Tag Archives: Genaration GAPE

(કોઈની) માંનું મરણ


ગઈકાલના એક અનુભવની વાત પહેલા તો એફબી પર મૂકતો હતો પણ પછી થયું કે ત્યાં લાં..બી વાત કરવા કરતા હમણાં બ્લોગ પોસ્ટ પણ લખી નથી તો ? એટલે  ‘આલી પા’ વળ્યો!

સામાન્ય રીતે વાંચન અને વામકુક્ષી માટે  ૩ થી ૪ સેલ ઓફ કરું. (આમાં પેલા રાજકોટ_રજનીકાન્ત જોક જોવું છે.) પણ કાલે એ દરમ્યાન ઘરના લેન્ડ લાઈન પર ઓફિસથી કોલ આવ્યો – “થોડીવાર પહેલા કોઈ આવ્યું હતું અને કહેતા હતા કે એમના મધર અવસાન પામ્યા છે.  સાંજે પાંચેક વાગ્યા પછી સ્મશાન યાત્રાનો સમય છે એવું કંઈક સમજાયું.” કોણ છે ? શું છે?  એ ખાસ  ખબર પડી નહિ અને આમેય પાંચ વાગ્યાની વાત હતી એટલે હું રૂટીન મુજબ એક-બે કામ પતાવી ઓફીસના દાદરા ચડતો હતો ત્યાં એ ભાઈ સાહેબ સામે જ મળ્યા, મેં ખરખરા સાથે વાત પૂછી. એ કહે; “હા, અમદાવાદમાં મારા મધરને એડમીટ કર્યા હતા, આજ સવારે એમનું અવસાન થયું, મારે પણ ત્યાં જવાનું છે પણ હમણાં મારી નોકરી પણ છૂટી ગઈ છે તો મને ૪૦૦ (ચારસો) રૂપિયા આપો તો હું જઈ શકું!”

ખબર નહિ કેમ પણ ભાગ્યે જ ચમકતી સિકસ્થ સેન્સ એ ઝબકાર માર્યો ‘ કંઈક દાળ-કઢી-સાંભાર,માં કાળું છે’

એક સાથે ઘણા બધા તર્ક અને આઈડિયા દોડ્યા. મેં દાદરા ચડવાનું માંડી વાળી, એને કહ્યું “ એક કામ કરો, આપ યહાં પે ખડે રહો યા ઉપરઓફીસમેં બૈઠો, મૈ પૈસા કાં ઇન્તજામ કરકે આતા હું”

એને મજા ન આવી એ તો એના એક્સપ્રેશન પરથી દેખાયું પણ એની પાસે કોઈ ઓપ્શન ન હતો અને મને પણ બીજી કોઈ વાતોમાં ‘હલવાવે’ એ પહેલા હું બાજુની દુકાનમાં ઘુસી ગયો.

બે-ત્રણ વરસો પહેલા એની બહેને જોબ માટે એનો નંબર આપ્યો હતો એ નસીબ જોગે હાથ આઈ મીન  મોબાઈલ વગો હતો. મે એને પૂછ્યું તો કહે કે આજે દિવસમાં આ તમારો ત્રીજો કોલ છે અને કેટલાય સમયથી અમારી માંને  (આ રીતે) મારી નાંખે છે. …. હજુ વાત ચાલતી હતી ત્યાં એ ફરી પ્રગટ થયો અને એને મને વાત કરતો જોઈને  એ  સમજી ગયો, અને  કહે: “મેળ પડ્યો? કે હું જાઉં?”

મે એને અનુક્રમે બીજો વિકલ્પ પસંદ કરીને જવાનું કહ્યું.

એ (આવ્યો અને) ગયો એ તથા મારી વાતચીત સાંભળી જેની દુકાનમાં હતો એ મિત્ર મને કહે: “આ તો (કોઈપણ ઓળખાણ-પાળખાણ વગર) બે વરસ પહેલા મારી પાસે આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યે સ્મશાનયાત્રામાં આવવાનું નિમંત્રણ આપતા આપતા કહે કે ‘સામાન’ લેવા માટે ૫૦૦ રૂપિયા આપો. મેં એને કહ્યું કે ત્યાં (સ્મશાનમાં)જ આપીશ …… છ મહિના બાદ ફરીથી આવ્યો, અને એ જ વાત દોહરાવી. મેં દંડો ઉપાડ્યો અને ભાગ્યો.”

~ અમૃતબિંદુ ~

૧૭ જૂલાઈ ૨૦૧૦ના રોજ પણ આવી જ પોસ્ટ કન્યા_દાન કરી હતી.

4 ટિપ્પણીઓ

Filed under સમાજ

વેજ_નોનવેજ=ફરાળી


બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું જોવામાં બાધા નહિ રહે.

