Tag Archives: SMS

SMS = શિંદેને ‘મારો’ સંદેશ !


આપણે ત્યાં અક્કલ વેંચીને કે નાગાઈમાં Phd કરીને રાજકારણમાં આવનારની સંખ્યા કેટલી? એ નોંધવા જઈએ તો જિંદગી પૂરી થઇ જાય! છતાંપણ અમુક નામ રટીએ તો – લાલુપ્રસાદ, મુલાયમસિંહ, રાહુલ ગાંધી, કેશુ બાપ્પા, શરદ યાદવ, સુશીલ શિંદે, બેની પ્રસાદ & મેની મોર…… 😉

આપણે ત્યાં આમ પણ ગ્રાહક કે આમ આદમીની મરજી કે હક્ક  જેવી કોઈ ચીજ છે નહિ. મન પડે ત્યારે, મન પડે એ અને મન પડે એવા એવા ફતવા બહાર પડતા રહેતા હોય છે, એમાં અત્યારે તો માત્ર ‘મેસેજ’નું મુદ્દો જ પકડીએ અને એકસાથે મનમાં આવતા ઘણા બધા વિચારોનું વ્યવસ્થિત સંકલન તો નહિ પણ એમ જ રેન્ડમ તુક્કાઓ વેરું તો-

SMS , customer care & Mobile મારો પ્રિય સબ્જેક્ટ હોય એમ એ કેમ હું વારંવાર એને ઊઠાવું છું? આ પહેલા પણ આ વિશેની પોસ્ટ્સ –

https://rajniagravat.wordpress.com/tag/sms/

https://rajniagravat.wordpress.com/tag/mobile/

https://rajniagravat.wordpress.com/tag/customer/

પહેલા TRAI  ૫૦૦ અન લિમીટેડમાંથી ૧૦૦ લિમીટેડ મેસેજ કરાવે, સેલ્યુલર કંપનીઓ મેસેજ સંખ્યા કાપવામાં એનો અમલ કરે પણ એના માટે જે ચાર્જ વસૂલવામાં આવે છે એમાં કોઈ ફેરફાર નહિ! …… એમ તો ૧૦૦ના ૨૦૦ થયા એવું સાંભળ્યું હતું પરંતુ શાયદ આ મોબાઈલ કું. વાળા આવી વાતોથી બેખબર હોય શકે!

આ ડીંડવાણું ચાલ્યું અને કોઈ ઉહાપોહ ન થયો ત્યાં ભાદરવાના ભીંડાની જેમ શિંદે ‘સાયબ’ ખુરશી પર ચડી ગયા અને સાથે સાથે જે અફડાતફડી થઇ એમાં ‘અફવા’ માટે SMSને બકરી ઈદ ન હોવા છતાં પણ બલિનો બકરો બનાવી દેવામાં સફળ (!) થયા, અને દે દામોદર દાળમાં પાણીના અન્વયે લિમીટેડ SMSમાંથી હજુ લિમીટેડ (!!!!!) નું એલાન જારી કરી દેવામાં આવ્યું અને મોબાઈલ વાળા બિચારા ચિઠ્ઠીના ચાકર, એમણે ફટાફટ અમલ પણ કરવો પડેને?

જોવાનું એ છે કે આવી બધી પાબંધી કે ટેકનોલોજી પરની નશબંધી ઉપ્સ નશાબંધીનો વિરોધ કેમ ન થયો? ઘણાબધા કારણોમાં આ પણ હોય/છે-

૧ – આપણે વિરોધ કરતા શીખ્યા નથી, યા તો એને અપનાવી લઈએ જેમ પેટ્રોલ વગેરેનો ભાવ વધારો, યા તો પાછલા દરવાજેથી સોલ્યુશન !

૨ – એટલો ઉપયોગ લોકો નહિ કરતા હોય, જેટલો  સરકાર અને સમાજ સમજે છે.

આવા હાસ્યાસ્પદ અને ઘેલાસફ્ફા ફતવારૂપી નિયમોથી સમસ્યાનો ઉકેલ આવે એવું અકક્લમઠા સિવાય કોઈ કદાચ વિચારી પણ નહિ શકતું હોય.

અમેરીકામાં  9/11 વખતે જો આપણા સુશીલકુમાર જેવા અડબુથ્લ હોત તો એક ફ્લાઈટમાં નો મોર ધેન ફાઈવનો આદેશ આપી દેત ને?

