Monsoon Memories


ઓરકુટ પર ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ માં Monsoon Memories… નામનો  ટોપિક ચાલે છે , અને આ પહેલા અલ્પેશ ભાલાળાએ વરસાદપર વ્હાલ વરસાવતો લેખ લખેલો એની પોસ્ટ તો મૂકી જ હતી પરંતુ ગઈ કાલે (ગાંધીધામના પ્રમાણમાં) સારો એવો વરસાદ આવ્યો, મારી ઓફિસ બીજા માળે છે અને અમારો ઉપલો માળ ખાલી છે 😉 , એટલે  છતમાંથી ટાઢા ટબુકલાની જેમ પાણી ટપક્યુ જ નહી પરંતુ રીતસરની ધાર થઈ! એના કારણે આજે સીટીંગમાં થોડો ફેરફાર કરતા કરતા   પાસ્ટમાં ચોમાસાએ દેખાડેલ ચમકારાથી આ પોસ્ટ બનાવવાનું સુઝ્યું.

1– ખાસ યાદ નથી પરંતુ લગભગ 1980-81 ની સાલમાં અમારા ગામ ધૂળકોટથી મોરબી એકલો ગયેલો, ત્યાંથી રિટર્ન થતા સાંજ પડી અને વરસાદ જામી પડતા રસ્તામાં રાત પણ પડી ગઈ, હવે બસ આગળ જઈ ન શકે, અમુક કલાકો એમ જ કાઢ્યા, વરસાદના પાણીથી નદી નાળા એટલા છલકતા હતાં કે બસ આગળ જવાના કોઇ ચાન્સ ન હોવાથી ફરી બસ મોરબી લઈને બીજા રસ્તેથી ધૂળકોટથી ત્રણ કિ.મી. આવેલ આમરણ સુધી અમારા સંઘને લગભગ રાત્રે 2-3 વાગ્યે પહોચાડ્યો. ગામના અમુક લોકો પણ હતા એટલું સારું હતુ. ત્યાંથી વરસતા વરસાદે,પાણી ભરેલો રસ્તો ખુંદતા ખુંદતા ધૂળકોટમાં જાણે વિજયી પ્રવેશ કર્યો અને એની જ રાહ જોઈને બેઠુ હોય એમ વાવાઝોડા જેવો પવન ફુંકાવા માંડ્યો… ત્રણ કો.મી.માં ડર ન લાગ્યો એટલો ડર ગામમાંથી ઘરે પહોંચતા લાગ્યો હતો કેમ કે એ સમયે તો ( અત્યારના રામકોના સીમેન્ટ ના નહી પરંતુ) ગામડામાં અમુક ઘરો કે ગમાણમાં મેટલના પતરા નાંખતા એ પતરા ઉડતા.. જેવું “ફિલમો” માં જોતાં એવું જ થતું હતું સનનન કરતું ક્યાંકથી પતરૂં આવે અને એમ થાય કે ગળુ કપાયું , એ પતરાન અવાઝ એ વીજળીના ચમકારા અને એ કોમળ (!) હદયનાં ધબકારા અત્યરે યાદાઅવ્યુ તો હજુયે સંભળાય છે. – ( કોમ્યુના એ  Monsoon Memories… ટોપિક પર મિત્ર ધૈવત ત્રિવેદી  એ  પણ કહ્યું હતું એ  વાત યાદ આવી કે કપડા તો પહેલેથી જ ભીના હતા અને વરસાદ હજુયે ચાલુ હતો એટલે “ભીના કપડાની” તો  ચિંતા ન હતી. )

2– બીજી વાત ગયા વરસની છે, સેઈમ આ વખતની જેમ છતમાંથી ગંગાજી પ્રગટ થયા હતાં અને યોગાનુંયોગ (?) એ રાત હતી, વો રાત કી જબ સુબહ હુઈ અને ઓફિસ ખોલી તો  પાણી… પાણી… અને મારી વરસો થી કરેલ મહેનત પણ પાણીમાં! એટલે કે ગુજરાતી ટાઇપ કે નેટથી પરિચિત ન હતો ત્યારે કંઇ  પણ ,ક્યાંય પણ વાંચુ તો એની નોંધ કરી લઉ, છાપા-મેગેઝિનમાં  કોઇ આર્ટીકલ/ફોટા ગમી ગયા હોય તો એ એના કટીંગ્સ અને 1990માં લખેલ મારી સર્વપ્રથમ વાર્તા આ બધી સામગ્રી ભીંજાયને વિજાતિય પાત્રો (377ની કલમ તો હવે કાયદેસરની થઈને?) વરસાદમાં ચીપકી જાય એમ ચિપકી ગયા હતા! હવે શું કરવું? એ વાત કદાચ મેં ઓરકુટ પર કરી અને કુણાલ ધામીએ ફોન કૉલ કરી મને સરસ આઇડિયા આપ્યો જેના અમલથી “બચાવ કાર્ય” થઈ શક્યુ. (ત્યારપછી મોટાભાગના સાહિત્યને ડિઝીટલ રૂપ આપી દિધું એટલે ટાઇપ કરી લીધુ છે.)

Advertisements

1 ટીકા

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

One response to “Monsoon Memories

  1. Hey Rajnibhai ! You are from Dhulkot ? !! It’s my grand mothers’ home town 😉 Im from Sampar/Madhapar 😉 which is not far away from Aamran/Dhulkot 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s