Tag Archives: Customer Care

What an idea !


What an “ExcellenT” idea Sir jee ! !

સાક્ષર, દિવાળીના લવિંગયા,   મોબાઈલ અને તેની માયા (ઝાળ) તેમજ મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી વાળી પોસ્ટસ બાદ વધુ એક મોબાઈલ રીલેટેડ પોસ્ટ ! પણ ડોન્ટ વરી આ વખતે પોઝીટીવ વાત છે. કોઇપણ વ્યક્તિગત કે સંસ્થારૂપે પોતપોતાના ફિલ્ડમાં રહીને સમાજ/દેશ ને કેવે રીતે હેલ્પરૂપ થઈ શકે એવા ઘણા દાખલાઓમાંનો એક ….

ગઈકાલે મુંબઈ પરના 26/11નાં આતંકી હુમલાને  વરસી થઈ, એ કરૂણ ત્રાસદાયક દુર્ઘટનામાં કોઇને કોઇ રીતે સંકળાયેલા લોકોને શ્રધ્ધાંજલી અને સલામ.

હા, તો  છાપા-ચેનલ વાળાની જેમ હું પણ દાવો કરી શકું કે આપનો અવાજ છેક આઇડિયા-મેનેજમેન્ટ સુધી પહોંચી ગયો! કેમ કે દિવાળીના લવિંગયા પોસ્ટમાં મેં લખ્યું  હતું કે સ્પેશયલ ચાર્જ ની બદલે નોર્મલ ટેરીફ રાખે પણ 15મી ઑગસ્ટ કે 26મી જાન્યુઆરી વગેરે દિવસે કંઇક એવું કરવું જોઇએ કે આપણને ભલે ચાર્જેબલ એસ.એમ.એસ. પડે પરંતુ એમાંથી અમુક % દેશને આપે તો કેવું રહે? અને

જાણે કે આઇડિયા મેનેજમેન્ટ ને આપણો આઇડિયા ગમી ગયો હોય તેમ ગઈ કલે 26/11 ના આતંકી હુમલાની વરસી નિમિત્તે રાત્રે 8-36 થી 9-36 સુધીમાં જે કંઇ કૉલ્સ થાય એ બધું પોલીસ રાહત ફંડમાં આપશેની સરાહનીય જાહેરાત કરી હતી. હેટ્સ ઑફ આઇડિયા.

.

x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

.મિત્ર  અજિત દવેના ફોર્વર્ડેડ મેઈલમાં આવેલ એક રચના પણ જોઇએ તો ….

માણસ જાણે મોબાઇલ થઈ ગયો

જરૂર જેટલી લાગણીઓ  રિચાર્જ કરતો થઈ ગયો

ખરે ટાણે ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સામે કોણ છે જોઈને સંબંધ રિસિવ કરતો થઈ ગયો

સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વીચ ઓફ કરતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આજે રીટા તો કાલે ગીતા એમ મોડેલ બદલતો થઈ ગયો

મિસિસને છોડીને મિસને  કોલ કરતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો

સાલું, થોડી રાહ જોઈ હોત તોએવું ઘરમાં યે કહેતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

હોય બરોડામાં અને છું સુરતમાં એમ કહેતો થઈ ગયો

આજે હચ તો કાલે રિલાયન્સ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

ઈનકમિંગ આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં કુટુંબનાં કવરેજ બહાર થઈ ગયો

હવે શું થાય બોલો મોડેલ ફોર ટુ ઝીરો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

.

.

( ‘આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો’  રચના અશ્વિન ચૌધરીની છે!

http://funngyan.com/download/ashvinchaudhari.jpg

-ઈશિતા, મુખવાસ, ‘ચિત્રલેખા’ ૫/૪/૨૦૧૦… સૌજન્ય – વિનય ખત્રી )

8 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના

મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી?


ડાયલ કરે દિલ સે ..

