Spel_જોડણી


કદાચ અતિશ્યોક્તિ લાગશે પણ જેમ સરકારી વકીલ ઉજ્જવલ નિકુમ્બ ત્રાસવાદી-આતંકવાદી વિરોધ/લડત (પોતાની ફરજના ભાગ રૂપે) ચલાવે છે તેમ  ગુજરાતી બ્લોગ જગતમાં વિનય ખત્રી ઉંઝા જોડણી કે કૉપિ-પેસ્ટ બાબતમાં હંમેશા અગ્રેસર હોય છે ..

જોડણી બાબતમાં મારૂં અજ્ઞાન પણ અપરંપાર છે પરંતુ જાણી જોઇને ખોટી લખતો નથી કે અજ્ઞાનને છુપાવવા માટે પણ આવા બહાના ઠોકતો નથી. મારૂં તો એટલુ જ માનવું છે કે ખોટી જોડણીની ની ધરાર જીદ લઈને બેઠેલા અંગ્રેજીમાં ઉપર શિર્ષકમાં લખેલ છે એમ Spelમાં એક  “L” ઓછો  ચલાવશો?

અને જો એ ચલાવવા માટે તૈયાર હો તો મને એક એસ.એમ.એસ. આવ્યો છે જે નીચે જેમ નો તેમ આપુ છું એને કઈ રીતે મૂલવશો?

if today not possible then arange meating ystday

આ એસ.એમ.એસ. મોકલનાર પ્રતિષ્ઠિત કંપનીનો માર્કેટીંગ એક્ઝીક્યુટીવ છે, જેણે બી.એસ.સી સુધીનો અભ્યાસ કરેલ છે!

Advertisements

7 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

7 responses to “Spel_જોડણી

 1. પ્રથમ તો ઉજ્જવલ નિકુમ્બ નહીં પરંતુ ઉજ્જવલ નિકમ નામ છે વકીલનું જે પબ્લિક પ્રોસીક્યુટર તરીકે કસાબ સામે કેસ લડી રહ્યા છે.

  વાત કરીએ તમને મળેલા એસ એમ એસની (if today not possible then arange meating ystday) . એમાં મને લાગે છે કે વ્યક્તિનો ટૂંકમાં સંદેશો લખવાના આશયના લીધે એણે એમ લખ્યું હોવું જોઇએ કારણ કે જો દરેક શબ્દનો સાચો અને લાંબો સ્પેલિંગ લખવા જાય તો મેસેજ લખવામાં દમ નીકળી જાય અને વાંચનારને સ્ક્રોલ કરી કરીને વાંચવામાં તકલીફ પડે. (એ વસ્તુ અલગ છે કે meating અને meeting વચ્ચેનો ભેદ ખબર હોવો જોઇએ.) ઇન્ટરનેટ પર ઇમેઇલ અને મોબાઇલ પર મેસેજમાં હવે આખા વાક્યો કે શબ્દોની જગ્યાએ શોર્ટ ફોર્મ જ ચાલતા હોય છે જેમ કે
  have – hv
  ttlu – talk to u later
  I’m – m
  OK – k
  brb – be right back
  going – gng

  વગેરે વગેરે…

  એમાં દરેકને પડતી સગવડતાનો પ્રશ્ન છે નહીં કે અંગ્રેજી ભાષાના અપમૃત્યુનો અને આ નવી ભાષા સર્વ સ્વિકૃત પણ છે. મને નથી ખબર દુનિયાના કોઇ ખૂણામાં આ પ્રકારના શોર્ટ ફોર્મમાં ચાલતી અંગ્રેજી વિરુધ્ધ ચળવળ ચાલતી હોય.

  બને ત્યાં સુધી આગ્રહ રાખવો કે ભાષા શુધ્ધ રીતે લખી શકાય એવું મારુ માનવું છે.

  • rajniagravat

   * થેંક્સ કુણાલ.. મેં ટીવી પર નિકુમ, નિકુમ્બ અને નિકમ વાંચ્યા છે એટલે કોઇપણ એક ઉપાડી લઈને શબ્દપ્રયોગ કર્યો.

