ભલે હો ગુજરાતી પણ લખો અંગ્રેજીમાં ! !


કેમ બાકી પોસ્ટના ટાઈટલ પથી હું કોઇક (હિન્દી ગુજરાતી બન્ને અર્થમાં) મોટો  સાધુ ‘માયત્મા’ લાગ્યોને? કે જેઓ એવી સલાહ આપે જે ખુદ પાળે  પણ નહી અને પાળી શકે એમ પણ ન હોય. હા, તો આ બ્લોગ પોસ્ટ માટે વિષય અમર નામના નેટ ફ્રેન્ડ તરફથી મળ્યો.  તેમણે મને મેઈલ કર્યો કે

Mr. Sudarshan Upadhyay (in his column Talking Point about Gujarati Blog World) , urges Gujarati’s to start writing English Blog otherwise they will be unnoticed.. Besides also saying that some gujaratis are passionate about writing in gujarati writing

Specifically in his word

ગુજરાતીઓને ખાસ વિનંતી કે ઇન્ટરનેટ પર કંઇ પામવુ હોય કે વિશ્વમાં તમારી ઓળખ વધારવી હોય તો મહેરબાની કરીને ગુજરાતી વાપરવાની પ્રેકટીસ ના પાડતા, પરંતુ રોજીંદા પ્રયાસો દ્વારા અંગ્રેજીમાં લખતા થાવ.

નવરાત્રી કે દશેરા વિશે તમે ગુજરાતીમાં લખશો તો તેને કોઇ નહી વાંચે પણ અંગ્રેજીમાં લખશો તો વિશ્વભરમાંથી દસ વાંચકોતો જરુર મળશે.

દરેક ગુજરાતીએ બ્લોગ લખવાને એક હોબી બનાવાની જરુર છે.ઘણાને ગુજરાતી ભાષામાં વળગણ હોય છે પરંતુ વૈશ્વિક સ્ટેજ પર જાવું હોય તો બાંધછોડ અનિવાર્ય છે..

 

સુદર્શન ઉપાધ્યાયનાં આ (નોન સેન્સ કહી શકાય એવા ) ટૉકિંગ પોઇન્ટ પર અમર ની આ વાત પણ વ્યાજબી લાગી કે

How ridiculous is this???

What are your saying about the statements he made through his article???

અમરના આક્રોશ જેવી  અવઢવ મને કટારના નામકરણ અંગે થઈ હતી અને કટાર ગુજરાતી: નામ ઇંગ્લીશ નામે પોસ્ટ બનાવી હતી. એટલે વધુ તો શું લખું પણ હા પૂરવણીમાં અમુક વાતો છે કે –

 

* એમના લેખમાં એમને બ્લોગ અંગેની અને એમાંયે ગુજરાતી બ્લોગ અંગેની બહું ઓછી (સમજ કે ) જાણકારી હોય એવું ઊડીને આંખે વળગે છે.

* કેમ કે એમની દશેરા પર લખો તો કોઇ નહીં વાંચે એ હળાહળ ખોટી વાત છે એ ગુજરાતી બ્લોગ વાચનારા હર કોઇ જાણે છે.

* નિતશકુમાર બે ભાષામાં લખે છે એ કહ્યું છે પણ ન.મો. કેટલી ભાષામાં લખે છે એ નથી કહી શક્યા અને અડવાણી પણ બે ભાષામાં લખે છે એ કદાચ એમને ખ્યાલ નથી!

* અગાઉ ની પોસ્ટમાં પણ ચોખવટ કરી ચૂક્યો હતો કે આનો મતલબ બિલ્કુલ એ નથી કે અંગ્રેજીનો વિરોધ છે પણ જેમ મારા જેવાને ગુજરાતી ભાષાનો માત્ર એટલા માટે જ આગ્રહ રાખે કે અંગ્રેજી નથી  આવડતું તો એ ખોટું છે એ મુજબ જ ગુજરાતી ટાઈપીંગ ન આવડવાના કે ઓછું આવડવાના લીધે જ ગુજરાતીમાં ટાઈપીંગ કરવા વાળાની ઠેકડી ઉડાડવાની આપણે ત્યાં પ્રથા છે અને એ આગૂ સે ચલી આતી હૈ.

* ગુજરાતી સાહિત્ય અને પત્રાકારત્વમાં ભમતા જે જે ભ્રમરોને નેટ માટે ટાઈમ કે આવડત નથી એ બધાને દ્રાક્ષ ખાટી લાગે છે, અને નવાઈની વાત એ છે કે આ બધા (કહેવાતા?)મોટા માથાઓ છે!