અને જે લોકોએ ઉંબાડીયા કરવા જ છે એ શું માત્ર SMS પર જ ડીપેન્ડ રહે?

આ રીતે SMS  અને આપણને ‘બાન’માં ૧૫ દિવસ રાખ્યા બાદ બધું જ સમુસુતરું પાર ઉતરી જશે?

એમ તો હંમેશની જેમ પાકિસ્તાનનો હાથ (પંજો) છે એવી વાતો વહે છે તો શું આપણા shoeશીલ(!)  હવે આપણા એ ‘નાનાભાઈ; ને સમજાવી શકશે કે બેટા, અચ્છે બચ્ચે ઐસા નહિ કરતે!

~ અમૃતબિંદુ ~

મોબાઈલ ધારક એમ કહી શકે:

SMS(send-rcv કરવા)(મોબાઈલના) જન્મથી જ, જન્મસિધ્ધ અધિકાર છે!

2 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, Nation, politics, social networking sites

વેજ_નોનવેજ=ફરાળી


બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું જોવામાં બાધા નહિ રહે.

જય વસાવડાએ પણ લખ્યું છે કે તેઓ બિન્દાસ પોતાના ઘરમાં પોતાના મધરની હાજરીમાં “પ્લે બોય” નાં પન્ના ઉથલાવતા.

આવી આવી વાતો એટલે યાદ આવી રહી છે કે અમુક મિત્રો જે પહેલા નોન વેજ sms મોકલતા તેઓ હવે સુવિચારોના ઓવરડોઝ મોકલી રહ્યા છે. આ પાછળ શું કારણ હશે?

* હવે આ ઉંમરે આવું આવું મોકલીશું તો લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* બાળકો મોટા થઈ ગયા હોવાથી એમના હાથમાં મોબાઈલ આવી જાય અને જુવે તો બચ્ચે લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* પૂરતી મજા માણી લીધી એટલે હવે એ બધું નિરર્થક લાગતું હશે?

* દિમાગમાં (બેકગ્રાઉન્ડમાં) ‘ઉમરીયા કટતી જાયે’ સંભળાતું હશે?

બીજી એક વાત કે નોન વેજમાંથી વેજ અને ખાસ તો શુદ્ધ(!) સાત્ત્વિક/ફરાળી sms શરૂ કરનાર males જ છે જ્યારે females તરફથી એ પ્રવાહ અવિતરત ચાલુ છે એટલે મને તો લાગે છે પુરુષોમાં દંભ અને ડર નો ભાવ સ્ત્રીઓ કરતા વધુ હાવી હશે .

અમૃત બિંદુ ~

અમિતાભને કોઈએ Non veg SmS અને અભિષેક વિશે કંઈક સવાલ કર્યો ‘તો એનો જવાબ:  “કભી કભી હમ એક-દુસરે કો  ફોરવર્ડ ભી કરતે હૈ !”

^  ક્યાંક વાંચ્યું/સાંભળ્યું  હતું, શબ્દશઃ યાદ નથી  

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

ચલતે ચલતે – III


કાલે એક ફ્રેન્ડ નો એસ.એમ.એસ. આવ્યો  –

જિંદગી તો અપને હી કદમો પે ચલતી હૈ “ફરાઝ” ,

ઔરો કે સહારે તો જનાઝે ઊઠા કરતે હૈ .

આ જ શે’ર ૨૩ માર્ચ અને એના સિવાય પણ ઘણીવાર મેસેજ/ફેસબુક.ઓરકુટ વગેરે સોશ્યલ નેટવર્કીંગ સાઇટસ પર પણ જોવા મળતો પરંતુ એ આવી રીતે –

जिंदगी तो अपने दम पर जी जाती है,

दुसरो के कंधो पे सिर्फ जनाज़े ही उठा करते है !!

કુણાલ ધામીને [કે જે મારા માટે હંમેશા ડિકશનરી/પુછપરછ કેન્દ્ર સમાન છે! 😉 ]  પુછ્યુ  તો એ શ્યોર ન હતો એટલે થયું કે ચાલો બ્લોગ પર મૂકીયે, કોઇક પાસે માહિતી હશે તો જાણવા મળશે. હા, તો કોઇ કહી શકશે કે

આ ફરાઝનો શે’ર છે ?!

કે

આ શે’ર ભગતસિંહના મુખે રમતો ?

કે

પછી એનીથીંગ એલ્સ?

