Category Archives: e_મેગેઝિન

અલવિદા ઓરકુટ આલમ તરફથી …


આજે એફ.બી., બ્લોગ, ટ્વીટર,  ગૂગલ પ્લસ, પીન કે અન્ય કોઈપણ જગ્યાએ જે કોઈ છે એમાંથી મોટાભાગના લોકો ઓરકુટ અટારીથી આવેલ હશે.

૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪નાં રોજ ઓરકુટનાં ‘કપાટ’ બંધ  થવાના છેની અગમ ચેતી આવી ગઈ ત્યારથી અમારા જેવા ઓરકુટીયાવનાં આક્રંદ ચાલુ થઇ ગયા …. પરંતુ એ માટે ય પ્લેટફોર્મ તો ઓરકુટ સિવાયનું  !!

મેં મારા એફ્બી સ્ટેટ્સ પર એકવાર કોમેન્ટ કરેલી એ મુજબ લોકો એ ઈમેઈલની શરૂઆત કરી એ કાળ ને પ્રાથમિક શાળાનો ગણી શકાય, ત્યારબાદ યાહુ ચેટ એ હાઈસ્કૂલ અને હવે એફ્બી છે એ (ગ્રેજ્યુએશન માટેની) કોલેજ અને એમાંય ટ્વીટરને એન્જીનીયરીંગ કે એવું કંઈક કહી શકાય. એટલે એ મુજબ જોઈએ તો આપણને મજા કોલેજમાં આવે પણ દિવસો હાઈસ્કૂલનાં યાદ કરતા હોઈએ છીએ. એમાં કંઈ ખોટું પણ  ના કહેવાય કેમ કે કોલેજમાં જે ‘મજા’ માણીએ છીએ એનો પાયો અને ‘ટ્રીક’ તો હાઈસ્કૂલમાંથી જ મળેલ હોય છે.

જે લોકોનો (નેટ પર) ઓરકુટ સમયે જન્મ થયો ના હોય એમને એવો પણ સવાલ થઇ શકે કે યાર અગર આટલું બધું સારું ઓરકુટ હતું તો બંધ કેમ થાય છે અને તમે બધા એ છોડીને એફ્બીમાં શું કામ જોતરાયા?

જે લોકોનો ઓરકુટ સમયે જન્મી ચૂક્યા હતા તેઓ કહેશે ઈ બધી તમને ખબર ના પડે કે ઓરકુટ શું ચીજ હતી?

આમ પરસ્પર દલીલ અને કારણો અપાતા હોય જે અમુક અંશે વ્યાજબી પણ હોય અને  અમુક લોકો એ  તર્ક, વિતર્ક કે કુતર્ક સુધી પહોંચી જાય ત્યારે જાણી શકીએ કે  આ વર્ચ્યુઅલ વર્લ્ડ પણ  “જનરેશન ગેપ” માંથી બાકાત ના રહી શકે !

ઓરકુટ એ શું આપ્યું એમાંથી મોટાભાગની વાતો તો એફ્બી પર ઓલરેડી વંચાય અને ચવાય ગઈ છે. લોકોને એફ્બીમાં શું મળે છે અને ઓરકુટમાં શું મળતું હતું એમાં સૌથી મુખ્ય વાત આવે ‘કોમ્યુનીટી’ની. પેલા બાળગીત/જોડકણાની જેમ કહીએ તો ઓરકુટ એ આપી કોમ્યુનિટી, કોમ્યુનીટીએ આપ્યું ઈ_મેગેઝીન અને ઈ_મેગેઝીન એ કેટલા કવિ-લેખકો-કોલમિસ્ટો આપ્યા? અધધ …. ગણ્યા ગણાય નહિ, વિણયા વિણાય નહિ એટલા. અત્યારે આપણા એફ્બી લીસ્ટમાં સામાન્ય/નોર્મલ મિત્રો કરતા કવિ-લેખકો-કોલમિસ્ટો (એબનોર્મલ !!) નો આંકડો મોટો હશે અને એમાંથી ય આપણે અજાણ હશું!

એવા રાઈટર્સ પણ છે કે જેમને ઓરકુટ પહેલા યા તો કોઈ (ભોજિયો ભાઈ ય) જાણતું ના હતું યા તો બહું ઓછા જાણતા હતા તેઓ (ચાલાકીપૂર્વક) પોતાનો એક વર્ગ ઊભો કરી શક્યા છે!

