી કરતી. રીતે કોરાણે હડસેલાઈ ગયેલું કોઈ હિંદુ સંગઠન ચોંકાવનારું હિંદુત્વવાદી નિવેદન આપી દે છે ત્યારે ભાજપ પણ ‘એચ’ વોટ નારાજ થવાના ભયથી તેની પૂરતી ટીકા કરવાનું ટાળે છે. ડી, એમ અને એચના સતત સંઘર્ષનો ભોગ બને છે ભારત. ખરેખર તો ડી+એમ+એચ સૌથી શ્રેષ્ઠ સમીકરણ હોઈ શકે છે. અને તે પરસ્પર વેર લેવાના બદલે વાસ્તવિક મુદ્દાઓના આધારે નિર્ણય લઈ શકે છે કે કોને વોટ આપવો જોઈએ. રાજકીય નેતાઓ તેમાં ભાગલા પાડવા ઈચ્છે છે. તેઓ વાસ્તવિક કામો પર ધ્યાન કેન્દ્રીત કરવાના બદલે માત્ર સંઘર્ષને પ્રોત્સાહન આપીને પ્રાસંગિકતા જાળવી રાખવામાં રસ છે. એવું લાગે છે કે આપણે નાગરિકો તેમાંથી બહાર આવી શકીશું નહીં. આપણે સૌ એકસાથે આવી શકીએ નહીં તો શું તેનો અર્થ થયો કહેવાય કે આપણે બધા દેશવિરોધી છીએ?
‘ડી’ને ‘એચ’ની સાથે એક થવું જોઈએ તથા ભાગલા પાડતી અનામત નીતિના બદલે કોઈ વધારે સારી યોજના લાવવી જોઈએ. ‘એમ’ સમજી લેવું જોઈએ કે દેશ પ્રથમ છે અને ધર્મ પછી આવે છે. ‘એચ’ સમજી લેવું જોઈએ કે પોતાની સંસ્કૃતિ કે દૃષ્ટિકોણ બીજા પર થોપી શકાય નહીં કારણ કે દરેક તેમની જેમ વિચારતા નથી. દરેક પરસ્પર હાથ મિલાવવા પડશે અને બધાની વાત સાંભળીને મતભેદ દૂર કરવા પડશે. દેશને ‘ડી’, ‘એમ’ કે ‘એચ’ની નહીં પણ માત્ર ‘આઇ’ની જરૂર છે, જે ઇન્ડિયા એટલે કે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. જો આપણે સાચા રાષ્ટ્રવાદી હોઈશું તો આવું થયા વિના રહેશે નહીં.

~ અમૃતબિંદુ ~

बुद्धिजीवि आज कह रहे है कुछ छात्रों की वजह से जेएनयु को देशद्रोह का अड्डा नही कह सकते, वही एक अखलाख के मरने पर पुरे देश को असहिष्णु कहते थे !।

^
fwd msg

2 ટિપ્પણીઓ

Filed under સમાજ, media, Nation, politics, Reading, social networking sites

રાષ્ટ્રવિરોધી વૃતિ_પ્રવૃત્તિઓ પરના વિવિધ લેખકોના લેખોના અંશો – ૧


હમણાં હમણાં જે રીતે દેશમાં ચાલી રહ્યું છે અને છાપા/ટીવીમાં અનુક્રમે છપાય/દેખાડાય રહ્યું છે અને સ્વાભાવિક રીતે જ એના પડઘા સોશ્યલ મીડિયામાં પડે છે એ પ્રત્યે સ્થિતપ્રજ્ઞ કે શાહમૃગવૃતિ કરવી લગભગ કોઈના હાથના વાત નથી રહી. ત્યારે સૌને અલગ અલગ વિચાર આવતા હોય છે જે સોશ્યલ મીડિયા પર ઠાલવતા રહીએ અને એકબીજાની (fb)પોસ્ટને લાઈક-કોમેન્ટ વગેરે દ્વારા સમર્થન કે વિરોધ કરતા હોઈએ અથવા તો એમ પણ થાય કે (જાણે !) આખી દુનિયા હો હા ને ગોકીરો કરે છે એમાં હું ય ક્યાં પીપુડી વગાડું? અને આમ પણ આપણા જેવા સામાન્ય લોકો કે જેઓનો આ પ્રોફેશન કે સ્કીલ નથી તેઓ વ્યવસ્થિતપણે રજુ ન કરી શકે એના કરતા આપણે જેના સમર્થન હોય એનો પ્રચાર/પ્રસાર કરીને જો કોઈ એનાથી અજાણ રહી ગયા હોય તો તેઓ સુધી વાત/વિચાર પહોંચી શકે એવું તો કરી શકીએ! એ વિચારથી આ રીતે  શે’ર કરવાનો વિચાર આવ્યો.

આપણે પેલા કહેવાતા બુધ્ધીશાળીની જેમ છાશ લેવા જવું અને દોણી સંતાડીને પોલીથીલીનમાં છાશ લઇ આવવું નહિ પોષાય.. એ લોકો તો પોતાનો (કુ)વિચાર રાખે અને પાછા એવો દંભ કરે કે આવા લોકો સાથે માથાકૂટ ન કરાય… અરે દંભીઓ.. જો તમે એવા ડાહીમાના દીકરાઓ/દીકરીઓ હો તો ચુપ રહો અને ચુપ રહેવા દો..પણ ના! તમારે તો બોલવું  છે..અમારા મોઢામાં આંગળા નાંખવા છે અને પછી કહેવું છે જુવો આ રાષ્ટ્રવાદી લોકો ને વગેરે વગેરે વગેરે ….

એની વે , આ તો પ્રસ્તાવના જ થઇ હવે જે  લેખના અમુક (મોટાભાગના) અંશો મૂકું છું તે ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ દિ.ભા.ની કળશ પૂર્તિમાં ‘વિહાર’ કૉલમમાં કાના બાંટવા એ લખેલ છે… અને પછી અન્ય લેખકોના લગભગ ત્રણેક લેખો છે જે મુકવાનો વિચાર છે એ દરમિયાન જો વધુ ધ્યાનમાં આવશે તો એના અંશો પણ શે’ર કરવાનો વિચાર છે.

