Tag Archives: ગાંધીજી

દાક્તરને (કડવી) દવાનો ડોઝ અને ઇન્જેક્શન આલો


ભાગ્યમાં ના માનનારા પણ એટલું તો માની જ લ્યે કે સારા નસીબવાળાને જ સારા ડૉ મળે. મને અંગત રીતે તો બે બનાવ બાદ કરતા હંમેશા સારા ડૉ. જ મળ્યા છે ( જો કે જે મેં બે બનાવો બાદ કરવાનું કહ્યું એ કદી બાદ ના થઇ શકે એટલા દુઃખદ છે)

ખેર એ તો થઇ વર્ષો પહેલાની મારી  વાત, પણ વહેલી સવારે ૪ વાગ્યે મારા પડોશી મિત્રનાં પત્નીનો  ફોન આવ્યો કે એમના પતિને ચેસ્ટ પેઈન થાય છે અને કલાકથી હેરાન થાય છે, પણ હવે વધુ પડતો દુઃખાવો થતો હોવાથી હવે હોસ્પિટલ લઇ જવા છે.

અમારા એરિયામાં, અમારા ઘરની આજુબાજુમાં ત્રણ હોસ્પિટલ્સ છે જેમાંની એક ડૉ.બબિતા અગરિયાની (MD) હોસ્પિટલ છે અને મારા મિત્ર તેમજ એમના અન્ય રીલેટીવ્સ પણ અક્સર એમની જ ટ્રીટમેન્ટ લેતા હોય છે. ત્યાં ગયા, અને સ્ટાફને કહ્યું કે આવી રીતે પેઈન છે ડૉ ને બોલાવો તેમ જ ફલાણી વ્યક્તિ છે એમ કહેજો…. સ્ટાફનો માણસ મોબાઈલ લઇ બાજુના રૂમમાં ગયો, અને પાછો આવીને  કહે કે ડૉ કહે છે આ પેશન્ટને સહ્યાદ્રી માં લઇ જાઓ, અમે એમને કહ્યું કે ડૉ. ને નામ આપો યા તો અમને નમ્બર આપો અમારે એમણે કહેવું છે “અહી આજુબાજુમાં ત્રણ-ત્રણ હોસ્પિટલહોવા છતાં પણ ‘લાઇફ્લાઇન’ કે ‘સહ્યાદ્રી’ માં ના લઇ જતાં અહી જ એટલે આવ્યા કે તમારા પાસેથી રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવી છીએ અને તમને આ ભાઈ વિશે પણ ખ્યાલ છે.” તો પણ સ્ટાફનો માણસ અમને ડરાવવા કહે, “તમે આ બધી લપ અત્યારે ના કરો પેલી હોસ્પિટલમાં લઇ જાવ, પછી તમારે જે કહેવું કે કરવું હોય તે સવારે આવીને કહેજો/કરજો” ! ! !

ત્યારે તો અમારે ત્યાંથી જવું પડે એમ જ હતું એટલે જતાં રહ્યાં પણ હદ છે યાર! કોઈ લાજ-શરમ જેવી ચીજ જ નહિ? કદાચ બક્ષી કે કોઈના લેખમાં વાંચ્યું હતું  એ સાચું જ છે જેમાં એમણે એમના સંબંધીનાં યુવાનને ટાંકીને લખ્યું હતું – “અંકલ! માત્ર પાંચ હજારનો જ ખર્ચો થાય, આવા ડૉ નાં ટાંગા ભંગાવવાના.” આપણે પણ અવાર-નવાર છાપામાં વાંચતા જ હોઈએ છીએ કે ડૉ ને માર પડ્યો. તો બરાબર જ છે, સામાન્ય રીતે દરેક દર્દી આમને ભગવાન ગણતા હોય છે અને આ લોકો તો કસાઈની જેમ નિર્લેપભાવે આપણા ખિસ્સા, ગળા કાપવામાં તૈયાર જ બેઠા હોય તો યે ચલાવી લઈએ પછી ક્યારેક તો કોઈ માણસ મગજ ગુમાવે ને?

આમ પણ મેં નોંધ્યું છે કે ડૉ., વકીલ, રાજકારણી, મીડિયા, પોલીસ તેમજ શિક્ષણ વિભાગ સાંથે સંકળાયેલ વ્યક્તિ જ્યારે પણ પોતાના  ફિલ્ડમાં આવે ત્યારે પોતાની સંવેદના તો ઠીક માણસાઈ પણ જવા દ્યો પણ પોતાની કાયદેસરની ફરજ પણ ફિક્સ ડીપોઝીટ વોલ્ટ માં મૂકી ને આવતા હોવા જોઈએ!

એ તો સારું થયું કે અમારા મિત્રને એમના અને અમારા બધાનાં અનુમાન મુજબ ગેસ ટ્રબલ જ હતી અને રાહત પણ થઇ પરંતુ ત્યારપછી અમારા વચ્ચે ચર્ચા થઇ એમાં –

૧ = કદાચ ડૉ.એટલે ના આવ્યા હોય કે એમને એમ હોય કે આ હાર્ટએટેક કેસ હોય અને કદાચ ટ્રીટમેન્ટ બે-અસર રહે અને મારા માથે કાલી ટીલી લાગે તો?

મારી દલીલ = જો એમ હોય તો પણ એમની સૌ પ્રથમ ફરજ છે કે કમ સે કમ પોતાના ઘરમાંથી નીચે ઊતરે, પેશન્ટને તપાસે, પ્રાથમિક સારવાર આપે અને પછી બીજે રવાના કરે.

૨ = ડૉ. ડરી ગયા હશે કે પેશન્ટને તપાસ તો કરીયે અને મારા પર બધું આવી જાય તો?

મારી દલીલ = તો પણ ખોટું જ છે, ઇલેક્ટ્રિક રીલેટેડ તમે ગમે એવા શીખાઉને બોલાવો અને એનો પન્નો ટૂંકો પડતો હોય તો  પણ એ ખાલી સ્વિચ ઓન કે ઓફ કરવામાં ડરે તો એની વિદ્યા શું કામની?

 

~ અમૃતબિંદુ ~

“મને નાનપણથી જ સુથારીનો બહુ શોખ છે. વખત મળે કે લાકડું લઇ હું ઘડવા બેસું અને જેવા ઘાટ ઘડવા હોય તેવા ઘડી શકું છું. એમાં મારાં આંખ ને હાથ એવા કેળવાઈ ગયા છે કે જે બનાવવું હોય તે સહેજે બનાવી શકું છું. આ શક્તિ હું ‘સર્જરી’ શીખવા ગયો ત્યારે મને ખૂબ જ કામ લાગી. લાકડા જેવી સખ્ત વસ્તુમાંથી જોઈએ તેવું હું ઘડી શકું, એટલે પછી શરીરના વાઢકાપનું તો શું પૂછવું?”

