ઝંઝાવાતી લેખક બક્ષીબાબુની 77મી જન્મજયંતિ


આજે મારા પ્રિય લેખક ચંદ્રકાન્ત બક્ષીનો 77મો જન્મદિવસ.

એકે હજારા

એકે હજારા

બક્ષીજીએ એટલું બધું લખ્યું છે, એમના વિશે પણ એટલું બધું લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે..  બક્ષી સાહેબની વાત આવે સ્હેજેય સુપર લેટીવ ડીગ્રીમાં વાત થઈ જ જાય એટલે એ અંદાજ માં કહીયે તો અક્ષર જ્ઞાન  ધરાવતી એવી કોઇ વ્યક્તિ ગોતવી મુશ્કેલ છે જેણે બક્ષીને વાંચ્યા ન હોય અને જે એમની કલમનો કાયલ ન હોય અને જે એમના વિશે જાણતો ન હોય… એટલે શું લખવું એવી મુંઝવણ થવી સ્વાભાવિક છે.  પણ પછી એમ થયું કે જેમ દરેક લેખક બક્ષીજી વિશે લખવાની તક મળે એટલે પોતાના વિશે લખવાની તક જતી નથી કરતો એમ આપણે પણ આપણા વિશે લખવાની તક શા માટે ન ઝડપવી?

માણસ નાનો હોય કે મોટો, લેખક હોય કે વિવેચક કે વાંચક પણ એનાવિશે  ગલતફહેમિયા કરવી, પાળવી, પોષવીએ આપણી પ્રકૃતિ છે,  હું મારા ભાણાની માખી ઉડાડવાનો પ્રયાસ કરું તો  એમાંથી એક જ  ગેરસમજ જે એક સાથે બે લેખકોએ મારા  વિશે કરી તે જાણીને  મને ય નવાઈ લાગી!

હું (માત્ર) બક્ષી ફેન છું, પણ મેં એમને પુરા વાંચ્યા નથી!

આ બન્નેનો જવાબ સાથે જ લખું તો ભાઈ, તમે જ્યારે કોઇના ફેન હો  તો એમનું બધ્ધું જ વાંચવું જરૂરી એવું કોણે કહ્યુ? કુણાલ ધામીએ  એ વિશે સરસ કિધુ હતું કે તમે કોઇનું એક વિધાન વાંચી/સાંભળીને પણ એના ફેન કહેવડાવી શકો!

અને આમ પણ મેં બક્ષીજીનું  બધું જ સર્જન વાંચ્યું છે એવું નથી કહ્યું પરંતુ (બક્ષીજી કહે છે એમ નમ્રતાના દંભ વિના જ કહું છું) મારું વાંચન ખરેખર ઘણું ઓછું જ છે પરંતુ  હા એ ઓછામાં 90% બક્ષીજીને વાંચ્યા છે કેમ કે પહેલી વાત કે ગુજરાતી સિવાય બીજી કોઇ ભાષા આવડતી નથી, બીજી વાત એ કે હું જે તે જગ્યાએ રહ્યો છું ત્યાં માત્ર અને માત્ર લાયબ્રેરી પર જ ડિપેન્ડ રહ્યો છું , અને મારા ભાગે જે લાયબ્રેરી આવી એના વિશેનો ઉકળાટ માટે તો બીજી પોસ્ટ જોઇએ.

મને બક્ષીજી ગમે છે એના ઘણા કારણોમાંનાં બે મુખ્ય કારણ

# તેઓ  લખતા એ વાંચકોને ગમતું, નહિ કે વાંચકોને ગમે તેવું લખવાનીકોશિશ.

# બીજી મુખ્ય વાત ઇમાનદારી.  જેમ ફિલ્મમાં રીલ લાઇફ અને રિયલ લાઇફ કહી શકીએ એમ તેઓ  પર્સનલ લાઇફ અને પ્રિન્ટ લાઇફમાં ઇમાનદાર રહ્યા છે એવું સતત પ્રતિત થયાં કરે.