ભારત કી બરબાદી તક જંગ રહેગી, જંગ રહેગી. આવાં સૂત્રો અત્યાર સુધી કાશ્મીરમાં સંભળાતાં હતાં, હવે દિલ્હીમાં સંભળાયાં. આવું ભારતમાં બની શકે, કારણ કે ભારત સહિષ્ણુ છે. ભારત સહન કરે છે. સૂત્રો પોકારનારાઓ જો પાકિસ્તાન જઈને પાકિસ્તાનની બરબાદીના નારા લગાવે તો ફાંસીએ લટકાવી દેવામાં આવે. ચીરીને મરચું ભરી દેવામાં આવે. ભારતની સજ્જનતાનો લાભ ઉઠાવી રહ્યા છે, દેશદ્રોહીઓ. ભારતની ભૂમિ ઉપર, ભારતનું અન્ન ખાઈને જીવતા પરોપજીવીઓની નિષ્ઠા ભારત તરફી નથી. ભારતનો કોઈ સંનિષ્ઠ નાગરિક દેશની વિરુદ્ધ નારા લગાવી શકે. નારા લગાવનારાઓ પાકિસ્તાનના પિઠ્ઠુઓ છે. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં આતંકવાદી અફઝલ ગુરુની શહીદીને સેલિબ્રેટ કરવામાં આવે. સંસદ પર હુમલો કરનાર ભારતના દુશ્મન અફઝલ ગુરુને શહીદ કહેવામાં આવે અને તેમની સામે પોલીસ કાર્યવાહી કરે તો અન્યાયની રડારોળ કરી મૂકે.
કોણ છે દેશદ્રોહીઓ? પાકિસ્તાનથી ઘૂસેલા આતંકવાદીઓ નથી. પાકિસ્તાનના પૈસે કાશ્મીરમાં ભારત વિરુદ્ધ માહોલ ઊભો કરનારા નથી. લોકો તો ડાબેરીઓ છે. પ્રશ્ન થાય કે ડાબેરીઓને અને પાકિસ્તાનને શું સંબંધ? શું ચીન અને પાકિસ્તાનની દોસ્તીનું પરિણામ છે? શું ડાબેરી વિચારધારા ધરાવતાં તત્ત્વોને ચીન પોતાના હાથમાં રમાડી રહ્યું છે? શું માઓવાદીઓ-નકસલવાદીઓ અને પાકિસ્તાન વચ્ચે સમજુતી છે? આમ પણ ભારતના ડાબેરીઓ ઉપર ચીનની તરફેણ કરવાના આક્ષેપ થતાં રહ્યા છે. 1962ના ભારત-ચીન યુદ્ધ વખતે ડાબેરીઓ ચીન તરફી હતા એવા પણ આરોપ લગાવાય છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ઘટનામાં ડાબેરી વિદ્યાર્થી સંગઠન આરોપી છે.
ડાબેરીઓનો એકમાત્ર ગઢ કહો તો ગઢ અને આશ્રયસ્થાન કહો તો આશ્રયસ્થાન બચ્યું છે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી. ત્યાંના ડાબેરી વિદ્યાર્થી સંગઠને છાત્ર સંઘની ચૂંટણીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીને હરાવી દીધી હતી. ડાબેરીઓનો અડ્ડો છે. ભારતમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે એટલે ડાબેરી વિચારધારા સામે કોઈને વાંધો હોય. કોઈ સામ્યવાદી વિચારધારા ધરાવતું હોય તો તેને આવકાર છે, કોઈ જમણેરી વિચારધારા ધરાવતું હોય તો તેને આવકાર છે, પણ જો કોઈ વિભાજનવાદી વિચારધારા ધરાવતું હોય તો તેનું સ્થાન ભારતમાં નથી નથી. ભારતના ટુકડા કરવાની વાત કરનારાઓનું સ્થાન માત્ર જેલમાં અથવા પાકિસ્તાનમાં અથવા ચીનમાં અથવા તેમને ફાવતા કોઈ દેશમાં અથવા દરિયામાં હોવું જોઈએ. ભારતના ભાગલાની વાત કરનારને ભારતના નાગરિક રહેવાનો અધિકાર નથી. તેમનું નાગરિકત્વ છીનવી લેવું જોઈઅે.
થયું હતું એવું કે, કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં કલ્ચરલ પ્રોગ્રામના નામે એક ઇવેન્ટ યોજી જે અફઝલ ગુરુને શહીદ તરીકે સ્થાપિત કરવાનો કાર્યક્રમ બની રહી. યુનિવર્સિટીમાં પ્રોગ્રામ માટે જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં હતાં તેમાં લખવામાં આવ્યું હતું, ( એ લેખમાં છે અને બધાને ખબર છે, આમ પણ મને આવા દેશ વિરોધી નારાઓનું પુનરાવર્તન કરવું ગમતું નથી એટલે એ ઉતારતો નથી) જાણે ભારત સામે યુદ્ધે ચડ્યા હોય એવાં સૂત્રો હતાં. કાશ્મીરમાં આઝાદીના નામે કેટલાક ગેરમાર્ગે દોરાયેલા લોકો દાયકાઓથી ભારતની વિરુદ્ધ લડી રહ્યા છે. તેમનું પ્રિય સૂત્ર છે, (એ લખતો નથી) એનું જવાહરલાલ નેહરુ યુનિવર્સટીમાં સૂત્રને બદલીને પોકારવામાં આવ્યું, (એ લખતો નથી) આવાં સૂત્રો પોકારવાં માત્ર ગુનો નથી, દેશદ્રોહ છે. અગાઉ હૈદરાબાદ યુનિવર્સિટીમાં પણ અફઝલ ગુરુને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાહુલ વેમુલ્લા નામનો વિદ્યાર્થી સક્રિય હતો. રાહુલ વેમુલ્લાએ આપઘાત કરી લીધો એટલે મુદ્દો અલગ પાટે ચડી ગયો હતો. જેએનયુમાં ભારત માતાનું અપમાન કરનાર, દેશને બરબાદ કરવાની વાતો કરનારને બચાવવા માટે ડાબેરી નેતાઓ હાલી નીકળ્યા. સીતારામ યેચુરીએ તો છાત્રો સામેના પોલીસ એક્શનને અઘોષિત કટોકટી ગણાય છે. અહીં સીતારામની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે? કોને બચાવી રહ્યા છો? તમે કોની તરફેણ કરી રહ્યા છો? દેશદ્રોહ દેશદ્રોહ છે, ડાબેરીઓ કરે કે કાશ્મીરીઓ કરે કે કોઈ પણ કરે.
કમનસીબી છે કે મુદ્દો ડાબેરીઓ વિરુદ્ધ ભાજપનો બની ગયો. ભાજપ અને એબીવીપી ડાબેરીઓ પર તૂટી પડ્યા અને જેએનયુને બંધ કરી દેવાની માગણી કરવા માંડ્યા. મુદ્દાને રાજકીય બનાવવો યોગ્ય નથી. રાજકારણ બહુ સસ્તી ચીજ છે અને દેશપ્રેમ બહુ મોંઘી જણસ છ. દેશની વિરુદ્ધ નારા લગાવનાર કોઈ પણ પક્ષનો હોય, એને સાંખી લેવાય નહીં. કોંગ્રેસ પણ ભાજપનો વિરોધ કરવા માટે વચ્ચે કુદી પડી. જે કોંગ્રેસે અફઝલ ગુરુને ફાંસી આપી હતી તેણે કર્યું કરાવ્યું ધૂળમાં મેળવી દીધું. ભારતમાં કોઈ પણ મહત્ત્વના મુદ્દાને પતાવી દેવો હોય તો તેને રાજકીય રૂપ આપી દેવું. મુદ્દો પતી જશે. હકીકતમાં તો ડાબેરીઓ અને કોંગ્રેસ બંનેએ દેશવિરોધી સૂત્રોચ્ચારનો વિરોધ કરવો જોઈએ. ભાજપ કાશ્મીરમાં પીડીપીની સાથે સરકાર રચે એના કારણે આવી ઘટનાઓ વધી છે એવા આક્ષેપો કરવાથી ડાબેરીઓ કે કોંગ્રેસ કોઈનું ભલું થવાનું નથી. જેએનયુની ઘટનાના બે દિવસમાં દિલ્હીની પ્રેસ ક્લબમાં અફઝલ ગુરુને અંજલિ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો. સંસદ ઉપર હુમલો કરવાના કાવતરામાં નિર્દોષ છૂટેલા ગિલીનીએ કાર્યક્રમ યોજ્યો હતો અને એની સામે દેશદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો. દેશમાં જ્યારે આતંકવાદીને શહીદ ગણાવવાની હોડ લાગે અને તેમાં આતંકવાદી સિવાયના લોકો, વિદ્યાર્થીઓ જોડાય ત્યારે શંકા જાય કે કાવતરું બહુ મોટું છે.

