લાલ નંબર વાળા મોબાઈલ કૉલ્સ અને મીડિયાની મધલાળ !


મારી ઑફિસમાં કામ કરતો (ઑફિસ બૉયમાંથી ટેકનીશ્યન બનેલો) રમેશ મને કાલે પૂછતો  હતો; ” લાલ લાઈન વાલે નંબરસે મોબાઈલ પે કૉલ આયે તો એટેન્ડ નહી કરના  –  યે સહી બાત હૈ?”

મેં સમજાવ્યુ કે એવું કંઇ ન હોય … તું  ચિંતા ન કર.  તો એણે મને છાપામાં આવેલ કિસ્સા કહ્યાં (વરસો પહેલા શ્રી શાહબુદ્દિન રાઠોડ”બસ, છાપામાં ય આવી ગયું?! વાળી વાત કહેતા, આજે પણ  એ જ હાલત છે કે છાપામાં આવે એટલે વાત પૂરી! ) મેં મારી રીતે એના મનનું સમાધાન કરવા,  માસ  હિપ્ટૉનાઈઝ ને એવું બધું કહ્યું..પણ એના હાવ-ભાવથી લાગતું હતું કે  એ મારા વિશે મનમાં બોલી રહ્યો છે – આ માણસ કોઇ દી’ નહી સમજે!

-x-x-x-

આજે  લંચ ટાઈમમાં ઘરે ભૂલ ભૂલથી TV9 ચેનલ જોવાઈ ગઈ. તો એના પર તો “કૉલ નો કાળો કેર” કે એવા કોઇ સનસનાટી ભર્યા ટાઈટલથી ‘ક્રિયાકર્મ’ બતાવતા હતા જે આખો કિસ્સો આ મુજબ છે  –

વડોદરામાં એક વ્યક્તિ કે જેઓ જેલ સુપ્રિટેન્ડન્ટ છે, ગઈ કાલે સાંજે એમના વાઇફનાં મોબાઈલ પર કૉલ આવ્યો જે આ સાહેબે જોયો તો લાલ લાઈન વાળો નંબર ડિસ્પ્લે થતો હતો અને રીંગ ટૉન પણ એમના મોબાઈલમાં ન હતીં એવી વાગતી હતી, સાથે સાથે કૉલર ઇમેજ તરીકે કાર્ટૂન પણ ડિસ્પ્લે થતું હતું. એમના શબ્દોમાં, ” હું શિક્ષિત માણસ છું, એટલે મીડિયામાં આવતા અહેવાલથી વાકેફ હતો  અને કૉલ એટેન્ડ ન કર્યો.” આવું પૂનરાવર્તન થતું રહ્યું એટલે એમણે અડોશ-પડોશની સાથે સાથે TV9 વાળાને પણ પોતાને ત્યાં બોલાવી લીધા  અને (તેઓ આ ડેમોન્સ્ટ્રેશન આપી શકે એટલા માટે) ફરી ફરીને રીંગ વાગતી રહી! શિક્ષિત (એમના શબ્દો મુજબ) હોવાથી એ સાહેબશ્રી અમુક ટેકનીકલ (લાગે એવા) તર્ક રજૂ કર્યા

૧ – કોઇપણ ઈનકમીંગ રીંગ ૪૫ સેકન્ડ સુધી જ વાગે તો પછી આ કેસમાં ક્યારેક ૧૦-૨૦ થી કરીને એક કલાક જેટલી વાર રીંગ કેમ વાગે?

૨ – રીંગટૉન પણ એવો હતો કે જે એમણે સેટ કરવો તો દૂર પણ એમના ‘ડબલા’માં જ ન હતી !

૩ – લાલ લાઈન પણ કેમ આવી શકે અને કૉલર ઇમેજ તરીકે કાર્ટૂન ક્યાંથી આવ્યુ?!

TV9 વાળા લોકોમાં ડર ફેલાવવા અતિઉત્સાહિત હોય એમ એ સાહેબ ત્થા એમના શ્રીમતી એમ બન્નેનો ઇન્ટર્વ્યૂ લીધો, અલબત્ત એક જ પ્રકારનાં સવાલો સાથે.

મારી જેમ કોઇ અલેલ ટપ્પુ TV9 પર એકપક્ષિયનો ઇલ્ઝામ ન લગાવે એટલે એમણે એક સાયબર એક્ષ્પર્ટને પણ અમુક સવાલ કર્યા..પણ એ સવાલમાં આગળ પેલા ભાઈએ ઊઠાવેલ સવાલો જ ન પૂછ્યા! એ એક્ષ્પર્ટે છાતી ઠોકીને  આવી હમ્બંગ વાતનું ખંડન કર્યુ પણ આ એક્ષ્પર્ટની વાતને ખાસ મહત્વ આપવામાં આવ્યું નહીં એ ક્લીયર દેખાતું હતું ! !