   * એસ.એમ.એસ. પર હું પણ

   Then /Than = THN
   We = V
   too/to = 2
   message = msg
   Missed Call = MC / Msd Cl

   આવા ઘણા શબ્દ પ્રયોગ બધાની માફક હું પણ કરૂં છું પરંતુ એ એસ.એમ.એસ. ભાષા અહિં નથી. meeting ની બદલે તો meating અને Tomorrowનું Ystday થાય?!

   તમે કહ્યું એમ અહિં આપણે કોઇ ચળવળ ચલાવવાનો સવાલ જ નથી. એ બધુ સાહિત્યની સેવા કરવાનો ભ્રમ/વહેમ હોય એને કરવા દઈએ. (આ પાછો એક અલગ મુદ્દો છે) પરંતુ જે લોકો પોતાના અજ્ઞાનનો નિખાલસ પણે સ્વિકાર કરવાને બદલે ચોર કોટવાલ ને દંડે એના સામેની વાત છે.

   બાય ધ વે , મિત્ર ધૈવત ત્રિવેદીએ એક વાત કહી હતી જે મને ગમી કે ઉંઝા જોડણીના આંધળા વિરોધ કે સપોર્ટ કરનારામાં એના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરનાર કેટલા? !

 2. ઉંઝા જોડણી વિશે વધૂ જાણવા માટે સુરેશ જાનીનો સંપર્ક કરી શકાય. એમણે સૌરભભાઇના બ્લોગ પર એક કમેન્ટમાં જેને ઉંઝા જોડણી વિશે જાણવું હોય એમને માહિતી આપવાનો પ્રસ્તાવ મૂકેલો છે.

  ઉંઝા સ્વીકારો કે નહીં એ પછીની વાત છે પણ એના વિશે જાણવામાં કાંઇ વાંધો નહીં.

 3. Kunal

  @Krunal :
  Its not about usage of short words..
  How can you arrange a meeting yesterday???lol

 4. @Kunal

  I feel using truncated words is as good as tampering with English language. Everyday we witness the cold blooded murder of English when people speak English without respecting its grammar but that’s a different story. You can’t expect everyone to be a champ in foreign language (as English is not native language for us).

  About arranging meeting you can directly contact Mr. Suresh Jani and I had suggested this with all my seriousness if someone is interested in “Unjha”. Before terming anything good or bad, it’s better to evaluate it, if possible. I don’t have any issues with any one follows “Sarth” / “Unjha”. So never tried to organize session with Mr. Jani and tried to know what and why of “Unjha”.

 5. ઉંઝા જોડણીની માહીતી મને ભાઈ શ્રી સુરેશભાઈ જાની પાસેથી મળેલી. આ પહેલાં ગુજરાતમાંથી ઉંઝા જોડણીમાં નીકળતા એક સામયીકના તંત્રીને આ જોડણી વીષે જાણવા ઈમેઈલ કરેલી પણ કશો જ પ્રત્યુત્તર મળ્યો ન હતો.

  જો કે ગુજરાતી મારો વીષય નથી, પણ સાચી જોડણી લખવાની કાળજી રાખું છું. ઘણી વાર શબ્દકોષની મદદ લેવી પડે છે. ઉંઝા વીષે વધુ માહીતી મળ્યા બાદ માત્ર ઈ-ઉ પુરતા સુધારા મને યોગ્ય લાગ્યા, ગમ્યા, આથી મેં એ અપનાવી છે.

 6. >> પરંતુ જે લોકો પોતાના અજ્ઞાનનો નિખાલસ પણે સ્વિકાર કરવાને બદલે ચોર કોટવાલ ને દંડે એના સામેની વાત છે

  રજનીભાઈ, આ વાતમાં દમ નથી લાગતો :). ઉંઝા જોડણી સાથે સંકળાયેલા કેટલાક લોકોથી પરીચીત થયા પછી અને એમનુ ભાષા અંગેનુ જ્ઞાન અને ભાષા પ્રત્યેનો પ્રેમ વીશે ઘણો અંગત અનુભવ થયો, એટલે આ વીધાન સાથે કોઈ કાળે સહમત ના થઈ શકુ.

  લખતા રહેજો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s