કચ્છના ધોળાવીરા_વ્રજવાણી ફર્યા ?


તારીખ ૨૮ જૂન ૨૦૧૫ની દિ.ભા.ની પૂર્તિમાં ડૉ.રાજલ ઠાકરનો ‘યાત્રા’ લેખ વાંચીને ત્યાર પછીનાં જ રવિવારે યાને ૫ જૂલાઈ ૨૦૧૫ના રોજ  (નાગવેકર અને અગ્રાવત ફેમીલીના) “હમ પાંચ”  ધોળાવીરા-વ્રજવાણી તરફ નીકળી ગયા.

સરકારી જાહેરાતોના  લીધે સામાન્ય રીતે ધોરડો તરફનું સફેદ રણ જ  પ્રખ્યાત થયું છે બાકી આમ તો કચ્છમાં ગમે એ બાજુથી પ્રવેશ કરો એટલે સફેદ રણથી જ  સ્વાગત થાય. એવી જ રીતે બાલાસરથી થોડા કિમી જ આગળ  ગયા તો સફેદ રણના સૌન્દર્યએ અમને ફોટા પાડવા મજબુર કરી દીધા

IMG_20150705_102049075

 

IMG_20150705_102136343

 

IMG_20150705_101222085

IMG_20150705_101422555 IMG_20150705_101647614 IMG_20150705_101704930

^ આ બધા ફોટોગ્રાફ્સએ વાતની  સાબિતી પૂરે છે કે જ્યાં આપણી પરજા નથી પહોંચી ત્યાં કુદરત એનું સૌન્દર્ય જાળવી શકી છે.

                                                                                               ત્યારબાદ ધોળાવીરા પહોંચ્યા

વચ્ચે ઘણા વરસો પહેલા મિત્ર ક્ષિતિજ શુક્લએ કહેલ એક વાત નોંધવી ઘટે કે લોકો “કાળો ડુંગર” શબ્દ પ્રયોગ કરે  છે એ બરાબર નથી કચ્છી બોલી અનુરૂપ તો ‘કારો ડુંગર’ શબ્દપ્રયોગ સાચો છે. એ જ રીતે લાગે છે કે  ધોળાવીરાની બદલે ધોરાવીરા શબ્દ બરાબર હોવો ખપે.

અહીં પહોંચ્યા કે તરત જેમલભાઈ મકવાણા (+91 81414 61264) ગાઈડ મળ્યા, પહેલા તો અમે  એમની સેવાને નકારવાનો પ્રયત્ન કર્યો, કેમ કે આપણા આવા સ્થળોએ પ્રશિક્ષણ પામેલા ગાઈડ હોય એ માનવાને મન ન થાય અને તેઓએ પણ કોઈ દુરાગ્રહ ન કર્યો કે ના તો એમની વાતચીતમાં એવો કોઈ અંશ લાગ્યો કે તેઓ જબરજસ્તી કરવા માંગે છે એટલે અમોએ એમનું આઈ કાર્ડ જોઈ, ખાતરી કરી અને પછી એમને પણ સાથે લીધા. પછી વાતો દરમ્યાન જાણવા મળ્યું કે એમને આ વિષયનું માત્ર (પુસ્તકિયું) જ્ઞાન હતું એવું નહિ  પણ અમુક ઈંગ્લીશ શબ્દોના યોગ્ય જગ્યાએ એનો  ઉપયોગ અને શુદ્ધ ઉચ્ચાર તેમજ  એમને આ ધરતી સાથે જે  લગાવ/પ્રેમ છે એને લીધે થયું કે  એમને સાથે લીધા એ અમારો નિર્ણય બરાબર જ હતો! તેઓ કહેતા: “સાહેબ ! આ બધું  અમે ખોદ્યું છે, પાણો બોલાવવો સહેલો નથી!”

