રખડપટ્ટી


થોડા સમય પહેલા અમે ત્રણ મિત્રોના  કુટુંબ કબીલા સાથે કચ્છમાં ક્યાંક એવી જગ્યાએ રખડવાનું મન થયું કે કંઇક “ટૉમેટો કેચ અપ” ની જેમ સમથીંગ ડિફરન્ટ હોય!

અલગ અલગ જ્ગ્યાના નામ લેવાતા ગયા, અને ચોકડી મારતા ગયા, આખરે ભુજ સ્થિત મિત્ર ક્ષિતિજ શુક્લાને પુછતા એણે એક  જગ્યાનું નામ આપ્યું અને કહ્યું કે તેઓ ગયા તો નથી પરંતુ આ એક એવી જગ્યા છે જ્યાં ફરતા એમ નહી લાગે કે રણમાં છો, આખા કચ્છમાં અહિં જેટલી  હરિયાળી ક્યાંય કલ્પી નહી શકો!  એ જગ્યા એટલે ભુજથી માતાના મઢ, નારણસરોવર જતાં સામત્રા ટીવી રીલે સ્ટેશન આવે છે ત્યાંથી 4 કિ.મી. એક આડો  રસ્તો ફંટાય છે અને એનું નામ=  ચારવા રખાલ યાને પ્રાગસર.

પ્રાગસરમાં પ્રવેશ

પ્રાગસરમાં પ્રવેશ

ભુજમાં જ અંદાજ આવી ગયો કે આ જગ્યાતો કંઇક અલગ હોવી જોઇએ! કોઇએ આવું (વિચિત્ર) નામ સાંભળેલ ન હતું,  ભુજથી  21 કિ.મી. સામત્રા તરફ પ્રયાણ કર્યું , ફરી સામત્રામાં એક પુછ-પરછ પણ કોઇને ખબર ન હતી! છેવટે એક બુઝુર્ગને આ વિશે ખબર હતી, એટલે સામત્રાથી 4 કિ.મી. ના અંતરે આવેલા એ વેરાન સ્થળે પહોંચ્યા!.

મગર અને માછલીઓથી તસતસતું તળાવ

મગર અને માછલીઓથી તસતસતું તળાવ

ત્યાં ગયા તો એકદમ રાજાશાહી સ્ટાઇલ ……….. એટલે કે એમને કંઇ પડી ન હતી, રસ ન હતો. અને છતાંયે એન્ટ્રી અને પાર્કીંગના ચાર્જીસ “સરા એવા” .  એ અલગ વાત છે કે પાર્કિંગ જેવું કંઇ હતું જ નહી ( જો કે મને એનાથી એક આઇડિયા આવ્યો હવેથી આપણા ઘરે કોઇ આવે તો આપણે પણ પાર્કિંગ ફિ લઈ શકીયે. ) એની વે, ત્યાં ચોકીદાર, કેર ટેકર કે જે કંઇ કહો એવા એક દરબાર હતા તેઓ  સાથે “સલુકાઈ” વાત કરી તો એમણે અમુક વાતો કરી-

1 – અહિં તળાવમાં 400 મગર રહે છે.

2- આ ગાર્ડન નથી, જંગલ છે અને તે 26 કિ.મી. માં પથરાયેલું છે.

3- વરસો પહેલા અહિં રાજા શિકાર માટે આવતા.

[ અમે 3 કલાકમાં દુ..ર દુ..ર એક  જ મગર  જોયો! કાર લઈ જવાની મનાઈ અને સાથે પરિવાર  હોવાથી 2.6 કિ.મી. પણ અમે ચાલ્યા નથી ]

મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો

મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો

ત્યાં અમુક ક્વૉટ બહુ જ સરસ હતા અને સરસ રીતે લખ્યાં હ્તાં , કે  આપણને  કોઇ સ્કૂલ કે સરકારી પરીસરમાં હોય એવા આર્ટીફિશ્યલ અને સંવેદના-હિન ન લાગે. એજ  રીતે આપણે જનરલી  ગાર્ડન જ જોવા ટેવાયેલાં હોઇએ તો થોડી નવાઈ લાગે બાકી જંગલની મજા નિરાલી છે એ જોઇએ ત્યારે ખબર પડે કે અહિં કંઇ “ગોઠવી”ને નથી રાખ્યું, પરંતુ ખુદ કુદરતે સજાવ્યું છે.