^

મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ગાંધી-ગંગા’(ભાગ-૨) માં શંકર બેંકરે એક આંખ સાચી અને એક આંખ ખોટી વાળા ડૉ કર્નલ મેડોક એ ૧૯૨૪માં ગાંધીજીનું એપેન્ડીસાઈટીસનું ઓપરેશન કરેલું એ પ્રસંગ

2 ટિપ્પણીઓ

Filed under સંવેદના, સમાજ, Medical, Uncategorized

‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન = કાન્તિ શાહ


જેને તમે પાર્લામેન્ટની માતા કહો છો તે પાર્લામેન્ટ તો વાંઝણી છે અને વેશ્યા છે. આ બન્ને શબ્દો આકરા છે, છતાં બરોબર લાગુ પડે છે. મેં વાંઝણી કહી, કેમ કે હજુ સુધી પાર્લામેન્ટે પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તેની ઉપર જોર કરનાર કોઈ ન હોય તો તે કંઈ જ ન કરે અને તેની સ્થિતિ સ્વાભાવિક રીતે છે. અને તે વેશ્યા છે, કેમ કે તેને જે પ્રધાનમંડળ રાખે તે પ્રધાન-મંડળની પાસે તે રહે છે.

 …. પાર્લામેન્ટના મેમ્બરો આડંબરીયા અને સ્વાર્થી જોવામાં આવે છે. સૌ પોતપોતાનું ખેંચે છે. માત્ર ધાસ્તીને લીધે જ પાર્લામેન્ટ કંઈ કામ કરે છે.આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે. એકપણ વસ્તુ પાર્લામેન્ટે ઠેકાણે પાડી હોય એવો દાખલો જોવામાં આવતો નથી. મોટા સવાલોની ચર્ચા જ્યારે ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા ઝોલાં ખાય છે. તે પાર્લામેન્ટમાં એવા બરાડા પાડે છે કે સાંભળનારા કાયર થઈ જાય છે.

કાયદા આપણને પસંદ ન હોવા છતાં તે પ્રમાણે ચાલવું એવું શિક્ષણ મર્દાઈથી વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે ને ગુલામીની હદ છે.

સરકાર તો કહેશે આપણે નાગા થઈને તેમની પાસે નાચવું. તો શું આપણે નાચીશું?

‘હિંદ સ્વરાજ’ નો જન્મ થયો ગાંધીજીની ચાળીસ વરસની ઉંમરે.૧૩ નવેમ્બર ૧૯૦૯ના રોજ “ક્લીડોન કેસલ” નામક જહાજ દ્વારા ગાંધીએ દક્ષિણ આફ્રિકા પાછા ફરવા જ્યારે ઇંગ્લેન્ડનો કિનારો છોડ્યો ત્યારે એમની સમસ્ત ચેતના તીવ્ર પ્રસવ-વેદનાની અનુભૂતિ કરી રહી હતી. માત્ર દસ દિવસમાં (તા. ૧૩ થી ૨૨ નવેમ્બર ૧૯૦૯) તે પુસ્તક લખાઈ ગયું. જમણા હાથે થાકી ગયા,ત્યારે ડાબા હાથે લખ્યું.

 ~ અમૃતબિંદુ ~

ગાંધીજીનું 'હિંદ સ્વરાજ' : એક અધ્યયન - કાન્તિ શાહ

(આ પોસ્ટમાં મારા શબ્દો ન મૂકવા એ વધુ યોગ્ય લાગ્યું.)

1 ટીકા

Filed under સમાજ, સાહિત્ય

ગ્રંથોત્સવ


બક્ષી સાહેબે “બક્ષીનામા”નાં બીજા ભાગનાં અગિયારમાં પ્રકરણમાં લખ્યું છે –

હું ફુંકાઈને પસાર થઈ જઉં પછી, જ્યોર્જ બર્નાડ શૉએ એમના વિલમાં લખ્યું છે એમ, હું જેટલો જલદી ભુલાઈ જઉં એટલું સારું (સુનર ફરગોટન, ધ બેટર). સાહિત્યમાં નામ મહત્વનું નથી, શબ્દ મહત્વનો છે. શબ્દમાં અન્દરુની તાકાત હશે તો જીવશે. અને જીવે કે ન જીવે, કોઇ જ ફર્ક પડતો નથી. નામ માત્ર એક નિમિત્ત છે.

-x-x-x-x-x-

સામાન્યરીતે સરકારી કામકાજમાં પરફેકશનનો આગ્રહ તો ઠીક અપેક્ષા ય રાખે એની માનસીક સંતુલતા અંગે કોઇપણના મનમાં શંકા પેદા થાય એ સ્વાભાવિક છે એટલે મને આ પોસ્ટ લખવા માટે હિચકિચાટ થતો હતો પણ પછી થયું આપણું (એટલે કે મારૂં જ સમજશે  એ વિશે હું સુનિશ્ચિંત છું!) ક્યાં ઠેકાણે છે? એ વાતને ન્યાય આપવા લખી જ નાંખુ એવું મન બનાવી લીધું

તો વાત જાણે એમ બની કે શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળનાં કન્વિનર અને પરમ મિત્ર એવા શ્રી હરનેશ સોલંકીએ ફોન પર ઉકળાટ ઠાલવ્યો કે યાર, ‘ગુજરાત માહિતી ખાતા’ તરફથી “ગ્રંથોત્સવ” નામક એક પુસ્તિકામા‍ બક્ષી સાહેબનો નામોલ્લેખ જ નથી! મેં એ પુસ્તિકાની અહીં ભાળ કાઢી પણ મેળ ન પડયો એટલે હરનેશભાઈએ મોકલી તો ખબર પડી કે

* કુલ્લે ૯૬ (ચોપાનીયા જેવા)પાનામાં ૯૨ સાહિત્ય કૃતિનો બારાક્ષરી પ્રમાણે ક્રમાંક આપી પરિચય આપ્યો છે, જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ‘સંદેશ’ છે તેમજ માહિતી કમિશનરે પણ સ્વહસ્તાક્ષરથી શુભકામનાઓ આપી છે.

* કિંમત નથી લખી એટલે અ(વ)મૂલ્ય હશે એવું માનીયે અને એ જ સારૂં છે કેમકે પ્રિન્ટીંગ ક્વોલીટી અને કન્ટેન્ટમાં  કંઇ દમ નથી.

* અનુક્રમણિકા જેવી કોઇ “વસ્તુ” હોય એ પણ કદાચ સંપાદકશ્રી ને ધ્યાન બહાર રહ્યું છે!

* ચંદ્રેશ મકવાણા એ (કોણ?) લેખક-સંપાદકનો બેવડો “રોલ” ભજવ્યો છે અને ‘પ્રસ્તાવના’માં પોતાના વિશે “ઉદાર” મને લખ્યું છે: “ પુષ્પોના જાણકાર (?!) એવા એક માળીને ઉત્તમ પુષ્પો પસંદ કરવાનું કાર્ય સોંપાયું.

