‘ગુજ્જુભાઈ’ – “ધ ગ્રેટ પિચ્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!”


છેલ્લા અર્ધા-પોણા દસકામાં જે અર્ધોએક ડઝન ‘ડિફરન્ટ’ ગુજરાતી ફિલ્મસ આવી એમાંથી ‘લવ ઈઝ બ્લાઇન્ડ’ , ‘બે યાર’ અને કાલે ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ જ જોઈ શક્યો છું ‘કેવી રીતે જઈશ’ અને (ખાસ તો) ‘પ્રેમજી’ નથી જોઈ શક્યો! કાલે ‘ગુજ્જુભાઈ….’ જોઈ આવીને મનમાં થયું કે એક  વ્યવસ્થિત પોસ્ટ લખવી છે પણ આજે જ્યારે આ લખવા બેઠો, તો બધું બાષ્પીભવન થઇ ગયું એટલે આડા-અવળા વિચારોને ય મૂકીને ય  એક ‘ટૂકનોંધ’ જેવી બ્લોગ પોસ્ટ ઢસડીને ય  લખીને કીડાને શાંત કરવાનો પ્રયાસ તો કરવો જ રહ્યો.

હા, તો ઉપરોક્ત ફિલ્મો એક શરૂઆત તરીકે બેશક સારી કહી શકાય પણ હજુ વધુ આગળ ધપાવવાની જરૂર છે , જેથી અત્યારની પેઢીને ભરોસો થાય કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હવે ‘ઢોલીવૂડ’નો દાગ ભૂંસાવાના અને વિકાસના માર્ગે છે.

આપણે હજુ એવા મૂવીના ઇન્તઝારમાં છીએ કે જેમાં કંઈક સંદેશ હોય, એટલે કે ઘુવડ ટાઈપ ગંભીર નહિ પણ “હા હા હી હી” ની સાથે સાથે મેચ્યોરિટી પણ હોય, જો કે ‘બે યાર’ માત્ર ‘કોમેડી’ ના કહી શકાય પણ સ્ટોરી અને પ્રેઝન્ટેશનમાં થોડી વધુ માવજત હોત તો હજુ  આના થી ય વધુ જબરદસ્ત બની શકત.

આપણા પાસે લેખકો-દિગ્દર્શકો-નિર્માતાઓ-ગાયકો-સંગીતકારો એમ દરેક પ્રકારના સારા કલાકારો છે જ અને આ બધા મૂવીને હીટ બનાવીને પ્રેક્ષકોએ પણ સાબિત કર્યું કે ઓડીયન્સ પણ મળશે જ એટલે ગુજરાતી મૂવીનું ભવિષ્ય ફરી ઉજળું દેખાઈ રહ્યું છે.

‘બે યાર’ અને કાલે ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’માં  જમા પાસું એ છે કે એમાં ખરેખર વર્તમાન ગુજરાત અને ગુજરાતી માહોલ દેખાય છે. નહિતર ગુજરાતી ફિલ્મસમાં કાર દેખાડવી હોય તો નિર્માતા-દિગ્દર્શક 800 થી આગળ વિચાર ય કરી શકતા નહિ…એમને મન ગાડી એટલે ‘મારુતિ'(800) ! વસ્ત્રાપુર – રીવર ફ્રન્ટ – સ્વચ્છતા વગેરેથી પણ કોઈના મનમાં  ગુજરાત  પ્રત્યે ખોટી ધારણા હોય તો એ સુધરવાની શક્યતા છે!

ગુજરાતી મૂવીની વાત કરતા કરતા યાદ આવી  ‘બાહુબલી’ .  ગુજરાતી મૂવી(ઓ !) અને ‘બાહુબલી’ આમાં આમ કંઈ સામ્ય ન કહેવાય પણ તો ય એટલું સામ્ય તો છે

ગુજરાતી અને બાહુબલી  સારી મૂવી છે ‘ગ્રેટ’ નહિ !

ગુજરાતી અને બાહુબલી  એ સાબિત કર્યું કે દેશમાં વિદેશ લેવલની તેમજ પ્રદેશમાં દેશના લેવાલી મૂવી બનાવવા અને જોવા વાળો વર્ગ છે.

ગુજરાતી અને બાહુબલીને પ્રેક્ષકોએ ગર્વ અને સહાનુભૂતિપૂર્વક ‘ઉપાડી’ને ટોપ લેવલ પર પહોંચાડ્યું જેનાથી ગ્રેટ સર્જકો મેદાનમાં આવવાની હિમ્મત કરી શકે.

~ અમૃતબિંદુ ~

“आप गुजराती लोग इतना बोलते क्यों हो?”

 

“क्यों की लोग हमें सुनते है !”

 

Gujjubhai The Great ‪ #‎ModiAtSAPCenter

 

^ my Fb Post

1 Comment

Filed under ગુજરાત_ગુજરાતી, ફિલ્લમ ફિલ્લમ

‘પટેલ,પોલીસ, પોલીટીક્સ અને પત્રકારત્વ’ પ્રકરણમાં પબ્લિક


ગઈકાલે  ~ પટેલ,પોલીસ, પોલીટીક્સ અને પત્રકારત્વ ~ સીરીઝમાં બે પોસ્ટ મૂકી જેમાં મુખ્યત્વે પત્રકારત્વ અને પટેલ વિશે લખાય ગયું આમ તો આ મુદ્દો એવો  છે કે  દરેક કળી ઓટોમેટિક બીજી કળી સાથે સંકળાયેલ જ છે. હવે છેલ્લી પોસ્ટ લખી નાંખું જેમાં પોલીસ, પોલીટીક્સ અને પ્રજા વિશે (મિક્સ) કહેવાય  જાય.

જો આ કર્ફ્યું અને નેટ બંધનો  મામલો ન થયો હોત તો કદાચ પહેલાની જેમ જ શાંતિ રાખીને જ બેઠો હોત પણ આખરે એવું બધું થયું જેણે ઉદ્દીપકનું કામ કર્યું અને આ બધું લખવા પ્રેરાયો. આમ તો ખ્યાલ જ હોય કે ગમે તેવું સારું કે ગમે તેવું ભંગાર લખો, ‘પાડા ઉપર પાણી’ની જેમ કોઈ જ  ફર્ક પડવાનો હોય નહિ, પણ કમ સે આપણે  તો ‘ફરજ બજાવી’નો પોતાના હાથે જ એવોર્ડ લઈને હળવા થઇ જઈએ.

શાયદ ઓશોએ આવું  કંઈક કહ્યું છે “સમગ્ર બ્રહ્માંડમાં કોઈપણ સારી-નરસી ઘટના ઘટે એના માટે આપણે પણ જવાબદાર હોઈએ જ છીએ” ચિંતન-મનન તો  મોટા  માણસો કરે, પણ આ વાત વિશે ઘણીવાર વિચાર્યું છે તો  લાગ્યું છે કે સાચી વાત છે.

જેમ કે આ આંદોલન શરુ થયું ત્યારથી અમુક લોકો પટેલ કોમને ઉતારી પાડવાનો તો અમુક લોકો એમને ‘સાચા છો, લડી જ લ્યો’ નો (ખોટો) પંપ મારતા નજરે પડ્યા છે, જે બંને તો ખોટા છે જ પણ જેમના શબ્દોની અસર પડી શકે  એવા લોકો ચુપ રહીને તમાશો જોયા કરે (કે  કઈ  બાજુ બોલવું?) એ પણ ખોટું જ છે. આમ પણ આપણે ક્યાં નાગરિક તરીકેની કોઈ ફરજ નિભાવવાની તસ્દી લેતા હોઈએ છીએ? નહિતર ખરેખર તો આવી કોઈ ચળવળ શરુ થાય ત્યારે જ જો એક એક નાનો માણસ પણ પોતાની આસપાસનાં  રીયલ કે વર્ચ્યુલ વર્લ્ડમાં વ્યવસ્થિત સંદેશ વહેતો કરે અને ગેરસમજની ખાઈ પહોળી ન થાય તો આવું કદી થાય જ નહિ પણ અગાઉની પોસ્ટમાં કહ્યું હતું એમ આ તો શેખચલ્લીની સોચમાં જ ખપી જશે.

