સોય સાથે સંકળાયેલ (વહેમી) વાત


આવી મોંઘવારીમાં પણ કાલે રાત્રે આઠ વાગ્યે  અમે આખુ ખાનદાન ગાંધીધામની બજારમાં (કે જે વચલી લાઇન તરીકે ઓળખાય છે, ત્યાં)  “મોટી ખરીદી” કરવાના શુભ-આશયથી કુદી પડ્યું! અને એ  ખરીદી એટલે સોયનું શોપીંગ !

You can be on top of a mountain but You cant be on top of a NEEDLE !

સૌ પ્રથમ  એક રેકડી વાળાને ન્યાલ કરવાના ઇરાદાથી પુછ્યું કે સોય છે ? તો કહે હા, પણ આપીશ નહીં!

અમે – કેમ ?

જવાબ – દિ’ આથમ્યા બાદ નથી આપતા!

બીજે ક્યાં મળશે ? તો કહે ” …પણ કોઇ નહીં આપે!”

એની (મફતની) સલાહ/સૂચનને અવગણીને અમે અન્ય જગ્યાએ ગયા… જેમાં નાની લારીથી માંડીને  દુકાન માં ફરી વળ્યા પણ બધા એક જ (જાણે ગોખેલો) જવાબ આપતા –  છે, પણ આપશું નહી  અને બીજા કોઇપણ આપશે નહીં !

કંટાળીને જયશ્રી કહે આવું કેમ ? તો મેં કહ્યું  મારા પાસે આધાર તો નથી પણ એક અનુમાન લગાવી શકું કે પહેલાનાં જમાનામાં લાઇટ હતી નહી એટલે જો  સોય આપતા પડી જાય અને  કોઇને લાગી જાય એવી દૂરંદેશી હોવી જોઇએ પણ અત્યારે સુરજ જેટલી રોશની વચ્ચે ય આપણે લોકો ” આગુ સે ચલી આતી હૈ ”  ના વારસદારો વિચારવા શક્તિમાન નથી !

તો જયશ્રી કહે કે આમ તો  તમે ગાંધીધામનાં ગુણગાન ગાવામાંથી  ઊંચા નથી આવતા કે સાવ નાનકડા ગાંધીધામમાં સંકલ્પ, ડૉમીનો, અંકલ સેમ અને યુ.એસ. પીત્ઝા સાથે સાથે 3-4 કેક-કૉફી શોપ અને  3ડઝનથી વધુ બેંક ….. પણ વહેમમાં ? ?

મેં (બચાવમાં) કીધુ કે સાચુ જ છે ને એમાંયે પાછળ છે  બોલ ?! ?

(નોંધ – મહે. કરીને ઉપર ગણાવ્યા એ નામ કોઇ માપદંડ તરીકે ન જોવા )

-x-x-x-x-x-x-x-

સોય સોંસરવા નીકળવું કે એવો કોઇક રૂઢીપ્રયોગ છે એનો અર્થ શોધવા ભગવદ્ગોમંડલ માં તપાસ આદરી, એ અર્થ તો ન મળ્યો પણ બાકીની બે કહેવત મળી જે અમૃત બિંદુમાં ઊતારી છે તેમજ સોયની શોધ અંગે આ વાત ત્યાં વાંચી કે સૂઈ એટલે સીવવાવું પાતળી સળી જેવું દોરા નાંખવાના નાકાવાળું ઓજાર; સીવવાનું નાકાવાળું, પાતળું અણીદાર સાધન. સીવવાની સોયની શોધ સૌથી પહેલાં હિંદુસ્તાનમાં થઈ હતી. આજથી ૨૭૦૦ વર્ષ પહેલા જે શોધાઈ હતી; તે સોય હાડકામાંથી બનાવવામાં આવી હતી. લોહચુંબકવાળી સોયનો વપરાશ સાધન તરીકે ઉપયોગ ૩,૦૦૦ વર્ષથી થાય છે એમ કહેવાય છે. અને એ પરથી એક વધુ વાત શે’ર કરૂ કે અહિં ગાંધીધામમાં પણ સોયની મોટી ફેકટરી છે. પહેલા JARK NEEDLE નામ હતું , હવે જર્મની સાથે જોડાણ કરીને બની ગઈ છે  SCHMETZ,  અહીં સોય બનીને જર્મની એક્સ્પોર્ટ થાય અને પછી ત્યાંથી દૂનિયામાં ડિસ્ટ્રીબ્યુટ થાય.

~ અમૃત બિંદુ ~

૧. સોય આપીને કોશ લેવી = ઠામ લઈને ઠીકરું આપવું; નાનું આપીને મોટું પડાવવું.

૨. સોય પાછળ દોરો = એકને આધારે બીજાએ પાછળ પાછળ ચાલવું તે

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under રમૂજ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા

5 responses to “સોય સાથે સંકળાયેલ (વહેમી) વાત

  1. ગાંધીધામ પીઝા ખાવા આવવું પડશે હવે.. 😉

  2. ‘શૂળીનો ઘા સોયથી સરવો’ કહેવતનું બાર ગાઉએ બોલી બદલે મુજબ રૂપાંતર ‘સોય સોંસરવા નીકળવું’ હોવાની શક્યતા ખરી.

    છે, પણ આપશું નહી અને બીજા કોઇપણ આપશે નહીં

    હું તો આને ધંધાના સચોટ મૂલ્યો કઃહીશ. ગાંધીધામના ખેડૂતો પણ આ જ મિજાજના હશે ને ! તો તમારે BT બ્રિંજલ કે કોઈ GM આહાર નહિ આરોગવો પડે. લ્હેર કરો !

  3. આ બાબત મુંબઈવાળાઓનું કહેવું પડે! રાત્રે ૧૧-૧૨ વાગ્યે પણ લોકલ ટ્રેનમાં ૨૫-૩૦ સૌય અને સોયમાં દોરો પરોવવાનું સાધન ૧૦ રૂપિયામાં મળે!

  4. ..અરે રજનીભાઈ,

    મારા કાકા તેમની દૂકાને સોય રાખે છે (દરજીને જરૂરી બધા સામાનની દૂકાન છે) કેટલીક વખત એવું બને છે કે દૂકાન બંધ કર્યા પછી કેટલાક દરજી ઘરે આવીને સામાન લઈ જાય છે ત્યારે સોય પણ માગે છે તો તે વિના સંકોચે સોય આપી પણ દે છે. દિ’ ઠઢ્યા પછી ને કેટલીક વાર સિઝનમાં રાત્રે પણ કેટલાક દરજી દૂકાન ખોલાવે છે. મારા કાકા બિન્દાસ તેમને રાત્રે પણ સોય આપી દેતા હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s