Tag Archives: ગાંધીધામ

“બંધ” ક્યારે બંધ થશે?!


જૂલાઈ ૫, ૨૦૧૦નાં રોજ મોંઘવારીના વિરોધમાં વિપક્ષો દ્વારા ‘ભારત બંધ’ હતું

તો

ઑગસ્ટ ૪, ૨૦૧૦નાં રોજ  લેન્ડ ટ્રાન્સફરના મુદ્દે  આદિપુર-ગાંધીધામ  બંધ!

આમ, એક મહિનામાં  બબ્બે વાર બંધ ? ! બંને મુદ્દા યોગ્ય હોવા છતાં પણ મને તો ક્યારેય એ સમજાતું નથી કે આ બંધથી શું ફલિત થાય યા તો (કોને અને ) શું ફાયદો?

મોટાભાગના બંધ/હડતાળના બીજે એક પક્ષ એમ કહેશે કે જડબેસલાક બંધ તો તો અન્ય પક્ષ કહેશે કે આંશિક બંધ યા તો  બંધ નિષ્ફળ. આમ તો  બંધ પર ડૉક્ટરેટની “ડગરી” હાંસિલ કરી શકાય પણ આપણી પાસે એવી કોઇ આંકડાકીય માહિતી નથી એટલે તાજા બંધનાં અનુસંધાન અને અનુભવ પરથી વાત કરીયે કે અગર બંધ “સફળ” હોય તો પણ કયા કયા કારણો સર બંધ હોય છે?

કોઇને કોઇ મુદ્દા સાથે લાગતું વળગતું નથી હોતું પણ મેજર રોલ હોય છે તોફાન/તોડ-ફોડનો.

સ્કૂલ-કૉલેજ =  વાલીઓને ચિંતા ન થાય (અને સ્ટાફને જલ્સા થાય) એ મા ટે.

ચા-નાસ્તા-હોટેલ = લારી ખોલ્યા પછી બધ કરવાની ફરજ પડે તો દૂધ કે અન્ય કાચું પાકું રાંધેલ બગડીને નુકસાન થવાની બીક.

બેંક કે અન્ય સરકારી, અર્ધ સરકારી ઑફીસ = બન્ને બંધનો સુયોગ (!) સોમવાર રાખેલ એટલે શનિ-રવી-સોમ એમ ત્રણ …. સમજી ગયા ને?! 😉

ગ્રાઉન્ડ  ફ્લોર પરની દુકાન /ઑફિસ = તોફાનકારીઓનો પહેલું નિશાન આ જ હોય ને?

અન્ય લોકો = ભાઈ, ચા-પાન-બીડી-નાસ્તા બંધ હોય તો દુકાન/ઑફિસ ખોલીને શું કરે?!  એ સિવાય પણ 2 તારીખના બંધ પાછળ એક વધુ કારણ હતું =  ધીમી ધારે  પણ સતત વરસતો વરસાદ!

ઉપરોક્ત વાત પરથી કદાચ એમ લાગે કે હું “બંધ” નો વિરોધી છું. ના, હું વિરોધી કે તરફદાર નથી પણ ઉપ્ર કહ્યું એમ મને એ હજુ સુધી સમજાતું નથી કે આ બંધથી શું ફલિત થાય યા તો (કોને અને ) શું ફાયદો?

જ્યારે જ્યારે આવા કોઇપણ “બંધ” નાં ઠેકેદારો હોય છે એમના ‘ધંધા’ તો બંધ હોતા નથી! તેઓની હોટેલ, શીપીંગ કંપની, ટ્રાન્સપોર્ટ વગેરે વગેરે તો ચાલું જ હોય છે. એમના સ્ટાફને બંધ નો “લાભ” મળતો નથી એનું શું?

કોઇ કંઇક કહે એ પહેલા જ આ પોસ્ટ બંધ કરી દવ છું  (બ્લોગ નહીં – આ ખુલ્લી લુખ્ખાગીરી સમજવી)

~ અમૃત બિંદુ ~

4 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ

સોય સાથે સંકળાયેલ (વહેમી) વાત


આવી મોંઘવારીમાં પણ કાલે રાત્રે આઠ વાગ્યે  અમે આખુ ખાનદાન ગાંધીધામની બજારમાં (કે જે વચલી લાઇન તરીકે ઓળખાય છે, ત્યાં)  “મોટી ખરીદી” કરવાના શુભ-આશયથી કુદી પડ્યું! અને એ  ખરીદી એટલે સોયનું શોપીંગ !

