Tag Archives: Information

આસાન અંગ્રેજી


દિમાગમાં અમૂક ડેટા એવો ફીટ થઇ ગયો છે કે જે અમુક પુસ્તક વાંચ્યા બાદ એ ડેટા અનફિટ લાગે! એક જય હો અને બીજું આસાન અંગ્રેજી , આમ આ બે પુસ્તકોથી એ અહેસાસ થયો  કે અમુક ‘પ્રકાર’ ના પુસ્તકો  આપણા કામના નથી – એવું લેબલ મારી (મચોડી) બેસાડવું નહીં.

ઉપરોક્ત પુસ્તકોમાંથી અત્યારે તો માત્ર આસાન અંગ્રેજીની જ વાત કરવી છે.

આસાન અંગ્રેજી

આમેય નગેન્દ્ર વિજયની કલમ હોય, હર્ષલ પુષ્કર્ણાનું સંપાદન હોય એટલે એ યુનિક હોય એ તો સ્વાભાવિક જ છે.

કોઈ એમ સમજતું હોય કે મને તો અંગ્રેજી આવડે છે, મારે ક્યાં જરૂર છે? તેઓએ પણ વાંચવા જેવું. ભણવામાં  (!) આપણે  બોર થઇ જઈએ જ્યારે આ પુસ્તકમાં તો વચ્ચે વચ્ચે વર્ડ પ્રોસેસર, અવળચંડુ અંગ્રેજી, જેવા વિભાગો અને અમુક ગ્રાફ/ચાર્ટ થી ખરેખર જ્ઞાન એકદમ આસાન રીતે પીરસવામાં આવ્યું છે.

અંગ્રેજી મૂળાક્ષરોના અલગ અલગ ઉચ્ચાર, કઈ ભાષાનો કેટલો વપરાશ અને લૂપ્ત થઇ, અંગ્રેજીમાં કઈ ભાષામાંથી કયા કયા શબ્દો ‘બઠાવવા’માં  આવ્યા છે, કયા આલ્ફાબેટનો કેટલો વપરાશ છે, એબ્રીવીએશન્સ અને એક્રોનિમ્સ તેમજ વર્ડ પ્લેમાં પણ મજા આવી જાય છે.

હું તો ત્યાં સુધી કહીશ કે ગુજરાતી માધ્યમ વાળા અંગ્રેજી શીખવાડનારા દરેક ટીચર્સને આ પુસ્તક વાંચવું ફરજીયાત કરી દેવું જોઈએ.

~ અમૃતબિંદુ ~

કુણાલ ધામી મને ઘણીવાર કહે છે :

“……………………………….. જો ‘સફારી’ માત્ર કોરા પાનાં આપશે તો પણ હું એ ખરીદવાનું બંધ ન કરું!

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ

Breaking News


ગઈકાલ તારિખ  ૦૮ જાન્યુઆરી ૨૦૧૨ના રાત્રે eTV_ગુજરાતી પર સમાચાર દરમ્યાન સફારી( ડિસેમ્બર)નો તંત્રી લેખ વધુ એક વખત યાદ આવી જવો  સ્વાભાવિક હતું.

૩-૩૦/૪ થી  ૬-૩૦/૭ દરમ્યાન ડૉ. સુબ્રમણ્યમ સ્વામી આશરે બે કલાક સુધી જે કંઈ બોલ્યા એમાંથી eTV_ગુજરાતીના રાકેશ કોતવાલ સુધી બીજું કંઈ ન પહોચ્યું સિવાય “ડૉ. સુબ્રમણ્યમ સ્વામી એ ટીમ અન્ના પર લગાવ્યો નકસલવાદ વિચારધારાનો આરોપ !”

.

.

.

હું ભલે પ્રેસ રિપોર્ટર નથી (છતાં)પણ મારો રીપોર્ટ આ મુજબ છે  –

સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાન માળા

ગયા વખતે જય વસાવડાના વ્યાખ્યાનથી ખ્યાલ આવ્યો કે નેશનલ મેડિકોઝ અને ભારતીય વિકાસ પરિષદ ગાંધીધામમાં દર વરસે વિવેકાનંદ વ્યાખ્યાન માળાનું આયોજન કરે છે એ  આ વખતે ડૉ.સુબ્રમણ્યમ સ્વામીના વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું.

