(જુની) પેઢીની (પેટ ચોળવાની)પીડા


પત્રકાર જયવંત પંડ્યાના બ્લોગ પર એક 25-07-2009ના રોજ એક પોસ્ટ લખાઈ છે કે શાહરૂખને મિંયાદાદનો તમાચો. એ પોસ્ટમાં કૃણાલે મસ્ત કોમેન્ટ લખેલી છે જેના સંદર્ભમાં આ પોસ્ટ માટે   આઇડિયા આવ્યો.

એક ખાસ સ્પષ્ટતા કે આ પોસ્ટ, કે મારા વિચારો અને એ પોસ્ટમાં જયવંતભાઈના વિચારો  સાથે કંઇ લેવા-દેવા નથી.. રેફરન્સ માટે જ એમની પોસ્ટનું નામ લીધું છે જેથી કૉપિ-પેસ્ટનું “લેબલ”  ન લાગી જાય.

કૃણાલની કોમેન્ટના આ વાક્યો  સાથે સહમત – આજે જમાનો બદલાઇ ગયો છે અને કોઇ પણ વ્યક્તિ આજે પોતાની બાબતોમાં બીજો કોઇ દખલગીરી કરે એ સાંખી શકતો નથી. આજે જમાનો એવો છે કે છોકરાઓ પણ મા બાપની દખલગીરી નથી સહી શકતા.

આવું શું કામ? માત્ર છોકરાવો (સોરી સંતાનો!)ઉધ્ધત થઈ ગયા છે? 100% હા કે 100% ના માં જવાબ આપી જ ન શકાય. અરે યાર અત્યારની પેઢીના બાળકો-યુવાનોમાં જ્ઞાન છે અને તેઓ સભાન છે એટલે વિરોધ થઈ જ જવાનો .

દા. ત. આપણને આજની તારીખે ખબર ન પડે કે કેવા રંગ આપણને જામશે અને કેવામાં નંગ લાગીશુ, જ્યારે બાળકો અને યુવાનોને આ અંગે સારી સુઝ-બુઝ હોય છે.

આપણે પ્રાયમરીમાં ભણતા ત્યારના 2-3 ધોરણના ટોટલ કરો તો યે અત્યારના છોકરાના એક વખતના  માર્કસ જેટલા નહી થાય!   (હાઇસ્કૂલ અને કોલેજનો દાખલો સમજી ને સ્કીપ કર્યો  છે. )

વાત રહી આદરની તો આપણે બચ્ચા પાર્ટી હતા ત્યારે  વડિલો સામે ન બોલવામાં આદર કરતા, ભેં કરવાની ભાન પડતી ન હતી એ વાત વધુ વજુદ વાળી કહેવાય. બાકી આપણે (30-40-50) વરસના રાખીયે છીએ એના કરતા બાળકો યુવાનો વડિલોની આમાન્યા અને ખ્યાલ વધુ રાખે જ છે. એવા આપણી આસપાસ કંઇ કેટલાયે દાખલા જેવા મળશે.

Advertisements

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ

2 responses to “(જુની) પેઢીની (પેટ ચોળવાની)પીડા

 1. રજનીભાઇ,

  કોઇ ગેરસમજ કરે એ પહેલા મને કહી દેવા દો કે મા બાપ અને છોકરાઓ વિશે જે લખ્યું છે મેં એ ફક્ત ઉદાહરણ માટે છે જે આજના જનરેશનની માનસિકતા છતી કરે છે અને હું એમ લખીને મા બાપ સાથે ઉધ્ધતાઇથી વર્તવાની વકીલાત નથી કરતો. મારા માટે કાયમ માતા પિતાનું સ્થાન ઉંચું જ છે અને રહેશે. આજની તારીખમાં પણ મમ્મી સાથે કોઇ વખત મારે ચર્ચા થાય પણ વાદ વિવાદ હું નથી કરતો. ઘરમાં મારું વર્તન કાયમ સમાધાનકારી જ હોય છે.

  ધરની અંદર હું accomodative છું પણ બહારના વ્યક્તિઓ મારી બાબતોમાં માથું મારે એ હું સ્વિકારી નથી શકતો. એ જ વાત મેં મારી કમેન્ટ થકી મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. ગવાસ્કર ક્રિકેટની રમતમાં મહાન ખેલાડી હશે (જો કે એ મહાન છે એ તર્ક હું નથી સ્વિકારતો) પણ એનો મતલબ એને લોકોની બાબતોમાં માથું મારવાનો અધિકાર નથી મળી જતો. ટૂંકમાં મારું માનવું છે કે શાહરૂખ સાચો ખોટો ઉધ્ધત તોછડો જે પણ હોય એ વિશે મારે નથી કહેવું પણ ગવાસ્કર આ સંદર્ભમાં ખોટો (અથવા તળપદી ભાષામાં દોઢ ડાહ્યો) હતો એ ચોક્ક્સપણે મારું માનવું છે.

 2. Envy

  Rajniji,
  The diff between two generation is not new rather- it is going on since centuries and it is natural too. Plus, reg respect also we think that suddenly it has gone berserk but, NO. The life- your for fathers lived, the life you are living and the life your kids will live, all have diff things to teach and experience – like internet. These diff of experience is taken as conflict point which is actually wrong and leads to pain and problems. If both side try to understand both views then where is the problem!!?
  And I do not agree your point of marks. The marks students are getting now is not an instrument of their intelligence but memorisation of lines which they forget once exams are over. Check this- Try to ask some question of study to the student within 2-3 months of exam and you will get ans to this. I do not club all into this but this is true for the 90% of students of higher mark range.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s