આહ ઓરકુટ, ઓહ ઓરકુટ !


લજ્જા નો  મેસેજ આવ્યો, હવે થી ઓરકુટ અને યાહુ ચેટ પર સ્વયં પ્રતિબંધ મુકશે, કેમકે બધે પહોચીં નથી વળાતું અને ફાઇનલી ટેન્સડ થઈજવાય છે! આ એકદમ સાચી વાત છે જેનો અનુભવ અને શિકાર હું થઈ ચુક્યો છું. હા, હું વાત કરુ છું ઓરકુટની જે માટે  શિવાની દેસાઈ વર્ચ્યુલ વર્લ્ડ શબ્દનો ઉપયોગ કરે છે. હું પણ એક જમાનામાં  ઓરકુટનો હાયપર એકટીવ પર્સન  ગણાતો. આજે છોડી દિધુ છે બલ્કે કંટાળીને છોડી દેવુ પડ્યુ છે , ઘણા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે યુ શુડ નો યોર લીમીટ એન્ડ ડોન્ટ એટેચ ટુ મચ યોર સેલ્ફ! મને પણ પહેલી નજરે એ સાચુ લાગતુ કે વધુ પડતુ અંદર ઘુસી જવું ઠીક નથી પણ અત્યારે એ વિચારું છું કે દરેકને પોતપોતાની એક પ્રકૃતિ હોય છે , અમારા જેવાને ઇન્વોલ્વ થવુ જ પડે, મિન્સ કે ખાલી ઉપર ઉપર થી જ પસાર થવુ એ દરેકની પ્રકૃતિ નથી હોતી, આત્મસંતોષ જેવી પણ કંઇક ચીજ હોય ને? જ્યાં સુધી અંદર ઊતરો નહીં ત્યાં તમે એ વાત/વસ્તુ ને પુરતો ન્યાય આપી ન શકો અને શોખને ન્યાય આપવા જતા પોતાના પ્રોફેશન કે સ્ટડીને અન્યાય થઈ જાય એ સ્વાભાવિક હોય છે.

 

 

આ અંગેનો ના અમુક દાખલા યાદ આવે છે કે ઝાકળ મિસ્ત્રી હોય કે નેહલ મહેતા હોય , ભુત કાળમાં બક્ષી કોમ્યુમાં જ્યારે પણ બબાલ-વિવાદ  થયો  છે ત્યારે કુણાલ ધામી ઑનર હોવા છતાં ખુદને  શાંત રાખી શક્યો, જ્યારે મારા માટે આ એક નૈતિક જવાબદારી બની જાય છે. મેં એકલા હાથે મામલાની જડ તક જઈને વાત/મુદ્દાને પુરો કર્યો છે જ્યારે તાજેતરમાં છાપા કોમ્યુ પર બાયસ કોમ્યુનું લાંછન લગાડનાર જય વસાવડાને 200 મેમ્બરમાંથી એકપણ કંઇ કહી કે ટોકી ન શક્યા! ! ! મારા અંગત મતે તો આ એક શાહમૃગ વ્રુતિ જ છે.

જો કે દરેક બનાવમાંથી કંઇ ને કંઇ બહાર આવતું હોય છે જેને બીટવીન ધ લાઇન્સ કહી શકાય. મને તો હસવું આવ્યુ કે જય વસાવડાની ખુદની કોમ્યુ (જો કે અમુક લોકો એવો બચાવ કરે છે કે એ એની કોમ્યુ ન કહી શકાય , હી ઇઝ ઓન્લી મેમ્બર! વૉટ અ ગ્રેટ જોક બોસ.) હા તો જેવી કોમ્યુ પર રીડર રાજાઓ કે રાણીઓ મુગ્ધ થઈને ગમે તેવા ઉદગારો કે વિધાનો કરે એને એ ચલાવે પરંતુ ધૈવત ત્રિવેદી  જેવા નિખાલસ અને બડે દિલવાલા માણસ વિશે કોઇ લખે તો આવા મહાન કોલમીસ્ટ/સાહિત્યકાર ને પેટમાં ચુંક ઉપડે ? !