પોલીટીક્સમાં પણ ઘણો ખરો ભાગ યા તો અક્કલવિહીન હોય યા તો સંવેદનાવિહીન હીન કક્ષાનો કે  જે સરકારમાં હોય કે વિરોધમાં પોતાને ક્યાં ફાયદો થશેની યા  તો રાહ જુવે યા તો એ પ્રકારનું ‘સંકોરે’ . આમ જોઈએ તો રેલી પૂરી થઇ ગઈ ત્યાં સુધીમાં સરકારમાં પ્રમાણમાં સમજદારી/મેચ્યોરિટી દેખાઈ હતી, અને સામે પક્ષેથી  જે વ્યક્તિ બેફામ ભાષણ અને  ચીમકીઓ આપ્યા કરતો હતો એના પ્રત્યે પબ્લિક, મીડિયા અને પટેલોમાં પણ નારાજગી દેખાતી હતી એનો ‘ફાયદો’ જો સરકારે  લીધો હોત તો પછીના જે  ‘કાંડ’ થયા એ કદાચ  ના થયા હોત. ગુજરાતમાં જે થયું એના કરતા અનેકગણું ગુજરાત અને ગુજરાત બહાર રજુ કરીને બદનામ કરવા વાળાને સામે ચાલીને તક આપી દીધી. અને મને મુખ્ય વાંધો આ જ વાતનો થયો કે આપણું ગુજરાત બદનામ થાય એવું કોઈ કાળે ન થવું જોઈએ અને ગુજરાતનો વિકાસ કદાચ બઢાવી-ચડાવીને  રજુ કરાયો હશે પણ ગુજરાતમાં શાંતિ હતી એને કેમ નકારી શકાશે અને એ શાંતિને એને ડહોળીને માત્ર મોદી, ભાજપ, સરકારને બદનામ કરીને પેલું કહેવાય છે એમ “દુશ્મન ને રાજી કર્યા” !

સરકારની બેવકૂફી કે અર્ધજ્ઞાન પણ જુવો કે ‘નેટ’ બંધ કરી દીધું! આ નેટ બંધથી wa-fb-sms વગેરે બંધ  થયા એનો ઠુઠવો નથી પણ આવું કંઈ કરતા પહેલા એ વિચારવું જરૂરી હતું કે નેટ એટલે  માત્ર ઉપર કહ્યા એવા મનોરંજન  જ નથી થતા, એ તો અમુક ભાગ છે બાકી લોકોનો ધંધો રોજગાર નેટ થકી ચાલે છે એમનું શું? દરેક પાસે કેબલ નેટ નથી હોતું, કેટલી ય કંપનીનાં એક્ઝીક્યુટીવ ડોન્ગલથી જ વહેવાર ચલાવતા હોય છે. અને આ બધું તો કાલ સવારે આવ્યું એના પહેલા એટલે ૨૦૦૨માં ક્યાં આ હતું? તો ય ડખ્ખા થયા હતા કે નહિ? મોબાઈલ આવ્યો એના ય પહેલા તો શું દેશ આઝાદ થયો ત્યારે અને એ પહેલા ય કેટલા ય તોફાનો, હુલ્લડો થયા છે અને થતા રહેશે પણ આવા તત્ત્વો માત્ર નેટ-મોબાઈલ પર આધાર રાખીને બેઠા હશે એવું માનવું એ આવી તકનીકી શોધનો દ્રોહ જ નહિ અલ્પમતિ પણ દર્શાવે છે. માન્યું કે આ બધાથી તીવ્રતા વધી શકે પણ તો wa-fb-sms જેવા મોજમસ્તીનાં સાધનો બંધ કરીને બાકી ઈન્ટરનેટ ચાલુ રાખી શકાય ને ? જેમ દારૂબંધી એ મજાક બનીને રહી ગઈ છે એમ આમાંય ‘તોડ’ કરવા વાળાઓએ કરી જ લીધો હતો એ સાબિત કરે છે કે પ્રશાશનમાં છે એના કરતા તો જીનીયસ આમ પ્રજામાં રખડે છે!

એની વે, આ બધું ‘જો અને તો’ છે, જેનો હવે કોઈ ઉપાય પણ નથી અને આમ પણ સરકાર સુધી આપણો અવાજ પહોંચવાનો નથી પણ પટેલ અને અને નોન પટેલો એ અંદરોઅંદર એટલું સમજી લેવાની જરૂર છે કે તેઓ એક બીજાના દુશ્મન નથી અને કે નથી એકબીજાના હક્ક પર તરાપ મારતા. અને પબ્લિક પ્રોપર્ટી છે એ સરકારની નથી આપણી છે, એનું નુકસાન ગમે એને કર્યું હોય પણ એની ભરપાઈ તો આપણે જ કરવાની છે. ભગતસિંહ-સુભાષચંદ્ર અને સરદારને બદનામ જ નહિ પણ એમના આત્મા સાથે દ્રોહ કરનારને ઓળખી/તારવી પટેલોએ જે પણ કરવું હોય એ આગળ કરવું. અને ચોખ્ખું સમજી લેવાની જરૂર છે કે કોઈ ક્રાંતિકારીઓ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ના પહોચાડતા કે ના કોઈ નિર્દોષને નડે એવું કામ કરતા પણ એના દુશ્મનોનાં ગઢ પર બહાદુરી ભર્યો હુમલો કરી જાણતા.

પોલીસનાં જુલમ વિશે બહું લખાય/છપાય અને કહેવાય છે પણ મારા એક (સ્વ) વકીલ મિત્ર મને ઘણીવાર પોલીસની મજબુરી, તકલીફો અને પરેશાનીઓ વિશે કહેતા પણ એ બધું કહેવાની બદલે તાજેતરમાં જય વસાવડાએ એક જગ્યાએ કોમેન્ટ કરી હતી એમાંથી એક જ લાઈન ઉપાડું જે  વધુ બંધ બેસે છે  “….બિચારી પોલીસને તો બલિનો બકરો રાજકારણીઓ બનાવી દેશે…..”   – આમાં બધું આવી ગયું!

~અમૃત બિંદુ~

”આપણે ત્યાં કોમી હુલ્લડનો ડર છે, એ વાઘે લોહી ચાખ્યા જેવું થયું છે. આપણી બાંધી મુઠ્ઠી ખુલ્લી થઈ ગઈ છે.. આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે મારે પોલિસની મદદ માંગવી જ નથી, એ એનો ધર્મ ભલે બજાવે… કેવી રીતે સેવા કરવી એનો અનુભવ ન હોય તો કુસેવા થાય.. મોટા અમલદાર છે, એની મર્યાદા – પ્રતિષ્ઠા રાખવી જોઈએ. એ તોડી નાખશો તો કામ નહિ કરી શકે… નકામા માણસો થોડાઘણા હોય પણ ખરા. પણ એની સાથે તમારે કામ ન પાડવું જોઈએ… ઘડી ઘડી ઓફિસરને બોલાવવા નહિ… એ પણ થાકેલા હોય. વારે વારે બોલાવીએ તો અકળાય.
આ શહેર (અમદાવાદ)માં તોફાન થયું અને બજારમાં ધોળે દહાડે ઈમારતો સળગાવવામાં આવી. દુકાનો લૂંટાવાના અવાજ મારે કાને પડયા એથી મને જે દુઃખ થયું, એના ઘા હજી રૃધાયો નથી. એ દુઃખ હું જીરવી નથી શકતો. હજુ એમાંથી છૂટયો નથી.. એકદમ શું સૂઝયું કે એકબીજાના ગળાં કાપવા બેઠા? પણ મને એક વાતનું દરદ છે કે આપણી આબરૃ ગઈ. અમદાવાદ શહેરને ડાઘ લખ્યો. એ કેમ ભૂંસાય? એ એક જ રીતે ભૂંસાય કે આપણે એવી રીતે નાસભાગ ના કરીએ. ફરી આવું વાતાવરણ ન થાય તે માટે કોશિશ કરવી.” (૧૪/૩/૧૯૪૨ અમદાવાદ)

ગુજરાતીમાં જ ‘સરદાર વલ્લભભાઈના ભાષણો’નું પુસ્તક ઉપલબ્ધ છે. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ અને ‘નવજીવન’માં મળે છે. મોટી મેગેઝીન સાઈઝ (એફોર)નાં ચારસો પાનાની આ કિતાબ ચારસો રૃપિયામાં મળે છે. –  જય વસાવડા (ગુ.સ.માં ૩૦-૦૮-૨૦૧૫નાં સરદાર પટેલનાં ક્વોટસ વાળો લેખ)

Leave a comment

Filed under ગુજરાત_ગુજરાતી, સંવેદના, સમાજ, media, Nation, politics, social networking sites

પટેલ, પોલીસ, પોલીટીક્સ અને પત્રકારત્વ સિરીઝમાં પટેલ પર પોસ્ટ


હું પોતે OBCમાં આવું એટલે એવો ઇલ્જામ આસાનીથી લાગી શકે કે તમે તો તમારી ‘સીટ નીચે’ સીટ દબાવીને બેઠા છો એટલે શું વાંધો હોય ? પણ હકીકત એ છે કે મને આવા કોઈ (ગેર)લાભ ઉઠાવવાની ખાસ કોઈ જરૂરીયાત ઊભી જ નથી થઈ.

