‘સંઘર્ષમાં ગુજરાત’ – નરેન્દ્ર મોદી


થોડાં સમય પહેલા લાયબ્રેરીમાંથી અન્ય પુસ્તકો સાથે  ન.મો. લિખિત ‘સંઘર્ષમાં ગુજરાત’ લઇ આવેલ પણ સામાન્ય રીતે આપણે વાંચતા હોઈએ એના કરતા ‘અલગ’ લખાણ હોવાથી ક્યારેક જ હાથમાં લેતો. પરંતુ થેન્ક્સ ટુ કેન્દ્ર સરકાર કે દિવસે દિવસે એમની (અ) નિતીઓના હિસાબે થયું કે કટોકટી(emergency)નો જન્મ આવી જ માનસિકતામાંથી થયો હોવો જોઈએ. અને  અધુરામાં પૂરું સાતમ-આઠમની રજાઓ, ચાવ પૂર્વક વંચાતું ગયું એમ એમ આંખ ખુલવાની સાથે પહોળી થતી ગઈ કે સસાસાલ્લું  આવું બધું કારસ્તાન?

ઇમરજન્સી(૧૯૭૫) વિશે નરેન્દ્ર મોદી લિખિત ‘સંઘર્ષમાં ગુજરાત’

પહેલા તો ઉપરોક્ત ફોટો એફબી પર શેર કર્યો અને લખ્યું : “અત્યારના સમયમાં ૩૭ વર્ષ પહેલા જેવી પરિસ્થિતિ ઉપસાવવાના (નિષ્ફળ) પ્રયાસ થઇ રહ્યાં છે એવી  વાત કરીયે તો કોઈક હાસ્યાસ્પદ જ ગણે પરંતુ હકીકત એ જ લાગે છે કે જો આજના જેવું મિડીયા ખાસ કરીને સોશ્યલ મીડીયાનું દબાણ ન હોત તો સાસુમાં ઇન્દિરા ગાંધીના ચપ્પલ સિન્યોરીટા સોનિયા માઈનોએ ક્યારના પહેરી લીધાં હોત.

અહી ફેસબૂક પર પણ (બે-ચાર જ ) મિત્રો છે કે જેઓને તટસ્થ છે એવાં નિર્દોષ ભ્રમમાં રહીને Narendra Modi વિરુદ્ધ કંઈ સાહિત્ય (?) કે વાત હોય એને હોંશેહોંશે વધાવી લેતા હોય છે. એમને તથા અન્ય મિત્રો કે જેઓ ન.મો અને એમના કામને ચાહે છે, ઓળખે છે તેઓ માટે ખાસ ગુજારીશ કે આ (દસ્તાવેજી) પુસ્તક વાંચો અને વંચાવો.

 કેટલા ઓછા ગાળામાં આ પુસ્તક (રી)રી-પ્રિન્ટ કરાવવું પડ્યું, એ ખાસ નજર નાંખજો.”

ત્યાં તો પાછલા બારણેથી કટોકટી દાખલ થતી હોય એમ બધુ ‘બાન’માં લેવાવા  મંડાયું એ વિશે  સૌ જાણીયે છીએ એટલે એ બધું પુનરાવર્તન ટાળીને આ પુસ્તકમાંની માહિતી શે’ર કરવી વધુ યોગ્ય લાગે છે. આ માહિતી-પેરેગ્રાફ અહી છાપીને ‘કૉપીરાઇટ’નો ભંગ કરવાની હરગીઝ ઈચ્છા નથી પરંતુ આપણે ખાસ કરીને ગુજરાતીઓ આ વાંચે એ  ઈચ્છનીય છે કેમ કે આપણે લશ્કરમાં જોડાતા નથી, આપણે માત્ર ધંધો-ધાપો કરી જાણીએ વગેરે ઈલ્જામો આ બૂક વાંચવાથી ક્લિયર થાય એમ છે.

પ્રથમ આવૃત્તિ (૧૪  જાન્યુઆરી ૧૯૭૮) વખતે ન.મો. એ આ પુસ્તક વિશે લખ્યું એ આમ તો  છેલ્લે છે પણ આપણે ત્યાંથી શરૂઆત કરીએ –