પોસ્ટની શરૂઆતમાં બક્ષી સાહેબનું અવતરણ આપેલ એ જાણે બક્ષી સાહેબની અપેક્ષા હશે એમ ધારીને  ક્યાંય એમના  એક પણ પુસ્તકને યાદીમાંસમાવ્યુ  નથી! સાથે સાથે બક્ષી સાહેબની ધારી લીધેલ  “અપેક્ષા” સાથે સાથે અન્ય કેટલાનો ભોગ લેવાયો એવા થોડા નામ યાદ આવે છે એ લખું છું  આ યાદી હજું આપ પણ લંબાવી શકો… હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, ગુણવંત શાહ, ધૃવ ભટ્ટ, જયંત ખત્રી, વિનેશ અંતાણી, રજની કુમાર પંડ્યા, દિલીપ રાણપુરા, દિનકર જોષી, કાજલ ઓઝા વૈદ્ય, મધુ રાય, સૌરભ શાહ, વિનોદ ભટ્ટ, ફાધર વાલેસ, તારક મહેતા,  …..

* સમજી શકાય કે એક જ બુકમાં એક સાથે બધાને સમાવવા મુશ્કેલ છે પણ વાંધો એટલા માટે આવે કે કેટલાયે લેખકોની એક થી વધુ એટલે કે બબ્બે, ત્રણ-ત્રણ અરે ચચ્ચાર કૃતિ સમાવી છે (નીચે આખું લિસ્ટ આપું છું એમાંથી કહેજો કે કેટલા લેખકો છે જેનાથી આપ અજાણ છો?) અને હદ તો ત્યાં થઈ કે “વસંતવિલાસ ફાગુ” નામની કૃતિ કે જેના કૃતિકારનું નામ પણ ખબર નથી એને લેવાનો ય ચસડકો રોકી ન શક્યા! એ નામમાં લખ્યું છે “અજ્ઞાત કવિ” અને એના વિશે સંપાદકશ્રી લખે છે- આ કૃતિમાં તો અંતે સંભોગ શૃંગાર રજૂ થયો છે તેથી જીવનના રસના ભોગી કોઇ યુવાન, શૃંગારિક જૈનેતર કવિ આ કૃતિનો કર્તા હશે એમ માનવામાં આવે છે.

* એવું પણ નથી કે બધી કૃતિ અને બધા કૃતિકારને “સાઇડ” કર્યા છે… લિસ્ટ પર નજર નાંખશો એટલે ખ્યાલ આવશે કે એમ તો ઘણા ઉત્તમ સર્જકોને પણ (કદાચ ભૂલથી) સ્થાન આપ્યું છે.

પાના નં અનુ. નં સર્જક
૦૫ ૦૧ અખો
૦૬ ૦૨ નારાયણ દેસાઈ
૦૭ 03 નગીનદાસ પારેખ
૦૮ ૦૪ જયોતીન્દ્ર દવે / ધનસુખલાલ મહેતા
૦૯ & ૨૨ ૦૫ & ૧૮ ચં.ચી. મહેતા
૧૦ ૦૬ આનંદશંકર ધૃવ
૧૧ & ૩૧ & ૯૧ ૦૭ & ૨૭ & ૮૭ ‘દર્શક’
૧૨ ૦૮ રમણલાલ સોની
૧૩ & ૩૦ & ૭૨ & ૯૪ ૦૯ & ૨૬ & ૬૮ & ૯૦ કાકા સાહેબ
૧૪ ૧૦ નંદશંકર મહેતા
૧૫ ૧૧ કલાપી
૧૬ & ૪૭ ૧૨ & ૪૩ ન્હાનાલાલ દ. ત્રવાડી
૧૭ & ૨૬ & ૪૯ & ૫૮ ૧૩ & ૨૨ & ૪૫ & ૫૪ ક.મા.મુનશી
૧૮ ૧૪ પદ્મનાભ
૧૯ ૧૫ નરસિ‍હરાવ દિવેટીયા
૨૦ ૧૬ સ્વામી આન‍દ
૨૧ ૧૭ પ્રેમાન‍દ
૨૩ ૧૯ દયારામ
૨૪ ૨૦ ’સ્નેહરશ્મિ’
૨૫ ૨૧ ર.વ.દેસાઈ
૨૭ ૨૩ સુરેશ જોશી
૨૮ ૨૪ નિર‍જન ભગત
૨૯ ૨૫ ઇશ્વર પેટલીકર
૩૨ ૨૮ ’ધુમકેતુ’
૩૩ ૨૯ જયશંકર ભોજક
૩૪ ૩૦ ગુણવંતરાય આચાર્ય
૩૫ ૩૧ પંડિત સુખલાલ
૩૬ & ૬૮ ૩૨ & ૬૪ દલપતરામ
૩૭ & ૮૩ ૩૩ & ૭૯ ગાંધીજી
૩૮ ૩૪ સરદેશર ખબરદાર
૩૯ ૩૫ ગિજુભાઈ બધેકા
૪૦ & ૫૬ ૩૬ & ૫૨ રા.વિ. પાઠક ‘દ્વિરેફ’
૪૧ ૩૭ ચંદ્રવદન મહેતા
૪૨ ૩૮ જયંતિ દલાલ
૪૩ ૩૯ રાજેન્દ્ર શાહ
૪૪ & ૬૭ ૪૦ & ૬૩ ’નર્મદ’
૪૫ ૪૧ ભાલણ – પ્રેમાનંદ
૪૬ & ૮૨ ૪૨ & ૭૮ ઉમાશંકર જોશી
૪૮ ૪૪ બાલમુકુન્દ દવે
૫૦ ૪૬ સુ‍ન્દરમ
૫૧ ૪૭ કાન્ત
૫૨&૫૩&૯૬ ૪૮&૪૯&૯૨ બંસીધર શુક્લ
૫૪ ૫૦ ગુલાબદાસ બ્રોકર
૫૫ ૫૧ મણિલાલા નભુભાઈ દ્વિવેદી
૫૭ ૫૩ ચંદુલાલ પટેલ
૫૯ ૫૫ નવલરામ પંડ્યા
૬૦ ૫૬ બ.ક.ઠા.
૬૧ & ૭૪ ૫૭ & ૭૦ રમણભાઈ નીલકંઠ
૬૨ ૫૮ ગુજરાત ગ્રંથનિર્માણ મંડળ
૬૩ ૫૯ મહાદેવભાઈ દેસાઈ
૬૪ ૬૦ મૂળશંકર ભટ્ટ
૬૫ & ૬૬ ૬૧ & ૬૨ પન્નાલાલ પટેલ
૬૯ ૬૫ જીવરામ જોશી
૭૦ ૬૬ યશવંત મહેતા
૭૧ & ૭૩ & ૯૨ ૬૭ & ૬૮ & ૮૮ ઝવેરચંદ મેઘાણી
૭૫ ૭૧ બોટાદકર
૭૬ ૭૨ રણછોડભાઈ દવે
૭૭ ૭૩ ચુનીલાલ મડિયા
૭૮ ૭૪ પ્રિયકાન્ત મણિયાર
૭૯ ૭૫ ભગવાન સહજાન‍દ
૮૦ ૭૬ કૃષ્ણલાલ શ્રીધરાણી
૮૧ ૭૭ અજ્ઞાત કવિ
૮૪ ૮૦ મહર્ષિ દયાનંદ સરસ્વતી
૮૫ ૮૧ કિશોરલાલ મશરૂવાળા
૮૬ ૮૨ ગોવર્ધનરામ ત્રિપાઠી
૮૭ ૮૩ હેમચંદ્રાચાર્ય
૮૮ ૮૪ શામળ
૮૯ ૮૫ નરસિંહ મહેતા
૯૦ ૮૬ પ્રેમાનંદ
૯૩ ૮૯ હરિન્દ્ર દવે
૯૫ ૯૧ રતનજી શેઠના

~ અમૃત બિંદુ ~

જે માણસનું નામ છે કે નહીં એ યાદ આવવાનું ભૂલાઈ ગયું એવા માહિતી કમિશનર શ્રી ભાગ્યેશ જહા એ “મીસીંગ બક્ષી” માં લેખ લખ્યો છે જેનું શિર્ષક છે: “એ માણસનું નામ છે, બક્ષી” !

