કટાર ગુજરાતી : નામ ઇંગ્લીશ !


આપણે છાપા-મેગેઝિનની પૂર્તિઓ ખોલીએ એમાં આવતી કટાર (કૉલમ) વાંચીએ છીએ તો મોટાભાગની કૉલમ અને છેલ્લે આવતું ટેઈલ પીસ (આને પુંછડીયુ કહીયે તો કેવું લાગે?) ઇંગ્લીશ અથવા ગુજલીશમાં હોય છે અને આપણે પણ એ સ્વીકારી પણ લીધું છે  એટલે જ કદાચ ઇંગ્લીશ નામ વાળી કૉલમ પ્રમાણમાં વધુ  વંચાય છે કે નહી ?

આવી યાદી પછી બનાવું પણ પહેલા અમુક ચોખવટ કેમ કે ધસમસતા પાણીનાં પૂર આવે એ પહેલા નાવડી લંગારી લેવી સારી નહી તો તરણું પકડીને તરવાનો પ્રયાસ કરવો પડે !

~ હું કોઇ ગુજરાતી બચાવો આંદોલનકારી નથી.

~ અહીં કોઇપણ લેખકની નીંદા  કરવાનો (બદ) ઇરાદો નથી – કમ  સે કમ આ પોસ્ટમાં તો નહી જ 😉

~ જેમ ઇંગ્લીશ ડિકશનરીમાં અન્ય ભાષાનાં અમુક શબ્દો દર વરસે ઉમેરાતા/અપનાવતા હોય એમ આ પણ આપણી લાઈફ સ્ટાઈલમાં કેવું વણાઈ ગયુ છે એ જોવાનો એક પ્રયાસ છે.

~ મારી બ્લોગ પોસ્ટ કે ઇવન સામાન્ય વાતચીતમાં પણ હિન્દી અને (ન આવડતું હોવ છતાં) ઈંગ્લીશ શબ્દો આવે જ છે. એનો ગર્વ નથી એમ અફસોસ પણ નથી. પણ હા એક વાતનો ભારોભાર “અપશોચ” છે કે મને એક પણ ભાષા ઢંગથી નથી આવડતી!

~ જેમ અમુક શબ્દો =  મેગેઝિન – ટાઈમ – કી બોર્ડ – પેન – એ.સી. – લાઇટ – આવા ઘણા બધા નામો આપણા જીવનમાં બાંગ્લાદેશીઓની જેમ ઘુસ્યા નથી પણ પારસી કોમની જેમ ભળી ગયા છે એમ જ અમુક પ્રકારનાં નામ જે તે વિષય માટે કોલમ્સ/કટારનાં નામનું અંગ્રેજી હોવું પણ જરૂરી કે ઇચ્છનીય હોય છે એ સ્વીકારું છું

હવે અમુક કોલમ્સ  તેમજ ટેઈલપીસની યાદી… લેખક કે છાપા/મેગેઝિનનું નામ આપવાની જરૂર નથી જણાતી કેમકે બધા જાણે-વાંચે છે.

