પોસ્ટનું પિષ્ટ-પીંજણ


આદિલ ના શેર સાંભળી,  આશ્ચર્યથી  કહ્યું;

ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો!

 

ઉપરોક્ત શેર યાદ કરીને કહું તો બ્લોગ જગતમાં નવો નવો હતો અને હજુ પણ છું જ છતાં એક  બે દાખલા જોતાં થયું કે સલાહ આપવામાં શું જાય છે ? માનવી ન માનવી એ તો સામે વાળાનો પ્રોબ્લેમ છે ને? આપણે ગીતાના શ્લોકની માફક ફળની આશા વગર આપણે આપણું કર્મ કરી નાંખવું.

 

1.       બ્લોગ એ આપણી અંગત ડાયરી છે પરંતુ જાહેરમાં વંચાય છે એ ધ્યાનમાં રાખીને એના કન્ટેન્ટ રાખવા. ભદ્ર-અભદ્ર જેવી વાત નથી કરતો પરંતુ દુનિયા ગોળ છે અને નેટ આવ્યા બાદ તો સાંકડી પણ થઈ ગઈ છે એટલે કોણ ક્યારે ભટકાય જાય એ નક્કી નહી એટલે ઉઠાંતરી ન કરતા હો તો પણ શક્ય હોય ત્યાં સુધી  ચોક્ક્સાઈ કરીને લખવું

 

2.      બક્ષી સાહેબ કહેતા કે ડાયરી લખવાની શિસ્ત એમને લેખક બનવામાં ઘણી મદદગાર થઈ પરંતુ બ્લોગમાં એ જ નિયમ લાગુ પાડવો જરૂરી નથી. કેમ કે એમ કરવા જતા યા તો કાર્તિક મિસ્ત્રીની જેમ જલ્દ બાજીમાં લોચા પડી જાય યા તો જીગ્નેશ અધ્યારું અને મારી (ઓરકુટની) જેમ ખેંચાય જવાય અને પછી ખબર પડે કે 

 

બધીએ  મજાઓ  હતી  રાતે રાતે,

-ને,  સંતાપ  એનો  સવારે સવારે,

 

3.      અહિં આપણે તેરી શર્ટ , મેરી શર્ટસે સફેદ.. જ્યાદા સફેદ ક્યું? ની નીતિથી કામ નથી કરવાનું નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી ડેશ બોર્ડમાં Top blogs,  Today’s Top Post કે Fastest Growing blogs વગેરે થી દુર રહેવા પ્રયત્ન કરવો

 

4.      વધુ પડતા બ્લોગની વિઝીટ પણ નહી કરવાનીનહિતર આ બધી કળણમાં ખૂંપ્યા બાદ એમાંથી નીકળવું આસાન નથી

 

5.      એવા લોકોના બ્લોગની મુલાકાત ન કરવી જેઓ આપણને કોમેન્ટ કરે ત્યારે એવો દુરાગ્રહ રાખે કે મેં સહન કર્યું.

 

હવે તમે પણ મારા બ્લોગની વિઝીટ લઈને મનેસહન કરો કોમેન્ટ કરો! 

 

6.       ચાલો ભઈઓ અને બુનોઆપણું કામ પુરુ થયું. ઉપરના નિયમો કે સલાહ એમ ને એમ નથી આપી, એની કિંમત ચૂકવી છે એટલે થયું કે આ મંદીના જમાનામાં કમ સે કમ લોકોની મહા મુલી મુડી ન વેડફાય.

Advertisements

13 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

13 responses to “પોસ્ટનું પિષ્ટ-પીંજણ

 1. લોકો મને કહે છે,

  કાર્તિકનાં પોસ્ટ વાંચી, આશ્ચર્યથી કહ્યું;
  ગઈ કાલનો આ છોકરો બ્લોગર બની ગયો!

  ટેન્શન ના લો..

 2. અનુભવનો નિચોડ અને દિલથી લખાયેલો સરસ લેખ.