~ અમૃત બિંદુ ~

“માને ડાકણ ન કહેવાય”

^

આજે બપોરે ટીવીમાં રાઠવા સાહેબે રાષ્ટ્રવિરોધી નારાઓ સબબ દેશી ભાષામાં આ મસ્ત ચાબખો માર્યો, જે ગમ્યો!

(આ રાઠવા સાહેબ કોઈ યુનિવર્સીટીના કોઈ અધિકારી છે પણ અત્યારે યુનિવર્સીટીનું કે એમનું આખું નામ કે હોદ્દો યાદ નથી)

2 ટિપ્પણીઓ

Filed under સમાજ, media, Nation, politics, Reading, social networking sites

‘તિમિરપંથી’ , લેખક – ધ્રુવ ભટ્ટ


ધ્રુવ ભટ્ટનાં લખાણ (જી હા લખાણ) વિશે પાંચેક વરસ પહેલા આ જ જગ્યાએ લખેલું –

આપણે ચીલાચાલું વાંચવાના આદી હોવાથી કે પછી એમની અલાયદી અને અલૌકિક દુનિયામાં પ્રવેશવામા આપણને તૈયાર કરતા હોય , ગમે તે પણ એમના પુસ્તકોમાં પહેલા પ્રકરણમાં જામશે નહી પણ પછી  તો એમની સર્જનતાની દુનિયામાં આવ્યા પછી તો  આપણા ને  એવા એવા સાચા મોતી દેખાડે અને એ પણ નિર્લેપ ભાવે કે આપને ત્યારે થાય કે અત્યાર સુધી આપણે ખોટા મોતીને સાચા માનીને ચણતા રહ્યાં!

ખાસ યાદ નથી પણ કદાચ ધ્રુવભાઈના પુસ્તકો વાંચવામાં શરૂઆત કરી ‘અગ્નિકન્યા’થી, ગમી.  થોડીક અલગ લાગી. પણ ત્યારબાદ  ‘તત્વમસી’, ‘અતરાપી’, ‘કર્ણલોક’ , ‘સમુદ્રાન્તિકે’  વગેરેનાં સંપર્કમાં આવ્યા બાદ તો ‘ધ્રુવત્વ’થી અલિપ્ત રહી શકીએ  એવા તો  ‘જડ’ કે ‘મૂઢ’ નથી જ. એમાંય ખાસ ‘અતરાપી’થી તો છૂટી શકાય એમ જ નથી અને એમાં જે  નશો મળ્યો છે એવો હવે બીજા કોઈના પુસ્તકમાં તો શું એમના ખુદના પુસ્તકથી પણ નથી લઇ શકતા એવું હોવું જોઈએ એટલે તો ‘અકુપાર’, ‘લવલી પાન હાઉસ’, અને ‘તિમિરપંથી’નાં બધા વખાણ કરે છે, અને  સરસ છે એમાં પણ કોઈ સવાલ જ નથી પરંતુ કદાચ આ પુસ્તકોમાં હું ‘ધ્રુવત્વ’ શોધવામાં/પામવામાં નિષ્ફળ રહ્યો છું. અથવા તો આ પુસ્તકોમાં જે છે એ બીજને વાવવા માટે મારી માનસિક ભૂમિ હજુ તૈયાર નથી કે એમાંથી વૃક્ષ બને અને એના ફળ હું પ્રાપ્ત કરું! એટલે એ પુસ્તકો વિશે આ મારું અંતિમ આકલન ન ગણવું અને આશા છે કે વધુ વખત વાંચીને, સમજીને  કદાચ એ ભૂમિકાએ પહોંચું અને મારો અભિપ્રાય બદલી શકું.

એ અવસ્થા એ પહોંચું ત્યારની વાત ત્યારે અત્યારે તો ‘તિમિરપંથી’ માંથી થોડા અવતરણો મૂકીને સંતોષ માનું –

માણસો પોતાને નવું જ્ઞાન લાધ્યું છે તેની ઘોષણા કરતાં જરા પણ મોડું કરતા નથી રખે બીજું કોઈ એ જ જ્ઞાન પોતાના કરતાં વહેલું જાહેર કરી દે! (પાનાં નં – ૧૨)

અજાણ્યાએ કહેલું, ‘જાતે મહેનત કરીને નિપજાવનારને સહુથી ઓછું મળે છે. એને ન્યાય ગણો કે અન્યાય. આ જ રિવાજ છે, ક્યારથી, ક્યાંથી અને કઈ રીતે લાગુ કરાયો છે તે ખબર નથી; પણ દ્રઢ નિયમ તરીકે પ્રસ્થાપિત થઇ ગયો છે. અનેક ક્રાંતિઓ થઇ અને થશે. આ રિવાજ બદલાયો નથી. બદલાશે પણ નહીં.’ (પાનાં નં – ૨૪)

