દિવાળી ના લવિંગયા


સૌ પ્રથમ સૌ ને નૂતનવર્ષાભિનંદન …..

આમ તો દિવાળી હોય કે કોઇ પણ પ્રસંગ-પર્વ હોય , કોને ન ગમે? પરંતુ બધાયે તહેવારોમાં આ દિવાળીનો તહેવાર તો  કંઇકની પથારી ફેરવી શકે!

દિવાળી ઘણાના સંબંધો સુધારે તો ઘણા ના બગાડે, જેમ કે  દિવાળી કાર્ડ લખતા ત્યારે કે હવે એસ.એમ.એસ./ઇમેઈલ/સ્ક્રેપ વગેરે  કરીયે છીયે કે આવે છે ત્યારે એમાં કંઇ કેટલાયે જુના સબંધો/સંસ્મરણો તાજા-માજા થાય છે.

આ તો થઈ સારું પાસુ, પણ એક નઠારું પાસું પણ છે કે આપણે ત્યાં ગમે તે આવીને ઊભા રહે – સાહેબ, દિવાળીની બોણી?! આ લોકો નેતાથી પણ ગયા ગુજરા હોય છે! નેતાને તમે કમ સે કમ ટીવી કે એવા કોઇક માધ્યમથી જુવો તો છો! પણ એવા કેટલાયે લોકો “દિવાળી” માંગવા આવે જેના એ સિવાયના દિવસોમાં દર્શન દુર્લભ હોય, દા.ત. નગરપાલિકા, ટેલીફોનન, ઇનકમ ટેક્સ , સેલ્સ ટેક્સ, પોસ્ટ વગેરેના કર્મચારી જેઓ માત્ર “કર્મ” કરીને “ફળ” ની આશા નથી રાખતા પરંતુ તમે “ફળ” પહેલા આપીને એના કર્મનો ઇ ન્તઝાર કરવો પડે ! આ  સિવાય પણ જે જે ઑફિસમાં મારા કામ ચાલતા હોય છે ત્યાંનો (નવો) સ્ટાફ પણ આશા રાખે છે! જો કે એ લોકોને મારા તરફથી “દિવાળી” નહી પરંતુ  નિરાશા જ મળે છે!

કેમ કે હું  જ્યારે નોકરી કરતો ત્યારે મેં ઑફિસ તરફથી  મને મળતું કાયદેસરનું બૉનસ સિવાય કોઇ પાસે અપેક્ષા તો ન હોતી રાખી પણ કેટલીયે ઑફિસીસમાંથી મને ફોર્સ કરવામાં આવતો તો પણ મેં કદી કોઇની પાસેથી એક રૂપિયો લીધો નથી તો હું શું કામ આપું?

બીજી એક વાત કે માન્યુ કે  આ મોબાઇલ કંપની વાળા કંઇ સેવા-આશ્રમ ખોલીને બેઠા નથી! તેઓ તહેવારના દિવસે ખાસ પોતાની ફ્રી એસ.એમ.એસ. સર્વિસ બંધ રાખે! (જો કે આને ફ્રી કેવી રીતે ગણાય? પણ એ આડવાત છે.) ભલે એ લોકો એ દિવસે સ્પેશયલ ચાર્જ ની બદલે નોર્મલ ટેરીફ રાખે પણ 15મી ઑગસ્ટ કે 26મી જાન્યુઆરી વગેરે દિવસે કંઇક એવું કરવું જોઇએ કે આપણને ભલે ચાર્જેબલ એસ.એમ.એસ. પડે પરંતુ એમાંથી અમુક % દેશને આપે તો કેવું રહે?

અને એ લોકો કંઇ મારી   સલાહ થોડી લેવાના કે માનવાના છે? એટલે અમુક હિસાબ તો “ઑટૉમેટીક” પતી જતો હોય છે, જેમ કે આ વખતે ધોકો આવ્યો એ એ ધોકો કે ધોખો એ લોકો માટે જ હતો! કેમ કે ધોકા (પડતર દિવસ) ના લીધે લોકોને તો નૂતનવર્ષના “ફ્રી” એસ.એમ.એસ. જ કરવા મળ્યા ને ?

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

4 responses to “દિવાળી ના લવિંગયા

  1. ” ભલે એ લોકો એ દિવસે સ્પેશયલ ચાર્જ ની બદલે નોર્મલ ટેરીફ રાખે પણ 15મી ઑગસ્ટ કે 26મી જાન્યુઆરી વગેરે દિવસે કંઇક એવું કરવું જોઇએ કે આપણને ભલે ચાર્જેબલ એસ.એમ.એસ. પડે પરંતુ એમાંથી અમુક % દેશને આપે તો કેવું ?”
    સરસ વિચાર છે કોઈ તમારી સલાહ જુએ અને માને એવી ભગવાન ને પ્રાર્થના… 🙂

  2. સુંદર અવલોકનાત્મક ચિંતન

  3. એ નવા વરહના રામ રામ …
    વરસ આખ્ખું દાળ ને ભાત મુબારક,
    ને નવા વરસમાં સાલ મુબારક !

  4. પિંગબેક: What an idea ! « એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s