You can be on top of a mountain but You cant be on top of a NEEDLE !

સૌ પ્રથમ  એક રેકડી વાળાને ન્યાલ કરવાના ઇરાદાથી પુછ્યું કે સોય છે ? તો કહે હા, પણ આપીશ નહીં!

અમે – કેમ ?

જવાબ – દિ’ આથમ્યા બાદ નથી આપતા!

બીજે ક્યાં મળશે ? તો કહે ” …પણ કોઇ નહીં આપે!”

એની (મફતની) સલાહ/સૂચનને અવગણીને અમે અન્ય જગ્યાએ ગયા… જેમાં નાની લારીથી માંડીને  દુકાન માં ફરી વળ્યા પણ બધા એક જ (જાણે ગોખેલો) જવાબ આપતા –  છે, પણ આપશું નહી  અને બીજા કોઇપણ આપશે નહીં !

કંટાળીને જયશ્રી કહે આવું કેમ ? તો મેં કહ્યું  મારા પાસે આધાર તો નથી પણ એક અનુમાન લગાવી શકું કે પહેલાનાં જમાનામાં લાઇટ હતી નહી એટલે જો  સોય આપતા પડી જાય અને  કોઇને લાગી જાય એવી દૂરંદેશી હોવી જોઇએ પણ અત્યારે સુરજ જેટલી રોશની વચ્ચે ય આપણે લોકો ” આગુ સે ચલી આતી હૈ ”  ના વારસદારો વિચારવા શક્તિમાન નથી !

તો જયશ્રી કહે કે આમ તો  તમે ગાંધીધામનાં ગુણગાન ગાવામાંથી  ઊંચા નથી આવતા કે સાવ નાનકડા ગાંધીધામમાં સંકલ્પ, ડૉમીનો, અંકલ સેમ અને યુ.એસ. પીત્ઝા સાથે સાથે 3-4 કેક-કૉફી શોપ અને  3ડઝનથી વધુ બેંક ….. પણ વહેમમાં ? ?

મેં (બચાવમાં) કીધુ કે સાચુ જ છે ને એમાંયે પાછળ છે  બોલ ?! ?

(નોંધ – મહે. કરીને ઉપર ગણાવ્યા એ નામ કોઇ માપદંડ તરીકે ન જોવા )

-x-x-x-x-x-x-x-

સોય સોંસરવા નીકળવું કે એવો કોઇક રૂઢીપ્રયોગ છે એનો અર્થ શોધવા ભગવદ્ગોમંડલ માં તપાસ આદરી, એ અર્થ તો ન મળ્યો પણ બાકીની બે કહેવત મળી જે અમૃત બિંદુમાં ઊતારી છે તેમજ સોયની શોધ અંગે આ વાત ત્યાં વાંચી કે સૂઈ એટલે સીવવાવું પાતળી સળી જેવું દોરા નાંખવાના નાકાવાળું ઓજાર; સીવવાનું નાકાવાળું, પાતળું અણીદાર સાધન. સીવવાની સોયની શોધ સૌથી પહેલાં હિંદુસ્તાનમાં થઈ હતી. આજથી ૨૭૦૦ વર્ષ પહેલા જે શોધાઈ હતી; તે સોય હાડકામાંથી બનાવવામાં આવી હતી. લોહચુંબકવાળી સોયનો વપરાશ સાધન તરીકે ઉપયોગ ૩,૦૦૦ વર્ષથી થાય છે એમ કહેવાય છે. અને એ પરથી એક વધુ વાત શે’ર કરૂ કે અહિં ગાંધીધામમાં પણ સોયની મોટી ફેકટરી છે. પહેલા JARK NEEDLE નામ હતું , હવે જર્મની સાથે જોડાણ કરીને બની ગઈ છે  SCHMETZ,  અહીં સોય બનીને જર્મની એક્સ્પોર્ટ થાય અને પછી ત્યાંથી દૂનિયામાં ડિસ્ટ્રીબ્યુટ થાય.