-x-x-x-x-x-x-x-x-x-x-

આજે કસકની સ્કૂલમાં એન્યુઅલ એક્ઝીબીશન હતું એમાં મજા આવવી સ્વાભાવિક છે, બાળકોએ ઘણા બધા અલગ પ્રોજેક્ટ બનાવ્યા હતા, આમ તો સીલેક્શન મુશ્કેલ હોય પણ  કંઇ વધુ બોલ્યા વગર એમાંથી મેં ખેચેલી ત્રણ તસ્વીર મૂકુ છું, એ માણો –

ખમણ ઢોકળા - ગાંઠીયા (વણેલા અને ફાફડા) જલેબી

ઉપરની તસ્વીર જોઇને  મોઢામાં પાણી આવી ગયુ? અસલી લાગે છે ને? કહો કઈ વાનગી શેમાંથી બનાવેલી છે ?

ઘણા ગુજરાતીઓ ને ગુજરાતી તો ખાસ ન ભાવે/ફાવે.. પણ કોઇ બાત નહી બચ્ચા પાર્ટીએ આ બીજી ડિશ (સાઉથ ઇન્ડિયન)બનાવી એ જરા (ચાખી) જુવો .  સવાલ તો એ જ જે ઉપરની તસ્વીરમાં પુછ્યો…

ઇડલી - મેંદુવડા

ઊનાળીની મૌસમમાં ખાવા – ખાવાની વાતો જ ન કરાય ને? ચાલો ન્હાવાની વાતો નહી પણ કમ સે કમ ગરમી ન લાગે એવો ફોટો જોઇએ –

હિમાલય અને નદીઓ

કેમ? બરાબર છે? એ.સી. ની જરૂર નથીને? ચાલો ત્યારે તમે આરામથી ટાઢક કરો હું અહીં વિરામ કરું.

2 ટિપ્પણીઓ

Filed under Art, એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Kasak

ચલતે ચલતે – II


આજ કલ એક sMs ફરે છે. sMsમાંની વિગતમાં  કેટલુ સત્ય છે એ તો ખબર નથી પણ વાતમાં દમ તો લાગે છે, sMsનો સાર  કંઇક આવો છે કે

આઝાદી વખતેની એકટીવીટીમાં સરદાર/શીખ એકટીવલી હિસ્સો લેતા અને એટલે “ગોરી મેમ” પોતના મેગેઝિન્સ માં “સરદાર જોક્સ” લખીને તેઓની ઠેકડી ઉડાડતા. પરંતુ આપણે આગૂસે ચલી આતીના એવા આદી છીએ કે એ (કુ)પ્રથાનું આંધળુ અનુકરણ કરીને હજુ પણ સરદાર પર  જોક્સ  કરીયે છીએ…. અને ગુજરાતીમાં સરદારની જગ્યાએ “બાપુ” ફિટ કરી દઈએ છીએ પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા લશ્કરમાં સરદારનો કેટલો મોટો (લગભગ 65%) હિસ્સો છે. અને ગુજરાતમાં એ જ વાત “બાપુ” પર પણ લાગુ પડે છે કે લશ્કર અને પૉલીસમાં દરબારોનો જ મોટો ફાળો છે. તો આપણે શા માટે આ ટ્રેન્ડને ન બદલાવીયે ? એ લોકોનું નૈતિક બળ તો તુટતું નથી પણ આપણી સોચ કદાચ વામન પુરવાર થાય છે

-x-x-x-x-x-x-x-x-

આવી જ રીતે sMs-સસ્કૃતિથી  ખબર પડી કે આજે Woman’s Day છે. અપરિણીત પુરૂષોએ માતાના ચરણોમાં માથું નમાવવું અને પરિણીતોએ પોતાની માતા સાથો સાથ (પોતાના) બાબલાની બાને પણ સાંષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી (સરકાર બજેટમાં રાહત આપે કે ન આપે પણ) તેઓ કદાચ “રાહત” આપવાનું વિચારે.

કોઇ કદાચ એવો સવાલ ઊઠાવે કે કેમ ભૈ આમાં “બા” જ આવે? બાકીની મહિલાઓનું શું ? તો  ડૉન કે લીયે ભી હર સવાલકા જવાબ દેના નામુમકીન  નહી તો મુશ્કેલ તો હોતા હૈ ના? ફીર મૈ કૌન હું?!