* કદાચ અતિશ્યોક્તિ લાગે પણ મને તો એમ લાગે છે કે નેટ પર આવવા ગુજરાતી વાચક વર્ગમાંનો ૯૦ ટકાથી યે વધુ વર્ગ અંગ્રેજીની સાથો સાથ ગુજરાતી વાંચન વાંચે છે.

~ અમૃત બિંદુ ~

હું ગંભીરપણે માનું છું કે ગુજરાતી કવિતા આજના જેટલી અગાઉ ક્યારેય નહિ વંચાઈ હોય. ‘મરીઝ’  કે ‘બેફામ’ આજે હોત તો ઇન્ટરનેટ ઉપર તેમના હજારો નહિ લાખો  ‘ફ્રેન્ડ’ અને ‘ફોલોઅર’ હોત! ઈન્ટરનેટનું  માધ્યમ સ્થાપિત અને નવોદિત બંને પ્રકારના સર્જનશીલો માટે આશીર્વાદ સમાન છે.

– સલીલભાઈ દલાલ (e_વાચક-૨૦૧૦ની વિમોચન પ્રસ્તાવનામાંથી)


Advertisements

16 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ

16 responses to “ભલે હો ગુજરાતી પણ લખો અંગ્રેજીમાં ! !

 1. …હા તે આર્ટીકલ મેં પણ વાંચ્યો હતો ખરેખર તમારી વાત વ્યાજબી છે. ગુજરાતીમાં બ્લોગ લખનાર અને બ્લોગ વાંચનાર વર્ગ આખો અલગ છે. જો ગુજરાતી બ્લોગ લોકો વાંચતા જ ન હોત તો મોટી મોટી બ્લોગ ફ્રી માં લખવા ની સુવિધા આપતી વેબ સાઈટો ગુજરાતી બ્લોગનો ઓપ્શન જ ના રાખત.. બૂજૂ કે તેઓ પોતાના આર્ટીકલમાં લોકોને બ્લોગ લખવા પ્રેરણા આપવા માગતા હતા કે પછી ગુજરાતી બ્લોગર્સને અંગ્રેજીમાં લખવા કહેતા હતા તે કદાચ તેમને પણ ખબર નહી હોય.

  બીજૂ સો વાત ની એક વાત….

  અંગ્રેજી મહત્વનું છે પણ અનિવાર્ય નથી

 2. સુંદર રજૂઆત…

  માત્ર જાણકારી માટે કે હું પોતે મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતો હોવા છતાં ગુજરાતીમાં બ્લોગ લખવાને મારું ગર્વ ગણું છું.

 3. આ સુ (?)દર્શન ઉપાધ્યાયને પોતાના ખૂદના લેખ સાથે કશું લેવા કે દેવા નથી.તેનો એક આર્ટિકલ ગુજરાતીમાં લખવાનો આગ્રહ કરતો હોય અને બીજો આર્ટિકલ તેનાથી વિરુદ્ધ હોય..સાચુ કહ્યું “નોન સેન્સ કહી શકાય એવા ” 🙂

 4. Arvind Adalja

  મેં હમણાં જ ગુજરાત સમાચારના તંત્રીશ્રીને ઈ-મેલ લખી છે જે નીચે આપની જાણ માટે પ્રતિભાવ તરીકે મુકી છે.
  “આપની રવિ પૂર્તિમાં ટોકિંગ પોઈંટ -સુદર્શન ઉપાધ્યાય ના લેખમાં ગુજરાતીઓને બ્લોગ ઉપર લખવા અને પોતાનો બ્લોગ બનાવવા પ્રેરણા દાયી રજૂઆત કરી છે. આપને અને લેખકશ્રીને અભિનંદન આ સાથે મને જણાવતા આનંદ થાય છે કે હું વરિષ્ઠ નાગરિક છું 71 વર્ષેની ઉંમર છે અને છેલ્લા બે વર્ષ થયા વધુ સમયથી મારા બ્લોગ ઉપર ગુજરાતી ભાષામાં મારાં વિચારો લખી રહ્યો છું. મારી સાથે મારાં જેટલા કે મારાથી પણ ઉંમરમાં મોટા વરિષ્ઠ નાગરિકો દેશ -વિદેશમાં વસ્તા અંદજે 2000 થી પણ વધુ લોકો ગુજરાતીમાં સફળતા પૂર્વક લખી રહ્યા છે. આ ઉપરાંત ભરત સુચક દ્વારા બનાવેલી સાઈટ ગુજરાતી ઉપર પણ બીજા અસંખ્ય ગુજરાતીઓ બ્લોગ લખી રહ્યા છે જે આપની અને લેખકશ્રીની જાણ માટે ! ગુજરાતીમાં બ્લોગ ઉપર લખવું ખૂબ જ સરળ છે અને તેના વાચનારા ગુઅરાતીઓ દેશ અને વિદેશમાં મોટી સંખ્યા ધરાવે છે તો માત્ર અંગ્રેજીમાં બ્લોગ લખાય તો જ વાચનારા મળશે તે વાત હકિકતથી વેગળી છે. મને આશા છે કે આપ અને લેખકશ્રી મારી વાત સાથે સહમત થશો અને વાસ્તવિક વાત સ્વીકારશો અને ગુજરાતીઓને ગુજરાતીમાં બ્લોગ ઉપર લખવા પ્રેરશો ! ધન્યવાદ !
  સ-સ્નેહ
  અરવિંદ”
  આપે પણ આ વાત આપના બ્લોગ ઉપર સમયસર જણાવી યોગ્ય રીતે જ આલોચના કરી છે ધન્યવાદ ! આ અને આવા ગુજરાત કે ગુજરાતીઓને કે ગુજરાતી ભાષાને હીણા કે ઉતરતા દેખાડનારને ખુલ્લા પાડવા આવો સૌ ગુજરાતીઓ જાગૃત બનો અને આપણો અવાજ બુલંદ બનાવો !
  સ-સ્નેહ
  અરવિંદ