એન્કાઉન્ટર – મલ્ટીપ્લેક્સ – બેટલ ગ્રાઉન્ડ

વેવલેન્થ – નેટ નોલેજ – સ્પીડબ્રેકર

સીલ્વર સ્ક્રિન – યંગિસ્તાન – સ્પેક્ટ્રો મીટર

સસ્પે ન્સ – સાયબર સફર – એક્સ્ટ્રા કોમેન્ટ

રેડ રોઝ – વાઇડ એંગલ – બ્રેકીંગ વ્યુઝ

અંડર કરન્ટ – થર્ડ ડાયમેન્શન – કેલિડો સ્કોપ

પેવેલિયન –  ક્લોઝ અપ – હોરાઇઝન – હોટલાઈન

ટૉકિંગ પોઇન્ટ- ઝીંગ થીંગ – નેટૉલોજી – ઇ ગુરૂ

સ્પાર્ક – નેટવર્ક – ક્રાઇમવૉચ – ઑફબીટ

હોબીકોર્નર – ડિસ્કવરી – પ્રાઇમ ટાઈમ

ઇનસાઇડ સ્ટૉરી – કાર્ડિયો ગ્રામ –

એરિયલ વ્યૂ – બાયોસ્કોપ – ક્લાસિક

સીક્સ્થ સેન્સ – સ્પોટ લાઇટ – પોઇન્ટ ઑફ ઓર્ડર

જસ્ટ અ મિનિટ – કૉફી હાઉસ – ટાઈમ એન્ડ ટાઈડ

ફેશન ફન્ડા –  હેલ્થ ફન્ડા – કિચન ફન્ડા

આટલું  બસ,  બાકી આપ સૌ  કોમેન્ટમાં વધુ યાદીલંબાવી શકો છો .

હજુ થોડું વધુ (શુક્રવાર,  ૨૮ મે ૨૦૧૦)

સૌ પ્રથમ તો મિત્રોનો આભાર કે આટલો પ્રતિસાદ આપ્યો , સાથે સાથે મોટાભાગની કોમેન્ટસ પરથી એ પણ એક સાબિતીમળે છે કે આપણને  તો  આપણી ભાષા પર પ્રેમ અને દરકાર છે જ. ફરી એકવાર કહું કે આપણે ચિબાવલી ગુજરાતીમાં મેજ – ચલચિત્ર – નટ – નાયક – સ્તંભ જેવા શબ્દો વાપરવાનો દુરાગ્રહ રાખનારા નથી. નગેન્દ્ર વિજય, વિનોદ ભટ્ટ, નગીનદાસ સંઘવી, ગુણવંત શાહ, ઉર્વિશ કોઠારી, અશ્વિની ભટ્ટ, ધૈવત ત્રિવેદી અને બીજા પણ ઘણા બધા લેખકો જેઓના લેખ સરળ-સમજાય એવું ગુજરાતીમાં હોય છે પણ જો કે આપણે તો અત્યારે “નામ” પાછળ પડ્યા છીએ તો એ વિશે વધુ લખતા પહેલા એક કિસ્સો લખું (જે દૈનંદિન પર્યાવરણમાંથી ઊતારૂં છું)

ફ્રાંસનાનિશાળિયાઓએ વર્ષો પૂર્વે એક પ્રયોગ કર્યો હતો.

કાચના પાત્રમાં ઉકાળેલા પાણીમાં એક દેડકો નાંખ્યો તો પડતાંની સાથે જ દાઝ્યો એટલે એણે બહાર છલાંગ લગાવી દીધી.

પછી કાચના પાત્રમાં ઠંડુ પાણી લઈ દેડકો છોડ્યો તો આનંદથી તરવા લાગ્યો, ધીમે ધીમે એ પાત્રનું તાપમાન વધારતા ગયા, દેડકાને  સમજાતું નહી અને અનુકૂલન સાધી લેતો, આમ કરતા કરતા  ૭૦-૮૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યુ તો પણ દેડકો તરતો રહ્યો… આખરે  ૧૦૦ ડીગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું અને દેડકો બફાઈ ગયો પણ છલાંગ ન લગાવી!

કહેવાનો આશય છે કે ધીમે ધીમે થતું પરિવર્તન(!) આપણે સ્વીકારીને ક્યારે એના અનુકૂળ થઈને બફાઈ ને મરી જઈએ છીએ એ આપણને પણ ખબર પડતી નથી. આવું જ આપણી સાથે થઈ રહ્યું છે. અને એના પરિણામ સ્વરૂપ આપણને એ ધ્યાન બહાર જ રહી ગયું છે કે પૂર્તિનું એવું પાનું મળવું મુશ્કેલ છે જેમાં કોઇ કટાર/કૉલમનું નામ અંગ્રેજીમાં ન હોય! દરેક કૉલમ ને લાગું નથી પડતું પણ શું એ બધી જ કૉલમનાં નામ ઇંગ્લીશમાં હોવા એ વિષયની (કે જનતાની) માંગ છે?