-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

મારી કથા પુરી. વિચાર્યુ કે બક્ષીજી  લેખકોના લેખક ન હતાં પરંતુ  વાંચકોના / યાર બાદશાહનાં લેખક હતા બલ્કે છે.  તો એવા અમુક વાંચકો , યાર બાદશાહો નહી પણ યાર બેગમ/રાજકુમારીઓ પાસેથી એમના વ્યુઅ જાણીએ….

પરંતુ એ પહેલા

જેઓએ ક્ષણનો  ય .. ખરેખર ક્ષણનો ય   વિલંબ ન કર્યો કે ન કંઇ સવાલ કર્યા અને મદદ કરવા તૈયાર થયેલ આ લોકોનો આભાર …

* ફૉટો માટે નેહલ મહેતાનો

** શબ્દાંજલી માટે મૌલિકા દેરાશ્રી અને પિન્કી પુરોહિત નો


સૌ પ્રથમ મૌલિકા દેરાશ્રી – મૂળ નડિયાદ અને હાલે સૂરત રહેતી ગૃહીણીના શબ્દો ….

બક્ષીજી વિશે મૌલિકાના મૌલિક વિચારો - I

બક્ષીજી વિશે મૌલિકાના મૌલિક વિચારો - I

બક્ષીજી વિશે મૌલિકાના મૌલિક વિચારો - II

બક્ષીજી વિશે મૌલિકાના મૌલિક વિચારો - II

-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

ત્યારબાદ હવે અમદાવાદના એક વકિલ, પિન્કી પુરોહિત  કે જેઓ  કઈ “કલમ” થી કેવો  ચુકાદો આપે છે એનું હિયરીંગ ..

કાવ્ય પુરુષ સુરેશ દલાલ એ લખ્યુ છે કે mother શબ્દ માંથી જો M કાઢી નાંખવામાં આવે તો માત્ર other  જ રહી જાય છે.ગુજરાતી સાહિત્ય માંથી બક્ષી બાબુની જો બાદબાકી કરવામાં આવે તો આ “other” જેવા જ હાલહવાલ થાય એમ મારુ તો માનવુ છે. બક્ષી બાબુની જન્મતિથિ સાહિત્યજગત માટે તો એક પર્વ સમી કહેવાય.


સઆદત હસન મન્ટો કહેતા કે “જો સ્ત્રી વિષે લખવુ હોય તો સ્ત્રી બનવુ પડે” એ જ રીતે  બક્ષી બાબુ વિષે લખવુ હોય તો “દિલ ફાડીને” લખવુ પડે. મારુ તો કોઇ ગજુ નથી બક્ષી બાબુ વિષે લખવાનુ, સાહિત્ય પર્વ છે તો  બે બોલ તો કહી જ શકાય

દોસ્તી, વાત્સલ્ય, પ્રેમ,સ્ત્રી આ અને બીજા ઘણા બધા વિષય પર એ  વાસ્તવિક ચિત્રણ કરી ગયા છે.


બક્ષી બાબુએ એમના દરેક પાત્ર ને તટસ્થપણે, નિર્મમ થઇને સંપૂર્ણ માનવીય નિસબતથી આલેખ્યા છે. તેમની લેખનશૈલી માં પીડા, ક્રોધ, પ્રેમ, નફરત ની સાથે સાથે દંભી સમાજની ઠેકડી ઉડાવતો અવાજ પણ સંભળાશે, પણ આ બધાનો પૂર્વાધ નિર્મમ હકિકત જ છે.

બક્ષી બાબુના અસીમ લખાણમાં મને હંમેશા વૈચારિકતા, સામાજિકતા, ભાવનાત્મકતા દેખાઇ છે. એમણે માણસની નૈસર્ગિક વૃતિઓને હંમેશા તટસ્થ રીતે આલેખી છે.

