“બંધ” ક્યારે બંધ થશે?!


જૂલાઈ ૫, ૨૦૧૦નાં રોજ મોંઘવારીના વિરોધમાં વિપક્ષો દ્વારા ‘ભારત બંધ’ હતું

તો

ઑગસ્ટ ૪, ૨૦૧૦નાં રોજ  લેન્ડ ટ્રાન્સફરના મુદ્દે  આદિપુર-ગાંધીધામ  બંધ!

આમ, એક મહિનામાં  બબ્બે વાર બંધ ? ! બંને મુદ્દા યોગ્ય હોવા છતાં પણ મને તો ક્યારેય એ સમજાતું નથી કે આ બંધથી શું ફલિત થાય યા તો (કોને અને ) શું ફાયદો?

મોટાભાગના બંધ/હડતાળના બીજે એક પક્ષ એમ કહેશે કે જડબેસલાક બંધ તો તો અન્ય પક્ષ કહેશે કે આંશિક બંધ યા તો  બંધ નિષ્ફળ. આમ તો  બંધ પર ડૉક્ટરેટની “ડગરી” હાંસિલ કરી શકાય પણ આપણી પાસે એવી કોઇ આંકડાકીય માહિતી નથી એટલે તાજા બંધનાં અનુસંધાન અને અનુભવ પરથી વાત કરીયે કે અગર બંધ “સફળ” હોય તો પણ કયા કયા કારણો સર બંધ હોય છે?

કોઇને કોઇ મુદ્દા સાથે લાગતું વળગતું નથી હોતું પણ મેજર રોલ હોય છે તોફાન/તોડ-ફોડનો.

સ્કૂલ-કૉલેજ =  વાલીઓને ચિંતા ન થાય (અને સ્ટાફને જલ્સા થાય) એ મા ટે.

ચા-નાસ્તા-હોટેલ = લારી ખોલ્યા પછી બધ કરવાની ફરજ પડે તો દૂધ કે અન્ય કાચું પાકું રાંધેલ બગડીને નુકસાન થવાની બીક.

બેંક કે અન્ય સરકારી, અર્ધ સરકારી ઑફીસ = બન્ને બંધનો સુયોગ (!) સોમવાર રાખેલ એટલે શનિ-રવી-સોમ એમ ત્રણ …. સમજી ગયા ને?! 😉

ગ્રાઉન્ડ  ફ્લોર પરની દુકાન /ઑફિસ = તોફાનકારીઓનો પહેલું નિશાન આ જ હોય ને?

અન્ય લોકો = ભાઈ, ચા-પાન-બીડી-નાસ્તા બંધ હોય તો દુકાન/ઑફિસ ખોલીને શું કરે?!  એ સિવાય પણ 2 તારીખના બંધ પાછળ એક વધુ કારણ હતું =  ધીમી ધારે  પણ સતત વરસતો વરસાદ!

ઉપરોક્ત વાત પરથી કદાચ એમ લાગે કે હું “બંધ” નો વિરોધી છું. ના, હું વિરોધી કે તરફદાર નથી પણ ઉપ્ર કહ્યું એમ મને એ હજુ સુધી સમજાતું નથી કે આ બંધથી શું ફલિત થાય યા તો (કોને અને ) શું ફાયદો?

જ્યારે જ્યારે આવા કોઇપણ “બંધ” નાં ઠેકેદારો હોય છે એમના ‘ધંધા’ તો બંધ હોતા નથી! તેઓની હોટેલ, શીપીંગ કંપની, ટ્રાન્સપોર્ટ વગેરે વગેરે તો ચાલું જ હોય છે. એમના સ્ટાફને બંધ નો “લાભ” મળતો નથી એનું શું?

કોઇ કંઇક કહે એ પહેલા જ આ પોસ્ટ બંધ કરી દવ છું  (બ્લોગ નહીં – આ ખુલ્લી લુખ્ખાગીરી સમજવી)

~ અમૃત બિંદુ ~

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ

4 responses to ““બંધ” ક્યારે બંધ થશે?!

 1. રજનીભાઇ, ’બંધ’ના વિરોધમાં એક ’બંધ’ નું એલાન કરીએ તો કેમ રહેશે !!!
  બંધના એલાન કદાચ (આગળના જમાનામાં !) જનજાગૃતિ અર્થે અને સામાપક્ષને વિરોધની જાણ થાય તે અર્થે રખાતા હશે. પરંતુ હવે તો આ બધું ફારસ બની ગયું છે. ખરેખર તો બંધ એ પ્રજા દ્વારા, સત્તાધિશો (કે રાજકારભારીઓ)ની નજરે વાત લાવવાનું માધ્યમ હતું, તેને બદલે હવે સત્તાધિશો પ્રજાની નજરે ચડ્યા રહેવા માટે તે વાપરે છે !
  હવે આ શસ્ત્રો ધારવિહીન, બુઠ્ઠા થઇ ગયા હોય તેવું નથી લાગતું ? પણ છતાં વપરાય છે તો કોઇકને ફાયદો થતો તો હશે જ ને !!

 2. તમારી વાતમાં સૂર પુરાવું ?

  આ લિંક પરની રચનામાં એ છે –
  http://jjkishor.wordpress.com/2009/06/01/kavitadan-53/

 3. “બંધ” ક્યારે બંધ થશે?!
  રજનીભાઇ જયારે આપણે સૌ આવા અસભ્ય , ગેરજવાબદાર , ભ્રષ્ટાચારી રાજકારણીઓને ચુંટણીમાં વોટ આપવાનું બંધ કરીશું અને સમાજ માટે યોગ્ય ઉમેદવાર ને વોટ આપીશું ત્યારે જ બંધની સમસ્યા દુર તો નહિ પણ કદાચ હળવી જો જરુર થશે . વધુ માટે જોગો રે કેમ્પેન માં જોડવું જોઈએ તેની લીંક
  http://www.jaagore.com/

 4. કોઇ ને કાંઈ ફરક નથી પડતો, તોય બંધ જાહેર થાય છે, કદાચ બંધ એટ્લે પ્રચલીત થયુ હશે કે હવે નેતાઓ જનતાને તો બહાર કાઢી નથી સકતી, જનતાને રેલી, સભાઓમા રસ નથી હવે, એટ્લે એમનો પરાણે સપોર્ત લેવા, એમને “પુરી” દેવામા આવે, બહાર ના નીકળો, તો અંદર મરો.. યુ નો.. 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s