બાકી ખરેખર કહું તો અનામત હોય કે કોઈપણ જાતની સહાય હોય એ માણસને ક્યારેય ઊંચો લાવવામાં મદદરૂપ થવાની બદલે માણસ નીચો અને નિચ બનાવવામાં અને સાચો લાભ લેવાના બદલે ગેરલાભ ઉઠાવવામાં જ પોતાનું મગજ બીઝી રાખવામાં કારણભૂત થતું હોય છે. આવી કોઈ સહાય કે સ્કીમ જો કોઈ સમુદાયને ઊંચો લાવવામાં મદદરૂપ થતું હોત તો એ સમુદાય થોડો તો ઊંચો ઊંચકાયો હોત. એક શેખચલ્લી જેવો વિચાર પણ આવે કે જેઓને અનામત મળે છે તેઓ ખુદે  ખરેખર તો અનામત હટાવો અભિયાન ચલાવીને જેઓને નથી મળતું તેઓના આંદોલનનાં રથની હવા કાઢી નાંખવાની જરૂર છે કેમ કે બની બેઠેલા અને હજુ રાષ્ટ્રીય ફલક પર ઉભરવાની લાલસા પૂરી કરવા માટે જે મળવાની શક્યતા બહું ઓછી છે એ ખબર હોવા છતાં પણ લોકોને ઉક્સાવિને પોતા માટે રાજકીય ‘સીટ’ અનામતની ફિરાકમાં છે એવા લોકો તો ‘બહાર’ પડી જાય !

આમ પણ આવા કોઈપણ સાચા-ખોટા તૂત માટે ક્રાઉડ ભેગું કરવું બહું જ જરૂરી છે અને એટલે તો સામાન્ય રીતે પટેલ તરીકે પ્રખ્યાત જ્ઞાતિને ‘પાટીદાર’ની ઓળખ આપવામાં આવી હશે? કેમ કે મેં વરસો પહેલા ક્યાંક વાંચેલું કે સાંભળેલું એ આમ તો હકારાત્મક સોચ વિશે હતું પણ એને પોતાના સ્વાર્થ નહિ પણ હિત(!) ખાતર કેવી રીતે લઇ શકાય એ મારા શબ્દોમાં રજુ કરું તો અગર હું ‘અગ્રાવત’ ‘અગ્રાવત’ નું રટણ રાખું તો માત્ર અગ્રાવત હોય એમાંથી(ને ય અમુક) ટેકો આપે પણ જો હું ‘રામાનંદી’ કહું તો નિમાવત-રામાવત-કુબાવત-ટીલાવત અને બીજા કેટલાંય ‘વત’નો વટથી સાથ માંગી શકું પણ એમાંય જો સાધુ કહું ત્યારે માત્ર રામાનંદી જ નહિ પણ અતિત/ગોસ્વામી-માર્ગી અને કાપડીસાધુઓ પણ હઈસા, હઈસા કરીને સાથે આવી જાય. હજુ આમાં અન્ય લોકોને જોડતા જોડતા આ ‘કુંડાળા’નો વ્યાસ વધારી શકાય. એવી જ રીતે અમે તો નાના હતા ત્યારે ગામમાં જે જ્ઞાતિને ‘લોહાણા’ કે ‘કણબી’ તરીકે ઓળખતા અને તેઓ અટકમાં ‘કણબી’ ન લખતા અને ગામડામાં ‘પોલીસ પટેલ’ તરીકે મુખ્ય રહેતા જેઓ ફરજીયાત કણબી જ હોય એવું ન હતું પણ આગળ જતા ‘પટેલ’ અને ‘ઠક્કર’ અટક પણ આવવા માંડી! આ આંદોલન શરુ થયું એના પહેલા જેઓને ‘પટેલ’ તરીકે ઓળખતા અને એ લોકો પણ ઓળખાવતા એ હવે ‘પાટીદાર’ ઓળખાવા માંડ્યા. આમાં આપણને વાંધો હોય પણ નહિ અને કાઢી શકાય પણ નહિ પરંતુ પટેલોએ જ એની પાછળનો આશય શોધવાની કસરત કરવી જોઈએ.

બીજી વાત કે અમારા જેવા લોકોને અનામતની ‘ફેસીલીટી’ મળતી રહી છે એમના વિશે પણ એકવાર વિચારી જોજો કે તેઓએ કાંય લોચો નથી લઇ લીધો, હા તેઓ બીજાને નડ્યા હશે એમાં ના નહિ અને એમાંથી જ આવા આંદોલન પેદા થતા હોય છે. એટલે કે કોઈપણ આંદોલનનો મુદ્દો કદી ખોટો હોતો નથી (દા.ત. – લોકપાલ) પણ એ આંદોલનમાં ભળી જઈને નેતા બની જતા લોકો ખોટા હોવાના ચાન્સ વધી જાય છે.

ત્રીજી વાત કે આ ટાઈપનાં ‘દાન’થી કદી કોઈ ઊંચા નથી આવતા પણ લુચ્ચા જરૂર બની જતા હોય છે આઈ મીન આવા લોકો હરામના હાડકાનાં થઇ જતા હોય છે એ માર્ક કરી જોજો. હું અમારી જ્ઞાતિને હંમેશાં કહેતો હોઉં છું કે ‘રામ રોટી’ અને ‘મંદિરની પૂજા’માંથી જે દિવસે મુક્ત થાશું એટલે (એ પેઢીમાં તો નહિ જ પણ) એની બીજી પેઢીથી ઊંચા આવવાના ચાન્સ વધશે. આનો મતલબ એ નથી કે મંદિરની પૂજા કે રામરોટીનો પાછળનો આશય કે ભાવના ગલત હતી/છે  પણ એક વસ્તુ ખાસ નોંધજો અપાત્ર હોવા છતાં દાન દઈ શકાય એમાં કાંય ખોટું નથી થતું પણ દાન સ્વીકારવા માટે પાત્રતા કેળવવી પડે અને કુપાત્ર હોવા છતાં જો દાન લ્યો છો તો એનું ભરણું ભરવું જ પડે!

આપણી તતુડી સાંભળવાનાં બહું ઓછા ચાન્સ છે પણ પટેલની વાત કરીએ તો આ કોમ એટલે  ખેડૂત, અને ખેડુંમાં તો  પત્થરમાંથી પાણી કાઢવાની ત્રેવડ એમના લોહીમાં હોય  એટલે જે ફિલ્ડમાં તેઓ હાથ નાંખે એમાં સફળ જ હોય છે પણ જો આ અનામતનાં રવાડે ચડી જશે તો સમય જતા મેં ઉપર કહ્યું એમ અમારી જેમ એમના પણ હરામના હાડકા થઇ જશે એ પાક્કું જ છે. આમાં કોઈ હરગીઝ એવું ન માને કે અમારો ગરાસ લૂંટાય જવાનો છે એટલે હું આમ કહું છું પરંતુ હું તો એમ કહું છું એવું આંદોલન ચલાવો કે કોઈને અનામત જ નહિ પરંતુ એ પણ ખબર છે જેમ દારૂબંધી હટાવવાની કોઈ પણ પક્ષની સરકાર હોય એની ત્રેવડ નથી એમ જ આ અનામત હટાવવાનું પૂણ્ય લેવાનું કોઈ વિચારી પણ શકશે નહિ !