~ અમૃત બિંદુ ~

૧. સોય આપીને કોશ લેવી = ઠામ લઈને ઠીકરું આપવું; નાનું આપીને મોટું પડાવવું.

૨. સોય પાછળ દોરો = એકને આધારે બીજાએ પાછળ પાછળ ચાલવું તે

5 ટિપ્પણીઓ

Filed under રમૂજ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા

ગણતંત્ર દિવસની શુભેચ્છા … ભૂકંપની સંવેદના


ગણતંત્ર દિવસની શુભેચ્છા

ફોટો સોર્સ – in.com

ભૂકંપની સંવેદના

અમુક ધટના-દુર્ઘટના એવી રીતે જીવનમાં સાથે વણાયેલી હોય છે કે એક પણ ને અલગ તારવી શકાતી નથી. આ તારીખ આવતા ફરી બધુ નજરે તરવા માંડે  કે . . .

* કરોડપતિ પણ કેવા રોડ પર બધા સાથે (રીતસરના) રોડ પર આવી ગયા હતાં?

* એ સમયે રાત્રે ચોરના નામની બુમો પડતી અને અમે  બધા પુરૂષો જે હાથમાં આવ્યુ એ એ લઈને ભાગતા.. સાથે જયશ્રી પણ થડકી જતી, બે વરસને બે  મહિનાનો કસક પણ ઊઠી જતો, ક્યારેક રાત્રે 2વાગ્યે  છાશ માંગતો,  તો બધા હસતા અને કહેતા, ” સાચો કાઠીયાવાડી ભાઈ ! “

* જનરલી અમારે ચેકથી જ પેમેન્ટ આવતું હોય પણ 25 જાન્યુની સાંજે  મને એક પાર્ટીએ 25000 કેશ અને એક પાર્ટીએ 2000નો ચેક આપ્યો. મારી આદત મુજબ એ તેમજ (ચેકના ભરોસે) ખીસ્સા ખાલી કરીને 28,500 બીજે ચૂકવી દીધા, જ્યારે કે એણે ખુદે પણ કહ્યુ કે તમારે 2-3 તારીખે આપવાના થાય છે, પણ મે કીધુ કે  છે તો લઈ લો કલ હો ના હો !

* બીજે દિવસે ભૂકંપ આવ્યો, મારા ખીસ્સામાં પૂરા સો રૂપિયા પણ નહી! જયશ્રીએ એની બચતનાં 14000 મને ધરી દીધા અને એ પૈસાના જોરે જુના મોબાઈલ-સીમ કાર્ડ – રીચાર્જ કુપન વગેરે લઈને જીવવાનું શરૂ કર્યુ!

* થોડા દિવસો બાદ રોડ વગેરે ચાલુ થઈ ગયા એટલે અમે લોકો મોરબી ગયા, એ બન્નેને મૂકી, 4-5 દિવસ બાદ હું એકલો ગાંધીધામ આવ્યો. કોઇ શરમ-સંકોચ જેવું હતું નહી, ગમે ત્યાં ખાઈ લેવાનું ગમે ત્યાં સુઈ જવાનું, પોતાનું મકાન તો “ગયું” હતું, ચેતન ભટ્ટના મકાનમાં સામાન રાખ્યો હતો, એ ગાંધીનગર શીફ્ટ થયો હતો. ભાડાનાં મકાન માટે દિવસમાં 10-12 મકાન જોતો કે જેથી પરિવારને બોલાવી શકું.

* આજે આટલા (નવ) વરસો બાદ બધા સ્થળની જેમ કંડલા-ગાંધીધામ-અંજારનું નવસર્જન થઈ ચુક્યુ છે, જે લોકો બિલ્ડર હતા તેઓ આજે બિલ્ડર નથી રહ્યા અને જેઓ ન હતા,  એ થઈ ગયા છે.

આવી તો કેટલીયે વાતો છે પણ જે લોકોનાં સ્વજનોના મૃત્યુ થયા હતા, જેમના પાસે ઘરવખરીમાં ચમચી પણ બચી ન હતી એ લોકોની વ્યથા સાંભળી/જાણી દિલ દ્રવી ઊઠતું.