IMG_20150705_113340443_HDR

  IMG_20150705_133043792

તેઓએ દરેક જગ્યા વિશેની માહિતી  અને વિશેષતા અંગે પણ અમને માહિતગાર કર્યા એનાથી મજા આવી ગઈ અને થોડીક ઘડીઓના સંગથી પણ થયું કે આ માણહ મસ્ત છે!  ધોળાવીરા વિશે એમણે જે કહ્યું અને અમે સાંભળ્યું એ તો વાતચીતના રૂપમાં હોવાથી વીકીપીડીયા પરનું લખાણ જ અહીં ઉતારું =

 

 

 

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલ છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જુની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતાં તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી, વગેરે જોવા જેવું છે.

મ્યુઝીયમના  ફોટામાંથી ફોટો લીધેલ છે.

મ્યુઝીયમના ફોટામાંથી ફોટો લીધેલ છે.

 

IMG_20150705_114309233 એક પ્રવેશ દ્વારનું પાટીયું એ જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. લાગે છે કોઈક કારણસર એ પાટીયું ઉપરથી નીચે પડ્યું હશે અને આપણાં પૂર્વજોમાંથી કોઈકે એને સભાળી બાજુમાં રાખ્યું હશે. એના દસે દસ અક્ષરો અકબંધ છે.

અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્દ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.

આખા નગરમાં ધર્મ સ્થળ જેવું કાંઈજ મળ્યું નથી એ નવાઇ લાગે છે. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય.

સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો (મહાદુર્ગ) તરીકે ઓળખે છે. મૂળ તો ધોળાવીરા ગામની નજીક આવેલી હોવાને કારણે એ પુરાતત્ત્વીય સાઈટનું નામ ધોળાવીરા પડી ગયું છે! ૧૯૬૭માં પુરાતત્ત્વવિદ્ જગત્પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી.

મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલ છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પત્થરોથી બાંધકામ થયેલ છે અને પત્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે:

  • શાસક અધિકારી નો રાજમહેલ
  • અન્ય અધિકારી ઓના આવાસ
  • સામાન્ય નગરજનો નો આવાસ

આ બધું જોયા પછી અમારે  અહીથી પંદરેક કિમી દૂર ફોસિલ પાર્ક જવું હતું જ્યાં છે પણ એકાદ કિમી દૂર ગયા અને એક ગાડી સામે મળી એમણે કહ્યું કે  અમે ૧૫-૨૦ કિમી સુધી જી આવ્યા, એકદમ ભંગાર રસ્તો  છે અને  તો ય ફોસિલ પાર્ક મળ્યો નહી એટલે અમે પણ માંડી વાળ્યું. જો કે અમે ગોતી લેત પણ વાતોવાતોમાં સામખીયાળી કે રાપરથી ફયૂઅલ પુરાવવાનું રહી ગયું અને હજુ ૧૦૦-૧૫૦ કિમી રસ્તો તેમ જ કદાચ કોઈ કારણસર રસ્તે ઊભું રહેવું પડે અને ફ્યુઅલ ખૂટે તો? એટલે  એ બીકે  અમે ક્યારેક નેક્સ્ટ ટાઈમ ફોસિલ પાર્ક જોઈશું/જઈશું  એવી આશા  સાથે મન અને ગાડી બંને વાળી લીધા.