નાનું બાળક પણ જાણે છે કે હીબકાં રોકાય નહીં, ગળું સખત દુઃખે, શ્વાસ રૂંધાય, ન જાણે શું શું થતું હોય ત્યારે ‘અવાજ બંધ, બિલકુલ બંધ,’ સાંભળવું પડે તે બાળજગતની સહુથી આકરી સજા છે. (પાનાં નં – ૪૭)

ચોર્ય કળા ક્યાં અને કઈ રીતે  અજમાવવાનું  'જ્ઞાન', સમજ

ચોર્ય કળા ક્યાં અને કઈ રીતે અજમાવવાનું ‘જ્ઞાન’, સમજ

 

…..દુનિયાની દરેક સ્ત્રી દ્રઢતાપૂર્વક માને છે કે પતિમાં જેટલી આવડત કમાવાની હશે તેનાથી પા ભાગની પણ કમાયેલું સંઘરી રાખવાની નથી હોતી. એ લોકો કમાશે ખરા પણ સાચવી રાખતાં તેને આવડવાનું નથી.

કોઈ ચતુર સ્ત્રીને ખાનગીમાં પૂછો તો અનુભવસિદ્ધ વિગતો પણ મળશે, ‘જરા કહો તો ખરા કે જે માણસ આજ સુધી મને બરાબર પકડી રાખી શક્યો નથી તે ભલા, લક્ષ્મીને કેમ કરીને રાખી શકવાનો?’

સર્વ ભૂતોમાં ચંચળતમ કોણ? તેવા પ્રશ્નનો જવાબ કોઈ સ્ત્રી આપવાની નથી. હસીને ટાળી દેશે અથવા ઈંગિતો આપીને બોલશે. લાખ લાખ પહેરા ગોઠવીને કે છેક અંદરના ઓરડે પૂરીને પણ સ્ત્રીને સાચવી રાખી શકાઈ નથી. એ તો ઈતિહાસ છે.

એટલે સ્ત્રી કદીયે લક્ષ્મી પર ભરોસો નહીં કરે. એક તો એ પરમ સૌંદર્યમયી, ભુવનમોહિની, બીજું કે રાત્રીધરોની પ્રિય અને પાછી પોતાની જેમ જ, એ પણ સ્ત્રી. જરા તક મળતાં જ ચાલી નીકળશે. સહેજ જેટલી, પણ વાર નહીં કરે. એક ઘરમાં પૂરાઈ રહેવું કોઈનેy ક્યારેય ગમ્યું છે?

એટલે સ્ત્રી સદા સાવચેત રહેશે, તે જાણે છે કે પુરુષ કરશે તે બધા જાપતા અધૂરા હોવાના. સમજો કે એ મજબૂત અને ગૂપ્ત કળોવાળી તિજોરી કરાવશે; પણ મૂકશે ક્યાં?તો કહે આખું જગત, આંખો બંધ રાખીને જોઈ શકે એ રીતે, સામે, દીવાલ પાસે કે દીવાલમાં ચણાવીને.

^ (પાનાં નં – ૧૦૬_૧૦૭) ^

એક આધાર તો આખા જગતને છે તેમ ઈશ્વરનો. પણ ના. ઈશ્વરથી તો કોઈ ડરતું નથી. એક તો તે જાતે એકલો છે. એક જ. વળી એને મન તારું-મારું, કમાયેલું-લૂંટેલું, જડેલું-ખોવાયેલું, મળેલું કે પડાવી લીધેલું બધુંયે સમાન. કશુંયે જુદું નથી.

સ્ત્રી વિચારે છે કે ઈશ્વરનું તો કશું નક્કી નહીં. આજે મારા પર કૃપા કરીને મારા વરને કમાવા દીધું છે. કાલે બીજી કોઈ પર કૃપા કરીને તેના ધણીને ઉઠાવી જવા પણ દેશે. એટલે એની વાત જવા દો. એ કાયમ અંધારું રાખતો નથી અને સમયસર સૂર્યોદય કરાવી આપે  છે એટલું પૂરતું છે. (પાનાં નં – ૧૦૮)

જરાક વિચારો તો તરત ખબર પડશે કે કોઈ જીવ પોતાની પાસે હોય તે બીજાને એમ જ આપી દે એ બનવાનું નથી. બીજાએ કળાએ કરીને બીજાનું લેવું પડવાનું. જીવન-વ્યાપનની આ કળાને ચોરી ગણો એટલે સરવાળે તો જગત આખું લુન્ટાકોથી ભરેલું ગણાય. બીજા પાસેથી મળે એટલું બધા જ પડાવી લે છે. હા, બધાં જ.

આ સાદી વાત સમજવા, પોતાને સજ્જન માનતા જનોની બુદ્ધિ તૈયાર થવાની નથી. એ માટે તો   છાતી પર હાથ મૂકીને, જરા ધ્યાન દઈને અંદરનું સાંભળવું પડે. કોઈ એવી તૈયારીથી સાંભળી શકે તો તરત જવાબ આવશે, જરૂર આવશે. જો બીજા ચોર છે તો તમે પણ છો. જો તમે નથી તો બીજું કોઈ પણનથી જ નથી. (પાનાં નં – ૧૧૯)

છાપાંવાળાy જાણે છે કે છાપાંમાં છપાય તે બધું સાચું જ હોય તેવું બધા માને નહીં, પણ તેમના અંકગ-મનને સુખ આપવું તે ઓછાં પૂણ્યનું કામ નથી. અને છપાય તે સાચું માનનારું પણ કોઈ તો હશે જ.   (પાનાં નં – ૧૫૧)

નાત, જાત, ગામ, નગર, વાસ, સમાજ કે દેશ કે કોઈ પણ સમુદાયના, મોટાભાગના લોકો પોતાની જાતથી આગળનું કશું જોઈ કે વિચારી શકતાં નથી. કોઈક વીરલા જ પોતાને ઓળંગીને પેલે પારનું જોઈ શકે છે. (પાનાં નં – ૨૪૫)

~ અમૃતબિંદુ ~

ધ્રુવભટ્ટ અને એમના લખાણો વિશેની પોસ્ટની બ્લોગ પોસ્ટસ –

http://tinyurl.com/nrm82b4

 

2 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય, Reading

પેડલ પર પૃથ્વી પરકમ્મા (સાહસની સત્યકથા)


પુસ્તકનાં ૨૦ પ્રકરણમાંથી ૧૯માં પ્રકરણનાં વાંચન દરમ્યાન ખબર પડી કે આજે ૧૮ માર્ચ પણ આજથી ૮૭ વર્ષ પહેલાનાં એક દિવસ પહેલા એટલેકે તારીખ ૧૭ માર્ચ ૧૯૨૮નાં દિવસે મુંબઈના કુર્લા પહોંચ્યા હતા ત્રણ સાહસવીરો,

જેઓ એ લગભગ સાડા ચાર વરસમાં ૪૪૦૦૦ માઈલ, ૨૯ દેશો (આજના હિસાબે ૩૯ દેશો)ની પેડલ પર પૃથ્વી પરકમ્મા કરી હતી ! ! ! જેને શરુ કરી મધ્યમવર્ગીય છ સાહસવીરોએ તારીખ ૧૫મી ઓક્ટોબર ૧૯૨૩ના રોજ.