* વ્યાખ્યાન ભારી ભરખમ ન હતું એ નોંધનીય છે અને ડૉ સ્વામીએ 2G-સ્પેક્ટ્રમ વિશે એકદમ સાદી સમજણ આપી કે  જેનાથી સામાન્ય નાગરિકને પણ ખ્યાલ આવે.

* SmSમાં જે જોક્સ માણીયે છીએ એ 2G સંદર્ભમાં મનમોહનસિંહ જે બે Gને જાણે છે એ અને જેલ-કૂક કહે છે કે બધા મદ્રાસીઓને ન મોકલો તો સ્વામીએ કહ્યું કે હજુ તો ઇટાલિયન) પિત્ઝા પણ બનાવવાનો વારો આવશે વગેરેથી વાતાવરણ હળવું રહ્યું.

* અફજલ ગુરુને શા માટે ફાંસી નથી અપાતી એ અને 2G લાયસન્સ વખતે કેવી કેવી ટ્રિક અપનાવી એ વિશે તો  માહિતી મળી જ પણ પબ્લિકને સૌથી વધુ ત્યારે ચોંકી ગઈ જયારે કહેવામાં આવ્યું કે જે બે કંપની ડ્રાફ્ટ લઈને આવી હતી એમાં એકનો ડાયરેક્ટર રોબર્ટ વાઢેરા છે ! !

* ભારતીય સંસ્કૃતિ અને જીવન પદ્ધતિ વિશે પણ બોલ્યા અને સાથે સાથે અનામત વિશે એમણે બહું સરસ મંતવ્ય આપ્યું કે જેઓ રૂલ/શાસન કરી ગયા છે એમને કોઈ કાળે આ “લાભ” મળવો જ ન જોઈએ એ સાથે સાથે બધા શાસકો ની ગણતરી કરાવી છેલ્લે કહ્યું કે એ હિસાબે SC-ST બે ને જ લાભ મળવો જોઈએ અને એમને પણ પરિવારમાં એક જ વખત લાભ મળવો જોઈએ એવી હિમાયત કરી હતી.

* કોમ્યુનલ વાયોલન્સ બિલવિશે તો ત્યાં સુધી કહ્યું કે આ માટે જો જરૂર પડે તો સડક પર પણ આવી જવું જોઈએ.  આ પ્રકારનું ‘ઝેરી’ બિલ અંગ્રેજો કે અન્ય કોઈ પણ શાસકો લાવ્યા નથી

ડૉ.સુબ્રમણ્યમ સ્વામી

~ અમૃતબિંદુ ~

બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’
બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’
આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna!

2 ટિપ્પણીઓ

Filed under ધર્મ, સમાજ, media

આ ધનતેરસના “ગરોળી દર્શન” કર્યા?


બ્લોગ પોસ્ટનું  ટાઈટલ વાંચી, જેને જેને ખ્યાલ છે એ લોકોને નવાઈ ન લાગે પણ મારા જેવાને તો લાગે!

હું આવડો ઢાંઢો થયો પણ મેં આજ દિવસ સુધી સાંભળી/વાંચી ન હતી એવી વાત ગઈકાલે રાત્રે મારી પત્નીએ મને કરી : હંમેશા ઘરમાં આંતો ફેરા કરતી ધનતેરસના સંધ્યાબાદ  ન દેખાય અને જો દેખાય તો ? દે ધનાધન! યેસ્સ શ્રીમતીજીના કહેવા અનુસાર જો ગરોળી દર્શન થઈ જાય તો એ વરસમાં ધનનો ઢગલો થઈ જવાના ચાન્સ ઉજળા!

