15મી ઑગસ્ટ 2013


આવતા વરસે લાલકિલ્લા પરથી જેનું ભાષણ થવાની શકયતાનાં ભણકારા વાગી રહ્યા છે તેમનું ભાષણ સાંભળવા લાલન કોલેજ_ભુજમાં જવાનો ઉમંગ હતો એટલે (ક્યારેક જ વહેલો ઊઠતો હું ) આજે સવારે 5-15 વાગ્યે ઊઠી ગયો પણ  ક્યારેક ગાંધીધામમાં જ ભૂલો પડતો વરસાદ પણ રાત્રે ત્રણેક વાગ્યાથી ઝરમર ઝરમર વરસતો હતો . અને પછી તો ધીમીધારે વરસતા વરસાદે સ્પીડ પણ વધારી એટલે થયું કે કદાચ જવાનું કેન્સલ પણ થાય , આખરે 6-30ની બદલે 7-30 વાગ્યે ગાંધીધામ-BJP IT સેલ ના સહ કન્વીનર મિત્ર સાજન મહેશ્વરી સાથે નીકળી શક્યા .

WA Image 1 From Mehul Buch

WA Image 1
From Mehul Buch

સ્વાભાવિક છે કે અમે સૌ મિત્રો આખે રસ્તે મોદી ગુણગાન કરતા હોઈએ . લાલન કોલેજના ગેટ પાસે પહોચ્યા ત્યારે ‘સાહેબ’નું ભાષણ શરુ થઇ ગયું હતું એનો થોડો રંજ થયો પણ હંમેશની જેમ ટાઈમસર પોતે આવી ગયા અને કાર્યક્રમ શરુ થઇ ગયો એની મનમાં દાદ પણ દીધી .

WA Image 2 From Mehul Buch

WA Image 2
From Mehul Buch

મોદી ભાષણ કરી રહ્યા હતા એની ડાબી બાજુ એ આમંત્રિત મહેમાનો (હા, લ્યો ને VIP) બાજુ બેસી ગયા, જ્યાંથી મોદીને ‘લાઈવ’ જોવા હોય તો થોડું ઉભું -ટેડું  થવું પડે અને બીજા લોકો બેસી જાવ -બેસી જાવ ના કહે એટલા માટે સામે ગોઠવેલ સ્ક્રીનમાં નજર માંડી . પ્રમાણિકપણે  કહું તો ભાષણમાં યા તો મને ખાસ ના જામ્યું યા તો મારી અપેક્ષા કદાચ વધુ હોય પણ આમેય હમણા હમણા થી મોદી કોઈપણ જગ્યા,મુદ્દો, સમય હોય પણ પ્રધાનમંત્રી અને કોંગ્રેસને ‘આડે હાથ’ લ્યે છે એમાં મજા નથી આવતી, કંઈક ‘ચિપ’ લાગે જે મોદી પાસે ઉમ્મીદ ન હોય . માન્યું તેઓ  કે  જે કહે છે એ સાચું છે પણ એ આમ પ્રજાને ખબર  છે એટલે તો સાંભળવા આવીએ છીએ પણ સાહેબ અબ ઉનકી બાતે ( કમ  સે કમ ઈલેક્શન તક) ના કરો , તમારી વાત કરો, નવી વાત કરો નહીતો ડર  છે કે ‘ફિલ ગૂડ’ વાળી થઇ જાશે . અને જો આ વખતે ભાજપ ન આવી તો પાર્ટી તો ઠીક પ્રજા પણ ઊંધેકાંધ થઇ જશે

~ ઊભરો ઠલવાય ગયો, હવે જે ગમ્યું એ પણ કહું ~

* નવરાત્રીમાં પૈસા દઈને મોંઘાદાટ  પાસ લઈએ પણ બેસવા માટે ખુરશી ના મળે, જ્યારે અહી  આમંત્રીતો  અને જાહેર જનતા માટે પણ સીટીંગ એરેન્જમેન્ટ પુરતી અને સ્વચ્છ હતી .

* થોડા થોડા ફૂટનાં અંતરે પાણીના પાઉચ-બોટલની વ્યવસ્થા હતી તો સામે પક્ષે પબ્લિક પણ લગ્ન પ્રસંગે જ્યાં ત્યાં ‘થેલીઓ ફગવે’ એવું  અહી કરતા ના હતા .

* ભાષણ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ શાળાનાં બાળકોએ લીધેલ જહેમત ખાસ કરીને ડ્રેસ-કલરની પસંદગી અને ચળકાટ મનને આનંદ પમાડતો હતો .

