વેજ_નોનવેજ=ફરાળી


બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું જોવામાં બાધા નહિ રહે.

જય વસાવડાએ પણ લખ્યું છે કે તેઓ બિન્દાસ પોતાના ઘરમાં પોતાના મધરની હાજરીમાં “પ્લે બોય” નાં પન્ના ઉથલાવતા.

આવી આવી વાતો એટલે યાદ આવી રહી છે કે અમુક મિત્રો જે પહેલા નોન વેજ sms મોકલતા તેઓ હવે સુવિચારોના ઓવરડોઝ મોકલી રહ્યા છે. આ પાછળ શું કારણ હશે?

* હવે આ ઉંમરે આવું આવું મોકલીશું તો લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* બાળકો મોટા થઈ ગયા હોવાથી એમના હાથમાં મોબાઈલ આવી જાય અને જુવે તો બચ્ચે લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* પૂરતી મજા માણી લીધી એટલે હવે એ બધું નિરર્થક લાગતું હશે?

* દિમાગમાં (બેકગ્રાઉન્ડમાં) ‘ઉમરીયા કટતી જાયે’ સંભળાતું હશે?

બીજી એક વાત કે નોન વેજમાંથી વેજ અને ખાસ તો શુદ્ધ(!) સાત્ત્વિક/ફરાળી sms શરૂ કરનાર males જ છે જ્યારે females તરફથી એ પ્રવાહ અવિતરત ચાલુ છે એટલે મને તો લાગે છે પુરુષોમાં દંભ અને ડર નો ભાવ સ્ત્રીઓ કરતા વધુ હાવી હશે .

અમૃત બિંદુ ~

અમિતાભને કોઈએ Non veg SmS અને અભિષેક વિશે કંઈક સવાલ કર્યો ‘તો એનો જવાબ:  “કભી કભી હમ એક-દુસરે કો  ફોરવર્ડ ભી કરતે હૈ !”

^  ક્યાંક વાંચ્યું/સાંભળ્યું  હતું, શબ્દશઃ યાદ નથી  

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

4 responses to “વેજ_નોનવેજ=ફરાળી

 1. રજનીભાઈ, આખા શંશયનો જવાબ તમે આ વાક્યમાં જ આપી દીધો છે…

  “મને તો લાગે છે પુરુષોમાં દંભ અને ડર નો ભાવ સ્ત્રીઓ કરતા વધુ હાવી હશે.”

  તુમ્હી હો ચિરાગ..તુમ્હી હો પરવાને!

 2. મારાં બાળકો નાનાં હતાં,સ્કૂલમાં હતાં ત્યારે મારાં ઘરમાં છાપાંઓની સાથે મેગેઝીન્સ પણ પડ્યાં રહેતાં,એમાં ડેબોનેર પણ રહેતું. બાળકો એ મેગેઝીન પણ જોઇ લેતાં. પ્લેબોય મેગેઝીન પણ લાયબ્રેરીમાંથી એક દિવસના પંદર રૂ.ના રીડિંગ ચાર્જના ભાવે એ વખતે આવતું. ટીપૉય પર પડેલાં એ મેગેઝીન જોવા માટે કોઈ રોકટોક ન હતી.મારે કદી એ માટે ખુલાસાઓ કરવાની જરૂરત પડી ન હતી.
  આજે જ્યારે આઇ ફોન્સ અને આઇ પેડ આવી ગયા છે, ત્યારે આ જૂની વાતો અપ્રસ્તુત લાગી શકે અને આજે ક્લિપિંંગ્સ જો મોબાઈલમાં ન હોય એ યુવાન સાલો ‘ પોપટ’ કહેવાય છે.આજે પણ ગાર્ડનમાં બેસી તડકામાં ગરમાતાં અને કહેવાતાં વ્રુધ્ધો વૉક લેતી, ફિટ આઉટ- ફિટ પહેરેલી તરુણીને ચશ્માં પાછળથી,મુગ્ધ પણ બુઝાતી આંખોથી , નિહાળતાં હોય છે!
  દંભ હવે ખૂણામાંથી ન કઢાતાં કચરાની જેમ ક્યાંક પડ્યો રહ્યો મળી આવે !
  સાભાર,

 3. દંભનું પ્રમાણ ઘણું જ ઊંચું છે આપણે ત્યાં રજનીભાઈ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s