હું તો આવી વાતોને મજાકમાં ઉડાવી દઉ પણ મારો સ્ટાફ અને પડોશી કે જેઓ બન્ને નોન-ગુજરાતી છે તેઓએ પણ જયશ્રીની વાતમાં હા ભણીને ટેકો જાહેર કર્યો! મને કૌતુક થયું અને નક્કી કર્યુ કે આજ તો એ લોકોની (અંધ) શ્રધ્ધા/માન્યતા ખોટી છે એ સાબિત કરી બતાવું. પણ સાલ્લુ એ કૌતુક તો ત્યારે વધી ગયું જ્યારે એક પણ ગરોળીના “દર્શન” ન થયા! ઘરનાં દરેક રૂમ – રસોડું અને હૉલમાં હંમેશા દેખા દેતી ગરોળી સાચ્ચે જ મીસ (કે મીસીસ કે મીસ્ટર) ઇન્ડિયાની જેમ  અદ્રશ્યમાન હતી!

જેમ પ્રેમિકાને ખોજીયે એમ હું વારે-વારે આખ્ખા ઘરમાં ચક્કર મારૂં પણ ગરોળી બેન , ગુમનામ જ રહ્યા!

અંતે અમારા “બાર વાગી ગયા” એટલે પોઢી જવા પ્રસ્થાન કરવા જતાં હતા અને એક્ઝેટ ૧૧:૫૫ વાગ્યે બારીમાંથી ટ્યૂબલાઇટની પટ્ટી પાછળ સ્થન ગ્રહણ જતી હતી અને જયશ્રીએ પકડી પાડીને મને બતાવી – હવે તો બસ એક જ ઉમ્મિદ પર જીવવાનું કે આ વરહ આપણે માલામાલ થઈ  જઈએ!

-*-*-*-

હવે ગરોળી વિશે થોડી ગંભીર અને સાચી વાતો કરીયે

# ગરોળી ઝેરી હોય એમ નવ્વાણું ટકા લોકો માને છે. ખરેખર તો વિશ્વ આખામાં થતી ૩,૦૦૦ જાતમાંથી માત્ર બે જાત (અમેરિકાની ‘જાલા મો ન્સ્ટર’ અને મેક્સિકોની ‘બીટેડ લીઝર્ડ’ ) જ ઝેરી છે.

# એક ગરોળી વંદો ખાધા પછી તરફ ડીને મરી ગઈ. ખાતરમાં વપરાતી જંતુનાશક દવા વંદાએ ખાધી હશે….. સજીવ સૃષ્ટિમાં ખોરાકની સાંકળ રચાયેલી છે, તેમાં    માનવીનાં ચેડાં ભારે બૂરું પરિણામ લાવે છે.

# ગરોળીની પૃથ્વી પર થતી સૌથી નાની જાત Sphaerotuctylusgeckoની ૩.૬  સે.મી. લંબાઈ અને સૌથી મોટી જાત ઇન્ડોનેશિયાના કોમોડો ડ્રેગનની નવ ફૂટ લંબાઈ અને ૨૦૦ કિલો વજન!

# શરીરની બંને બાજુએ બહાર આવતી છ-છ પાંસળીઓ વડે જોડાયેલી ચામડીના સહારે હવા ભરીને લાંબી છલાંગો લગાવી શકતી દક્ષિણ ભારત અને આસામની ઊડતી ગરોળી!

ઉપરોક્ત વાતો  અને એના જેવી કેટલીયે અવનવી વાતો-જાણકારી માટે  હિમાંશુ પ્રેમ લિખિત, “વન્ય વિરાસત” વાંચવું રહ્યું .

~ અમૃત બિંદુ ~

દિલ બહેલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ !

7 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

લાલ નંબર વાળા મોબાઈલ કૉલ્સ અને મીડિયાની મધલાળ !


મારી ઑફિસમાં કામ કરતો (ઑફિસ બૉયમાંથી ટેકનીશ્યન બનેલો) રમેશ મને કાલે પૂછતો  હતો; ” લાલ લાઈન વાલે નંબરસે મોબાઈલ પે કૉલ આયે તો એટેન્ડ નહી કરના  –  યે સહી બાત હૈ?”