7 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

લાલ નંબર વાળા મોબાઈલ કૉલ્સ અને મીડિયાની મધલાળ !


મારી ઑફિસમાં કામ કરતો (ઑફિસ બૉયમાંથી ટેકનીશ્યન બનેલો) રમેશ મને કાલે પૂછતો  હતો; ” લાલ લાઈન વાલે નંબરસે મોબાઈલ પે કૉલ આયે તો એટેન્ડ નહી કરના  –  યે સહી બાત હૈ?”

મેં સમજાવ્યુ કે એવું કંઇ ન હોય … તું  ચિંતા ન કર.  તો એણે મને છાપામાં આવેલ કિસ્સા કહ્યાં (વરસો પહેલા શ્રી શાહબુદ્દિન રાઠોડ”બસ, છાપામાં ય આવી ગયું?! વાળી વાત કહેતા, આજે પણ  એ જ હાલત છે કે છાપામાં આવે એટલે વાત પૂરી! ) મેં મારી રીતે એના મનનું સમાધાન કરવા,  માસ  હિપ્ટૉનાઈઝ ને એવું બધું કહ્યું..પણ એના હાવ-ભાવથી લાગતું હતું કે  એ મારા વિશે મનમાં બોલી રહ્યો છે – આ માણસ કોઇ દી’ નહી સમજે!

-x-x-x-

આજે  લંચ ટાઈમમાં ઘરે ભૂલ ભૂલથી TV9 ચેનલ જોવાઈ ગઈ. તો એના પર તો “કૉલ નો કાળો કેર” કે એવા કોઇ સનસનાટી ભર્યા ટાઈટલથી ‘ક્રિયાકર્મ’ બતાવતા હતા જે આખો કિસ્સો આ મુજબ છે  –

વડોદરામાં એક વ્યક્તિ કે જેઓ જેલ સુપ્રિટેન્ડન્ટ છે, ગઈ કાલે સાંજે એમના વાઇફનાં મોબાઈલ પર કૉલ આવ્યો જે આ સાહેબે જોયો તો લાલ લાઈન વાળો નંબર ડિસ્પ્લે થતો હતો અને રીંગ ટૉન પણ એમના મોબાઈલમાં ન હતીં એવી વાગતી હતી, સાથે સાથે કૉલર ઇમેજ તરીકે કાર્ટૂન પણ ડિસ્પ્લે થતું હતું. એમના શબ્દોમાં, ” હું શિક્ષિત માણસ છું, એટલે મીડિયામાં આવતા અહેવાલથી વાકેફ હતો  અને કૉલ એટેન્ડ ન કર્યો.” આવું પૂનરાવર્તન થતું રહ્યું એટલે એમણે અડોશ-પડોશની સાથે સાથે TV9 વાળાને પણ પોતાને ત્યાં બોલાવી લીધા  અને (તેઓ આ ડેમોન્સ્ટ્રેશન આપી શકે એટલા માટે) ફરી ફરીને રીંગ વાગતી રહી! શિક્ષિત (એમના શબ્દો મુજબ) હોવાથી એ સાહેબશ્રી અમુક ટેકનીકલ (લાગે એવા) તર્ક રજૂ કર્યા

૧ – કોઇપણ ઈનકમીંગ રીંગ ૪૫ સેકન્ડ સુધી જ વાગે તો પછી આ કેસમાં ક્યારેક ૧૦-૨૦ થી કરીને એક કલાક જેટલી વાર રીંગ કેમ વાગે?

૨ – રીંગટૉન પણ એવો હતો કે જે એમણે સેટ કરવો તો દૂર પણ એમના ‘ડબલા’માં જ ન હતી !

૩ – લાલ લાઈન પણ કેમ આવી શકે અને કૉલર ઇમેજ તરીકે કાર્ટૂન ક્યાંથી આવ્યુ?!

TV9 વાળા લોકોમાં ડર ફેલાવવા અતિઉત્સાહિત હોય એમ એ સાહેબ ત્થા એમના શ્રીમતી એમ બન્નેનો ઇન્ટર્વ્યૂ લીધો, અલબત્ત એક જ પ્રકારનાં સવાલો સાથે.

મારી જેમ કોઇ અલેલ ટપ્પુ TV9 પર એકપક્ષિયનો ઇલ્ઝામ ન લગાવે એટલે એમણે એક સાયબર એક્ષ્પર્ટને પણ અમુક સવાલ કર્યા..પણ એ સવાલમાં આગળ પેલા ભાઈએ ઊઠાવેલ સવાલો જ ન પૂછ્યા! એ એક્ષ્પર્ટે છાતી ઠોકીને  આવી હમ્બંગ વાતનું ખંડન કર્યુ પણ આ એક્ષ્પર્ટની વાતને ખાસ મહત્વ આપવામાં આવ્યું નહીં એ ક્લીયર દેખાતું હતું ! !

-x-x-x-

આ ‘ક્રિયાકર્મ’ પત્યા પછી મેં ઑથેન્ટીક માહીતી માટે મારા (ભૂતપૂર્વ પાર્ટનર એવા) મિત્ર જવલંત ગોહેલને કૉલ  કર્યો, જવલંત પીજીવીસીએલમાં સર્વીસ કરે છે અને ડ્યુટી પતાવ્યા બાદ ઘરે રાતીજગો કરીને, ગાંઠનું ગોપીચંદન કરીને શોખથી (લોકો ઓરકુટ-ફેસબુક જેવી સોશ્યલ સાઇટ પર આંટા મારતા હોય છે એના બદલે) આ ભાઈ મોબાઈલ વિશેની કોઇ ફોરમમાં બહુ સારી રીતે એકટીવ રહીને કંઇને કંઇ પ્રદાન કરતો રહે છે.  એને કહેવું છે  કે –

*  હવે એ જમાનો નથી કે માત્ર મૉબાઈલ કે ફોનથી જ કૉલ થઈ શકે એટલે કોઇ તોફાની તત્વ “બગ” નો (ગેર)લાભ ઉઠાવીને કોમ્પ્યુટરમાંથી કૉલ કરતો હોવો જોઇએ.

* આવા સોફ્ટવેરની મદદથી તમે કંઇ પણ કરી શકો જેમ કે  તમારે કયો નં. ડિસ્પ્લે કરવો છે..કઈ રીંગ ટૉન અને સાથે સાથે કઈ ઈમેજ સે ન્ડ કરવી છે એ બધું જ કરી શકો.

* આ તત્વ પોતે જ કદાચ થોડા દિવસમાં પોતાને જાહેર કરશે અને શેખી મારશે કે  મેં આવું આવું કર્યું.

