Tag Archives: Customer

દાક્તરને (કડવી) દવાનો ડોઝ અને ઇન્જેક્શન આલો


ભાગ્યમાં ના માનનારા પણ એટલું તો માની જ લ્યે કે સારા નસીબવાળાને જ સારા ડૉ મળે. મને અંગત રીતે તો બે બનાવ બાદ કરતા હંમેશા સારા ડૉ. જ મળ્યા છે ( જો કે જે મેં બે બનાવો બાદ કરવાનું કહ્યું એ કદી બાદ ના થઇ શકે એટલા દુઃખદ છે)

ખેર એ તો થઇ વર્ષો પહેલાની મારી  વાત, પણ વહેલી સવારે ૪ વાગ્યે મારા પડોશી મિત્રનાં પત્નીનો  ફોન આવ્યો કે એમના પતિને ચેસ્ટ પેઈન થાય છે અને કલાકથી હેરાન થાય છે, પણ હવે વધુ પડતો દુઃખાવો થતો હોવાથી હવે હોસ્પિટલ લઇ જવા છે.

અમારા એરિયામાં, અમારા ઘરની આજુબાજુમાં ત્રણ હોસ્પિટલ્સ છે જેમાંની એક ડૉ.બબિતા અગરિયાની (MD) હોસ્પિટલ છે અને મારા મિત્ર તેમજ એમના અન્ય રીલેટીવ્સ પણ અક્સર એમની જ ટ્રીટમેન્ટ લેતા હોય છે. ત્યાં ગયા, અને સ્ટાફને કહ્યું કે આવી રીતે પેઈન છે ડૉ ને બોલાવો તેમ જ ફલાણી વ્યક્તિ છે એમ કહેજો…. સ્ટાફનો માણસ મોબાઈલ લઇ બાજુના રૂમમાં ગયો, અને પાછો આવીને  કહે કે ડૉ કહે છે આ પેશન્ટને સહ્યાદ્રી માં લઇ જાઓ, અમે એમને કહ્યું કે ડૉ. ને નામ આપો યા તો અમને નમ્બર આપો અમારે એમણે કહેવું છે “અહી આજુબાજુમાં ત્રણ-ત્રણ હોસ્પિટલહોવા છતાં પણ ‘લાઇફ્લાઇન’ કે ‘સહ્યાદ્રી’ માં ના લઇ જતાં અહી જ એટલે આવ્યા કે તમારા પાસેથી રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવી છીએ અને તમને આ ભાઈ વિશે પણ ખ્યાલ છે.” તો પણ સ્ટાફનો માણસ અમને ડરાવવા કહે, “તમે આ બધી લપ અત્યારે ના કરો પેલી હોસ્પિટલમાં લઇ જાવ, પછી તમારે જે કહેવું કે કરવું હોય તે સવારે આવીને કહેજો/કરજો” ! ! !

ત્યારે તો અમારે ત્યાંથી જવું પડે એમ જ હતું એટલે જતાં રહ્યાં પણ હદ છે યાર! કોઈ લાજ-શરમ જેવી ચીજ જ નહિ? કદાચ બક્ષી કે કોઈના લેખમાં વાંચ્યું હતું  એ સાચું જ છે જેમાં એમણે એમના સંબંધીનાં યુવાનને ટાંકીને લખ્યું હતું – “અંકલ! માત્ર પાંચ હજારનો જ ખર્ચો થાય, આવા ડૉ નાં ટાંગા ભંગાવવાના.” આપણે પણ અવાર-નવાર છાપામાં વાંચતા જ હોઈએ છીએ કે ડૉ ને માર પડ્યો. તો બરાબર જ છે, સામાન્ય રીતે દરેક દર્દી આમને ભગવાન ગણતા હોય છે અને આ લોકો તો કસાઈની જેમ નિર્લેપભાવે આપણા ખિસ્સા, ગળા કાપવામાં તૈયાર જ બેઠા હોય તો યે ચલાવી લઈએ પછી ક્યારેક તો કોઈ માણસ મગજ ગુમાવે ને?

