Tag Archives: facebook

શયતાનનો સંકલ્પ


નવું વરસ પછી તે ચાલે કેલેન્ડર હોય, ફાયનાન્સ હોય કે પછી આપણું દેશી યા ને વિક્રમ સંવત હોય પણ સામાન્ય રીતે કોઈને કોઈ રીઝોલ્યુશન લેવાતા હોય છે અને એ મોટાભાગે પાળી શકાતા નથી એટલે  એને નેક્સ્ટ યર પર ફોર્વડ કરીને આશ્વાસનનો આનંદ લેવામાં આવતો હોય છે.

આવા નિતી-નિયમ-વચન-પ્રણ હંમેશા મને એનાથી દૂ….ર રાખે છે એટલું સારું છે પણ આ ‘ચાલુ’ વરસમાં અને એમાંય છેલ્લા બે-ત્રણ મહિનામાં મારાથી ઉતાવળમાં, પૂરી માહિતી વગર તેમજ બેદરકારીમાં એવા છબરડાં થઇ ગયા કે થયું ચાલો એટલો સંકલ્પ લઇ લઉં કે કાંય પણ બોલતા/લખતા/ફોરવર્ડ કરતાં પહેલા એના પર પુરતું ધ્યાન આપવું.

આ બધી ફિલસૂફી પાછળ ત્રણ બનાવ (બે)જવાબદાર છે. એ ત્રણેય વાત ક્રમશઃ ગંભીર બનતી ગઈ એટલે   અહીં શક્ય એટલું ટૂંકાણમાં લખવાની ઈચ્છા રોકી શક્ય નહિ, જો કે  એ બનાવો સાથે સંકળાયેલ એક પણ મિત્રનું નામ નહિ લખું પણ તેઓ આ વાંચશે એટલે સમજી શકે કે તેમની વાત થાય છે.

૧ – એફ્બી પરનાં એક મિત્ર છે જેનું નામ અને અટક બંને સાથે લખેલ હતું છતાંપણ જલ્દબાજીમાં મેં મોબાઈલને લગતી એક કોમેન્ટ કરી, જેમાં એમની અટક(પંડ્યા)ને લઈને મારા મોબાઈલ વિશે મજાક કરી, એમણે કહ્યું ત્યારે ધ્યાન ગયું કે ઉડી બાબા આ ભાઈ પોતે પણ પંડ્યા છે, જો કે એમણે પણ આ વાત ને ગંભીરતાથી લઈને મનમાં કાંય રાખ્યું ના હતું એવું હું માનું છુ.

૨ – એફ્બી પરના અન્ય એક મિત્ર જેઓ એકદમ સાલસ સ્વભાવના ક્ષત્રિય છે એ જાણતો હતો, અમે વોટ્સ એપ પર અવાર-નવાર મેસેજીસ ફોરવર્ડ કરતા પરંતુ મારા તરફથી મોટા ભાગના મેસેજીસ કોંગ્રેસની ઠેકડી ઉડાડતા જ મોકલવામાં આવતા, છતાંપણ એમણે કદી વાંધો ઉઠાવ્યો નહિ પરંતુ સારું થયું કે થોડા દિવસ પહેલા એમણે જયારે જાણ કરી કે તેઓ તો કોંગ્રેસ સાથે સંકળાયેલ છે ! ! અને આ વાત પણ એમણે કોઈ પણ રોષ કે વિરોધ રૂપે ના કહી એટલે આપણને ડબલ ગિલ્ટી ફિલ થાય એ સ્વાભાવિક જ છે.

૩ – ત્રીજી વાત ગંભીરથી પણ ગંભીર ગણાય એવી એ થઇ કે એ મિત્રએ મારા ફોટા પર કોમ્પ્લીમેન્ટ ટાઈપની એક જ શબ્દમાં કોમેન્ટ કરી અને હું વળી એના જવાબમાં (દોઢ)ડાહ્યો થઈને એવી કાઉન્ટર કોમેન્ટ કરી કે જે મારી દ્રષ્ટીએ અને સમજ મુજબ નિર્દોષ હતી! પરંતુ મને એટલો બઢો અફસોસ અને ખુદ પર દાઝ ત્યારે ચડી જ્યારે જાણ થઇ કે એ કોમેન્ટમાં જે શબ્દ મેં લખ્યો હતો એ એમના પત્નીનું નામ થતું હતું અને એના કારને આખી કોમેન્ટ ભદ્દી બની જતી હતી! એ મિત્રને પૂરો હક્ક હતો કે તેઓ ત્યાં જાહેરમાં બબાલ કરે, પરંતુ એમણે એવું ના કર્યું અને એફ્બી મેસેજ દ્વારા સયંમિત ભાષામાં જાણ કરી…. જો કે હું તો ત્યારે પણ સમજ્યો ના હતો એ કેમ તેઓએ આવી વાત કરી? પણ પછી એમની પ્રોફાઈલ જોઈ એટલે ખબર પડી કે એમના પત્નીનું નામ તેઓ કેટલીયે વાર કહી ચુક્યા છે એટલે કોઈ પણને એમ જ લાગે કે આવું જાણી જોઇને કર્યું છે! મેં એમને એફ્બી મેસેજમાં મારો નંબર પણ આપ્યો અને પૂછ્યું પણ ખરું કે તેઓ જ્યારે ફ્રી હોય ત્યારે કોલ કરું અને વાત સમજાવું.

ખેર! ઉપર જે થઇ ગયું છે એ આમ તો બદલી શકવાનું નથી પરંતુ એ ત્રણેય બાબતે મારો પક્ષ, કે જેને બહાના નહીં  પણ ખુલાસા તરીકે ગણી  શકાય,  એ આમ છે =

૧ નંબરના બનાવમાં મેં માત્ર નામ જોઇને કોમેન્ટ કરી અને અટકનો ખ્યાલ જ ના રહ્યો.

૨ નંબરના બનાવમાં એવું છે કે એ ભાઈની એફ્બી પ્રોફાઈલ પર ક્યાંય એમણે કોંગ્રેસ વિશે લખ્યું નથી કે  તેઓએ કદી કોંગ્રેસ સબબ કોઈ પોસ્ટ મૂકી હોય એવું મારા ધ્યાનમાં આવ્યું ના હતું.

૩ નંબરનાં બનાવમાં એવું છે કે ઇનામ અને અટક ધરાવતા ૩-૪ મિત્રો છે અને મેં મોબાઈલથી કોમેન્ટ વાંચી અને જવાબ આપ્યો એટલે ખ્યાલ જ ના રહ્યો કે આ એ જ મિત્ર છે, જો કે કદાચ લેપટોપથી કોમેન્ટ કરી હોત તો પણ ભૂલ થવાના ચાન્સ તો હતાં જ કેમ કે એક તો એ મિત્ર સાથે ખાસ કોમ્યુનીકેશન થતું નથી એટલે એમની અંગત વાતો યાદ નથી.

~ અમૃતબિંદુ ~

ઉતાવળે આંબા ના પાકે . . . . ઉતાવળે અનર્થ જરૂર થાય !

ખાસ નોંધ = આ પોસ્ટમાં કોંગ્રેસની વાત છે, એ મિત્રતાને ધ્યાનમાં રાખીને છે એટલે એ બાબત કોઈ મજાક કરવી નહિ પ્લીઝ .

Leave a comment

Filed under social networking sites

અલવિદા ઓરકુટ આલમ તરફથી …


આજે એફ.બી., બ્લોગ, ટ્વીટર,  ગૂગલ પ્લસ, પીન કે અન્ય કોઈપણ જગ્યાએ જે કોઈ છે એમાંથી મોટાભાગના લોકો ઓરકુટ અટારીથી આવેલ હશે.

૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪નાં રોજ ઓરકુટનાં ‘કપાટ’ બંધ  થવાના છેની અગમ ચેતી આવી ગઈ ત્યારથી અમારા જેવા ઓરકુટીયાવનાં આક્રંદ ચાલુ થઇ ગયા …. પરંતુ એ માટે ય પ્લેટફોર્મ તો ઓરકુટ સિવાયનું  !!

મેં મારા એફ્બી સ્ટેટ્સ પર એકવાર કોમેન્ટ કરેલી એ મુજબ લોકો એ ઈમેઈલની શરૂઆત કરી એ કાળ ને પ્રાથમિક શાળાનો ગણી શકાય, ત્યારબાદ યાહુ ચેટ એ હાઈસ્કૂલ અને હવે એફ્બી છે એ (ગ્રેજ્યુએશન માટેની) કોલેજ અને એમાંય ટ્વીટરને એન્જીનીયરીંગ કે એવું કંઈક કહી શકાય. એટલે એ મુજબ જોઈએ તો આપણને મજા કોલેજમાં આવે પણ દિવસો હાઈસ્કૂલનાં યાદ કરતા હોઈએ છીએ. એમાં કંઈ ખોટું પણ  ના કહેવાય કેમ કે કોલેજમાં જે ‘મજા’ માણીએ છીએ એનો પાયો અને ‘ટ્રીક’ તો હાઈસ્કૂલમાંથી જ મળેલ હોય છે.

જે લોકોનો (નેટ પર) ઓરકુટ સમયે જન્મ થયો ના હોય એમને એવો પણ સવાલ થઇ શકે કે યાર અગર આટલું બધું સારું ઓરકુટ હતું તો બંધ કેમ થાય છે અને તમે બધા એ છોડીને એફ્બીમાં શું કામ જોતરાયા?