 5. આલે લે !! (આ તો આગળ હમણા જ આ વિષય પર અન્ય એક પોસ્ટ વાંચી તેથી મોં માંથી નીકળી ગયું !!)
  ટુંકમાં, આપણે ગુજરાતી બ્લોગરો હવે (આપણા હક્કો પરત્વે) જાગૃત થયા છીએ તેનો આ ઉત્તમ દાખલો ગણવો.

  રજનીભાઇ, આપે સાચું લખ્યું કે “એમને ગુજરાતી બ્લોગ અંગેની બહું ઓછી (સમજ કે ) જાણકારી હોય એવું ઊડીને આંખે વળગે છે.”
  અથવા કદાચ અમે જ્યારે ગામડે જઇએ છીએ ત્યારે થાપેલા ’છાણાં’ સામે જોઇ અને What is this !!! એવું બોલીએ છીએ ! એવું પણ હોય. જરા માભો પડે !
  કદાચ ’દ્રાક્ષ ખાટી લાગે છે’ વાળી વાતમાં પણ દમ હોય !
  જે હોય તે, વાંચકોને બ્લોગ લખવા માટે પ્રેરણા આપવા બદલ (ભલે અંગ્રેજી માટે આપી આપણે ગુજરાતી માટે લેવી !) આપણે આભાર તો માનવો જોઇએ. ; – ) આભાર.

 6. મેં પણ આ લેખ વાંચ્યો ’તો, ને અહખ થયું ’તું.

  છાપાંઓની કેટલીય કૉલમ્સ લખવા ખાતર જ લખાતી હોય છે. છતાં આપણે સૌએ એનો ત્વરિત પડઘો પાડીને ગુજરાતીતા બતાવી.

  આપણા કેટલાક અત્યંય જાગ્રત બ્લોગ્સ બહુ જ ઉપયોગી છે, ને ફક્ત ગુજરાતીઓ કે ગુજ.પ્રદેશની જ નહીં પણ ગુજ.ભાષાનીય ભેર તાણીને ગૌરવ અપાવે છે. મારા જેવા નિ–વૃત્ત (જેનાં કોઈ વૃત્ત – બોલે તો – સમાચાર નથી) માટે તો આ બધું શેર લોહી ચડાવે છે !!

 7. “મને મારી ભાષા ગમે છે, કારણ કે મને મારી બા ગમે છે.”
  શ્રી સુદર્શન ઉપાધ્યાય પોતે ગુજરાતી વર્તમાનપત્રમાં લખે છે,અને ગુજરાતી બ્લોગનો વિરોધ કરે છે.લાગે છે એ કેટલાય વર્ષો સુધી કોમામાં હશે અને હમણાં હોશમાં આવ્યાં હશે નહીતો ગુજરાતીમાં બ્લોગ લખવાનો વિરોધ ના કરત.
  પોતાની માતૃભાષામાં લખવું એટલે કેટલા સ્વાભિમાનની અને ગર્વ લેવાની વાત છે….
  અંગ્રેજોના માનસિક ગુલામ તો ગુજરાતી અને દેશી ભાષાનો વિરોધ કરવાના જ. પણ આપણી ફરજ છે કે, આપણે આપણી ભાષાને કોઈ પણ સંજોગોમાં દુનિયામાં મહત્ત્વનું સ્થાન અપાવું જ છે…..નહી તો “ગુજરાતી ભાષા બચાવો ” અને “વાંચે ગુજરાત” જેવા ક્રાંતિકારી અભિયાન કાયમ માટે ચાલુ રાખવા પડશે….
  બાકી “વૈષ્ણવજન તો તેને રે કહીએ” આ ભજન દુનિયાના મોટા ભાગના દેશમાં ગુજરાતીમાં જ ગાવામાં આવે છે…..
  અને ગુજરાતી બ્લોગ્સ ગુજ્જુ NRGને કેટલા ઉપયોગી છે એ જરા એમને જઈને પૂછો….

