કન્યા_દાન


કોઇ મહિલા સમિતિ એવો વિરોધ નોંધાવવા અને ઝંડા લઈને આવવા તલપાપડ હોય તો થોભજો માતાજી…. કન્યા કોઇ વસ્તું છે કે એનું દાન હોય ? આવું અમુક સજ્જનો અને સન્નારીઓ પાસે મેં  ૧૯૮૫-૮૭ દરમ્યાન જ સાંભળી લીધેલ છે એટલે જબાન સંભાળેલી જ છે.. અહી કન્યાદાન શબ્દ નથી પણ કન્યા_દાન છે. વિગતવાર વાતનો સંવાદ જ  વાંચો ને  –

કન્યા = “મે આઈ કમ ઇન સર”

રજની = “યેસ્સ પ્લીઝ.”

એક વીસેક વરસની છોકરી મારી ઓફિસમાં પ્રવેશે  છે, એના હાથમાં બે વજનદાર થેલા છે. સ્ત્રી દાક્ષિણ્ય (કંઇ “બીજુ” ધારવું હોય તો હું થોડો સફાઈ આપવા આવી શકવાનો હતો?), હા તો સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાથી મે કહ્યું બેસો.

બેઠી.

કન્યા = “સાહબ હમ બેંગોલ સે હેન્ડીકેપ્ટ બચ્ચો કી સંસ્થામેં સે આ રહે હૈ, બચ્ચો અપને હાથો સે કુછ આયટેમ્સ બનાતે હૈ જો હમ બેચને આતે હૈ”

હું થોડો અહોભાવ અને મહાનદાની,કરૂણાનિધાનની ભૂમિકા ભજવતો હોવ એમ એની વાતો સાંભળુ છું.

કન્યા = “સાહબ,  યે અગરબત્તી કા પેકેટ જો બચ્ચોને બનાયા હૈ વો દેખીયે, ઓર ખરીદીયે”

અમે અહી ગાંધીધામની “રશ્મી અગરબત્તી” વાપરીયે છીએ. મેં પેકેટ હાથમાં લીધુ, એની કમ્પેરીઝનમાં આ પેકેટ મને વજન અને ક્વોલીટીમાં માં કંઇક ઊતરતું લાગ્યુ,જ્યારે ભાવમાં વધારે. જેમ કે રશ્મીનું પેકેટ ૩૦ રૂપિયામાં ૧૦૦ ગ્રામ આવે છે જ્યારે આ પેકેટના ૨૫ રૂપિયા  હતા અને ગ્રામ ૬૦ કે એવું કંઇક હતું. આ અંગે મેં સવાલ કર્યા તો “બે’ન” ને મજા ન આવી, જેમતેમ જવાબ આપવા મંડી-

“વો લોગ તો સેલ કરતે હૈ,  હમ દાન મુફ્ત નહી લેતે ઇસલીયે ઇતના હૈ”

મારી દલીલ = “લેકિન અગર લોગ કમર્શીયલ/બીઝનેસ પરપઝ સે બેચ રહે હૈ ફીર તો ઉનકા રેટ આપસે જ્યાદા હોન ચાહીયે”

અપેક્ષિત બહારનો કોર્સ  હોય એવું  અને મેં કંઇક ચાળો કરી લીધો હોય એવું એનું મોઢું તેમજ વર્તન થઈ ગયુ. ગલ્લા તલ્લા તો ઠીક પણ વોઇસ ટૉનમાં પણ રૂક્ષતા આવવા માંડી. મેં વાત પતવવા ૫૦ રૂપિયા આપીને ૨ પેકેટ માંગ્યા તો કહે

“૧૦૦ની ખરીદી તો કરવી જ પડે!”

મેં ભાવતાલ માટે બીજોઑપ્શન આપ્યો કે તો ૧૦૦ના‍ પાંચ પેકેટ આપો, એનો દિમાગ (હજુ તો) થોડો (જ) છટક્યો. ” ક્યા આપ લોગ ઐસે કરતે હો? દાન કે નામ પે ઐસે હી ૧૦૦-૨૦૦ રૂપિયા દે દેનાચાહીયે”

મેં મચક ન આપી એટલે એણે એનાથી વધુ ઘટિયા ક્વૉલીટી અને ક્વૉન્ટીટી વાળા (૨૦ રૂપિયાભાવના ) કાઢ્યા અને કહે “આ પાંચ લઈ લો.”  મેં વધુ એક ઑપ્શન આપ્યો કે એક કામ કર ૨૦વાળા ૩ અને ૨૫ વાળા ૨ આપી દે અથવા તો પહેલાની જેમ ૫૦ રૂપિયા લે, ૨૫ વાળા ૨ પેકેટ આપીને વાત પૂરી કર. પણ એ તો જીવ પર આવી ગઈ( ત્યારે મને ઑશો ભારતીય  જ્યોતિષ અને એક વિદેશીની વાત કરતા, એ યાદ આવી ગઈ) મને કહે “૫૦ના નહી, ૧૦૦ રૂપિયાના જ લો અને યા તો આ (૨૫ વાળા)  ૪ યા તો (૨૦ વાળા)૫  લો. નહી તો મારે તમારા જેવાને કંઇ વેચવુ નથી! “

મેં  “વિનમ્રતા” થી ના કહી….

બસ પછી તો એણે એનો (મદારીની જેમ) થેલો ભર્યો ત્યાં સુધી મને “સંભળાવી”  હું એક પણ શબ્દનો જવાબ આપ્યા વગર શાંતિથી (!) કોમ્પ્યુટરમાં સુફી સોંગ્સ સાંભળતો રહ્યો.

