કૉપિ-પેસ્ટ તરફી કકળાટ


ગુજરાતી બ્લોગ જગતમાં કૉપિ-પેસ્ટ, પ્લેજરીઝમ-ઉઠાંતરી જેવા મુદ્દા ઉઠાવનાર વિનય ખત્રીનો હું જાહેરમાં વિરોધ કરૂં છું. યાર સામાન્ય રીતે કોઇ પોતાના વિરુધ્ધ કે પોતાને નુકસાન થાય એવું હોય એના માટે ઝંડો (અને ક્યારેક તો માત્ર ડંડો) લઈને ‘હમણવા’ મંડતા હો, પણ તમે તો બીજા લોકો માટે આવી સેવા/અભિયાન ચલાવો એ હરગીઝ ન ચલાવી લેવાય. પાછું એમા તમે ભેદ રાખતા હોય તો  ય દરગુજર કરત પણ તમે કોઇને પણ હડફેટ લઈ લો અને તમને એ કે તમે એને ઓળખતા ન હોય એવા લોકો માટે આવી સેવા (સર્વીસ) આપો અને એ ય વિનામૂલ્યે? ચોલબે ના  .  .  . ચોલબે ના!

આ પોસ્ટ લખવાની પ્રેરણા મારા જ એફ બી સ્ટેટસ પર થી મળી ..અરે યાર આખી  પોસ્ટ તો વાંચી લ્યો પછી એફબી પર “પ્રેરણા” ગોતવા જજો!😉  હા, તો શું કે’તોતો ? એ જ કે નેટ પર ડાફરીયા મારતો’તો અને જગજીત સિંઘની ગઝલની (પાયરેટેડ) સીડી વાગતી હતી એમાં એક શે’ર પર (ગુજરાતી ખરા ને) વધુ ધ્યાન ગયુ, મોડું થતું  હતું એટલે ફટાફટ ટાઈપ કરી, કોઇ જાતની ટીપ્પણી વગર ઠપકારીને ઘર જા કે ચૈનકી નિંદ સો ગયા! (ઘરે ચૈન/શાંતિ મળે <– આ વાંચીને કોઇ એ ઇર્ષ્યા કરવી નહી કેમ કે એનું પણ એક રાઝ છે જે હું કહી દવ પણ તમે કોઇને ન કે’તા – વેકેશન વેકેશન!)

સવારે જોયુ તો એ સ્ટેટસ પર કોમેન્ટસ વાંચી…. -ને મનમાં સંશોધન ચાલું થઈ ગયુ. “આપણું”  સંશોધન પણ પાછુ જબ્બર હોય હો!  કેવુ? શાહબુદ્દિન રાઠોડ કહે છે ને ઓઇલના સંશોધન પર નીકળેલ ટુકડીએ ડ્રીંલીગ કર્યું અને કોઇકની (ઓઇલની) પાઈપ લાઈનમાં સીધું જ કાણું!

સંશોધનાત્મક ‘ઇમ્પોર્ટેડ’ લેખ લખતા હોઇએ ત્યારે તમે યાર આમ ગાડી આડે પાટે ન ચડાવ્યા કરો.

હા, તો એ સંશોધનમાં અમુક વાતો પર પરકાશ પડયો કે અગર કોઇ કૉપિ-પેસ્ટ કરે તો એમાં એનો કોઇ વાંક જ નથી! ગંડુ રાજાના ‘ન્યાય’ પ્રમાણે તો મૂળ કૃતિ (રસપ્રદ) બનાવીને  કોઇની દાનત બગાડવાનું જધન્ય પાપ તો એણે કર્યુ કહેવાય. અને બહું એવું હોય તો પોતાનું નામ લખવું જોઇએ ને? કેમ કે આ કંઇ આજ-કાલનીવાત નથી, તમે જુવો મીરાં, નરસૈયો, ગંગાસતી, દાસી જીવણ, સુરદાસ વગેરેના જમાનાથી કૉપિ-પેસ્ટનો ‘ઇજારો’ હશે, એના ઉપાય રૂપે એ લોકોએ પોતાની દરેક કૃતિમાં પોતાના નામનો ‘સ્ટેમ્પ’ બનાવીને છાપવા લાગ્યા (સ્ટેમ્પની  શોધ માટેનું ય બહુમાન આ કૉપિ-પેસ્ટ વાળાને મળવું જોઇએ એ ઝુંબેશ હવે મારે ઉપાડવી પડશે.)

અને જો કોઇ પોતાની કૃતિને પોતાનું નામ નથી આપતા તો કેવી તકલીફ થાય એનો ધડો, “સાસુ-વહું” ના  દાખલામાંથી લેવો જોઇ! ન સમજાયુ? (‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ વાળા નટુકાકાની સ્ટાઈલમાં) લેટ મી એક્સ્પ્લેઈન – વચ્ચે પેલો એસએમએસ બહું ચગ્યો’તો ને કે લેખક/કવિ પોતાની કૃતિમાં પોતાનું નામ  ટીંગાડે છે પણ માતા પોતાના સંતાન માટે એવું કરતી નથી!

તો, આમાં વાંક તો એમનો એટલે કે સ્ત્રીઓનો  જ ને? પુરુષો કેવા ‘સ્માર્ટ’ કે પોતાનું નામ ચીપકાવી દે, અને આ બન્ને વાતના માઠા-સારા પરિણામો પણ દેખાય જ છે. ઝગડા સાસરા-વહું વચ્ચે નહીં પણ સાસુ-વહું વચ્ચે થાય છે. કેમ? સીમ્પલ, માતા એ ક્યાંય નામ રાખ્યું નહી અને વહું એ પોતાના નામ પાછળ પેલા ગોરધનને ચુપચાપ ઊભો રહેવાનું કહી દીધુ! આ ઘટના (કે દુર્ઘટના) પછી સાસુમાં સફાળા જાગ્યા….  પણ હવે શું થાય?

– કશું નહીં…….. ઝગડા!

~ અમૃતબિંદુ

લેખક વિશે ફીર કભી પણ કવિઓએ પોતાની રચનાની ઉઠાંતરીથી બચવા માત્ર છેલ્લે જ નામ લટકાવવાની બદલે દરેક પંક્તિ પર સ્ટેમ્પ મારવું !

^ આ સલાહ મારા નામ વગર કોઇપણ વાપરી શકે છે  જેની જાહેર જનતાએ નોંધ (ન લેવી હોય તો ય) લેવી.

Advertisements

3 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Uncategorized

3 responses to “કૉપિ-પેસ્ટ તરફી કકળાટ

  1. શાહબુદ્દિનભાઇ કહે છે કે “સમજ” હોય ત્યાં દુઃખ હોય જ !!! માટે…
    સમજ સમજ કે સમજ કો સમજો…….વગેરે વગેરે ! (ક્યાંક આખું મળી જશે વાંચી લેવું, મારે નાહક કો-પે કરવું નહીં !) સ_રસ હાસ્યલેખ by અશોક !!

  2. Purnima Vaniya

    Very Good Laughing jock!!! haaa!! haaa!!!haaa!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s