અમૃત બિંદુ ~

 

એક ઉનાળામાં સ્ટીવ સાથે જોબ્સ પરિવાર તેના વતન વિસ્કોન્સિન ડેરી ફાર્મ પર ગયો હતો. તે વખતે જ એક ગાયે બછડાને જન્મ આપ્યો હતો. જન્મ પછી તરત જ વાછરડું ઊભું થઇ ગયું તે જોઇને સ્ટીવને બહું નવાઈ લાગી કે મનુષ્ય બાળ આવું કરી શકતું નથી, પણ વાછરડું જન્મતાં જ ઊભા થતાં શીખી ગયું તે વાત સ્ટીવનાં મનમાં બરાબર બેસી ગઈ હતી, વર્ષો પછી apple પ્રોડક્ટ બનાવતી વખતે સોફ્ટવેર અને હાર્ડવેરને એકબીજા સાથે જોડવાની તેની જીદને તેણે આ વાછરડાનાં જન્મના ઉદાહરણથી સમજાવી હતી. સ્ટીવ કહે છે –

“વાછરડું જન્મ્યું તે સમજણ લઈને જ પેદા થયું હતું. તેને શીખવવાની જરૂર નહોતી . . . .”

^

‘સ્ટીવ જોબ્સ’માં આ વાંચતી વખતે મનમાં થયું કે સરકાર અનામતનું અનિષ્ટ અમલમાં મૂકતા પહેલા એકાદી ગાય ‘વિયાંય’ એ જોયું હોત તો?! – મારી FB Post

2 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, સમાજ, Nation, politics

પટેલ,પોલીસ, પોલીટીક્સ અને પત્રકારત્વ


આ  અનામત આંદોલનની આતશબાજીનો આરંભ થયો ત્યારથી હેમલેટ ટાઇપ મન:સ્થિતિમાંથી પસાર થતો આઈ મીન  ‘લખવું’ – ‘ન લખવું’ ! એમાંય જેમ જેમ આ અનામત પ્રકરણ આગળ  વધતું ગયું તેમ તેમ મોટાભાગે થતું હોય એમ અનામત  તો સાઈડમાં રહી ગયું પણ એમાં પાટીદારની સાથે સાથે  પોલીસ-પોલીટીક્સ અને પત્રકાર જમાતનું પણ ઉમેરણ થતું ગયું એટલે ઉલઝનોમાં પણ વધારો થતો ગયો કે કોના વિશે લખવું ? અને fb-WA જેવા અભિવ્યક્તિનાં પ્લેટફોર્મ પર પણ કરફ્યુ લદાયેલ જેવી પરસ્થિતિમાંથી હજુયે પસાર થઇ જઈએ પણ ઈલે. અને પ્રિન્ટ મીડિયાની  દે ધનાધન અને બેફામ બકવાસને ય સહન કરતા કરતા ગુંગળામણ થવા માંડે ને ?

fb, wa, sms, twtr વગેરે જેવા માધ્યમોનાં ચલણ થકી  આપણે હવે લાબું વાંચવા ટેવાયેલા નથી એટલે આ બધા પ્રકરણો પર એક સાથે ન લખતા ટૂકડે ટૂકડે માથે મારવા ઠીક  રહેશે એમાં શરૂઆત મીડિયાથી.

‘નો નેગેટીવ’ના દંભી  દાવાઓ  વાળું અખબાર એ જ  ‘નો નેગેટીવ’ના (ખોટા સિક્કાની) નીચે ‘પાટીદારોને ઓળખો’ … ‘ગુજરાતના અનામત આંદોલનની અંદરની વાત’ . . . ‘આ રીતે  ભડકે બળ્યું ગુજરાત’ની હેડલાઈન બનાવીને લેખ નહિ  પણ લેખ જેવું લખાણ લખે! જે લખાણ  પાછું ‘કાંતિ ભટ્ટ ટાઇપ’ હોય  કે  જેમાં ટાઇટલ અને લખાણનો મન મેળ તો નથી જ પરંતુ  બધા ફકરા અલગ અલગ વખતે લખાયા હોય અને  જેમ વેરાયેલા કચરાને  ભેગો કરીને સળગાવીએ એવું લાગે !

આવી જ  રીતે ગુજરાતી ન્યૂઝ ચેનલોએ પણ જાણે  દાટ વાળવાની હરીફાઈમાં HURRY થઇ દોડતા હોય એવું ભાસે!

મીડિયા એ જાણે ગુજરાત રાજ્ય ખાસ  કરીને (ગુજરાત સરકાર અને  ગુજરાત પોલીસ)ને ગમે એમ કરીને કઠેડામાં ઊભી કરવા બીડું કમર કસી  હોય. એ હકીકતથી ય  ઇનકાર  કરી ન શકીએ કે પોલીસ ક્યાંક વધુ પડતી  કઠોર બની હોય પણ આવી હો હા માં તોફાની અને અસામાજિક તત્વોની એકબીજામાં ભેળસેળ ન થઇ જાય એ માટે દંડાવાળી કરવી ય પડે  અને સૌરભ શાહના એક લેખમાં હતું એમ તમારો કોઈ ટેકેદાર રસ્તા પર બસ સળગાવીને નજીકની કોઈ સોસાયટી કે ફ્લૅટમાં ઘૂસી જાય તો પોલીસે એની પાછળ પડીને ઉંદરને એના દરમાંથી બહાર કાઢે એમ ફટકારીને કાઢવો જ પડે. જો કોઈ માથાભારે મહિલા બસના કાચ પર પથ્થર મારીને જતી હોય તો એને પણ ફટકારવી પડે. એમાં સ્ત્રીદાક્ષિણ્યની વાત ન આવે. વધુ પડતું દમન પણ થયું હોય પરંતુ અહી એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે આપણી સોસાયટીમાં કોઈ બહારનું યા તો સોસાયટીનું જ આવું કોઈ તત્વ હોય તો આપણે પોલીસને એ સોંપતા નથી પણ પોલીસ કામગીરીમાં યા તો દખલ કરીએ યા તો એને વખોડીએ જરૂર.

લેખક મિત્ર સિદ્ધાર્થ છાયા સાથે આ મુદ્દા વાતચીત થતી હતી એમાં એમણે કહ્યું – મીડિયાનું કામ તો ખરેખર  ન્યૂઝ આપવાનું હોય છે પણ આપણું (ઉત્સાહી) મીડિયા એનું વિશ્લેષણ પણ કરીને આપે. ૨૦૦૨માં જેવું કામ નેશનલ મીડીયાએ કર્યું એમાંથી પ્રેરણા લઈને આ વખતે ગુજરાતી મીડીયાએ કામ કર્યું

~ અમૃત બિંદુ ~

“પત્રકાર એવી વ્યક્તિ છે, જે ઘણી વાર  પોતાનો અવાજ સાંભળવામાં અસમર્થ થઇ જાય છે.” – બિસ્માર્ક.

^ દિ.ભા. પાનાં નં-૨, તારીખ ૩૦ ઓગસ્ટ ૨૦૧૫

Leave a comment

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, media, Nation, politics

Fun on Friendship Day


ઈન્ટરનેટનાં આગમન પહેલાથી જ (અ)મારી જિંદગીમાં સગા કરતા વ્હાલાં(મિત્રોની)ની સંખ્યા હંમેશાં વધુ રહી છે. અને એ મિત્રતા ન માત્ર જળવાય રહે પરંતુ દોસ્તીના દરિયામાં સતત ભરતી રહે એ માટે અમે મિત્રો કોઈને  કોઈ અવસર ઝડપી જ લેતા હોઈએ છીએ. ૨૦૧૫નાં  Friendship Day પર પણ આવો મોકો ઝડપ્યો મિત્ર (મિલિન્દ) નાગવેકર પરિવારે. અમે લોકો ચાર પરિવાર કે જેને સ્ટાર પરિવાર તરીકે પણ ઓળખાવીએ છીએ એમાં નાગવેકર-તન્ના-અગ્રાવત અને પરમાર, આમ ચાર પરિવારની ચંડાળ ચોકડી પહેલી ઓગસ્ટની રાત્રે દસ વાગ્યે એકઠી થઇ  MNનાં ઘેર, બહાનું કે અવસર જે ગણો એ તો હતું   એમના પુત્ર ધ્રુવિનની સ્તુતિ સાથે થયેલ સગાઇની CD  જોવાનું અને ત્યારબાદ MNએ લઇ રાખેલ કેક દ્વારા ઉજવણી કરી જેના ફોટા આ રહ્યાં –

IMG_20150801_233154067

કેક દર્શન કર્યાને? તો  પછી હવે મળો

IMG_20150801_233428792

 

^ સ્ટાર પરિવારનું સામ્રાજ્ય ચલાવતી આ  ચારેય સામ્રાજ્ઞીને ! ^

 

અને હવે છેલ્લે
IMG_20150801_233257340

 

 

^ જેઓની પાસે રાજપાટ, સામ્રાજ્ય  નથી એવા શહેનશાહોથી પણ રૂબરૂ કરવું ને? આ ફોટામાં જોઈ શકો છો અમે લોકો કેટલા ‘પ્રેમ’થી ‘હળીમળી’ને  રહીએ છીએ!