~ અમૃત બિંદુ ~

તમને અપરિચિત ઘરમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે અને બેસાડીને જો પાણીનો ગ્લાસ આપવામાં આવે છે તો એ ઘર ગુજરાતી છે અને ગૃહિણી ગુજરાતી છે – ચંદ્રકાન્ત બક્ષી (સ્ત્રી વિષે)

2 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ

દેશપ્રેમ કે દેશ (અને) પ્રેમ


આપણી એક અવળચંડાઈ કહો કે દકિયાનુસીપણુ કહો કે લોલમ લોલ કે જે કંઇ “મોસ્ટ બૉગસ” વર્ડસ આવડતા હોય એ બધા કહો…. તો એ છે કે જુવાનીયા એટલે જાણે બસ લવેરીયા…એને તો દેશ પ્રેમ જેવી કોઇ ચીજની ખબર જ નથી અને દેશ પ્રેમનો ઠેકો તો અમે 40+ લોકોએ લઈ રાખેલો છે એવું બધું. અને આ સાબિત કરવા તો વાર/તહેવાર/પ્રસંગ વગેરે એટલા આવે કે આપણે મોકો ગોતવા પણ ન જવું પડે… આવો એક “સુંદર” મોકો એટલે વેલેન્ટાઇન  ડે….

આ દિવસે કોઇ સ્વભાવથી તો કોઇ ‘અભાવ’થી ખીજમાં બેઠેલા હોય છે.. ઉંમરીયા કટતી જાયે વાળી વાત હોય છે અને સામે છોકરા-છોકરીઓ નિર્દોષતાથી જલ્સા (એ લોકો પાછા “જલ્સા” આ રીતે અવતરણ ચિન્હ માં સમજે) કરતા હોય એ જોયુ  જાય નહી એટલે દાખલા આપવા માંડે પણ ખાટલે મોટી ખોટી હોય કે જેમ પુજા કરવાના અતિ ઉત્સાહમાં બાથરૂમમાંથી ધોતિયુ પહેરવાનું ભૂલી જાય એમ જ જ ઘણીવાર હકીકતની ખરાઈ ચકાસ્યા વગર દે દામોદર દાળમાંપાણી કરતા હોય છે.

-x-x-x-x-x-

13 ફેબ્રુઆરીએ રાત્રે એક એસ.એમ.એસ. આવ્યો જેમાં એ ભાઈ હરખ કરતા હતા કે દેશદાઝ (જાણે માત્ર ) એમનામાં જ છે.  એ મેસેજમાં એવું હતુ કે આજના જુવાનિયાઓ આવતી કાલે વેલેન્ટાઇન ડે  ઉજવવામાં એટલા  બિઝી છે  કે તેઓને એ પણ યાદ નથી કે 14-02-1931 નાં રોજ ભગતસિંહ.. રાજગુરૂ અને સુખદેવ આ ત્રણ  દેશપ્રેમીઓને ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યા હતા! ! હું આ તમને એક દિવસ અગાઉ યાદ દેવડાવું છું જયહિન્દ વગેરે વગેરે (જો કે આમાં પણ સૌ જાણે છે કે 14તારીખે ચાર્જેબલ મેસેજ હોય છે)

મારું મોબાઇલનું કેલેન્ડર માર્ચ 23, 1931 બતાવતું  હતું પણ મને હંમેશા પોતાના પર પહેલી શંકા થાય એટલે મેં કન્ફર્મ કરવા કુણાલ ધામીને મેસેજ કરીને ચકાસવા કહ્યું તો એનો જવાબ મારા મોબાઇલ કેલેન્ડરને સાચો ઠેરવતો હતો !

મને ગુસ્સો આવ્યો કે સાલ્લા, પહેલા ક્રોસ ચેક તો કર … પણ આ ગુસ્સાનો પારો ચડવાને હજુ કદાચ વાર હતી.. 14 તારીખે આવા ચાર જણાએ મેસેજ  ફોર્વર્ડેડ કર્યા.. અને આજે ઑફિસે આવીને નેટ દ્વારા ખબર પડી કે  આ લોલમ લોલમાં બીગ બી પણ બાકાત નથી! હવે ગુસ્સાએ ઉદાસીનતાનું સ્વરૂપ પકડ્યુ કે આ લોકોને એટલી પણ કેમ ખબર નહી હોય કે કેટલા લોકો એમને વાંચે છે અને ફૉલો પણ કરતા હશે ? જો કે બીગબીનું કોઇએ ધ્યાન દોર્યુ એટલે એમણે માફી તો માંગી લીધી પણ હવે સો મણનો સવાલ એ કે ભૂતકાળમાં આવી અન્ય કોઇ ભૂલ નહી થઈ હોય એની ખાત્રી શું? અને ભવિષ્યમાં એમના શબ્દમાં વિશ્વાસ કેમ મૂકી શકાશે જો કે સાથે સાથે એક લેશન પણ મળ્યુ કે ગમે તેવા મોટા માણસોની વાતોમાં આવી જવાની બદલે ક્રોસ ચેક કરી લેવું.