#   26-01-2009ની પોસ્ટ #

7 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના

બહાદુરી કે બેવકૂફી?


કાલે મિત્ર અજિત દવેએ હેપ્પી ન્યુ યર વિશ કરવા કૉલ કર્યો હતો … સાથે સાથે એમણે કહ્યું કે બ્લોગમાંમૂકવા જેવી એક મજેદાર વાત કહું?

અમુક વખતે આપણને કે તંત્રને દૂનિયા સુધારવાનો કે વધુ લોકો ન બગડે એ માટે કંઇક કરી છુટવાનો એટેક આવતો હોય છે. એવો  હંમેશા સર પર ચઢી રહેતો એક જાણીતો નશો છે; નશા બંધી! ચાહે દૂનિયા ઇધર કી ઉધર હો જાયે પણ  ગાંધીના ગુજરાતમાં દારૂ તો પીવાય જ નહી (નો ભ્રમ તંત્રને છે.)

અને એ  માટે 31ડિસેમ્બરથી “સારો” દિન કયો  હોય?  પોલીસ-મેન બિચારાને તો “ઉપર” થી જે હુક્મ આવે એનો પાલન કર્યે જ છુટકો. પણ ફરજપરસ્તીના ભાગમા અમુક સામાન્ય વાતો પણ વિસરાય છે એનો નમુનો અજિતભાઈએ કહ્યો.

તેઓના ફ્રેન્ડ સર્કલ તરફથી  અંજાર બાજુ એક ફાર્મ હાઉસમાં પાર્ટી રાખેલ. ત્યાંથી મોડી રાત્રે જ્યારે ગાંધીધામ પરત આવતા હતાં ત્યારે એમણે દ્ર્શ્ય જોયું કે ગાંધીધામથી આવતા દરેક વાહનો,  ખાસ કરીને કાર ઊભી રખાવતા અને પોલીસમેન કારના કાચ ખોલાવી-ખોલાવી દરેકના મોઢા સુંઘતા હતાં! કદાચ આ વાતથી કોઇને એમ લાગશે કે આમાં શું નવીન છે? પણ અજિતભાઈ કહે કે આ બિચારા પોલીસ-મેન  છાપાં નહી વાંચતા હોય? કેમકે આજ-કાલ સ્વાઇન ફ્લુના કેસમાં કચ્છમાંથી પણ કેટલા બધા કેસ નોંધાયા છે, એમાં આ પ્રકારની ફરજની ફરજ પાડવી એ કેટલી હદે ન્યાયી છે ? એટલે કે આ રીતે બધાના મોઢા સુંઘવા એ બહાદુરી ગણાય કે બેવકૂફી?

5 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ

ઐસા ભી હોતા હૈ !


સામાન્યત:  એવું બનતું હોય છે કે આપણે કોઇને (ઉધાર) પૈસા આપીયે એટલે એ દાનમાં આપતા હોઈએ એવું માનીને આપીયે … કેમકે દાનમાં આપેલું પાછું ન મળે ને?! પરંતુ અમુક લોકો અવળા જ હોય છે. જેમ કે અમે એટલે કે અમારી સોસાયટી.

વર્ષ 2005થી અમે પણ સૌની સાથે લોલમ લોલ કરીને ગણેશ ઉત્સવનું આયોજન કરીયે છીએ.

ગણેશ ઉત્સવ 2005

ગણેશ ઉત્સવ 2005

ગણેશ ઉત્સવ 2006

ગણેશ ઉત્સવ 2006

ગણેશ ઉત્સવ 2007

ગણેશ ઉત્સવ 2007

ગણેશ ઉત્સવ 2008

ગણેશ ઉત્સવ 2008

ગણેશ ઉત્સવ 2009

ગણેશ ઉત્સવ 2009

સોસાયટીમાં આવા અન્ય પણ પ્રસંગો કરતા હોઇએ છીએ પણ  ક્યારેય કોઇ પાસે ફાળો “ઉઘરાવવા” ગયા નથી યા તો જવું નથી પડ્યુ એમ પણ કહી શકાય. તેમજ કોઇપણ કન્ટ્રીબ્યુશન આપવા આવે તો એ 51થી માંડીને 11,000 સુધી આપે બટ સ્વેચ્છાએ! કદી કોઇને કોઇ રકમ માટે ફોર્સ કરવામાં આવતો નથી.

