અલવિદા ઓરકુટ આલમ તરફથી …


આજે એફ.બી., બ્લોગ, ટ્વીટર,  ગૂગલ પ્લસ, પીન કે અન્ય કોઈપણ જગ્યાએ જે કોઈ છે એમાંથી મોટાભાગના લોકો ઓરકુટ અટારીથી આવેલ હશે.

૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪નાં રોજ ઓરકુટનાં ‘કપાટ’ બંધ  થવાના છેની અગમ ચેતી આવી ગઈ ત્યારથી અમારા જેવા ઓરકુટીયાવનાં આક્રંદ ચાલુ થઇ ગયા …. પરંતુ એ માટે ય પ્લેટફોર્મ તો ઓરકુટ સિવાયનું  !!

મેં મારા એફ્બી સ્ટેટ્સ પર એકવાર કોમેન્ટ કરેલી એ મુજબ લોકો એ ઈમેઈલની શરૂઆત કરી એ કાળ ને પ્રાથમિક શાળાનો ગણી શકાય, ત્યારબાદ યાહુ ચેટ એ હાઈસ્કૂલ અને હવે એફ્બી છે એ (ગ્રેજ્યુએશન માટેની) કોલેજ અને એમાંય ટ્વીટરને એન્જીનીયરીંગ કે એવું કંઈક કહી શકાય. એટલે એ મુજબ જોઈએ તો આપણને મજા કોલેજમાં આવે પણ દિવસો હાઈસ્કૂલનાં યાદ કરતા હોઈએ છીએ. એમાં કંઈ ખોટું પણ  ના કહેવાય કેમ કે કોલેજમાં જે ‘મજા’ માણીએ છીએ એનો પાયો અને ‘ટ્રીક’ તો હાઈસ્કૂલમાંથી જ મળેલ હોય છે.

જે લોકોનો (નેટ પર) ઓરકુટ સમયે જન્મ થયો ના હોય એમને એવો પણ સવાલ થઇ શકે કે યાર અગર આટલું બધું સારું ઓરકુટ હતું તો બંધ કેમ થાય છે અને તમે બધા એ છોડીને એફ્બીમાં શું કામ જોતરાયા?

જે લોકોનો ઓરકુટ સમયે જન્મી ચૂક્યા હતા તેઓ કહેશે ઈ બધી તમને ખબર ના પડે કે ઓરકુટ શું ચીજ હતી?

આમ પરસ્પર દલીલ અને કારણો અપાતા હોય જે અમુક અંશે વ્યાજબી પણ હોય અને  અમુક લોકો એ  તર્ક, વિતર્ક કે કુતર્ક સુધી પહોંચી જાય ત્યારે જાણી શકીએ કે  આ વર્ચ્યુઅલ વર્લ્ડ પણ  “જનરેશન ગેપ” માંથી બાકાત ના રહી શકે !

ઓરકુટ એ શું આપ્યું એમાંથી મોટાભાગની વાતો તો એફ્બી પર ઓલરેડી વંચાય અને ચવાય ગઈ છે. લોકોને એફ્બીમાં શું મળે છે અને ઓરકુટમાં શું મળતું હતું એમાં સૌથી મુખ્ય વાત આવે ‘કોમ્યુનીટી’ની. પેલા બાળગીત/જોડકણાની જેમ કહીએ તો ઓરકુટ એ આપી કોમ્યુનિટી, કોમ્યુનીટીએ આપ્યું ઈ_મેગેઝીન અને ઈ_મેગેઝીન એ કેટલા કવિ-લેખકો-કોલમિસ્ટો આપ્યા? અધધ …. ગણ્યા ગણાય નહિ, વિણયા વિણાય નહિ એટલા. અત્યારે આપણા એફ્બી લીસ્ટમાં સામાન્ય/નોર્મલ મિત્રો કરતા કવિ-લેખકો-કોલમિસ્ટો (એબનોર્મલ !!) નો આંકડો મોટો હશે અને એમાંથી ય આપણે અજાણ હશું!

એવા રાઈટર્સ પણ છે કે જેમને ઓરકુટ પહેલા યા તો કોઈ (ભોજિયો ભાઈ ય) જાણતું ના હતું યા તો બહું ઓછા જાણતા હતા તેઓ (ચાલાકીપૂર્વક) પોતાનો એક વર્ગ ઊભો કરી શક્યા છે!

જે લોકોનો પ્રોફેશન અલગ હોય પણ એવા અમારા જેવા મોડરેટર્સ યા ને ‘એડ્મીનો’ નો પણ એક જમાનો હતો, અને અમે આજે ય (ખોટેખોટા) કોલર ઊંચા રાખીને જાણે કોઈ છાપા-મેગેઝીનનાં તંત્રી અને સંત્રી હોય એવી રીતે વર્તતા અને વર્તીએ છીએ!

આ બધી વાતોનો એક કેફ હોય છે જે ‘હમારે જમાને કે’ નો અહેસાસ દેવડાવતો રહેશે. પણ પેલું કહેવાય છે ને માતાનું દૂધ છોડવાનો પણ એક સમય હોય, ઘર છોડવાનો પણ એક સમય હોય અને થોડી (ક જ) રંજિશ રાખીને ઘરથી અલગ થઈને પોતાનું ઘર વસાવવાનો પણ એક સમય હોય જ છે ને?

મને ટેકનીકલી બહું ખબર નથી પણ જે રીતે ગૂગલ કહે છે એમ ઓરકુટ ડેટા સચવાયને પડ્યો તો રહેશે અને સમય તેમજ ‘જરૂરિયાત’ મુજબ એને કેવી રીતે ‘કાઢી’ શકાય એ યા તો સમય કહેશે યા કોઈ ટેકનીકલ વ્યક્તિ કહેશે.

~ અમૃત બિંદુ ~

આજે મળ્યા છીએ આ વિશાળ હોલમાં;

કાલે મળીશું યાદોની નાની બખોલમાં

ઓરકુટ અને  એફ્બી પરની રીલેટેડ લીંકસ 

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, e_મેગેઝિન, social networking sites

4 responses to “અલવિદા ઓરકુટ આલમ તરફથી …

  1. કમ્યુનિટી અને મતલબવાળી ચર્ચાઓ ફેસબુકે છીનવી લીધાં એ તો પાક્કી વાત છે અને ફેસબુક પર ગ્રૂપ તો છે. પણ, કન્ટેન્ટ બધું ખીચડી! વિષયવાર થ્રેડની કોઈ સુવિધા નહીં. 😦 ઓરકુટ યાદ આવશે અને ઓરકુટે આપેલાં મિત્રો પણ. ફૂલ ગયું ને ફોરમ રહી વગેરે વગેરે 😛

  2. મારી જીંદગી ની ચેતના

    Bhaila School Ni Yaad To Ave J Ne. . Orkut ni Scraps. . . badalti Theme. . Ane Biju ghanu Badhu.

  3. આ લીંકમાં માહિતી આપી છે કે કેવી રીતે ઓરકુટનો ડેટા લઇ શકાય:
    https://support.google.com/orkut/answer/3220186?hl=en

  4. આવું થવાની શક્યતા હતી. પહેલાં યાહુ ગ્રુપ આવ્યા. પછી ઓરકુટ આવ્યું અને ફેસબુકે પથારી ફેરવી નાખી. હવે તો મેસેજ અને ફોટાઓ મફતમાં મોબાઈલ ઉપર હેરફેર થવાની શ્ક્યતા છે પછી વોટ્સપ પણ ક્યાંક ધકેલાઈ જશે… પેજરના જમાનાથી એન્ડ્રોઈડ સમજો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s