* વચ્ચે એવું પણ થતું હતું કે તમને જે મોબાઈલમાં કૉલ આવે એમાં તમારો ખુદનો નંબર ડિસ્પ્લે થાય! !

-x-x-x-

આટલીબધી પીંજણ પછી મને હરવખતની જેમ એ જ સવાલ ઊથે કે મીડિયાની સમાજ પ્રત્યે કોઇ જવાબદારી ખરી કે નહીં?  આપણે જોઇએ જ છીએ કે ક્યારેક કોઇ કુદરતી કે માનવ સર્જીત આપત્તી હોય અને એમાં મૃત્યુ  થયા હોય તો મીડિયા વાળ એ જાણે આંકડાની હરિફાઈ માંડી હોય એમ મન ફાવે એ રીતે ભરડતા હોય. મુંબઈ પર તાજ હુમલા વખતેની વાતો ય ક્યાં ભૂલાય એમ છે ? !

આ પહેલા પણ ઝી ન્યૂઝ તરફથી એક સવાલ પૂછાયો  હતો એની પોસ્ટ જોવા અહીં કલીક કરો.

~ અમૃત બિંદુ ~

વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે એમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતાથી વધુ ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઇ શકે.

આ વિચારસરણી સાચી હોય તો દુનિયામાં કેટલાં વર્તમાન પત્રો નભી શકે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામનું સાથેસાથે ચાલ્યા જ કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.

– સત્યના પ્રયોગો

9 ટિપ્પણીઓ

Filed under શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

ગુજરાતને ખપે છે એક ભડવીર લેખક


ચંદ્રકાન્ત બક્ષી સાહેબની પૂણ્ય તિથિ નજદિક આવે છે પણ અત્યારે ફરી વધુ એકવાર જાણી સમજીને ગેરસમજણો  ઊભી કરાવામાં (બક્ષી સાહેબના શબ્દોમાં કહું તો) ગોબેલ્સની અનૌરસ ઔલાદના કિડાઓ ફરી ખદબદી રહ્યા છે ત્યારે આ પુસ્તકની ઝલક આપીને બક્ષી સાહેબને એડવાન્સમાં શ્રધ્દ્ધાંજલી.

(એક મિત્ર પાસેથી જાણવા મળ્યુ કે તેઓ ચોક્ક્સ નથી પણ કદાચ ચિત્રલેખામાં પણ આવું કંઇક વાંચવા મળ્યુ હતું કે ગોધરાકાંડ બાબત ચંદ્રકાન્ત બક્ષી, સૌરભ શાહ, નવભારત સાહિત્ય મંદિર વગેરે પૂર્વગ્રહ પિડિત છે. )

ગોધરાકાંડ : ગુજરાત વિરુધ્ધ સેક્યુલર તાલિબાન

નવભારત સાહિત્ય મંદિર દ્વારા ઑગસ્ટ 2002માં પ્રકાશિત થયેલ આ પુસ્તિકામાં બક્ષી સાહેબના ગોધરાકાંડ દરમિયાન અને પછી પ્રકટ થયેલ 21 લેખોનો સમાવેશ કરવામાં આવેલ છે.  જેની કિંમત રૂપિયા 65-00 છે. ઑનલાઇન માટે ખરીદી માટે અહિં કલીક કરી શકો છો.

આ બુકમાં ના અવતરણો ફેસબુક પર સ્ટેટસ સ્વરૂપે મૂક્યા છે પણ અમુક મિત્રોએ માંગણી મૂકીકે એ બધા અને એ સિવાયના પણ થોડા અંશોની એક બ્લોગ પોસ્ટ બનાવીને જે લોકોને ખબર ન હોય એને આ બુકથી અવગત કરાવી શકાય.

* ગુજરાતના મુખ્યમંત્રી માટે જેટલાં ગંદા વિશેષણો વપરાયાં છે, અને જેટલાં ગંદા નામો અપાયાં છે એટલા સ્વતંત્ર ભારતના આટલા વર્ષોમાં કોઇ રાજ્યના મુખ્ય્મંત્રી માટે વપરાયા કે અપાયાં નથી. હવે પ્રશ્ન નરેન્દ્ર મોદી નામની એક વ્યક્તિનો રહ્યો નથી, હવે પ્રશ્ન છે ગુજરાતના ગૌરવ, ગરિમા,ગર્વિતાનો, ગુજરાતની અસ્મિતાનો, ગુજરાતના અસ્તિત્વબોધનો !

* અંગ્રેજી છાપાંઓના પત્રકરો  હજી બાલકાંડમાં છે, અંગ્રેજી ટીવીની સુંવાળી ઉદઘોષિકાઓને, જેમ નાના બાળકને પોતાના પેશાબમાં છબછબિયાં કરવાની મજા પડી જાય એમ,ગુજરાત વિષે, આપણી પિતૃભૂમિ ગુજરાત વિષે, અનાપશનાપ બકવાસ કરતા રહેવાની મઝા પડી ગઈ છે.

* વી.પી.સિંહ મુસ્લિમોના જૂના વહાલા છે અને એમણે કહ્યું કે હિંદુરાષ્ટ્ર વાળાઓએ દેશની આઝાદી માટે ક્યારેય કંઇ કર્યુ નથી. આવું ચાલશે તો હિન્દુતાન બોસ્નિયા બની જશે. પાકિસ્તાનમાં જનરલ મુશર્રફને જુઓ, એ કોમવાદ દબાવવા માટે કેવાં પગલાં લઈ રહ્યાં છે ?

* આખું કચ્છ 2001ના ભૂકંપમાં તબાહ થઈ ગયું. દુનિયાભરની પ્રેસ ફોટા લઈ ગઈ, પરંતુ કોઇએ એક પણ ગુજરાતીનો ફોટો ભીખ માંગતો જોયો છે? હું એ વાત જરાય સ્વીકારતો નથી કે તાજેતરનાં હુલ્લ્ડો બાદ ગુજરાતની આર્થિક અધોગતિ થઈ જશે. ગુજરાતી પ્રજાએ વાવાઝોડાં, દુકાળ,ધરતીકંપ અને હુલ્લ્ડો જોયા છે. આ પ્રજા પાસે એક જબરદસ્ત જિજીવિષા છે. આપણે ફિનિશીઅન અને આર્મેનિયન પ્રજા જેવા છીએ.

* મુસ્લિમ પાસે આગ લગાડીને ‘કાળું” કરવાનો અધિકાર હોય તો હિંદુ પાસે પણ છરો મારીને ‘લાલ’ કરવાનો અધિકાર આપોઆપ આવી જ જાય છે એ સત્ય હકીકત સ્વીકારવી જ પડશે.

* આયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર હિંદુઓ બનાવે તો હિંદુસ્તાનના બૌધ્ધ, ખ્રિસ્તી, જૈન, પારસી લોકોને એટલે કે લઘુમતિઓને કોઇ વિરોધ નથી. પણ એક લઘુમતિ એટલે કે મુસ્લિમ લઘુમતિ અને આ પૂરી લઘુમતિ નહીં પણ એના અત્યંત ટૂંકી દ્ર્ષ્ટિવાળા, કટ્ટર, પછાત નેતાઓ દરેક કદમ પર વિરોધ કરી રહ્યાં છે.