ગણેશ ઉત્સવની જ વધુ વાત કરીયે તો એ દરમ્યાન સુંદર-કાંડ હોય,  (જો મેઘરાજા આડોડાઇ ન કરે તો) દાંડિયા રાસ હોય .. બધા મજા જ કરે અને અમુક લોકોના રીલેટીવ્સ  આ જોઇને ખુશ થયા અને ( તારક મહેતાકા ઉલ્ટા ચશ્માનાં હેંગ ઑવરમાં) “ગોકુળ ધામ” નું બિરુદ પણ આપી દિધુ. (હું  એ જોતો નથી એટલે વધુ કંઇ ખબર નથી)

પોસ્ટની શરૂઆત કરી હતી એ અવળા લોકોની વાત હજુ ન આવીને?  ઑકે, એ વાત કરતા પહેલા ( પેલી એક સિરિયલ આવતીને – india’s most wanted એ  સ્ટાઇલમાં કહું  તો ) દેખલો ઇન દરીંદો કો.. સોરી સોરી …આઇ મીન દેખલો યે તસ્વીર ..ઇન્હી લોગોને લે લીયા,  એક મસ્ત ડિસીઝન..

કમીટી મેમ્બરાન- સબ કમીને

કમીટી મેમ્બરાન- હમ સબ કમીને

એ ડિસીઝન એવું હતું કે ગઈ સાલ અમુક રૂપિયા વધ્યા હતા, ફરી આ સાલ પણ એવું જ થયું ! એટલે  સર્વાનુમતે નક્કી કર્યુ કે તેરા તુજકો અર્પણ કરીએ. મજાની વાત એ છે કે જનરલી ફાળો ઉઘરાવવા વાળા જીદ કરતા હોય છે કે આટલા તો આપો જ અને દેવા વાળા – આનાથી વધુ નહી આપી શકું ની રકઝક થતી હોય છે જ્યારે અહીં  “દાનવીરો” ના પાડતા હતા કે રાખો ને!

3 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

Answering Machine


આમ તો બ્લોગની પ..ર..થ..મ પોસ્ટમાં જ મેં ચોખવટ કરેલી કે બ્લોગ ચાલુ કરાવવામાં (મારા સિવાય ) કયા કયા પરિબળો જવાબદાર ગણવા.

હવે તો લગભગ દરેક પોસ્ટમાં આવું લખવુ પડે એવો ઘાટ થાય છે. કાર્તિક મિસ્ત્રી એવા એવા મુદ્દા પર પોસ્ટ બનાવે કે આપણને ઇર્ષ્યા થાય કે સાલું આવું (સરળ) આપણને પહેલા કેમ ન સુઝ્યુ? એપ્રિલ ફૂલ અંગે પોસ્ટ બનાવવા માટે બે દિવસથી વિચારતો હતો  પરંતુ કંઇ જામતું ન હતું, ત્યાં આજે કાર્તિકભાઈની એ સબબ પોસ્ટ જોતાં અને એમાં કોમેન્ટ લખતાં મને પણ એક કિસ્સો યાદ આવ્યો.

આમ તો એસ.એમ.એસ.ના જમાનામાં સરદારજીનો પેલા જોકથી  સૌ વાકેફ જ હશો કે જેમાં સાન્તા ને બન્ટા એના ઘેર બોલાવે છે અને ખુદ ગેરહાજર રહીને લખતો જાય છે કે એપ્રિલ ફૂલ! સામે પેલો એપ્રિલ ફૂલ નથી બન્યો એ સાબિત કરવા લખીને  જાય છે કે મૈ તો આયા  હી નહીં ! !