ફોસિલ પાર્ક વિશે ડૉ.રાજલ ઠાકર એ લખ્યું છે =

ધોળાવીરાથી દસેક કિમી દૂર વન વિભાગ દ્વારા બનાવાયેલ વૂડ ફોસિલ (વૃક્ષના થડના અશ્મિ) પાર્ક આવેલો છે. ચારેકોર નાની ટેકરીઓ પર કાંટાળી વનસ્પતિ અને થોર નજરે ચઢતાં હતાં. ક્યાંક રડ્યાં ખડ્યાં પીલુડીનાં ઝાડ પણ ખરાં. સામેનો ડુંગર ‘છાપરિયા રખાલ’ તરીકે ઓળખાય છે. ‘રખાલ’ એટલે ઘાસ ઊગતો વિસ્તાર ઊબડખાબડ અને કાચા રસ્તા પર ગાડી ધીરે ધીરે હંકારીને ફોસિલ પાર્ક પહોંચ્યા. વિસ્તાર ખડીર બેટની ઉત્તરે રણના કિનારે આવેલો છે, એટલે અહીંથી પણ દૂર દૂર સુધી સફેદ રણ દેખાય છે. ગાડી પાર્ક કરી. હવે થોડાક અંતર સુધી ચાલતા નીચેની તરફ જવાનું છે. આજુબાજુ વિવિધ આકારોના મોટા મોટા પથ્થરો નજરે ચઢ્યા.  કરોડો વર્ષો પહેલાંનાં વૃક્ષના થડના અશ્મિઓ અહીંથી મળી આવ્યા છે. ઝાડ મરી જાય અને તેનું થડ જમીન પર પડી જાય તે પછી આજુબાજુની માટી તેના ઉપર જામવા લાગે. માટીમાં ખનિજો પણ હોય. કાળક્રમે રીતે બનેલા પથ્થરમાં વૃક્ષના થડની ભાત પડી જાય અને જાણે એમ લાગે કે, થડ પથ્થરના છે! અહીંથી મળેલા વૃક્ષના થડના બે અશ્મિઓ ૧૬ કરોડ વર્ષ જૂના, 8થી 10 મીટર લાંબા અને અડધાથી એક મીટરની પહોળાઈ ધરાવતા છે, જેની ફરતે તારની જાળી બાંધીને રાખવામાં આવી છે. નજીકમાં કાચના એક બંધ કબાટમાં નાના નાના અશ્મિઓને મૂકવામાં આવ્યા છે.

હવે દી.ભા.માં એક દંતકથા સાંભળીને આ આખો પ્રોગ્રામ કર્યો હતો એ વ્રજવાણી તો ખાસ જવું હતું, દી.ભા.માં થી કૉપી કરીને પેસ્ટ કરું તો એ કથા આવી છે –

“વ્રજવાણી પહોંચ્યા જ્યાં મંદિર તો રાધા-કૃષ્ણનું છે, પણ મંદિરની અંદર સાત વીસુ એટલે કે, એકસો ચાલીસ આહીર સ્ત્રીઓ ગરબે રમતી હોય તેવાં પૂતળાં મૂકવામાં આવ્યાં છે. દરેક પૂતળા નીચે જે તે આહીરાણીના નામની તકતી પણ લગાડેલી છે. અહીના પૂજારીને મંદિર વિષે પૂછતા એમણે જણાવ્યું કે, સંવત 1511ના વૈશાખ સુદ ચોથના દિવસે ગામની 140 આહીર સ્ત્રીઓ અહી સતી થઇ હતી. મંદિરના ચોગાનમાં તેમના પાળિયા છે અને મંદિરની બરાબર સામે એક મોટો પાળિયો છે જે ગામના ઢોલીનો છે. સંવત 1511ના અખાત્રીજના દિવસની વાત છે. દિવસે ગામમાં તહેવાર જેવું વાતાવરણ હતું. આવતા વરસના વરસાદના શુકન શુભ હતા એટલે સૌ કોઈ આનંદમાં હતાં. ગામના ઢોલીના ઢોલની થપાટે આહીરાણીઓ ગરબે રમી રહી હતી. દિવસ પૂરો થયો તેમ છતાં ઢોલી અને સ્ત્રીઓના ઉત્સાનો અંત આવતો હતો. ઘરનાં કામ બાજુ પર રહ્યાં. બાળકો પણ ભૂખ્યાં સૂઈ ગયાં. ગરબા રમતાં રમતાં રાત પણ પડી ગઈ હતી. ગરબે રમતી આહીરાણીઓ પોતાના ઘરબાર જાણે કે ભૂલી ગઈ હતી. પોતાની પત્નીઓને ઘરે પાછી લઇ જવા માટે ગયેલા આહીરો વીલા મોઢે ઘરે પાછા ફર્યા. એમ લાગતું હતું કે, જાણે ઢોલીના ઢોલમાં કાનુડાની વાંસળીના સૂર વાગી રહ્યા હતા અને આહીરાણીઓ ગોકુળની ગોપીઓ બની ગઈ હતી. બીજા દિવસનો સૂર્યોદય થયો પણ ગરબા અને ઢોલ ચાલુ હતાં. હવે આહીરોના ગુસ્સાનો પારો ઊંચે ચઢતો જતો હતો. બધાને લાગ્યું કે, સમસ્યાનું મૂળ તો ઢોલીડો છે, જેની પાછળ આહીરાણીઓ પાગલ થઇ હતી. આથી સૌએ ઢોલીને પતાવી દેવાનો નિર્ણય કર્યો અને કેટલાક યુવાનો ખુલ્લી તલવારે ઢોલીની તરફ ધસી ગયા. ગરબામાં મગ્ન આહીરાણીઓને તો ખબર પડી કે, ક્યારે ઢોલીનું મસ્તક તેના ધડથી અલગ થઇ ગયું. ઢોલના તાલમા ભંગ પડ્યો ત્યારે સૌએ જોયું કે, ઢોલી તો લોહીના ખાબોચિયામાં પડ્યો છે. પોતાના પ્રિય ઢોલીની પાછળ એકસો ચાલીસ આહીરાણીઓ સતી થઇ એની યાદમાં મંદિર બાંધવામાં આવ્યું છે.”