-x-x-x-x-x-x-x-x-x-

અંગ્રેજીમાં પણ કોઇને આ જ પ્રકારની માહિતી સભર પુસ્તક વાંચવુ હોય તો   –

Godhra: The Missing Rage: S K Modi

Godhara missing rage - S.K.Modi

અંગ્રેજીમા લખતા આ લેખક અમદાવાદમાં રહે છે…અને ગોધરાકાંડ પરનું આ (કદાચ) એકમાત્ર અંગ્રેજી પુસ્તક છે જેમાં હિન્દી-અંગ્રેજી મિડીયાના બદદાનતી અને એકતરફી રિપૉર્ટિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. (આવું ઓરકુટ પર મિત્ર નેહલ મહેતાનું સ્ટેટમેન્ટ છે. )

{ બન્ને ઇમેજનું સ્કેનીંગ મદદ કરવા બદલ નેહલ મહેતાનો આભાર. }

~ અમૃત બિંદુ ~

જો ૨૩ કરોડ હિન્દુઓ  ૭ કરોડ મુસલમાનો ની સામે પોતાનો બચાવ કરવાની તાકાત ન ધરવતા હોય તો કાંતો હિન્દુ  ધર્મ ખોટો છે કાંતો એમા માનનારા નામર્દ અને અધર્મી હોવા જોઇએ.હિન્દુ મુસલમાનો વચ્ચે કૃત્રિમ સુલેહ પોતાની તલવાર વતી અંગ્રેજ સરકાર જાળવે તેના કરતા હિન્દુ મુસલમાન તલવારથી મુકાબલો કરી હિસાબ ચોખ્ખો કરી લે એ હુ વધારે પસંદ કરુ.

 

ગાંધીજી
‘નવજીવન’
૨૯ ઓગસ્ટ ૧૯૨૦

16 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

અર્ધી રાતે આઝાદી (અનુ.:અશ્વિની ભટ્ટ )


થોડા સમય પહેલા “અર્ધી રાતે આઝાદી” વાંચી.

આપણા હિન્દી સીને જગતમાં સલીમ જાવેદની  જેમ  Larry Collins અને  Dominique Lapierre ની જોડીની 1975માં Freedom at Midnight પ્રકાશિત થઈ, અને 1996માં અશ્વિની ભટ્ટ દ્વારા “અર્ધી રાતે આઝાદી” (સુંદર રીતે ) ગુજરાતી અનુવાદ થયો.

બુટાસિંગ નામના શીખ અને મુસ્લિમ છોકરી ઝેનીબની પ્રેમ કહાની વાંચીને થોડા વર્ષો અગાઉ આવેલ હિન્દી ફિલ્મ “ગદ્દર એક પ્રેમ કહાની” ની યાદ તાજી થઈ.

આટલા પ્રસિધ્ધ લેખકોની કલમથી લખાયેલી આટલી પ્રસિધ્ધ કૃતિ માટે “કંઇપણ” લખીને વિવાદને હવા આપીને “ઝાળ” ઊભી કરવાને સમર્થ નથી એટલે બહેતર છે કે એમાંથી અમુક અવતરણ અહિં મૂકીને પોસ્ટ પૂરી કરૂં. આ બધામાં અમુક વાતો સાથે સંપૂર્ણ સહમત તો અમુક વાતો સાથે તો સંપૂર્ણ અસહમતિ અને અમુક વાંચીને થયું કે ઐસા ભી હોતા હૈ ક્યાં?

* રાજકીય સ્વાતંત્ર્યના ખપ્પરમાં ચાર ચીજો હોમાઈ ગઈ હતી:  અખંડિતતા, એખલાસ, અહિંસા અને આર્ષદ્રષ્ટા ગાંધી…

* માનવીના હ્રદયમાં ભલે ઇશ્વર વસતો હશે.. પણ તેના માનસમાં શયતાને દર નાંખેલું છે.

* વરુઓનાં ટોળાંની માફક મુસ્લિમ ધાડિયાં ગામ પર ઊતરી આવ્યાં હતાં અને ગામના શીખ તેમ જ હિંદુ વિસ્તારો પર ડોલો ભરીને પેટ્રોલ છાંટી આગ લગાડી હતી.

* ગાંધીએ કડવાશથી એક મિત્રને કડવાશથી કહ્યું હતું, ‘એ લોકો મને મહાત્મા કહે છે પણ એક અદના ઝાડુવાળા જેટલો પણ મને ગણતા નથી.’

* માઉન્ટબેટન આવ્યા તે પહેલાં જ પટેલ તો ભાગલા માન્ય રાખવા તૈયાર હત…… તે દલીલ કરતા કે, જિન્હાને  તેનું રાજ્ય આપી દો. આમેય પાંચ વર્ષથી વધુ ટકવાનું નથી.

* નેહરુને અધિકાર આપવામાં આવ્યો કે …..

* અને જે આદમી તેમને વિજય ભણી દોરી ગયો હતો,તે એકલો મુકાયો. પોતાના શમણાના ભંગાર અને કલંકિત વિજયની સાથે અટૂલો જ રહ્યો.

* માઉન્ટબેટને લખ્યું હતું, ભાગલા. . . એક અસીમ પાગલપણું છે અને જો આ બેઢંગુ કોમી ગાંડપણ ઊભું થયું ન હોત અને પ્રત્યેક વ્યક્તિ તેમાં ગર્ત થઈ ન હોત તો કોઇ પણ વ્યક્તિ મને ભાગલા કબૂલ કરાવવામાં સફળ થઈ ન હોત. વિશ્વની આંખો સમક્ષ આ પાગલ નિર્ણયની જવાબદારી પૂરેપૂરી હિંદવાસીઓના શીરે મુકાવી જોઇએ,કારણ કે એક દિવસ ખૂબ જ કડવાશથી તે જે નિર્ણય લેવાના છે, તેનો પશ્ચાતાપ તેમને થશે.’

* માઉન્ટબેટને બોલાવેલી બીજી અને છેલ્લી અખબારી પરિષદના અંતમાં હિંદના ઓછા જાણીતા અખબારના પ્રતિનિધિએ પુછ્યુ, ‘ સત્તાપલટા માટે ઝડપ ખૂબ જરુરી છે ત્યારે કોઇ ચોક્ક્સ તારીખ આપના મનમાં હશે જ ને? અને માઉન્ટબેટને (ત્યારેને ત્યારે જ મનમાં ગણતરી કરીને ) 15 ઑગસ્ટ 1947 જાહેર કરી.

* પણ જ્યોતિષ-શાસ્ત્ર મુજબ રવિવાર અને શુક્રવાર અપશુકનિયાળ ગણાતા અને 15મી ઑગસ્ટ, 1947નાં દિવસે શુક્રવાર હતો.