મહેન્દ્ર દેસાઈ  લિખિત 'પેડલ પર પૃથ્વી પરકમ્મા'

મહેન્દ્ર દેસાઈ લિખિત ‘પેડલ પર પૃથ્વી પરકમ્મા’

એક ભારતીય, એક ગુજરાતી તરીકે ના માત્ર ગર્વ પરંતુ અહોભાવ સાથે એ છ સાહસવીરોની છબી મનમસ્તિષ્ક અને હ્રદયમાં હંમેશા અંકિત રહેશે, બેશક એમાંથી એક પણ સાહસવીરની તસ્વીર જોઈ નથી પણ લગભગ ૨૦-૨૫ દિવસોથી ટુકડે ટુકડે આ પુસ્તક વાંચું છું એના લીધે એક –એકની છબી ઉભરી છે.

આપણે પોતાના ઘર-ગામ-રાજ્ય કે દેશનાં કમ્ફર્ટ ઝોનમાં રહીને હોંશિયારી મારવી એ અલગ વાત છે કે પછી પોતાના દેશને છોડીને અન્ય દેશમાં વસીને પોતાના દેશને ગાળો દેવી અને ગુલબાંગો હાંકવી એ પણ અલગ વાત છે  પરંતુ મેં એક વાત નોંધી છે કે જો ખરેખર તમે કંઈક પ્રાપ્ત કરશો યા તો ખરેખર કોઈક અસામાન્ય પરિણામ માટે યોગ્ય ઠરશો તો એ નમ્ર જ બનાવશે અને દંભ વગરના આધ્યાત્મિક જ બનાવશે, સાથે સાથે તમારા દેશ, સંસ્કૃતિ પર તમારો આદરભાવ વધશે એ પાક્કું, પાક્કું અને ૧૦૦ % પાક્કું .  આ  વાતને દ્રઢ બનાવી છે આ પેડલ પર પૃથ્વી પરકમ્મા તથા અન્ય પુસ્તકોએ એમાંથી યાદ આવે છે એટલાનું નામ લખું તો

અતુલ કરવલ (ગુજ અનુવાદ – સૌરભ શાહ) ની  થિંક એવરેસ્ટ

કાકા સાહેબ કાલેલકરની હિમાલયના પ્રવાસ

સ્વામી રામ (સંપાદન : સ્વામી અજય, ગુજ અનુવાદ – કુન્દનિકા કાપડિયા)ની હિમાલયના સિદ્ધ યોગી

અમૃતલાલ વેગડની પરકમ્મા નર્મદા મૈયાની (અને એ પર એમની આખી શ્રેણી)

ધ્રુવ ભટ્ટની તત્વમસિ

સામાન્ય રીતે તો દરેક વાંચન પછી એ વિશે બ્લોગ લખવાની ઈચ્છા હોય છે પણ અન્ય નામ/બહાના ના દેતા સીધું જ કહું તો આળસનાં લીધે લખી શકતો  નથી.

(વધુ એક) સામન્ય રીતે વાંચન વિશેની દરેક બ્લોગ પોસ્ટમાં જે તે પુસ્તકના અવતારણો તો મૂકીએ જ પણ એ બધું સમયાંતરે FB પર મૂકતો રહીશ

પરંતુ અહિંયા જે લોકો પણ આ બ્લોગ પોસ્ટ વાંચે એમને ખાસ  ખાસ આગ્રહ કે આ પુસ્તક ખરીદજો જ ખરીદજો. આમાં ન માત્ર સાહસ છે પણ દુનિયામાં પોતાના દેશનું  શું સ્થાન છે એ પણ છે અને સ્વાભાવિક છે કે આમાં ઈતિહાસ-ભૂગોળ તો આવરી લેવાય જ હોય એટલે  જો ખરીદવા જવા માટે અથવા તો તમારી નજદીકમાં એ શક્ય ન હોય અને જો લાયબ્રેરીમાં હોય તો એ લઈને વાંચજો પછી જ્યારે પણ કોઈ બૂક લેવાની હોય ત્યારે આ સૌથી પહેલી લેવી . ઉપર લખી એ પણ  લેવા જેવી ખરી જ પણ આ ‘પેડલ પર પૃથ્વી પરકમ્મા’ તો ખાસ લેવી જ લેવી <- આટલો (તો શું જરા પણ) આગ્રહ મેં કદી કોઈ બૂક માટે નથી કર્યો પણ આ બૂક વિશે આગ્રહ કરતા મને આનંદ આવે છે અને ગેરંટી કે જો ના ગમે તો મને પુસ્તક આપી દેજો હું એના ડબલ પૈસા આપીશ !

~ અમૃત બિંદુ ~

પુસ્તક – ‘પેડલ પર પૃથ્વી પરકમ્મા’

(૨૦ જૂન ’૮૩ થી  ૨૪ ઓક્ટોબર ’૮૩ સુધી ચિત્રલેખામાં હપ્તાવાર છપાયેલ)

લેખક – મહેન્દ્ર દેસાઈ      (પ્રથમ આવૃત્તિ ૧૯૮૪) – (બીજી ૨૦૦૪) – (ત્રીજી ૨૦૧૨)

કિંમત : 300 રૂપિયા

પ્રકાશક –

પ્રવીણ પ્રકાશન પ્રા.લિ.

લાભ ચેમ્બર્સ, મ્યુ.કોર્પો.સામે,

ઢેબર રોડ, રાજકોટ.