 

 

જો કે આ તો બધું ગઝની ની જેમ રિવેન્જની ભાવનાથી ચાલતુ હોય છે એટલે કે ભાવનાઓ કો સમજો (!) એક સમયમાં મેં જેવી કોમ્યુ પર સપાટો બોલાવ્યો હતો, તો આજે એમનો વારો હશે ને? (ફરી વાર)જો કે મેં એ વખતે પણ કોઇ કોમ્યુને (જેવી કે બક્ષી કે હાસ્ય લેખન કોમ્યુને ) ઊતારી પાડવાનો હિના પ્રયાસ તો કર્યો જ નહોતો પરંતુ ઉલ્ટાનું જેવી કોમ્યુ પર અમન નામના શખ્સના પ્રયાસ ને નાકમિયાબ બનાવ્યો હતો. જેવી કોમ્યુ પર મેં કે છાપા કોમ્યુ પર પણ ધૈવત ત્રિવેદીએ જેવીએ વાપર્યા એવા એવા કોઇ શબ્દોનો પ્રયોગ કર્યો ન હતો , ઇવન જેવી એ ધૈવત ત્રિવેદી ને અને છાપા કોમ્યુને ઊતારી પાડવા જેવા આશયથી જે શબ્દોનો ઉપયોગ કર્યો એવો અમે લોકો એ કર્યો ન હતો! કદાચ પોતપોતાના લેવલની વાત હશે ને ?

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

8 responses to “આહ ઓરકુટ, ઓહ ઓરકુટ !

 1. Kunal

  એકલા હાથે???

  બાપુ, તમે તો મને સાઇડ હીરો માથી ય કાઢ્યો…

  • rajniagravat

   અરે સાહેબ અમન વાળા ટોપિકની વાત કરૂ છું યાદ આવ્યુ? બક્ષી કોમ્યુ, હાસ્ય કોમ્યુ, મારી સ્ક્રેપ બુક , જે તે સંબંધિત વ્યક્તિઓની સ્ક્રેપ બુક અને આખરે જેવી કોમ્યુ પર વાંદરાની જેમ ઠેકડા મારવા પડ્યા હતા એ? અને ઘરડો થાય પણ ઠેક ન ભૂલે એ ઉક્તિ ને યોગાનુયોગ મેં અહીં બ્લોગ પર પણ સાબિત કરી.. હા હા હા
   એની વે છતાંપણ જે થયુ એ બધાનું પુનરાવર્તન કરવાની હવે હામ નથી, આફટર ઑલ હવે ઉંમર થાય છે ને? સો ચાલો હમ અપના વિધાન વાપસ લેતે હૈ બસ? અને આમેય જો કે એ કબુલ કરવુ પડે કે એ સીડી દેખાડનાર તો કુણાલ ધામી જ ને?

   સોરી સાથે વિરમુ?

 2. Dhaivat Trivedi

  ઘણાં દિવસથી તમારો આ નવો અવતાર જોવો હતો પણ સમયના અભાવે રહી જતું હતું. આજે ઘણા દિવસે ઓરિજિનલ “રજનીગંધા” ફ્લેર વાંચવા મળી. આ રીતે પણ તમને મળી શકાશે તેનો આનંદ છે અને આ રીતે મળવાની તક આપવા બદલ આભાર.
  ઓરકુટ-ચિરકુટ વિષે વાંચવું ગમ્યું. તમારા જવાથી અને જેવી સાહેબની સલાહથી મેં પણ ઓરકુટ અને કોમ્યુનીટીનું મમત્વ છોડી દીધું છે. પણ તમારા એ વિધાન સાથે પૂર્ણતઃ સંમત છું કે જેવી સાહેબે મને ધમારવાના પ્રયાસમાં આખી કોમ્યુનીટીને ગાળો દઈ દીધી અને તોય કોઈ ચૂં..ચાં ન કરી શક્યું. મારા માટેના એમના વિધાનોનો સમય આવ્યે એમને જવાબ મળશે જ મળશે. (અને એમના કિસ્સામાં સમયની રાહ જોવી પડે એનાં કેટલાંક સજ્જડ કારણો પણ છે જ) પણ એ ઘટના પછી મન ખાટુ તો જરુર થઈ ગયું. એ સમયે ઝાકળ, અમન વગેરે કિસ્સાઓ પણ યાદ આવ્યા. પછી થયું કે હિજડાઓના બજારમાં તલવાર વેચનારાએ ઊઠવું જ રહ્યું.
  એની વે, તમારા આ નવા સાહસ માટે શુભેચ્છાઓ.

 3. saksharthakkar

  આજે પહેલીવાર તમારો બ્લોગ જોયો…અને મારી જાતને બધી પોસ્ટ વાંચતા અટકાવી ન શક્યો…આ પોસ્ટ પરથી તમારુ ઓરકુટ છોડવાનુ કારણ પણ સામે આવી ગયુ…ઓરકુટ દ્વારા ભલે ન મળાય આ રીતે ચોક્ક્સ મળીશુ…અને તમારા લખાણ નો લાભ લઇશ..

 4. dilipmehta

  rajnibhai , believe me , mane khabar nahoti , asim randeri saheb na nidha ni!1 haju lastweek me ek saware , kadach e na maran na divse j me mara times of india na reporter ne fon jodi ne kahelu ke rander ma asim chacha no interview lo .he is 105 years old and great shayar 6 . emne kahyu chokkash , pan aje vachyu ke he is no more ! salluu, khabar j na padi koie nondh na lidhi aa manas ni?kamal 6! aapne naguna sabit thaya6! gujrati chhapa o ne shu kahevanu?