એ ગઈ પછી સ્ટાફે મને પુછ્યુ,” આટલું બધુ બક બક કરતી હતી તો પણ કેમકંઇ બોલ્યા નહી?”

મારો જવાબ,

“એ છોકરી હતી, નોન ગુજરાતી હતી, એનો કોઇ ભરોસો નહીં, કંઇ આડો અવળો ઇલ્ઝામ લગાવી દે તો ધંધે લાગી જઈએ, એના બદલે સ્વગત કહ્યુ માઇન્ડ યોર બિઝનેસ રજની!”

અમૃતબિંદુ ~

એવું ક્યારેય ન માનતા કે તમને જે કંઇ મળ્યું છે તે તમારી આવડત, હોંશીયારી કે ચાલાકીથી મળ્યું છે. નજર દોડાવશો તો તમારા જેવા  (કે એથી પણ વધુ) હોંશીયાર લોકો ઘણાં દેખાશે જેમને આ બધું નથી મળ્યું.

– ગુજરાતી સદવિચાર ક્વૉટ્સમાંથી સાભાર

Advertisements

7 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

7 responses to “કન્યા_દાન

 1. kartik

  “એ છોકરી હતી, નોન ગુજરાતી હતી, એનો કોઇ ભરોસો નહીં”-
  બહુ મુદ્દાની વાત .. થોરામા ઘનુ પ્રકારની..
  દુઃખ ની વાત એ પણ છે કે આવા અપલક્ષણો હવે ગુજરાતી બાળાઓ-છોકરીઓ-કુમારીઓ-યુવતીઓ-કિશોરીઓ(જે ગમે તે લઈ લેવુ..) મા પણ પ્રવેશેલા જણાય છે..
  overwise , oversmart પ્રકારની અને પાછી પોતાને બિન્દાસ મા ખપાવતી બાળકીઓ ધૂમ મચાવી રહી છે..

  જોકે કદી આપના બ્લોગ પર કમેન્ટ નથી પોસ્ટ કરી પણ એકદમ સરસ , સાચો વિષય અને પ્રામાણિક લખાણ ને કારણે અહિ કમેન્ટ કરુ છુ..આપ ખરેખર સારુ લખો છો.. 🙂

 2. બચી ગયા ! રજનીભાઇ. આપે ન બોલવાનો સાચો નિર્ણય કર્યો. બાકી આપને જે વાતની બીક હતી તે જ થાત. આ કોઇ ટોળકી જ લાગે છે. અહીં પણ બહુ બધા વેપારીઓને આ રીતે પરેશાન કરાયા છે, કે તેમની ભલમનસાઇનો ગેરલાભ લેવાયો છે, અને તે બધી કન્યાઓ દક્ષિણ તરફની હોય છે. આવું કોઇ ધર્મસંકટ થાય તો, કાં તો આપે કર્યું તેમ, તેઓને બહુ મોમન ન આપવું અને હાંકી કાઢવા અથવા શક્ય હોય તો, આસપાસમાંથી કોઇ વડિલ સ્ત્રીને તુરંત બોલાવી લેવા. અમારા એક વેપારીએ તેમ જ કરી અને પછી આ સેલ્સગર્લ્સની બરાબરની ખબર લઇ કાઢેલ. અને આખી ગેંગ આ વિસ્તાર છોડી ભાગી ગઇ. ગુજરાતીઓના દયાળુ અને થોડા ડરપોકપણાનો લોકો ભારે ફાયદો ઉઠાવે છે !

 3. અનીશ પટેલ

  સરસ લેખ અને સમજણભર્યું વર્તન….
  આ તો દાન પણ પરાણે કરાવે અને એ પણ ડરાવી-ધમકાવીને… કેહવું પડે હો. આ કોઈ અનાથ બાળકોએ નહિ પણ એમણે જાતે જ બનાવેલું હશે, આ તો અનાથ બાળકોના નામે દયા-યાચના કરી વેંચવા માટેના ઉપાય છે, માર્કેટિંગ માર્કેટિંગ…
  અમૃતબિંદુ ગમ્યું….

 4. Narendra

  RA,
  Jo (kadach) dhaya bhav thi madad karva ni iccha hoy to aava loko ne office ma avta atkavi, bahar road upar ubhavi ne vaat karvi..pan, ama to sarad rite lutfat karva no dhyey hoy che..
  bija avaj loko (purush) andh ke apang sanstha mathi ave che. me ghani vakhat temni pase ph. ke add. magya ke tya avi ne dan api jaesh…parinam-expected..rafuchakkar

 5. “એ છોકરી હતી, નોન ગુજરાતી હતી, એનો કોઇ ભરોસો નહીં”-
  This sentence is misleading. Does it mean that all non-gujju girls are ‘non-reliable’ in some or other sense?

  • rajniagravat

   This sentence is misleading…. કદાચ એવું દેખાતું હોય પણ આ દુનિયામાં all non-gujju girls ખરાબ જ હોય અને all gujju girls .. સારી જ હોય એવું કહેવાનો હેતું કદી હોય નહી અને કોઇ કહે તો કોઇ માને પણ નહીં જ.. અહી વાત મોટાભાગની છે.. અને હા, મારો અનુભવ એ છે કે ગુજરાતી છોકરીઓની સરખામણીમાં નોન-ગુજરાતી છોકરીઓ વધુ ચાલાક કે જેને “ચંટ” કહી શકાય એવી હોય છે .. હોપ હું શું કહેવા માંગુ છું એ સમજાવી શક્યો હોઇશ..

   થેંક્સ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s