-x-x-x-

આ ‘ક્રિયાકર્મ’ પત્યા પછી મેં ઑથેન્ટીક માહીતી માટે મારા (ભૂતપૂર્વ પાર્ટનર એવા) મિત્ર જવલંત ગોહેલને કૉલ  કર્યો, જવલંત પીજીવીસીએલમાં સર્વીસ કરે છે અને ડ્યુટી પતાવ્યા બાદ ઘરે રાતીજગો કરીને, ગાંઠનું ગોપીચંદન કરીને શોખથી (લોકો ઓરકુટ-ફેસબુક જેવી સોશ્યલ સાઇટ પર આંટા મારતા હોય છે એના બદલે) આ ભાઈ મોબાઈલ વિશેની કોઇ ફોરમમાં બહુ સારી રીતે એકટીવ રહીને કંઇને કંઇ પ્રદાન કરતો રહે છે.  એને કહેવું છે  કે –

*  હવે એ જમાનો નથી કે માત્ર મૉબાઈલ કે ફોનથી જ કૉલ થઈ શકે એટલે કોઇ તોફાની તત્વ “બગ” નો (ગેર)લાભ ઉઠાવીને કોમ્પ્યુટરમાંથી કૉલ કરતો હોવો જોઇએ.

* આવા સોફ્ટવેરની મદદથી તમે કંઇ પણ કરી શકો જેમ કે  તમારે કયો નં. ડિસ્પ્લે કરવો છે..કઈ રીંગ ટૉન અને સાથે સાથે કઈ ઈમેજ સે ન્ડ કરવી છે એ બધું જ કરી શકો.

* આ તત્વ પોતે જ કદાચ થોડા દિવસમાં પોતાને જાહેર કરશે અને શેખી મારશે કે  મેં આવું આવું કર્યું.

* વચ્ચે એવું પણ થતું હતું કે તમને જે મોબાઈલમાં કૉલ આવે એમાં તમારો ખુદનો નંબર ડિસ્પ્લે થાય! !

-x-x-x-

આટલીબધી પીંજણ પછી મને હરવખતની જેમ એ જ સવાલ ઊથે કે મીડિયાની સમાજ પ્રત્યે કોઇ જવાબદારી ખરી કે નહીં?  આપણે જોઇએ જ છીએ કે ક્યારેક કોઇ કુદરતી કે માનવ સર્જીત આપત્તી હોય અને એમાં મૃત્યુ  થયા હોય તો મીડિયા વાળ એ જાણે આંકડાની હરિફાઈ માંડી હોય એમ મન ફાવે એ રીતે ભરડતા હોય. મુંબઈ પર તાજ હુમલા વખતેની વાતો ય ક્યાં ભૂલાય એમ છે ? !

આ પહેલા પણ ઝી ન્યૂઝ તરફથી એક સવાલ પૂછાયો  હતો એની પોસ્ટ જોવા અહીં કલીક કરો.

~ અમૃત બિંદુ ~

વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે એમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતાથી વધુ ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઇ શકે.

આ વિચારસરણી સાચી હોય તો દુનિયામાં કેટલાં વર્તમાન પત્રો નભી શકે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામનું સાથેસાથે ચાલ્યા જ કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.

– સત્યના પ્રયોગો

9 ટિપ્પણીઓ

Filed under શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

9 responses to “લાલ નંબર વાળા મોબાઈલ કૉલ્સ અને મીડિયાની મધલાળ !

 1. આજે સવારે દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું આ વિશે પણ કંઇ સમજાયું નહીં સિવાય કે આ મિડીયાનું કંઇક નવું તરકટ છે.

 2. અમારી બાજુ તો એમ પણ કહે છે કે કેટલાયે લોકો (હવે ઘણા છાતી ઠોકીને ૪૦-૪૫નો આંકડો પણ જાહેર કરે છે) તો આ લાલ નંબર વાળો ફોન ઉપાડતાજ બ્રેન હેમરેજથી ગુજરી ગયા !! (ચાલો એટલાઓને તો બ્રેન હતું !!)
  આપનું આ ‘ક્રિયાકર્મ’ ચોટદાર લાગ્યું !
  આપના આ લેખથી સારી એવી (સાચી) જાણકારી મળી. આભાર.

