Words Web & World


ઓરકુટની અટારી પરથી ઘણા મિત્રો મળ્યા એ વાત ને કન્ટીન્યુ કરવાની ઘણા સમયથી તલબ હતી, અને એમાં કોની વાત કેવી રીતે કરવી એ મુંઝવણ હતી, પણ હવે વિચારું છું કે અનુક્રમમાં જે રીતે મળ્યા અને જેઓની સાથે જે કંઇ વાતો શેર થઈ એ મુજબ લખું તો ઠીક રહેશે એમાં સૌથી પહેલું નામ આવે નેહલ મહેતાનું.

* 1-નેહલ મહેતા *

આ માણસ બક્ષી સાહેબનો દિવાનો અને સાહિત્યનો જાણકાર જેના પાસેથી ઘણું જાણવાં-શીખવા મળ્યું શરૂઆત કરીયે બક્ષી સાહેબથી.

મેં એમને બક્ષી સાહેબની નોવેલ વિશે પુછ્યું હતું ત્યારે એમનો જવાબ હતો કે

1987માં એમણે પ્રિય નીકી લખ્યા બાદ 1991માં કોરસ લખી અને 1995માં મારું નામ તારુંનામ અને 1999માં છેલ્લી નવલકથા સમકાલ લખી હતી….મેડિકલ રિઆલિઝમ પર એ કોઈક નવલલખવાનું વિચારતા હતા પરંતુ સમયને અભાવે લખી શક્યા નહિ હોય. એમની નવલકથાઓ વિશે હુંજય વસાવડાના નિવેદન સાથે સહમત છું કે બક્ષીબાબુએ નવલકથામાં જે સ્ટાંડર્ડ કે ઊંચાઈપોતાના માટે નક્કી કરી એ જ એમને ક્યાંક નડી અને પછી એમણે ક્યારેય નવલકથા લખવાની ભૂલકરી નહિં

* 2-નિખિલ શુક્લ *


ઓરકુટ મિત્ર નિખિલ શુક્લ સાથે થોડી ગોષ્ઠી કરી હતી. ત્યારબાદ કાજલ ઓઝા વૈદ્યની “કૃષ્ણાયન” વાંચી જે વાંચીને રાધા પ્રત્યેનો મારા આદરમાં વધારો થયો.


મેં નિખિલને પુછ્યું હતું:  એક વાત મારા દિમાગમાં ચકરાય છે આમ તો તમે સંશોધન કરીને કહો એવો મને ભરોસો છે તો મારો સવાલ એ છે કે….

ગોકુળ-વૃંદાવનમાંથીકૃષ્ણ રાધાને છોડી ગયા ત્યાર બાદ એમનું મિલન થયુ હતુ? અને ત્યાર બાદ રાધાની કોઇ એકટીવીટીની કયાંય કોઇ ગ્રંથમાં ચર્ચા થયેલ છે?

બીજું એક રાધા-એક મીરાં વાળી રચનાથી આપણે મીરાંને રાધા કરતાં વધુ ઉચ્ચ આસને બેસાડીયે છીએ પરંતુ મને એમ લાગે છે કે મીરાંએ જે રીતે કૃષ્ણાના અસ્તિતત્વને સમાવેલું એના કરતાં રાધાએ જે પરિસ્થિતી નોસ્વિકાર કર્યો એ અનન્ય ન કહેવાય? કેમ કે રાધાએ પ્રેમ કર્યો ત્યારે એ એક જ હ્તી જ્યારે ગોકુળમાંથી આઝાદ થવાની અનુમતિ એ વિશિષ્ઠ ત્યાગ અને સમજદારી નથી લાગતી? “

