બહાદુરી કે બેવકૂફી?


કાલે મિત્ર અજિત દવેએ હેપ્પી ન્યુ યર વિશ કરવા કૉલ કર્યો હતો … સાથે સાથે એમણે કહ્યું કે બ્લોગમાંમૂકવા જેવી એક મજેદાર વાત કહું?

અમુક વખતે આપણને કે તંત્રને દૂનિયા સુધારવાનો કે વધુ લોકો ન બગડે એ માટે કંઇક કરી છુટવાનો એટેક આવતો હોય છે. એવો  હંમેશા સર પર ચઢી રહેતો એક જાણીતો નશો છે; નશા બંધી! ચાહે દૂનિયા ઇધર કી ઉધર હો જાયે પણ  ગાંધીના ગુજરાતમાં દારૂ તો પીવાય જ નહી (નો ભ્રમ તંત્રને છે.)

અને એ  માટે 31ડિસેમ્બરથી “સારો” દિન કયો  હોય?  પોલીસ-મેન બિચારાને તો “ઉપર” થી જે હુક્મ આવે એનો પાલન કર્યે જ છુટકો. પણ ફરજપરસ્તીના ભાગમા અમુક સામાન્ય વાતો પણ વિસરાય છે એનો નમુનો અજિતભાઈએ કહ્યો.

તેઓના ફ્રેન્ડ સર્કલ તરફથી  અંજાર બાજુ એક ફાર્મ હાઉસમાં પાર્ટી રાખેલ. ત્યાંથી મોડી રાત્રે જ્યારે ગાંધીધામ પરત આવતા હતાં ત્યારે એમણે દ્ર્શ્ય જોયું કે ગાંધીધામથી આવતા દરેક વાહનો,  ખાસ કરીને કાર ઊભી રખાવતા અને પોલીસમેન કારના કાચ ખોલાવી-ખોલાવી દરેકના મોઢા સુંઘતા હતાં! કદાચ આ વાતથી કોઇને એમ લાગશે કે આમાં શું નવીન છે? પણ અજિતભાઈ કહે કે આ બિચારા પોલીસ-મેન  છાપાં નહી વાંચતા હોય? કેમકે આજ-કાલ સ્વાઇન ફ્લુના કેસમાં કચ્છમાંથી પણ કેટલા બધા કેસ નોંધાયા છે, એમાં આ પ્રકારની ફરજની ફરજ પાડવી એ કેટલી હદે ન્યાયી છે ? એટલે કે આ રીતે બધાના મોઢા સુંઘવા એ બહાદુરી ગણાય કે બેવકૂફી?

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ

5 responses to “બહાદુરી કે બેવકૂફી?

  1. મોઢું સુંઘવાની શી જરૂર છે? મશીન આવે જ છે ને બ્રેથ-ઇન્હેલરના જે તમારા શ્વાસમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે એ માપી આપે!!!!!

  2. અરે ભાઇ, ગુજરાતમાં દારૂબંધી છે પછી સરકાર આવા મશીન પાછળ પૈસા શુ કામ ખર્ચે ?

  3. સુરતમાં પણ કંઈક આવા જ પ્રકારની ચેષ્ટા પોલિસે કરી. પરંતુ મોઢું સુંઘવામાં ને સુંઘવામાં ડ્રગ્સ લેનારા પોલિસથી બચી ગયા. કારણ કે પોલિસ મોઢુ સુંઘીને એ જ તપાસતી હતી કે દારૂ પીધો છે કે નહીં.

  4. પિંગબેક: તારીખ=૧, વાત=૨ | એક ઘા -ને બે કટકા

  5. પિંગબેક: પેઈન હો યા પાર્ટી – દિલ સે હો ! | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s