કટોકટી કેવી રીતે આવી એ વિશે ઘણું લખાય છે, પરંતુ કટોકટી ગઈ કેવી રીતે એ વિશે ખાસ કંઈ જ  લખાયું નથી. આ વિચારમાંથી જ આ પુસ્તકનો જન્મ થયો. શું ચૂંટણીઓ આવી અને જનતા પક્ષ વિજયી થયો તે નર્યો ચમત્કાર માત્ર હતો? ચૂંટણીઓ દ્વારા થયેલ ક્રાંતિકારી પરિવર્તન એ અચાનક જ આવી મળેલી સફળતા છે એવો પણ એક મત પ્રચલિત થયો છે. પણ વાસ્તવમાં નિશ્ચિત પરિણામો પ્રાપ્ત કરવા ૨૦ માસ સુધી લગાતાર સુનિયોજિત સંઘર્ષ કરવો પડ્યો છે અને તે સંઘર્ષનાં કેટલાં-કેવાં વિવિધ સૂક્ષ્મ, જ્ઞાત-અજ્ઞાત ક્ષેત્રો હતાં તેની પણ એક ભવ્ય ગાથા છે. આઝાદીની પહેલી લડાઈ કરતાં આ બીજી લડાઈનું મૂલ્ય આ રીતે જરાય ઓછું નથી. અને તેમાં ગુજરાત પણ પ્રારંભથી લડતું રહ્યું છે. 

પુનઃ મુદ્રણ (૭ માર્ચ ૧૯૭૮) વખતે ન.મો. લખ્યું – કટોકટી વિશેના સાહિત્યથી વાચકને અપચો થઇ જાય એવું ઢગલાબંધ સાહિત્ય ખડકાયા પછી પણ મારા આ પ્રથમ પુસ્તકને પત્રકારો, વિવેચકો અને વાચકોએ એકસરખા પ્રેમથી વધાવ્યું છે. વીસ જ દિવસમાં પ્રાદેશિક ભાષાના પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે. આટલા સત્કાર કરતાં લેખકને વધુ શું જોઈએ ?

મારા હાથમાં જે આવૃત્તિ છે એમાં પ્રકાશક સુ.દ.ની વાત પછી ‘લોકતંત્ર જયતે’માં કટોકટી લાડવા માટે ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિમે લખેલ પત્ર અને કટોકટી હટી ગયા બાદ અને ચૂંટણી પરિણામોમાં જનતા પાર્ટીની સરકારે જસ્ટીશ શાહ તપાસ પંચની રચના કરી હતી એના અમુક  તારણો આપેલ છે.

ત્યારબાદ તત્કાલીન (જુલાઈ ૨૯, ૨૦૦૦) વડાપ્રધાન અટલવિહારી વાજપેયીએ લખેલ (ત્રીજી આવૃત્તિની) પ્રસ્તાવના (અને એનો ગુજરાતી અનુવાદ) છે.

હવે એ પુસ્તકમાંના અમુક અંશો –

છવ્વીસમી જૂન પછી દેશભરનાં અખબારો પણ કટોકટીનો કારમો ભોગ બન્યા હતાં. આડેધડ સેન્સરશિપ લાદીને લોકશાહીનું ગળું ટૂંપવામાં ઇન્દિરા સરકારે કશું જ બાકી રાખ્યું નહોતું. પરંતુ એ અત્યાચાર અને અન્યાયી સેન્સરશિપમો છડેચોક વિરોધ કરવામાં અમુક સાપ્તાહિકો અને અખબારો પાછાં નહોતાં પડ્યા.

… અખબારોમાં વિરોધપક્ષના નેતાઓના ફોટાઓ તો શું પણ તેમનાં નામ સુધ્ધાં છપાવવાનું બંધ થઇ ગયું હતું. આવી વિકટ સ્થિતિમાં પણ ગુજરાતી સાપ્તાહિક ‘સાધના’ એ એક પૂર્તિ બહાર પાડીને કટોકટીને પડકારી હતી. ….જનતા માટે આ પ્રકારનું અખબાર એક મોટું આશ્ચર્ય બની ગયું હતું. દસ જ મિનિટમાં ‘સાધના’ની ચાળીસ હજાર પ્રતો વેચાઈ ગઈ હતી. (મિનિટ વિશે મને થોડો સંદેહ થાય છે -RA)

આટલી ગંભીર પરિસ્થિતિ પણ અમુક કેવા કેવા કાર્યક્રમથી આમ-પ્રજાને માહિતગાર અને સરકારને વિરોધ દર્શાવાતો એનો એક નમુનો આ જુવો –

ધનરાજ પંડિત દ્વારા અસત્યનારાયણ કથા વાંચન

સંઘ (RSS)ને બદનામ કરવા માંગતા તત્વો અને જેઓ સંઘ વિશે ગેરસમજ રાખતા હોય એમને માટે – છાપીને તૈયાર થયેલ ભૂગર્ભ સાહિત્ય દરેક રીતે અમૂલ્ય હોઈ તે ગેરવલ્લે ના જાય તેની પણ કાળજી લેવાતી. આ માટે સંઘના સ્વયંસેવકો જ મોડી રાત્રે દરેક ઘરમાં એક પત્રિકા સરકાવી દેતા.