એમની કડવી,તીખી શૈલી , મહોબ્બત, નફરત, નગ્નતા, આ બધામાં જ સાહિત્યની સદ્ચરિત્રતા છુપાયેલી લાગે છે.

ગુજરાતી સાહિત્યની પુંજી સમા બક્ષી બાબુ સમજુ સહ્રદય ભાવક ના દિલોદિમાગ પર અવિરત રહેશે.

-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-


29 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

29 responses to “ઝંઝાવાતી લેખક બક્ષીબાબુની 77મી જન્મજયંતિ

  1. ખજિત

    બક્ષી બાબુના વાચક પણ દિલ ફાડીને લખનારા છે, મૌલિકા બેનની પોસ્ટ આ જ સાબિત કરે છે. ભાવક તે આનુ નામ.

  2. બક્ષીબાબુના બન્ને ભાવકો એ બક્ષીનો ખૂબ સરસ પરિચય આપ્યો. મેં પણ બક્ષીનું પૂરેપૂરું સાહિત્ય વાંચ્યું નથી. કારણ કે વાચકોની ઝડપ કરતાં એમની લખવાની ઝડપ વધુ હતી. પરંતુ મેં જેટલા બક્ષીને વાંચ્યા એના પરથી હું પણ બક્ષીની કલમની ચાહક બની ગઈ.

  3. Narendra Mistry

    Rajniji,
    To be lover of someone…it is right, you need not have read all but most is must. Plus, you should atleast know about his style, class and thinking and be able to project it when time comes.
    I am one of the ardent fan of Baxiji but more because, I show in his writing a flair for languge, a die hard courage and more important- a true indifference to other’s opinion and always a target of opposition.
    I like my enemies just as much as my friends coz they keep me alert (this is perfect reason of me being fan of Him)

  4. jay vasavada

    rajnibahi,

    1.tame real life na baxi ne ketla jano 6o/hata ke reel ke real life ni comparision kari shako?

    2.bija lekhako potane gamtu nathi lakhta pan vachako ne gamadva ni j koshiosh kare 6e ane baxi aavu na karta aa beu drashtikon mate thoda sachot ane sacha drashtnto aapsho?

    • rajniagravat

      જય બાબુ,

      થેંક્સ ફોર બ્લોગ વિઝિટ .

      1- ફરી વાંચો= પર્સનલ લાઇફ અને પ્રિન્ટ લાઇફમાં ઇમાનદાર રહ્યા છે એવું સતત પ્રતિત થયાં કરે.

      2- અત્યારે તો નહી કેમ કે તમારા જેવા લેખકને પણ જો ટાઇમ લેવો પડતો હોય તો પછી મારે તો એનાથી 10-12 ગણો ટાઇમ લેવો પડે. => વિગતવાર વાત કહું તો એક-બે વરસ પહેલાજ મેં તમને તમારા રીલેટેડ જે કંઇ ચર્ચા કે લખાણની બધી જ લિન્કસ ડાયરેક્ટ તમને મોકલાવી હતી પરંતુ એ વાતને આટલા મહિનાઓ પછી જવાબ આપવાનો મનસુબો કર્યો છે તો પછી મારે તો કંઇક ટાઇમ જોઇએ ને?

  5. jay vasavada

    yes sir, pan e ‘pratit’ kaya aadhare thaya kare? ke bas em j?

    hu to satat varsho thi vagra karane tamarai darek comments ma jarur ke puri khabar vina anya lekhako pratye ni shanka-kataxo ange na aadhar mate tamara baxibabu par na lekh ange pu6u 6u 6u. eno clear javab aapva ma time lagto hoy to lo biju shu kahu? etle em j ne ke tame taran bandhi lidhu 6e, jenu homework haju karva nu baki 6e!!

    hu koi juni links no javab mangto nathi ke na to ullekh karu 6u..simple , tame je lakhyu enu kutuhal pargat karyu. aapva jeva javab aapu j 6u tarat. ane baki to fursade mari comm ma javab aapu 6u darek saval na. koi ne tarat javab melvi ne aham jagnasa ne badle aham santoshvo hoy ema hatash thay ema shu karu? 🙂