મેં સમજાવ્યુ કે એવું કંઇ ન હોય … તું  ચિંતા ન કર.  તો એણે મને છાપામાં આવેલ કિસ્સા કહ્યાં (વરસો પહેલા શ્રી શાહબુદ્દિન રાઠોડ”બસ, છાપામાં ય આવી ગયું?! વાળી વાત કહેતા, આજે પણ  એ જ હાલત છે કે છાપામાં આવે એટલે વાત પૂરી! ) મેં મારી રીતે એના મનનું સમાધાન કરવા,  માસ  હિપ્ટૉનાઈઝ ને એવું બધું કહ્યું..પણ એના હાવ-ભાવથી લાગતું હતું કે  એ મારા વિશે મનમાં બોલી રહ્યો છે – આ માણસ કોઇ દી’ નહી સમજે!

-x-x-x-

આજે  લંચ ટાઈમમાં ઘરે ભૂલ ભૂલથી TV9 ચેનલ જોવાઈ ગઈ. તો એના પર તો “કૉલ નો કાળો કેર” કે એવા કોઇ સનસનાટી ભર્યા ટાઈટલથી ‘ક્રિયાકર્મ’ બતાવતા હતા જે આખો કિસ્સો આ મુજબ છે  –

વડોદરામાં એક વ્યક્તિ કે જેઓ જેલ સુપ્રિટેન્ડન્ટ છે, ગઈ કાલે સાંજે એમના વાઇફનાં મોબાઈલ પર કૉલ આવ્યો જે આ સાહેબે જોયો તો લાલ લાઈન વાળો નંબર ડિસ્પ્લે થતો હતો અને રીંગ ટૉન પણ એમના મોબાઈલમાં ન હતીં એવી વાગતી હતી, સાથે સાથે કૉલર ઇમેજ તરીકે કાર્ટૂન પણ ડિસ્પ્લે થતું હતું. એમના શબ્દોમાં, ” હું શિક્ષિત માણસ છું, એટલે મીડિયામાં આવતા અહેવાલથી વાકેફ હતો  અને કૉલ એટેન્ડ ન કર્યો.” આવું પૂનરાવર્તન થતું રહ્યું એટલે એમણે અડોશ-પડોશની સાથે સાથે TV9 વાળાને પણ પોતાને ત્યાં બોલાવી લીધા  અને (તેઓ આ ડેમોન્સ્ટ્રેશન આપી શકે એટલા માટે) ફરી ફરીને રીંગ વાગતી રહી! શિક્ષિત (એમના શબ્દો મુજબ) હોવાથી એ સાહેબશ્રી અમુક ટેકનીકલ (લાગે એવા) તર્ક રજૂ કર્યા

૧ – કોઇપણ ઈનકમીંગ રીંગ ૪૫ સેકન્ડ સુધી જ વાગે તો પછી આ કેસમાં ક્યારેક ૧૦-૨૦ થી કરીને એક કલાક જેટલી વાર રીંગ કેમ વાગે?

૨ – રીંગટૉન પણ એવો હતો કે જે એમણે સેટ કરવો તો દૂર પણ એમના ‘ડબલા’માં જ ન હતી !

૩ – લાલ લાઈન પણ કેમ આવી શકે અને કૉલર ઇમેજ તરીકે કાર્ટૂન ક્યાંથી આવ્યુ?!

TV9 વાળા લોકોમાં ડર ફેલાવવા અતિઉત્સાહિત હોય એમ એ સાહેબ ત્થા એમના શ્રીમતી એમ બન્નેનો ઇન્ટર્વ્યૂ લીધો, અલબત્ત એક જ પ્રકારનાં સવાલો સાથે.

મારી જેમ કોઇ અલેલ ટપ્પુ TV9 પર એકપક્ષિયનો ઇલ્ઝામ ન લગાવે એટલે એમણે એક સાયબર એક્ષ્પર્ટને પણ અમુક સવાલ કર્યા..પણ એ સવાલમાં આગળ પેલા ભાઈએ ઊઠાવેલ સવાલો જ ન પૂછ્યા! એ એક્ષ્પર્ટે છાતી ઠોકીને  આવી હમ્બંગ વાતનું ખંડન કર્યુ પણ આ એક્ષ્પર્ટની વાતને ખાસ મહત્વ આપવામાં આવ્યું નહીં એ ક્લીયર દેખાતું હતું ! !