આમ પણ મેં નોંધ્યું છે કે ડૉ., વકીલ, રાજકારણી, મીડિયા, પોલીસ તેમજ શિક્ષણ વિભાગ સાંથે સંકળાયેલ વ્યક્તિ જ્યારે પણ પોતાના  ફિલ્ડમાં આવે ત્યારે પોતાની સંવેદના તો ઠીક માણસાઈ પણ જવા દ્યો પણ પોતાની કાયદેસરની ફરજ પણ ફિક્સ ડીપોઝીટ વોલ્ટ માં મૂકી ને આવતા હોવા જોઈએ!

એ તો સારું થયું કે અમારા મિત્રને એમના અને અમારા બધાનાં અનુમાન મુજબ ગેસ ટ્રબલ જ હતી અને રાહત પણ થઇ પરંતુ ત્યારપછી અમારા વચ્ચે ચર્ચા થઇ એમાં –

૧ = કદાચ ડૉ.એટલે ના આવ્યા હોય કે એમને એમ હોય કે આ હાર્ટએટેક કેસ હોય અને કદાચ ટ્રીટમેન્ટ બે-અસર રહે અને મારા માથે કાલી ટીલી લાગે તો?

મારી દલીલ = જો એમ હોય તો પણ એમની સૌ પ્રથમ ફરજ છે કે કમ સે કમ પોતાના ઘરમાંથી નીચે ઊતરે, પેશન્ટને તપાસે, પ્રાથમિક સારવાર આપે અને પછી બીજે રવાના કરે.

૨ = ડૉ. ડરી ગયા હશે કે પેશન્ટને તપાસ તો કરીયે અને મારા પર બધું આવી જાય તો?

મારી દલીલ = તો પણ ખોટું જ છે, ઇલેક્ટ્રિક રીલેટેડ તમે ગમે એવા શીખાઉને બોલાવો અને એનો પન્નો ટૂંકો પડતો હોય તો  પણ એ ખાલી સ્વિચ ઓન કે ઓફ કરવામાં ડરે તો એની વિદ્યા શું કામની?

 

~ અમૃતબિંદુ ~

“મને નાનપણથી જ સુથારીનો બહુ શોખ છે. વખત મળે કે લાકડું લઇ હું ઘડવા બેસું અને જેવા ઘાટ ઘડવા હોય તેવા ઘડી શકું છું. એમાં મારાં આંખ ને હાથ એવા કેળવાઈ ગયા છે કે જે બનાવવું હોય તે સહેજે બનાવી શકું છું. આ શક્તિ હું ‘સર્જરી’ શીખવા ગયો ત્યારે મને ખૂબ જ કામ લાગી. લાકડા જેવી સખ્ત વસ્તુમાંથી જોઈએ તેવું હું ઘડી શકું, એટલે પછી શરીરના વાઢકાપનું તો શું પૂછવું?”

^

મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ગાંધી-ગંગા’(ભાગ-૨) માં શંકર બેંકરે એક આંખ સાચી અને એક આંખ ખોટી વાળા ડૉ કર્નલ મેડોક એ ૧૯૨૪માં ગાંધીજીનું એપેન્ડીસાઈટીસનું ઓપરેશન કરેલું એ પ્રસંગ

2 ટિપ્પણીઓ

Filed under સંવેદના, સમાજ, Medical, Uncategorized

SMS = શિંદેને ‘મારો’ સંદેશ !


આપણે ત્યાં અક્કલ વેંચીને કે નાગાઈમાં Phd કરીને રાજકારણમાં આવનારની સંખ્યા કેટલી? એ નોંધવા જઈએ તો જિંદગી પૂરી થઇ જાય! છતાંપણ અમુક નામ રટીએ તો – લાલુપ્રસાદ, મુલાયમસિંહ, રાહુલ ગાંધી, કેશુ બાપ્પા, શરદ યાદવ, સુશીલ શિંદે, બેની પ્રસાદ & મેની મોર…… 😉