~ અમૃત બિંદુ ~

23 એપ્રિલની મારી આ બ્લોગ પોસ્ટમાં પણ આવો એક છબરડો છે.

14 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી?


ડાયલ કરે દિલ સે ..

આ પહેલા મોબાઈલની માયા(ઝાળ) પોસ્ટ વાંચેલી હશે એમને થશે કે મોબાઇલ કંપની કે ટેકનોલોજી જોડે આ ભાઈને કંઇ તકલીફ હશે! એની વે,  હું તો મારું  (એટલે કે આ પોસ્ટ બનવવાનું) કામ આગળ ધપાવું તો –

 

ઘણા વખત પહેલા માર્કેટમાં એવો  SMS ફરતો કે અમુક દેશનાં લોકો અમુક જાતની શોધ માટે પોતાના દેશનાં વખાણા અને નામ કહેતા હતાં  અને એવામાં આપણો હિન્દુસ્તાની ભાયડો તો  હોય જ ને? એણે પણ પોરસાઈને કિધુ કે મીસ્ડ કૉલની શોધ અમે કરી!

એક જમાનો હતો જ્યારે 8 રૂપિયા ઇનકમીંગના અને 16 રૂપિયા આઉટ ગોઇંગના થતાં, ત્યારે કોઇનો ઇનકમીંગ કૉલ આવતો તો પણ “ફાટતી” એ અલગ વાત છે અને અત્યારે  આઉટ ગોઈંગનાં 20 પૈસાથી લઈ વધુમાં વધુ 60 પૈસા છે ત્યારે પણ લોકો મીસ્ડ કૉલ આપીને મગજ હટાવી દે ત્યારે ઉપરોક્ત જોક યાદ  કરીને ગુસ્સો હળવો કરી લેવો પડે કે સાલ્લું આજે પણ એ વાત એટલી પ્રસ્તુત છે એનો શ્રેય આવા લોકોને મળે છે.

સાથે સાથે થોડુ ફ્લેશબેકમાં પણ જઈએ જેમાં ખબર પડશે કે મીસ્ડ કૉલની માયા જાળ તો અમે પણ ફેલાવી હતી અને એ પણ મોબાઇલ આવ્યા પહેલા…. અમે દોસ્ત લોકો  એક બીજાને (ઘરની બહાર કે નીચે ) બોલાવવા લેન્ડ-લાઇનથી લેન્ડ-લાઇન પર થી મીસ્ડ કૉલ આપતા હતાં જે ને એ ટાઇમે ઘણા કટ રીંગના નામથી પણ જાણતા હશે, એ સમયે પી & ટી (અત્યારનું બીએસએન એલ ) માં કૉલર આઇ ડી જેવી સર્વીસ પણ ન હતી, એટલે અમે એક બીજાને નં આપેલા કે 1 વાર  રીંગ આવે તો ફલાણો અને 2 વાર આવે તો ઢીકણો .. આવી રીતે અમે લાભ લેતા પરંતુ આમાં ક્યાંય કોઇને નુકસાન ન થતું.

જ્યારે અત્યારે મને એટલા માટે દાઝ  ચડે કે આટલા કોલ દર ઓછા થઈ જવા છતાંપણ અમુક લોકો મીસ્ડ કૉલની મજા શા માટે લેતા હશે..અને મને ખાસ એટલા માટે વાંધો છે કે મારું કામ ઈપીએબીક્સનું છે, અમુક વખતે ટેલીફોન વાયરીંગ કરાવાનું હોય (અમે હવે એ કામ નથી કરતા) એટલે ઇલેક્ટ્રીશ્યન/વાયરમેનને  ડાયરેક્ટ કહી દઈએ કે તારે ફલાણી જગ્યાએ કામ કરવાનું છે,  હવે  જોવા જેવી વાત એ છે કે એ ભાઈ સાહેબ ત્યાં જઈને મને મીસ્ડ કૉલ મારે! ! ! ( ખાસ ચોખવટ કે હું ક્યારેય કોઇને આવા કામોમાં દલાલી/કમીશન આપતો નથી અને લેતો પણ નથી ) ગમે તેટલી વાર  આવા લોકોને “વાઢી”ને હાથમાં આપો કે એ’લા  મલાઈ તારે ખાવાની અને દુધ ગરમ કરવા મારો ગેસ વાપરવા આવે છે? તો યે એ લોકો ને હંમેશા નવે નાકે દિવાળી  હોય!