ફોન નંબર – (0281)2232460 / 2234602

Email – pravinprakashn@yahoo.com

ISBN : 978-81-7790-577-9

8 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, સાહિત્ય, Reading

15મી ઑગસ્ટ 2013


આવતા વરસે લાલકિલ્લા પરથી જેનું ભાષણ થવાની શકયતાનાં ભણકારા વાગી રહ્યા છે તેમનું ભાષણ સાંભળવા લાલન કોલેજ_ભુજમાં જવાનો ઉમંગ હતો એટલે (ક્યારેક જ વહેલો ઊઠતો હું ) આજે સવારે 5-15 વાગ્યે ઊઠી ગયો પણ  ક્યારેક ગાંધીધામમાં જ ભૂલો પડતો વરસાદ પણ રાત્રે ત્રણેક વાગ્યાથી ઝરમર ઝરમર વરસતો હતો . અને પછી તો ધીમીધારે વરસતા વરસાદે સ્પીડ પણ વધારી એટલે થયું કે કદાચ જવાનું કેન્સલ પણ થાય , આખરે 6-30ની બદલે 7-30 વાગ્યે ગાંધીધામ-BJP IT સેલ ના સહ કન્વીનર મિત્ર સાજન મહેશ્વરી સાથે નીકળી શક્યા .

WA Image 1 From Mehul Buch

WA Image 1
From Mehul Buch

સ્વાભાવિક છે કે અમે સૌ મિત્રો આખે રસ્તે મોદી ગુણગાન કરતા હોઈએ . લાલન કોલેજના ગેટ પાસે પહોચ્યા ત્યારે ‘સાહેબ’નું ભાષણ શરુ થઇ ગયું હતું એનો થોડો રંજ થયો પણ હંમેશની જેમ ટાઈમસર પોતે આવી ગયા અને કાર્યક્રમ શરુ થઇ ગયો એની મનમાં દાદ પણ દીધી .

WA Image 2 From Mehul Buch

WA Image 2
From Mehul Buch

મોદી ભાષણ કરી રહ્યા હતા એની ડાબી બાજુ એ આમંત્રિત મહેમાનો (હા, લ્યો ને VIP) બાજુ બેસી ગયા, જ્યાંથી મોદીને ‘લાઈવ’ જોવા હોય તો થોડું ઉભું -ટેડું  થવું પડે અને બીજા લોકો બેસી જાવ -બેસી જાવ ના કહે એટલા માટે સામે ગોઠવેલ સ્ક્રીનમાં નજર માંડી . પ્રમાણિકપણે  કહું તો ભાષણમાં યા તો મને ખાસ ના જામ્યું યા તો મારી અપેક્ષા કદાચ વધુ હોય પણ આમેય હમણા હમણા થી મોદી કોઈપણ જગ્યા,મુદ્દો, સમય હોય પણ પ્રધાનમંત્રી અને કોંગ્રેસને ‘આડે હાથ’ લ્યે છે એમાં મજા નથી આવતી, કંઈક ‘ચિપ’ લાગે જે મોદી પાસે ઉમ્મીદ ન હોય . માન્યું તેઓ  કે  જે કહે છે એ સાચું છે પણ એ આમ પ્રજાને ખબર  છે એટલે તો સાંભળવા આવીએ છીએ પણ સાહેબ અબ ઉનકી બાતે ( કમ  સે કમ ઈલેક્શન તક) ના કરો , તમારી વાત કરો, નવી વાત કરો નહીતો ડર  છે કે ‘ફિલ ગૂડ’ વાળી થઇ જાશે . અને જો આ વખતે ભાજપ ન આવી તો પાર્ટી તો ઠીક પ્રજા પણ ઊંધેકાંધ થઇ જશે

~ ઊભરો ઠલવાય ગયો, હવે જે ગમ્યું એ પણ કહું ~

* નવરાત્રીમાં પૈસા દઈને મોંઘાદાટ  પાસ લઈએ પણ બેસવા માટે ખુરશી ના મળે, જ્યારે અહી  આમંત્રીતો  અને જાહેર જનતા માટે પણ સીટીંગ એરેન્જમેન્ટ પુરતી અને સ્વચ્છ હતી .

* થોડા થોડા ફૂટનાં અંતરે પાણીના પાઉચ-બોટલની વ્યવસ્થા હતી તો સામે પક્ષે પબ્લિક પણ લગ્ન પ્રસંગે જ્યાં ત્યાં ‘થેલીઓ ફગવે’ એવું  અહી કરતા ના હતા .

* ભાષણ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ શાળાનાં બાળકોએ લીધેલ જહેમત ખાસ કરીને ડ્રેસ-કલરની પસંદગી અને ચળકાટ મનને આનંદ પમાડતો હતો .

* લોકોને સૌથી વધુ ‘મજા’ પોલીસનાં બાઈક્સ, ડોગ્સ, હોર્સ અને વ્યાયામમાં મજા આવી .

*   દરેક કાર્યક્રમ દરમ્યાન અને અંતે કોઈને ( KBCની જેમ ) તાળીઓ માટે કહેવું પડતું ના હતું અને લોકો સ્વયં શિસ્ત જાળવીને પ્રોગ્રામ માણતા હતા

*  સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થયો બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્વાગત કરવા એમને સ્ટેજ  પર બોલાવવાની બદલે (અમારી આગળની હરોળમાં જ) મોદી ખુદ નીચે આવ્યા એ પણ ગમ્યું અને ત્યારબાદ લોકોનું અભિવાદન ઝીલવા મોદી આખા મેદાનમાં ખુલી જીપમાં ફર્યા અને એવું લાગ્યું કે એક-બે વાર એમને શાયદ ડ્રાઈવરને ધીરે હાંકવા કહ્યું જેથી સરળ અને શાંતિ પૂર્વક લોકોનું અભિવાદન ઝીલી શકાય

WA Image3  From Mehul Buch

WA Image3
From Mehul Buch

~  અમૃત બિંદુ ~

  • માઉન્ટબેટને બોલાવેલી બીજી અને છેલ્લી અખબારી પરિષદના અંતમાં હિંદના ઓછા જાણીતા અખબારના પ્રતિનિધિએ પુછ્યુ, ‘ સત્તાપલટા માટે ઝડપ ખૂબ જરુરી છે ત્યારે કોઇ ચોક્ક્સ તારીખ આપના મનમાં હશે જ ને? અને માઉન્ટબેટને (ત્યારેને ત્યારે જ મનમાં ગણતરી કરીને ) 15 ઑગસ્ટ 1947 જાહેર કરી.

^ ‘અર્ધી રાતે આઝાદી’

  • તારીખની અવઢવમાં વાઈસરોયે ગયા વરસે પોતે હાંસલ કરેલા એક વિજયની તારીખ સાંભરી. 1945ના ઓગસ્ટની 15મી તારીખે મહાયુદ્ધ લડી રહેલા અંતિમ શત્રુ જાપાને શરણાગતિ સ્વીકારી લીધી હતી. વિજયના આ ઉત્સવને 1947ના 15મી ઓગસ્ટે બે વરસ પૂરાં થતાં  હતાં. આ વિજયોત્સવ ભારતીય ઉપખંડની ચાળીસ કરોડની પ્રજા પણ એ જ દિવસે ઊજવી શકે એ માટે સત્તા-સોંપણીનો દિવસ એમણે પંદરમી ઓગસ્ટ કરાવ્યો.