આપણે ત્યાં આમ પણ ગ્રાહક કે આમ આદમીની મરજી કે હક્ક  જેવી કોઈ ચીજ છે નહિ. મન પડે ત્યારે, મન પડે એ અને મન પડે એવા એવા ફતવા બહાર પડતા રહેતા હોય છે, એમાં અત્યારે તો માત્ર ‘મેસેજ’નું મુદ્દો જ પકડીએ અને એકસાથે મનમાં આવતા ઘણા બધા વિચારોનું વ્યવસ્થિત સંકલન તો નહિ પણ એમ જ રેન્ડમ તુક્કાઓ વેરું તો-

SMS , customer care & Mobile મારો પ્રિય સબ્જેક્ટ હોય એમ એ કેમ હું વારંવાર એને ઊઠાવું છું? આ પહેલા પણ આ વિશેની પોસ્ટ્સ –

https://rajniagravat.wordpress.com/tag/sms/

https://rajniagravat.wordpress.com/tag/mobile/

https://rajniagravat.wordpress.com/tag/customer/

પહેલા TRAI  ૫૦૦ અન લિમીટેડમાંથી ૧૦૦ લિમીટેડ મેસેજ કરાવે, સેલ્યુલર કંપનીઓ મેસેજ સંખ્યા કાપવામાં એનો અમલ કરે પણ એના માટે જે ચાર્જ વસૂલવામાં આવે છે એમાં કોઈ ફેરફાર નહિ! …… એમ તો ૧૦૦ના ૨૦૦ થયા એવું સાંભળ્યું હતું પરંતુ શાયદ આ મોબાઈલ કું. વાળા આવી વાતોથી બેખબર હોય શકે!

આ ડીંડવાણું ચાલ્યું અને કોઈ ઉહાપોહ ન થયો ત્યાં ભાદરવાના ભીંડાની જેમ શિંદે ‘સાયબ’ ખુરશી પર ચડી ગયા અને સાથે સાથે જે અફડાતફડી થઇ એમાં ‘અફવા’ માટે SMSને બકરી ઈદ ન હોવા છતાં પણ બલિનો બકરો બનાવી દેવામાં સફળ (!) થયા, અને દે દામોદર દાળમાં પાણીના અન્વયે લિમીટેડ SMSમાંથી હજુ લિમીટેડ (!!!!!) નું એલાન જારી કરી દેવામાં આવ્યું અને મોબાઈલ વાળા બિચારા ચિઠ્ઠીના ચાકર, એમણે ફટાફટ અમલ પણ કરવો પડેને?

જોવાનું એ છે કે આવી બધી પાબંધી કે ટેકનોલોજી પરની નશબંધી ઉપ્સ નશાબંધીનો વિરોધ કેમ ન થયો? ઘણાબધા કારણોમાં આ પણ હોય/છે-

૧ – આપણે વિરોધ કરતા શીખ્યા નથી, યા તો એને અપનાવી લઈએ જેમ પેટ્રોલ વગેરેનો ભાવ વધારો, યા તો પાછલા દરવાજેથી સોલ્યુશન !

૨ – એટલો ઉપયોગ લોકો નહિ કરતા હોય, જેટલો  સરકાર અને સમાજ સમજે છે.

આવા હાસ્યાસ્પદ અને ઘેલાસફ્ફા ફતવારૂપી નિયમોથી સમસ્યાનો ઉકેલ આવે એવું અકક્લમઠા સિવાય કોઈ કદાચ વિચારી પણ નહિ શકતું હોય.

અમેરીકામાં  9/11 વખતે જો આપણા સુશીલકુમાર જેવા અડબુથ્લ હોત તો એક ફ્લાઈટમાં નો મોર ધેન ફાઈવનો આદેશ આપી દેત ને?

અને જે લોકોએ ઉંબાડીયા કરવા જ છે એ શું માત્ર SMS પર જ ડીપેન્ડ રહે?

આ રીતે SMS  અને આપણને ‘બાન’માં ૧૫ દિવસ રાખ્યા બાદ બધું જ સમુસુતરું પાર ઉતરી જશે?

એમ તો હંમેશની જેમ પાકિસ્તાનનો હાથ (પંજો) છે એવી વાતો વહે છે તો શું આપણા shoeશીલ(!)  હવે આપણા એ ‘નાનાભાઈ; ને સમજાવી શકશે કે બેટા, અચ્છે બચ્ચે ઐસા નહિ કરતે!