છેલ્લે છેલ્લે હજુ એક વાત કે તમે જોજો જગતમાં બે સમયએ વ્યક્તિ હંમેશા ઉતાવળમાં હોય –

1- મીસ્ડ કૉલ કર્યો હોય ત્યારે ….

2- ફાટક ખુલે ત્યારે….

12 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

દિવાળી ના લવિંગયા


સૌ પ્રથમ સૌ ને નૂતનવર્ષાભિનંદન …..

આમ તો દિવાળી હોય કે કોઇ પણ પ્રસંગ-પર્વ હોય , કોને ન ગમે? પરંતુ બધાયે તહેવારોમાં આ દિવાળીનો તહેવાર તો  કંઇકની પથારી ફેરવી શકે!

દિવાળી ઘણાના સંબંધો સુધારે તો ઘણા ના બગાડે, જેમ કે  દિવાળી કાર્ડ લખતા ત્યારે કે હવે એસ.એમ.એસ./ઇમેઈલ/સ્ક્રેપ વગેરે  કરીયે છીયે કે આવે છે ત્યારે એમાં કંઇ કેટલાયે જુના સબંધો/સંસ્મરણો તાજા-માજા થાય છે.

આ તો થઈ સારું પાસુ, પણ એક નઠારું પાસું પણ છે કે આપણે ત્યાં ગમે તે આવીને ઊભા રહે – સાહેબ, દિવાળીની બોણી?! આ લોકો નેતાથી પણ ગયા ગુજરા હોય છે! નેતાને તમે કમ સે કમ ટીવી કે એવા કોઇક માધ્યમથી જુવો તો છો! પણ એવા કેટલાયે લોકો “દિવાળી” માંગવા આવે જેના એ સિવાયના દિવસોમાં દર્શન દુર્લભ હોય, દા.ત. નગરપાલિકા, ટેલીફોનન, ઇનકમ ટેક્સ , સેલ્સ ટેક્સ, પોસ્ટ વગેરેના કર્મચારી જેઓ માત્ર “કર્મ” કરીને “ફળ” ની આશા નથી રાખતા પરંતુ તમે “ફળ” પહેલા આપીને એના કર્મનો ઇ ન્તઝાર કરવો પડે ! આ  સિવાય પણ જે જે ઑફિસમાં મારા કામ ચાલતા હોય છે ત્યાંનો (નવો) સ્ટાફ પણ આશા રાખે છે! જો કે એ લોકોને મારા તરફથી “દિવાળી” નહી પરંતુ  નિરાશા જ મળે છે!

કેમ કે હું  જ્યારે નોકરી કરતો ત્યારે મેં ઑફિસ તરફથી  મને મળતું કાયદેસરનું બૉનસ સિવાય કોઇ પાસે અપેક્ષા તો ન હોતી રાખી પણ કેટલીયે ઑફિસીસમાંથી મને ફોર્સ કરવામાં આવતો તો પણ મેં કદી કોઇની પાસેથી એક રૂપિયો લીધો નથી તો હું શું કામ આપું?

બીજી એક વાત કે માન્યુ કે  આ મોબાઇલ કંપની વાળા કંઇ સેવા-આશ્રમ ખોલીને બેઠા નથી! તેઓ તહેવારના દિવસે ખાસ પોતાની ફ્રી એસ.એમ.એસ. સર્વિસ બંધ રાખે! (જો કે આને ફ્રી કેવી રીતે ગણાય? પણ એ આડવાત છે.) ભલે એ લોકો એ દિવસે સ્પેશયલ ચાર્જ ની બદલે નોર્મલ ટેરીફ રાખે પણ 15મી ઑગસ્ટ કે 26મી જાન્યુઆરી વગેરે દિવસે કંઇક એવું કરવું જોઇએ કે આપણને ભલે ચાર્જેબલ એસ.એમ.એસ. પડે પરંતુ એમાંથી અમુક % દેશને આપે તો કેવું રહે?