ધીમે ધીમે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યુ છે કે જો હું (આ પોસ્ટમાં પણ) કૉલમની બદલે કટાર શબ્દ વાપરૂં તો  વેવલા-વેદિયાનું બિરૂદ આપવા માટે ટૉળકી તૈયાર જ હોય.

જો આવી જ અડિયલ જીદ્દ રહેશે તો શૈલેષભાઈએ કહ્યુ એવા દિવસો માટે રાહ જોવાની પણ જરૂર નહી રહે .

એનું પરિણામ તો abc એ લખ્યું એમ દિ.ભા.ની  Sunday પૂર્તિ સામે જ છે.

eNVy અને હર્ષ કહે છે એમ જો આ વિષય-વસ્તુની જરૂરીયાત કે માંગ અનુરૂપ હોય તો હવે પછી જે પણ લેખ વાંચો એના લખાણ સાથે સાથે એ કટારનું નામ મેળવી જોજો . સાથો સાથ એ પણ જરા જોઇ લેજો કે કેટલી કટાર એવી છે જે વરસોથી સતત એન નામને જ સાર્થક કરતા જ લેખો પીરસતી આવી હોય?

રાજની ટાંકની વાત સાચી છે એવા શબ્દોના હજુયે કેટલાયે કોથળા ભરાય એમ છે.. પણ એના ઉપયોગ સામે વાંધો નથી એના દુરોપયોગ કે અતિરેક સામે વાંધો છે, બની શકે કાલ સવારે કોઇ (માત્ર) મને ખોટો પાડવા ખાતર ન સમજાય એવા ગુજરાતીમાં લેખ લખી કાઢે.

પંચમભાઈ તમે કહો એવી યાદી જ બનાવી હતી પરંતુ મને લાગ્યુ કે બ્લોગ પોસ્ટ તો જય વસાવડા કહે છે એમ (જે સાચી વાત પણ છે કેબ્લોગ તો સાતમા ધોરણની ટૂંકનોંધ જેવો હોય તો ઠીક બાકી લાં..બા નિબંધ જેવો વાંચવાનો કોની પાસે ટાઈમ (કહેતા સમય) છે? પણ એ યાદી અને બીજા વધુ નામો ઉમેરીને આપને મેઈલ કરીશ.

દોસ્ત ચેતન તેં તો  (વ્યંગ/કટાક્ષ ) અંગ્રેજીમાં લખીને સાચી વાત કરી કે એવા શબ્દો શોધવા કોણ માથ ફોડે? પણ જેમ બાવા બયના હૈ તો હીન્દી બોલના પડતા હૈ કે કૂવામાં હોય તો હવાડામાં આવેની જેમ સામાન્યજન જેવું વાંચશે એવું વિચારશે, અને લેખકોની એ ફરજ તો ધર્મ સમકક્ષ ગણીયે છીયે ને?

10 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય

10 responses to “કટાર ગુજરાતી : નામ ઇંગ્લીશ !

 1. અત્યારે નામથી શરૂઆત કરી છે, ભવિષ્યમાં આખો લેખ ગુજલીશ માં આવશે, જેમાં લખાણ ઈંગ્લીશ અને લીપી ગુજરાતી હશે.

 2. એકદમ સાચી વાત છે.ઘણા શબ્દો આપણા જીવનમાં બાંગ્લાદેશીઓની જેમ ઘુસ્યા નથી પણ પારસી કોમની જેમ ભળી ગયા છે ..દાત = ડૉક્ટર,સર (માંથુ નહી),ટેબલ,બીજા ઘણા….

 3. સરસ અવલોકન.

  અમારા જેવા (પરદેશીઓ) માટે છાપા/કોલમ/લેખકનું નામ આપ્યું હોય તો સારું થાત.