^ ‘પ્રતિનાયક’

5 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, Nation, politics, Reading, social networking sites

‘औरते ‘ – खुशवन्त सिंह


 

'औरते '  Khushwant Singh's ‘The Company of Women’  हिन्दी अनुवाद - हरिमोहन शर्मा

‘औरते ‘
Khushwant Singh’s ‘The Company of Women’
हिन्दी अनुवाद – हरिमोहन शर्मा
(image from –
http://pustak.org/bs/booksimage_L/66556655_Auraten_l.jpg )

लायब्रेरी में जब  जानेमाने  लेखक श्री खुशवन्त  सिंह का  अंग्रेजी नोवेल  ‘The Company of Women’  हिन्दी अनुवाद (edition- 2003) हरिमोहन शर्मा ‘औरते ‘उपन्यास देखा तो फटाक से उठा लिय। इसके पहेले खुशवन्त  सिंह का तो नहीं मगर एक-दो  हिन्दी पुस्तक पढ़ा है। एक ‘सरदार पटेल’ पे था और एक ‘राम मनोहर लोहिया के विचार’ नामक था। जैसा के ये ब्लॉग-पोस्ट से ही मालुम हो जाएगा की मेरी हिन्दी कैसी है? ( बात तो ऐसे करता हु जैसे की  बाकी भाषाओं का मास्टर हु !?!?) तो उन पुस्तको जिनके बारेमें थे उस वजह से पसंद करता था लेकिन गुजरातीमें जो ‘जमना’ कहेते है ऐसा ‘जमा’ नहीं! इसलिए सोचा के हमारी (याने मेरी) औकात के मुताबिक़ ही भाषा-पुस्तक का चयन करना चाहिए  !!

अब (खुशवन्त  सिंह का उपन्यास) ‘औरते ‘ के बारेमे बात करू तो जिस तरह का खुशवन्त  सिंह का नाम-काम सूना था, लगा के औरतो के बारेमें होगा, मगर सच तो ये है की ये तो हमारे गुजराती के कुछ लेखक के लेख जैसा हुव… बाहर कुछ ओर और अन्दर कुछ ओर !  ‘औरते ‘ एक ऐसे पुरुष की कहानी है जो कोई भी, मानो के हर कोई (हिन्दुस्तानी) पुरुष ऐसा ही होता है ! शुरू शुरू में तो लगा की कोई एकदम चिप क्लास की ‘रंगीन’ कहानियाँ पढ़  रहा हु, मगर हो सके तब तक मै धीरे-धीरे, टूकडे टूकडे में ही सही लेकिन पुस्तक पूरा करने का प्रयास करता ही हु. पूरा पुस्तक पढ़ने के बाद ये अदालत इस नतीजे पे पहोची है की न पढो या पढो दोनों में ही कोई हर्ज नहीं !

जैसा की बुक-रिव्यू के बारे में मेरी आदत है, मै ‘स्टोरी’ नहीं कहे देता . . . लेकिन मुझे जो जो पसंद आये वो क्वोट-विचार ‘कोपि -पेस्ट ‘ किये देता हु . इसलिए इस पुस्तकमें भी मुझे (ऑलमोस्ट) हर  धर्म के बारे में लिखा है, वो अच्छा लगा, और ख़ास तो गंगा-हरिद्वार के बारेमें जो छुट पुट पढ़ा है उससे वह जाने का तीन साल से टल रहा है उसके लिए उतावला-व्याकूल हो रहा है।