~ અમૃતબિંદુ ~

મોબાઈલ ધારક એમ કહી શકે:

SMS(send-rcv કરવા)(મોબાઈલના) જન્મથી જ, જન્મસિધ્ધ અધિકાર છે!

2 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, Nation, politics, social networking sites

Recession માં Recess


આમ તો આ પોસ્ટ લખવાનો કિડો દિવાળીની વાત નો સળવળતો હતો પરંતુ આળસના કારણે રહી જતું હતું પરંતુ દિવ-દિવાળી આવતા ફરી એ સળવળવા મંડ્યો.

* દેવ-દિવાળી પર કસકને ફટાકડા લેવાની મરજી થઈ, અમે લોકોએ એને ઘરેથી જ માત્ર 200-300ની જ બજેટલાઇન સમજાવીને લઈ ગયા હતાં પરંતુ તો પણ એણે આંકડો 700 પર પહોંચાડી દીધો! અને ફટાકડા લેવા વાળાને ત્યાં રીતસરની પડાપડી થતી હતી.

* ત્યારબાદ બિજા દિવસે મારી પત્નિને સોનાના દાગીનાના (જુનું દઈ નવું લેવાનાં) કોડ જાગ્યા, જેમાં ટોટલ આંકડો પહોચ્યો 1,32,000 અને મારે ડિફરન્સનાં 28,000 દેવાના થતાં હતાં પણ કેટલીયે રકઝકનાં અંતે 25,000નો ચાંદલો તો કરવો જ પડયો. ત્યાં પણ લોકોની ભીડ એટલી હતીકે નવા આવનાર ગ્રાહકને કમ સે કમ 40-45મિનિટના ઇન્તઝારની ટનલમાંથી પસાર થવું પડતું, શો-રૂમ વાળા સામેથી કહેતા કે ભલે બજારમાં કંઇ કામ હોય તો પતાવી આવો!

હવે થોડા ફ્લેશબેકમાં

* દિવાળીના 8-10 દિવસ પહેલા એક મિત્રએ એકટીવા અને એક મિત્રએ મારૂતિ-અલ્ટો બુક કરાવ્યા, પણ એ લોકોને આ લખું છું ત્યાં સુધી ડિલીવરી મળી નથી! (આ બન્ને કેસ લોન વાળા નહી પણ કેશ વાળા છે) દિવાળી પર મારૂતિ શો-રૂમમાં અલ્ટો તો ઠીક versa સિવાય પણ એક પણ મોડેલ હાજર ન હતું ! બધા ચપોચપ ખતમ!

* દિવાળી પહેલા કસકના કપડા લેવા ગયા હતા ત્યારે પણ ત્રણ-ત્રણ શો રૂમમાંથી તો પાછા આવવું પડયું હતું , સાંજના 6-7 ના ટાઇમે પણ એ લોકો કહેતા હતા કે કાલે આવો..આજે મેળ નહી પડે!

*દર દિવાળીની રાત્રે અમારી સોસાયટીમાં બધા મળીને ફટાકડા ફોડતા હોઈએ છીએ, એમાં અમે 6-7 ઘરના જ ગણાવું તો 2લાખનો ધુમાડો કરીયે છીએ…. જો કે આ વખતે અમે થોડા બચી ગયા હતા અને છુટક ફટકડામાં અત્યાર સુધી 1,200 માં જ પતી ગયું છે કેમ કે કસકભાઈ એના મામાને ત્યાં ગયા હતાં , આવીને કહેતો હતો કે પપ્પા અમે છે ને હે 55,000ના ફટાકડા ફોડ્યા! ! !

* આટલા બધા નમુના આપવા પાછળનો એ મુદ્દો છે કે આમાં મંદિ ક્યાં છે? તો યે જે ને જુવો એ ગાણું ગાય કે યાર ધંધો નથી, પબ્લીક દિખાઈ નહી દેતી! મંદી બહોત હૈ! મને તો લાગે છે કે તહેવારો વખતે રીસેશનને પણ રીસેસ/વેકેશન હોતું હશે!