બસ, આ જ પ્રકારની રમૂજ લગભગ 12-14 વરસ પહેલા થતી, જ્યારે મોબાઇલ વગેરે હતા નહી, કસ્ટમર ને સારામાં સારી સર્વિસ આપવી એવો મારો  હંમેશા આગ્રહ, એ સમયે સ્ટાફમાં એક જ છોકરો હતો જે પણ મોટાભાગે મારી જેમ કે મારી સાથે ફિલ્ડમાં હોય, વધુ સ્ટાફ રાખવો  પોષાય એમ ન હતું એટલે ફોન સાથે આન્સરીંગ મશીન  કનેક્ટ કરીને રાખેલું અને  એ જમાનામાં લોકોને કહેતો કે તમે 24 કલાક, 365 દિવસ ગમે ત્યારે કમ્પ્લેઇન લોગ કરાવી શકો છો …. પરંતુ અમુક અક્કલના ઓથમીર (કસ્ટમર) મારા એનાઉન્સમેન્ટ બાદ પેલા સાન્તાની માફક એવું  કહે કે કંઇ નથી કે’વુ લે ! ! ! 

2 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

નામમાં શું બળ્યું છે?=>William Shakespeare


આપણને અવાર-નવાર એવા કિસ્સા સાંભળવા મળતા હોય છે કે સાંભળીને નવાઈ, ચીડ અને માન મીશ્રીત લાગણી થતી હોય છે. એવા અમુક પાન વાળાના કિસ્સાઓ ટાંકવા હતા પરંતુ પોસ્ટ બનાવતા બનાવતા….

અમારા મોરબીમાં એક પાનની દુકાનનું નામ છે = “છે પાન ડિપો” !અને એક પાનની દુકાનનું નામ છે = “ભૂત તાંબુલ” !

અત્યારની પરિસ્થિતિની તો ખબર નથી પરંતુ વરસો પહેલા ગામડેથી જ્યારે જ્યારે મોરબીમાં એન્ટ્રી મારીયે એટલે લોકલ બસની બારીમાંથી ડોકુ કાઢીને “છે પાન ડિપો” વાંચીયે એટલે મજા આવી જતી. “છે પાન ડિપો” તો એકદમ નાની અને સાદી દુકાન હતી પરંતુ “ભૂત તાંબુલ”ની ઝાકમઝોળ અલગ જ લાગતી બોલે તો જક્કાસ ! કદાચ આપણને આપણુ પ્રતિબિંબ દેખાતુ હોય એટલે મજા આવતી હશે ! !

આ પોસ્ટ બનાવતી  વખતે યાદ આવ્યુ કે નેક્સ્ટ ટાઇમ મોરબી જઈશ ત્યારે આ બન્ને દુકાન ના ‘ફોટુ’ લઈ આવીશ.

ઉપરોક્ત બન્ને કિસ્સામાં તો નવાઈ અને માન થાય કે આ લોકો આવા આઇડિયા ક્યાંથી કાઢતા હશે?  પણ આ સાથે બીજો એક પાનનો કિસ્સો યાદ આવ્યો જે આમ તો એકથી વધુ વાર આ વિશે મીડિયામાં આવી ગયુ છે કે જામનગરમાં ખંભાળિયા નાકા પાસે એક પાનવાળા છે જેનું નામ (બોર્ડ) યાદ નથી પરંતુ એમનુ નામ ગિનિસ બુકમાં આવેલ છે  (કેટલી સચ્ચાઈ એ મને ખબર નથી) એવું સાંભળેલ છે. એવી કિવંદંતી છે કે બાબુજી પાનની સીઝન (શાયદ 6 મહિના) જ ધંધો કરે અને એ પણ માત્ર અમુક પ્રકારની તમાકુના પાન, સાદુ કે બીજા કોઇ પ્રકારનું પાન ન બનાવે, માત્ર ન બનાવે એટલુ જ નહી પરંતુ વડચકુ ભરી લે! !

વડચકા ઉપરથી યાદ આવ્યુ કે અમારા ગાંધીધામમાં જ્યારે વિડિયો કેસેટ અને પ્લેયરનો શોખ ધુમ મચાવતો ત્યારે એક (શાયદ ગંગા) સ્ટુડિયોમાં વિ ડિયો કેસેટ લેવા જાવ અને જો ભૂલથી એ અંકલને પુછો કે અંકલ કેસેટ બરાબર હશે ને? ખલ્લાસ… તમારા હાથમાંથી રીતસરની કેસેટ ઝુંટવીને એની દુકાનમાં ફગાવી દે કે તમે એમની ક્વોલીટી પર શંકા જ કેમ કરી! હવે જુવો આનાથી એવી ચીડ થઈ હોય કે આવી હુંશિયારી? !