જે લોકોનો ઓરકુટ સમયે જન્મી ચૂક્યા હતા તેઓ કહેશે ઈ બધી તમને ખબર ના પડે કે ઓરકુટ શું ચીજ હતી?

આમ પરસ્પર દલીલ અને કારણો અપાતા હોય જે અમુક અંશે વ્યાજબી પણ હોય અને  અમુક લોકો એ  તર્ક, વિતર્ક કે કુતર્ક સુધી પહોંચી જાય ત્યારે જાણી શકીએ કે  આ વર્ચ્યુઅલ વર્લ્ડ પણ  “જનરેશન ગેપ” માંથી બાકાત ના રહી શકે !

ઓરકુટ એ શું આપ્યું એમાંથી મોટાભાગની વાતો તો એફ્બી પર ઓલરેડી વંચાય અને ચવાય ગઈ છે. લોકોને એફ્બીમાં શું મળે છે અને ઓરકુટમાં શું મળતું હતું એમાં સૌથી મુખ્ય વાત આવે ‘કોમ્યુનીટી’ની. પેલા બાળગીત/જોડકણાની જેમ કહીએ તો ઓરકુટ એ આપી કોમ્યુનિટી, કોમ્યુનીટીએ આપ્યું ઈ_મેગેઝીન અને ઈ_મેગેઝીન એ કેટલા કવિ-લેખકો-કોલમિસ્ટો આપ્યા? અધધ …. ગણ્યા ગણાય નહિ, વિણયા વિણાય નહિ એટલા. અત્યારે આપણા એફ્બી લીસ્ટમાં સામાન્ય/નોર્મલ મિત્રો કરતા કવિ-લેખકો-કોલમિસ્ટો (એબનોર્મલ !!) નો આંકડો મોટો હશે અને એમાંથી ય આપણે અજાણ હશું!

એવા રાઈટર્સ પણ છે કે જેમને ઓરકુટ પહેલા યા તો કોઈ (ભોજિયો ભાઈ ય) જાણતું ના હતું યા તો બહું ઓછા જાણતા હતા તેઓ (ચાલાકીપૂર્વક) પોતાનો એક વર્ગ ઊભો કરી શક્યા છે!

જે લોકોનો પ્રોફેશન અલગ હોય પણ એવા અમારા જેવા મોડરેટર્સ યા ને ‘એડ્મીનો’ નો પણ એક જમાનો હતો, અને અમે આજે ય (ખોટેખોટા) કોલર ઊંચા રાખીને જાણે કોઈ છાપા-મેગેઝીનનાં તંત્રી અને સંત્રી હોય એવી રીતે વર્તતા અને વર્તીએ છીએ!

આ બધી વાતોનો એક કેફ હોય છે જે ‘હમારે જમાને કે’ નો અહેસાસ દેવડાવતો રહેશે. પણ પેલું કહેવાય છે ને માતાનું દૂધ છોડવાનો પણ એક સમય હોય, ઘર છોડવાનો પણ એક સમય હોય અને થોડી (ક જ) રંજિશ રાખીને ઘરથી અલગ થઈને પોતાનું ઘર વસાવવાનો પણ એક સમય હોય જ છે ને?

મને ટેકનીકલી બહું ખબર નથી પણ જે રીતે ગૂગલ કહે છે એમ ઓરકુટ ડેટા સચવાયને પડ્યો તો રહેશે અને સમય તેમજ ‘જરૂરિયાત’ મુજબ એને કેવી રીતે ‘કાઢી’ શકાય એ યા તો સમય કહેશે યા કોઈ ટેકનીકલ વ્યક્તિ કહેશે.

~ અમૃત બિંદુ ~

આજે મળ્યા છીએ આ વિશાળ હોલમાં;

કાલે મળીશું યાદોની નાની બખોલમાં

ઓરકુટ અને  એફ્બી પરની રીલેટેડ લીંકસ 

4 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, e_મેગેઝિન, social networking sites

ફેક આઈ.ડી.ની ફેંકમફેંક


આમ તો આ રોગ જૂનો પુરાણો છે, અને યુગોથી ચાલ્યો જ આવે છે એટલે અત્યારે (જ) આ પ્રવર્તી રહ્યો છે એમ ન કહી શકાય !

મને બહું તો ખ્યાલ નથી પણ આપણા શાસ્ત્રોમાં પણ આવે છે ને કે કોઈ દેવતા(!) કે ઋષિ (!!)ને કોઈ સ્ત્રી ‘માલ’ લાગે એટલે વેશપલટો યાને ફેક આઈડીથી પહોંચી જતાં.

યાદ આવે છે કે નાના હતા ત્યારે કોઈ છોકરા (છોકરી)ને બદનામ કરવા ગમે તેના નામની ‘ચિઠીઓ’ ફેંકતા અને એમાં પણ ફેક આઈડી જ રહેતી.

આવા તો કંઈક પ્રસંગો હશે એટલે એ બધા વિશે સવિસ્તાર તો નથી કહેતો પણ ત્યારબાદ સીધા જ નેટ પર લેન્ડીંગ કરીયે તો યાહુ-ચેટમાં આવું બહું સાંભળવા (ઇવન) અનુભવવા મળ્યું છે, અને એ પણ અગાઉ હતા એ બધા કિસ્સાની જેમ મેલ-ફીમેલ કે ફીમેલ-મેલ બનીને ‘બનાવતા’..

પછી આવ્યું ઓરકુટ, તો હવે થોડો ટ્રેન્ડ ચેન્જ થયો, હવે દ્વેષ ભાવના, છળકપટ આ બધું જેન્ડર આધારિત ન રહેતા ચર્ચામાં આવવા માંડ્યું.

કોઈ ગૃપ કે વ્યક્તિ સામે સામી છાતીએ ઘા ન કરી શકે એ ફેક આઈડીથી ચર્ચા ચૂંથતા પરંતુ જ્યાં વિચાર, અભિવ્યક્તિની વાત હોય ત્યાં તો પોલ ખુલી પડવાની જ છે!

હવે એનાથી આગળ પગલું મુકાયું એફબી પર. ખુદના અનુભવ પરથી કહું છું આપણામાંથી મોટાભાગના લોકોના ફ્રેન્ડ(?) લિસ્ટમાં આવા બે-પાંચ નમુના/નમુની હોય જ, એ અલગ છે કે કાં તો આપણને સાવ ખબર ન હોય, કાં તો આપણને માત્ર શક હોય કે આ હશે કે પેલો/પેલી?

જો કે કૉલમ લખતા અમુક લોકો પણ એક યા બીજા કારણ થી અલગ અલગ નામથી લખતા હોય છે જેને ‘પેન નેમ’ કહેવામાં આવે છે એ પણ અમુક વખતે/અમુક કારણસર ફેક આઇડીનો પ્રકાર ગણાય કે નહીં એ મને નથી ખબર.

જે આવા (અવળા) ધંધા કરતા હોય એમને ખબર, કે આવું કરીને એ લોકો શું કાંદા કાઢી લે? પણ મને એક દોસ્ત એ મજાકમાં જ કીધું: “યાર ફેક આઈડી બનાવવી પડશે 😉 ”  ત્યારે મેં ‘લેક્ચર’ આપી દીધું. જે એણે સહન કર્યું અને તમારા ય કરમ તો ફૂટેલા હશે જ, એટલે વાંચવા આવી ગયા –

ફેક આઈડી બનાવવા પાછળનો ઉદ્દેશ્ય જ નેગેટીવ હોવાનો એટલે આપણું મન એ વિશે વિચાર કરતા કુવિચાર વધુ કરવાનું છે. અને જ્યારે બનાવ્યું હોય ત્યારે ભલે ‘અમુક’ જ ટાર્ગેટ હોય પણ પછી,  પહેલા  મજાકમાં એનો પછી વિકૃતિમાં એનો વ્યાપ/વિસ્તાર વધતો ચાલે. આમ પણ કહેવાય છે ને કે જો જૈસા સોચતા હૈ ઓર કરતા હૈ, વો વૈસા હી બના જાતા હૈ! એટલે મારી તો વણમાગી સલાહ છે કે આવી ફેક આઈડી થી બધી રીતે બચી ને રહેવું.

~ અમૃતબિંદુ ~

મેં કદી ફેંક આઇડીનો ઉપયોગ કર્યો નથી કે કરીશ નથી..સીધા જ એક ઘા –ને બે કટકા ! 

5 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, media, social networking sites

‘20-20’ & ચોક્કે પે ચોક્કે પે ચોક્કા


ટાઈટલ પરથી લાગે કે ‘20-20’ રમાઈ હશે અને આ દેશી રજનીકાન્ત એ ચોક્કા ઠબકારી દીધા લાગે છે!પણ મને ઓળખાતા (રીયલી?) લોકો કદાચ ટીવી પર જુવે તો ય માને નહિં!

એ બધી રામાયણ પછી, પહેલા ગુજરાતી સાહિત્યના બે હીરો સાથે વિલન તો શું કોમેડિયન પણ ન ગણી શકાય એવાં RA1ના  ફોટા વાળો ફોટો જુવો!

મલ્ટી સ્ટાર (સ્ટીલ) મૂવી

આ બ્લોગનાં ઇન્ટ્રોડક્શન પેજમાં જ અગાઉ કહી ગયો છું એમ આપણે ય કો’ક દી કૉપી-માસ્ટરની ભૂમિકા નિભાવી નાંખીયે અને કોપિ કરવી જ હોય તો શરૂઆત લલ્લુ પંજુની બદલે ગુજરાતી સાહિત્યના શિરોમણી એવા બક્ષીબાબુના જ ક્વોટથી કરૂ તો તેઓ પોતાની કૃતિ/સર્જકતા વિશે કહેતાને કે કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે.

હવે મેં નકલ કરવામાં થોડી પ્રગતિ કરી, ટેક્સ્ટ થી તસ્વીર સુધી પહોંચ્યો અને એકની બદલે બબ્બે લોકો સાથે (અનાયાસ) નકલ થઇ ગઈ એ ધ્યાનમાં આવ્યું.

પહેલા ફોટામાં જેમણે શબ્દથી સરસંધાન કર્યું છે એવાં બક્ષી બાબુ અસલી ગન સાથે છે તો અમે ખખડી ગયેલી તોપ સાથે

અને

બીજામાં ગીરની નજીક પડતા ગોંડલના વસાવડાનો (જય) અસલી વાઘને ધક્કો દેતા હોય એવો ફોટો હોય તો અમે ય કચ્છના રુદ્રાણી ડેમ પર જઈને નકલી સિંહ સાથે (ડરતા ડરતા) ભાઈબંધી કરીને એનો કોલર તો નહીં પણ કેશવાળી જાલી હોય એવો ફોટો પડાવ્યો’તો !

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

અવાર-નવાર ઘણા બધા લોકો કહી/લખી ગયા છે એમ મેં પણ કહ્યું/લખ્યું છે કે જેઓ નેટ/સોશ્યલ નેટવર્કિંગને ક્ષુલ્લક માને છે તેઓને કાં તો ભાન નથી પડતી અથવા તો તેઓ (આમ તો આ દૂનીયા માટે જ) મીસ-ફિટ છે. એ નેગેટીવ વાત વધુ ન કરતાં મારા સાથે જે પોઝીટીવ બનાવો બન્યા છે એનું લિસ્ટ અને વાતો તો ખૂટી ન ખૂટે એમ છે. એમાં મેં શું લીધું , સમાજને શું આપ્યું? એના કરતાં દુનિયા એ મને શું શું આપ્યું એની તો શું વાતો કરું? કેટકેટલા લોકો, ક્યાં  ક્યાંથી શું શું આપે છે! (ગોંડલ, રાજકોટ, અમદાવાદ, અમેરિકા, સૂરત, વડોદરા, દુબઈ, આણંદ-વલ્લભ વિદ્યાનગરથી) કોઈ બૂક, કોઈ વિચાર, કોઈ દોસ્તી, કોઈ મીઠાઈ, કોઈ સીડી/ડીવીડી, કોઈ અમુક સ્થળો વિશે માહિતી…. થોડાં વરસો અગાઉ અમુક મિત્રો (શિવાની, લજ્જા, દીપુ અને ધૈવત ત્રિવેદી) એ તો ઓરકુટ પર મારા નામની કોમ્યુનિટી પણ બનાવી હતી! આમ આ લિસ્ટ લંબાતું જ જાય એમ છે, અમુક લોકોએ ઓ તાકીદ પણ કરી છે કે અમને મન પડ્યું અને તમને આપ્યું એટલે ખબરદાર જો અમારા  નામનો ઉલ્લેખ સુધ્ધાં કર્યો છે તો !

આવી જ રીતે નેહલ મહેતાએ અત્યાર સુધીમાં અડધો ડઝન જેટલી બૂક્સ આપી હતી અને ગઈ કાલે જન્મદિવસની ભેંટ તરીકે  ફરી પોણો ડઝન બૂક્સ મોકલી એટલે એના તરફથી કુલ્લ ૧૪ બૂક્સ થઇ. એનો આ કોલાજ જુવો

મહેતા મારેય નહીં, ભણાવે ય નહીં
પણ
વંચાવે જરૂર 🙂

જેમાં એક ફોટો છે ગઈકાલની બૂક્સ તો બીજો ફોટો (બે બાદ કરતાં) બધી બૂક્સનો અને ત્રીજો છે એ મેં બનાવેલ લિસ્ટનો .

[ અને મારી લાયબ્રેરીમાં બધા પુસ્તકો મળીને અર્ધી સદી પૂરી કરી 🙂 ]

~ અમૃતબિંદુ ~

આટલું બધું લાં….બુ લચક (પણ લવચીક નહિ એવું) વાંચનારને સવાલ થવો જોઈએ:  “સાલ્લું કાન્તિ ભટ્ટનો લેખ છે કે શું? શિર્ષકને અનુરૂપ કંઈ નહિ?”

ઓકે તો  શિર્ષાસન  જવાબ:

 • નેહલ મહેતા એ જે નવ બૂક્સ મોકલાવી એ અમૂલ્ય જ છે છતાંપણ એનો સરવાળો કરીયે તો થાય છે ૨૦૨૦ (અંકે રૂપિયા બે હજાર અને વીસ પૂરા)
 • જિંદગીના બે ચોક્કા (૪૪) પૂરા કરીને ૪૫માં વરસની ગૂફામાં પ્રવેશ !

<  હજુ ન ધરાણા એટલે કે ન કંટાળ્યા હોય તો બેંતાલીસમાં બથર ડે ની આ પોસ્ટ પણ છે!  >

27 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi, social networking sites

બાળ સાહિત્ય


ફેસબૂક પર મિત્ર રણમલ સિંધવએ એક સરસ મજાની ચર્ચા થઈ શકે એવી વાત મૂકી જે માત્ર કૉપી-પેસ્ટ કરું છું.

ગુજરાતમાં કોઈ સારું બાળ – મેગેઝીન શરુ કરવું જોઈએ એવા આશય થી ખાધે પીધે સુખી એવી એક સંસ્થાએ સ્થાનિક બાળ સાહિત્યકારોની મીટીંગ બોલાવી હતી. સૌ સાથે મળીને વિચારે અને મેગેઝીનમાં કોણ શું યોગદાન આપી શકે એ માટે સંસ્થાએ બાળ સાહિત્યકારોને આમંત્ર્યા હતા. આયોજનમાં સહભાગી મિત્રએ ખાસ દબાણ કરીને કહ્યું કે મારે ત્યાં હાજરી આપવી, ( બાળ સાહિત્યકાર ન હોવા છતાં – ( કદાચ ! ડીઝાઇન માટે કહ્યું હતું ) ચારેક કલાક * ગોષ્ટી ચાલી , પાકટ વયના તજજ્ઞો વળી વળીને તભા ભટ્ટ – મિયા ફૂસકી પર આવીને અટકતા હતા, મેં કહ્યું મને તો આપણા જૂના બાળસાહિત્ય પર માન છે પરંતુ મારો છોકરો – સ્પાઈડર મેન – પોકીમન- પાવર રેન્જર ને એવું બધું -ખાવા -પીવાનું ભાન ભૂલીને જુએ છે..એ છૂટે અને એ ગુજરાતી બાળ સાહિત્ય વાંચે એવો કોઈક રસ્તો બતાવો..” આવું સાંભળીને બાળ સાહિત્યકારોએ મુ. મોહનભાઈ પટેલ, રતિલાલ નાયક , શ્રદ્ધા ત્રિવેદી – વગરેના વિવેચનના – ગોખેલા જવાબો આપ્યા..આદત મુજબ હેરી પોટરને વખોડી…..જેનાં કોઈએ વખાણ પણ નહોતા કર્યાં તે છતાં !!! આખી ગોષ્ટીમાં બધું શાંત ચિતે સાંભળ્યા પછી માત્ર આ – માત્ર એક જ – નાનકડો સવાલ પૂછ્યો હતો , એમાં અપેક્ષા એવી હતી કે તજજ્ઞો કોઈ ઉપાય બતાવશે. પણ વડીલો તો નવા વિષયો વગેરે સુચાવાવને બદલે – પ્રેક્ટીકલી શું થઇ શકે એ કહેવાને બદલે વિવેચને ચડી ગયા હતા એટલે ફરી પાછું મારાથી ભૂલથી બોલી જવાયું કે :’ પ્રાથમિક શિક્ષણ વખતે આવતી કેટલીક બાળ કવિતા આજે પણ યાદ છે . એ બાલગીતમાં તાકાત હતી માટે આજદિન સુધી યાદ રહ્યું ” ને વડીલો એકસાથે ઘૂરક્યા ને કહે ” એટલે , તમે એમ કહેવા માંગો છો કે અમારી કવિતા – અમારા બાળ સાહિત્યમાં દમ નથી ? ” મેં કહ્યું ” ના’ સાહેબો , મારો કહેવાનો આશય એવો નહોતો ” મને મનમાં થયું કે આ આપણો વિષય નથી એટલે ચુપ રહેવું..પછી ડીશો ખાલી કરીને , અમારી બાળસભા પૂરી થઇ…ટ્રસ્ટીએ પણ કદાચ માંડી વળ્યું હોય એમ ફરી બાળ સાહિત્યકારોને ભેગા કરવાની હિંમત આજ દિન સુધી કરી નથી…..ને….પછી… બાળકોએ … ખાધું પીધુને રાજ કર્યું…? અને છેલ્લે ..છેલ્લે …ભાસ્કર- ગુજરાત સમાચાર અને સંદેશ બાળ પૂર્તિઓ આપે છે એ મોટી વાત છે..બાકી હાલનાં ટબૂડીયાંઓને ટી વી પર કાર્ટુન જોવા દેવાં બહેતર છે..એમાયે ઘણું શીખવાનું હોય છે. અને એમની આ નવી દુનિયામાં બાળકો એવી રીતે મસ્ત હોય છે જેમ આપણે નાના હતા ને એ વખતની આપણી દુનિયામાં આપણે મસ્ત હતા… ચાર દીવાલોમાં પુરાયેલા આજના બાળારજાઓનો કુદરત સાથેનો સંપર્ક – નાતો છૂટી રહ્યો છે એ એક દુખની વાત છે પરંતુ આપણી પણ એ જ મજબૂરી છે ?

https://www.facebook.com/ranmal.sindhav/posts/4128791063308

આ  સ્ટેટસ પર અને મારી વોલ પર પણ શે’ર કર્યું હતું એમાંથી (અમુક) કોમેન્ટ્સનું સંકલન –

 • Jayendra Ashara ‎———
  એ વખતે TV હોત તો તમે બળ સાહિત્ય વાંચતા હોત?
  શું બીજા માધ્યમ માં બનતા બાળકો માટે ના પ્રોગ્રામ ને બાળ-સાહિત્ય ના કહી શકાય?…
  છપાય તો જ તેને સાહિત્ય કહેવાય?…
  તમારી વાત સાચી છે… કે આજે બાળકો TV પર નાં કાર્ટૂન પસંદ કરે છે… અને… એટલેજ હવે બાળ-હનુમાન, શ્રી ક્રિશ્ના અને છોટા-ભીમ જેવી સીરીયલ્સ પણ ધૂમ ચાલે છે…

 • Ranmal Sindhav ‎Jayendra Ashara sir, તો પણ રીડીંગ એ રીડીંગ છે..એ ભલે પછી કાગળ પર છપાયું હોય કે કમ્પ્યુટરમાં સીધું વંચાતું હોય,

 • Dinesh Tilva આપણે જેટલું બાળપણમા કરેલ તે….. પોત પોતાના બાળકોને કરવા દ્યો. (આ બધી વાતોનો સીધોને સહેલો જવાબ)

 • Jayendra Ashara ‎———–
  My question is – શું બીજા માધ્યમ માં બનતા બાળકો માટે ના પ્રોગ્રામ ને બાળ-સાહિત્ય ના કહી શકાય?…
  છપાય તો જ તેને સાહિત્ય કહેવાય?…
  I agree that reading is needed… but my Son likes to read about Animals, Astronomy and other scientific or social subjects than stories… he is satisfied and enjoys cartoon stories. As cartoon stories do connect them to social and scientific subjects with fun.

 • Praful Kamdar
 • સારું લખનારા હોય અને એવું લખી શકે કે બાળકો જ્યારે વાંચતા હોય ત્યારે આંખ સામે દ્રશ્ય ચિત્ર ઊભું થાય તો બાળકોને વાર્તા સાથે તાદાત્મ્ય સધાય . બાળકોને તેથીજ દ્રશ્ય કથા ( ફિલ્મ ) અથવા ચિત્ર કથા વધુ ગમે છે અને યાદ રહે છે . આજે ગુજરાતી અથવા અંગ્રેજી વાંચતા બાળકો માટે આવું લખી શકનારા કેટલા ?
 • Gaurang Amin ‎Ranmal Sindhav Good point Mate 🙂 !
  એ મેગેઝીન વાળા
  કોઈ વાડા નો સહારો લઇ લે તો કામ સારું ચાલશે ;)!
  પણ, લોચો એ છે કે બાળકો મતદાર કે માલદાર નથી હોતા.
  સ્ટાર-ટ્રેક સિરીઝે અમેરિકાની પેઢી ઘડી છે.
  (જે પેઢીથી અમેરિકા આગળ આવ્યું તે.)
  હેરી-પોટર. લોર્ડ-ઓફ-ધ-રિંગ્સ કે વેમ્પાયરની વાતો
  વિદેશમાં ધૂમ(=ધૂમ) મચાવે છે. આ બધું ના “વાંચી” શકે તેવા
  બાળકો માટે પ્રાયવેટ રીસર્ચ વગેરે પણ ખૂબ થાય છે.
  અને ટીપીકલ કીડ્ઝ-રીસોર્સીઝ ડેવલપ કરવામાં આવે છે.
  ‘ત્યાં’નાં ટીવી કે રીયલ કાર્યક્રમો અવનવી ગુણવત્તાથી
  મહેંકતા હોય છે. અહીંયા તો ભાઈ કોઈ કંઈ પણ કરે તેને
  અમુક મીટરમાં પહેલા માપવામાં આવે છે.
  હિંદુ/ભારતીય બેકડ્રોપ હોય તે તો ચલાવી જ ના લેવાય 😛 !!!
  અલગ અલગ મેનો ભલે જોઈ ભારતનો બાળક દાંત કાઢ્યા કરે 😦 !
  ચીન, જાપાન થી લઇ ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં
  પોતાની “દેશી” રીતે પોતાની ભાષામાં આ બાળ-“સાહિત્ય” ક્ષેત્ર જોરમાં છે.
  અહીંયા તો વાતો કવિતા અને લેખોમાં લાગણી અને બુદ્ધિની
  અને કામ બીજાને “સમારવાનું” !
  કોઈપણ પ્રકારની નિષ્ફળતાથી “બંને” પક્ષ ખુશ છે !
  ગાળો અને તાળીઓની મેચ ફિક્ષ થઇ ગઈ છે.
  થૂંકવું કંઈ રીતે અને થૂંકેલું ચાટવું કંઈ રીતે એજ એપ્લાઈ ડ મીડિયા-ટ્રીક્સ છે.
  અલબત્ત ! વાચકો કે પબ્લીશરો કરતા વધુ અને સ્પષ્ટ વાંક
  સ્થાપિત લેખકો-સાહિત્યકારો-કવિઓ-પત્રકારો નો છે.
  Jayendra Ashara Well said.
  Thanx 🙂 !

 • Gaurang Amin એક આડવાત – એવું જાણવામાં / ધ્યાનમાં આવ્યું હતું કે અમેરિકન શિક્ષણવાળા એ એવો કોઈ પ્રોગ્રામ બનાવ્યો છે -જેમાં ત્યાનાં -ક્લાસમાં – કોઈ બાળક માં જીનીયસ ના કોઈ લક્ષણ દેખાય તો એવા બાળકો માટે બીજો અલગ ક્લાસ – અલગ શિક્ષણ પણ આપવું.., એ પ્રોગ્રામ ( થીઅરી – મેથડ ) નું નામ યાદ આવશે ત્યારે લખીશ. તેમની જીનીયસ ની શું વ્યાખ્યા છે એ ઝાઝી ખબર નથી પણ આવી વ્યવસ્થા તો કરી જ છે..

 • Gaurang Amin ‎Ranmal Sindhav 🙂 !
  “જીનીયસ” એ શબ્દ તો બુદ્ધિજીવી, પત્રકાર કે કવિ જેવો છે 😛
  ખેર, ‘ત્યાં’ પ્રાયવેટલી પણ આ અંગે કામ થાય છે.
  અહીં ગુજરાતમાં પણ અમુક મિત્રોને મેં વાત કરેલી કે
  આપણે આવું કંઈક કરીએ દરેક સ્કૂલના હોશિયાર છોકરા માટે કંઈક ખાસ થાય તેવું.
  આના માટે પ્રવેશ પરીક્ષા(વિવિધ પ્રકારની) તેમજ સ્કૂલ રીઝલ્ટને ધ્યાનમાં લેવાય.
  બાકી આપણે ત્યાં તો “શિક્ષક” છે કેટલા ?!
  ભાઈ, થાય છે એવું કે ક્લાસમાં છેલ્લો અને પહેલો બંને નમ્બરીઓને એક જ લાકડીએ
  હાંકવામાં આવે છે…સ્વાભાવિક રીતે મારો પહેલા નંબરવાળાનો વધારે થાય છે.
  ઇન્ટરનેટ ની વધતી લોકપ્રિયતાથી જોકે ઓલ્તાર્નેતીવ્ઝ ડેવલપ થશે.
  Thanx 🙂 !

 • Pranavkumar Upendraray Adhyaru

  કેટલાક લક્ષણો અને રસ-રૂચી જન્મજાત હોય છે. વાંચવામાં રસ ધરાવતું બાળક ઉત્તમથી કનિષ્ઠ બધા જ પ્રકારનું વાંચી કાઢે છે. અને જેમાં રસ પડે એ લેખક-મેગેઝીન કે પૂર્તિ પહેલા હાથમાં લે છે. જે બાળકોને વાંચવામાં રસ નથી પડતો તેમને ઉત્તમ કહી શકાય એવું વાંચવા આપવાથી પણ ખાસ કશો ફરક પડતો નથી. એવું બને કે તેને રસ પડતો હોય એવા વિષય અંગે કશુક જોવા મળે તો તે જરૂર વાંચે છે – એવું કહેવાય કે નજર તળે કાઢી લે છે. મારી દીકરીને વાંચવું ગમે છે એટલે પુસ્તક કે પૂર્તિ સાથે ગડમથલ કરતી જોઈ શકાય છે, પણ મારા દીકરામાં એ લક્ષણો જોવામાં આવ્યા નથી. એ માત્ર આઈપીએલ ની મેચોના કાર્યક્રમ કે સ્કોર જોવા પુરતું જ છાપું ખોલતો હતો. બંને લગભગ સરખી જ ઉંમરના છે અને તેમના ઉછેરમાં પણ ખાસ કોઈ ફરક નથી. ઘરમાં કોઈ મધ્યમ કદની રીડીંગ લાયબ્રેરી જેટલા બાળ સાહિત્ય કહી શકાય એવા પુસ્તકો-મેગેઝીન છે. પણ દીકરીને પડે છે એટલો રસ મારા દીકરાને નથી. મારું માનવું છે કે બાળકોને રસ પડે તેવું સાહિત્ય સર્જન શક્ય છે, પરંતુ બધા જ બાળકોને રસ પડે તેવું લખવું અશક્ય છે. કારણકે બધા બાળકોમાં વાંચવાની રૂચી હોતી નથી. વાંચનની ટેવ સારી છે, તેનાથી દુનિયા વિકસે છે. પણ વાંચવાની આદત ના હોય એવા બાળકોની દુનિયા સંકોચાઈ જતી નથી. હા, એટલા પ્રમાણમાં પ્રકાશકોનું બેંક-બેલેન્સ જરૂર સંકોચાય છે.
 • Divyesh Modi
 • રણમલભાઈ, તે વડીલોને પાછા બોલાવો અને તેમને ડીઝનીનું છેલ્લું સર્જન કુંગ ફૂ પાન્ડાના બંને ભાગ બતાવો. શું અફલાતુન સર્જન છે. અત્યાર સુધીમાં બંને ભાગ ૧૦-૧૨ વખત જોય કાઢયા. ગયકાલે પણ પાછું જોયું. એક વાર્તામાં મનોરંજન સાથે કેટલા બધા સંદેશ આપી શકાય તે શીખવા મળે તેમ છે.
 • Badha ni comments vanchi ne etlu kahi shaku ke Samay pramane madhyam badlatu rahe chhe. Uttam local Baal sahitya ni khot tv ane cartoons puri kare chhe nahi to Harry potter jevi series.
  But agreed totally with Pranavkumar Adhyaru.

  ‎@Ranmal Sindhav …. While reading the comments, have read ur comment abt. different school or class in US. Wanted to share my point in that, yes…. They have set different level as per child’s capability and grasping level. In normal usual class with in 20 students ( max. Capacity set by State education board is not more than 22 or the highest 25) They divide students in 3 groups below average, average and above average and teacher provide class work, reading materials, home work according to that. And that would be decided on base of previous class’s score or diff. test results still they take sm test in beginning of the year. Once child improve or fall in performance or have difficulty according to the group then they place in suitable group. Above average students got lengthy work than aveg. level as they have more ability to do it so child wudn’t get bored by average work.
 • Now children who are above than above average students they wud placed in high achievers group and also as a gifted in Gifted class who has special diff. Teacher with same curriculum but more lengthy work with critical and detailed aspects. Like more projects and more detailed work as in this class student has High grasping level and ability to do more lengthy work. Whether any student or child is gifted decided by teacher through observation in daily routine work and by certain tests that includes psychological stress test and leadership test whether child wud work alone or not. They take test of every student frm KG to 2nd grade and in later grade on recommendation of teacher or many times parents want to test their kids then school take their test and if student qualify. In KG if student is in usual class they have full potential to be in gifted class up to 5 th grade as their ability develops. Now govt. has started Chartered school concept…. More
 • and more states open this type of school it’s not for genius but for every kid but the structure, curriculum and way of teaching is different then usual public school. Class size does matter in this type of school 15 or max. 17 and admission is based on drawing system. Once any kid get an admission his/her sibling automatically have admission. Fund is provided by state govt. and fund raised by school with diff. activities. Parent’s involvement/ volunteering is must in this school more than normal school. More info frm this link….
  http://en.m.wikipedia.org/wiki/Charter_school

  Charter schools are primary or secondary schools that receive public money (and …See More

   • Mehul Soni હા આ વાત બધુ જ નથી હોતુ દરેક માટે અલગ અલગ અને પોતાનુ હોય છે! મારા પિરવારમાં વાંચનનો શોખ ખાસ કોઈને નથી અને મને વાંચન એટલે જીવન ખુબ જ શોખ બચપણથી……
   • Envy Em These so called children stories writers are all dumb also, those so called humor writers who do not know the meaning of humor too.

   • ખુબ અસરકારક અને ભરપૂર લાભદાયક ચર્ચા થઇ શકે. આ લેખ પહેલા જય વસાવડા પણ ઘણી વાર આ બાબતે એમના આંસુ પાડી ચુક્યા છે. આપણા બચ્ચાં લોગને મિયાં ફૂસકી અને તભા ભટ્ટ પાસે લઇ જવા માટે….હેરી પોટરની પ્લેટ અને સ્પાઈડરમેન, હલ્ક જેવા પ્લેટફોર્મ બંનેની જરૂર છે….

   • Sejal Patel Chevli

    મારું એવું હતું કે કાંઇ પણ વાંચી નાંખતી. પણ મારી દીકરી એકદમ ચૂઝી છે…જે તે સમયે જે રસ હોય તે જ પ્રકારનું વાંચવાનું ગમે, બીજા ને હાથ પણ નહીં અડાડવાનો. ટીવી નથી ઘરમાં પણ કોમ્પ્યુટર પર જોવામાં પણ એક ખાસ ચોઇસ છે. મિયાં ફુસકી કે જે પ્રકારની પરીકથાઓ મને જકડી રાખતી હતી તે તેને ક્યારેય ગમી જ નથી અને ગમશે પણ નહીં. આજનાં બચ્ચાં પાસે અનેક ઓપ્શન છે અને એ પોતાની ચોઇસ ને જાણે છે. અરે કોઇ અનુવાદિત પુસ્તક વાંચવાનું હોય તો અનુવાદક કોણ છે તે પહેલાં જોવાનું. હેરી પોટરનાં જાદુની તો વાત જ અલગ છે, સાત વર્ષે કદાચ આ કદની બુક પકડવાનીય ખબર નહોતી પડતી. છાપાં અને તેની બાલપૂર્તિ પણ સાવ બોરીંગ લાગે છે, હા…મેગેઝીનો એટ્રેક્ટીવ અને ક્વાલીટી મટીરિયલ હોય તો રસ સિવાય પણ ક્યારેક વંચાય જાય છે. બુક વાંચવી અને તેના પરથી બનેલું મૂવી જોવું તેનો ફરક હેરી પોટરે સરસ રીતે સમજાવ્યો. બાળકો માટે મેગેઝીન બહાર પાડવા ઇચ્છા હોય તેમણે એકલવ્યનું ‘ચકમક’ જરૂર જોઇ લેવું. કુદરત કે પુસ્તક સાથેની દોસ્તી કરાવી આપવાની જવાબદારી પેરેન્ટ્સની ખરી. સારું રસ પડે એવું લખાશે તો જરૂર વંચાશે…..બાકી આજની જનરેશન સ્માર્ટ છે, જરાપણ નહીં ફાવે કે ભાવે તો ફેંકી દેશે.
    ~ અમૃતબિંદુ ~
    બાળકો માટેનું  સાહિત્ય સર્જન  એ બચ્ચાના ખેલ નથી !
    ^ વાંચેલું

6 ટિપ્પણીઓ

Filed under Art, એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સમાજ, સાહિત્ય

ચોપડી અને ચોપડા


 • સમય ૨૦૦૮નો . શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ  નામક એક ગૃપ એ બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, એ નિમિત્તે એ મંડળે એક ડીવીડી બનાવી અને એ ડીવીડી વિમોચન કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગ રૂપે  પ્રતિષ્ઠીતો ને નિમંત્રી રહ્યા હતા. ભાઈ હરનેશ સોલંકીએ એક ‘પ્રતિષ્ઠિત’ ને નિમંત્રણ માટે વાત કરી તો એ ‘મહાનુભાવે’ જે કહ્યું એ સાંભળીને હરનેશભાઈને જે કળ ચડી હશે એ હજુ યે ઊતરી નહિ હોય. મહાનુભાવ ઉવાચ : “અચ્છા, બક્ષી સાહેબ પણ આવશે ને ?”
 • સમય જૂલાઈ ૨૦૧૧નો . હું ગાંધીધામથી ભુજ (ટ્રાવેલ્સમાં) જઈ  રહ્યો હતો. જય વસાવડા એ પ્રેમથી એમના બે પુસ્તક ગિફ્ટ કરેલ  ‘સાહિત્ય અને સિનેમા’  તેમજ ‘પ્રિત કિયે સુખ હોઈ માંથી   ‘સાહિત્ય અને સિનેમા’ વાંચી રહ્યો હતો. બાજુમાં બેઠેલી કન્યાનો સવાલ : “જય વસાવડા? સરસ. મારા પણ પ્રિય લેખક છે.” મારું ખુશ થવું સ્વાભાવિક છે. પણ ખુશી હંમેશા અલ્પ આયુ હોય છે. એણે ફરી ટમકું મૂક્યું : “જય વસાવડા કોઈ છાપામાં લખે છે કે નહિ?”
 • સમય ખબર  નથી પણ કદાચ નવેમ્બર જ હશે ધૈવત ત્રિવેદીને કોઈએ પૂછ્યું : “આ ર.પા. છે કોણ?”  (સવાલ બીજે પૂછાયો હતો પણ એના જવાબરૂપે DT એ FB પર દસ નોટસ સ્વરૂપે રમેશાયણ મૂકી એ દરેક ગુજરાતીએ (ચાહે પછી તે સાહિત્ય/કવિતામાં રસ ધરાવતા હોય કે નહિ ) વાંચવી એવો મારો આગ્રહ છે.
 • સમય ૦૭ ડીસેમ્બર ૨૦૧૧ નો. એક કંપનીમાં ગયો, મારા હાથમાં સફારીનો લેટેસ્ટ અંક  હતો. પછી જે થયું અને આ બ્લોગ પોસ્ટનું નિમિત્ત પ્રસંગ FB પર મૂક્યો હતો એ (કોમેન્ટ્સ સાથે)-
‎’ગુજરાતીઓને ચોપડીમાં નહીં પણ ચોપડામાં રસ (ઝરે) છે’ – એવું કહેવાય છે પણ મને તો આજે એનો (વધુ એક વખત) સાક્ષાત્કાર થયો =>

“વાહ! રજનીભાઈ તમને પણ વાંચનમાં રસ છે?, બતાવો તો કયું મેગેઝિન છે?”

હું હજુ ખુશી (વાંચો હરખ) થી મારા હાથમાંનું લેટેસ્ટ ‘સફારી’ આપવા જતો હતો ત્યાં ભાઈસાહેબ બોલ્યા “સફારી? આ પેલા RSS વાળાનું તો નથી ને? નહીતર નથી વાંચવું !”

લંબાયેલો હાથ પાછો લેતા મેં કહ્યું = “હા, RSS વાળાનું જ છે, તમે રહેવા દો” (તો કૃપા થશે)

^આ ભાઈસાહેબ ACCOUNTSના માણસ(?!?!?!?!?!?!?!) છે જે જાણ ખાતર .

  • Heena Parekh Hahaha.

   16 hours ago · Like
  • Harshad Italiya Safari last 5 yr thi bandh 6. 4 partner malta nathi lavajam bharva mate. :-/

   16 hours ago · Like ·  1
  • Kartik Mistry ‎@Harshad What’s big deal? It is investment. Go ahead.

   16 hours ago · Like ·  1
  • Envy Em Tamare yaar etlu ashwasan levu joie ke emne ‘RSS’ ni khabar che baki ava loko ghani vakhat patni ne puche ke aa chokra kona che ??? bahar kadh

   16 hours ago · Like ·  3
  • Harshad Italiya Yes kartikbhai next month thi avanu 6.

   16 hours ago · Like
  • Kartik Mistry I even don’t subscribe and directly get it from newspaper vendor. Safari’s postal department is mess and I don’t like to read it late 😀 (loyal Safari reader since issue #9).

   16 hours ago · Like ·  2
  • Rajni Agravat ‎Envy Em
   (માત્ર)મનમાં તો એવી ગાળો આપી કે કિન્નરભાઈની દેવ સા’બ આર્ટીકલ યાદ આવી જાયHarshad Italiya
   દોસ્ત Kartik Mistryની વાત (અને સલાહ) સાચી છે . હું ય સ્ટોલ પરથી જ ખરીદુ છું.

   16 hours ago · Like ·  3
  • Envy Em harshad, mari pase line lagti lavajam bharva vala ni..skim ma

   16 hours ago · Like ·  1
  • Ujval Adhvaryu HA HA HA RSS.

   16 hours ago · Like
  • Chetan Bhatt It is sign of intellect (as they believe) to criticise RSS and Hinduism. Baaki sab bakwas….

   16 hours ago · Unlike ·  2
  • Ujval Adhvaryu આજના સમયમા પણ એવા મુર્ખાઓ છે જે આરએસએસના હજીય ખાખી ચડ્ડિ અને કાળી ટોપી ધારી કુશ્તિબાજ જ સમજે છે .

   16 hours ago · Like ·  1
  • Varma Sanket હા હા હા. હું પણ બધાં મેગેઝીન સ્ટોલ ઉપરથી જ ખરીદું છું. ઘણીવાર હું મેગેઝીન લઈને બાઈક પર આવતો હોઉં ત્યારે એ બાઈકના હેન્ડલ આગળ મેં ખોસેલા હોય. પછી મારે રસ્તામાં ક્યાંક ઉભા રહેવાનું થાય-કૈક કામ હોય તો ય હું એને ત્યાં જ રહેવા દઉં છું. કારણકે મને ખબર છે કે એણે કોઈ ચોરી જવાનું નથી. હા હા હા

   16 hours ago · Unlike ·  4
  • Jayram Mehta વાંચવા માટે પૈસા ના હોય અને….વાંચનભૂખ સંતોષવા માટે મેગેઝીન્સ-બુક્સની ” ચોરીઓ ” થવા માંડે….એવો દિવસ ક્યારે આવશે ? સંકેત….તમે સાચા છો, બાઈકના હેન્ડલ પરથી મેગેઝીન્સ ‘સાથે લઈને’ જયારે તમે જવા માંડશો એ દિવસથી ” વાંચે ગુજરાત ” ખરા અર્થમાં સાર્થક થયું ગણાશે….

   15 hours ago · Unlike ·  4
  • Harshad Italiya Envybhai have lavajam bharo to jaan karjo.

   15 hours ago · Like
  • Vivek Rabara ચાલુ ટ્રેને ચડી જવાની આ બધાની હે’બિટ'(બીટ પણ બૌ વધારે) હોય છે.

   14 hours ago · Like
  • Praful Kamdar માનું છું કે એ ભાઈ ફેસબૂક પર ન હોય……ને ફેસબૂક પર જેટલાં આપણાં મિત્રો છે તેમાંના કેટલાં ‘ સફારી ‘ વાંચે છે ? ઠીક છે, આ કારણે ઘણાંને ખબર પડશે કે ‘સફારી ‘ જેવું કોઈ મેગેઝીન છે અને રજની ભાઇ પણ વાંચે છે…બે ચાર પાંચ મેગેઝીનનો ઉપાડ થઈ જાય તો કંઈ કે’વાય નહીં……આભાર.

   13 hours ago · Like ·  1
  • Raj Prajapati તે બિચારા ભાઇ હતા ને એટલે હાથ પાછો ખેચી લીધો છે. જો…… હોત તો ચાલુ ટ્રેનમાં ચડીને મેગેઝીનના અંદરના પાને મોબાઇલ નંબર લખીને સામેથી આપવા ગયા હોત….

   13 hours ago · Unlike ·  1
  • Parth Joshi

   Ha ha safari ne rss ne su leva deva ?
   safari hun dar vakhate rokade j kharidu chu su che ke 3ji 4thi ae aavi jay ne .
   baki me aekad var amuk magazine chorelu che doctor na waiting room ma request kari vanchava lai java do anhi time nathi hu…See More
   11 hours ago · Unlike ·  1
  • Parth Joshi jyan jaiye tyan scn kari leva nu

   11 hours ago · Like
  • Envy Em Praful Kamdar, Safari gujarat mate 24 carat no diamond che. Ketla loko vanche che e to 2 divas pachi stall par koi leva jay to y khabar padi jay..madvu muskel hoy che.
   Baki, Rajnibhai e je kisso lakhyo e to sanatan satya che Gujarat mate. Paisa sivay kasha ma ras nathi samany loko ne.

   7 hours ago · Unlike ·  1
   • Harnesh Solanki હવે તો ચોપડા ( પ્રેમ), રાવલ ( પરેશ ), કુમાર ( અક્ષય) વિ.ને ગુજરાત અને ગુજરાતીમાં વધારે રસ જાગ્‍યો હોય તેવું લાગે છે……..

    ~ અમૃતબિંદુ ~

    હે પ્રભુ! મને ગમે તેવા દુઃખ/વિપત્તિ આપજે પણ કદી કોઈ અરસિકને કવિતા સંભળાવવી પડે એવો અવસર ન આપજે

    ^આવું કંઈક સંસ્કૃત સુભાષિત છે (કોઈ સાચુ અને પૂરું યાદ અપાવજો  એટલે અહીં સુધારી શકું )

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

“e_વાચક(૨૦૧૧)” = તૃતિય e_magazine


ઓરકુટ પરની (અને હવે ફેસબુક પરની પણ) ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ નામની કોમ્યુનિટી/ગૃપ સતત ત્રીજા વરસે પણ e_મેગેઝિન નામે “e_વાચક(૨૦૧૧)” બનાવ્યુ અને દર વરસની જેમ ૨ જૂન ની ડેડલાઈન પણ સાચવી.

સૌ  પ્રથમ ડેડલાઈન વિશે વાત કરીયે તો

પ્રથમ THE READERS-2009માં બનાવ્યું એનું વિમોચન શ્રી સૌરભ શાહ દ્વારા

દ્વિતિય  e_વાચક-૨૦૧૦માં બનાવ્યું એનું વિમોચન શ્રી સલીલ દલાલ  દ્વારા

અને

તૃતિય e_વાચક-૨૦૧૧માંબનાવ્યું એનું વિમોચન શ્રી જય વસાવડા દ્વારા

^ ત્રણેય મહાનુભાવો  બીઝી શેડ્યુલની વચ્ચે અને રાતી જગો કરીને પણ ડેડ-લાઈન સાચવવા પુરતો સહયોગ આપ્યો એ કંઇ નાનીસુની વાત નથી.

હવે વાત માંડુ આ વખતની યાને ૨૦૧૧ની. પહેલા અંકના અનુભવ અને ત્રુટીઓ ધ્યાનમાં રાખીને બીજો અંક એનાથી ચડિયાતો  બનાવ્યો અને આ ત્રીજી વખતે આગલા બન્ને અંકના અનુભવથી વિશિષ્ટ બનાવવું  એવું નક્કી થાય એ સ્વાભાવિક છે.  એ માટે  કુણાલ ધામીએ ઉજાગરો કરીને  4 GB (!)નું સોફ્ટવેર ડાઉનલોડ કર્યું, પરંતુ મેગેઝિનમાં આવતી મેટર ગુજરાતી ફોન્ટસમાં હોવાથી મેળ ન પડ્યો અને એની મહેનત પાણીમાં ગઈ. એમાંથી પાર પડીને પણ કંઇ આસાન તો ન જ હતું કેમ કે એક તો કુણાલનો આગ્રહ હતો કે બને ત્યાં સુધી ડિઝાઈન ખુદ બનાવવી અને  શક્ય હોય ત્યાં સુધી ‘કૉપિ રાઇટ’ મેટરથી દુરી બનાવવી.  ત્યારબાદ નિરવ પંચાલ અને કુણાલ ધામી જામી પડ્યા કામમાં અને હું જાણું છું કે એ બન્ને છોકરા કેટલા બીઝી હતા છતાંપણ કંટાળ્યા વગર જેટલી વાર  ફેરફારનું સૂચન થયું એનું પાલન કરીને પ્રોફેશનલ ટચ આપ્યો એ બદલ કંઇ ચૂકવણી તો થવાની ન હતી પણ નાના-મોટા ખર્ચા એ વધારાના! (હોપ કે આ વાંચીને એ બન્ને  ‘ઉઘરાણી’ નહી કરે! 😉 )

એક અન્ય પણ વાત ખાસ નોંધવાની કે નિરવ પંચાલે તો મેગેઝિન માટે લેખ પણ લખ્યો હતો પણ છેલ્લી ઘડીયે એને મઠારવાનો ટાઈમ ન મળ્યો એટલે એણે ખુદ ‘બલિદાન’ આપ્યું. મારા મતે તો ‘મઠારવા’ ની જરૂર જ ન હતી પણ એ કહે કે આને તો ‘ડ્રાફ્ટ’ જ કહેવાય બાકી લેખનું બંધારણ (આદિ-મધ્ય-અંત)તો જળવાય એની તકેદારી રાખવી ખપે.

e_મેગેઝિન પ્રત્યે ઉત્કંઠા જાગે એ માટે મેગેઝિન લોન્ચ થવાને થોડા દિવસો બાકી રહે ત્યારે દર વરસે  “ટ્રેલર” જેવું પણ કરીયે જેની આ વખતેની ઝલક –

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર-I”
દર વખતની જેમ આ વખતે પણ e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર શું છે એ ઝલક…ઓશો એ કહ્યું છે ને કે ધ્યાન અને સંગીત એક ઘટનાની બે બાજુ છે, અને સંગીત વિના ધ્યાનમાં કંઇક ઓછપ રહી જાય છે; સંગીત વિના ધ્યાનમાં કંઇકઢીલું અને નિષ્પ્રાણ જેવું થઈ જાય છે. અને ધ્યાન વિનાનું સંગીત કેવળ એક શોરબકોર હોય છે – લયબધ્ધ તેમ છતાં એક કોલાહલ……..^ એક મિનિટ, આ બધું શું છે? આ બધું નહી પણ આવી જ એક વાત છે આપણા ‘e_વાચક-2011’ની અંદર. પણ એ ધ્યાન વિશે છે કે સંગીત વિશે કે ઓશો વિશે કે પછી સમથીંગ એલ્સ? એ માટે તો બૉસ (અને બોસાણીઓ) 2જૂનનો ઇન્તઝાર કરવો પડે!

May 17 at 8:31pm · Like ·  2 people

“ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક -૨૦૧૧’ની અંદર- ૦૨ “
ચાર્લ્સ ડિકન્સના ‘પિકવિક પેપર્સ’માં શ્રીમાન પિકવિકે પોતાના દોસ્ત સ્નોડ ગ્રાસને એક સલાહ આપી હતી: ‘વ્હેન ઇન ડાઉટ, ફોલો ધ ક્રાઉડ.’
પરંતુ આટલી સલાહથી સ્નોડ ગ્રાસને સંતોષ થયો નહીં. તેણે સામો સવાલ કર્યો, ‘પરંતુ નજર સામે બે ટોળાં હોય ત્યારે? બેમાંથી ક્યા ટોળાને મારે અનુસરવું?‘
‘ફોલો ધ લારજેસ્ટ’ પોતાના મિત્ર માટે પિકવિકનો જવાબ હાજર હતો^
આ ‘લારજેસ્ટ ક્રાઉડ’ને અનુસરનારાને રાજનીતિશાસ્ત્રમાં ‘ ડેમોગોગી’ તરીકે ઓળખાવાય છે એમ દિગંત ઓઝાએ કહ્યું છે..
હવે વિચારીયે કે આ હિસાબે આપણું મીડિયા કઈ તરફ હૈસો હૈસો કરે છે? તો એ વિશે આપણા ‘e_વાચક -૨૦૧૧’માં એક મિત્રએ વાત માંડી છે તો રેડી ફોર ધેટ ?
May 19 at 6:43pm · Like ·  2 people

“ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક -૨૦૧૧’ની અંદર- ૦૩ & ૦૪ “
ચુનીલાલ મડિયાનું કહેવું છે “….ટૂંકી વાર્તા જ્યારે ‘ટ્રેજેડી’નું આલેખન કરે ત્યારે એ કોઇ પાત્રનું માથું ધડથી જુદું નથી કરી નાંખતી, પણ મોતથીયે અદકી વિષમ એવી જીવનની વાસ્તવિકતા આલેખે છે, જે વિષમતા સામાન્ય વાચકો સંવેદી શકતા નથી. તેથી જ, આજની વાર્તાઓ દુર્બોધ બનતી જાય છે, ‘એમાં કશું સમજાતું નથી’, ‘વાર્તા અરધેથી જ કપાઈ ગઈ’, એવી ફરિયાદો સાંભળવા મળે છે.
સાચી વાત તો એ છે કે ચોપડીનાં પાનાં ઉપર છપાયેલી વાર્તા પૂરી થયા પછી વાચકના ચિત્તમાં બાકીની અણલખી વાર્તા લખાવા માંડવી જોઇએ. અને એમ થાય તો જ વાર્તાનો પૂરેપૂરો રસાનુભ્વ થઈ શકે છે, એના વાચનનો પરિશ્રમ લેખે લાગે છે અને કલાકૃતિનો સંપૂર્ણ પરિતોષ શક્ય બને છે. સર્જકના જેવું જ સંવેદનતંત્ર ન ધરાવનાર વાચકો માટે ટૂંકી વાર્તાનો આસ્વાદ બેકાર છે. એવા વાચકોએ નવલકથાઓ વાંચીને જ સંતોષ માનવો રહ્યો.”^
એ હિસાબે ટૂંકી વાર્તા એ વાચક અને લેખક બંનેની પરીક્ષા લ્યે છે એવું થયું ને? આપણા e_વાચક -૨૦૧૧ માં પણ બે ટૂંકી વાર્તા છે, જોઇએ એ બન્ને વાર્તા લેખક-વાચકની કેવી’ક પરિક્ષા લ્યે છે અને શું પરિણામ આવે છે?
May 20 at 6:29pm · Like ·  5 people

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર- ૦૫ “
અખબારો બંને રીતે ખરા અર્થમાં શિક્ષણનાં માધ્યમ છે. રોજ છાપું હોય જ, છાપાં રોજ હોવા જ જોઇએ. એના વગર ચાલે નહીં. એને સત્કારે પણ છે. લોકો હોંશથી વાંચે છે. રૂપિયા ખર્ચીને વાંચે છે.ખરચવાના ન હોય તો માંગીને વાંચે છે. માગીને ન મળતું હોય તો બીજું કોઇ વાંચતું હોય એમાં ડોકિયાં કરીને પણ વાંચે છે – એટલો સત્કાર છે !
^ નગીનદાસ સંઘવીઆ તો છાપાં વાંચવાની વાત થઈ અને એ પણ જનરલ….પણ વિદ્યાર્થીનાં વાંચન વિશે? પરિક્ષાલક્ષી કે ‘ભણવાની ચોપડી’ ની વાત નથી , વાત છે ઇત્તર વાંચનની અને એ પણ એક વિદ્યાર્થી દ્વારા લખાયેલી. => આપણા ‘e_વાચક-2011’ની અંદર. બસ જાગતે રહેના, અભી નહીં, 2જૂનના રોજ ! !
May 23 at 1:08pm · Like ·  1 person