 

IMG_20150705_152351033

 

IMG_20150705_152844725

^ આ વાતમાં ઘણા સવાલો ઊઠી શકે એમ છે પણ અમે પાછા એટલા બધા બૌધિક નથી કે અમારા મનમાં ઉઠતા શંકાના કીડાને સમજાવી ના શકીએ. અમને તો અહીંયા જે ૧૨૦ પુતળા છે એ જોવાની ખરેખર મજા આવી.

ત્યારપછી પરત ફરતા ‘રવેચી માં’નું મંદિર આવેલ છે ત્યાં ગયા તો મારા જેવા શ્રદ્ધાળુ (!?) ને મંદિરમાં ખાસ રસ ન હોય એ સ્વાભાવિક છે પણ ત્યાં એક ‘દેવીસર’ તળાવ નજરે ચડ્યું. અહીં  પણ વચ્ચે એક વાત લઇ લઉં કે હું કોઈ જાણકાર નથી કે નથી અન્ય કોઈ જગ્યાઓ વિશે માહિતગાર પણ કચ્છના તળાવોના નામ સાથે  ‘સર’ જોડાયેલ છે, જેમ કે પાકડસર, આડેસર, હમીરસર, દેવીસર . . .  આ વિશે કોઈ વધુ માહિતી આપે તો જાણવું ગમશે. આ અગાઉ બે વખત ભચાઉ પાસે આવેલ પાકડસરની મુલાકાત લીધેલ છે અને ત્યાં જેવી રીતે તળાવમાં કમળછે એમ અહી પણ એવું જ  છે, ઉપરાંત અહી તળાવની સામે કિનારે ત્રણેક મોર જોયા અને જાણે અમારું મનોરંજન માટે નૃત્ય કરતા હોય એમ એમાંથી એકે તો કળા કરી બતાવી, મારા ફોનથી ઝૂમ કરીને એ ફોટો લેવાની કોશિશ કરી પણ ખાસ જામે એમ નથી એટલે એ ફોટો મૂકતો નથી પણ અમારા મિત્ર મિલિન્દ નાગવેકર એ પોતાના કેનન કેમેરાથી તસ્વીર લીધેલ છે.

IMG_20150705_170100412_HDR IMG_20150705_170127078_HDR

 

 

 

 

 

 

 

 

 

 

~અમૃતબિંદુ ~

આ પહેલા કચ્છમાં ફર્યા એની પોસ્ટ્સ અત્યારે આમ તો યાદ નથી આવતી પણ  ઉપર જેમનો ઉલ્લેખ કર્યો છે એ ક્ષિતિજ શુક્લ એ જ   સૂચવેલ જગ્યા એ ગયેલ, અગાઉની એ બે પોસ્ટ્સ યાદ આવે છે એની લીંકસ –

https://rajniagravat.wordpress.com/2009/07/09/roaming/

https://rajniagravat.wordpress.com/2009/07/13/roaming-ii/

Advertisements

Leave a comment

Filed under પ્રવાસ, Tour

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s