 4. Narendra

  RA, mara hishabe to aa prakar na title vaparva pachadno hetu, je te sabd ni asar hova no che.
  Apne haji Gujarati ma ghana nava sabdo banav va pade em che..e.g. (dakhla tarike)

 5. સરસ અવલોકન.હું મારો જવાબ[રીપ્લાય] શુદ્ધ ગુજરાતીમાં આપીશ.

  તો,મ્હારું એવું માનવું રહ્યું છે કે જેમ ગુજરાતીમાં યાવની,ફારસી,અંગ્રેજી ભાષાઓના શબ્દો છલાંગ મારીને આવી ગયા છે એમ આપણા શબ્દો એ પણ ઓક્સફર્ડ નામે ઓળખાતા શબ્દકોશમાં ગેરકાયદે ઘૂસ લઇ લીધી છે.જેમકે,લુટારા,બાઝાર વગેરે…મ્હારા મત મુજબ કટારોના નામ આવા રાખવા પાછળ એના લેખક પાસે ચોક્કસ તેમજ જે-તે છાપા પાસે યોગ્ય કારણ હોવા જોઈએ.એ વગર આવું ન બને…

  still,public je samje che,bole che ema kai j fer padvano nthi.etle je te colmn nu nam evu gujreji rakhine public na modhe jaldi gunjtu karva mate pn HATKE rakhyu hoy e banvajog che…

  જવાબ પૂરો…

 6. CHETAN BHATT

  RA, I wud like to comment on this in pure english.
  The reason behind this situation is lack of interest and spirit of Gujarati people for Gujarati language. Except for few names of columns which are related purely to technology like on computers and cyber knowledge subjects, we can find out (if we take pain for that) appropriate words in Gujarati (e.g. what is meaning of Calidoscope in Gujarati? can anyone help in finding?).

  It is not that we have no love for our mother tongue Gujarati, but, it is present situation where we dont find enough time to poke our head in dictionaries and Shabda Kosh to find appropriate Gujarati words for the words and phrases of english language which have become integral part of our daily routine life.

  I would say only, “dont hate foreign language” but at the same time be cautitious that “our mother tongue is not meted with injustice” by us.

  Keep it up.

 7. abc

  દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિનું નામ જ અંગ્રેજી નથી, લિપિ પણ અંગ્રેજી જ છે – સન્ડે ભાસ્કર! સિટી ભાસ્કરમાં પણ કવર અને બેક કવર અંગ્રેજી લિપિમાં હોય છે. ગુજરાત સમાચારથી માંડીને સંદેશ, દિવ્ય ભાસ્કર સમાચારમાં ડીએનએ શબ્દ DNA એમ અંગ્રેજી લિપિમાં લખે છે!

 8. હ્મ્મ્મ વાત તો સાવ સાચી હો ભાઇ. હવે આ શબ્દો નુ એવું છે કે ઘણા શબ્દો એવા છે જેનુ ગુજરાતી ભાષાંતર કરવું મારા જેવા માટે તો મુશ્કેલજ નહી અશક્ય છે.
  જેમ કે Railway station, Table, Television, Set top box, Tube, Mobile (Cellphone), Tower, વગેરે…… જો કે અહી ઘણા મિત્રો છે જે કદાચ જાણતા હશે પરંતુ એ શબ્દો તો ઉપયોગ કરતા નથી કે કરી શકતા નથી અને કરે તો પણ મારા જેવા એને સમજી જ નહી શકે.

  થોરા મા ઘનુ સમજજો…….

  આભાર

 9. પિંગબેક: ભલે હો ગુજરાતી પણ લખો અંગ્રેજીમાં ! ! « એક ઘા -ને બે કટકા

 10. badhane unique joiye chhe .atyare english lakhnar ne unique manvama aave chhe. kale jarur pade to kolam naam farsi, Sanskrit ke ardh magdhi ke chinise ma pan hashe. jo e unique hashe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s