अब मै यहाँ पर ही अटकता हूँ और जो विचार, लाइन्स मुझे पसंद आयी वो यह –

  • मोहन इस बात का कायल अवश्य था कि कभी-कभी इस प्रकार के अवैद्य यौन-संबंधो से कोई वैवाहिक सम्बन्ध नष्ट होने के कगार पर न पहुंचे। उसके विपरीत, ऐसे यौन-सम्बन्ध कभी-कभी ऐसे वैवाहिक संबंधो को, जहाँ पति अपनी पत्नी को उस मात्रा में यौन-सुख प्रदान नहीं कर पाता, जितनी की उसे अपेक्षा रहती है, सुद्रढ़ बनाने में भी सहायक सिध्ध होते है। उसकी द्रष्टि में अवैद्य  यौन-संबंधो को सरासर लज्जाजनक मानकर उसकी निन्दा करना मूर्खतापूर्ण है, क्योंकी वे कभी-कभी समाप्तप्राय वैवाहिक-संबंधो को टूटने से बचा लेते है।
  • मोहन कभी आत्मचिन्तक नहीं था लेकिन इस तूफानी विवाह ने उसे विवाह और प्रेम के मामले में छोता-मोटा दार्शनिक बना दिया था। उसने यह जान लिया था की यह कहावत एकदम गलत है कि किसी स्वर्ग में बैठा कोई देवता विवाहों के बारे में अन्तिम निर्णय लेता है। इसके बरखिलाफ, सच्चाई यह है कि  दुबियावी कारणों के तहत विवाहों का निर्णय दुनिया में दुनिया के लोग ही करते है, और इस मामले में पहला महत्त्व धन को दिया जाता है, भले ही वह सम्पति के रूप में हो , लाभदायक व्यापार के रूप में हो , या ऊँची कमाई वाली नौकरी के रूप में हो।
  • मूलतः स्त्रियों के शरीर की बनावट एक-सी होती है, लेकिन पुरुष हर स्त्री से विमोहित और मुग्ध होता है . . . .
  • विवाहित स्त्रियो  को बिना किसी प्रत्यक्ष सबूत के पता चल जाता है कि उनके पतिदेव परायी औरतो के साथ परम का चक्कर चल रहा है। उधर, विवाहित पुरुष अपने काम-धंधे में इतने अधिक व्यस्त रहेते है कि उन्हें सालों तक अपनी पत्नियो की बेवफाई का पता नहीं चलता।
  • आदमियों में अन्तर समजने की समज तो होती नहीं, वे बस, जो सामने दिखाई देता है, उसे ले लेते है। . . . . . . .   मर्द लोग वफादारी को कोई महत्व नहीं देते। वे एक औरत से जल्दी ही उब जाते है, और दूसरी औरत पर लाइन मारने लगते है, साले हरामी।
  • मै यह जानना चाहती हूँ कि  हिन्दू बन्दर को, हाथी को भी देवता क्यों मानते है, वृक्षों, सांपो  और नदियों को भी पूजा क्यों करते है? वो लिंगम तक की पूजा करते है। योनि की पूजा करते है। . . . . . . वे प्लेग, खसरा और चेचक जैसे रोगों की देविंया बनाकर उनकी पूजा करते हैं।
  • क्या वे इस बात से इनकार करेगी की इस्लाम ने बहुत सी धारणाये और विचार  यहूदी धर्म से उधार लिए है। उनका स्वागत करने वाला शब्द ‘सलाम वालेकुम’ हिब्रू भाषा  के ‘शालोम अलेक’ से लिया गया है। उनकी पांच दैनिक नमाज़ों  की प्रथा ‘जुडैक’ से ली गई है। हम प्राथना करने के लिए यरूशलम की और मुड़ते है, यह विचार भी उन्होंने हम से ही लिया है- फर्क इतना है की वे मक्का की और मुड़ते है। और यहुदियो की पुराणी प्रथा की नक़ल करते हुए वे भी अपने लडको की सुन्नत करते हे। यहूदी धारणा ‘कोशर ‘ से इस्लाम में ‘हराम’ और ‘हलाल’ शब्द शिखे। हम यहूदी लोगो में सुवर का गोश्त  खाना इसलिए माना है, क्युकी वह गन्दा होता है। मुस्लमान लोग  भी एसा ही मानते है। हम जानवरों को खाने के पहेले उसका खून निकालते है। हमारी नक़ल करके मुस्लमान  भी एसा करते है। वे इन पैगम्बरों का आदर करते है जिनका आदर, यहूदी या इसाई पहेले से ही करते चले आ रहे है, इस्लाम के पास जो कुछ भी है, वह उसने यहूदी या इसाई धर्म से ही उधार लिया है।
  • यास्मीन , तुम इतनी कट्टर क्यों हो? मुसलमानों से ज्यादा कट्टर लोग  दुनिया के किसी धर्म में नहीं है। उनके नबी मुहम्मद साहब महानतम धार्मिक नेता थे। मुसलमान भी प्रबुध्ध लोग होते है, अल्लाह से डरने वाले  और धर्म-परायण और नेक।
  • अमेरिका में रहेने वाले सब हिन्दुस्तानी यह कहा करते थे, “एक दफा मैंने ढेर सारे डॉलर कमा लिए तो मई वापस ओने गाँव चला जाऊँगा। ” मगर वापस जाता कोई नहीं था।
  • . . . पुरुषो को यद्यपि माहवारी नहीं होती, तथापि पचास साल की उम्र के बाद उन्हें रजोनिवृति होती है। इस उम्र में कुछ पुरुषो के व्यवहार में विचित्र परिवर्तन आ जाते हैं। रंडीबाजी में उनकी दिलचस्पी अचानक पैदा हो जाती हैं। वे जवान लडकियो को बुरी नजर से देखने लगते हैं, अश्लील बाते करने लगते हैं, और कभी-कभी सबके सामने नंगे तक हो जाते हैं। कुछ धार्मिक वृति के हो जाते हैं, और पूजा-पाठ और तीर्थयात्राओ में अपना वक्त बरबाद करने लगते हैं।
  • अगर आप जीवित हिंदुत्व की  अनुभूति करना चाहते हे , तो वह आपको न हिन्दुओ के धार्मिक ग्रंथो से प्राप्त होगा , न मंदिरो के दर्शन से, वह आपको प्राप्त होगा, हरिद्वार में सूर्यास्त पर होने वाली गंगा की आराधना में की जाने वाली आरती में।
  • बुद्ध ने अपने प्रवचनों में ‘दुःख’ पर बहुत जोर दिया है। सर्वत्र व्याप्त बताया है दुःख को। बुद्ध का मानना था की कामनाओ पर नियंत्रण रख कर, दुःख को नष्ट किया जाता है। खाने , जीवन के हर भौतिक सुखो को भोगने, सेक्स से बचने पर दुःख से बचा जा सकता है। मुझे यह विधि स्वीकार्य नहीं है। हिन्दू धर्म की सबसे बड़ी विशेषता यह है की यह दुःख में नहीं सुख को प्रधानता देता है। सुभ और सौभाग्यादायी है – हिन्दू  धर्म। हमारी संस्कारी – विधिओ में पिने , नाचने, जुआ खेलने , प्रेम करने और मौज करने आदि का कोई निषेध नहीं है। मै उसका समर्थन करता हु, उपवास करने, पश्चताप करने आदि का नहीं।
  • मै जानती हु, और मै जिस पुरुष को भी, चाहू, फुसला सकती हु। वजह यह है की पुरुष सदा किसी भी लड़की को भोगने के लिए तैयार रहेते है।
  • मेरे ख्याल से एक रात में शुरू और ख़त्म हुए प्रेम को एक रंगवाला प्रेम माना जायेगा। एक ही व्यक्ति के साथ प्रेम जब तक काफी समय पुराना न हो जाए, तब तक उसे पूर्ण , संपन्न और संतोषदायक नहीं माना जा सकता। और यह संतोष कब समाप्त हो जाता है, और उसका उतेजन कब ख़त्म हो जाता है। इसका आभास प्रेमी और प्रेमिका दोनों को हो जाता है। तब प्रेमी और प्रेमिका दोनों को बिना किसी गिले-शिकवे के उस प्रेम को अलविदा कह देना चाहिए और एक – दुसरे को नया प्रेमी या प्रेमिका के साथ नए सम्बन्ध स्थापित कर लेने चाहिए।
  • अगर आप दुसरो से यौन – सम्बन्ध करते हुए पकडे जाते है, तो आप गुंडे है, लम्पट है, और अच्छे लोगो के साथ रहेने के काबिल नहीं है, लेकिन अगर किसीको आपके लम्पट और व्यभिचारी होने का पता नहीं चलता, तो आप सम्मानीय नागरिक है।

~ अमृतबिन्दु ~

“आदमी जब वृध्ध होने लगता है, उसकी कामेच्छा शरीर-मध्य से उठाकर ऊपर दिमाग की ओर बढ़ने लगती है। अपनी जवानी में वह जो करना चाहता था और अवसर के अभाव, घबडाहट या दूसरों की स्वीकृति न मिलाने के कारण नहीं कर सका, उसे वह अपने कलपना लोक में करने लगता है।

…….. इस का शीर्षक यह भी हो सकता था, ‘एक अस्सीसाला वृध्ध के दिवास्वप्न’ ।

इस उपन्यास में कोई भी पात्र वास्तविक नहीं हैं;वे सब मेरे सथियापे की उपज हैं।”

^  खुशवन्त  सिंह  (प्रस्तावना)

2 ટિપ્પણીઓ

Filed under Art, સાહિત્ય, Reading