નિખિલનો જવાબ હતો: “પહેલું તો એ કે મીરાં કરતાં રાધાનો પ્રેમ વધારે પુખ્ત હતોકેમકે…યાદ છે ને મીરાંને તો પરણવું હતું કૃષ્ણ સાથે અને મેવાડના રાજા સાથે બળજબરીથી પરણાવી દેવા છતાં કૃષ્ણ ને ભજતાં અને ઝંખતાં રહ્યા હતાં છેક સુધી….એ અલગ વાત છે. જ્યારે રાધાએ ક્યારેય કૃષ્ણ પાસે કંઈ જ માંગ્યું નથી…(ગ્રંથો માં એની વાતો ઘણી છે, પછી ભલે રાધાના જીવનનો બાકીનો હિસ્સો જોવા ન મળે !!!) એક વાત તમે નોંધી ?? કે મીરાં નાની ઉંમરની નાદાનીયતથી શરૂઆત કરી , જવાનીમાં પ્રેમના જીવલેણ વળગણ સુધી પહોંચીને પછીથી ભક્તીનું શરણું શોધ્યું………….જ્યારે બીજી બાજુ રાધાએ નાનપણમાં જેમાસૂમીયતથી પ્રેમ કર્યો હતો એજ માસૂમીયતથી છેલ્લાં દિવસ સુધી પ્રેમ કર્યો, નિ:સ્વાર્થ પ્રેમ સિવાય બીજું કંઈ દેખાતું નથી. એ રીતે રાધાએ કરેલાં પ્રેમમાંપ્રત્યક્ષ-પણું અનિવાર્ય નહોતું (પ્લેટોનિક લવ !) , પણ મીરામાં પ્રેમ કરતાં પછીથીભક્તી વધારે હતી જેમાં પ્રત્યક્ષ-પણું “જરૂરી” નથી.

સાદી-સીધી વાત ભગવાનનેતો દૂર રહીને પણ પૂજી શકાય છે, પોતાના પ્રિયપાત્ર ને દૂર રાખવું એ એટલું સહેલુંનથી. મીરાં કરતાં રાધાનું દર્દ, લાગણી, ત્યાગ બેશક વધારે હતાં.

મીરાં ભક્તીકરતાં હતાં અને રાધા પ્રેમ કરતાં હતાં. (મીરાંબાઈ નો પ્રેમ એ રાધા જેવો પ્રેમ નહોતો પણ આપણે જેને “સૂફીવાદ” કહીએ છીએ એ હતો.)

રાધા – અંગે મને પણ “પૂરેપૂરી” ખબર તો નથી પણ જે છે એ આ રહી.
બધું જ “આપણી” ભાષામાં નહી લખી શકું…કારણ ટાઈમ નો અભાવ….પણ..તે છતાં આટલી વિગત નજર નાંખવા જેવી લાગશે
કૃષ્ણ – મથુરા ગયા ત્યાર બાદ રાધા એ સ્વાભાવીક જ આજીવન એકલાં રહેવાનું પસંદ કર્યું હતું….અને સમાજમાં જેમ થાય છે એમ…એમને (રાધા ને) નજીકનાં કોઇ ગામમાં (પણ યમુના-કીનારે જ) મોકલી દેવામાં આવ્યા હતાં. જ્યાં એ છેક સુધી રહ્યાં……
પછી તે બંને ક્યારેય નથી મળ્યા (પ્રત્યક્ષ રીતે)……જો કે ક્યાંક એવું પણ વાંચવા મળે છે કે લગભગ છેલ્લાં દિવસો સુધી રાધાએ યમુના કિનારે એક સાવ બિસ્માર ઝુંપડીમાં રહીને અને યમુના-કિનારે સતત કૃષ્ણ ની રાહ જોઇ હતી

અને જ્યારે એમ લાગ્યું કે હવે વધારે સમય પોતાની પાસે નથી ત્યારે એક દિવસે એમણે કૃષ્ણને યાદ કર્યા કે “….એકવાર તને જોવો છે, એટલે જ આ ખંડેર જેવું શરીર ટકાવી રાખ્યું છે…..”,

અને એ વખતે કૃષ્ણએ દ્વારકાના દરબારમાં રહીને આ પ્રાર્થના સાંભળી અને પોતાની “માયા” વડે રાધાને મળ્યા હતાં. જો કે આ બનાવ એક-બે વારથી વધારે ક્યાંય વંચાયો નથી એટલે સાબિતિ જેવું ગણવું – ન ગણવું એ આપણે નક્કી કરવાનું !!