આ પહેલા મોબાઈલની માયા(ઝાળ) પોસ્ટ વાંચેલી હશે એમને થશે કે મોબાઇલ કંપની કે ટેકનોલોજી જોડે આ ભાઈને કંઇ તકલીફ હશે! એની વે,  હું તો મારું  (એટલે કે આ પોસ્ટ બનવવાનું) કામ આગળ ધપાવું તો –

 

ઘણા વખત પહેલા માર્કેટમાં એવો  SMS ફરતો કે અમુક દેશનાં લોકો અમુક જાતની શોધ માટે પોતાના દેશનાં વખાણા અને નામ કહેતા હતાં  અને એવામાં આપણો હિન્દુસ્તાની ભાયડો તો  હોય જ ને? એણે પણ પોરસાઈને કિધુ કે મીસ્ડ કૉલની શોધ અમે કરી!

એક જમાનો હતો જ્યારે 8 રૂપિયા ઇનકમીંગના અને 16 રૂપિયા આઉટ ગોઇંગના થતાં, ત્યારે કોઇનો ઇનકમીંગ કૉલ આવતો તો પણ “ફાટતી” એ અલગ વાત છે અને અત્યારે  આઉટ ગોઈંગનાં 20 પૈસાથી લઈ વધુમાં વધુ 60 પૈસા છે ત્યારે પણ લોકો મીસ્ડ કૉલ આપીને મગજ હટાવી દે ત્યારે ઉપરોક્ત જોક યાદ  કરીને ગુસ્સો હળવો કરી લેવો પડે કે સાલ્લું આજે પણ એ વાત એટલી પ્રસ્તુત છે એનો શ્રેય આવા લોકોને મળે છે.

સાથે સાથે થોડુ ફ્લેશબેકમાં પણ જઈએ જેમાં ખબર પડશે કે મીસ્ડ કૉલની માયા જાળ તો અમે પણ ફેલાવી હતી અને એ પણ મોબાઇલ આવ્યા પહેલા…. અમે દોસ્ત લોકો  એક બીજાને (ઘરની બહાર કે નીચે ) બોલાવવા લેન્ડ-લાઇનથી લેન્ડ-લાઇન પર થી મીસ્ડ કૉલ આપતા હતાં જે ને એ ટાઇમે ઘણા કટ રીંગના નામથી પણ જાણતા હશે, એ સમયે પી & ટી (અત્યારનું બીએસએન એલ ) માં કૉલર આઇ ડી જેવી સર્વીસ પણ ન હતી, એટલે અમે એક બીજાને નં આપેલા કે 1 વાર  રીંગ આવે તો ફલાણો અને 2 વાર આવે તો ઢીકણો .. આવી રીતે અમે લાભ લેતા પરંતુ આમાં ક્યાંય કોઇને નુકસાન ન થતું.

જ્યારે અત્યારે મને એટલા માટે દાઝ  ચડે કે આટલા કોલ દર ઓછા થઈ જવા છતાંપણ અમુક લોકો મીસ્ડ કૉલની મજા શા માટે લેતા હશે..અને મને ખાસ એટલા માટે વાંધો છે કે મારું કામ ઈપીએબીક્સનું છે, અમુક વખતે ટેલીફોન વાયરીંગ કરાવાનું હોય (અમે હવે એ કામ નથી કરતા) એટલે ઇલેક્ટ્રીશ્યન/વાયરમેનને  ડાયરેક્ટ કહી દઈએ કે તારે ફલાણી જગ્યાએ કામ કરવાનું છે,  હવે  જોવા જેવી વાત એ છે કે એ ભાઈ સાહેબ ત્યાં જઈને મને મીસ્ડ કૉલ મારે! ! ! ( ખાસ ચોખવટ કે હું ક્યારેય કોઇને આવા કામોમાં દલાલી/કમીશન આપતો નથી અને લેતો પણ નથી ) ગમે તેટલી વાર  આવા લોકોને “વાઢી”ને હાથમાં આપો કે એ’લા  મલાઈ તારે ખાવાની અને દુધ ગરમ કરવા મારો ગેસ વાપરવા આવે છે? તો યે એ લોકો ને હંમેશા નવે નાકે દિવાળી  હોય!

છેલ્લે છેલ્લે હજુ એક વાત કે તમે જોજો જગતમાં બે સમયએ વ્યક્તિ હંમેશા ઉતાવળમાં હોય –

1- મીસ્ડ કૉલ કર્યો હોય ત્યારે ….