    • rajniagravat

      હાંજી સાહેબ

      કલીયર જવાબ માટે ટાઇમ લાગે કે નહી એ અલગ વાત છે પણ જવાબ તરત આપુ છું, અને એ પણ બીઝી શેડ્યુલમાં! મારે કોઇ હોમવર્ક કરવાની જરૂર નથી, તમે કોઇ લિન્કસના જવાબ માંગો ચો એવું તો મેં કહ્યુ નથી અને મેં તો એ ટાઇમે એવું કહ્યુ ન હતું કે તમે કેમ જવાબ નથી આપતા? હોમવર્ક કરવુ છે?

      જુની લિન્કની મેં એ વાત એ સંદર્ભમાં કરી છે કે જેથી આવા હોમવર્ક વગેરે જેવા સવાલો ન ઊઠે અને તમને ખ્યાલ આવે કે કારણ વગર પણ ડિલે થઈ શકે છે .

      તમને સવાલ કરવાથી કે તમારા જવાબ આપવાથી કોઇનો અહમ, જીજ્ઞાશા સંતોષાતી હોય તો એ મારો પ્રોબ નથી કેમ કે મેં કદી ત્યાં સવાલ પુછ્યો જ નથી! એટલે હવે આમાં હું પણ શું કરુ? 😉

  6. jay vasavada

    are mara saheb, hu shu kahu 6u e to samjo puru, hu shu lakhu 6u ne tame shu javab aapo 6o !!!…busy shedules tamar ne mara alag prakar na hoy..e mate mari life jivo tyare samjay baki to pruthvi par na 6 abaj loko ma koi navru j nathi.

    haju y tame nikhalas charcha ne badle shabdik point scoring-kadach ajaanta j karo 6o..

    • rajniagravat

      કયા કરે સાહબ, શરૂઆત જ કંઇક એવી થઈ છે, જેમ કે તમે મને પુછ્યુ છે કે
      bija lekhako potane gamtu nathi lakhta pan vachako ne gamadva ni j koshiosh kare 6e ane baxi aavu na karta aa beu drashtikon mate thoda sachot ane sacha drashtnto aapsho?
      તો યાર મેં તો એવું લખ્યું નથી કે બીજા લેખક વાંચકોને ગમે એવું લખે છે! મેં તો લખ્યું છે = “તેઓ લખતા એ વાંચકોને ગમતું, નહિ કે વાંચકોને ગમે તેવું લખવાનીકોશિશ” આમાં બીજા લેખકની ક્યાં વાત આવી એ સમજાવશોજી.

      નિખાલસતાથી તો પુછુ છું કે પ્લીઝ તમે જ સમજાવો કે બક્ષીજી રીયલ લાઇફમાં કેટલાક ઇમાનદાર હતા ? કેમકે એ તો સીધી સટ વાત છે ને કે અમારા કરતા તમે વધુ ઓળખતા હો.

      કરતો તો નથી પણ જો આપને હું શાબ્દિક પોઇન્ટ સ્કોરીંગ જેવું લાગી ગયું હોય એવું બની શકે એકચ્યુલી જવાબ આપવામાં રહી ન જાય અને એ કારણે કોમ્યુનીકેશન ગેપ ન રહે એટલે પોઇન્ટ ટુ પોઇન્ટ જવાબ દેવાની મારી વર્ષો જુની (કુ) ટેવ છે . એ તો હું સમજી જ શકું કે તમે વ્યક્તિ સ્વાતંત્ર્યમાં માનો છો , જે વ્યક્તિ એમ એફ હુસેનના ચિત્રોનો વગર સમજ્યે વિરોધ ન કરવો જોઈએ એવું સમજી શકતી હોય એ મને મારા વિચારને પણ રાખવામાં પુરી આઝાદી આપે એ તો હું સમજી શકું છું.