(મિઠાઈનો મુદ્દો જાણી જોઇએને નથી લખ્યો.)

6 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

ઇમાનદારી


સંદેશ અને દેશ-ગુજરાત માં અનુક્રમે સમાચાર છે કે

ધનતેરસે ધનવર્ષા થઈ છતાં ઇમાનદાર ખાતેદારે બેંકને 59.30 કરોડ પાછા આપ્યા !

અને

Honest carpenter returns Rs 59.30 crore in Gujarat

આના જેવા જ એક  કિસ્સામાં  પહેલા ઓરકુટ પર 03 સપ્ટેમ્બરે એક પોસ્ટ મૂકેલી કે
છબરડો ( પણ ) છાપાનો નહીં દલા તરવાડીની વાર્તા યાદ આવે એવો એક કિસ્સો ……

એક્સીસ બેંક-રાજકોટમાં (બેંકની ભૂલથી) એક ભાઇના ખાતામાં 3.25 કરોડ ટ્રાન્સફર થયા અને એ ભલા-ભોળા ભાઈને પૈસા ઉપાડવા(!)માં બેંકે ગ્રાહક ભગવાન છે ની રૂએ મદદ પણ કરી!
આ “ગુજરાત સમાચાર” ની હાર્ડ (કે પ્રિન્ટ) કોપિમાં વાંચ્યા, મને લિન્ક ખબર નથી
(ઉપસંહાર – ખાતું ખોલાવવું હોય તો બસ એક્સીસ બેંકમાં જ. કબ ખુદા છપ્પર ફાડકે દે દે!)
હા, તો એ સમયે દલા તરવાડીની યાદ આવી હતી અને આ વખતે પણ પેલો જુનો ટૂચકો યાદ આવી ગયો જેમાં એક કાકા પાણીમાં પડેલા બાળકને બચાવે છે અને એના સમારંભમાં એ “સ્પીચ” આપે છે કે મને ધક્કો કોણે માર્યો?! આ કિસ્સામાં પણ   કંઇક એવું થયું હોય એવું ન બને ? કેમ કે જુવો સંદેશમાં  આમ લખેલ છે કે
આટલી મોટી રકમ ખાતામાં જમા થઇ હોવાનું જોઇને આંતરરાષ્ટ્રીય હવાલાના નાણાંની આશંકા થતાં જુગલકિશોરે તેમના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રને આ વાતની જાણ કરી હતી.

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ

Short_Sweet-iv


જ્યારે કંઇ ન સુઝે ત્યારે આપણા અને અન્યના વન  લાઈનર, શે’ર-શાયરી, જોક્સ કે ફોર્વર્ડેડ SMS/email ક્યાંય પણ થી અને કોઇપણ ગતકડાંથી પોસ્ટ બનાવી શકાય. . . .

(SMS)

# હું શ્રેષ્ઠ પસંદ કરી શકતો નથી, શ્રેષ્ઠ મને પસંદ કરે  છે = ટાગોર

# ખાલી ખીસ્સાનો સૌથી વધુ “ભાર” લાગે છે! ( SMSનો ભાવાનુવાદ )

#  Customer is the King  &  The King never Bargains!

#

Japanese Proverb

If one can do it, U too can do it

If none can do it,   U must do it

Indian Version

If one can do it, Let him do it

If none can do it,   Leave it ! !

Love is Beautiful, wonderful and amazing. You feel its the best thing in the world

until

it happens to your Son or Daughter = W.Shakespear

મૌલિક

# (કહેવાતા) જાણકાર લોકો નફટ્ટાઈ અને બેજવાદારીભર્યા નિવેદનો, વિધાનોને હ્યુમર, વિદ્વતા. કટાક્ષમાં ખપાવવાનો પ્રયાસ કરતા હોય છે.

ભૂલ કરે એ મૂર્ખ, પરંતુ ભૂલથી પણ ભૂલ ન કરે એને મહામૂર્ખ ગણીને એના પર કરૂણા કરવી ( એવું કોઇ શાસ્ત્રમાં લખ્યું નથી, પણ લખવું જોઇએ)

જેમ જેમ બીજાઓ પર નો વિશ્વાસ તુટતો/ઘટતો જાય તેમ તેમ આત્મવિશ્વાસ વધતો જાય.

