પ્રકાશનો પડછાયો-દિનકર જોષી


અગાઉની પોસ્ટમાં અર્ધી રાતે આઝાદી પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો એ પુસ્તક વાંચ્યા બાદ ઘણા સમયથી ગાંધીજી, આઝાદી, હરિલાલ ગાંધી, જિન્હા, ગૉડસે, સરદાર પટેલ વગેરે વિશે વાંચવાની અને જાણવાની મનમાં ઢબુરાયેલી ઇચ્છા ફરી સળવળી અને એમાં પણ એજ પુસ્તક  હાથમાં આવ્યું જેની ચાહતનાં બીજ  1988 વવાયેલા હતા, ત્યારે તો હજુ ઢંગથી વાંચવાની શરૂઆત પણ થઈ ન હતી પણ પછી જે રીતે મોટાભાગે ગાંધીજીને માત્ર બે જ રીતે જ ટ્રીટ કરનાર (આરતી યા અવહેલના કરતા ) લોકોને જોતો તો એમ થતું કે  આ બન્ને રીત અપનાવી ગાંધીજીને અન્યાય કરવામાં જ આપણે અગ્રેસર રહ્યા છીએ.

હજુ ગાંધીજી વિશે લખેલ હોય એવા માત્ર ત્રણ પુસ્તકો જ વાંચ્યા છે : ચંદ્રકાન્ત બક્ષી ના આર્ટીકલ્સનું કલેકશન મહાત્મા અને ગાંધી , અશ્વીની ભટ્ટ અનુવાદિત અર્ધી રાતે આઝાદી અને ત્રીજુ દિનકર જોષી કૃત પ્રકાશનો પડછાયો ! (કમાલ છે ને કે હજુ ગાંધીજી ખુદનું સત્યના પ્રયોગ વાંચી શક્યો નથી – એના કારણ એ પુસ્તક વાંચ્યા બાદ જ લખીશ અત્યારે અપ્રસ્તુત લાગે છે. )

પણ આ ત્રણ પુસ્તક વાંચીને ત્થા એ સિવાય એમના વિશે એમને (બંને રીતે) વટાવી ખાવા લખાયેલા  છુટા છવાયા લેખો અને હમણા (છેક) જોયેલી  ગાંધી માય ફાધર ફિલ્મ જોયા પછી એટલું કહી શકાય કે ગાંધી જેવી હસ્તી વિશે જાણ્યા સમજ્યા વગર આરતી ઉતારવી યા ઊતારી પાડવા બન્ને માટે આપણો પન્નો ટૂંકો પડે જ પડે.

એમાંયે પ્રકાશનો પડછાયો વાંચીને થયું કે આને જ સાચા લેખક કહેવાય ! આખી નવલમાં ક્યાંય દિ.જો. સાહેબનો કોઇ આગ્રહ કે પૂર્વગ્રહ જોવા મળતો એમને એમની વાત એઝ ઇટ ઈઝ મૂકી છે, પોતાના વિચારો ક્યાંય (વાચકો પર ) છોડ્યા નથી. અગાઉની પોસ્ટની જેમ જ અહીં પણ એમના જ શબ્દોને ઊતારૂ એ ઠીક રહેશે, અને એમાં જ ઘણું બધુ “સમજાય” જાય એમ છે

પ્રથમ આવૃતિ 1988 પાંચમી વાર પુન:મુદ્રણ 2007

* બધી ભૂલોને રોકવા માટે જો તમારા દરવાજા બંધ કરી દેશો, તો સત્ય પણ બહાર જ રહી જશે.

થોડુંક =

# આ નવલકથા મુંબઈના ‘સમકાલીન’ તથા અમદાવાદ,વડોદરા તથા રાજકોટના ‘લોકસત્તા’ અને ‘જનસત્તા’ દૈનિકોની સાપ્તાહિક પૂર્તિમાં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી.

# માનવજીવનની કરૂણતા, કશુંક અગમ્ય-સમજી ન શકાય અને છતાંય સતત સાક્ષાત્કાર થયા કરે એવો સંઘર્ષ, સાંપ્રત ઇતિહાસના સર્વોચ્ચ સ્થાને બેઠા પછી ઢબુરાયેલી કારમી આંતરવ્યથા અને પૂરી નિષ્ઠાથી જિંદગીને પામવાની મથમણ પછીય હાથતાળી દઈને સરકી જતો નિષ્ઠુર કાળ આ બધું મન પર એવું સવાર થઈ ગયું કે હરિલાલ વિષે વધુને વધુ વાંચતો ગયો.

પાંચમી આવ્રુતિ પ્રસંગે

# 1988માં પ્રગટ થયેલી આ નવલકથા હિંદી તથા મરાઠી ભાષામાં અનુદિત થઈને પ્રકાશિત થઈ ચૂકી છે.

# પૂરી  સજ્જતા વિના કે માત્ર ભક્તિભાવપૂર્વક થતાં આવા આલેખનો સાહિત્યને તો ઠીક સ્વયં ગાંધી જીવનને પણ દુષિત કરે છે.

પાત્રો અને પાર્શ્વભૂમિ

* આભાર રિચાર્ડ એટનબરોનો કે જેણે બેન કિંગ્સ્લી મારફતે આ દેશની નવી પેઢીને ગાંધીની નવેસરથી ઓળખાવ્યા. દિવાલ પર લટકતી ગાંધીની છબીને જોઇને “આ બેન કિંગ્સ્લીનો ફોટો અહિં કેમ લટકાવ્યો છે. પપ્પા ?” એવું પુછનાર પુત્રનું ઠઠ્ઠાચિત્ર કંઇ વાસ્તવિકતાથી બહું દૂર નથી.

