ગરવી ગુજરાતી


હું  ગુજરાતી ભાષાને પ્રેમ કરૂં છું, મને મારી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ છે, લગાવ છે, હું ગુજરાતી બોલવા અને બોલાવાનો  (દુર)આગ્રહ રાખું છું . . . . .   આવા વિધાનો મેં નથી કર્યા, કેમ કે કરી નથી શકતો, મને એમાં અમુક વાતો નડે છે.

જેમ કે હું ગુજરાતી સિવાયની અન્ય  ભાષા  (સારી રીતે) જાણતો નથી એટલે જો હું આવા વિધાનો કરૂં તો એ મારી કમજોરી છુપાવાનો દંભ  જ ગણાય.  અને આપણે ત્યાં અન્ય ભાષા એટલે એક અને એક માત્ર અંગ્રેજી છે.

મુરબ્બ્બી ગુણવંત શાહ જેવા વિચારક-લેખક-ગાંધીજન અગર ગુજરાતી બચાવો કે આપણી માતૃભાષા નો પ્રચાર-પ્રસાર કરે તો અમુક લોકોને પેટમાં ચૂંક આવે, એ જ લોકો મુંબઈમાં બેઠા બેઠા ગુજરાતી ભાષાને ગાળો આપી શકે પણ ઠાકરે   & કું ને સામે બાંયો ચડાવાની હિંમત છે? અને હવે તો ધીમે સાદે ઘણા બ્લોગમાં રાજ ઠાકરેની પ્રસંશા થાય છે. કમને પણ આવી પ્રસંશા કરવી પડે એવો માહોલ સર્જાય રહ્યો છે. જે લોકો ગુજરાતી ભાષામાં લખીને પેટ્યુ રડે છે છતાં પણ ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજાને નબળી ગણી હાસ્યાસ્પદ કરી નાંખતા હોય એના કરતા ભાષા પર રાજકારણ કરીને પેટ ભરવું શું ખોટું છે ?

આ બધી વાતો યાદ આવી – ગઈકાલે બાબા રામદેવની ઇ-ટીવી (ગુજરાતી) પર  ટૂંકી મુલાકાત જોઇને ..

ઈટીવીના રીપોર્ટરે હિન્દીમાં સવાલ કર્યો જ્યારે બાબા રામદેવે ગુજરાતીમાં જવાબો આપવા શરૂ કર્યા અને એ પણ ઘણુ જ સારૂં ગુજરાતી બોલીને …આમ પણ જો જો પરપ્રાંતિય લોકો કલેક્ટર, પોલીસ વડા વગેરે જેવી  પોસ્ટ પર હશે તો એ લોકો પણ ગુજરાતીમાં વાત કરશે તો પછી આપણા (ઘણા) લેખકો કે જેઓ ગુજરાતીમાં જ (કૉલમ) લખે છે  પણ એ સિવાયનાં માધયમમાં શા માટે અંગ્રેજીમાં ભરડતા હશે ? અને પાછું એની જીદ હોય છે કે હું તો આમ જ બોલીશ.. જેમ અંગ્રેજી આવડી જવાથી મોટા નથી બની જતા એમ ગુજરાતી ન બોલવા/લખવાથી તેઓ પ્રત્યે આપણે પૂર્વગ્રહ રાખીયે એવું નથી પણ એ લોકો તો,  તો પણ હોશિયારીમાંથી ઊંચા નથી આવતા અને પોતાની આવડત (?) નો  દુર-ઉપયોગ કરી સામે વાળે ને ને ચુપ કરી મોગમ્બોની જેમ ખુશ થાય છે !

પોતાની માતૃભાષા પ્રત્યેના લગાવનો  હજુ એક દાખલો આપુ તો અહીં ગાંધીધામમાં કંડલા ફ્રી ટ્રેડ ઝોન કે જે હવે સ્પેશ્યલ ઇકોનોમી ઝોન કહેવાય છે ત્યાં એક કંપનીમાં મારે જવાનું થયું. એના ઑનર તો મુંબઈમાં બેઠા છે પણ અહી ગેટ પાસમાં એણે એક સાઇડ અંગ્રેજી અને બીજી સાઇડ મરાઠીનો ઉપયોગ કર્યો છે. મને એ મરાઠી-માણુસ પર માન થઈ ગયું… આવી જાગૃતિ/ભાષા પ્રેમ આપણામાં ક્યારે આવશે ?

~અમૃત બિંદુ~

ગુજરાતીનો આગ્રહ એટલે અંગ્રેજીનો વિરોધ એવું અંગ્રેજી પ્રેમીઓ કેમ માનતા હશે ?

8 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

8 responses to “ગરવી ગુજરાતી

 1. ભાષા પર તો જેટલી ચર્ચાઓ થાય એટલી ઓછી… અને હા, અમૃત બિંદુ ખરેખર સરસ લખ્યું છે.