 3. મને વધારે નવાઈ ત્યારે લાગી જ્યારે મને પણ આ માહિતી આપતો મેસેજ એક ડોક્ટરે મોકલ્યો. હું આવા મેસેજ જેમ કે આ લાલ નંબર વાળી અફવા, તમે આ મેસેજ ૧૦ જણને મોકલશો તો તમારી જિંદગીમાં ચમત્કાર થશે, ફલાણી વ્યક્તિ ભયંકર બિમાર છે તમે આ મેસેજ બધાને મોકલશો તો તે વ્યક્તિને માટે ૧ રૂ. જમા થશે…..વગેરે વગેરે જેવા બધા મેસેજ કે ઈ-મેઈલ પૂરા વાંચ્યા વગર તરત જ ડીલીટ કરું છું.

 4. lajja

  “અમારી બાજુ તો એમ પણ કહે છે કે કેટલાયે લોકો (હવે ઘણા છાતી ઠોકીને ૪૦-૪૫નો આંકડો પણ જાહેર કરે છે) તો આ લાલ નંબર વાળો ફોન ઉપાડતાજ બ્રેન હેમરેજથી ગુજરી ગયા !! (ચાલો એટલાઓને તો બ્રેન હતું !!)”
  -ha ha..sachi vat.

  nice information Rajnibhai.. Salu bhanela ganela loko pan avi vat kare ej navai lage chhe mane to!!

 5. aava padika to roj ave eno arth e nahi k aapne enathi dariye..

 6. Ajay

  ઇન્ડિયા નું મીડિયા ખાડે ગયું છે.વાણી સ્વતંત્રતાના બહાને કોઈ પણ જાત ના બ્રેકિંગ ન્યુઝ આપવાની ફેશન થઇ ગયેલી છે.ઘોડું ગધેડું બકરું જે હોઈ તે પછી.ટી વી સમાચાર તો જાણે રહસ્યમય ફિલ્મ ની વાર્તા કેહવાતી હોઈ તેમ સનસનીખેજ સ્ટાઈલમાં જ અપાતા હોય છે જાણે બધા ને ગભરાવતા નો હોય એજ રીતે.

 7. Ajay

  મેં હવે નક્કી કરીયુ છે કે ‘આજ તક’ જેવી એક પણ ચેનલ હવે જોવી નહિ પણ એના બદલે આપનું જુનું અને જાણીતું દૂરદર્શન જોવું અને એના જ સમાચાર જોવા.કહા ગયે વોહ પુરાને દિન?જયારે ટેલીવીશન ના પ્રોગ્રામ ખાલી સાંજ ના સમયે જ આવતા
  હતા.ટેલીવીશનનો ચાર્મ હવે નથી રહીયો હવે.જે ઇન્તેજારી રેહતી સાંજ ના સમય ની તે હવે ક્યાં છે?

 8. લાલ નંબરનો કાળો કેર વર્તાય છે, બે દિવસ પહેલા જ ખતરનાક અનુભવ થઈ ગયો. વોઈપ થી અથવા યાહુ વડે ઈન્ડીયામાં કોલ કરીએ તો ચાર કે પાંચ આકડાનો નંબર દેખાય છે, જેમા મુખ્યત્વે ૭૭૭૭૭ કે ૫૫૫૫૫ એવા નંબર દેખાય, એક અગત્યના સમાચાર માટે હું સવારે ૮ વાગ્યાથી ફોન લગાડી રહ્યો હતો તે રાત્રે ૧૦:૩૦ વાગ્યે પણ કોઈએ ફોન ન ઉપાડ્યો… રીંગ વાગે રાખે, પણ કોઈ ઉપાડે નહી… એક નહી… એ ઘરના ચારેક મોબાઈલ નંબર પર ટ્રાય કરી, ક્યાંય મેળ ન પડ્યો.. આખરે કંટાળીને બીજા એક જાણીતાને ત્યાં વાત કરી અને તેમને કહ્યુ કે ભાઈ બાજુમાં જઈને તપાસ કરી ને કહે કે કોઈ ફોન કેમ નથી ઉપાડતા….. ને આખરે જ્યારે પેલા ભાઈએ ત્યાં જઈને મારી ફરીયાદ સંભળાવી તો જવાબ મળ્યો કે ફોનમાં આવતા નંબર પાંચ આંકડામાં છે જે નક્કી કોઈ ત્રાસવાદીના હશે, એટલે ડરના માર્યા કોઈએ ફોન ઉપાડવાની હિંમત ના કરી.

 9. લાલ નંબર…. હા આવું કાંઈક સમાચારમાં સાંભળેલું, પણ સમાચાર વાળા ૧૦ કહે ત્યારે ૧ ની તીવ્રતાનો ભૂકંપ હોય એવું લગભગ હવે મનમાં ઠસી ગયું છે એટલે થયું, હશે, ફોન આવશે ત્યારે જોયું જશે. જો કે આ બધી ભાંજગડથી બ્લેક એન્ડ વ્હાઈટ (જો કોઈ વીરલો બચ્યો હોય તો) મોબાઈલ વાળાને શાંતિ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s