2- ફાટક ખુલે ત્યારે….

12 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

Recession માં Recess


આમ તો આ પોસ્ટ લખવાનો કિડો દિવાળીની વાત નો સળવળતો હતો પરંતુ આળસના કારણે રહી જતું હતું પરંતુ દિવ-દિવાળી આવતા ફરી એ સળવળવા મંડ્યો.

* દેવ-દિવાળી પર કસકને ફટાકડા લેવાની મરજી થઈ, અમે લોકોએ એને ઘરેથી જ માત્ર 200-300ની જ બજેટલાઇન સમજાવીને લઈ ગયા હતાં પરંતુ તો પણ એણે આંકડો 700 પર પહોંચાડી દીધો! અને ફટાકડા લેવા વાળાને ત્યાં રીતસરની પડાપડી થતી હતી.

* ત્યારબાદ બિજા દિવસે મારી પત્નિને સોનાના દાગીનાના (જુનું દઈ નવું લેવાનાં) કોડ જાગ્યા, જેમાં ટોટલ આંકડો પહોચ્યો 1,32,000 અને મારે ડિફરન્સનાં 28,000 દેવાના થતાં હતાં પણ કેટલીયે રકઝકનાં અંતે 25,000નો ચાંદલો તો કરવો જ પડયો. ત્યાં પણ લોકોની ભીડ એટલી હતીકે નવા આવનાર ગ્રાહકને કમ સે કમ 40-45મિનિટના ઇન્તઝારની ટનલમાંથી પસાર થવું પડતું, શો-રૂમ વાળા સામેથી કહેતા કે ભલે બજારમાં કંઇ કામ હોય તો પતાવી આવો!

હવે થોડા ફ્લેશબેકમાં

* દિવાળીના 8-10 દિવસ પહેલા એક મિત્રએ એકટીવા અને એક મિત્રએ મારૂતિ-અલ્ટો બુક કરાવ્યા, પણ એ લોકોને આ લખું છું ત્યાં સુધી ડિલીવરી મળી નથી! (આ બન્ને કેસ લોન વાળા નહી પણ કેશ વાળા છે) દિવાળી પર મારૂતિ શો-રૂમમાં અલ્ટો તો ઠીક versa સિવાય પણ એક પણ મોડેલ હાજર ન હતું ! બધા ચપોચપ ખતમ!

* દિવાળી પહેલા કસકના કપડા લેવા ગયા હતા ત્યારે પણ ત્રણ-ત્રણ શો રૂમમાંથી તો પાછા આવવું પડયું હતું , સાંજના 6-7 ના ટાઇમે પણ એ લોકો કહેતા હતા કે કાલે આવો..આજે મેળ નહી પડે!

*દર દિવાળીની રાત્રે અમારી સોસાયટીમાં બધા મળીને ફટાકડા ફોડતા હોઈએ છીએ, એમાં અમે 6-7 ઘરના જ ગણાવું તો 2લાખનો ધુમાડો કરીયે છીએ…. જો કે આ વખતે અમે થોડા બચી ગયા હતા અને છુટક ફટકડામાં અત્યાર સુધી 1,200 માં જ પતી ગયું છે કેમ કે કસકભાઈ એના મામાને ત્યાં ગયા હતાં , આવીને કહેતો હતો કે પપ્પા અમે છે ને હે 55,000ના ફટાકડા ફોડ્યા! ! !

* આટલા બધા નમુના આપવા પાછળનો એ મુદ્દો છે કે આમાં મંદિ ક્યાં છે? તો યે જે ને જુવો એ ગાણું ગાય કે યાર ધંધો નથી, પબ્લીક દિખાઈ નહી દેતી! મંદી બહોત હૈ! મને તો લાગે છે કે તહેવારો વખતે રીસેશનને પણ રીસેસ/વેકેશન હોતું હશે!

(મિઠાઈનો મુદ્દો જાણી જોઇએને નથી લખ્યો.)

6 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

Customer Care = Who Cares?


