એકસો મી ટપાલ


અંતરથી આભાર આપ સૌ નો

સૌ પ્રથમ નામી-અનામી-બેનામી-ત્સુનામી જેવા મિત્રોનો આભાર કે જેઓ મારા જેવાનાં બ્લોગ વાંચીને ગુજરાતીઓમાં સહનશક્તિ છે એનો પુરાવો આપ્યા કરે છે અને હજુ પણ આપ્યા કરજો પાછા હો?!

એક વાર મેં  કાર્તિક મિસ્ત્રીની 500મી પોસ્ટ પર પુછેલું કે 1લી અને 500મી પોસ્ટ વચ્ચે તમે શું અનુભવ્યુ એ સફર કરાવો …. અને એમણે 600મી પોસ્ટ પર એનો જવાબ પણ આપેલો.

એવી જ રીતે મને કોઇ  પુછે કે ન પુછે તો પણ આપણો (એટલે કે મારો, 100મી પોસ્ટે જ) જવાબ આ રહ્યો –

.

.

એપ્રિલ 24, 2008 ના રોજ પ્રથમ પોસ્ટ લખી અને એમાં બ્લોગ બનાવવા પાછળના પરિબળો પણ જણાવ્યા હતાં!

જોત જોતામાંઆજે એ વાતને (ભૂલ ચૂક લેવી-દેવી સાથે)617 દિવસ  થઈ ગયા! બાકી બધુ તો કોઇપણ જાતના આયોજન  વગર થતું રહ્યું, પણ જો કે 96મી પોસ્ટથી આ 100મી પોસ્ટનું આયોજન તો જાણી જોઇને જ કર્યું એટલે કે આ તારીખ રાખી કે 2009નાં આખરી દિને 100મી પોસ્ટ હોય અને પછી 2010માં નવી ઘોડી નવો દાવ કરીશું.

આ સફર દરમ્યાન ઘણું શીખવા-જાણવા અને સમજવા મળ્યું, જો બ્લોગ જગતમાં ન આવ્યો હોત તો પાક્કુ જ છે કે અત્યારે જેટલા લોકોનાં બ્લોગ વાંચું છું એ ન જ  વાંચતો હોત. અને બ્લોગીંગ કરવાથી ઘણી વાતોનો અહેસાસ થયો , જેમ કે ઘણીવાર લેખકોના લેખ કરતા બ્લોગમાં નાની વાતો કે જે (કહેવાતા) બુધ્ધિશાળી લોકોને વાહિયાત લાગે એવી હોય, એમાં કંઇ સાહિત્યિક ઊંચાઈ ન પણ હોય છતાંપણ  “ટચી” હોય છે. અને  સામે પક્ષે  અમુક લેખકોની બ્લોગ પોસ્ટ કે કોમેન્ટમાં માત્ર આ માધ્યમનો (દુર) ઉપયોગ કરવાની ખંધાઈ પણ નજર આવે. સાથે સાથે એ વાતની કદર પણ થાય કે આ લેખકો/કવિઓ/પત્રકારો  માટે સાલું રેગ્યુલર લખવું કેટલું અઘરૂં છે!

આ 100 પોસ્ટ કોઇ મંઝીલ નથી પડાવ છે (ધમકી!),  પણ એ સાથે / આ 100મી પોસ્ટ સાથે  સાથે એક અજીબ સી (ઘેલછા ભરી) લાગણી પણ થાય છે કે કાલ સવારે હું 100 સાલ પૂરા કરીશ ત્યારે પણ  બ્લોગ દ્વારા મારૂં નામ ક્યારેક સર્ચ એન્જીન ઝબકાવશે !

સરવૈયું કાઢીયે તો એક વાત ઊડીને આંખમાં કણાની જેમ ખટકે એવી એ છે કે મને હજુયે સાચી જોડણી ન આવડી! એના માટે કોઇ બહાના બાજી નહી કરૂં એના માટે  આળસ… બેદરકારી અને પરફેકશનનો અભાવ વિગેરે જવાબદાર હોય શકે અને આશા છે કે નવી ઘોડી નવો દાવમાં એ કમી સુધરી જાય…

Advertisements

11 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

11 responses to “એકસો મી ટપાલ

 1. ઓર યે …..રજનીભાઈ કા સાનદાર સતક…બહોત બહોત શુભકામના રજનીભાઈ આપકી ૧૦૦૦ મી ટપાલ પે ભી હમ પહેલે આપકો મુબારખ દેંગેં યે વાદા રહા…!

 2. Manan

  રજનીભાઈ…ખુબ ખુબ અભિનંદન….તમારી ૨૦૦મી પોસ્ટ ની રાહ માં છીએ…..

 3. અરે વાહ તમે આટલું બધું લખી નાખ્યું?? હવે ઓલા મહાન બ્લોગર ની જેમ થોડું લખતા શીખી જાવ..;)
  બોલો મોદી બાબા ની જય !!!

 4. rajniagravat

  Thank You, Vivek Doshi,Manan Bhatt & ‘K’ “u”nal BABA!

 5. Megha joshi

  Good going…keep it up
  kalam kavadava thi dur rahe evi shubhechhaao…

 6. અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છાઓ.

 7. તમે ઈચ્છા વ્યક્ત કરી છે કે કાલે કદાચ ૧૦૦ વર્ષ પછી પણ તમારું નામ બ્લોગના કારણે સર્ચ એન્જીન ઝબકાવશે…….પણ આ વાતમાં એક નાનકડો પ્રોબ્લેમ છે……મેં તમારો બ્લોગ સર્ચ કરી જોયો પણ તમારા બ્લોગ વિષે સર્ચ એન્જીન્સમાં ખાસ રિઝલ્ટ્સ મળતા નથી……પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ છે……….તમારા બ્લોગ ડેશબોર્ડ પર ડાબી બાજુના સાઈડબારમાં આવેલા tools નામના ઓપ્શન પર ક્લિક કરીને webmaster tools verifications ઓપ્શન પરથી તમારા બ્લોગને ગૂગલ, બિંગ અને યાહૂ સર્ચ એન્જીન્સમાં વેરીફાય કરી લો……પછી તમારો બ્લોગ વેરીફાય થવાથી hopefully ૨૦૦ વર્ષ સુધી પણ તમારો બ્લોગ સર્ચ એન્જીન્સ ઝબકાવતા રહેશે!!!!!

 8. Congratulations on 100th blog and Best luck for 200..300…400…1000… blogs… and I am really like to read ur blogs…. carry on sir…

 9. ૧૦૦મી પોસ્ટ માટે અને આવનારી નવી પોસ્ટ માટે અભિનંદન.

 10. પિંગબેક: પેઈન હો યા પાર્ટી – દિલ સે હો ! | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s