* બાપુ એમના જીવનમાં બે જ વ્યક્તિઓને સમજાવી શક્યા નહોતા. એક મહમદ અલી ઝીણાને અને બીજા હરિલાલને.

* હરિલાલ અને બાપુ-પિતા-પુત્ર વચ્ચેનો સંઘર્ષ એ બેયન જીવનની અતિશય કરુણ અને વ્યથાભરી કથા છે.

* હરિલાલના આ વિદ્રોહ માટે બાપુની ક6ઇ જવાબદારી ખરી? આ ન્યાય તોળવાનું આપણું ગજું નહીં. ગાંધીનું મૂલ્યાંકન જ હજુ  નથી થયું, ત્યાં પુનર્મૂલ્યાંકનની વાતો કરનારા જાત જોડે છેતરપિંડી કરે છે.

* રાજાજીએ ભલે હરિલાલને બાપુના પ્રકાશના પડછાયા તરીકે ઓળખાવ્યા હોય – હરિલાલ પાસે સ્વંય પ્રકાશ નહોતો એવું કહેવામાં એમને અન્યાય થવાની ભીતિ રહે છે! પિતા-પુત્ર વચ્ચેના આ દારુણ સંઘર્ષમાં પિસાતી માતા કસ્તૂરબાની વેદના એક કલ્પનાનો જ વિષય છે.

પ્રકાશનો પડછાયો ના સમાપન ટાણે ‘સમકાલીન’ સંપાદકે રજૂ કરેલા પ્રશ્નો અને લેખકે વાળેલા ઉત્તરો

પ્રશ્ન …. હરિલાલનાં અન્ય કુટુંબીનોના આ નવલકથા પ્રત્યે શા પ્રત્યાઘાત રહ્યા છે?

ઉત્તર –  નવલકથના કલાસ્વરૂપને નહીં સમજતાં અને ‘ગાંધી’ને સમજ્યા વિનાના કોઇ કોઇ ગાંધીવાદીઓએ આવો અસંતોષ પ્રગટ કર્યો હતો ખરો; પણ મોટાભાગે મને ઉત્સાહજનક સાથ મળ્યો છે.

પ્રશ્ન –  હરિલાલની આ અવદશા માટે તમે બાપુને કેટલે અંશે જવાબદાર માનો છો? જો બપુ અમુક રીતે વર્ત્યા હોત તો હરિલાલનો આવો કરુણ અંત ન આવ્યો  હોત એમ તમને લાગ્યું છે?

ઉત્તર – …. બન્ને પક્ષે પૂરી નિષ્ઠા હતી – પરસ્પર ભરપૂર પ્રેમ હતો  અને આમ છતાં આ કરુણાંતિકા સર્જાઈ હતી. ….એક નવલકથાકાર તરીકે મને તો આ ઘટનામાં રહેલી કરુણા, સંઘર્ષ, જીવનની નિષ્ફળતા અને પરસ્પરને સમજવાં છતાં નિકટ નહીં પહોંચી શકતી માનવીય મર્યાદા આ બધાંનું જ આકર્ષણ રહ્યું છે. તમે આને ‘કરમનકી ગતિ ન્યારી’ કહી શકો.

પ્રશ્ન – …. “આ” લેખનકાર્ય તમે શી રીતે મૂલવશો?

ઉત્તર – ….તંગ દોરડા પર ચાલીને સમતોલન જાળવવા જેવું અઘરું કામ લાગ્યું છે….

.

.

.

(બધા લોકો લાસ્ટમાં કંઇ ને કંઇ (ટેઇલ પીસ) લખતા હોય છે, એ પ્રથા આ પોસ્ટથી ચાલુ કરવાનું મન થયું, એટલે કે આ અમૃત બિંદુ, જેમાં આખી પોસ્ટનો નિચોડ હોય )

~  અમૃત બિંદુ ~

ગાંધીનું મૂલ્યાંકન જ હજુ  નથી થયું, ત્યાં પુનર્મૂલ્યાંકનની વાતો કરનારા જાત જોડે છેતરપિંડી કરે છે.

Advertisements

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના, સાહિત્ય

2 responses to “પ્રકાશનો પડછાયો-દિનકર જોષી

  1. @rajnibhai,
    how do u find time to read such versatile literature???

  2. પ્રકાશ નો પડછાયો મેં બહુ પહેલા વાચી હતી…. ખરેખર એક સરસ એક્સપીરીયન્સ હતો વાંચવાનો. ત્યાર પછી દિનકર સાહેબ ની જ જિન્નાહ પર ની “પ્રતિનાયક” વાચવા ની ઈચ્છા થઇ હતી પણ નસીબ ના ખેલ કે છેલ્લા બે વરસ થી મુરત આવતું જ નથી….. તમે એ વાચેલી છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s