તો

અગર તમે કેસેટ લઈ ગયા હો અને આવીને કહો કે અંકલ કેસેટની ક્વોલીટીમાં મજા ન આવી, તો  એ જ “ઇસ્ટાઇલ”થી કેસેટ ફગાવે પરંતુ બહાર અને આપણા પાસેથી ભાડું પણ ન લ્યે!

હવે કહો જો આવી કસ્ટમર કેરની ભાવના કે સેલ્ફ કોન્ફીડન્સ હોય તો એમને ફગાવાનો અબાધિત અધિકાર મળી જાય કે નહી?!  

15 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

આજ કી બાત


 

* મારી જન્મભૂમી કાઠીયાડ અને કર્મભૂમી કચ્છનું ગાંધીધામ છે. જે  શહેરે વીસેક વરસથી મને સાચવ્યો છે એ અમારા ગાંધીધામનો બર્થ ડે છે, સૌ ગાંધીધામ વાસીઓ 62મો જન્મદિવસ ઉજવી રહ્યુ છે ત્યારે સૌ ને હાર્દિક શુભેચ્છા અને અમારા પ્રિય ગાંધીધામ ને હેપ્પી બર્થ ડે . દેશના ભાગલા બાદ પાકિસ્તાનથી આવેલા સિન્ધી ભાઈઓ માટે શ્રી ભાઇપ્રતાપ દિનદયાલ દ્વારા આ શહેર વસાવવામાં આવેલ, માત્ર છ દાયકામાં આ શહેરને સાયકલોન, ધરતી-કંપ જેવી કારમી થપાટો લાગી છે પરંતુ તેમ છંતા અહિનાં માનવીનો મીજાજ કદાચ અલગ છે આજે  કોઇ જુવે તો માની ન શકે કે આ જગ્યાએ આવું બધુ બની ગયુ હશે. અહિં નો સૌથી મોટો  પ્લસ પોઇન્ટ હોય તો રોજગારી અને કોમી એકતા, કુદરત તરફથી ભલે હેરાન થયા હોય પરંતુ માનવ સમુદાયમાં કોમી હુલ્લડ પ્રકારના તોફાનો નહિવત બલ્કે થયા જ નથી એમ પણ કહી શકાય.  બે વર્ષ પહેલાં રાજય સરકારે ગુજરાત અર્બન પ્રોજેક્ટમાં ગાંધીધામનો સમાવેશ કરી શહેરને મોડેલ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ગાંધીધામ ને જનરલી કંડલાકોમ્પ્લેકસથી ઓળખવામાં આવે છે અને કંડલા-ગાંધીધામ-આદિપુર તેમજ અંજાર આ ચારેય સ્થંભથી કંડલાકોમ્પ્લેકસ પ્રખ્યાત છે.

 

* ગીરના સંતોકબાની કાબિલે તારીફ સિધ્ધિ વાંચીને એ નિરક્ષર ગ્રામીણ મહિલા પર માન થયુ કે અને નેપોલિયન બોનાપાર્ટની વાતને સાબિત કરી બતાવી કે જેને કંઇ કરવુ જ છે એમને કોઇ અડચણ નથી આવતી અને અશક્ય જેવો કોઇ શબ્દ કોઇના શબ્દકોષમાં નથી હોતો! (ગુજરાત સમાચારની પ્રિન્ટેડ કોપિમાં આ સમાચાર વાંચ્યા પરંતુ એની લિન્ક ન મળી! કાલે ફરીથી શોધવાની કોશીશ કરીશ અને મળશે તો આ પોસ્ટ અપડેટ કરીશ નહિ તો સંતોક બા વિશેની માહીતી ટાઇપ કરીશ.)

 

* મારા બ્લોગમાં 108નો ફોટો ઠોકી દીધો છે પણ અમુક વાતો આપણે (મારા જેવા) નોંધતા નથી હોતા એ ગુજરાત સમાચારમાં નેટવર્ક  દ્વારા જાણવા મળ્યુ કે સત્યમ વાળા રાજુએ કમ સે કમ એક (ઇમરજન્સી 108નું)કામ તો જેન્ટલ મેન જેવું કરેલ છે. 