જે લોકોનો પ્રોફેશન અલગ હોય પણ એવા અમારા જેવા મોડરેટર્સ યા ને ‘એડ્મીનો’ નો પણ એક જમાનો હતો, અને અમે આજે ય (ખોટેખોટા) કોલર ઊંચા રાખીને જાણે કોઈ છાપા-મેગેઝીનનાં તંત્રી અને સંત્રી હોય એવી રીતે વર્તતા અને વર્તીએ છીએ!

આ બધી વાતોનો એક કેફ હોય છે જે ‘હમારે જમાને કે’ નો અહેસાસ દેવડાવતો રહેશે. પણ પેલું કહેવાય છે ને માતાનું દૂધ છોડવાનો પણ એક સમય હોય, ઘર છોડવાનો પણ એક સમય હોય અને થોડી (ક જ) રંજિશ રાખીને ઘરથી અલગ થઈને પોતાનું ઘર વસાવવાનો પણ એક સમય હોય જ છે ને?

મને ટેકનીકલી બહું ખબર નથી પણ જે રીતે ગૂગલ કહે છે એમ ઓરકુટ ડેટા સચવાયને પડ્યો તો રહેશે અને સમય તેમજ ‘જરૂરિયાત’ મુજબ એને કેવી રીતે ‘કાઢી’ શકાય એ યા તો સમય કહેશે યા કોઈ ટેકનીકલ વ્યક્તિ કહેશે.

~ અમૃત બિંદુ ~

આજે મળ્યા છીએ આ વિશાળ હોલમાં;

કાલે મળીશું યાદોની નાની બખોલમાં

ઓરકુટ અને  એફ્બી પરની રીલેટેડ લીંકસ 

4 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, e_મેગેઝિન, social networking sites

વસુકી ગયેલ ‘e_વાચક’ની વાર્તા


અત્યારે હરતા-ફરતા-ચરતા ફોટોગ્રાફર(સ) અને ફિલોસોફર(સ) એ ફેસબુકની દેન છે યા તો આભારી છે એમ કહી શકાય એવી જ રીતે ઓરકુટ એ અસંખ્ય(?)authors ‘ઓથરો’ 😛 આલ્યા છે એમ કહી શકાય.

આજે તો ઓરકુટ એ કોંગ્રેસની જેમ ભૂલાય ગયેલ ભવ્ય ભૂતકાળ લાગે પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઓરકુટ આલમનો પણ એક આલા જમાનો હતો! ઓરકુટની ખાસિયત એ હતી કે આમ ખાસ હોય કે આમ આદમી/ઓરત ચર્ચા કરતા અને માત્ર લાઈકનો ઉદય થયો ના હતો એટલે લોકો કંઈને કંઈ લખવા પ્રેરાતા. અમે પણ એ બહેતી શુદ્ધ ગંગામાં છબછબીયા, ધુબાકા અને એક બીજાને (પાણીનાં) છાંટા ઉડાડીને સ્નાન કર્યું છે, કરાવ્યું છે.

ઓરકુટના પરિપાક રૂપે કોમ્યુનીટી અને એની (આડ)અસર રૂપ દર વર્ષ ગાંઠે (ત્રણ) e_મેગેઝીન પણ બનાવ્યા છે. જે અનુક્રમે ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧  છે પણ નીચે ઈમેજમાં કલરનાં લીધે અલગ કોમ્બિનેશનથી આપ્યા છે.

૨૦૦૯નું વિમોચન  સૌરભ શાહ  ૨૦૧૦નું વિમોચન સલિલ દલાલ  ૨૦૧૧નું વિમોચન જય વસાવડા   (નિર્ણાયકો - ધૈવત ત્રિવેદી & કિન્નર આચાર્ય)

૨૦૦૯નું વિમોચન સૌરભ શાહ
૨૦૧૦નું વિમોચન સલિલ દલાલ
૨૦૧૧નું વિમોચન જય વસાવડા
(નિર્ણાયકો – ધૈવત ત્રિવેદી & કિન્નર આચાર્ય)

પરંતુ જ્યારે અમારી સૌની એવી GMCC (ગુજરાતી=મેગેઝિન, છાપા અને કૉલમ) કોમ્યુનિટી એ )ત્રણ બાદ) ચોથા વરસે e_મેગેઝીન ના બનાવ્યું ત્યારે એ કોમ્યુ. સાથે લાગણીથી જોડાયેલ ઘણા બધા લોકોએ ઘણા બધા સવાલ કર્યા અને અમે લોકોએ યથા યોગ્ય ઉત્તર પણ આપવાનો પ્રયત્ન  પણ કર્યો પરંતુ આજે જ્યારે આ છઠ્ઠું વરસ બેઠું તો થયું કે ચાલો એ વિશે થોડું બ્લોગ પોસ્ટમાં પણ લખી નાંખીયે.

