ઐસા ભી હોતા હૈ !


સામાન્યત:  એવું બનતું હોય છે કે આપણે કોઇને (ઉધાર) પૈસા આપીયે એટલે એ દાનમાં આપતા હોઈએ એવું માનીને આપીયે … કેમકે દાનમાં આપેલું પાછું ન મળે ને?! પરંતુ અમુક લોકો અવળા જ હોય છે. જેમ કે અમે એટલે કે અમારી સોસાયટી.

વર્ષ 2005થી અમે પણ સૌની સાથે લોલમ લોલ કરીને ગણેશ ઉત્સવનું આયોજન કરીયે છીએ.

ગણેશ ઉત્સવ 2005

ગણેશ ઉત્સવ 2005

ગણેશ ઉત્સવ 2006

ગણેશ ઉત્સવ 2006

ગણેશ ઉત્સવ 2007

ગણેશ ઉત્સવ 2007

ગણેશ ઉત્સવ 2008

ગણેશ ઉત્સવ 2008

ગણેશ ઉત્સવ 2009

ગણેશ ઉત્સવ 2009

સોસાયટીમાં આવા અન્ય પણ પ્રસંગો કરતા હોઇએ છીએ પણ  ક્યારેય કોઇ પાસે ફાળો “ઉઘરાવવા” ગયા નથી યા તો જવું નથી પડ્યુ એમ પણ કહી શકાય. તેમજ કોઇપણ કન્ટ્રીબ્યુશન આપવા આવે તો એ 51થી માંડીને 11,000 સુધી આપે બટ સ્વેચ્છાએ! કદી કોઇને કોઇ રકમ માટે ફોર્સ કરવામાં આવતો નથી.

ગણેશ ઉત્સવની જ વધુ વાત કરીયે તો એ દરમ્યાન સુંદર-કાંડ હોય,  (જો મેઘરાજા આડોડાઇ ન કરે તો) દાંડિયા રાસ હોય .. બધા મજા જ કરે અને અમુક લોકોના રીલેટીવ્સ  આ જોઇને ખુશ થયા અને ( તારક મહેતાકા ઉલ્ટા ચશ્માનાં હેંગ ઑવરમાં) “ગોકુળ ધામ” નું બિરુદ પણ આપી દિધુ. (હું  એ જોતો નથી એટલે વધુ કંઇ ખબર નથી)

પોસ્ટની શરૂઆત કરી હતી એ અવળા લોકોની વાત હજુ ન આવીને?  ઑકે, એ વાત કરતા પહેલા ( પેલી એક સિરિયલ આવતીને – india’s most wanted એ  સ્ટાઇલમાં કહું  તો ) દેખલો ઇન દરીંદો કો.. સોરી સોરી …આઇ મીન દેખલો યે તસ્વીર ..ઇન્હી લોગોને લે લીયા,  એક મસ્ત ડિસીઝન..

કમીટી મેમ્બરાન- સબ કમીને

કમીટી મેમ્બરાન- હમ સબ કમીને

એ ડિસીઝન એવું હતું કે ગઈ સાલ અમુક રૂપિયા વધ્યા હતા, ફરી આ સાલ પણ એવું જ થયું ! એટલે  સર્વાનુમતે નક્કી કર્યુ કે તેરા તુજકો અર્પણ કરીએ. મજાની વાત એ છે કે જનરલી ફાળો ઉઘરાવવા વાળા જીદ કરતા હોય છે કે આટલા તો આપો જ અને દેવા વાળા – આનાથી વધુ નહી આપી શકું ની રકઝક થતી હોય છે જ્યારે અહીં  “દાનવીરો” ના પાડતા હતા કે રાખો ને!

Advertisements

3 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

3 responses to “ઐસા ભી હોતા હૈ !

 1. Congratulation..આ ખરા અર્થ્માં સમાજ્પુરુષોનું વર્તન છે દર્શન છે સંસ્કૄતમાં – સમઃ નામ પશુનાં સંઘ-તેવી વ્યાખ્યા સમાજની છે અર્થાત પશુનું ટોળું પણ- અકારો વાસુદેવસ્યાત-‘અ’કાર ઉમેરાતા સમજણ ઉમેરાતાં ઘણું નવસર્જન શક્ય છે..ઉત્તમ ઉદાહરણ ! મારે લખવું પડેલું.

  આપ્તજનની ચિંતા કેવળ આજ છે
  કેમ પાછળ આપણો સમાજ છે !

  સાવ જૂના જર્જરિત રિવાજ છે
  તોય કેવો ભારેખમ મિજાજ છે

  સૌઅ સમસ્યા અણસમજ અગ્નાનની
  જ્યોત સમજણની જલે સમાજ છે

 2. dilip mehta

  dear rajnibhai
  aje kadach prathamvar blog ni safar kari .. maja avi!!!congrats!looking forward to more entertainment, encounters,and encouragements!!

 3. યોગેશ કવીશ્વર

  રજનીભાઇ,
  આપ સૌરાષ્ટ્રના છો તે જાણી આનંદ થયો. હુ ગાંધીધામ આજકાલ માં ફરજ બજાવું છું. મળશો તો આનંદ થશે.
  -યોગેશ કવીશ્વર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s