અને એ લોકો કંઇ મારી   સલાહ થોડી લેવાના કે માનવાના છે? એટલે અમુક હિસાબ તો “ઑટૉમેટીક” પતી જતો હોય છે, જેમ કે આ વખતે ધોકો આવ્યો એ એ ધોકો કે ધોખો એ લોકો માટે જ હતો! કેમ કે ધોકા (પડતર દિવસ) ના લીધે લોકોને તો નૂતનવર્ષના “ફ્રી” એસ.એમ.એસ. જ કરવા મળ્યા ને ?

4 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

Short_Sweet-iv


જ્યારે કંઇ ન સુઝે ત્યારે આપણા અને અન્યના વન  લાઈનર, શે’ર-શાયરી, જોક્સ કે ફોર્વર્ડેડ SMS/email ક્યાંય પણ થી અને કોઇપણ ગતકડાંથી પોસ્ટ બનાવી શકાય. . . .

(SMS)

# હું શ્રેષ્ઠ પસંદ કરી શકતો નથી, શ્રેષ્ઠ મને પસંદ કરે  છે = ટાગોર

# ખાલી ખીસ્સાનો સૌથી વધુ “ભાર” લાગે છે! ( SMSનો ભાવાનુવાદ )

#  Customer is the King  &  The King never Bargains!

#

Japanese Proverb

If one can do it, U too can do it

If none can do it,   U must do it

Indian Version

If one can do it, Let him do it

If none can do it,   Leave it ! !

Love is Beautiful, wonderful and amazing. You feel its the best thing in the world

until

it happens to your Son or Daughter = W.Shakespear

મૌલિક

# (કહેવાતા) જાણકાર લોકો નફટ્ટાઈ અને બેજવાદારીભર્યા નિવેદનો, વિધાનોને હ્યુમર, વિદ્વતા. કટાક્ષમાં ખપાવવાનો પ્રયાસ કરતા હોય છે.

ભૂલ કરે એ મૂર્ખ, પરંતુ ભૂલથી પણ ભૂલ ન કરે એને મહામૂર્ખ ગણીને એના પર કરૂણા કરવી ( એવું કોઇ શાસ્ત્રમાં લખ્યું નથી, પણ લખવું જોઇએ)

જેમ જેમ બીજાઓ પર નો વિશ્વાસ તુટતો/ઘટતો જાય તેમ તેમ આત્મવિશ્વાસ વધતો જાય.

સત્ય એ છે કે સત્ય કોઇને ગમતું નથી

ભણતર માટે પૈસા જરૂરી છે પણ પૈસા માટે ભણતર જરૂરી છે?

ઇધર -ઉધર સે

Common Sense is not so common! (Friend’s Yahoo Status)

Dont judge d book by its cover!!! (Some1’s Orkut Profile)

# એડમંડ રોસ્ટેન્ડનો હીરો સીરેનો દ’ બુર્ઝરાક કહેતો : હું ઊભો છું, બહું ઊંચો નહીં…. પણ એકલો ! .. પેરેસાઇટ (ચમચો) થવા માટે હું બહું અભિમાની છું.. (બક્ષીનામા – પ્રકરણ – 6)

વહી ગયેલ કથાનો સાર – ;)

Short & Sweet-I

Short_Sweet-II

https://rajniagravat.wordpress.com/2009/07/15/short_sweet-iii/

2 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

Spel_જોડણી


કદાચ અતિશ્યોક્તિ લાગશે પણ જેમ સરકારી વકીલ ઉજ્જવલ નિકુમ્બ ત્રાસવાદી-આતંકવાદી વિરોધ/લડત (પોતાની ફરજના ભાગ રૂપે) ચલાવે છે તેમ  ગુજરાતી બ્લોગ જગતમાં વિનય ખત્રી ઉંઝા જોડણી કે કૉપિ-પેસ્ટ બાબતમાં હંમેશા અગ્રેસર હોય છે ..

જોડણી બાબતમાં મારૂં અજ્ઞાન પણ અપરંપાર છે પરંતુ જાણી જોઇને ખોટી લખતો નથી કે અજ્ઞાનને છુપાવવા માટે પણ આવા બહાના ઠોકતો નથી. મારૂં તો એટલુ જ માનવું છે કે ખોટી જોડણીની ની ધરાર જીદ લઈને બેઠેલા અંગ્રેજીમાં ઉપર શિર્ષકમાં લખેલ છે એમ Spelમાં એક  “L” ઓછો  ચલાવશો?