  નિયમિત સમયે પોસ્ટ મૂકવાની લાહ્યમાં માહિતી દોષ, પુનરાવર્તન વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મને તો એજ સમજાતું નથી જો તમારી પાસે લખવા જેવું કંઈ નથી તો પછી આરામ કરો ને. બ્લોગ પર ફરજીયાત પોસ્ટ મૂકવાની શરત કોણે વર્ડપ્રેસે રાખી છે કે નિયત સમયે પોસ્ટ નહીં મૂકો તો અકાઉન્ટ સસપેન્ડ કરવામાં આવશે?

  કૉપી-પેસ્ટનો રસ્તો સહેલો છે અને વગર મહેનતે ધજમજેની પોસ્ટ બની જાય છે. લખાણ ટાઈપ કરવું પડતું નથી કે જોડણી ભૂલો ચકાસવી પડતી નથી. પણ જ્યારે બધાને આ વાતની જાણ થાય ત્યારે નીચા જોણું થાય છે તેમજ કાયદાકીય ગુનો પણ બને છે.

  દેખાદેખીમાં બ્લોગ તો બનાવી દીધો – અમિતાભનો બ્લોગ છે, આમિરનો બ્લોગ છે, અને હવે, નરેન્દ્ર મોદીનો બ્લોગ છે અને મારો પણ બ્લોગ છે! પણ પછી શું? તેઓ જાહેર વ્યક્તિઓ છે. તેમની પાસે બ્લોગ ચલાવવા માટેનો સ્ટાફ ખડેપગે હાજર હોય છે, ભૂતિયા લેખકો હોય છે. આપણે બધું જાતે કરવું પડે છે. તેમની પાસે રોજબરોજની રસપ્રદ વાતો છે. ન હોય તો તેઓ તેમના કૂતરા પર લેખ કરશે તો પણ લાખો ક્લિકસ મળવાની છે, આપણે?

  દેખાદેખીમાંથી બહાર આવીને નિજાનંદ માટે બ્લોગ પર લખીએ તો તે આપણા હ્રદયના ધબકારા, રક્તચાપ, એસિડિટિ અને આંખ આગળના કુંડાળા માટે સારું રહેશે. તમને શું લાગે છે?

 3. દેખાદેખીમાંથી બહાર આવીને નિજાનંદ માટે બ્લોગ પર લખીએ તો તે આપણા હ્રદયના ધબકારા, રક્તચાપ, એસિડિટિ અને આંખ આગળના કુંડાળા માટે સારું રહેશે.
  vah kya khub kahi

 4. वाह. विनयभाई. क्या बात कही! बहोत बढिया.

 5. દેખાદેખીમાંથી બહાર આવીને નિજાનંદ માટે બ્લોગ પર લખીએ તો તે આપણા હ્રદયના ધબકારા, રક્તચાપ, એસિડિટિ અને આંખ આગળના કુંડાળા માટે સારું રહેશે. તમને શું લાગે છે?

 6. બીજું Top blog, Top Post કે Fastest Growing blogની યાદીમાં ફક્ત વર્ડપ્રેસ બ્લોગ પુરતી સિમિત હોય છે, ખરેખરા ટોપ બ્લોગ જેવા કે રીડગુજરાતી, લયસ્તરો વગેરેનો તેમાં ઉલ્લેખ જ નથી હોતો!

 7. There is no need to say what you are and do as a blogger…..It is just start in the internet for us.
  Dhavalrajgeera thanks all Bloggers and Surfers as always for the feedback.
  Hasyadarbar with your support stays alive.
  If you wish visit.
  We want to connect for the good.

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 8. દેખાદેખીમાંથી બહાર આવીને નિજાનંદ માટે બ્લોગ પર લખીએ …GREAT !

 9. ૧. આ રક્તચાપ શું છે?
  ૨. રીડગુજરાતી વેબસાઇટ છે – બ્લોગ નથી!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s