* દાયકાઓ સુધી હિંદનું શોષણ કરવાન આરોપ હેઠળનું  બ્રિટન આખરે હિંદના સાહસનું ઉઠમણું કરતી વખતે પાંચસો કરોડ ડૉલર જેટલું ગંજાવર દેવાદાર બનેલું હતું. એટલા ડૉલર્સ તેણે શોષણ કરેલા લોકોએ ભરપાઈ કરવાના હતા. યુધ્ધને કારણે આ દેવું આટલું વધ્યું હતું અને બ્રિટનની કમ્મર તૂટી હતી. તેથી જ તો આજ આટલી ઝડપથી આ ઐતિહાસિક અને જટિલ પ્રક્રિયાના મંડાણ થયં હતાં.

* (15મી ઑગસ્ટ 1947ના દિવસે હકડેઠઠ્ઠ મેદનીના કારણે) પામેલા માઉન્ટબેટન માનવ ગાલીચા (પબ્લીક)  પરથી ચાલીને વ્યાસપીઠ પર પહોંચી.

* (ભાગલા પછીના રમખાણો બાદ) એક બેઠકમાં સરદારે ખભા હલાવીને કહ્યું હતું, ‘ આહ! આ તો થવાનું જ હતું.’ પણ નહેરું આવી રીતે ઘટનાઓને ખંખેરી શકે તેમ ન હતાં.

* (9મી સપ્ટેમ્બર 1947) નવી દિલ્હીની મધ્ય્માં એક રઝળતું મડદું જોયું હતું. તેમણે ત્યાંથી પસાર થતી એક ટ્રકને ઊભી રખાવી પણ ટ્રકનાં હિંદુ ડ્રાયવરે મડદાને અડવાની ના પાડી, પરિણામે હિંદની છેલ્લી વાઇસરીને હોવેસની મદદથી મડદું ટ્રકમાં ચડાવ્યું.

* ઘણા ઓછા અનુયાયીઓને ખબર હશે કે વીર સાવરકર સજાતીય સંબંધમાં દિલચસ્પી રાખતા.

* ગાંધીજીને અંજલી ->

જ્યોર્જ બર્નાર્ડ શૉ=આ બતાવે છે કે  (દુનિયામાં) “સારા” થવું એ કેટલું ખતરામય છે.

જિન્હા = હિંદુ કોમે પેદા કરેલ મહાન માણસોમાંના તે એક હતાં.

* આખી રાત, એ ચિતાનો અગ્નિ શાંત થયો તે દરમિયાન શોકાતૂર લોકો નીરવ, સ્તબ્ધ શાંતિથી ગાંધીની ચિતા પાસેથી વંદન કરતા પસાર થતાં રહ્યા. એ લોકોમાં અણઓળખાયેલો એક આદમી પણ હતો. ખરેખર તો તેણે જ એ અગ્નિદાહ આપવો જોઇતો હતો. શરાબ અને ટી.બી. થી નંખાઈ ગયેલો એ આદમી મહાત્મા ગાંધીનો જયેષ્ઠ પુત્ર હતો.

આ બુક પૂરતી વાત પૂરી પણ આ  વિષય પૂરો નથી થતો… વધુ (ઘણા) ટૂંક સમયમાં જ…

6 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય

બહાદુરી કે બેવકૂફી?


કાલે મિત્ર અજિત દવેએ હેપ્પી ન્યુ યર વિશ કરવા કૉલ કર્યો હતો … સાથે સાથે એમણે કહ્યું કે બ્લોગમાંમૂકવા જેવી એક મજેદાર વાત કહું?

અમુક વખતે આપણને કે તંત્રને દૂનિયા સુધારવાનો કે વધુ લોકો ન બગડે એ માટે કંઇક કરી છુટવાનો એટેક આવતો હોય છે. એવો  હંમેશા સર પર ચઢી રહેતો એક જાણીતો નશો છે; નશા બંધી! ચાહે દૂનિયા ઇધર કી ઉધર હો જાયે પણ  ગાંધીના ગુજરાતમાં દારૂ તો પીવાય જ નહી (નો ભ્રમ તંત્રને છે.)

અને એ  માટે 31ડિસેમ્બરથી “સારો” દિન કયો  હોય?  પોલીસ-મેન બિચારાને તો “ઉપર” થી જે હુક્મ આવે એનો પાલન કર્યે જ છુટકો. પણ ફરજપરસ્તીના ભાગમા અમુક સામાન્ય વાતો પણ વિસરાય છે એનો નમુનો અજિતભાઈએ કહ્યો.

તેઓના ફ્રેન્ડ સર્કલ તરફથી  અંજાર બાજુ એક ફાર્મ હાઉસમાં પાર્ટી રાખેલ. ત્યાંથી મોડી રાત્રે જ્યારે ગાંધીધામ પરત આવતા હતાં ત્યારે એમણે દ્ર્શ્ય જોયું કે ગાંધીધામથી આવતા દરેક વાહનો,  ખાસ કરીને કાર ઊભી રખાવતા અને પોલીસમેન કારના કાચ ખોલાવી-ખોલાવી દરેકના મોઢા સુંઘતા હતાં! કદાચ આ વાતથી કોઇને એમ લાગશે કે આમાં શું નવીન છે? પણ અજિતભાઈ કહે કે આ બિચારા પોલીસ-મેન  છાપાં નહી વાંચતા હોય? કેમકે આજ-કાલ સ્વાઇન ફ્લુના કેસમાં કચ્છમાંથી પણ કેટલા બધા કેસ નોંધાયા છે, એમાં આ પ્રકારની ફરજની ફરજ પાડવી એ કેટલી હદે ન્યાયી છે ? એટલે કે આ રીતે બધાના મોઢા સુંઘવા એ બહાદુરી ગણાય કે બેવકૂફી?

5 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ

Mother’s Day


माँ

(થોડા સમય પહેલા ,  એક મિત્રને એની ઓફિસનાં  એક ફંકશન માટે સ્પીચ આપવાની હતી  એને કોઇ નહીને હું મળ્યો! તો  બક્ષી સાહેબના વિચારો પર આધારિત  “માં” પર મેં આ સ્પીચ લખી આપી હતી, સ્પીચ દરમ્યાન કે પછી કોઇએ “જુત્તા કાંડ”  કર્યો કે નહી એ નથી ખબર! )

માં & માં

કહેતે હૈ,ઇસ દુનિયામે સૃષ્ટીકા સર્જનહાર હર જગહ નહી પહોંચ પાતા ઇસલીયે ઉન્હોને ખુદકા “ક્લોન” બનાયા!  જીસે હમ સબ “માં” કે નામ સે ચિર પરિચિત હૈ.

વૈસે તો ઓરતકો તભી હી પૂર્ણરૂપ માના જાતા હૈ જબ ઉસકી કોંખ સે બાલક કા જન્મ હો લેકિન શાયદ હી કોઇ સમજને યા જાનને કી કોશિશ કરતે હૈ કી વો નન્હી સી ગુડિયા સે લેકર બુઢિયા તક કી સફરમેં હંમેશા “માં” હી હોતી હૈ .

 

અપને ખીલૌને હો યા સ્કુલકી બુક્સ યા કોલેજમેં જાતે સમય અપની સ્કુટી…. સબ કી વો “કેર” કરતી હૈ. યહાં તક કે અગર વો વર્કિંગ વુમન હૈ તો અપને કામ કો ભી અપને બચ્ચેકી તરહ સંભાલતી હૈ, સંવારતી હૈ ઇસલીયે તો આપ ગૌર કરના કે મર્દકી કમ્પેરીઝનમેં મહિલા કે કામ મેં સે એક પ્રકારકી સુગંધ પાઓગે.