-x-x-x-

આ ‘ક્રિયાકર્મ’ પત્યા પછી મેં ઑથેન્ટીક માહીતી માટે મારા (ભૂતપૂર્વ પાર્ટનર એવા) મિત્ર જવલંત ગોહેલને કૉલ  કર્યો, જવલંત પીજીવીસીએલમાં સર્વીસ કરે છે અને ડ્યુટી પતાવ્યા બાદ ઘરે રાતીજગો કરીને, ગાંઠનું ગોપીચંદન કરીને શોખથી (લોકો ઓરકુટ-ફેસબુક જેવી સોશ્યલ સાઇટ પર આંટા મારતા હોય છે એના બદલે) આ ભાઈ મોબાઈલ વિશેની કોઇ ફોરમમાં બહુ સારી રીતે એકટીવ રહીને કંઇને કંઇ પ્રદાન કરતો રહે છે.  એને કહેવું છે  કે –

*  હવે એ જમાનો નથી કે માત્ર મૉબાઈલ કે ફોનથી જ કૉલ થઈ શકે એટલે કોઇ તોફાની તત્વ “બગ” નો (ગેર)લાભ ઉઠાવીને કોમ્પ્યુટરમાંથી કૉલ કરતો હોવો જોઇએ.

* આવા સોફ્ટવેરની મદદથી તમે કંઇ પણ કરી શકો જેમ કે  તમારે કયો નં. ડિસ્પ્લે કરવો છે..કઈ રીંગ ટૉન અને સાથે સાથે કઈ ઈમેજ સે ન્ડ કરવી છે એ બધું જ કરી શકો.

* આ તત્વ પોતે જ કદાચ થોડા દિવસમાં પોતાને જાહેર કરશે અને શેખી મારશે કે  મેં આવું આવું કર્યું.

* વચ્ચે એવું પણ થતું હતું કે તમને જે મોબાઈલમાં કૉલ આવે એમાં તમારો ખુદનો નંબર ડિસ્પ્લે થાય! !

-x-x-x-

આટલીબધી પીંજણ પછી મને હરવખતની જેમ એ જ સવાલ ઊથે કે મીડિયાની સમાજ પ્રત્યે કોઇ જવાબદારી ખરી કે નહીં?  આપણે જોઇએ જ છીએ કે ક્યારેક કોઇ કુદરતી કે માનવ સર્જીત આપત્તી હોય અને એમાં મૃત્યુ  થયા હોય તો મીડિયા વાળ એ જાણે આંકડાની હરિફાઈ માંડી હોય એમ મન ફાવે એ રીતે ભરડતા હોય. મુંબઈ પર તાજ હુમલા વખતેની વાતો ય ક્યાં ભૂલાય એમ છે ? !

આ પહેલા પણ ઝી ન્યૂઝ તરફથી એક સવાલ પૂછાયો  હતો એની પોસ્ટ જોવા અહીં કલીક કરો.

~ અમૃત બિંદુ ~

વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે એમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતાથી વધુ ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઇ શકે.

આ વિચારસરણી સાચી હોય તો દુનિયામાં કેટલાં વર્તમાન પત્રો નભી શકે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામનું સાથેસાથે ચાલ્યા જ કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.

– સત્યના પ્રયોગો

9 ટિપ્પણીઓ

Filed under શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

DVD=’ગોલ્ડન ગુજરાત’ અને બક્ષીબાબુનો ‘સંવાદ’


ઘણા સમયથી સમય છટકી જતો હતો એટલે રવિવાર તારીખ 14 જૂન 2010નાં રોજ DVD જોવા માટે અલાયદો રાખ્યો.

ના, ના કોઇ નવી-જૂની ફિલ્મો કે કોઇ પ્રસંગની નહી પરંતુ એવી  DVD કે જે દોસ્તો તરફથી અમૂલ્ય ભેટ રૂપે મળી છે.