 

-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x–x-x-x-x-x-x-x-x-x-x-x-

 

હવે આ સ્ટાર (પરિવાર) ચેનલ થી સ્વિચઓવર થઈએ SAB TV  પર  તારક મહેતા સિરિયલમાં આવે  છે એવી  અમારી (ગોકુલધામ જેવી) સોસાયટી પર ….

બક્ષી સાહેબ કહી ગયા છે ને = “ગુજરાતીઓ ફરવા જવામાં ટોળામાં હોય !” ખાસ યાદ નથી પણ કદાચ એમણે એવું કારણ/તારણ કાઢેલ છે “અસલામતી અનુભવે, માહિતી/જ્ઞાનનો અભાવ ગુજરાતીઓમાં સવિશેષ હોઈ, તેઓ એકલા ફરવા જવાની હિમ્મત કરી શકતાં નથી.”

પણ એ કદાચ બક્ષીયુગની વાત હતી, હવે તો ‘અસલી મજા ‘સબ’ કે સાથ હૈ’ નો  યુગ છે એટલે અમે તો ગમે  ત્યાં ફરવા-ચરવા જઈએ ટોળામાં જ  જઈએ છીએ. જેમાં ક્યારેક મિત્રો તો ક્યારેક સોસાયટી તો ક્યારેક સગા-સંબંધીઓ સાથે જ  જઈએ અને એકલા કરતા (ટોળું  નહિ પણ) સમુહમાં આનંદ-જલસાનું  પ્રમાણ વધુ  જ  નોંધ્યું છે.

આવી જ રીતે (યોગાનુયોગ) ફ્રેન્ડશીપ ડેનાં દિવસે અમે સોસાયટીનાં પાંચ પરિવાર મળીને પિકનિક પ્રોગ્રામ ગોઠવી નાંખ્યો. જેમાં કેન્દ્રબિંદુ ભુજ અને એના નજીકના જ  સ્થળો રૂદ્રાણી ડેમ કે જે ભુજથી ખાવડા તરફ જતાં રસ્તા પર ૧૮ કિમીનાં અંતરે અને ફરી ભુજ આવીને મુન્દ્રા તરફ જતાં રસ્તે ટપકેશ્વરી માતા કે જે ૯ કિમીનાં અંતરે છે એ રાખ્યું અને  ભુજમાં સ્વામીનારાયણ મંદિર તેમજ હમીરસર તળાવનો નજારો નિહાળ્યો !

પોસ્ટ બનાવતી વખતે વિચાર આવ્યો  કે અમારા થોબડાં દેખાડવા કરતાં જે તે સ્થળનું સૌંદર્ય દર્શન થાય, પરંતુ આ વિચાર ત્યારે આવ્યો  ના હતો જ્યારે ત્યાં હતા, એટલે એ હિસાબની ફોટોગ્રાફી થઇ નથી તેથી ૧૦૦% નિયમનું પાલન તો  નહિ થઇ શકે પણ  કદાચ ફરી વાર ક્યાંક જઈશું  તો  યાદ કરીને આ વાત યાદ રાખવી છે   !

રૂદ્રાણીધામમાં 'નાદવડ' વિશેની  માહિતી

રૂદ્રાણીધામમાં ‘નાદવડ’ વિશેની માહિતી

રૂદ્રાણીડેમ - ૧

રૂદ્રાણીડેમ – ૧

રૂદ્રાણીડેમ - ૨

રૂદ્રાણીડેમ – ૨

રૂદ્રાણીડેમ - ૩

રૂદ્રાણીડેમ – ૩

રૂદ્રાણીડેમ - ૪

રૂદ્રાણીડેમ – ૪

હવે પ્રસ્થાન કરીએ પેટપુજા માટે હોટેલ પ્રિન્સની ગુજરાતી થાળી ઝાપટવા  જ્યાં વિનય ખત્રી દ્વારા ફેમસ થઇ ગયેલ મીની  “બકાસુર” ટાઈપની થાળીની મજા ઔર જ છે.

ટપુ સેના !

ટપુ સેના !

ઠાકોરજી  રાજભોગ આરોગે એવી રીતે અમે  ભોજ ‘દાબ્યું’ અને હવે ‘ટપકેશ્વરી’ તરફ ટપકીએ –

ટપકેશ્વરી - ૧

ટપકેશ્વરી – ૧

 

ટપકેશ્વરી - ૨

ટપકેશ્વરી – ૨

ટપકેશ્વરી - ૩

ટપકેશ્વરી – ૩

ટપકેશ્વરી - ૪

ટપકેશ્વરી – ૪

ટપકેશ્વરી - ૫

ટપકેશ્વરી – ૫

ટપકેશ્વરી - ૬

ટપકેશ્વરી – ૬

ટપકેશ્વરી - ૭

ટપકેશ્વરી – ૭

ટપકેશ્વરી - ૮

ટપકેશ્વરી – ૮

ટપકેશ્વરી - ૯

ટપકેશ્વરી – ૯

ટપકેશ્વરી - ૧૦

ટપકેશ્વરી – ૧૦

ટપકેશ્વરી - ૧૧

ટપકેશ્વરી – ૧૧

^ આ છેલ્લો ફોટો ‘ટોપ લેવલ’નો , અને  ત્યાં પેલી  ‘ફીલીંગો’ થવા લાગે = “આજ મૈ ઉપર, આસમાં નીચે” અને  એ સાથે જ હવે નીચે ઊતરીને પ્રયાણ કરીએ (ફરી પાછા) ભુજ !

સ્વામિનારાયણ મંદિર_ભુજ -૧

સ્વામિનારાયણ મંદિર_ભુજ -૧

સ્વામિનારાયણ મંદિર_ભુજ -૨

સ્વામિનારાયણ મંદિર_ભુજ -૨

સ્વામિનારાયણ મંદિર_ભુજ -૩

સ્વામિનારાયણ મંદિર_ભુજ -૩

હમીરસર તળાવ_ભુજ-૧

હમીરસર તળાવ_ભુજ-૧

હમીરસર તળાવ_ભુજ-૨

હમીરસર તળાવ_ભુજ-૨

હમીરસર તળાવ_ભુજ-૩

હમીરસર તળાવ_ભુજ-૩

~ અમૃતબિંદુ ~

તમને સવારે ફાંસી મળવાની હોય અને તમારા માટે અર્ધી રાતે ય કોર્ટ ખોલાવે એવા મિત્રો મળે એવી HFD નિમિત્તે શુભેચ્છાઓ ! 

^ WA Msg ^

6 Comments

Filed under પ્રવાસ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, Tour

‘તિમિરપંથી’ , લેખક – ધ્રુવ ભટ્ટ


ધ્રુવ ભટ્ટનાં લખાણ (જી હા લખાણ) વિશે પાંચેક વરસ પહેલા આ જ જગ્યાએ લખેલું –

આપણે ચીલાચાલું વાંચવાના આદી હોવાથી કે પછી એમની અલાયદી અને અલૌકિક દુનિયામાં પ્રવેશવામા આપણને તૈયાર કરતા હોય , ગમે તે પણ એમના પુસ્તકોમાં પહેલા પ્રકરણમાં જામશે નહી પણ પછી  તો એમની સર્જનતાની દુનિયામાં આવ્યા પછી તો  આપણા ને  એવા એવા સાચા મોતી દેખાડે અને એ પણ નિર્લેપ ભાવે કે આપને ત્યારે થાય કે અત્યાર સુધી આપણે ખોટા મોતીને સાચા માનીને ચણતા રહ્યાં!