સત્ય એ છે કે સત્ય કોઇને ગમતું નથી

ભણતર માટે પૈસા જરૂરી છે પણ પૈસા માટે ભણતર જરૂરી છે?

ઇધર -ઉધર સે

Common Sense is not so common! (Friend’s Yahoo Status)

Dont judge d book by its cover!!! (Some1’s Orkut Profile)

# એડમંડ રોસ્ટેન્ડનો હીરો સીરેનો દ’ બુર્ઝરાક કહેતો : હું ઊભો છું, બહું ઊંચો નહીં…. પણ એકલો ! .. પેરેસાઇટ (ચમચો) થવા માટે હું બહું અભિમાની છું.. (બક્ષીનામા – પ્રકરણ – 6)

વહી ગયેલ કથાનો સાર – ;)

https://rajniagravat.wordpress.com/2009/06/18/short-sweet-i/

https://rajniagravat.wordpress.com/2009/06/18/short-sweet-ii/

https://rajniagravat.wordpress.com/2009/07/15/short_sweet-iii/

2 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

Customer Care = Who Cares?


મનસુખ  મારફાડિયો = અગર કોઇ એમ માનતું હોય કે આપણો કેસ,  ફાઇલ યા આખેઆખો માણસ ( “ઓફિસ-ઓફિસ” ની જેમ ) સરકારી કચેરીમાં જ ખોવાય જાય તો એ પામર મનુષ્ય દયા/અનુકંપાને પાત્ર છે.

જેન્તી ઝનુની = તારી આ જ તકલીફ છે, કોઇ (‘શોલે’ જેવા) સિક્કાની સારી બાજુ જોતો જ નથી અને જામી પડવા માટે તૈયાર જ હો, તું વિચાર કે સરકારી સ્ટાફની જેમ એ લોકો તમારા સાથે વર્તે છે? કેવી સરસ સરસ રીતે સુંદર કન્યાઓ આપણા સાથે ફોનમાં અને રૂબરૂમાં હસીને વાત કરે?  આવી કદી કોઇએ કરી છે?

મનસુખ મારફાડિયો = હા યાર જેન્તીયા તારી ઈ વાત તો હાચી, એવું અત્યારની વાત તો જવાદે પણ તારી ભાભીને જોવા ગયો તો ને ત્યારે ય એણે મારી સામે હસવાનું કે દાંત કાઢવાની બદલે દાંતિયા જ કર્યા હતા. એ મને હજુયે યાદ છે અને મને એ પણ યાદ છે કે આપણે વાત બીજી કરતા હતા એટલે તું વાત ને આડેપાટે  ન ચડાવ.

જેન્તી ઝનુની = હા બોલ ને ભાઈ તું તો વાંધા-વચકા વિમા કંપનીનો એજન્ટ છો ને?  એટલે તને બધું આવુ જ દેખાશે મને એ કહે કે તને સરકારીની સાથે સાથે ખાંડ-ઘી કંપની સાથે ક્યાં વાંકુ પડ્યુ?

મનસુખ મારફાડિયો = પ્રાયવેટીકરણ (મસ્ત શબ્દ છે ને?) ના વાયરા વખતે સૌ ને એવો જ ભ્રમ હતો જેવો 1947 પહેલાના નાગરીકો ને હતો – કે આઝાદી આવવાથી શું નું શું  થશે ( અને શું નું શું થયુ? !)

જેન્તી ઝનુની = જો મનુડા વાત ને તું આડે પાટે ચડાવમાં,  મારી પાસે ટાઇમ નથી!

મનસુખ મારફાડિયો = હા, ચાલ ને કહું છું. સરકારીયા કર્મચારી  જે રીતે તોછડાઈ,ઉધ્ધતાઈ અને બેદરકારીથી ગોટે ચડાવતા એ ટ્રેન્ડ હવે બદલાયો છે. ફોન કે રૂબરૂ આપણે જઈએ એટલે સર, સર કહે અને આપણા જેવાને કોઇ સર તો કહેતું ન હોય એટલે ભૂલી જાય કે શેના માટે આવ્યા હયા કે ફોન કર્યો હતો?  !