 2. I want to contribute something for this post, but, cannot now as i dont have the gujarati writer in my office pc and it is nonsense if i comment on this post in english…

 3. એલાવ,અંગ્રેજી ભાષા ઈ જરુરીયાત સે ,પણ મજબુરી તો નથી ને ?..ભલે ટુટેલુ-ફુટેલુ તોય આપણુ, હે ?..જય જય પાવન ભુમિ ગુજરાત

 4. Sarth Shah

  Saras topic chhe. E pehla no “Prakash no Padchhayo” valo pan mast hato, ema aavu chhu thodi charcha karva 1-2 divas ma !!!

 5. દરેક પોલીસ વડા કે કલેકટર જેઓ આઈ.એ.એસ કે આઈ.પી.એસ હોય અને એને જે તે રાજ્ય માં જવાનું હોય તેણે તે રાજ્ય ની ભાષા શીખવી પડે તેવું મારા માનવા મુજબ ફરજીયાત છે.રાષ્ટ્રભાષા હિન્દી છે પણ ન્યુજ ચેનલો ને હોસ્ટ ને લગભગ બધા હિન્દી ને બદલે અંગ્રેજીમાં જ બોલ્યા કરતા હોય છે.શ્રી ગુણવંત શાહ સાચું કહે છે કોલોનિયલ માઈન્ડ.દેખાડા કરવાની આદત.અંગ્રેજી બોલે તો રોફ પડે ને?બીજું સંસદ માં હિન્દીમાં ના બોલી શકાય?છતાં બધા અંગ્રેજીમાં ઠોકે રાખે છે.ઈન્દિરાજી લંડન માં ભણેલા હતા,એમ ગાયત્રીદેવી જયપુર ના પણ લંડન ભણેલા.આમ ભલે બંને એકબીજા ના વિરુદ્ધ ના પક્ષના ની વિરુદ્ધ ની પાટલીઓ પર લોકસભામાં બેસે,પણ કોઈ સંસદ સભ્ય ખોટું અંગ્રેજી બોલે એટલે એકબીજા સામે જોઇને આ બંને સન્નારીઓ હસી લેતી.ગુજરાત માં આવા દેખાડા વધી ગયા હોય તો ચોક્કસ ગુજરાતી બચાવો અંદોલન કરવું પડે.પણ અહી અમેરિકામાં ઊંધું છે.અમે લોકો સતત અંગ્રેજી સાંભળી ને કંટાળી ગયા હોઈએ છીએ.એટલે અમે તો ઘરમાં કદી અંગ્રેજી બોલતાજ નથી.અને ગેસ કે ફોન કમ્પનીયો માં અંગ્રેજીમાં વાત કરી લઈએ,પણ જ્યાં ગુજરાતી દેખ્યા તો કદી અંગ્રેજી ના બોલીએ.અહીના ડોક્ટર્સ પણ એવા ખોટા દેખાડા નથી કરતા.ગુજરાતી પેશન્ટ હોય એટલે આરામ થી ગુજરાતીમાં વાતો કરી લે.અહી ન્યુ જર્સી માં ઘણી કંપનીઓ માં ઘણા બધા ગુજરાતીઓ કામ કરતા હોય,ત્યાં એવી મજાક ચાલતી હોય છે કે આ લોકો અંગ્રેજી બોલતા ના શીખે પણ ધોળિયાઓ ને ગુજરાતી બોલતા ચોક્કસ કરી દે.ગુજરાત નું તમે સાંભળો,બાકી અહી ન્યુ જર્સીની ચિંતા ના કરતા.અહી તો અમે ચોક્કસ ગુજરાતી બચાવી લઈશું.સારું અંગ્રેજી શીખવું આજના માહોલ માં જરૂરી છે,પણ જે લોકો દેખાડા કરે છે એ લોકો નું અંગ્રેજી તો સાવ ખરાબ હોય છે.eto koine samaj ના પડે એટલે chali jay.

 6. ગુજરાતીનો આગ્રહ એટલે અંગ્રેજીનો વિરોધ એવું અંગ્રેજી પ્રેમીઓ કેમ માનતા હશે ?

  સરસ મજાની વાત છે. આપની ભાષા અને બીજી કોઇ ભાષા આતો માધ્યમ છે. એક બીજાને જાણવાનો.

  મારા બ્લોગ માં,જે લોકો ફ્કત ગુજરાતી જાણે છે તેઓ ઘર માં રહીને કોઇ ઉધ્યોગ કરી શકે એ હેતુથી જવેલરી બનાવવાની રીતો દરસાવવાનો પ્રયત્ન કર્યો છે.

  http://fashionjewelerymaking.blogspot.com

 7. Narendra

  Gunvant shah potana dikra na santano ne English medium ma jata roki nathi shakya, tamari jan mate Rajnibhai.
  Baki, gujarati ni bumo padi ne paisa kamava aghru nathi j nathi.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s