 5. Dilipbhai, same day (I mean next day of sad demise of Asimsaheb) DB has written 3 column news in every editions and Surat edition has prepared some more as tribute.
  But, unknowingly u hv arised a question in my mind.
  “gujrati chhapa o ne shu kahevanu?”
  why each and every time GUJARATI CHHAPAO..why not TV9,ETV,ZTV,DD and etc?
  And why we consider one’s contribution only after media’s consideration?
  બક્ષીબાબુના અવસાન પ્રસંગે દિવ્યભાસ્કરે બે વિશેષ પૂર્તિ આપી (બક્ષીબાબુ ભાસ્કરના ચીફ કન્સલ્ટન્ટ હતા એ કબુલ), ગુજરાત સમાચારે રાબેતા મુજબના ઘટનાક્રમ જેવી અને જેટલી નોંધ લીધી, અને સંદેશે પણ એવું જ કર્યું. રમેશ પારેખના અવસાન પ્રસંગે પણ ભાસ્કરે અડધા પાના જેટલી જગ્યા “રમેશ વિશેષ” માટે ફાળવી. બીજા છાપાઓએ રમેશના દેહાવસાનને “રાબેતા મુજબ”નું કવરેજ આપ્યું.
  તેની સામે સૌરાષ્ટ્રના એક નેતા બિમાર હતા ત્યાં જ કેટલાંક અખબારો રોજ તેમના વિષે ૨-૩ કોલમ લખીને પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા. અને એક “સંતશિરોમણી”એ બાયપાસ સર્જરી કરાવી ત્યારે એક અખબારે તેમની જીવન ઝરમર છાપીને “સબ સે તેઝ” હોવાનો પૂરાવો આપ્યો હતો.
  છાપવાના અને ન છાપવાના આ દરેક કિસ્સાઓમાં છેવટે તો આપણી-વાચકોની લાગણી સાથે જ ચેડા થતા હોવાનું નથી લાગતું? સંતશિરોમણીનો બહોળૉ અનુયાયી વર્ગ હતો, નેતા ફલાણી-ઢીંકણી કોમના “હ્રદયસમ્રાટ” હતા માટે તેમને જગ્યા મળે. પણ રમેશને કોણ ઓળખે? (એક ઓપન ચેલેન્જ..૯૫ ટકા પત્રકારોને ર.પા.ની એક લીટી નહિ આવડતી હોય અને ૫૦ ટકા તો એવા નમૂના હશે કે તેમને રમેશ પારેખ અને રમેશ મહેતામાં કન્ફ્યુઝન થઈ જતું હશે..આ જાત અનુભવ છે. રમેશ પારેખ ગુજરી ગયા ત્યારે મેં વડોદરાના એક મોટા ગણાતા પત્રકારને માહિતી આપી તો તેમણે પોતાનું જ્ઞાન દર્શાવ્યું..”ઓહ્હોહો બહુ જોરદાર કોમેડિયન હતા..” બીજા એકે કહ્યું, “શું વાત કરો છો, હજુ જીવતા હતા?”
  અખાબારોમાં લેવાતી તથાકથિત નોંધનો મોહ આપણે છોડવો જ રહ્યો.

 6. dilipnmehta

  dear dhaivat
  asim chacha gaya, rupera e mane kahyu ke hu jawano j hato pan avu bani gayu.pan tamari vat sav sachi ke avu bane6. vasudev mehta nu avsan thayu tyare bija divse passport size no photo avelo ane ek j kolam na samachar aavela, me tyare sadesh ne lakhelu.dayanand gandharva mari gaya , koie nondh na lidhi, sudhir saxena, joshi saheb … gaya , bahu j thodu lakhyu , that too in local papers only! saheb ,shu karvanu?r c mehta par hamna biren kothari e lakhyu te gamyu .ghelu bhai vishe pan lakhayu te gamyu.DB ne dhanyavad ghate6! baki dha dh papu o ne satkarva badha taiyar j6! kavio ne to a loko bhaji mula j gane6
  !
  jya sudhi SHETH syndrome CHALU RAHESHE TYA SUDHI AAJ REHVANU! TYA SUDHI BAPUO , BAWAO , ANE GHUSANIYAO NE CHHAPAMA CHAMKVANI MAJA6! HAVE TO TEMA THODAK nri PAN BHALYA6! FEATURE NA NAME GHANU GHALI DEVAY61 VACHKONI AISI TAISI , PAN VACHAK CHALAK6 NE RAHESHE

 7. પિંગબેક: પોસ્ટનું પિષ્ટ-પીંજણ « Rajni Agravat’s Weblog

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s