 8. સુદર્શન ઉપાધ્યાય કે ગમે તે હો આજના આધુનિક સમયમાં તેવી સલાહ આપવાની કઈ જરુર નથી.. મોટેભાગે બધા જ જાણે..કે વિશ્વમાં ઓલખ માટે અંગ્રેજી જ આવશ્યક છે વિદેશમાં ખુબ જ ગુજરાતીઓ છે અને પોતાની ઓળખ બનાવી જ રહ્યા છે..અહી યુ.કે માં પણ મલ્ટી લીંગ્વલને મહત્વ છે જેમ મલ્ટી ફેઇથ અને વિદેશીઓને આપ્ણિ ભાષા અને કલ્ચર વિષે રસ છે અને આપણાંમાં હજી માનસીક ગુલામી પૂરવવત છે..ઉપરથી વર્ડપ્રેસે વયવસ્થા કરી આપી કે ગુજરાતીમાં પણ આપણે બ્લોગ કરી શકીએ.

 9. મેં બ્લોગ બનાવેલ પણ મહિના સુધી એમજ પડી રહેલ કશું લખેલ જ નહિ.કેમ?કેમ કે મારે ગુઅજારતી માં લખવું હતું.અને મારે જાણવું હતું કી આટલા બધા લોકો ગુજરાતીમે લખે છે અને હું કેમ નહિ?બસ ગુજરાતીમાં લખવાનું સુલભ થયું પછી લખવાનું શરુ થયું.આ સુદર્શન ચૂરણ ને કહો કે પચીસ ત્રીસ દેશો માં થી લોકો મારો બ્લોગ વાંચે છે.દસેક મહિનામાં ૩૩૫૦૦ ક્લિક મળી છે.અરે ચાઈના માં કોઈ વાંચતું હતું.મને થાય કે ચીન માં કોણ હશે?તો ઓમદેવસિંહ ગોહિલ નીકળ્યા,કહે હું ચીન માં છું મેડીકલ નો અભ્યાસ કરું છું અને તમારો બ્લોગ વાચું છું.ગુજરાતી કે ભારતીય ગમે તે ત્યાં જાય ભારત અને ગુજરાત ને ભૂલી જાય કે ગુજરાતી ભાષા ને ભૂલી જાય તેવું બને ખરું???કદાચ હું અંગ્રેજીમાં લખતો હોત તો આટલા વાચકો અને પ્રેમાળ મિત્રો નાં મળ્યા હોત.

 10. Narendra

  RA, orkut par mari comment ma ava loko ne ‘tatpatia’ ‘futkad’ lekhak kahya che je temna mate yathayogya che, vadhu kaheva ni jarur nathi lagti…

  @Yash, ‘vaishnav jan to usiko kahe hai jo paraye dukh to samze…..dusro ke dukh ko dekh jo upakar jataye, fir bhi abhiman woh na kare ….’ bolo kya gujarati ma gayu hahaha, joking. Pan, je te geet, je bhasha ma lakhayu hoy tema j gavay ne!! ane toj saru lage, maza pan to j ave. (sorry, do not feel bad)

 11. ગુજરાતી બ્લોગ જગતના મિત્રોની જાણ માટે સુદર્શનજી ઉપાધ્યાયના બ્લોગ, ફેસબુક અને ટ્વિટરની લિન્ક…!

 12. ફરી એક વખત તેમણે ગુજરાતી બ્લૉગર પ્રત્યેનો અણગમો પ્રગટ કર્યો છે:

  અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ઘણાં ખાસ કરીને ગુજરાતી બ્લોગરો સાઇટ પર બેફામ લખવાને હોંશિયારી ગણે છે. પરંતુ સ્પષ્ટ વિચારવિનાના બ્લોગની ભાગ્યે જ કોઇ કિંમત હોય છે. અખબારોમાં જેને પસ્તી કહે છે એમ ત્યાં ડીલીટ વાગી જતું હોય છે.

  ટોકિંગ પોઇન્ટ – સુદર્શન ઉપાધ્યાય – ગુજરાત સમાચાર
  (via Amar)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s