* લોકોને સૌથી વધુ ‘મજા’ પોલીસનાં બાઈક્સ, ડોગ્સ, હોર્સ અને વ્યાયામમાં મજા આવી .

*   દરેક કાર્યક્રમ દરમ્યાન અને અંતે કોઈને ( KBCની જેમ ) તાળીઓ માટે કહેવું પડતું ના હતું અને લોકો સ્વયં શિસ્ત જાળવીને પ્રોગ્રામ માણતા હતા

*  સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થયો બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્વાગત કરવા એમને સ્ટેજ  પર બોલાવવાની બદલે (અમારી આગળની હરોળમાં જ) મોદી ખુદ નીચે આવ્યા એ પણ ગમ્યું અને ત્યારબાદ લોકોનું અભિવાદન ઝીલવા મોદી આખા મેદાનમાં ખુલી જીપમાં ફર્યા અને એવું લાગ્યું કે એક-બે વાર એમને શાયદ ડ્રાઈવરને ધીરે હાંકવા કહ્યું જેથી સરળ અને શાંતિ પૂર્વક લોકોનું અભિવાદન ઝીલી શકાય

WA Image3 From Mehul Buch

WA Image3
From Mehul Buch

~  અમૃત બિંદુ ~

 • માઉન્ટબેટને બોલાવેલી બીજી અને છેલ્લી અખબારી પરિષદના અંતમાં હિંદના ઓછા જાણીતા અખબારના પ્રતિનિધિએ પુછ્યુ, ‘ સત્તાપલટા માટે ઝડપ ખૂબ જરુરી છે ત્યારે કોઇ ચોક્ક્સ તારીખ આપના મનમાં હશે જ ને? અને માઉન્ટબેટને (ત્યારેને ત્યારે જ મનમાં ગણતરી કરીને ) 15 ઑગસ્ટ 1947 જાહેર કરી.

^ ‘અર્ધી રાતે આઝાદી’

 • તારીખની અવઢવમાં વાઈસરોયે ગયા વરસે પોતે હાંસલ કરેલા એક વિજયની તારીખ સાંભરી. 1945ના ઓગસ્ટની 15મી તારીખે મહાયુદ્ધ લડી રહેલા અંતિમ શત્રુ જાપાને શરણાગતિ સ્વીકારી લીધી હતી. વિજયના આ ઉત્સવને 1947ના 15મી ઓગસ્ટે બે વરસ પૂરાં થતાં  હતાં. આ વિજયોત્સવ ભારતીય ઉપખંડની ચાળીસ કરોડની પ્રજા પણ એ જ દિવસે ઊજવી શકે એ માટે સત્તા-સોંપણીનો દિવસ એમણે પંદરમી ઓગસ્ટ કરાવ્યો.

^ ‘પ્રતિનાયક’

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, Nation, politics, Reading, social networking sites

5 responses to “15મી ઑગસ્ટ 2013

 1. મોદીની લીલા ન્યારી છે… હમણાં જ ફેસબુકમાં એક જગ્યાએ મોદી-ચાલીસા જોયા અને લાગ્યું કે લોકો તેને નેતા જ રહેવા દે સારું..

  આ પોસ્ટની પાછળ BJP IT સેલનું માથુ લાગે છે. (હાથ તો બધે કોંગ્રેસનો જ હોય.) 😉
  #ચોખવટજરૂરીનથી.

 2. ‘ફિલ ગૂડ’ વાળાઓમાં પ્રમોદ મહાજન યાદ આવે છે.

  સગા ભાઈને પ્રમોદ મહાજને મળવા માટે પીએ પાસેથી અપોઈન્ટમેન્ટ માટે કહ્યું અને કરોડોના આસામી પ્રમોદ મહાજનને સગા ભાઈએ સવારમાં ગોળી મારી નાખી.

  કર્ણાટકમાં પાછું બીજી રીતે રીપીટ થયું.

  કોને ખબર ડ્રાઈવર ગાડીને ક્યાં લઈ જશે?

 3. Sandeep

  Rajnibhai,
  Tamari Ubhara vali vaat thi sahmat chu sir…No doubt modi ek sara vakta ane neta che pan potani liti moti dekhadva hamesha bija ni liti bhusva ni koshish karta hoy tevu pratit thay che…aavu karvu tena karta pote shu karyu che gujarat ma ane potano agenda shu che bharat mate te bole to vadhare saaru lage ane public ne pan khabar pade ke ketli expectation rakhvi modi pase thi…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s