શ્રી કિન્નર આચાર્ય તરફથી ગોલ્ડન ગુજરાત

અને

શ્રી વિજય ટાંક તરફથી ‘સંવાદ’

હવે એ DVDs  વિશે –

1 આમ તો ‘ગોલ્ડન ગુજરાત’ વિશે મોટાભાગના મિત્રોને જાણ જ હશે છતાંપણ કોઇને ખ્યાલ ન હોય તો –

* રાજકોટના ‘રાધે ગૃપ ઑફ એનર્જી’ તેમજ ‘અકિલા’ દૈનિકે સ્વર્ણિમ ગુજરાત જયંતિ નિમિત્તે એક અવિસ્મરણીય અને અનમોલ ભેટ આપી છે.

* દેશ-વિદેશમાં ફરતા  ગુજરાતીઓને ગુજરાતથી અવગત કરાવવાની જહેમત. એમનું કહેવું છે કે 85% જેટલું શુંટીંગ અત્યારે જ કરેલ છે બાકી અમુક કલીપ્સ જ રેકોર્ડમાંથી લીધેલ છે (જેમ કે માતાના મઢની પદયાત્રાના દ્ર્શ્યો તો અત્યારે ન જ હોય એટલે રેકોર્ડમાંથી લીધા હોય એવું બની શકે )

* લગભગ 3 કલાકની આ ફિલ્મ ચાર ભાગમાં વહેંચેલ છે

1- દક્ષિણ ગુજરાત   2 -મધ્ય અને ઉત્તર ગુજરાત  3-સૌરાષ્ટ્ર    4- કચ્છ અને સૌરાષ્ટ્ર

* મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિમોચન થયું છે.

* આ દસ્તાવેજી ફિલ્મની સ્ક્રિપ્ટ, પરિકલ્પના અને ડાયરેકશન કિન્નર આચાર્યનું છે. પ્રાર્થિત શાહે રિસર્ચ કર્યુ છે… (એક આડ વાત કે 2-3 વરસથી ઓરકુટ પર આ પ્રાર્થિત શાહ સાથે ક્યારેક વાતચીત થતી પણ એમનું નામ લખતા મને હંમેશા તકલીફ અને ભૂલ થઈ છે 😉 )

*  જયવસાવડા અને અન્ય મિત્રો ફિલ્મની શરૂઆત કરે છે.

* આ બન્ને જૂથે સાચા અર્થમાં ગુજરાતને અમૂલ્ય ભેટ જ આપી છે કેમ કે ના તો તેઓએ આના કૉપિ રાઇટ પોતાના પાસે રાખ્યા છે અને ના તો આની કોઇ કિંમત!! અને શિક્ષણ સંસ્થા કે કોઇ પણ લોકો આની કૉપિ કરે તો એની છૂટ રાખી છે સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે કિન્નરભાઈને 98253 04041 પર કૉલ કરીને  આની માસ્ટર કૉપિની માંગણી પણ કરી શકે છે.

* યુ ટ્યુબ પર પણ Golden Gujarat શોધી શકશો.

2 દુબઈસે ભાઈને સાહિત્યના ડૉન ગણાતા બક્ષી બાબુ સાથેના ‘સંવાદ’ ની DVDs મોકલાવી.. ફોડ પાડીને કહું તો અત્યારે દુબઈ રહેતા મિત્ર વિજય ટાંકે (કદાચ) 2005માં ‘ઇ ટીવી-ગુજરાતી’ પર શ્રી જય વસાવડા દ્વારા શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાથે થયેલ “સંવાદ” નાં બન્ને એપિસોડ તેમજ મિર્ઝા ગાલીબનું રેકોર્ડીંગ મોકલાવ્યુ.