ખાસ યાદ નથી પણ કદાચ ધ્રુવભાઈના પુસ્તકો વાંચવામાં શરૂઆત કરી ‘અગ્નિકન્યા’થી, ગમી.  થોડીક અલગ લાગી. પણ ત્યારબાદ  ‘તત્વમસી’, ‘અતરાપી’, ‘કર્ણલોક’ , ‘સમુદ્રાન્તિકે’  વગેરેનાં સંપર્કમાં આવ્યા બાદ તો ‘ધ્રુવત્વ’થી અલિપ્ત રહી શકીએ  એવા તો  ‘જડ’ કે ‘મૂઢ’ નથી જ. એમાંય ખાસ ‘અતરાપી’થી તો છૂટી શકાય એમ જ નથી અને એમાં જે  નશો મળ્યો છે એવો હવે બીજા કોઈના પુસ્તકમાં તો શું એમના ખુદના પુસ્તકથી પણ નથી લઇ શકતા એવું હોવું જોઈએ એટલે તો ‘અકુપાર’, ‘લવલી પાન હાઉસ’, અને ‘તિમિરપંથી’નાં બધા વખાણ કરે છે, અને  સરસ છે એમાં પણ કોઈ સવાલ જ નથી પરંતુ કદાચ આ પુસ્તકોમાં હું ‘ધ્રુવત્વ’ શોધવામાં/પામવામાં નિષ્ફળ રહ્યો છું. અથવા તો આ પુસ્તકોમાં જે છે એ બીજને વાવવા માટે મારી માનસિક ભૂમિ હજુ તૈયાર નથી કે એમાંથી વૃક્ષ બને અને એના ફળ હું પ્રાપ્ત કરું! એટલે એ પુસ્તકો વિશે આ મારું અંતિમ આકલન ન ગણવું અને આશા છે કે વધુ વખત વાંચીને, સમજીને  કદાચ એ ભૂમિકાએ પહોંચું અને મારો અભિપ્રાય બદલી શકું.

એ અવસ્થા એ પહોંચું ત્યારની વાત ત્યારે અત્યારે તો ‘તિમિરપંથી’ માંથી થોડા અવતરણો મૂકીને સંતોષ માનું –

માણસો પોતાને નવું જ્ઞાન લાધ્યું છે તેની ઘોષણા કરતાં જરા પણ મોડું કરતા નથી રખે બીજું કોઈ એ જ જ્ઞાન પોતાના કરતાં વહેલું જાહેર કરી દે! (પાનાં નં – ૧૨)

અજાણ્યાએ કહેલું, ‘જાતે મહેનત કરીને નિપજાવનારને સહુથી ઓછું મળે છે. એને ન્યાય ગણો કે અન્યાય. આ જ રિવાજ છે, ક્યારથી, ક્યાંથી અને કઈ રીતે લાગુ કરાયો છે તે ખબર નથી; પણ દ્રઢ નિયમ તરીકે પ્રસ્થાપિત થઇ ગયો છે. અનેક ક્રાંતિઓ થઇ અને થશે. આ રિવાજ બદલાયો નથી. બદલાશે પણ નહીં.’ (પાનાં નં – ૨૪)

નાનું બાળક પણ જાણે છે કે હીબકાં રોકાય નહીં, ગળું સખત દુઃખે, શ્વાસ રૂંધાય, ન જાણે શું શું થતું હોય ત્યારે ‘અવાજ બંધ, બિલકુલ બંધ,’ સાંભળવું પડે તે બાળજગતની સહુથી આકરી સજા છે. (પાનાં નં – ૪૭)

ચોર્ય કળા ક્યાં અને કઈ રીતે  અજમાવવાનું  'જ્ઞાન', સમજ

ચોર્ય કળા ક્યાં અને કઈ રીતે અજમાવવાનું ‘જ્ઞાન’, સમજ

 

…..દુનિયાની દરેક સ્ત્રી દ્રઢતાપૂર્વક માને છે કે પતિમાં જેટલી આવડત કમાવાની હશે તેનાથી પા ભાગની પણ કમાયેલું સંઘરી રાખવાની નથી હોતી. એ લોકો કમાશે ખરા પણ સાચવી રાખતાં તેને આવડવાનું નથી.

કોઈ ચતુર સ્ત્રીને ખાનગીમાં પૂછો તો અનુભવસિદ્ધ વિગતો પણ મળશે, ‘જરા કહો તો ખરા કે જે માણસ આજ સુધી મને બરાબર પકડી રાખી શક્યો નથી તે ભલા, લક્ષ્મીને કેમ કરીને રાખી શકવાનો?’

સર્વ ભૂતોમાં ચંચળતમ કોણ? તેવા પ્રશ્નનો જવાબ કોઈ સ્ત્રી આપવાની નથી. હસીને ટાળી દેશે અથવા ઈંગિતો આપીને બોલશે. લાખ લાખ પહેરા ગોઠવીને કે છેક અંદરના ઓરડે પૂરીને પણ સ્ત્રીને સાચવી રાખી શકાઈ નથી. એ તો ઈતિહાસ છે.

એટલે સ્ત્રી કદીયે લક્ષ્મી પર ભરોસો નહીં કરે. એક તો એ પરમ સૌંદર્યમયી, ભુવનમોહિની, બીજું કે રાત્રીધરોની પ્રિય અને પાછી પોતાની જેમ જ, એ પણ સ્ત્રી. જરા તક મળતાં જ ચાલી નીકળશે. સહેજ જેટલી, પણ વાર નહીં કરે. એક ઘરમાં પૂરાઈ રહેવું કોઈનેy ક્યારેય ગમ્યું છે?

એટલે સ્ત્રી સદા સાવચેત રહેશે, તે જાણે છે કે પુરુષ કરશે તે બધા જાપતા અધૂરા હોવાના. સમજો કે એ મજબૂત અને ગૂપ્ત કળોવાળી તિજોરી કરાવશે; પણ મૂકશે ક્યાં?તો કહે આખું જગત, આંખો બંધ રાખીને જોઈ શકે એ રીતે, સામે, દીવાલ પાસે કે દીવાલમાં ચણાવીને.

^ (પાનાં નં – ૧૦૬_૧૦૭) ^

એક આધાર તો આખા જગતને છે તેમ ઈશ્વરનો. પણ ના. ઈશ્વરથી તો કોઈ ડરતું નથી. એક તો તે જાતે એકલો છે. એક જ. વળી એને મન તારું-મારું, કમાયેલું-લૂંટેલું, જડેલું-ખોવાયેલું, મળેલું કે પડાવી લીધેલું બધુંયે સમાન. કશુંયે જુદું નથી.

સ્ત્રી વિચારે છે કે ઈશ્વરનું તો કશું નક્કી નહીં. આજે મારા પર કૃપા કરીને મારા વરને કમાવા દીધું છે. કાલે બીજી કોઈ પર કૃપા કરીને તેના ધણીને ઉઠાવી જવા પણ દેશે. એટલે એની વાત જવા દો. એ કાયમ અંધારું રાખતો નથી અને સમયસર સૂર્યોદય કરાવી આપે  છે એટલું પૂરતું છે. (પાનાં નં – ૧૦૮)

જરાક વિચારો તો તરત ખબર પડશે કે કોઈ જીવ પોતાની પાસે હોય તે બીજાને એમ જ આપી દે એ બનવાનું નથી. બીજાએ કળાએ કરીને બીજાનું લેવું પડવાનું. જીવન-વ્યાપનની આ કળાને ચોરી ગણો એટલે સરવાળે તો જગત આખું લુન્ટાકોથી ભરેલું ગણાય. બીજા પાસેથી મળે એટલું બધા જ પડાવી લે છે. હા, બધાં જ.

આ સાદી વાત સમજવા, પોતાને સજ્જન માનતા જનોની બુદ્ધિ તૈયાર થવાની નથી. એ માટે તો   છાતી પર હાથ મૂકીને, જરા ધ્યાન દઈને અંદરનું સાંભળવું પડે. કોઈ એવી તૈયારીથી સાંભળી શકે તો તરત જવાબ આવશે, જરૂર આવશે. જો બીજા ચોર છે તો તમે પણ છો. જો તમે નથી તો બીજું કોઈ પણનથી જ નથી. (પાનાં નં – ૧૧૯)

છાપાંવાળાy જાણે છે કે છાપાંમાં છપાય તે બધું સાચું જ હોય તેવું બધા માને નહીં, પણ તેમના અંકગ-મનને સુખ આપવું તે ઓછાં પૂણ્યનું કામ નથી. અને છપાય તે સાચું માનનારું પણ કોઈ તો હશે જ.   (પાનાં નં – ૧૫૧)

નાત, જાત, ગામ, નગર, વાસ, સમાજ કે દેશ કે કોઈ પણ સમુદાયના, મોટાભાગના લોકો પોતાની જાતથી આગળનું કશું જોઈ કે વિચારી શકતાં નથી. કોઈક વીરલા જ પોતાને ઓળંગીને પેલે પારનું જોઈ શકે છે. (પાનાં નં – ૨૪૫)

~ અમૃતબિંદુ ~

ધ્રુવભટ્ટ અને એમના લખાણો વિશેની પોસ્ટની બ્લોગ પોસ્ટસ –

http://tinyurl.com/nrm82b4

 

2 Comments

Filed under સાહિત્ય, Reading

કચ્છના ધોળાવીરા_વ્રજવાણી ફર્યા ?