જેન્તી ઝનુની = હં.

મનસુખ મારફાડિયો = જો એક-બે દાખલા આપું તો તમે ડી.ટી.એચ.,ટેલીફોન,ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ લ્યો ત્યારે લોકલ પ્રતિનિધિ કે ડિલર તમને સરસ રીતે ગાઇડ કરે પણ એ લીધા પછી જો એમાં વાંધો પડે (એટલે કે પડે જ ) તો એ ગાઇડ જ તમને મીસગાઈડ કરે કે અહિં ફોન કરો ને ત્યાં કરો… અને બને પાછું એવું કે કમ્પલેઈન  રજીસ્ટર કરાવા એમની અ’વાદ, મુંબઈ કે દિલ્હી  સ્થિત ઓફિસમાં જ કૉલ કરવો પડે અને જ્યારે તમને “પ્યાર”થી કમ્પલેઈન નોંધાવાનું કહે ત્યાં સુધીમાં તો દરેક જ્ગ્યાયે તમારી કરમ કહાણી કહી કહીને અભિમન્યુના સાત કોઠાઓ જેવી “કસ્ટમર કેર” ની માયાઝાળ વીંધીને એવો ડુચો થઈ ગયા હો કે તમે ખુદ એ કમ્પલેઈન ભૂલી જાવ અને લોચા વાળવા માંડો.

જેન્તી ઝનુની = તો બરાબર તો છે ને? એમ કંઇ મફતમાં “સેવા” મળે?

મનસુખ મારફાડિયો = તું મને દાઝ  ન દેવડાવ.

જેન્તી ઝનુની = નહિં તો તું શું કરી લેવાનો? પેલા કસ્ટમર કેર નું કંઇ ઉખાળી શક્યો?

મનસુખ મારફાડિયો = અરે યાર એમ નહીં.

જેન્તી ઝનુની = તો?

મનસુખ મારફાડિયો = મારું કહેવાનું છે કે એ લોકો એવા સીલી સવાલ કરે કે એવા સીલી સવાલ તો યાર પત્નીએ નથી કરતી.

જેન્તી ઝનુની = જોયું? પહેલીવાર ભાભી(ની બુધ્ધી) પર માન થયું ને ?

મનસુખ મારફાડિયો = સાંભળ તો ખરો..

જેન્તી ઝનુની = હા સંભળાવ.

મનસુખ મારફાડિયો = બધા દાખલા આપીશ તો શરમ શરમમાં આ પોસ્ટ વાંચે છે એ લોકોની સહન શક્તિની હદ આવી જશે એટલે  તાજો જ દાખલો કહું  –  ડી.ટી.એચ. રીસીવર બંધ થઈ જાય અને તમે કમ્પલેઈન માટે  લોકલ ડિલર થી માંડીને કંપની સુધી પહોંચો તો ડિટ્ટો નીચે આપેલ ક્રમમાં  જ સવાલ પુછે, જો કે હું તો એ ય 50% લખીશ….. (બ્લોગ રિડર – થેંક ગોડ !)

હેલ્લો..

બોલો સાહેબ..

અરે યાર  ટી.વી.માં કંઇ આવતું નથી, “નો સિગ્નલ”  બતાવે છે.

કંઇ વાંધો નહી (!) એ કહો કે એડોપ્ટરમાં લાલ લાઇટ જલે છે?

હા..

અચ્છા રીસીવરમાં પાવરની લાઇટ?

હા

ટી.વી. કેબલ બરાબર ભરાવેલ છે?

અરે હા યાર, આ બધું હોય તો જ ટી.વી. પર  “નો સિગ્નલ”  આવે ને?

અચ્છા કંઇ વાંધો નહીં (ફરી?) માઇનર પ્રોબ્લેમ છે, વરસાદના હિસાબે થયું હશે, વૉરન્ટીમાં છે એટલે નથીંગ ટુ વરી, તમે કસ્ટમર કે’રમાં કૉલ કરી દો  એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ!

જેન્તી ઝનુની = પછી?