‘ઇ ટીવી-ગુજરાતી’ પર સંવાદ કાર્યક્રમના સુત્રધાર સૌરભ શાહ (રિસર્ચ – શિશિર રામાવત) અને જય વસાવડાના (રિસર્ચ – કિન્નર આચાર્ય) હતા એ ઘણા બધા એપિસોડ જોયા છે (બીજા એન્કર પણ અમુક એપિસોડમાં હતા પણ ઓળખતો નથી અને નામ પણ યાદ નથી) પણ એ વખતે બક્ષી બાબુ વાળો એપિસોડ જોવાનું ચૂકી ગયો હતો. એમના અવસાન પછી રિપીટ ટેલીકાસ્ટ વખતે ખટકો રાખીને બન્ને એપિસોડ જોઇ લીધા હતા…. ત્યારબાદ ઓરકુટ પર ઘણા યારબાદશાહો પાસે ‘સંવાદ’ની ડિમાન્ડ સાંભળી પણ કોઇ પાસે ઉપલબ્ધ નથી એવું સાંભળવા મળતું, ઇવન શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળનાં કન્વીનર મિત્ર હરનેશ સોલંકી પણ કહેતા હતા કે એની શોધ ચાલે છે. પણ જીસસ કહેતાને તારા બધા સવાલ ખરી જશે ત્યારે જવાબ મળશે. તેમજ જે શોધ કરીને થાકી જાય ત્યારે અચાનક તમને “તત્વ” મળે છે એવી રીતે  અચાનક , આકસ્મીકપણે વિજય ટાંકે સામેથી મને કહ્યું કે ‘સંવાદ’ની કૉપિ ખપે?

નામ લખવા શક્ય નથી પણ નેટ પર બક્ષીબાબુના ઘણા દિવાના ને મળવાનું થયું છે અને દરેક પાસે કંઇક ને આપવાનું જ હોય છે અને મને આપ્યુ જ છે એમાં આ વિજય ટાંક એક ઓર યારબાદશાહ મળ્યા. એમને તો હું થેંકયુ પણ ન કહી શકુ એવી અમૂલ્ય ભેટ આપી છે.

ઉમેરો (૧૩-૦૯-૨૦૧૦)

ઓરકુટની ‘ચંદ્રકાન્ત બક્ષી’ કોમ્યુ પર અંકુર સૂચકે શે’ર કરેલી યુ ટ્યૂબ લિન્ક –

~  અમૃત બિંદુ ~

સલામ ‘ગોલ્ડન ગુજરાત’ ની સમગ્ર ટીમને

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

વાંચે ગુજરાત અંગે મોદીની વાતો….


નરેન્દ્ર મોદીના આલોચકોને કદાચ આ પોસ્ટથી  મોદી ભક્તિ કરી રહ્યો છું એમ કહેવાનો મોકો મળશે પણ યુ-ટ્યુબ પરની આ છ એ છ ક્લિપ જોયા-સાંભળ્યા બાદ આ પોસ્ટ બનાવવાની લાલચ રોકી શકતો નથી.  જેમ પુસ્તક પરિચય માટે અમુક અવતરણો મૂકીએ એમ જેઓને આ ક્લિપ્સ વિશે ખબર નહી હોય એમના માટે જે તે ક્લિપમાંથી એકાદ બે અવતરણો પણ મૂકું છું ….

પહેલી ક્લિપની શરૂઆત જ હ્યુમરથી કરી છે – “પહેલી એપ્રિલે કોઇ  કાર્યક્ર્મ કરવો એટલે થોડું જોખમનું કામ છે પણ મને જોખમ સાથે ફાવે છે ! “

બીજી ક્લિપમાં વાંચન/પુસ્તક વિશે વાત કરતા કહ્યું છે – “વાંચનમાં એ તાકાત હોય છે કે એ તમને વિચારવા માટે મજબુર કરે કરે અને કરે જ.”

આ ત્રીજી ક્લિપમાં પોતાના ઇઝરાયલ પ્રવાસ અંગે વાત કરતા કહ્યું છે – “ઇઝરાયલમાં ફૂલ તોડતો માણસ જોવા નહી મળે… આપણે ત્યાં સમારંભોમાં બુકેની બદલે બુક કેમ નહીં? ….જેને જે વાંચવું હોય તે છુટ આપો, વાંચવામાં ભેદ ન રાખો…. ”