1 ટીકા

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

અનુકરણીય/પ્રશંસનીય પગલું


આજે એક એવો કિસ્સો સાંભળવા મળ્યો જેનાથી થયું કે સમાજ સુધારણા- વિચારોની ક્રાંતિ આવા ભારેખમ શબ્દો વાપરવા એક વાત છે અને એને અનુસરવું એ તદ્દન ભિન્ન વાત છે. એ કિસ્સો એવો છે કે આજે એક ઑટોમોબાઈલ મિકેનીકે કહ્યુ કે એનીબહેનને મીસડિલવરીનો પ્રોબ હતો એટલે એ લોકો એ નક્કી કર્યુ કે બાળક એડોપ્ટ કરવું, એવામાં કોઇએ જાણ કરી કે કોઇને ત્યાં પાંચમી દિકરી અવતરી (!) એ કુંટુબ બાળકીને પોષી શકે એવી પોઝીશનમાં ન હતું (બેટી બચાવો વાળો મુદ્દો અત્યારે છેડતો નથી) અને એ લોકો એ છોકરીને મારી નાંખવા તૈયાર હતા. આ લોકોએ એ દિકરીને એડોપ્ટ કરી લીધી આજે એ છોકરી સુખેથી ખુશીથી થર્ડ સ્ટાન્ડર્ડમાં ભણે છે.

 

આ કિસ્સામાં વધુ શબ્દોની રંગોળી પુરવા કરતા એ દંપતિને સલામ કરું છું.

1 ટીકા

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના

26મી જાન્યુઆરી


વંદેમાતરમ.... વંદેમાતરમ... વંદેમાતરમ 26મી જાન્યુઆરીનો દિવસ (અન્ય દિવસની વાત અત્યારે નથી કરતો) સમગ્ર દેશવાસી માટે દેશભકિત દર્શાવવાનો(!) કે દેશભક્તિના ગીતો સાંભળવાનો કે ચેનલો દ્વારા (26 નવેમ્બરની ઘટનાનું રીપીટેશન કરીને) દુશ્મનોને રાજી કરવાના પ્રયત્નો થાય છે તેને જોયા કરવાનો છે, સાથે સાથે આજે ઘણા એવા લોકોના ઝખ્મો, દુ:ખ, દર્દ તાજા થવાનો પણ દિવસ છે જેમણે પોતાના 26જાન્યુ.2001ના રોજના ધરતીકંપમાં પોતના સ્વજનો, મિત્રો , સગા સંબંધીઓ ગુમાવ્યા છે.

 26 નવેમ્બરના રોજ પોલીસ, સુરક્ષા કર્મચારીઓ શહિદ થયા અને તેઓના આત્મા કે કર્મમાંથી આપણને વંદેમાતરમ કે જયહિન્દ નો નારો સંભળાતો હશે એમ 26 જાન્યુઆરી 2001ના રોજ અંજાર ખાતે સેંકડો બાળકો વંદેમાતરમનો નારો લગાવતા જઈ રહ્યા હતા ત્યારે ધરતી ધ્રુજી અને માસુમ ભુલકાઓની માનો ખોળો ઉજાડીને પોતાના ખોળામાં સમાવી લીધા! આમ તો ગમે તેનું અને ગમે તે વયનું , કોઇપણ નું મૃત્યુ થાય એને મન જલ્દી સ્વીકારી શકતુ નથી અને પરંતુ અમુક દુર્ઘટના આપણા માનસ પટ પર હંમેશા છવાયેલી હોય છે. અમારા પુત્ર કશીશનું અમારાથી દુર જવાની વાતને તો અમે આવ્યુ તે જવાનું ના સિધ્ધાંતને કઠણ કાળજુ કરીને સહન કરીયે છીએ પરંતુ આ 400 બાળકોને ધરતી ગળી ગઈ એ માટે કોઇ સિધ્ધાંત, કોઇ સમજણ, કોઇ ફિલસુફી કામ આવતી નથી. શા માટે કુદરત આવું કરતી હશે?

ઉપર તિરંગાની તસ્વીર છે તો દિલમાં નીચેની તસ્વીર પણ કોતરાયેલી છે જેને ભૂલી શકાય?! Earth Quake

Earthquake

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના