Category Archives: Uncategorized

દાક્તરને (કડવી) દવાનો ડોઝ અને ઇન્જેક્શન આલો


ભાગ્યમાં ના માનનારા પણ એટલું તો માની જ લ્યે કે સારા નસીબવાળાને જ સારા ડૉ મળે. મને અંગત રીતે તો બે બનાવ બાદ કરતા હંમેશા સારા ડૉ. જ મળ્યા છે ( જો કે જે મેં બે બનાવો બાદ કરવાનું કહ્યું એ કદી બાદ ના થઇ શકે એટલા દુઃખદ છે)

ખેર એ તો થઇ વર્ષો પહેલાની મારી  વાત, પણ વહેલી સવારે ૪ વાગ્યે મારા પડોશી મિત્રનાં પત્નીનો  ફોન આવ્યો કે એમના પતિને ચેસ્ટ પેઈન થાય છે અને કલાકથી હેરાન થાય છે, પણ હવે વધુ પડતો દુઃખાવો થતો હોવાથી હવે હોસ્પિટલ લઇ જવા છે.

અમારા એરિયામાં, અમારા ઘરની આજુબાજુમાં ત્રણ હોસ્પિટલ્સ છે જેમાંની એક ડૉ.બબિતા અગરિયાની (MD) હોસ્પિટલ છે અને મારા મિત્ર તેમજ એમના અન્ય રીલેટીવ્સ પણ અક્સર એમની જ ટ્રીટમેન્ટ લેતા હોય છે. ત્યાં ગયા, અને સ્ટાફને કહ્યું કે આવી રીતે પેઈન છે ડૉ ને બોલાવો તેમ જ ફલાણી વ્યક્તિ છે એમ કહેજો…. સ્ટાફનો માણસ મોબાઈલ લઇ બાજુના રૂમમાં ગયો, અને પાછો આવીને  કહે કે ડૉ કહે છે આ પેશન્ટને સહ્યાદ્રી માં લઇ જાઓ, અમે એમને કહ્યું કે ડૉ. ને નામ આપો યા તો અમને નમ્બર આપો અમારે એમણે કહેવું છે “અહી આજુબાજુમાં ત્રણ-ત્રણ હોસ્પિટલહોવા છતાં પણ ‘લાઇફ્લાઇન’ કે ‘સહ્યાદ્રી’ માં ના લઇ જતાં અહી જ એટલે આવ્યા કે તમારા પાસેથી રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવી છીએ અને તમને આ ભાઈ વિશે પણ ખ્યાલ છે.” તો પણ સ્ટાફનો માણસ અમને ડરાવવા કહે, “તમે આ બધી લપ અત્યારે ના કરો પેલી હોસ્પિટલમાં લઇ જાવ, પછી તમારે જે કહેવું કે કરવું હોય તે સવારે આવીને કહેજો/કરજો” ! ! !

ત્યારે તો અમારે ત્યાંથી જવું પડે એમ જ હતું એટલે જતાં રહ્યાં પણ હદ છે યાર! કોઈ લાજ-શરમ જેવી ચીજ જ નહિ? કદાચ બક્ષી કે કોઈના લેખમાં વાંચ્યું હતું  એ સાચું જ છે જેમાં એમણે એમના સંબંધીનાં યુવાનને ટાંકીને લખ્યું હતું – “અંકલ! માત્ર પાંચ હજારનો જ ખર્ચો થાય, આવા ડૉ નાં ટાંગા ભંગાવવાના.” આપણે પણ અવાર-નવાર છાપામાં વાંચતા જ હોઈએ છીએ કે ડૉ ને માર પડ્યો. તો બરાબર જ છે, સામાન્ય રીતે દરેક દર્દી આમને ભગવાન ગણતા હોય છે અને આ લોકો તો કસાઈની જેમ નિર્લેપભાવે આપણા ખિસ્સા, ગળા કાપવામાં તૈયાર જ બેઠા હોય તો યે ચલાવી લઈએ પછી ક્યારેક તો કોઈ માણસ મગજ ગુમાવે ને?

આમ પણ મેં નોંધ્યું છે કે ડૉ., વકીલ, રાજકારણી, મીડિયા, પોલીસ તેમજ શિક્ષણ વિભાગ સાંથે સંકળાયેલ વ્યક્તિ જ્યારે પણ પોતાના  ફિલ્ડમાં આવે ત્યારે પોતાની સંવેદના તો ઠીક માણસાઈ પણ જવા દ્યો પણ પોતાની કાયદેસરની ફરજ પણ ફિક્સ ડીપોઝીટ વોલ્ટ માં મૂકી ને આવતા હોવા જોઈએ!

એ તો સારું થયું કે અમારા મિત્રને એમના અને અમારા બધાનાં અનુમાન મુજબ ગેસ ટ્રબલ જ હતી અને રાહત પણ થઇ પરંતુ ત્યારપછી અમારા વચ્ચે ચર્ચા થઇ એમાં –

૧ = કદાચ ડૉ.એટલે ના આવ્યા હોય કે એમને એમ હોય કે આ હાર્ટએટેક કેસ હોય અને કદાચ ટ્રીટમેન્ટ બે-અસર રહે અને મારા માથે કાલી ટીલી લાગે તો?

મારી દલીલ = જો એમ હોય તો પણ એમની સૌ પ્રથમ ફરજ છે કે કમ સે કમ પોતાના ઘરમાંથી નીચે ઊતરે, પેશન્ટને તપાસે, પ્રાથમિક સારવાર આપે અને પછી બીજે રવાના કરે.

૨ = ડૉ. ડરી ગયા હશે કે પેશન્ટને તપાસ તો કરીયે અને મારા પર બધું આવી જાય તો?

મારી દલીલ = તો પણ ખોટું જ છે, ઇલેક્ટ્રિક રીલેટેડ તમે ગમે એવા શીખાઉને બોલાવો અને એનો પન્નો ટૂંકો પડતો હોય તો  પણ એ ખાલી સ્વિચ ઓન કે ઓફ કરવામાં ડરે તો એની વિદ્યા શું કામની?

 

~ અમૃતબિંદુ ~

“મને નાનપણથી જ સુથારીનો બહુ શોખ છે. વખત મળે કે લાકડું લઇ હું ઘડવા બેસું અને જેવા ઘાટ ઘડવા હોય તેવા ઘડી શકું છું. એમાં મારાં આંખ ને હાથ એવા કેળવાઈ ગયા છે કે જે બનાવવું હોય તે સહેજે બનાવી શકું છું. આ શક્તિ હું ‘સર્જરી’ શીખવા ગયો ત્યારે મને ખૂબ જ કામ લાગી. લાકડા જેવી સખ્ત વસ્તુમાંથી જોઈએ તેવું હું ઘડી શકું, એટલે પછી શરીરના વાઢકાપનું તો શું પૂછવું?”

^

મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ગાંધી-ગંગા’(ભાગ-૨) માં શંકર બેંકરે એક આંખ સાચી અને એક આંખ ખોટી વાળા ડૉ કર્નલ મેડોક એ ૧૯૨૪માં ગાંધીજીનું એપેન્ડીસાઈટીસનું ઓપરેશન કરેલું એ પ્રસંગ

2 ટિપ્પણીઓ

Filed under સંવેદના, સમાજ, Medical, Uncategorized

કૉપિ-પેસ્ટ તરફી કકળાટ


ગુજરાતી બ્લોગ જગતમાં કૉપિ-પેસ્ટ, પ્લેજરીઝમ-ઉઠાંતરી જેવા મુદ્દા ઉઠાવનાર વિનય ખત્રીનો હું જાહેરમાં વિરોધ કરૂં છું. યાર સામાન્ય રીતે કોઇ પોતાના વિરુધ્ધ કે પોતાને નુકસાન થાય એવું હોય એના માટે ઝંડો (અને ક્યારેક તો માત્ર ડંડો) લઈને ‘હમણવા’ મંડતા હો, પણ તમે તો બીજા લોકો માટે આવી સેવા/અભિયાન ચલાવો એ હરગીઝ ન ચલાવી લેવાય. પાછું એમા તમે ભેદ રાખતા હોય તો  ય દરગુજર કરત પણ તમે કોઇને પણ હડફેટ લઈ લો અને તમને એ કે તમે એને ઓળખતા ન હોય એવા લોકો માટે આવી સેવા (સર્વીસ) આપો અને એ ય વિનામૂલ્યે? ચોલબે ના  .  .  . ચોલબે ના!

આ પોસ્ટ લખવાની પ્રેરણા મારા જ એફ બી સ્ટેટસ પર થી મળી ..અરે યાર આખી  પોસ્ટ તો વાંચી લ્યો પછી એફબી પર “પ્રેરણા” ગોતવા જજો!😉  હા, તો શું કે’તોતો ? એ જ કે નેટ પર ડાફરીયા મારતો’તો અને જગજીત સિંઘની ગઝલની (પાયરેટેડ) સીડી વાગતી હતી એમાં એક શે’ર પર (ગુજરાતી ખરા ને) વધુ ધ્યાન ગયુ, મોડું થતું  હતું એટલે ફટાફટ ટાઈપ કરી, કોઇ જાતની ટીપ્પણી વગર ઠપકારીને ઘર જા કે ચૈનકી નિંદ સો ગયા! (ઘરે ચૈન/શાંતિ મળે <– આ વાંચીને કોઇ એ ઇર્ષ્યા કરવી નહી કેમ કે એનું પણ એક રાઝ છે જે હું કહી દવ પણ તમે કોઇને ન કે’તા – વેકેશન વેકેશન!)

સવારે જોયુ તો એ સ્ટેટસ પર કોમેન્ટસ વાંચી…. -ને મનમાં સંશોધન ચાલું થઈ ગયુ. “આપણું”  સંશોધન પણ પાછુ જબ્બર હોય હો!  કેવુ? શાહબુદ્દિન રાઠોડ કહે છે ને ઓઇલના સંશોધન પર નીકળેલ ટુકડીએ ડ્રીંલીગ કર્યું અને કોઇકની (ઓઇલની) પાઈપ લાઈનમાં સીધું જ કાણું!

સંશોધનાત્મક ‘ઇમ્પોર્ટેડ’ લેખ લખતા હોઇએ ત્યારે તમે યાર આમ ગાડી આડે પાટે ન ચડાવ્યા કરો.

હા, તો એ સંશોધનમાં અમુક વાતો પર પરકાશ પડયો કે અગર કોઇ કૉપિ-પેસ્ટ કરે તો એમાં એનો કોઇ વાંક જ નથી! ગંડુ રાજાના ‘ન્યાય’ પ્રમાણે તો મૂળ કૃતિ (રસપ્રદ) બનાવીને  કોઇની દાનત બગાડવાનું જધન્ય પાપ તો એણે કર્યુ કહેવાય. અને બહું એવું હોય તો પોતાનું નામ લખવું જોઇએ ને? કેમ કે આ કંઇ આજ-કાલનીવાત નથી, તમે જુવો મીરાં, નરસૈયો, ગંગાસતી, દાસી જીવણ, સુરદાસ વગેરેના જમાનાથી કૉપિ-પેસ્ટનો ‘ઇજારો’ હશે, એના ઉપાય રૂપે એ લોકોએ પોતાની દરેક કૃતિમાં પોતાના નામનો ‘સ્ટેમ્પ’ બનાવીને છાપવા લાગ્યા (સ્ટેમ્પની  શોધ માટેનું ય બહુમાન આ કૉપિ-પેસ્ટ વાળાને મળવું જોઇએ એ ઝુંબેશ હવે મારે ઉપાડવી પડશે.)

અને જો કોઇ પોતાની કૃતિને પોતાનું નામ નથી આપતા તો કેવી તકલીફ થાય એનો ધડો, “સાસુ-વહું” ના  દાખલામાંથી લેવો જોઇ! ન સમજાયુ? (‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ વાળા નટુકાકાની સ્ટાઈલમાં) લેટ મી એક્સ્પ્લેઈન – વચ્ચે પેલો એસએમએસ બહું ચગ્યો’તો ને કે લેખક/કવિ પોતાની કૃતિમાં પોતાનું નામ  ટીંગાડે છે પણ માતા પોતાના સંતાન માટે એવું કરતી નથી!

તો, આમાં વાંક તો એમનો એટલે કે સ્ત્રીઓનો  જ ને? પુરુષો કેવા ‘સ્માર્ટ’ કે પોતાનું નામ ચીપકાવી દે, અને આ બન્ને વાતના માઠા-સારા પરિણામો પણ દેખાય જ છે. ઝગડા સાસરા-વહું વચ્ચે નહીં પણ સાસુ-વહું વચ્ચે થાય છે. કેમ? સીમ્પલ, માતા એ ક્યાંય નામ રાખ્યું નહી અને વહું એ પોતાના નામ પાછળ પેલા ગોરધનને ચુપચાપ ઊભો રહેવાનું કહી દીધુ! આ ઘટના (કે દુર્ઘટના) પછી સાસુમાં સફાળા જાગ્યા….  પણ હવે શું થાય?

– કશું નહીં…….. ઝગડા!

~ અમૃતબિંદુ

લેખક વિશે ફીર કભી પણ કવિઓએ પોતાની રચનાની ઉઠાંતરીથી બચવા માત્ર છેલ્લે જ નામ લટકાવવાની બદલે દરેક પંક્તિ પર સ્ટેમ્પ મારવું !

^ આ સલાહ મારા નામ વગર કોઇપણ વાપરી શકે છે  જેની જાહેર જનતાએ નોંધ (ન લેવી હોય તો ય) લેવી.

3 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Uncategorized

Hello world!


Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

1 ટીકા

Filed under Uncategorized