ગાંધીજીની દુર્લભ વસ્તુઓ


( તારીખ 10-03-2009 ના સંદેશ હેડલાઇન્સ માંથી)

જે બાલ ગાંધી દિવસે વિજય માલ્યાએ ગાંધીજીની પાંચ દુર્લભ વસ્તુઓ માટે 9 કરોડ 30 લાખ રૂપિયાની બોલી લગાવી તે જ દિવસે સાબરમતી આશ્રમને રાધેશ્યામ અજમેરી (55) એ માત્ર 500 રૂપિયામાં ગાંધીજીનો એક દુર્લભ ફોટો ભેટ સ્વરૂપે આપ્યો હતો. તેમણે ગાંધીજીના આ ફોટાને બદલે આશ્રમ પાસે કશુજ માંગ્યુ ન હતુ. આશ્રમ દ્વારા ખુબ જ આગ્રહ કરાતા રાધેશ્યામ અજમેરીએ માત્ર 500 રૂપિયાની રકમ સ્વિકારી હતી.ગાંધીસ્મારક સંગ્રહાલયના ડાયરેક્ટર અમૃત મોદી કહ્યું હતું કે “તેઓ આશ્રમ માટે ગાંધીજી સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ લાવતા રહ્યા છે. એવુ અનુમાન છે કે ફ્રેમમાં મઢેલો આ ફોટો કોઈ સ્ટૂડીયોમાં પાડવામાં આવ્યો હશે. આ ફોટામાં ઘણી નાની ઉંમરના ગાંધીજીએ કાશ્મીરી ટોપી પહેરી છે અને બાજુમાં તેમના બે મિત્રો છે.” અજમેરીએ આ ફોટો સાબરમતી નદીના કાંઠે અઠવાડીયામાં એકવાર ભરાતી ગુર્જરી બજારમાંથી ગત રવિવારે ખરીદ્યો હતો. તેમણે આ ફોટાને ગાંધીજીની બે અન્ય ફોટો સાથે 200 રૂપિયામાં ખરીદ્યો હતો. અજમેરીએ કહ્યું હતું કે “આ ફોટો વેચનારને એ વાતની જાણકારી ન હતી કે આ ગાંધીજીના ફોટા છે. હું નિયમિત રૂપે આશ્રમમાં આવુ છુ જ્યાં ગાંધીજીના નાનપણના ઘણા બધા ફોટા છે. તેથી મેં આ ફોટો આસાનીથી ઓળખી લીધો અને તેને ખરીદ્યો હતો.

સ્ત્રોત –http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=57244

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

5 responses to “ગાંધીજીની દુર્લભ વસ્તુઓ

 1. ગાંધીજીની ઘણી વસ્તુઓ અત્યારે દુર્લભ છે – તેમનાં વિચારોનું ભારત, ભારતનાં લોકો, ગાંધીજીએ કલ્પેલી કોંગ્રેસ, ગાંધીજીએ કલ્પેલી એ ગૂજરાત વિદ્યાપીઠ વગેરે વગેરે..

  • rajniagravat

   કાર્તિકભાઈ

   ક્યા ખૂબ કહી! કાશ જેટલુ આવું બધુ આપણા જેવા દારૂડિયા/સિગારેટીયા અને બિયરીયા સમજે છે એટલુ જો “ગાંધીયન” સમજતા હોત! નેતા પાસેથી આવી અપેક્ષા રાખુ તો લોકો મને મારે એટલે માત્ર એ જ અપેક્ષા કે સબકો સન્મતિ દે ભગવાન.

 2. અરે, હું સિગારેટીયો નથી. યાર!

  • rajniagravat

   કાર્તિક મિસ્ત્રી લખે છે, ” અરે, હું સિગારેટીયો નથી. યાર! ” એનો મતલબ મેં લખી એ બધી “વાતો વાળો” હું છું, શું?

   આવા બધા સ્ટેટમેન્ટ ના લીધે મને એ સ્ટેટમેન્ટ વારંવાર દોહરાવવું ગમે છે કે વ્યસની કરતા નિર્વ્યસનીનો નશો કંઇક વધુ પડતો હોય છે. પેલા એ જે કંઈ પીધુ હોય એના ઊતરવા સાથે ક્યારેક તો ગીલ્ટી ફીલ કરે જ્યારે નિર્વ્યસની ( કે અર્ધવ્યસની – નવો શબ્દ!) ને કંઇ ઊતરવા જેવું હોય નહી એટલે એની પાસે “ચડવા” સિવાય અન્ય કોઇ વિકલ્પ હોતો નથી!

   આમ તો આ વિશે એક અલગ પોસ્ટ જ થઈ શકે એમ છે, જવા દો બીજુ શું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s