મનસુખ  મારફાડિયો = અગર કોઇ એમ માનતું હોય કે આપણો કેસ,  ફાઇલ યા આખેઆખો માણસ ( “ઓફિસ-ઓફિસ” ની જેમ ) સરકારી કચેરીમાં જ ખોવાય જાય તો એ પામર મનુષ્ય દયા/અનુકંપાને પાત્ર છે.

જેન્તી ઝનુની = તારી આ જ તકલીફ છે, કોઇ (‘શોલે’ જેવા) સિક્કાની સારી બાજુ જોતો જ નથી અને જામી પડવા માટે તૈયાર જ હો, તું વિચાર કે સરકારી સ્ટાફની જેમ એ લોકો તમારા સાથે વર્તે છે? કેવી સરસ સરસ રીતે સુંદર કન્યાઓ આપણા સાથે ફોનમાં અને રૂબરૂમાં હસીને વાત કરે?  આવી કદી કોઇએ કરી છે?

મનસુખ મારફાડિયો = હા યાર જેન્તીયા તારી ઈ વાત તો હાચી, એવું અત્યારની વાત તો જવાદે પણ તારી ભાભીને જોવા ગયો તો ને ત્યારે ય એણે મારી સામે હસવાનું કે દાંત કાઢવાની બદલે દાંતિયા જ કર્યા હતા. એ મને હજુયે યાદ છે અને મને એ પણ યાદ છે કે આપણે વાત બીજી કરતા હતા એટલે તું વાત ને આડેપાટે  ન ચડાવ.

જેન્તી ઝનુની = હા બોલ ને ભાઈ તું તો વાંધા-વચકા વિમા કંપનીનો એજન્ટ છો ને?  એટલે તને બધું આવુ જ દેખાશે મને એ કહે કે તને સરકારીની સાથે સાથે ખાંડ-ઘી કંપની સાથે ક્યાં વાંકુ પડ્યુ?

મનસુખ મારફાડિયો = પ્રાયવેટીકરણ (મસ્ત શબ્દ છે ને?) ના વાયરા વખતે સૌ ને એવો જ ભ્રમ હતો જેવો 1947 પહેલાના નાગરીકો ને હતો – કે આઝાદી આવવાથી શું નું શું  થશે ( અને શું નું શું થયુ? !)

જેન્તી ઝનુની = જો મનુડા વાત ને તું આડે પાટે ચડાવમાં,  મારી પાસે ટાઇમ નથી!

મનસુખ મારફાડિયો = હા, ચાલ ને કહું છું. સરકારીયા કર્મચારી  જે રીતે તોછડાઈ,ઉધ્ધતાઈ અને બેદરકારીથી ગોટે ચડાવતા એ ટ્રેન્ડ હવે બદલાયો છે. ફોન કે રૂબરૂ આપણે જઈએ એટલે સર, સર કહે અને આપણા જેવાને કોઇ સર તો કહેતું ન હોય એટલે ભૂલી જાય કે શેના માટે આવ્યા હયા કે ફોન કર્યો હતો?  !

જેન્તી ઝનુની = હં.

મનસુખ મારફાડિયો = જો એક-બે દાખલા આપું તો તમે ડી.ટી.એચ.,ટેલીફોન,ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ લ્યો ત્યારે લોકલ પ્રતિનિધિ કે ડિલર તમને સરસ રીતે ગાઇડ કરે પણ એ લીધા પછી જો એમાં વાંધો પડે (એટલે કે પડે જ ) તો એ ગાઇડ જ તમને મીસગાઈડ કરે કે અહિં ફોન કરો ને ત્યાં કરો… અને બને પાછું એવું કે કમ્પલેઈન  રજીસ્ટર કરાવા એમની અ’વાદ, મુંબઈ કે દિલ્હી  સ્થિત ઓફિસમાં જ કૉલ કરવો પડે અને જ્યારે તમને “પ્યાર”થી કમ્પલેઈન નોંધાવાનું કહે ત્યાં સુધીમાં તો દરેક જ્ગ્યાયે તમારી કરમ કહાણી કહી કહીને અભિમન્યુના સાત કોઠાઓ જેવી “કસ્ટમર કેર” ની માયાઝાળ વીંધીને એવો ડુચો થઈ ગયા હો કે તમે ખુદ એ કમ્પલેઈન ભૂલી જાવ અને લોચા વાળવા માંડો.