તારીખ ૨૮ જૂન ૨૦૧૫ની દિ.ભા.ની પૂર્તિમાં ડૉ.રાજલ ઠાકરનો ‘યાત્રા’ લેખ વાંચીને ત્યાર પછીનાં જ રવિવારે યાને ૫ જૂલાઈ ૨૦૧૫ના રોજ  (નાગવેકર અને અગ્રાવત ફેમીલીના) “હમ પાંચ”  ધોળાવીરા-વ્રજવાણી તરફ નીકળી ગયા.

સરકારી જાહેરાતોના  લીધે સામાન્ય રીતે ધોરડો તરફનું સફેદ રણ જ  પ્રખ્યાત થયું છે બાકી આમ તો કચ્છમાં ગમે એ બાજુથી પ્રવેશ કરો એટલે સફેદ રણથી જ  સ્વાગત થાય. એવી જ રીતે બાલાસરથી થોડા કિમી જ આગળ  ગયા તો સફેદ રણના સૌન્દર્યએ અમને ફોટા પાડવા મજબુર કરી દીધા

IMG_20150705_102049075

 

IMG_20150705_102136343

 

IMG_20150705_101222085

IMG_20150705_101422555 IMG_20150705_101647614 IMG_20150705_101704930

^ આ બધા ફોટોગ્રાફ્સએ વાતની  સાબિતી પૂરે છે કે જ્યાં આપણી પરજા નથી પહોંચી ત્યાં કુદરત એનું સૌન્દર્ય જાળવી શકી છે.

                                                                                               ત્યારબાદ ધોળાવીરા પહોંચ્યા

વચ્ચે ઘણા વરસો પહેલા મિત્ર ક્ષિતિજ શુક્લએ કહેલ એક વાત નોંધવી ઘટે કે લોકો “કાળો ડુંગર” શબ્દ પ્રયોગ કરે  છે એ બરાબર નથી કચ્છી બોલી અનુરૂપ તો ‘કારો ડુંગર’ શબ્દપ્રયોગ સાચો છે. એ જ રીતે લાગે છે કે  ધોળાવીરાની બદલે ધોરાવીરા શબ્દ બરાબર હોવો ખપે.

અહીં પહોંચ્યા કે તરત જેમલભાઈ મકવાણા (+91 81414 61264) ગાઈડ મળ્યા, પહેલા તો અમે  એમની સેવાને નકારવાનો પ્રયત્ન કર્યો, કેમ કે આપણા આવા સ્થળોએ પ્રશિક્ષણ પામેલા ગાઈડ હોય એ માનવાને મન ન થાય અને તેઓએ પણ કોઈ દુરાગ્રહ ન કર્યો કે ના તો એમની વાતચીતમાં એવો કોઈ અંશ લાગ્યો કે તેઓ જબરજસ્તી કરવા માંગે છે એટલે અમોએ એમનું આઈ કાર્ડ જોઈ, ખાતરી કરી અને પછી એમને પણ સાથે લીધા. પછી વાતો દરમ્યાન જાણવા મળ્યું કે એમને આ વિષયનું માત્ર (પુસ્તકિયું) જ્ઞાન હતું એવું નહિ  પણ અમુક ઈંગ્લીશ શબ્દોના યોગ્ય જગ્યાએ એનો  ઉપયોગ અને શુદ્ધ ઉચ્ચાર તેમજ  એમને આ ધરતી સાથે જે  લગાવ/પ્રેમ છે એને લીધે થયું કે  એમને સાથે લીધા એ અમારો નિર્ણય બરાબર જ હતો! તેઓ કહેતા: “સાહેબ ! આ બધું  અમે ખોદ્યું છે, પાણો બોલાવવો સહેલો નથી!”

IMG_20150705_113340443_HDR

  IMG_20150705_133043792

તેઓએ દરેક જગ્યા વિશેની માહિતી  અને વિશેષતા અંગે પણ અમને માહિતગાર કર્યા એનાથી મજા આવી ગઈ અને થોડીક ઘડીઓના સંગથી પણ થયું કે આ માણહ મસ્ત છે!  ધોળાવીરા વિશે એમણે જે કહ્યું અને અમે સાંભળ્યું એ તો વાતચીતના રૂપમાં હોવાથી વીકીપીડીયા પરનું લખાણ જ અહીં ઉતારું =

 

 

 

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલ છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જુની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતાં તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી, વગેરે જોવા જેવું છે.

મ્યુઝીયમના  ફોટામાંથી ફોટો લીધેલ છે.

મ્યુઝીયમના ફોટામાંથી ફોટો લીધેલ છે.

 

IMG_20150705_114309233 એક પ્રવેશ દ્વારનું પાટીયું એ જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. લાગે છે કોઈક કારણસર એ પાટીયું ઉપરથી નીચે પડ્યું હશે અને આપણાં પૂર્વજોમાંથી કોઈકે એને સભાળી બાજુમાં રાખ્યું હશે. એના દસે દસ અક્ષરો અકબંધ છે.

અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્દ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.

આખા નગરમાં ધર્મ સ્થળ જેવું કાંઈજ મળ્યું નથી એ નવાઇ લાગે છે. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય.

સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો (મહાદુર્ગ) તરીકે ઓળખે છે. મૂળ તો ધોળાવીરા ગામની નજીક આવેલી હોવાને કારણે એ પુરાતત્ત્વીય સાઈટનું નામ ધોળાવીરા પડી ગયું છે! ૧૯૬૭માં પુરાતત્ત્વવિદ્ જગત્પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી.

મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલ છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પત્થરોથી બાંધકામ થયેલ છે અને પત્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે:

  • શાસક અધિકારી નો રાજમહેલ
  • અન્ય અધિકારી ઓના આવાસ
  • સામાન્ય નગરજનો નો આવાસ

આ બધું જોયા પછી અમારે  અહીથી પંદરેક કિમી દૂર ફોસિલ પાર્ક જવું હતું જ્યાં છે પણ એકાદ કિમી દૂર ગયા અને એક ગાડી સામે મળી એમણે કહ્યું કે  અમે ૧૫-૨૦ કિમી સુધી જી આવ્યા, એકદમ ભંગાર રસ્તો  છે અને  તો ય ફોસિલ પાર્ક મળ્યો નહી એટલે અમે પણ માંડી વાળ્યું. જો કે અમે ગોતી લેત પણ વાતોવાતોમાં સામખીયાળી કે રાપરથી ફયૂઅલ પુરાવવાનું રહી ગયું અને હજુ ૧૦૦-૧૫૦ કિમી રસ્તો તેમ જ કદાચ કોઈ કારણસર રસ્તે ઊભું રહેવું પડે અને ફ્યુઅલ ખૂટે તો? એટલે  એ બીકે  અમે ક્યારેક નેક્સ્ટ ટાઈમ ફોસિલ પાર્ક જોઈશું/જઈશું  એવી આશા  સાથે મન અને ગાડી બંને વાળી લીધા.