 

યે “માં” હૈ જીસકી રોટીસે આપકો વો સંતોષ મીલ શકતા હૈ જો “પાંચ સીતારા હોટેલ” નહી દે શકતી. હર “માં” રોજ  રાત કો સોતે સમય અંધેરે કો ભગા કર , ખીડકી દરવજે બંધ કરકે અપને બચ્ચો કો આગોષમેં લેતી હૈ ઓર સુબહ હોતે હી સબસે પહેલે ઉઠકે સુરજકી કિરનો કો અપને ઘરમેં પ્રવેશ કરવાતી હૈ.

 

બચ્ચે બડે હોતે હૈ, પઢાઈ યા દુનિયા પર ચઢાઈ કરને વો દુનિયા કે કીસીભી કોનેમેં જાતે હૈ મગર “માં” કા સ્નેહકા સ્ટેથેસ્કોપ હંમેશા બચ્ચેકી દિલકી ધડકની ખબર રખતા હૈ, યે સિર્ફ ફિલ્મી બાત નહીથી જો હમને કભી ખુશી-કભી ગમ મેં દેખાથા કી શાહરૂખકે કદમો કી આહટકો જયા બચ્ચન “માં” ભાંપ લેતી હૈ. યે હર “માં” કા અપને સંતાન કે પ્રતિ વાત્સલ્ય ઓર પ્રેમ કા ઉદાહરણ થા.

 

મગર… મગર… મગર…

 

હમ ઇન્સાન હૈ , હમકો જીસ ભગવાનને  જીવન દિયા હૈ, “માં”દિ હૈ , ચડાવ ઉતાર દિયા હૈ ઉસી ભગવાનને કે “માં” સીનેમે વાત્સલ્યભરે દિલ કે સાથ કુછ ઐસા ભી દિયા જો શાયદ વિનોબા ભાવે યા ગાંધીજી જૈસે મહાન આત્માકો દિખાઈ નહિ દિયા, ઉન્હોને “માં” કો ભગવાન તો ક્યા શાયદ ઉનસેભી બઢકર દરરજા દિયા! અગર હમ દિલ થામ કે ગૌર કરે તો લગેગા કી ઉન્હોને શાયદ એક તરફા ઔર અધુરી બાત કિ. હમે યે સચ્ચાઈ ન ભુલની ચાહિયે  કે જો ઓરત અપને બેટેકી “માં”  હૈ વો હી બહુ કી યાને કી બેટે કી પત્નીકી સાંસ હૈ. જો “માં” અપને બેટેકે લિયે કુછ ભી કર શકતી હૈ , વો હી ઓરત અપને બહુ પર ભી કુછભી કર શકતી હૈ! !

 

ઓર જો “માં” અપને નન્હે બચ્ચે કે લીયે અપને આપ કો નિચોડ લેતી હૈ વો હી “માં” અપને પતિકી “માં” કી મમતા કી કદર નહી કર શકતી યહાં તક કહે  શકતે હૈ કી વો ઉસે બરદાસ્ત નહી કર શકતી! વો સિર્ફ એકતા કપુર કે દિખાયે રાસ્તે નહી તો સિરિયલ સે જાનતે હૈ કે “ સાંસ ભી કભી બહુ થી” મગર વો યે સ્વિકાર કરને કો રાજી નહી કી યે સાંસ ભી તુમ્હારે પતિ કી માં થી નહી અભી ભી હૈ. જીસને અપને બચ્ચેકો પાલ પોષકર બડા કિયા વો થોડા પઝેસીવ ભી તો હો શકતી હૈ ના?!


માં & માં

 હો શકતા હૈ શાયદ કોઇ સમજે કે “માં” વિષય કો છોડ કે યે કહાની ઘર ઘરકી ક્યુ ચલ રહી હૈ મગર મેરા માનના હૈ યે કે યે “માં” સિર્ફ વિષય નહી, સબ્જેકટ યા ઓબ્જેટ નહી લેકિન એક અહેસાસ , વો નહી હોતી તો ના મેરા વજુદ હોતા ના હિ યે સબ સુનને વાલે ગુણીજનોકા.

અસ્તુ. 

2 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના

વાહ!


‘ભાઇ, ગીતા વાંચ અને ડાહ્યો થા’ વરુણને પ્રિયંકા ગાંધીની શિખામણ

 http://www.gujaratsamachar.com/beta/National-News/nat230309-4.html

Leave a comment

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ

ગાંધીજીની દુર્લભ વસ્તુઓ


( તારીખ 10-03-2009 ના સંદેશ હેડલાઇન્સ માંથી)

જે બાલ ગાંધી દિવસે વિજય માલ્યાએ ગાંધીજીની પાંચ દુર્લભ વસ્તુઓ માટે 9 કરોડ 30 લાખ રૂપિયાની બોલી લગાવી તે જ દિવસે સાબરમતી આશ્રમને રાધેશ્યામ અજમેરી (55) એ માત્ર 500 રૂપિયામાં ગાંધીજીનો એક દુર્લભ ફોટો ભેટ સ્વરૂપે આપ્યો હતો. તેમણે ગાંધીજીના આ ફોટાને બદલે આશ્રમ પાસે કશુજ માંગ્યુ ન હતુ. આશ્રમ દ્વારા ખુબ જ આગ્રહ કરાતા રાધેશ્યામ અજમેરીએ માત્ર 500 રૂપિયાની રકમ સ્વિકારી હતી.ગાંધીસ્મારક સંગ્રહાલયના ડાયરેક્ટર અમૃત મોદી કહ્યું હતું કે “તેઓ આશ્રમ માટે ગાંધીજી સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ લાવતા રહ્યા છે. એવુ અનુમાન છે કે ફ્રેમમાં મઢેલો આ ફોટો કોઈ સ્ટૂડીયોમાં પાડવામાં આવ્યો હશે. આ ફોટામાં ઘણી નાની ઉંમરના ગાંધીજીએ કાશ્મીરી ટોપી પહેરી છે અને બાજુમાં તેમના બે મિત્રો છે.” અજમેરીએ આ ફોટો સાબરમતી નદીના કાંઠે અઠવાડીયામાં એકવાર ભરાતી ગુર્જરી બજારમાંથી ગત રવિવારે ખરીદ્યો હતો. તેમણે આ ફોટાને ગાંધીજીની બે અન્ય ફોટો સાથે 200 રૂપિયામાં ખરીદ્યો હતો. અજમેરીએ કહ્યું હતું કે “આ ફોટો વેચનારને એ વાતની જાણકારી ન હતી કે આ ગાંધીજીના ફોટા છે. હું નિયમિત રૂપે આશ્રમમાં આવુ છુ જ્યાં ગાંધીજીના નાનપણના ઘણા બધા ફોટા છે. તેથી મેં આ ફોટો આસાનીથી ઓળખી લીધો અને તેને ખરીદ્યો હતો.

સ્ત્રોત –http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=57244

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