ગણતંત્ર દિવસની શુભેચ્છા … ભૂકંપની સંવેદના


ગણતંત્ર દિવસની શુભેચ્છા

ફોટો સોર્સ – in.com

ભૂકંપની સંવેદના

અમુક ધટના-દુર્ઘટના એવી રીતે જીવનમાં સાથે વણાયેલી હોય છે કે એક પણ ને અલગ તારવી શકાતી નથી. આ તારીખ આવતા ફરી બધુ નજરે તરવા માંડે  કે . . .

* કરોડપતિ પણ કેવા રોડ પર બધા સાથે (રીતસરના) રોડ પર આવી ગયા હતાં?

* એ સમયે રાત્રે ચોરના નામની બુમો પડતી અને અમે  બધા પુરૂષો જે હાથમાં આવ્યુ એ એ લઈને ભાગતા.. સાથે જયશ્રી પણ થડકી જતી, બે વરસને બે  મહિનાનો કસક પણ ઊઠી જતો, ક્યારેક રાત્રે 2વાગ્યે  છાશ માંગતો,  તો બધા હસતા અને કહેતા, ” સાચો કાઠીયાવાડી ભાઈ ! “

* જનરલી અમારે ચેકથી જ પેમેન્ટ આવતું હોય પણ 25 જાન્યુની સાંજે  મને એક પાર્ટીએ 25000 કેશ અને એક પાર્ટીએ 2000નો ચેક આપ્યો. મારી આદત મુજબ એ તેમજ (ચેકના ભરોસે) ખીસ્સા ખાલી કરીને 28,500 બીજે ચૂકવી દીધા, જ્યારે કે એણે ખુદે પણ કહ્યુ કે તમારે 2-3 તારીખે આપવાના થાય છે, પણ મે કીધુ કે  છે તો લઈ લો કલ હો ના હો !

* બીજે દિવસે ભૂકંપ આવ્યો, મારા ખીસ્સામાં પૂરા સો રૂપિયા પણ નહી! જયશ્રીએ એની બચતનાં 14000 મને ધરી દીધા અને એ પૈસાના જોરે જુના મોબાઈલ-સીમ કાર્ડ – રીચાર્જ કુપન વગેરે લઈને જીવવાનું શરૂ કર્યુ!

* થોડા દિવસો બાદ રોડ વગેરે ચાલુ થઈ ગયા એટલે અમે લોકો મોરબી ગયા, એ બન્નેને મૂકી, 4-5 દિવસ બાદ હું એકલો ગાંધીધામ આવ્યો. કોઇ શરમ-સંકોચ જેવું હતું નહી, ગમે ત્યાં ખાઈ લેવાનું ગમે ત્યાં સુઈ જવાનું, પોતાનું મકાન તો “ગયું” હતું, ચેતન ભટ્ટના મકાનમાં સામાન રાખ્યો હતો, એ ગાંધીનગર શીફ્ટ થયો હતો. ભાડાનાં મકાન માટે દિવસમાં 10-12 મકાન જોતો કે જેથી પરિવારને બોલાવી શકું.

* આજે આટલા (નવ) વરસો બાદ બધા સ્થળની જેમ કંડલા-ગાંધીધામ-અંજારનું નવસર્જન થઈ ચુક્યુ છે, જે લોકો બિલ્ડર હતા તેઓ આજે બિલ્ડર નથી રહ્યા અને જેઓ ન હતા,  એ થઈ ગયા છે.

આવી તો કેટલીયે વાતો છે પણ જે લોકોનાં સ્વજનોના મૃત્યુ થયા હતા, જેમના પાસે ઘરવખરીમાં ચમચી પણ બચી ન હતી એ લોકોની વ્યથા સાંભળી/જાણી દિલ દ્રવી ઊઠતું.

#   26-01-2009ની પોસ્ટ #

Advertisements

7 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના

7 responses to “ગણતંત્ર દિવસની શુભેચ્છા … ભૂકંપની સંવેદના

 1. ખજિત

  [audio src="http://rapidshare.com/files/112247701/Swami_Vivekananda_-_0002.mp3" /]
  /DOWN]

 2. ખજિત

  nice post.

  ગણતંત્ર દિવસને આપને પણ શુભેચ્છા.

  શિકાગોમાં ભારત વિષે સ્વામી વિવેકાનંદજી એ આપેલુ પ્રવચન

 3. પ્રજાસત્તાક દિવસે કુદરતે સટ્ટાક દઈને મારેલી આ ઝાપટ જલ્દી ભૂલાય એમ નથી..

 4. ક્યારેક રાત્રે 2વાગ્યે છાશ માંગતો, તો બધા હસતા અને કહેતા, ” સાચો કાઠીયાવાડી ભાઈ ! “

  આવા કાઠીયાવાડી અને કચ્છી મિજાજને કારણે જ કચ્છડો બારેમાસ કહેવાતો હશેને !

 5. 26મી જાન્યુઆરીની એ કુદરતી આપદાને શબ્દોમાં બાંધવી મૂશ્કેલ છે. ઘણી બધી લાગણીસભર યાદો આ બનાવની મારા મગજમાં પણ છે. 27મી ના રોજ અમદાવાદમાં મેં અમારા વિસ્તારમાં 1965ના યુધ્ધ વખતના જે સીન મેં ટીવીમાં જોયા હતા એવા સીન મારી નજર સામે જોયા હતા. લોકોએ મન મૂકીને કચ્છ માટે સહાય કરી હતી. અમુક ખંધા લોકો માણસાઇ ભૂલ્યા હતા બાકી મોટા ભાગે અમે જ્યાં પણ ગયા હતા મદદ માટે ત્યાં લોકોએ દિલ ખોલીને મદદ કરી હતી.
  ભૂકંપના થોડા સમય બાદ મારે કચ્છ આવવાનું થયું હતું અને એ સમયે પણ આખા ને આખા ગામો ભૂકંપમાં સાફ થઇ ગયેલા મેં જોયા. હ્રદય દ્રવી ઉઠ્યું એ જોઇને. આપણે ખાલી અનુકંપા રાખી શકીએ પણ જેના ઉપર વીતી હશે એનું મન જ જાણતું હોય છે. કચ્છ જો કે ફરી બેઠું થઇ ગયું છે અને એ વાતનું આપણે ગૌરવ લેવું રહ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s