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-2011’ની અંદર- ૦૬ “
ગઈકાલે ‘સંદેશ’માં ‘રાજ ગોસ્વામી’નો “દબંગ દેવીયાં” વિશે લેખ હતો જેમાં એમણે અલગ અલગ % દ્વારા “૧૩મી સદીમાં દિલ્હી સલ્તનતની ગાદીપરસ્ત રઝિયા સુલતાન પછી પહેલી વખત મહિલા શક્તિ ઉફાન પર છે” જેવી વાત કહી છે …..૦૨જૂન ૨૦૧૧ના રોજ આપણી કોમ્યુનાં ઈ-મેગેઝિન ‘e_વાચક-2011’ આવી રહ્યું છે ત્યારે આ ટકાવારીની વાત ત્યાં પણ લાગૂ પડે છે. કુલ્લ કૃતિમાં માનુનીઓનો ફાળો ૪૦% છે, કોઇએ વાર્તા આપી છે, કોઇએ કવિતા, કોઇએ લેખ. તો કોઇએ ઇન્ટર્વ્યૂ ….. આમ આ દેવીઓની હાજરી કોઇ સાહિત્ય પ્રકારમાં બાકી નથી, બધે પોતાનો (ઊંચી હિલ્સ વાળો) પગ જમાવીને ‘માતૃત્વ’થી લઈને ‘સોશિઅલ નેટવર્કીંગ સાઇટસ’ના ‘સાક્ષાત્કાર’ વચ્ચે ‘બગાવત’ કરતા કરતા ‘મરણ’ની પરવા વગર ‘ઉડાન’ ભરી છે !લેખનાં અંતે એમના અમુક પ્રશ્નો –

ભારતમાં એક પણ મુસ્લિમ મહિલા રાજનેતા કેમ નથી? એ પણ જોવા જેવું છે કે પાંચેય શક્તિશાળી મહિલાઓ સત્તાનો ઈસ્તેમાલ સમજદારીથી કેમ નથી કરતી? એમનામાં અનેક ખામી છે. એમની શક્તિ મહિલા ઉદયનો સંકેત નથી, છતાં એક મહિલાવિરોધી સમાજમાં એમની દબંગાઈ આશ્ચર્યજનક!

^
આપણા ‘e_વાચક-2011’ ને વાંચીને વાચકો કેવા સવાલ કરે છે એ જોવું રહ્યું.

May 23 at 4:58pm · Like ·  1 person

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૦૭ “
નરેશ શાહનું અલગ અલગ ક્ષેત્રની વ્યક્તિ એટલે કે ‘મહારથી’ઓની મુલાકાતનું પુસ્તક છે એમાં –>“ ૧૯૮૯ ની વાત છે.
અમદાવાદના પાલડી રેલફાટકની લગોલગ આવેલાં બેઠા ઘાટના બંગલાના મજલા ઉપર એક ટેલિવિઝિન કંપનીની ઑફિસ હતી. એ ટેલિવિઝનવાળા રાબેતા મુજબ ઉત્તમોત્તમ ટીવી બનાવવાનો દાવો કરતા. પરંતુ વર્ષો સુધી તેના ભોંયતળિયે રહેલા મકાનમાલિકે એક પણ જાહેરખબરિયો દાવો કર્યા વગર સબિત કર્યું છે કે એ ઉત્તમ કક્ષાની શબ્દગૂંથણી કરીને બેફામ વેચાય છે અને વંચાય એવી લાજવાબ નવલકથાઓ લખે છે. એમનું નામ અશ્વિની ભટ્ટ.”આવા આ લાજવાબ લેખકની એક ‘મહાનવલ’ વિશે એક વાચકે લાજવાબ લખ્યું છે જે ૨જી જૂન ૨૦૧૧ના રોજ લોન્ચ થઈ રહેલાં આપણા ‘e_વાચક’ માં વાંચી શકશો

May 26 at 6:50pm · Like ·  3 people

‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૦૮ “
વરસો પહેલાં ગાંધીધામમાં એક રિક્ષા પાછળ વાંચ્યુ’તુ = “તું તો’જી કર !”આટલુ ચોટડુક વિધાન કેટલું બધું સમજાવે છે કે ભાઈ, આખા ગામની ફિકર નોટ , તું તારા ભાણાની માખી (ઉડાડી શકે તો) ઉડાડ, તો ય કાફી છે, વર્ના કાજી દુબલે ક્યો? તો કહે સારે ગાંવકી ફીકર જેવું થાય….ટ્રેનને ગરીબ રથ કહેવાય પણ રિક્ષાને નહીં , કેમ કે એ તો અમીર-ગરીબ જેવા ભેદભાવથી ‘સ્થિતપ્રજ્ઞ’ છે…

ટીવીમાં કોમેડી જોઇ જોઇને એવા ત્રાસી ગયા છીએ કે હવે કોઇ કોમેડીનું નામ લ્યે તો આપણને ‘રોવું’ આવે! પણ હ્યુમર ઇઝ ડિફરન્ટ થીંગ ના? અને એના વગર તો જીવન (ઉજ્જડ) વન સમાન ભાસે એટલે આપણા ૨ જૂન ૨૦૧૧ના રોજ આવી રહેલા ‘e_વાચક-૨૦૧૧’માં પણ હ્યુમર આર્ટીકલ છે જે વાંચીને હળવાફૂલ થઈ જશો એની ગેરંટી લઉ ? !

May 31 at 12:29pm · Like ·  2 people

 ‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૦૯”
(બધે આવતી હોય એમ) આપણે ત્યાં આપત્તિ તો આવતી રહે છે પણ એ અંગે પ્રજા અને (પ્રજાના રખેવાળ માનતી) સરકાર જાગ્રત હોવાના બદલે હંમેશા ઉંઘતી જ રહે છે. કુદરતી આપત્તિની સામે આપણે કેવા સજાગ છીએ કે રહેવું જોઇએ એ અંગેનો લેખ, આપણાં ‘e_વાચક’ માં…..

May 31 at 7:07pm · Like ·  2 people

 ‎”ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૧૦ “
અત્યારે તો મામાનો મહિનો એટલે કે વેકેશન ચાલે છે પણ માં-બાપ ઉપ્સ સોરી સોરી પેરેન્ટસની લેફ્ટ રાઈટ તો ક્યારની ચાલુ થઈ ગઈ હશે અને રડ્યા ખડ્યા કોઇ હશે તો એની હવે થશે. શેના માટે એડમીશન માટે, પણ રામગઢકે વાસીઓ અગર ચૈનકી નિંદ લેના ચાહતે હો તો આપણા ‘e_વાચક-૨૦૧૧’માં એક એવો આર્ટીકલ છે જે વાંચીને કહી ઉઠશો કે વૉટ એન આઈડિયા સરજી!

June 1 at 11:53am · Like ·  1 person

“ત્રીજા e_મેગેઝિન ‘e_વાચક-૨૦૧૧’ની અંદર- ૧૧ “
કિ-પેડ, કિ-બોર્ડના જમાનામાં લેટર લખાતા નથીનો રાગ તો આપણે સાંભળી-સાંભળીને ‘બોડા’ થઈ ગયા છીએ કેમકે એ લોકોને એ ખબર નથી કે પત્ર લખવો એ પ્રેમ કરવા જેવી જ કદી ન સુકાય એવી લાગણી છે.ઘણીવાર પત્ર ખોટા એડ્રેસે પણ જતો રહે છે તો ઘણીવાર તો એમાં એડ્રેસ લખાય એ પહેલા જ એ વ્યક્તિ સ-દેહે એ પત્ર વાંચવા હાજર નથી હોતી.જરૂરી નથી કે પત્ર માત્ર પ્રેમી/પ્રેમીકાને કે પતિ/પત્નિ (હાય !…. હાય !) ને જ લખાય. કોને કોને લખાય એ લીસ્ટ અહીં લખીને લાં..બી લચક વાત ન કરતા ટૂંકમાં એટલું જ કે વરસો પહેલા એક પત્ર લખાયો, પરંતુ એ સંજોગોવશાત આજે એ પત્ર માત્ર પત્ર ન રહેતા શ્રધ્ધાંજલીનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે જેના માટે બસ હવે વધુ વાટ જોવી નહી પડે, ગણતરીના કલાકોમાં આવી રહ્યું છે આપણું ‘e_વાચક-૨૦૧૧’

June 1 at 6:03pm · Like
~ અમૃતબિંદુ ~

જે મારી પ્રશંસા કરે છે, એ મારા શુભેચ્છકો છે અને જે મારા દોષ બતાવી મને ટપારે છે એ મારા શિક્ષકો છે. (ચીન)

આ છેલ્લી કહેવત વાચકોને સમર્પિત છે !<= જય વસાવડા

^ જય વસાવડાનાં પુસ્તક “સિનેમા અને સાહિત્ય”માં સમાવેલ  ‘સ્પેક્ટ્રોમીટર’ના ૧૦૦મા શતકીય લેખની લાસ્ટ લાઇન્સ.

9 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, social networking sites