      બે વાત ચર્ચવાથી કંઇક જાણવાનું મળે એ કારણે તો અમારા જેવા નેટ પર આવતા હોય છે. એમ કરતા કરતા ક્યાંક પોતાનું અજ્ઞાન પકડાય જાય તો એ અમારા માટે જ્ઞાન છે અને એ મહિનાનો નેટનો ખર્ચો વસુલ! 😉

  7. જય વસાવડાને ગુજરાતીમાં લખતા નથી આવડતું? આ કચરો ગુજંલિશ કોમેન્ટ મારે અડધી વાંચીને છોડી દેવી પડી…

  8. jay vasavada

    kartikbhai,

    nathi aavdtu saheb, tamne aavdtu hoy to hu saro typist shodhu j 6u atyare..;)

  9. Sarth Shah

    લગે રહો કાર્તિકભાઈ અને રજનીભાઈ !!!

    @ જયબાબુઃ તમારી ટાયપિસ્ટની જરુરિયાત સાથે આ પોસ્ટ,રજનિભાઈ કે મને કંઈ લાગ્તુ-વળગતુ નથી.ઍટ લિસ્ટ, આ પોસ્ટના મેઈન હિરો બક્ષીબાબુની સાહિત્યિક ઉંચાઈને શોભે એવો રિપ્લાય કરો. એટલુ જ કન્ક્લુડ કરવું રહ્યુ કે ” તમારુ પણ બક્ષીબાબુ વિશેનુ જ્ઞાન કંઈ વિશેષ ન જણાયું”.

    તમારા રિપ્લાયસ જુઓ અને “એક ઉંચા અદના બક્ષીપ્રેમીના” રિપ્લાયસ જુઓ.જરા ચાખી જુઓ !!! અમારા રિપ્લાયસ કદાચ મોળા લાગ્શે પણ તમારા તો ફિકકા જ લાગશે !!

  10. jay

    priya bandhu jano,

    mane gujarati ma lakhta kevu aavde 6e e 14 varsh thi to aakha gujarat ne khabar 6e. gujarati lakhvu ane gujarati lipi ma type karvu banne alag alag aavdat 6e.

    ane mare to kharekhar sara gujrati typist ni tati jarur 6e. daba hathe aatlu y mand mand type karyu.

    astu.

  11. sudarshan

    એમ તો એકે હંગલ પણ ઘણાં વર્ષોથી ફિલ્મલાઇનમાં છે. એટલે તે અમિતાભ કરતાં મહાન કહેવાય?

  12. jay

    bhai sudarshan

    lage 6e ke gujarati ma ‘lakhva’ nu to theek, pehla ahi ghana e gujarati ‘vanchva’ nu sheekhvu pade em 6e..e sheekho tyare vat agal karishu 😀

  13. khyati

    aa bhai no jamno haath bhangyo chhe to typist ni jarur chhe. dabo haath bhangyo hot to???

  14. sudarshan

    તમે લખતા શીખી જાવ, પછી હું વાંચતા શીખી જઈશ 🙂

  15. jay

    sudarshanji sheekhvado ne…aap na lekho kya pragat thay 6e? pustako kya male 6e? vyakhyano kya hoy 6e? vanchi-sambhali ne sheekhi jaish 😉

    khyatiben, aam to sanitary technology daba hathe thata ketlak ‘kam’ aasan kari de 6e, jya hath ni jarur j nathi raheti nathi..6ata jarur padat to ek haseen paricharika rakhi j let 😀

  16. Dr. B B Soneji

    વ્યક્ત કરાયેલા શબ્દો આપણા વ્યક્તિત્વનો અછડતો તો ખ્યાલ આપી જ દેતા હોય છે, I mean, reflecting your REAL life. So far we realized this thing. જે જેવુ લખે એવું વાંચકને લાગી શકે અને એ જ વસ્તુ રજની અગ્રાવત સાથે બન્યુ હોય કે બક્ષીજીના શબ્દોનું સત્ય એમને સ્પર્શી ગયુ હોય જે તેઓ વ્યકત ન કરી શકે પણ અનુભવી શકે

    બીજું, ગુજરાતીમાં લખવા માટે Typist નહીં પણ માતૃભાષાને કોમ્પ્યુટરના પરદે ઉજાગર કરવાની અદમ્ય ઈચ્છા જોઇએ. ઉદાહરણ તરીકે ચીન અને જાપાન તરફ નજર દોડાવી શકીએ.