મનસુખ મારફાડિયો = પછી શું મેં અગાઉ કહ્યું એમ ફરી 3-4 જણા અને જણીઓને કૉલ કર્યા એમણે આવા જ બધા તીકડમ-સવાલો કર્યા, મેં સમજાવાની ટ્રાય કરી કે  આ બધી કસરત તો કરી ચુંક્યો છું પણ પત્નીની જેમ એ લોકો પણ આપણા સવાલ ઑપ્શનમાં કાઢીને , (આપણા) કૉલ ચાર્જીસની પરવા કર્યા વગર બધી કસરત કરાવીને જંપ્યા.

જેન્તી ઝનુની = પણ 24 કલાકમાં તો  તારું ટી.વી. એટલે કે ડી.ટી.એચ. ચાલુ કરી દીધુ ને?

મનસુખ મારફાડિયો = હા, પણ એ 24 કલાક પહેલાનાં કેટલા કલાક અને રૂપિયા બગડ્યા એનું શું?

જેન્તી ઝનુની = તું બી ના?  સાવ પચપચિયો જ છો. એવું બધું નહી જોવાનું ફાઇનલ કમ્પલેઈન નોંધાયા પછીના 24 કલાકમાં તને “ફ્રિ”  સર્વિસ મળી એની તો કદર જ નથી!

મનસુખ મારફાડિયો = હેં? !

1 ટીકા

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

Answering Machine


આમ તો બ્લોગની પ..ર..થ..મ પોસ્ટમાં જ મેં ચોખવટ કરેલી કે બ્લોગ ચાલુ કરાવવામાં (મારા સિવાય ) કયા કયા પરિબળો જવાબદાર ગણવા.

હવે તો લગભગ દરેક પોસ્ટમાં આવું લખવુ પડે એવો ઘાટ થાય છે. કાર્તિક મિસ્ત્રી એવા એવા મુદ્દા પર પોસ્ટ બનાવે કે આપણને ઇર્ષ્યા થાય કે સાલું આવું (સરળ) આપણને પહેલા કેમ ન સુઝ્યુ? એપ્રિલ ફૂલ અંગે પોસ્ટ બનાવવા માટે બે દિવસથી વિચારતો હતો  પરંતુ કંઇ જામતું ન હતું, ત્યાં આજે કાર્તિકભાઈની એ સબબ પોસ્ટ જોતાં અને એમાં કોમેન્ટ લખતાં મને પણ એક કિસ્સો યાદ આવ્યો.

આમ તો એસ.એમ.એસ.ના જમાનામાં સરદારજીનો પેલા જોકથી  સૌ વાકેફ જ હશો કે જેમાં સાન્તા ને બન્ટા એના ઘેર બોલાવે છે અને ખુદ ગેરહાજર રહીને લખતો જાય છે કે એપ્રિલ ફૂલ! સામે પેલો એપ્રિલ ફૂલ નથી બન્યો એ સાબિત કરવા લખીને  જાય છે કે મૈ તો આયા  હી નહીં ! !

બસ, આ જ પ્રકારની રમૂજ લગભગ 12-14 વરસ પહેલા થતી, જ્યારે મોબાઇલ વગેરે હતા નહી, કસ્ટમર ને સારામાં સારી સર્વિસ આપવી એવો મારો  હંમેશા આગ્રહ, એ સમયે સ્ટાફમાં એક જ છોકરો હતો જે પણ મોટાભાગે મારી જેમ કે મારી સાથે ફિલ્ડમાં હોય, વધુ સ્ટાફ રાખવો  પોષાય એમ ન હતું એટલે ફોન સાથે આન્સરીંગ મશીન  કનેક્ટ કરીને રાખેલું અને  એ જમાનામાં લોકોને કહેતો કે તમે 24 કલાક, 365 દિવસ ગમે ત્યારે કમ્પ્લેઇન લોગ કરાવી શકો છો …. પરંતુ અમુક અક્કલના ઓથમીર (કસ્ટમર) મારા એનાઉન્સમેન્ટ બાદ પેલા સાન્તાની માફક એવું  કહે કે કંઇ નથી કે’વુ લે ! ! ! 

2 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