સત્યાગ્રહ/સદવિચાર વિશે પણ કેવું સરસ લખ્યું છે – સામર્થ્યહીન સદવિચાર પણ અંતે નપુંસક થઇ જતો હોય છે. સદવિચાર ભલે થોડાક સમય માટે દુર્વિચારોને પરાજિત ન કરી શકે, પણ અંત સુધી પૂરા સામર્થ્ય સાથે સદવિચારનું અડગ ઊભા રહેવું એ જ પરિણામકારી હોય છે.  (જે અત્યારે ઘણાને લાગું પડે છે ને? -RA)

એમણે ગુજરાતના સત્યાગ્રાહણી ઊણપો વિશે પણ ધ્યાન દોર્યું છે – ગુજરાતના સત્યાગ્રહની એક ઊણપનો પણ ઉલ્લેખ કરવા જેવો છે. બીજા અર્થમાં એ રાજકીય પક્ષોની મનોવૃત્તિણી ખામી દર્શાવે છે. પ્રારંભમાં સત્યાગ્રહ અને ચૂંટણીઓ સાથે સાથે હતાં. રાજકીય કાર્યકરો ચૂંટણીમાં પરોવાયેલા હતા, પણ ચૂંટણીઓ પુરી થયા પછી પણ સત્યાગ્રહ ખાસા એક મહિના સુધી ચાલુ હતો. રાજકીય કાર્યકરોએ પોતાની જવાબદારી સમજીને સત્યાગ્રહને પણ મહત્વ આપવું જોઈતું હતું. જે ન થયું. રાજકીય કાર્યકરોના ઘડતરની કચાશના એમાં દર્શન થાય છે. પરિવર્તનના પાયા સમાન બની રહેલ આ સત્યાગ્રહ સમયે ગુજરાતના રાજકીય કાર્યકરોએ અને પક્ષોએ પીઠ બતાવી એનાથી વધારે ખરાબ શું હોઈ શકે?

સંઘ અને હિન્દુ-મુસ્લિમનો નાતો પણ જુવો – જેલમાં રહેતા સૌ ભિન્નભિન્ન વિચારધારાના હોઈ ગરમાગરમ ચર્ચાઓ ગમે તેટલી તીવ્રતાએ પહોંચે તો પણ ભાઈચારો ગજબનો! સંઘના કાર્કારોને મુસ્લિમોના દુશ્મન બનાવવાનો પ્રયત્ન કરતી કોંગ્રેસી રીતરસમોનો ભાંડો જેલમાં સંઘ-કાર્યકરોના તેઓ પ્રત્યેના વ્યવહારથી ફૂટી ગયો. સંઘના કાર્યકરોનો મુસ્લિમ મિત્રો સાથે ભાઈચારો પણ અદભુત હતો! નમાજ પડતા હોય ત્યારે પૂર્ણ અદબ જાળવવાની! રમજાન મહિનામાં સંઘના કાર્યકરો રાત્રે બે વાગ્યે ઊઠીને બધા જ મુસ્લિમ મિત્રો માટે રસોઈ કરતા.

પાનાં ન. ૧૭૪-૧૭૫ અને ૧૭૬ માં પત્રકાર-લેખકો અને મીડિયાના કેવા કેવા લોકોનું યોગદાન હતું એ બધું અહી ઊતારી શકું એમ નથી પણ ખાસ વાંચવા જેવું છે એનાથી આપણને ઘણી ઘણી ‘ખબર’ પડે એમ છે. તેમજ પાનાં ન. ૧૮૬માં કટોકટી અંગે હિન્દી-ગુજરાતી-અંગ્રેજી પુસ્તકોનાં નામ આપ્યા છે એ પણ જોઈ એમાંથી અત્યારે કોઈ પ્રાપ્ય હોય તો વાંચવાની જિજ્ઞાસા વધી છે કે એ પરિસ્થિતમાં પણ લોકો કેવું કેવું સાચુ(ઓછું) અને ખોટું (વધારે ) લખતા એથી માહિતગાર થવાય.

સંઘના કાર્યકરોની પ્રતિબધ્ધતા કેવી હોય છે એ વિશે – ચૂંટણીઓ મુક્ત ન હોય, નેતાઓને છોડવામાં આવે, પરંતુ સંઘના કાર્યકરોને (જેમની મોટી સંખ્યા જેલમાં હતી) છોડવામાં ન આવે તો શું? આ પ્રશ્ન અંગે સંઘ તરફનો મત ખૂબ સ્પષ્ટ અને હિંમતભર્યો હતો.સંઘના કાર્યકરોને છોડે કે ન છોડે, પણ રાજકીય પક્ષોએ ચૂંટણી લડાવી જ જોઈએ.સંઘના કાર્યકરોની ધરપકડને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવવો જોઈએ.