ચોથી ક્લિપમાં હમણાં જ યોજાઈ ગયેલ કચ્છમાં રણ શિબીરમાંથી પરત આવતા એમના ડ્રાયવરે ભુજમાં (જે હિના પારેખની પોસ્ટમાં છે એ જગ્યાએથી)  ડિસ્કાઉન્ટમાં પુસ્તકો લેવાની ઇચ્છા દર્શાવી એ વાત કરી અને સાથે કહ્યું છે – “ગમે તે પુસ્તકો વહેંચો.. તમે અગર મોદી વિરુધ્ધમાં તમારા લેખો લખતા હો તો એની પુસ્તિકા બનાવો તો યે છુટ છે, આજનો બાળક/યુવાન પોતે સાચું/ખોટું તારવી લેશે… “


પાંચમી ક્લિપમાં દેશનાં શહિદોને યાદ કરતા કહ્યું – “એક સમય હતો જ્યારે દેશ માટે મરવાનું હતું પણ આજે સમય છે દેશ માટે જીવવાનો…. દેશ માટે એક વરસમાં સો કલાક કાઢો… વિચારો કે અગર હું ભણી-લખીને મોટો થયો છું તો એના માટે કોઇક ગરીબે શિક્ષકે હાથ પકડીને એકડો શીખવાડ્યો હશે.”

છઠ્ઠી અને આખરી ક્લિપમાં કહ્યું – “ઘરમાં દરેકે દરેક વ્યક્તિ પુસ્તક વાંચે,  બપોરે શું જમ્યા એ ચર્ચા કરવાની સાથે આજે  કોણે શું વાંચ્યુ એ ચર્ચા કરીએ. “

[અપડેટ – 06-04-2010:19-30]

અમૃત બિંદુ ~

સ્વર્ણીમ ગુજરાતમાં મારો સૌથી પ્રિય કાર્યક્રમ “વાંચે ગુજરાત” …ગુજરાતીમાં ત્રણ શબ્દો છે એ કદાચ બીજી કોઇ ભાષામાં નથી એ છે ભણતર, ઘડતર અને ગણતર ! = નરેન્દ્ર મોદી.

વધુ માહિતિ માટે લોગ ઓન કરો – http://www.vanchegujarat.in/guj/Default.aspx

15 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

આવું કેમ?=1


કાલે કદાચ માનવ અધિકાર દિવસ હતો. સૌ પ્રથમ તો કોઇને એમ થશે  કે આમાં કદાચ કેમ આવે? તો સંદેશની આ લિન્ક પર કલીક કરો અને જોવા મળશે કે ૨૧મી માર્ચના દિનની આખા  વિશ્વમાં હ્યુમન રાઈટ્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે = એવું લખ્યુ છે !

જ્યારે

દિવ્યભાસ્કરની આ લિન્ક પર ક્લીક કરો તો જોવા મળશે કે દસમી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે =એવું લખ્યું છે  !

અને

વિકિ પીડિયાની આ લિન્ક પર પણ Human Rights Day is celebrated annually across the world on 10 December જ લખેલું છે.

એ બધા કારણોસર કદાચ શબ્દ પ્રયોજ્યો…. હવે મૂળ વાત પર આવું તો મને એમ થાય કે આપણે હંમેશા અધિકારની જ વાત કરીયે પણ ફરજ જેવી કોઇ ચીજ હોય છે કે નહીં?  માનવ ફરજ દિન જેવું કંઇ કેમ નહી હોય? આવું કેમ?

સાથે એક વાત યાદ આવી કે થોડા મહિના પહેલા મને આ માનવ અધિકાર તરફ્થી એક ચાવી રૂપ હોદ્દાની ઑફ્રર આવી હતી પરંતુ મેં નકાર્યુ કે યાર આ એક તો અધિકાર કરતા ફરજપરસ્તીને ફોર્સ કરતું કંઇક હોય તો વિચારીયે અને બીજી વાત કે આપણે ત્યાં સામાન્યત:  એક ચોક્ક્સ કોમ તેમજ ત્રાસવાદી લોકોને ધ્યાનમાં રાખીને કામ કરે છે એવી મારા મનમાં છાપ છે એટલે આપણું આઈ મીન મારૂં કામ નહીં  કહીને એ વાતનો વિટલો  ત્યાં જ વાળી દિધો.

7 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