તો આ રહ્યાં હવે e_મેગેઝીન નથી બનાવતા એના (નજીવા) કારણો –

  • એ વખતે બ્લોગ અને ફેસબુક જેવા માધ્યમોનો ખાસ પ્રસાર ના હતો એટલે મિત્રોની અભિવ્યક્તિને પ્લેટફોર્મ મળે એ હેતુ હતો,  જેની હવે જરૂર નથી જણાતી.
  • એ વખતે જે જે લોકો ટીમમાં હતાં તેઓ કોઈને કોઈ રીતે ‘ગોઠવાય’ ગયા છે ! કોઈ ના પાડે એમ નથી પણ હવે એમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાંથી ટાઈમ ફાળવવાનું કહેવાનું યોગ્ય નથી લાગતું.
  • હવે ચર્ચા, ઓરકુટ અને કોમ્યુનિટી કલ્ચર પણ લગભગ ખતમ થઇ ગયું છે, તો જો  કોમ્યુનીટીનું જ અસ્તિત્વ ના હોય તો ખાલી ખોટી ખેંચયે રાખવાનું બે મતલબ લાગે છે.
  • આ e_મેગેઝીન તો ઠીક આમ પણ જોઈએ તો પ્રિન્ટ મેગેઝીન (અભિયાન-ચિત્રલેખા વગેરે) પણ ક્યાં ખાસ વંચાય છે? કેમ કે ઇલેક્ટ્રોનીક અને સોશ્યલ મીડિયાના લીધે કોઈ મુદ્દો એવો ના રહ્યો હોય કે જેના વિશે થોડી મિનીટ્સમાં જ લોકો માહિતગાર ના હોય.
  • નોન ફિક્શનને એ રીતે બાદ કરીયે તો હવે બાકી રહી જાય સાહિત્ય, તો એ પણ લોકો ફેસબુક પર શેર-શાયરી-વાર્તા વગેરે મૂકતા જ રહે છે જેથી e_મેગેઝીન માટે કંઈ બાકી રહેતું હોય એવું લાગતું નથી.
  • પહેલેથી લઈને ત્રીજા e_મેગેઝીન સુધી દરેક વખતે એક સ્ટેપ આગળ જ વધ્યા અને છેલ્લા વખતે તો પૈસા પણ પુસ્તક રૂપે (મામુલી) ‘પુરસ્કાર’ પણ આપ્યા અને એના પછી જે રૂપ રેખા મારા મનમાં છે એ કમ સે કમ અત્યારે ચાલે એમ નથી એવું લાગે છે અને એનાથી ઓછું મને ખપે એમ નથી.
  • એટલે કે મારો વિચાર છે કે આજે નહિ તો પાંચ-દસ-પંદર વરસે પણ જો યોગ્ય સમય આવશે  તો e_મેગેઝીનમાં ભાગ લેનાર દરેકને પુરસ્કૃત કરવા અને e_મેગેઝીન પણ ‘મફત’ ના આપતા એની એફોર્ડેબલ કિંમત રાખવી

 

~ અમૃતબિંદુ ~

વો અફસાના જીસે અંજામ તક લાના ના હો મુમકીન;

ઉસ્સે એક ખૂબસૂરત મોડ દેકે છોડના અચ્છા

^ સાહિર લુધિયાનવી – રવિ – મહેન્દ્ર કપૂર = ગુમરાહ ^

< મેગેઝીન બનાવવામાં મદદ કરનાર એકાદ નામ ચૂકાય જાય એના કરતા એક પણ નામનો ઉલ્લેખ ના કરવો એવું લાગ્યું  😀 >

1 ટીકા

Filed under સાહિત્ય, e_મેગેઝિન, social networking sites