અમુક બબૂચકો અને અમુક ચતુર (!) શિયાળ જેવા લો (અનુ) ગોધરાકાંડમાં મોદીની ભૂમિકા અંગે સવાલ ઊઠાવે છે ત્યારે એમના અહિંસક વિચારોને જોઈએ – ભૂગર્ભકાર્ય દરમ્યાન સમાજના અનેક ઘટકો સાથે સંપર્કમાં આવવાનું થયું. પ્રારંભમાં તો સૌ ઉપહાસ પણ કરે. વ્યંગમાં ‘બહેનજી’નાં વખાણ પણ કરે; પરંતુ જેમ જેમ સ્થિતિની ગંભીરતા સમજાતી ગઈ તેમ તેમ સમાજના લોકોની અપેક્ષા વધતી ગઈ.ઉપહાસનો રાહ બંધ કર્યો. પરિસ્થિતિથી દુઃખી બનેલા સૌ લગભગ તરફડિયાં મારતા હતા…… ભલભલા આગેવાનોનું પણ મનોબળ તૂટી ગયેલું જોવા મળતું….તેઓ પ્રજાની શક્તિ અને સાચા સમાચારોથી અજાણ હતા. તેમની નિરાશાની અમારા જેવા કાર્યકરોના ઉત્સાહ પર ક્યારેય અસર નહોતી થઇ..પરંતુ સૌથી દુઃખદ અને મનને ઉદ્વેગ કરનાર વ્યવહાર તો એવા લોકો દ્વારા થતો જેમની સમાજ પ્રત્યેની, મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા અને દેશ માટેનાં તેમનાં બલિદાનો વગેરેને કારણે મારા જેવા અનેકોના હ્રદયમાં ખૂબ ઊંચો મત હતો.આવા લોકો નિરાશ થઈને અમને સશત્ર ક્રાંતિનો ઉપદેશ આપતા.કેટલાક તો એટલી હદે જતાં કે “વહેલામાં વહેલી ટકે સંજય અને ઇન્દિરાજીને ખતમ કરવાની યોજના બનાવવી જોઈએ. આ વગર છૂટકો જ નથી….” અને પાછું આ બધું “આ બધું અમારે કરવું” તેવી સુફીયાણી સલાહ પણ આપે અને ત્યારે અમારે ભૂતકાળમાં અહિંસા ઉપર તેમનાં દ્વારા જ સાંભળેલ એકાદ ભાષણ તેમણે સંભળાવવું પડતું…

આવી તો ઘણીબધી વાતો અને માહિતીથી ભરેલ આ પુસ્તક દરેક ગુજરાતીએ વાંચવું અને વસાવવા જેવું ખરું, જો કે અમુક મિત્રો દ્વારા એવું જાણવા મળેલ છે કે આ પુસ્તક અપ્રાપ્ય છે. મને હાલમાં આ અંગે કંઈ ખબર નથી પણ ક્યાંયથી કોઈ માહિતી મળશે તો ચોક્કસ અહીં જાણ કરીશ.

UPDATE  –  ઉપરોક્ત સ્કેન કૉપીમાં છપાયેલ ઈમેજની અ’વાદ ઓફીસ પર ફોન કરતા જાણવા મળ્યું કે પુસ્તક અવેલેબલ છે, ૨૦૦ રૂપિયાનો ડ્રાફ્ટ/ચેક મોકલવાથી તેઓ કુરિયર કરી આપશે.

~ અમૃતબિંદુ ~

મુકુલ જાનીની બ્લોગ પોસ્ટ ઇમર્જન્સી: ઘોષિત અને અઘોષિત

મિતેશ પાઠકનું એફબી સ્ટેટસ – ક્યારેય વાંક વગર વાણી સ્વાતંત્રતા છીનવાય, અભિવ્યક્તિ સ્વાતંત્રતા છીનવાય, ગમ્મે ત્યારે ગમ્મે તેની ધરપકડ, કોઇ કોર્ટ નહી, ક્યારે છુટકારો થાય તે નક્કી નહી?

આપણા દેશમાં જ આવું બને એ કલ્પના થાય?