જય વસાવડાએ પણ લખ્યું છે કે તેઓ બિન્દાસ પોતાના ઘરમાં પોતાના મધરની હાજરીમાં “પ્લે બોય” નાં પન્ના ઉથલાવતા.

આવી આવી વાતો એટલે યાદ આવી રહી છે કે અમુક મિત્રો જે પહેલા નોન વેજ sms મોકલતા તેઓ હવે સુવિચારોના ઓવરડોઝ મોકલી રહ્યા છે. આ પાછળ શું કારણ હશે?

* હવે આ ઉંમરે આવું આવું મોકલીશું તો લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* બાળકો મોટા થઈ ગયા હોવાથી એમના હાથમાં મોબાઈલ આવી જાય અને જુવે તો બચ્ચે લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* પૂરતી મજા માણી લીધી એટલે હવે એ બધું નિરર્થક લાગતું હશે?

* દિમાગમાં (બેકગ્રાઉન્ડમાં) ‘ઉમરીયા કટતી જાયે’ સંભળાતું હશે?

બીજી એક વાત કે નોન વેજમાંથી વેજ અને ખાસ તો શુદ્ધ(!) સાત્ત્વિક/ફરાળી sms શરૂ કરનાર males જ છે જ્યારે females તરફથી એ પ્રવાહ અવિતરત ચાલુ છે એટલે મને તો લાગે છે પુરુષોમાં દંભ અને ડર નો ભાવ સ્ત્રીઓ કરતા વધુ હાવી હશે .

અમૃત બિંદુ ~

અમિતાભને કોઈએ Non veg SmS અને અભિષેક વિશે કંઈક સવાલ કર્યો ‘તો એનો જવાબ:  “કભી કભી હમ એક-દુસરે કો  ફોરવર્ડ ભી કરતે હૈ !”

^  ક્યાંક વાંચ્યું/સાંભળ્યું  હતું, શબ્દશઃ યાદ નથી  

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

(જુની) પેઢીની (પેટ ચોળવાની)પીડા


પત્રકાર જયવંત પંડ્યાના બ્લોગ પર એક 25-07-2009ના રોજ એક પોસ્ટ લખાઈ છે કે શાહરૂખને મિંયાદાદનો તમાચો. એ પોસ્ટમાં કૃણાલે મસ્ત કોમેન્ટ લખેલી છે જેના સંદર્ભમાં આ પોસ્ટ માટે   આઇડિયા આવ્યો.

એક ખાસ સ્પષ્ટતા કે આ પોસ્ટ, કે મારા વિચારો અને એ પોસ્ટમાં જયવંતભાઈના વિચારો  સાથે કંઇ લેવા-દેવા નથી.. રેફરન્સ માટે જ એમની પોસ્ટનું નામ લીધું છે જેથી કૉપિ-પેસ્ટનું “લેબલ”  ન લાગી જાય.

કૃણાલની કોમેન્ટના આ વાક્યો  સાથે સહમત – આજે જમાનો બદલાઇ ગયો છે અને કોઇ પણ વ્યક્તિ આજે પોતાની બાબતોમાં બીજો કોઇ દખલગીરી કરે એ સાંખી શકતો નથી. આજે જમાનો એવો છે કે છોકરાઓ પણ મા બાપની દખલગીરી નથી સહી શકતા.

આવું શું કામ? માત્ર છોકરાવો (સોરી સંતાનો!)ઉધ્ધત થઈ ગયા છે? 100% હા કે 100% ના માં જવાબ આપી જ ન શકાય. અરે યાર અત્યારની પેઢીના બાળકો-યુવાનોમાં જ્ઞાન છે અને તેઓ સભાન છે એટલે વિરોધ થઈ જ જવાનો .

દા. ત. આપણને આજની તારીખે ખબર ન પડે કે કેવા રંગ આપણને જામશે અને કેવામાં નંગ લાગીશુ, જ્યારે બાળકો અને યુવાનોને આ અંગે સારી સુઝ-બુઝ હોય છે.

આપણે પ્રાયમરીમાં ભણતા ત્યારના 2-3 ધોરણના ટોટલ કરો તો યે અત્યારના છોકરાના એક વખતના  માર્કસ જેટલા નહી થાય!   (હાઇસ્કૂલ અને કોલેજનો દાખલો સમજી ને સ્કીપ કર્યો  છે. )

વાત રહી આદરની તો આપણે બચ્ચા પાર્ટી હતા ત્યારે  વડિલો સામે ન બોલવામાં આદર કરતા, ભેં કરવાની ભાન પડતી ન હતી એ વાત વધુ વજુદ વાળી કહેવાય. બાકી આપણે (30-40-50) વરસના રાખીયે છીએ એના કરતા બાળકો યુવાનો વડિલોની આમાન્યા અને ખ્યાલ વધુ રાખે જ છે. એવા આપણી આસપાસ કંઇ કેટલાયે દાખલા જેવા મળશે.

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