છેને જક્કાસ બાકી?

છેને જક્કાસ બાકી?

ત્યાં નહિ અહિં જોઇને કહો કે છે ને જક્કાસ ?

ત્યાં નહિ અહિં જોઇને કહો કે છે ને જક્કાસ ?

કોણ જક્કાસ ? અરે ખાલી સાઇડ નહી ડ્રાઇવર સાઇડ જુવોની ભલા!

જેમ ઉપર વાત કરી કે અલગ અલગ ક્વૉટ તો અમુક સુચના હતી જેમાં સરસ સુચન હતું કે જો કુદરતને સાંભળવી હોય તો  શાંતિ રાખો. પણ એમ આમણે મુંગા મરીયે? કલબલાટ કલબલાટ ! [કોનો એ પુછીને ધર્મસંકટમાં ન મૂકતા!]

ચાલી ચાલેને થાક્યા ચરણ તો યે ન પહોંચ્યા . . .

ચાલી ચાલેને થાક્યા ચરણ તો યે ન પહોંચ્યા . . .

અહિંથી ભુજ ની હોટેલ પ્રિન્સના તોરલ રેસ્ટોરન્ટમાં પેટ પુજા કરી  કાફલો નીકળ્યો રૂદ્રાણી ડેમ અને રિટર્ન  ભુજમાં હિલ ગાર્ડન તરફ , પરંતુ અભી લેતે હૈ એક છોટા સા બ્રેક.

Advertisements

11 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

11 responses to “રખડપટ્ટી

 1. Ulupi

  Nice description rajnibhai… i miss my tracking days at ” BAKOR” near panchmahal….

 2. સરસ રજૂઆત. આ જગ્યાની મુલાકાત લેવી પડશે એવું લાગે છે.

 3. રખડપટ્ટીની રોચક રજૂઆત.

 4. અહિં તળાવમાં 400 મગર રહે છે.

  WHO COUNTED THEM?

 5. મિત્ર રજની,

  તારી આ પોસ્ટ વાચી ને આપણા એ ગોલ્ડ્ન દિવસો ની યાદ તાજી થૈ ગઈ. હવે તો જ્ન્ગલો પણ ઘટ્તા જય છે અને માનવીઓ પાસે કુદરત ને ખોળે આળોટવા નો સમય પણ ખુબ ઓછો બચતો જાય છે. આ પોસ્ટ વાચી ને આ હકિકત ખુબ ચચરે છે પણ માનવી ને મુળ સ્વભાવ થી વિપરિત વર્તવા મજબુર કરે તેનુ નામ જ સજોગ…….. આવુ આવુ પીરસતા રહેજો…….

 6. પિંગબેક: રખડપટ્ટી-II « એક ઘા -ને બે કટકા

 7. સારી જગ્યા છે!
  કોઈને રસ્તા ની ખબર નો’તી? બહુ કે’વાય. બહુ ફેમસ છે રખાલ.
  ત્યાં ઈ લોકો એન્ટ્રી ફી તો લે છે પણ કોઈ જ સગવડ નથી આપતા. ફી પણ વધારે છે.
  ત્યાં ખરેખર ઘણા બધા મગર છે અને માનવી ની દખલ ઓછી હોવાથી હજુ પણ કુદરતી સ્થિતિ માં જ છે. ત્યાં હરણ પણ ઘણા બધા છે.
  ક્યારેક સમય મળે તો વાંઢાય જજો, ત્યાં ના તળાવ માં અમે મગર જોયેલા છે. બે-ત્રણ સારા મંદિરો છે. જો દરિયા કિનારો જોવો હોય તો પિંગલેશ્વર જજો!
  નોધ: રખાલ કચ્છ નો સૌથી હરિયાળો વિસ્તાર નથી!

 8. પિંગબેક: કચ્છના ધોળાવીરા_વ્રજવાણી ફર્યા ? | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s