    આવજો.

  17. jay

    gujarat ma ek karod gujarati o ne gujarati type karta aavdtu hashe. sarkari clerko thi ssc na student sudhi…etle shu e satat baxi ke gunvant shah jevo ek column na standard no lekh lakhi shakshe? gandhiji na gujarati axar kharab hata to shu emni gujarati bhasha kharab hati?

    gujarati ma type karta aavdvu ane gujarati ma ‘lakhta’ aavdvu e be judi skill 6e. ek technical 6e.biji creative. 😀

  18. Krish

    dear jv,
    why are you wasting your time in such useless debate and closed mentality ?

  19. Harsh

    Tamari Charcha o ma koi ras nathi, but Jay bhai, Gujarati Blog Vishv ma navo chhu ane paheli j var tamara posts joya chhe. Dont mind Jay bhai but tamaro chahak chhu etle lakhu chhu ke tamne aam darek vyakti sathe faltu ane useless charcha ma utarata joi aashcharya ane dukh thay chhe,
    It wasn’t expected from man like u.

  20. paras makvana

    Bakshi babu ni gujarati,hindi,english ane urdu mix shaili kharekhar mast chhe.

  21. બક્ષી બાબુને મેં ખાલી એમની કોલમ દ્વારા વાંચેલા કોઈ પુસ્તક વાંચ્યું નથી,પણ હું એમનો જબરદસ્ત ફેન છું.
    હવે જય વસાવડાનો નકલી બ્લોગ પણ ચાલે છે,જેની તેઓને ખબર નહોતી.હજુ હમણાં જ એમણે પ્લાનેટ જેવી નામેં બ્લોગ બનાવ્યો છે.માટે અહીં જે જય વસાવડા દલીલો કરે છે તે નકલી ના હોય જરા ચકાસી લેશો.એમને ફેસબુકમાં પૂછી લેવું સારું.

  22. પૃથ્વીરાજ સિંહ રાણા

    રજની ભાઈ ,,,,

    બક્ષી બાબુ વિષે લોકો ને જાણકારી આપવી ખૂબ જરૂરી છે જેમ કાંટા લાગા સોંગ નવી પેઢી ને એમ જ છે કે તે તો ડીજે ડોલ ની રચના છે પણ અસલિયત માં એ નૌશાદ ની રચના છે,,, ગીત ના રેકોર્ડિંગ લઈ ને વિવાદ થતાં નૌસાદ સાહેબે કીધૂ આ સંગીત ભગવાન શિવ ની વિધા છે એને બદનામ થાય એવું નો કરવું હોય તો ,,, તો ડીજે એ કહ્યું અમે આ ની 6 લાખ સીડી વહેચી છે તો નૌસાદ કહ્યું કે હજી પરફોમર ને ઓછા કપડાં કે કપડાં જ નો પહેરાવ્યા હોત તો 12 લાખ થી પણ વધુ વેચાત,,, આજે આવા બે કોડી ના લેખકડા એમ જ સમજે હું સેલેબલ છું ,, જ જા ભૂંડા તું જાતે જ તારું મેગેજીન કાઢ ને એમાં તારા એકલા ના લેખ લખવા ના ,,, પછી જો ,,,, કોઈ ભોજીયો ભાઈ પણ એ લેવા નહીં આવે ,,,,

Leave a reply to sudarshan જવાબ રદ કરો