આખું ગામ કૉપિ-પેસ્ટ કરતું હોય તો હું યે શા માટે બાકી રહી જાઉ? અલ્પેશ ભાલાળાનો આ લેખ જો કોઇને ભીંજવી ન શકે તો એ માણસ આખું આયખું કોરૂં ધાકોર માનવું.
http://amdawadi.blogspot.com/2009/06/blog-post_5174.html
અલ્પેશભાઈનો આ લેખ વાંચતી વખતે મને યાદ આવ્યું કે અમારા લગ્ન બાદનું (1991નું) પહેલું ચોમાસું, ગાંધીધામમાં હું 1100 રૂપિયાની નોકરી કરતો, મસ્ત વરસાદ આવતો જોયો (વરસાદ તો હંમેશા મસ્ત જ હોય છે ને?) અને પેલા ગીતની માફક મારૂં મન મોર બનીને થનગાટ કરવા લાગ્યુ હશે કે હું તુટેલું – ફુટેલું (કંપનીનું) લ્યુના લઈને ભાગ્યો 6 કી.મી. દુર આદિપુર, (જ્યાં અમે 300 રૂપિયાના ભાડાની એક ખોલી માં રહેતા! ) મારી વાઇફ (જયશ્રી) ને એ લ્યુના પર બેસાડી અને અમે આદિપુર ગાંધીધામની સહેલગાહ કરી, એવું લાગતું હતું જાણે હાથીની અંબાડી પર બેસીને રાજા-રાણી નગરચર્યા જોવા નીકળ્યા છે.

રણ પણ હોય શકે લીલા છમ્મ ... હમ્મ્મ
હવે ના તો એ તુટેલું ફુટેલું લ્યુના છે, ના તો એ નોકરી, હવે તો મન મોર બની ને થનગાટ કરવાને બદલે કલગી ભીંજાયેલા કુકડા જેવું મન થયું ગયું છે.








3 Comments
July 1, 2009 at 10:09 pm
વરસાદને સરસ વહાલ કર્યું છે.
July 16, 2009 at 6:09 pm
કલગી ભીંજાયેલા કુકડા જેવું મન થયું ગયું છે
સરસ
July 24, 2009 at 7:13 pm
[...] નામનો ટોપિક ચાલે છે , અને આ પહેલા અલ્પેશ ભાલાળાએ વરસાદપર વ્હાલ વરસાવતો… તો મૂકી જ હતી પરંતુ ગઈ કાલે [...]