ફોસિલ પાર્ક વિશે ડૉ.રાજલ ઠાકર એ લખ્યું છે =

ધોળાવીરાથી દસેક કિમી દૂર વન વિભાગ દ્વારા બનાવાયેલ વૂડ ફોસિલ (વૃક્ષના થડના અશ્મિ) પાર્ક આવેલો છે. ચારેકોર નાની ટેકરીઓ પર કાંટાળી વનસ્પતિ અને થોર નજરે ચઢતાં હતાં. ક્યાંક રડ્યાં ખડ્યાં પીલુડીનાં ઝાડ પણ ખરાં. સામેનો ડુંગર ‘છાપરિયા રખાલ’ તરીકે ઓળખાય છે. ‘રખાલ’ એટલે ઘાસ ઊગતો વિસ્તાર ઊબડખાબડ અને કાચા રસ્તા પર ગાડી ધીરે ધીરે હંકારીને ફોસિલ પાર્ક પહોંચ્યા. વિસ્તાર ખડીર બેટની ઉત્તરે રણના કિનારે આવેલો છે, એટલે અહીંથી પણ દૂર દૂર સુધી સફેદ રણ દેખાય છે. ગાડી પાર્ક કરી. હવે થોડાક અંતર સુધી ચાલતા નીચેની તરફ જવાનું છે. આજુબાજુ વિવિધ આકારોના મોટા મોટા પથ્થરો નજરે ચઢ્યા.  કરોડો વર્ષો પહેલાંનાં વૃક્ષના થડના અશ્મિઓ અહીંથી મળી આવ્યા છે. ઝાડ મરી જાય અને તેનું થડ જમીન પર પડી જાય તે પછી આજુબાજુની માટી તેના ઉપર જામવા લાગે. માટીમાં ખનિજો પણ હોય. કાળક્રમે રીતે બનેલા પથ્થરમાં વૃક્ષના થડની ભાત પડી જાય અને જાણે એમ લાગે કે, થડ પથ્થરના છે! અહીંથી મળેલા વૃક્ષના થડના બે અશ્મિઓ ૧૬ કરોડ વર્ષ જૂના, 8થી 10 મીટર લાંબા અને અડધાથી એક મીટરની પહોળાઈ ધરાવતા છે, જેની ફરતે તારની જાળી બાંધીને રાખવામાં આવી છે. નજીકમાં કાચના એક બંધ કબાટમાં નાના નાના અશ્મિઓને મૂકવામાં આવ્યા છે.

હવે દી.ભા.માં એક દંતકથા સાંભળીને આ આખો પ્રોગ્રામ કર્યો હતો એ વ્રજવાણી તો ખાસ જવું હતું, દી.ભા.માં થી કૉપી કરીને પેસ્ટ કરું તો એ કથા આવી છે –

“વ્રજવાણી પહોંચ્યા જ્યાં મંદિર તો રાધા-કૃષ્ણનું છે, પણ મંદિરની અંદર સાત વીસુ એટલે કે, એકસો ચાલીસ આહીર સ્ત્રીઓ ગરબે રમતી હોય તેવાં પૂતળાં મૂકવામાં આવ્યાં છે. દરેક પૂતળા નીચે જે તે આહીરાણીના નામની તકતી પણ લગાડેલી છે. અહીના પૂજારીને મંદિર વિષે પૂછતા એમણે જણાવ્યું કે, સંવત 1511ના વૈશાખ સુદ ચોથના દિવસે ગામની 140 આહીર સ્ત્રીઓ અહી સતી થઇ હતી. મંદિરના ચોગાનમાં તેમના પાળિયા છે અને મંદિરની બરાબર સામે એક મોટો પાળિયો છે જે ગામના ઢોલીનો છે. સંવત 1511ના અખાત્રીજના દિવસની વાત છે. દિવસે ગામમાં તહેવાર જેવું વાતાવરણ હતું. આવતા વરસના વરસાદના શુકન શુભ હતા એટલે સૌ કોઈ આનંદમાં હતાં. ગામના ઢોલીના ઢોલની થપાટે આહીરાણીઓ ગરબે રમી રહી હતી. દિવસ પૂરો થયો તેમ છતાં ઢોલી અને સ્ત્રીઓના ઉત્સાનો અંત આવતો હતો. ઘરનાં કામ બાજુ પર રહ્યાં. બાળકો પણ ભૂખ્યાં સૂઈ ગયાં. ગરબા રમતાં રમતાં રાત પણ પડી ગઈ હતી. ગરબે રમતી આહીરાણીઓ પોતાના ઘરબાર જાણે કે ભૂલી ગઈ હતી. પોતાની પત્નીઓને ઘરે પાછી લઇ જવા માટે ગયેલા આહીરો વીલા મોઢે ઘરે પાછા ફર્યા. એમ લાગતું હતું કે, જાણે ઢોલીના ઢોલમાં કાનુડાની વાંસળીના સૂર વાગી રહ્યા હતા અને આહીરાણીઓ ગોકુળની ગોપીઓ બની ગઈ હતી. બીજા દિવસનો સૂર્યોદય થયો પણ ગરબા અને ઢોલ ચાલુ હતાં. હવે આહીરોના ગુસ્સાનો પારો ઊંચે ચઢતો જતો હતો. બધાને લાગ્યું કે, સમસ્યાનું મૂળ તો ઢોલીડો છે, જેની પાછળ આહીરાણીઓ પાગલ થઇ હતી. આથી સૌએ ઢોલીને પતાવી દેવાનો નિર્ણય કર્યો અને કેટલાક યુવાનો ખુલ્લી તલવારે ઢોલીની તરફ ધસી ગયા. ગરબામાં મગ્ન આહીરાણીઓને તો ખબર પડી કે, ક્યારે ઢોલીનું મસ્તક તેના ધડથી અલગ થઇ ગયું. ઢોલના તાલમા ભંગ પડ્યો ત્યારે સૌએ જોયું કે, ઢોલી તો લોહીના ખાબોચિયામાં પડ્યો છે. પોતાના પ્રિય ઢોલીની પાછળ એકસો ચાલીસ આહીરાણીઓ સતી થઇ એની યાદમાં મંદિર બાંધવામાં આવ્યું છે.”

 

IMG_20150705_152351033

 

IMG_20150705_152844725

^ આ વાતમાં ઘણા સવાલો ઊઠી શકે એમ છે પણ અમે પાછા એટલા બધા બૌધિક નથી કે અમારા મનમાં ઉઠતા શંકાના કીડાને સમજાવી ના શકીએ. અમને તો અહીંયા જે ૧૨૦ પુતળા છે એ જોવાની ખરેખર મજા આવી.

ત્યારપછી પરત ફરતા ‘રવેચી માં’નું મંદિર આવેલ છે ત્યાં ગયા તો મારા જેવા શ્રદ્ધાળુ (!?) ને મંદિરમાં ખાસ રસ ન હોય એ સ્વાભાવિક છે પણ ત્યાં એક ‘દેવીસર’ તળાવ નજરે ચડ્યું. અહીં  પણ વચ્ચે એક વાત લઇ લઉં કે હું કોઈ જાણકાર નથી કે નથી અન્ય કોઈ જગ્યાઓ વિશે માહિતગાર પણ કચ્છના તળાવોના નામ સાથે  ‘સર’ જોડાયેલ છે, જેમ કે પાકડસર, આડેસર, હમીરસર, દેવીસર . . .  આ વિશે કોઈ વધુ માહિતી આપે તો જાણવું ગમશે. આ અગાઉ બે વખત ભચાઉ પાસે આવેલ પાકડસરની મુલાકાત લીધેલ છે અને ત્યાં જેવી રીતે તળાવમાં કમળછે એમ અહી પણ એવું જ  છે, ઉપરાંત અહી તળાવની સામે કિનારે ત્રણેક મોર જોયા અને જાણે અમારું મનોરંજન માટે નૃત્ય કરતા હોય એમ એમાંથી એકે તો કળા કરી બતાવી, મારા ફોનથી ઝૂમ કરીને એ ફોટો લેવાની કોશિશ કરી પણ ખાસ જામે એમ નથી એટલે એ ફોટો મૂકતો નથી પણ અમારા મિત્ર મિલિન્દ નાગવેકર એ પોતાના કેનન કેમેરાથી તસ્વીર લીધેલ છે.

IMG_20150705_170100412_HDR IMG_20150705_170127078_HDR

 

 

 

 

 

 

 

 

 

 

~અમૃતબિંદુ ~

આ પહેલા કચ્છમાં ફર્યા એની પોસ્ટ્સ અત્યારે આમ તો યાદ નથી આવતી પણ  ઉપર જેમનો ઉલ્લેખ કર્યો છે એ ક્ષિતિજ શુક્લ એ જ   સૂચવેલ જગ્યા એ ગયેલ, અગાઉની એ બે પોસ્ટ્સ યાદ આવે છે એની લીંકસ –

https://rajniagravat.wordpress.com/2009/07/09/roaming/

https://rajniagravat.wordpress.com/2009/07/13/roaming-ii/

Leave a comment

Filed under પ્રવાસ, Tour