થોડી નેટ પરથી અંગ્રેજીમાં માહિતી આપી હતી એ ખાસ કામની નથી એટલે નથી મૂકતો પણ ત્યારબાદ  મેં એને વધુ લખ્યું કે નિખિલ ભાઈ તમે લખ્યુ છે કે નિખિલભાઈ, આપણે રાધા-મીરાંની વાતને કન્ટીન્યુ કરીએ એવી એક વાત (સુર્ય) “નમસ્કાર” નામના મેગેઝીનમાં વાંચી છે જે યાદ રહી એટલી લખું છું.

એકવાર શ્રીકૃષ્ણનું માથ દુખતું હતું, એ સમયે સ્ટોપેક કે અન્ય ગોળી જે કંઇ મળતી હશે એના ઉપાય કર્યા બાદ પણ સિર દર્દ જેનું નામ કે જવાનું નામ ન લ્યે. એ સમયના ગોસિપ પત્રકાર નારદને ખબર પડી, એમણે પૂછ્યુ, ” પ્રભુ, તમે તો અંતર્યામી છો તમને બીજાની દુ:ખના ઓસડની ખબર હોય તો પછી તમારી પણ દવા ખબર જ હશે, કહો ને”

કૃષ્ણ, ” નારદ, ખબર છે પણ મળ્શે નહી’

નારદ, : પ્રભુ, મળે શું નહી, આજ્ઞા કરો ગમે ત્યાંથી લઈ આવીશ”

કૃષ્ણ, ” મને ચાહતી વ્યક્તિની ચરણ રજ નો લેપ કરુ તો મારું માથુ ‘ઊતરી’ જાય!”

નારદ ઉપડ્યા, ઇન્દ્ર પાસે ગયા, વાત કરી ઇન્દ્ર કહે હું ન આપુ, ભગવનના શિરે મારી ચરણરજ ચડે તો હું પાપમાં પડુ! ત્યારબાદ તો નારદ જ્યાં જ્યાં ગયા બધે એજ કોપિ-પેસ્ટ જેવો ઉત્તર! આખરે થાકી હારી ગયા ત્યાં રાધા યાદ આવી, રાધાને વાત કરતાં, પળનો ય વિલંબ કર્યા વગર આપી દીધી!

નારદે ” સામાન” હાથવગો કર્યા બાદ પૂછ્યુ, ” રાધા, બધા એ ના કહી, કેમ કે પાપમાં પડવાનો, નરકમાં પડવાનો ડર હતો, તને એ વિચાર કેમ ન આવ્યો? “

રાધા, ” નારદજી, મારા માટે મારા વ્હાલા કાન્હાથી વિશેષ કંઇ નથી, એના માટે ગમે તેટલા પાપ, નરક કે કંઇપણ ભોગવાવા પડે તો હું સસ્મિત તૈયાર છું!’

>> એ ઉલ્લ્ખની તો જરુરત જ નહી કે રાધાની ચરણ રજ ચડાવતા જ શ્રી ક્રિષ્નને શિતળતાનો  અનુભવ થયો ! !

(https://rajniagravat.wordpress.com/2009/12/08/radha_meera/)

5 responses to “Words Web & World

 1. ના જરાય નહી. આવવા દો તમે..

 2. RAHUL DAVE

  Dear Mr. Rajni,
  From where the DVD of Shri Chandrakant Baxi is avialable which is mentioned at webblog
  I am interest to buy that DVD. Please give me the details for the said

  From
  Rahul Dave
  CELL:09898231891

 3. bhumika shah

  humm… u really care a lot for ur friends!

  [mara mate post ketal episode pachhi avse saheb??? – as we just came to know each other!]

 4. કૃષ્ણને માથુ દુખે ત્યારે રાધાઅને/ગોપીઓની ચરણ રજથી મટે છે એ વાતને ઘણું મહ્ત્વ અપાયું છે, પણ એની સત્યતા વિષે કોઈ એક મત નથી. મેં પળ આ પ્રસંગને લઈને એક ગીત લખ્યું છે.
  http://venunad.wordpress.com/2009/11/24

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s