અને જો એ ચલાવવા માટે તૈયાર હો તો મને એક એસ.એમ.એસ. આવ્યો છે જે નીચે જેમ નો તેમ આપુ છું એને કઈ રીતે મૂલવશો?

if today not possible then arange meating ystday

આ એસ.એમ.એસ. મોકલનાર પ્રતિષ્ઠિત કંપનીનો માર્કેટીંગ એક્ઝીક્યુટીવ છે, જેણે બી.એસ.સી સુધીનો અભ્યાસ કરેલ છે!

7 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

Short & Sweet-I


નીચે આપેલ મેટર એક અલગ પેજમાં જ બનાવેલ, હવે એ પેજ ડીલીટ કરીને પોસ્ટ બનાવવાનું વિચાર્યું છે.

1- ઉપદેશાત્મક વાંચતા, સાંભળતા કે કહેતા પહેલા જરૂરી છે – ભૂલ !

( મૌલિક )

2- માણસ મોટાભાગે દુશ્મનો પાછળ જેટલો સમય બગાડતો હોય છે,

એટલો સમય મિત્રો પાછળ આપતો નથી !

(જય વસાવડા)

3- સાઘુ મહારાજ:- અમે વર્ષો સુધી ચૂપ રહીએ અને એને મૌનવ્રત કહીએ.
પુરુષ  શ્રોતા :- પણ સ્વામી અમે તો એને લગ્ન કહીએ છીએ.

(ડૉ. હંસલ ભચેચ અને SMS માંથી)

4 > – આપ મુવા વિના સ્વર્ગે ન જવાય (કહેવત ભંડાર)

>>- BUT I  Don’t Like સ્વર્ગ હો!

(તારીખ : 17-02-2009)

આજે પહેલીવાર (ભાસ્કર ગૃપનું) અહા! જિંદગી જોયુ અને એ પણ જુનું ! તો ખબર પડી કે સાલું આ તો ભૂલથી “મિસ્ટેક” કરી! એટલે કે એ મેગેઝિનમાં પ્રમોદ બત્રાનો  ટૂંકું ટચ નામનો વિભાગ છે! જ્યાં આ જ રીતે વીણેલાં મોતી પથરાયેલા છે. એની વે, આ ક્યાં કોપિ રાઇટ ભંગ જેવો કેસ ગણાય? એના કરતાં ત્યાંના અમુક મોતી અહિં સેરવી લઉં તો કેમ?

5- પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે કીડો હતું.

6- ખોટું કરવા માટેની કોઇ સાચી રીત નથી.

7- ઊંદરદોડમાં મુશ્કેલી એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છોં.

Updated on 26-02-2009

8- આતંકવાદ કે આતંકવાદીને કોઇ ધર્મ હોતો નથી. તેવું કહેવાની ફેશન થઈ પડી છે. દરેક ધર્મનાં કટ્ટરપંથીઓ ત્રાસવાદના ઉપાસકો હોય છે અથવા બની જાય છે, પણ ધર્મ અને ધાર્મિક ઝનૂન ત્રાસવાદને પોષણ આપતું મજબૂત પરિબળ છે. =નગીનદાસ સંઘવી (‘તડ અને ફડ’, “દિવ્ય ભાસ્કર”, 25-02-2009)

9 –  દાદા છે પણ દાદી નથી!

ભાઈ છે પણ ભાભી નથી

નવરો છે પણ નવરી નથી!

રોજી છે પણ રોટી નથી!

બોલો આ શું છે?

.

.

.

>>>>>> દાદાભાઈ નવરોજી <<<<<<<<

( માણસો  કેવા હોય છે? કંઇ ન મળે તો બ્લોગ પર એસ.એમ.એસ. ઠપકારે ! બહુ ખોટું ને? )

Updated on 06-03-2009

10 –  ગાંધીજીના વિચારો એટલા બધા ફેલાયેલા છે કે અહમદ પટેલથી ઝીણાભાઈ દરજી સુધી (ગુજરાતી રાજકારણના ‘એ’થી ‘ઝેડ’ સુધી) ગમે તે માણસ ગાંધીજીના નામે ગમે તે હાકલ કરી શકે છે. ચંદ્રકાન્ત બક્ષી

સ્ત્રોત – http://bazmewafa.wordpress.com/2009/03/06/gandhiji_cbaxi/

2 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