26 June 1975 – 21 March 1977 (૨૧ મહીના) મા. ઇન્દીરા ગાંધી (એમનો પરીચય: જવાહરલાલ નહેરૂના પુત્રી, રાહુલ ગાંધીના દાદી, સોનિયા ગાંધીના સાસુ) એમણે આ ૨૧ મહિના દેશને ઇમરજન્સીનો પરીચય આપેલો.

એક અનુભવ: એ વખતે હું તો પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતો હતો. મારા ફાધર જે વેટરનરી સર્જન છે અને સરકારી પશુ દવાખાના જામનગરમાં ડ્યુટી કરતા હતા.

એક સવારે જામનગરના અમારા રહેઠાણે ૨ જીપ ભરીને પોલીસ આવી. ૫-૬ કોન્સ્ટેબલ અને ૨ ઇન્સપેક્ટર. આવીને મારા ફાધર સાથે અલપઝલપ વાત કરી એમને સાથે લઈને જતી રહી.

આખો મહોલ્લો અમારા ઘરે ભેગો થઈ ગયો. બધા સાંત્વના આપવા લાગ્યા. મહોલ્લાના વડીલો અને નેતાઓ લડી લેશું અને વિરોધ કરશુંના દિલાસા પણ આપવા લાગ્યા. અને લોકોમાં વાત ફેલાઇ ગઈ કે ડોક્ટર સાહેબને MISA (Maintenance of Internal Security Act) હેઠળ પોલીસ લઈ ગઈ.

કલાક પછી એ બન્ને જીપ પાછી આવી, અને પોલીસ ઇન્સ્પેક્ટર મારા ફાધરને ઘરે ઉતારી એક સેલ્યુટ માર્યું અને બેગ આપીને થેન્ક્સ કહી એ લોકો જતા રહ્યા.

હજી મહોલ્લો આખો અમારા ઘર પાસે જ હતો. બધા એમને ઘેરી વળ્યા…

પછી મારા ફાધરે ખુલાસો કર્યો કે પોલીસની જે હોર્ષ બ્રીગેડ છે એમાંનો એક ઘોડો માંદો પડી ગ્યો હતો અને એ ઘોડો DSPનો પ્રીય હતો. માટે એ ઘોડાની તાત્કાલીક સારવાર માટે મને બોલાવેલો.

પણ એ ખુલાસા પછી રાહત ફેલાયેલી, હાસ્ય નહી. કારણ? MISAનો ડર બહુ હતો.

15 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, Nation, politics, social networking sites

15 responses to “‘સંઘર્ષમાં ગુજરાત’ – નરેન્દ્ર મોદી

 1. રજનીભાઈ , આ પુસ્તક થકી ઘણી વાતો જાણવા મળી , અને મને તો આ પુસ્તક વિષે કશી જ માહિતી નહોતી ! આભાર . હવે સત્વરે તેને ગોતવું જ રહ્યું .

  મારા પપ્પા એ સમયની વાત કરતા કહેતા કે , તેમના મિત્ર ઘરમાં દૂધ પૂરું થઇ જતા , બહાર નીકળ્યા અને ત્યાં જ એક દંડો પાછળ પયડો અને બીજી જ મીનીટે ઘરની અંદર !

  • rajniagravat

   હા યાર, હું પણ એ વખતે બહું જ નાનો એટલે કશી જ ખબર ન હતી પણ આ પુસ્તક દ્વારા એ સમયની તસ્વીર તેમજ આઝાદી પછીનો આ બીજો સંગ્રામ હતો એ જાણવા મળે છે

 2. અધભૂત પોસ્ટ…હવે તો આ વાંચવું જ પડશે..

 3. મને પણ નહોતી ખબર કે આવું કોઈ પુસ્તક પણ છે. વહેલામાં વહેલી તકે પપ્પાને કહીને અહીં મંગાવવામાં આવશે 😀

 4. બક્ષીનામા બ્લૉગ પર આ વિશે લખ્યું છે: જોઈ જશો…સાથે સાથે તમારી આ બ્લૉગ પોસ્ટની પણ લિંક ત્યાં મૂકું છું:

  http://bakshinama.blogspot.in/2014/04/1942-1975.html

 5. Dhams

  બહુ સરસ લેખ સાહેબ, હવે ડીડી મોકલવાની જરૂર નથી, નીચે ની લિંક થકી ઘેર બેઠા મળી શકશે

  http://dhoomkharidi.com/books/sangharsh-ma-gujarat-by-narendra-modi-detail

 6. પિંગબેક: ગુજરાત અને ગુજરાતી “માન”_”સિક”તા | એક ઘા -ને બે કટકા

 7. કોઈપણ હિસાબે આ પુસ્તક વાંચવું જ રહ્યું.
  સુંદર ચર્ચા રજની ભાઈ …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s