ચલતે ચલતે – III


કાલે એક ફ્રેન્ડ નો એસ.એમ.એસ. આવ્યો  –

જિંદગી તો અપને હી કદમો પે ચલતી હૈ “ફરાઝ” ,

ઔરો કે સહારે તો જનાઝે ઊઠા કરતે હૈ .

આ જ શે’ર ૨૩ માર્ચ અને એના સિવાય પણ ઘણીવાર મેસેજ/ફેસબુક.ઓરકુટ વગેરે સોશ્યલ નેટવર્કીંગ સાઇટસ પર પણ જોવા મળતો પરંતુ એ આવી રીતે –

जिंदगी तो अपने दम पर जी जाती है,

दुसरो के कंधो पे सिर्फ जनाज़े ही उठा करते है !!

કુણાલ ધામીને [કે જે મારા માટે હંમેશા ડિકશનરી/પુછપરછ કેન્દ્ર સમાન છે! 😉 ]  પુછ્યુ  તો એ શ્યોર ન હતો એટલે થયું કે ચાલો બ્લોગ પર મૂકીયે, કોઇક પાસે માહિતી હશે તો જાણવા મળશે. હા, તો કોઇ કહી શકશે કે

આ ફરાઝનો શે’ર છે ?!

કે

આ શે’ર ભગતસિંહના મુખે રમતો ?

કે

પછી એનીથીંગ એલ્સ?

-x-x-x-x-x-x-x-x-x-x-

આજે કસકની સ્કૂલમાં એન્યુઅલ એક્ઝીબીશન હતું એમાં મજા આવવી સ્વાભાવિક છે, બાળકોએ ઘણા બધા અલગ પ્રોજેક્ટ બનાવ્યા હતા, આમ તો સીલેક્શન મુશ્કેલ હોય પણ  કંઇ વધુ બોલ્યા વગર એમાંથી મેં ખેચેલી ત્રણ તસ્વીર મૂકુ છું, એ માણો –

ખમણ ઢોકળા - ગાંઠીયા (વણેલા અને ફાફડા) જલેબી

ઉપરની તસ્વીર જોઇને  મોઢામાં પાણી આવી ગયુ? અસલી લાગે છે ને? કહો કઈ વાનગી શેમાંથી બનાવેલી છે ?

ઘણા ગુજરાતીઓ ને ગુજરાતી તો ખાસ ન ભાવે/ફાવે.. પણ કોઇ બાત નહી બચ્ચા પાર્ટીએ આ બીજી ડિશ (સાઉથ ઇન્ડિયન)બનાવી એ જરા (ચાખી) જુવો .  સવાલ તો એ જ જે ઉપરની તસ્વીરમાં પુછ્યો…

ઇડલી - મેંદુવડા

ઊનાળીની મૌસમમાં ખાવા – ખાવાની વાતો જ ન કરાય ને? ચાલો ન્હાવાની વાતો નહી પણ કમ સે કમ ગરમી ન લાગે એવો ફોટો જોઇએ –

હિમાલય અને નદીઓ

કેમ? બરાબર છે? એ.સી. ની જરૂર નથીને? ચાલો ત્યારે તમે આરામથી ટાઢક કરો હું અહીં વિરામ કરું.

Advertisements

2 ટિપ્પણીઓ

Filed under Art, એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Kasak

2 responses to “ચલતે ચલતે – III

  1. પિંગબેક: Tweets that mention ચલતે ચલતે – III « એક ઘા -ને બે કટકા -- Topsy.com

  2. સરસ , હવે સ્કૂલોમાં આવી ઈતર પ્રવૃત્તિઓ થાય છે એટલે બાળકોને ભણવાની મજા આવે..! પણ આ સાઊથ ઈન્ડિયન લોકો ઈડલી અને વડા રહેવા દીધા અને સાંભાર ખાઈ ગયા..! (મજાક)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s