જેન્તી ઝનુની = તો બરાબર તો છે ને? એમ કંઇ મફતમાં “સેવા” મળે?

મનસુખ મારફાડિયો = તું મને દાઝ  ન દેવડાવ.

જેન્તી ઝનુની = નહિં તો તું શું કરી લેવાનો? પેલા કસ્ટમર કેર નું કંઇ ઉખાળી શક્યો?

મનસુખ મારફાડિયો = અરે યાર એમ નહીં.

જેન્તી ઝનુની = તો?

મનસુખ મારફાડિયો = મારું કહેવાનું છે કે એ લોકો એવા સીલી સવાલ કરે કે એવા સીલી સવાલ તો યાર પત્નીએ નથી કરતી.

જેન્તી ઝનુની = જોયું? પહેલીવાર ભાભી(ની બુધ્ધી) પર માન થયું ને ?

મનસુખ મારફાડિયો = સાંભળ તો ખરો..

જેન્તી ઝનુની = હા સંભળાવ.

મનસુખ મારફાડિયો = બધા દાખલા આપીશ તો શરમ શરમમાં આ પોસ્ટ વાંચે છે એ લોકોની સહન શક્તિની હદ આવી જશે એટલે  તાજો જ દાખલો કહું  –  ડી.ટી.એચ. રીસીવર બંધ થઈ જાય અને તમે કમ્પલેઈન માટે  લોકલ ડિલર થી માંડીને કંપની સુધી પહોંચો તો ડિટ્ટો નીચે આપેલ ક્રમમાં  જ સવાલ પુછે, જો કે હું તો એ ય 50% લખીશ….. (બ્લોગ રિડર – થેંક ગોડ !)

હેલ્લો..

બોલો સાહેબ..

અરે યાર  ટી.વી.માં કંઇ આવતું નથી, “નો સિગ્નલ”  બતાવે છે.

કંઇ વાંધો નહી (!) એ કહો કે એડોપ્ટરમાં લાલ લાઇટ જલે છે?

હા..

અચ્છા રીસીવરમાં પાવરની લાઇટ?

હા

ટી.વી. કેબલ બરાબર ભરાવેલ છે?

અરે હા યાર, આ બધું હોય તો જ ટી.વી. પર  “નો સિગ્નલ”  આવે ને?

અચ્છા કંઇ વાંધો નહીં (ફરી?) માઇનર પ્રોબ્લેમ છે, વરસાદના હિસાબે થયું હશે, વૉરન્ટીમાં છે એટલે નથીંગ ટુ વરી, તમે કસ્ટમર કે’રમાં કૉલ કરી દો  એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ!

જેન્તી ઝનુની = પછી?

મનસુખ મારફાડિયો = પછી શું મેં અગાઉ કહ્યું એમ ફરી 3-4 જણા અને જણીઓને કૉલ કર્યા એમણે આવા જ બધા તીકડમ-સવાલો કર્યા, મેં સમજાવાની ટ્રાય કરી કે  આ બધી કસરત તો કરી ચુંક્યો છું પણ પત્નીની જેમ એ લોકો પણ આપણા સવાલ ઑપ્શનમાં કાઢીને , (આપણા) કૉલ ચાર્જીસની પરવા કર્યા વગર બધી કસરત કરાવીને જંપ્યા.

જેન્તી ઝનુની = પણ 24 કલાકમાં તો  તારું ટી.વી. એટલે કે ડી.ટી.એચ. ચાલુ કરી દીધુ ને?

મનસુખ મારફાડિયો = હા, પણ એ 24 કલાક પહેલાનાં કેટલા કલાક અને રૂપિયા બગડ્યા એનું શું?

જેન્તી ઝનુની = તું બી ના?  સાવ પચપચિયો જ છો. એવું બધું નહી જોવાનું ફાઇનલ કમ્પલેઈન નોંધાયા પછીના 24 કલાકમાં તને “ફ્રિ”  સર્વિસ મળી એની તો કદર જ નથી!

મનસુખ મારફાડિયો = હેં? !

1 ટીકા

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